ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

કેપેસીટરોનું સંયોજન PYQ: JEE Mains Physics પ્રશ્નો

કેપેસીટરોનું સંયોજન પર STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ ના 38 પ્રશ્નો, 2016–2026 માં પૂછાયેલા.

38પ્રશ્નો
232STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ માં
2016–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 3% મધ્યમ 37% અઘરું 61%

પ્રશ્નો

નવા પહેલા

38 માંથી 1–38 પ્રશ્નો

  1. 1. \(10 \times 10^{-6} F\) કેપેસીટન્સવાળાં એક કેપેસીટર P ને 6.0 V ના સ્થિતિમાન તફાવત દ્વારા સંપૂર્ણ ભારિત કરવામાં આવે છે અને બેટરીને છૂટી પાડી દેવામાં આવે છે. આ ભારિત કેપેસીટર P સાથે \(20 \times 10^{-6} F\) કેપેસીટન્સવાળા કેપેસીટન્સ Q ને જોડવામાં આવે છે. જ્યારે સંતુલન સ્થપાય ત્યારે Q પરનો ભાર \(\alpha \times 10^{-5} C\) હોય, તો \(\alpha\) નું મૂલ્ય ________ છે.
    (પ્રારંભમાં Q કોઈ જ ભાર ધરાવતો નથી તેમ ધારો)
    2026 અઘરું
  2. 2. \(100\) pF કેપેસિટન્સ ધરાવતા એક ગોળાને \(100\) V ના સ્થિતિમાન સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. જ્યારે બીજો સમાન વિદ્યુતભાર રહિત ધાતુનો ગોળો વિદ્યુતભારિત ગોળાના સંપર્કમાં લાવવામાં આવે છે, ત્યારે જ્યારે તેઓ એકબીજાને સ્પર્શે છે ત્યારે આ ગોળાઓમાં સંગ્રહિત કુલ ઊર્જામાં થતો ફેરફાર \(\alpha \times 10^{-7}\) J છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે. (ગોળાઓનું સંયુક્ત કેપેસિટન્સ \(200\) pF છે) 2026 અઘરું
  3. 3. નીચે આપેલી પરિપથમાંથી, પરિપથમાં દર્શાવેલ ટર્મિનલ \(A\) અને \(B\) વચ્ચેની કેપેસિટન્સ ______ \(\mu\)F છે.
    (જ્યાં \(C_1=C_2=C_3=1\) \(\mu\)F અને \(C_4=2\) \(\mu\)F લો.)
    2026 અઘરું
  4. 4. એક બેટરીનો ઉપયોગ કરીને, એક 100 pF કેપેસિટરને 60 V સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે અને પછી બેટરીને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ, એક બીજું અવિદ્યુતભારિત કેપેસિટર પ્રથમ કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. જો બીજા કેપેસિટર પર અંતિમ વોલ્ટેજ 20 V હોય, તો તેની કેપેસિટન્સ કેટલી હશે? (pF માં) 2025 મધ્યમ
  5. 5. એક કેપેસિટર, \(C_1=6 \mu \mathrm{~F}\) ને 5 V બેટરીનો ઉપયોગ કરીને \(\mathrm{V}_0=5 \mathrm{~V}\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. બેટરીને દૂર કરવામાં આવે છે અને બેટરીના સ્થાને બીજું એક કેપેસિટર, \(\mathrm{C}_2=12 \mu \mathrm{~F}\) જોડવામાં આવે છે. જ્યારે સ્વીચ 'S' બંધ કરવામાં આવે છે, ત્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થોડા સમય માટે કેપેસિટરો વચ્ચે વિદ્યુતભાર વહે છે. જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે કેપેસિટરો \(C_1\) અને \(C_2\) પરના વિદ્યુતભારો \(\left(q_1\right.\) અને \(\left.q_2\right)\) કેટલા હશે?

    2025 મધ્યમ
  6. 6. પ્રત્યેક \(16 \mu \mathrm{~F}\) કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. બિંદુઓ A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ : ______ (\(\mu \mathrm{F}\) માં) છે.
    2025 સરળ
  7. 7. એક કેપેસિટર ક્ષેત્રફળ \(A\) ની સપાટ પ્લેટ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સીડી જેવી સંરચના ધરાવતી બીજી પ્લેટનું બનેલું છે. જો દરેક સીડીનું ક્ષેત્રફળ \(\frac{A}{3}\) અને ઊંચાઈ \(\mathrm{d}\) હોય, તો આ વ્યવસ્થાનું કેપેસિટન્સ _______ છે.
    2024 અઘરું
  8. 8. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, \(200\,cm ^2\) સમાન પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતા બે સમાંતર પ્લેટ કેપેસિટરને એવી રીતે જોડાયેલા છે કે \(a \neq b\). સંયોજનનું સમતુલ્ય કેપેસીટન્સ \(x \varepsilon_0 F\) છે. \(x\) ની કિંમત ................ છે.
    2023 અઘરું
  9. 9. આપેલ આકૃતિમાં સંધારકોના સંયોજનમાં સંગૃહીત થતો સમતુલ્ય વીજભાર \(100\,\mu\,C\) છે.તો ' \(x\) ' નું મલ્ય \(......\) છે.
    2023 મધ્યમ
  10. 10. આપેલા પરિપથ માટે \(C _1=2\,\mu F , C _2=0.2\,\mu F\), \(C _3=2\,\mu F , C _4=4\,\mu F\), \(C _5=2 \,\mu F , C _6=2\, \mu F\), સંગ્રાહક \(C _4\) ના સંગ્રહ થતો વિજભાર ........... \(\mu C\) છે.
    2023 મધ્યમ
  11. 11. દર્શાવેલ સંયોજનની સમતુલ્ય સંધારકતા (કેપેસીટન્સ) ....... છે.
    2023 મધ્યમ
  12. 12. એક સંધારકની (કેપેસીટર) બે પ્લેટો વચ્યેનું અંતર \(d\) છે અને જ્યારે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે તેની સંધારકતા (કેપેસીટન્સ) \(C_1\) છે. જો \(\frac{2d}{3}\) જાડાઈ અને પ્લેટોના જેટલા જ ક્ષેત્રફળ વાળી ધાતુની તકતીને પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે, તો સંધારકની સંધારકતા \(C_2\) થાય છે. \(\frac{C_2}{C_1}\) નો ગુણોત્તર ...... છે. 2023 મધ્યમ
  13. 13. \(5 \,\mu F\) ના મૂલ્યના એક સંઘારકને \(C _{1} 30 \,V\) ના સ્થિતિમાન થી બેટરી વડે વીજભારિત કરવામાં આવે છે. ત્યારબાદ બેટરીને દૂર કરવામાં આવે છે એ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બીજા \(10 \,\mu F\) ના અવિદ્યુતભારિત સંઘારક સાથે જોડવામાં આવે છે. જ્યારે કળ બંધ હોય છે ત્યારે સંધારક વચ્ચે વીજભારનું વહન થાય છે. સંતુલન સમયે, બીજા સંઘારક \(C _{2}\) પરનો વિદ્યુતભાર ........... \(\mu C\) હશે.
    2022 અઘરું
  14. 14. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(15 \,\mu F\) ના સંધારક પરનો વિદ્યુતભાર ............ \(\mu c\) હશે.
    2022 મધ્યમ
  15. 15. આપેલ આકૃતિમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચે સમતુલ્ય સંધારકતા........... \(\mu F\) છે
    2022 અઘરું
  16. 16. બે ધાત્વીય તક્તિમાં એક સમાંતર પ્લેટ સંધારક રચે છે. બે પ્લટો વચ્યેનું અંતર ' \(d\) ' છે. સમાન ક્ષેત્રફળ ધરાવતી અને \(\frac{d}{2}\) જેટલી જાડાઈ ધરાવતી ધાતુનાં પૃષ્ઠની પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે છે. આ બંને કિસ્સા (એટલે કે ધાતુના પૃષ્ઠ સાથે અને ધાતુ પૃષ્ઠ વગર) માટે સંધારકતાનો ગુણોત્તર કેટલી થશે \(?\) 2022 મધ્યમ
  17. 17. બે સંઘારકો \(C _{1}\) અને \(C _{2}\) ને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવેલા છે. પ્રારંભમાં સંધારક \(C _{1}\) ને \(V\) વોલ્ટના સ્થિતિમાન તફવત થી બેટરી વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. હવે બેટરી દ્દૂર કરવામાં આવે છે અને આ રીતે વિદ્યુતભારિત \(C_{1}\) સંધારકને કળ \(S\) બંધ કરીને અવીજભારિત \(C_{2}\) સંધારક સાથે જોડવામાં આવે છે. સંતુલન સ્થિતિ મેળવ્યા બાદ સંધારક \(C _{2}\) પરનો વીજભાર ........ થશે.
    2022 મધ્યમ
  18. 18. સીડીના આકારમાં એક સંધારકની રચના કરવામાં આવે છે. જેમાં દરેક સીડીનું ક્ષેત્રફળ \(A\) છે. (આકૃતિ જુઓ). આ રચનાની સંધારકતા \(\frac{x}{15} \frac{\varepsilon_{0} A }{ b }\) છે. \(x\) નું મૂલ્ય .......... હશે.
    2022 અઘરું
  19. 19. સમાંતરમાં જોડેલા સંઘારકો \(C _1=1\,\mu F , C _2=2\,\mu F , C _3=4\,\mu F\) અને \(C _4=3\,\mu F\) નાં તંત્રમાં કુલ વિદ્યુતભાર \(....... \mu C\) હશે.(આ સંયોજનને \(20\,V\) ની બેટરી જોડેલ છે તેમ ધારો) 2022 મધ્યમ
  20. 20. \(2\, \mu F\) વાળા \(C _{1}\) કેપેસીટરને \(10\, V\) ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ બેટરી દૂર કરીને \(8\, \mu F\) વાળા \(C _{2}\) કેપેસીટરને \(C _{1}\) સાથે જોડવામાં આવે છે. તો સંતુલન સમયે \(C _{2}\) કેપેસીટર પરનો વિદ્યુતભાર ............ \(\mu C\) હશે?
    2021 અઘરું
  21. 21. \(4\, \mu\, {F}\) કેપેસીટર પરના વિદ્યુતભારની (\(\mu {C}\) માં) ગણતરી કરો. બેટરીનો આંતરિક \(1\, \Omega\) છે 
    2021 અઘરું
  22. 22. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાંતર વાહક પ્લેટોની મદદથી મળતા વિદ્યુતક્ષેત્રમાં \(m\) દળ ધરાવતું, \(l\) લંબાઈ ધરાવતું અને \(+q\) વિદ્યુતભાર ધરાવતા એક સાદા લોલકને લટકાવેલ છે. તો સંતુલિત સ્થિતિમાં સાદા લોલકનું વિચલન ......... થશે?
    2021 અઘરું
  23. 23. બે એકસમાન સંઘારકોને(કેપેસીટર) પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે છે. આ બે કિસ્સાઓમાં સમતુલ્ય સંઘારક્તાઓનો(કેપેસીટન્સ) ગુણોત્તર .......... હશે. 2021 મધ્યમ
  24. 24. ધારો કે બે સંધારકોનાં (કેપેસીટરના) સંયોજન \(C_1\) અને \(C_2\) માટે \(C_2 > C_1\) છે, જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે તેમની સમતુલ્ય સંધારકતાં શ્રેણી જોડાણની સમતુલ્ય સંધારકતાં કરતાં \(\frac{15}{4}\) ગણી છે. સંધારકોનો ગુણોત્તર \(\frac{ C _{2}}{ C _{1}}\) ગણો. 2021 અઘરું
  25. 25. \(l=2\, cm\) લંબાઈ અને \(b =\frac{3}{2}\, cm\) પહોળાઈ ધરાવતી ચાર સમાન લંબચોરસ પ્લેટને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. \(A\) અને \(C\) વચ્ચે સમતુલ્ય કેપેસીટન્સ \(\frac{ x \varepsilon_{0}}{ d } \) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે  
    2021 મધ્યમ
  26. 26. ત્રણ કેપેસીટર \({C}_{1}=2\, \mu {F}, {C}_{2}=6 \, \mu {F}\) અને \({C}_{3}=12 \, \mu {F}\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. અનુક્રમે \({C}_{1}, {C}_{2}\) અને \({C}_{3}\) કેપેસીટર પર રહેલા વિજભારનો ગુણોત્તર કેટલો થાય?
    2021 અઘરું
  27. 27. \(10\, \mu F\) કેપેસીટન્સ ધરાવતું કેપેસીટર \(50\, V\) ના વિદ્યુતસ્થિતિમાન વડે સંપૂર્ણ ચાર્જ કરેલ છે. હવે આ વિદ્યુતસ્થિતિમાનને દૂર કરી તેને બીજા વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે તેમની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(20\, V\) થાય છે, તો બીજા કેપેસીટરનો કેપેસીટન્સ (\(\mu F\) માં) કેટલો હશે? 2020 અઘરું
  28. 28. આપેલ પરિપથમાં રહેલ \(5\, \mu F\) કેપેસીટર પરનો વિજભાર \(........\mu C\) હશે. 
    2020 અઘરું
  29. 29. બે અલગ અલગ \(\frac{2}{3} R\) અને \(\frac{1}{3} R\) ત્રિજ્યા ધરાવતા \(S_{1}\) અને \(S_{2}\) વાહક ગોળા પર અનુક્રમે \(12\, \mu C\) અને \(-3\, \mu C\) જેટલો વિજભાર છે અને બંને એકબીજાથી ખૂબ જ લાંબા અંતરે છે. તેને હવે એક વાહક તારથી જોડેલા છે. તેના પછી લાંબા સમયે \(S_{1}\) અને \(S_{2}\) પરનો વિજભાર કેટલો હશે? 2020 અઘરું
  30. 30. નીચે દર્શાવેલ પરિપથ માં કુલ વિજભાર \(750\, \mu C\) અને \(C _{2}\) કેપેસીટર વચ્ચેનો વૉલ્ટેજ \(20\, V\) છે, તો \(C _{2}\) કેપેસીટર પરનો વિજભાર (\(\mu C\) માં) કેટલો હશે?
    2020 મધ્યમ
  31. 31. આપેલ પરિપથમાં \(4\, \mu F\) કેપેસીટર પર કેટલો .......\(\mu C\) વિદ્યુતભાર હશે?
    2019 અઘરું
  32. 32. દર્શાવેલ પરિપથનો અસરકારક સંઘારતા (કેપેસિટન્સ) \(0.5\,\mu F\) હોય તો \(C\) કેટલો હશે? પરિપથમાં દર્શાવેલ તમામ મૂલ્ય \(\mu F\) માં છે.
    2019 અઘરું
  33. 33. કેપેસીટરના શ્રેણી અને સમાંતર જોડાણ માટે \(q\) વિરુદ્ધ \(V\) નો આલેખ આપેલ છે.તો આ કેપેસીટરના મૂલ્યો....
    2019 અઘરું
  34. 34. નીચે દર્શાવેલ આકૃતિમાં \(10 \,\mu F\) ના કેપેસિટરની ડાબી બાજુની પ્લેટ પર \(-30\, \mu F\) વિજભાર છે. \(6\, \mu F\) ના કેપેસિટરની જમણી બાજુની પ્લેટ પર નો વિજભાર.....\(\mu C\)
    2019 અઘરું
  35. 35. આપેલ પરિપથમાં \(A\) અને \(B\) વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ \(\mu F\) માં કેટલું થાય?
    2018 અઘરું
  36. 36. એક વિદ્યુત પરિપથમાં \(1.0\) \(kV\) વિદ્યુત વિભવની સામે \(2\)\(\mu F\) કેપેસિટરોની જરૂર છે.\(1\)\(\mu F\) ના ખૂબ જ મોટી સંખ્યામાં કેપેસિટરો છે,જે \(300\) \(V\) ના વિદ્યુત વિભવ કરતા વધુ વિદ્યૂત વિભવ સહિ શકતા નથી. તો આ માટે જરૂરી ઓછામાં ઓછા કેપેસિટરોની સંખ્યા 2017 મધ્યમ
  37. 37. આકૃતિમાં કેપેસીટરનો પરિપથ આપેલ છે જેમાં બધા કેપેસીટરના મૂલ્યો માઇક્રોફેરાડે માં છે જો \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય કેપેસીટન્સ \(1\,\mu F\) હોય તો \(C\) નું મૂલ્ય કેટલું હશે?
    2016 અઘરું
  38. 38. ત્રણ \(4\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તેમનો સમતુલ્ય કેપેસીટન્સ \(6\,\mu F\) મળે તો તેને કેવી રીતે ગોઠવેલા હશે? 2016 અઘરું

STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં કેપેસીટરોનું સંયોજન ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2016–2026 ના 38 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

કેપેસીટરોનું સંયોજન ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

3% સરળ, 37% મધ્યમ અને 61% અઘરા.