પ્રશ્નો
નવા પહેલા25 માંથી 1–25 પ્રશ્નો
- 1. 2 m લંબાઈ અને \(0.2\ mm^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર વાહકના છેડા 2 V ની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે 1.6 A વિદ્યુતપ્રવાહનું વહન કરે છે. વાહકમાં ઈલેક્ટ્રોનની મોબીલીટી \(\alpha \times 10^{-3} m^2 / V . s\) છે. \(\alpha\) નું મૂલ્ય ________ છે.
(ઈલેક્ટ્રોન સાંદ્રતા \(=5 \times 10^{28} / m ^3\) અને ઈલેક્ટ્રોન ભાર \(=1.6 \times 10^{-19} C\) ) 2026 સરળ - 2. \(A=16 \mathrm{~cm}^2\) ક્ષેત્રફળ અને પ્લેટો વચ્ચે 10 cm અંતર ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને DC પ્રવાહ વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. કેપેસિટરની અંદર અને પ્લેટોને સમાંતર \(\mathrm{A}_0=3.2 \mathrm{~cm}^2\) ક્ષેત્રફળવાળી એક કાલ્પનિક સમતલ સપાટીનો વિચાર કરો. કોઈ એક ક્ષણે, પરિપથમાં પ્રવાહ 6A છે. તે જ ક્ષણે, \(\mathrm{A}_0\) માંથી પસાર થતો સ્થાનાંતર પ્રવાહ ________ mA છે. 2025 મધ્યમ
- 3. પદાર્થમાં તાપમાનનો તફાવત ઉષ્મા ઊર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત કરી શકે છે. ઉષ્મા ઊર્જાનો ઉપયોગ કરવા માટે, પદાર્થમાં _________ હોવું જોઈએ. 2025 સરળ
- 4. તારમાંથી સમયના વિધેય તરીકે પસાર થતો વિદ્યુતપ્રવાહ \(\mathrm{I}(\mathrm{t})=0.02 \mathrm{t}+0.01 \mathrm{~A}\) વડે આપવામાં આવેલ છે. t = 1 s થી t = 2 s સુધી તારમાંથી વહેતો વિદ્યુતભાર છે: 2025 મધ્યમ
- 5. તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમયના વિધેય તરીકે સમીકરણ \(I=I_0+\beta t\) મુજબ બદલાય છે, જ્યા \(I_0=20 \mathrm{~A}\) અને \(\beta=3 \mathrm{~A} / \mathrm{s}\). તારના વિભાગમાંથી \(20 \mathrm{~s}\) માંથી પસાર થતા વીજભારનો જથ્થો________છે. 2024 અઘરું
- 6. વાહકમાં પ્રવાહ \(I=3 t^2+4 t^3\) આ રીતે દર્શાવેલ છે, જ્યાં \(I\) એ એમ્પીયરમાં અને \(t\) એ સેકન્ડમાં છે. \(t=1\) s થી \(t=2 \mathrm{~s}\) સમયગાળા દરમિયાન વાહકના આડછેદમાંથી વહેતો વિદ્યુતભારનો જથ્થો _______ \(\mathrm{C}\) છે. 2024 અઘરું
- 7. ધાતુ વાહકમાં લગાડેલ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વાહકમાંના મુક્ત ઈલેકટ્રોન 2023 મધ્યમ
- 8. એક \(25.0\,mm ^2\) અનુપ્રસ્થ પરિચ્છેદિત ક્ષેત્ર ધરાવતા તારમાંથી \(2\,A\) જેટલો વીજપ્રવાહ પસાર થાય છે. મુક્ત ઇલેકટ્રોનની સંખ્યા \(2.0 \times 10^{28}\) ક્યુબીક મીટરમાં છે. ઇલેકટ્રોનનો અપ્રવાહ વેગ \(......\times 10^{-6}\,ms ^{-1}\) થશે.(ઈલેકટ્રોનનો ચાર્જ = \(1.6 \times 10^{-19}\,C\) આપેલ છે.) 2023 સરળ
- 9. સુવાહકમાં વહેતો વિદ્યતભાર સમય સાથે \(Q ( t )=\alpha t -\beta t ^2+\gamma t ^3, \alpha, \beta\) અને \(\gamma\) અચળાંકો છે, મુજબ બદલાય છે. પ્રવાહનું ન્યૂનતમ મૂલ્ય શોધો. 2023 મધ્યમ
- 10. તાંબામાં મુક્ત ઇલેકટ્રોનની સંખ્યા ઘનતા લગભગ \(8 \times 10^{28}\,m ^{-3}\) જેટલી છે. તાંબાના તારના આડછેદનું ક્ષેત્રફળ \(= 2 10^{-6}\,m ^2\) છે અને તે \(3.2\,A\) પ્રવાહનું વહન કરે છે. ઇલેકટ્રોનની ડ્રીફટ ઝડપ \(.......\times 10^{-6}\,ms ^{-1}\) છે. 2023 સરળ
- 11. વિદ્યુત પરિપથમાં જોડેલ સુવાહકમાં ઈલેકટ્રોનનો ડ્રિફ્ટ વેગ \(v_d\) છે. આ સુવાહક તારને સમાન દ્રવ્ય, સમાન લંબાઈ ધરાવતા પણ બમણા આડછેનું ક્ષેત્રફળ ધરાવતા બીજા તાર વડે બદલવામાં આવે છે. લાગુ પાડેલ વોલ્ટેજ અચળ રહે છે. ઈલેકટ્રોનનો નવો ડ્રિફ્ટ વેગ \(...........\) થશે. 2023 સરળ
- 12. \(4 \,mm\) ત્રિજ્યા ધરાવતા નળાકારીય તારમાં પ્રવાહ ધનતા તેના આડછેદને સમાંતર નિયમિત છે, અને તે \(4 \times 10^{6} \,Am ^{-2}\) જેટલી છે. તારના બહારના ભાગમાં \(\frac{R}{2}\) અને \(R\) ની વરચે ત્રિજ્યાવર્તી અંતરમાંથી પસાર થતો પ્રવાહ .......... \(\pi A\) હશે. 2022 મધ્યમ
- 13. \((A)\) સુવાહકના તાપમાનના વધારા સાથે ઈલેક્ટ્રોનનો ડ્રીફટ-વેગ ઘટે છે. \((B)\) ડ્રીફટ-વેગ આપેલ સુવાહકના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \((C)\) ડ્રિફટ-વેગ એ સુવાહકને લગાવેલ સ્થિતિમાન તફવત ઉપર આધાર રાખતો નથી. \((D)\) ઈલેક્ટ્રોનનો ડ્રિફટ-વેગ સુવાહકની લંબાઇ પર આધાર રાખલો નથી. \((E)\) ડ્રિફટ-વેગ સુવાહકનું તાપમાન વધારતા વધે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2022 અઘરું
- 14. \(r=4.0 \,mm\) ત્રિજ્યાના એક નળાકારીય તારમાં પ્રવાહ ધનતા \(1.0 \times 10^{6} \,A / m ^{2}\) છે અને તે તારના આડછેદ પર નિયમિત છે. તારના બહારના ભાગમાં ત્રિજ્યાવર્તી અંતરો \(\frac{r}{2}\) અને \(r\) ની વચ્ચે પ્રવાહ \(x \pi\) \(A\) છે. \(x\) નું મૂલ્ચ ......... હશે. 2022 અઘરું
- 15. \(0.5\, mm\) ત્રિજ્યા ધરાવતાં અને \(5 \times 10^{7}\, S / m\) જેટલી વાહકતા ધરાવતાં એક નળાકારીય તારને લગાડેલા \(10\, mV/m\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે. તારમાં વહેતા પ્રવાહનું અપેક્ષિત મૂલ્ય \(x ^{3} \,\pi mA\) છે. \(x\) નું મૂલ્ય ...... . 2021 મધ્યમ
- 16. \(5\; {A}\) નો પ્રવાહ \(0.04\; {m}^{2}\) આડછેદ ધરાવતા અરેખીય મેગ્નેશિયમના તારમાંથી પસાર થાય છે. સરેક બિંદુ આગળ પ્રવાહ ઘનતાની દિશા આડછેડના ક્ષેત્રફળના એકમ સદિશ સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે છે. વાહકના દરેક બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય (\({V} / {m}\) માં) કેટલું હશે? (મેગ્નેસિયમ ની અવરોધતા \(\rho=44 \times 10^{-8}\, \Omega m\)) 2021 અઘરું
- 17. \(5\, mm ^{2}\) આડછેદ ધરાવતા તારમાંથી \(10\, A\) નો પ્રવાહ પસાર કરતાં ઇલેક્ટ્રોનનો ડ્રીફ્ટ વેગ \(2 \times 10^{-3}\, ms ^{-1}\) મળે છે. તો તારમાં પ્રતિ \(m^3\) માં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 2021 મધ્યમ
- 18. આપેલ પરિપથ માટે \({t}=3.2\, {s}\) સમયે પ્રવાહ ........ \({A}\) હશે. [Fig. \((1)\) માં વોલ્ટેજનું વિતરણ અને Fig. \((2)\) માં પરિપથ દર્શાવેલ છે]
2021 અઘરું - 19. આપેલ પરિપથમાં \(E\) જેટલું \(emf\) ધરાવતી બેટરીને \(l\) લંબાઈના અને \(r_{1}\) અને \(r_{2}\left(r_{2}\,<\,r_{1}\right)\) ત્રિજયા ધરાવતા જદા-જુદા આડછેદ ક્ષેત્રફળ વાળા સુવાહક \(PQ\) ને સમાંતર જોડવામાં આવે છે. જ્યારે આપણે \(P\) થી \(Q\) જઈએ ત્યારે સાચો વિકલ્પ પસંદ કરો.
2021 અઘરું - 20. તારમાંથી વહેતો પ્રવાહ સમય પર \(i =\alpha_{0} t +\beta t ^{2}\) જયાં \(\alpha_{0}=20\, A / s\) અને \(\beta=8\, As ^{-2}\) મુજબ આધાર રાખે છે. \(15\) સેકન્ડમાં તારનાં આડછેદમાંથી પસાર થતો વિધુતભાર ............ \(C\) છે. 2021 મધ્યમ
- 21. \(5\, mm\) ત્રિજ્યા ધરાવતા કોપરના વાહક તાર (અવરોધકતા \(= 1.7\times10^{-8}\,\Omega \,m\))માથી \(5\, A\) પ્રવાહ વહે છે.જો વિજભારનો ડ્રીફ્ટ વેગ \(1.1\times10^{-3}\, m/s\) હોય તો તેની મોબિલિટી કેટલા ................... \(m^2/Vs\) થશે? 2019 મધ્યમ
- 22. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર વિરૂદ્ધ સમય આલેખ પરથી \(t=4\,s\) એ પ્રવાહનું મૂલ્ય કેટલા ............. \(\mu A\) હશે?
2019 સરળ - 23. જ્યારે \(5\,mm^2\) આડછેદ ધરાવતા એક તાંબાના તારમાંથી \(1.5\, A\) પ્રવાહ વહે છે ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રીફ્ટ ઝડપ \((drift\, speed)\, v\) છે. તાંબાની ઇલેક્ટ્રોન ઘનતા \(9 \times 10^{28}\, m^3\) હોય તો \(v\) નું મૂલ્ય ______ \(mm/s\) ની નજીકનું છે. (ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\, C\) લો.) 2019 મધ્યમ
- 24. \(A\) આડછેદ ધરાવતો કોપરનો તારમાં \(I\) જેટલો પ્રવાહ વહે છે.જો \(T\) તાપમાને તારની વિજભારઘનતા \(\rho \) હોય, તો વિજભારને \(d\) અંતર કાપતા કેટલો સમય લાગશે? 2018 મધ્યમ
- 25. જયારે \(0.1\) \( m\) લાંબા તારને સમાંતર \(5\) \(V\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે,ત્યારે ઇલેકટ્રોનની ડિફ્રટ ઝડપ \(2.5 \times 10^{-4}\) \(ms^{-1}\) જેટલી મળે છે.જો તારમાં ઇલેકટ્રોનની ઘનતા \(8 \times 10^{28}\) \(m^{-3}\) હોય,તો તારના દ્રવ્યની અવરોધકતા ________ ની નજીક હશે. 2015 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - પ્રવાહ વિદ્યુત ના અન્ય ટોપિક
- 29પ્રશ્નો Electric Cells and Combination of cells in Series and Parallel
- 12પ્રશ્નો Combination of Resistors - Series and Parallel
- 25પ્રશ્નો Potentiometer
- 27પ્રશ્નો મીટરબ્રિજ
- 86પ્રશ્નો સમતુલ્ય અવરોધ
- 43પ્રશ્નો વિદ્યુતઉર્જા સને પાવર
- 43પ્રશ્નો ઓહ્મનો નિયમ, અવરોધકતા અને વાહક્તા
- 14પ્રશ્નો કિચૌફના નિયમો
- 6પ્રશ્નો Carbon resistors and Color code for Carbon resistors
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં વિદ્યુતપ્રવાહ, પ્રવાહ ઘનતા, ડ્રિફટવેગ, રીલેક્સેશન સમય ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2015–2026 ના 25 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
વિદ્યુતપ્રવાહ, પ્રવાહ ઘનતા, ડ્રિફટવેગ, રીલેક્સેશન સમય ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
24% સરળ, 48% મધ્યમ અને 28% અઘરા.