ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - તરંગો

Wave Equation and Characteristics of Waves PYQ: JEE Mains Physics પ્રશ્નો

Wave Equation and Characteristics of Waves પર STD 11 - તરંગો ના 15 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

15પ્રશ્નો
139STD 11 - તરંગો માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 33% મધ્યમ 47% અઘરું 20%

પ્રશ્નો

નવા પહેલા

15 માંથી 1–15 પ્રશ્નો

  1. 1. એક દોરી પરનો લંબગત તરંગ \(y = 3\sin(36t + 0.018x + \pi/4)\) વડે વર્ણવાયેલ છે, જ્યાં \(x, y\) cm માં અને \(t\) સેકન્ડમાં છે. તરંગમાં બે ક્રમિક શૃંગો વચ્ચેનું લઘુત્તમ અંતર _____ cm છે. (નજીકના પૂર્ણાંકમાં)
    (\(\pi = 3.14\))
    2026 મધ્યમ
  2. 2. એક સમતલ પ્રગામી તરંગનું સમીકરણ \(y = 5\cos\pi\left(200t - \dfrac{x}{150}\right)\) વડે અપાયેલું છે, જ્યાં \(x\) અને \(y\) cm માં છે તથા \(t\) સેકન્ડમાં છે. તરંગનો વેગ _______ m/s છે. 2026 સરળ
  3. 3. \(500\,Hz\) ની આવૃત્તિ ધરાવતા તરંગ પર \(60^{\circ}\) નો કળા તફાવત ધરાવતા ક્રમિક બે બિંદુઓ વચ્ચેનું અંતર \(6.0\,m\) છે. તરંગ જે વેગથી ગતિ કરે છે તે \(.........\,km / s\) છે. 2023 અઘરું
  4. 4. દોરી પરના લંબગત હાર્મેનિક તરંગને \(y(x, t)=5 \sin (6 t+0.003 x)\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) \(cm\) માં અને \(t\) સેકન્ડમાં છે. તરંગનો વેગ \(..........\,ms^{-1}\) છે. 2023 મધ્યમ
  5. 5. એક તરંગને \(Y =10^{-2} \sin 2 \pi(160 t-0.5 x+\pi / 4)\),વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(Y\) મીટરમાં અને \(t\) સેકન્ડમાં છે. તરંગની ઝડપ .......... \(km\,h ^{-1}\) હશે. 2023 સરળ
  6. 6. પ્રસરણ પામતા તરંગને \(y(x, t)=[0.05 \sin (8 x-4 t)]\;m\) સમીકરણ વડે વર્ણવામાં આવે છે. તરંગનો વેગ \(............ms ^{-1}\) છે. [બધી જ રાશિઓ \(SI\) એકમમાં છે] 2023 સરળ
  7. 7. એક લંબગત તરંગ \(y=2 \sin (\omega t-k x) cm\) વડે રજૂ થાય છે. જ્યારે તરંગવેગ કણના મહત્તમ વેગ જેટલો થાય તે માટે તરંગલંબાઈનું મૂલ્ય \(...........cm\) થશે. 2022 મધ્યમ
  8. 8. એક સગંત તરંગ \(x=10 \sin 2 \pi\left( nt -\frac{x}{\lambda}\right) cm\) વડે રજૂ કરી શકાય છે. જો તરંગલંબાઈનું મૂલ્ય ............ હોય તો કણનો મહત્તમ વેગ એ તરંગ વેગ કરતાં ચાર ગણો મળેશે. 2022 અઘરું
  9. 9. તરંગ સમીકરણ \(y=0.5 \sin \frac{2 \pi}{\lambda}(400 t -x) m\), માં તરંગનો વેગ ...........\(m / s\) છે. 2022 સરળ
  10. 10. \(245 \,Hz\) આવૃતિ ધરાવતું ધ્વનિ તરંગ \(300\, ms ^{-1}\) ના વેગથી ધન \(x-\)દિશામાં ગતિ કરે છે. તરંગનું દરેક બિંદુ આગળ અને પાછળ કુલ \(6 \,cm\) જેટલું અંતર કાપે છે તો તરંગનું સમીકરણ શું થાય? 2021 મધ્યમ
  11. 11. ધન \(x\)-દિશામાં પ્રસરણ પામતા તરંગનો \(t=0\) સમયે કંપવિસ્તાર \(y=\frac{1}{(1+x)^{2}}\) અને \(t=1\;s\) સમયે કંપવિસ્તાર \(y=\frac{1}{1+(x-2)^{2}}\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં છે. પ્રસરણ દરમિયાન તરંગનો આકાર બદલાતો નથી. તરંગનો વેગ (\(m /s\) માં) કેટલો હશે? 2021 મધ્યમ
  12. 12. \(y(x, t) = A\,sin\,\left( {kx - \omega t + \phi } \right)\) વડે દર્શાવતુ પ્રગામી તરંગ ધન \(x\) અક્ષની દિશામાં આગળ વધે છે.\(t=0\) સમયે તરંગ આકૃતિમાં દર્શાવેલ છે.તો કળા \(\phi \) કેટલી હશે?
    2019 મધ્યમ
  13. 13. લંબગત તરંગનું સમીકરણ \(y = \frac{{10}}{\pi }\,\sin \,\left( {\frac{{2\pi }}{T}t - \frac{{2\pi }}{\lambda }x} \right)\) મુજબ આપવામાં આવે છે. તરંગલંબાઈના(\(cm\) માં) કયા મૂલ્ય માટે તરંગનો વેગ કણના વેગા કરતા બમણો મળે? 2014 મધ્યમ
  14. 14. જ્યારે બે અવાજના તરંગને એક જ માધ્યમમાં સમાન દિશામાં ગતિ કરતાં હોય તેના માટે સમીકરણ નીચે મુજબ આપવામાં આવે છે \({y_1} = 0.05\,\cos \,\left( {0.50\,\pi x - 100\,\pi t} \right)\) \({y_2} = 0.05\,\cos \,\left( {0.46\,\pi x - 92\,\pi t} \right)\) તો તેનો વેગ \(m/s\)માં કેટલો મળે? 2013 અઘરું
  15. 15. લંબગત તરંગમાં એક જ સંમયે શૃંગ અને નજીકના ગર્ત વચ્ચેનું અંતર \(4\;cm\) છે અને તે સ્થાને શૃંગ અને નજીકના ગર્ત વચ્ચેનું અંતર \(1\;cm\) છે તે જ સ્થાને બીજું શૃંગ \(0.4\;s\) પછી બને છે તો માધ્યમમાં દોલન કરતાં કણની મહત્તમ ઝડપ કેટલી હશે? 2013 સરળ

STD 11 - તરંગો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Wave Equation and Characteristics of Waves ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 15 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Wave Equation and Characteristics of Waves ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

33% સરળ, 47% મધ્યમ અને 20% અઘરા.