પ્રશ્નો
નવા પહેલા26 માંથી 1–26 પ્રશ્નો
- 1. એક સમાંતર પ્લેટ હવા કેપેસિટરને બેટરી સાથે જોડેલું છે. પ્લેટોને સમાન ઝડપ \(v\) થી દૂર ખેંચવામાં આવે છે. જો કોઈ ક્ષણે પ્લેટો વચ્ચેનું અંતર \(x\) હોય, તો કેપેસિટરની સ્થિતવિદ્યુત ઊર્જાના સમય દરનો ફેરફાર \(x^\alpha\) ના સમપ્રમાણમાં હોય, જ્યાં \(\alpha\) _____ છે. 2026 અઘરું
- 2. \(1 \mu \mathrm{~F}\) કેપેસિટન્સવાળા એક સમાંતર પ્લેટ કેપેસિટરને 20 V ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. પ્લેટો વચ્ચેનું અંતર \(1 \mu \mathrm{~m}\) છે. કેપેસિટરની પ્લેટો વચ્ચેની ઊર્જા ઘનતા _________ છે. 2025 સરળ
- 3. A ક્ષેત્રફળ (દરેક પ્લેટનું) અને 'd' પ્લેટો વચ્ચેના અંતરવાળા સમાંતર પ્લેટ કેપેસિટરનો વિચાર કરો. જો પ્લેટો વચ્ચે \(E\) વિદ્યુતક્ષેત્ર હોય અને મુક્ત અવકાશની પરમિટિવિટી \(\varepsilon_0\) હોય, તો કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિઊર્જા કેટલી છે? 2025 સરળ
- 4. બે કેપેસિટર્સ \(C_1\) અને \(C_2\) ને બેટરી સાથે સમાંતર જોડેલા છે. બે કેપેસિટર્સ માટે વીજભાર-સમયનો આલેખ નીચે દર્શાવેલ છે. તેમાં સંગ્રહિત ઊર્જા અનુક્રમે \(U_1\) અને \(U_2\) છે. આપેલ વિધાનોમાંથી કયું સાચું છે?

2025 મધ્યમ - 5. \(25 \mu \mathrm{F}, 30 \mu \mathrm{F}\) અને \(45 \mu \mathrm{F}\) સંધારકતા ધરાવતા ત્રણ સંધારકો ને \(100 \mathrm{~V}\) ના ઉદગમ સાથે સમાંતરમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજનમાં સંગ્રહ પામતી ઊર્જા \(\mathrm{E}\) છે. જ્યારે સંધારકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે સંગ્રહ પામતી ઉર્જા \(\frac{9}{x} \mathrm{E}\) છે. \(x\) નું મૂલ્ય _______ થશે. 2024 અઘરું
- 6. બે એક સરખા કેપેસીટર સમાન કેપેસીટન્સ (સંધારકતા) ધરાવે છે. તેમાનાં એકને \(V\) સ્થિતિમાન વડે અને બીજાને \(2 V\) સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે. બંનેના ઋણ છેડાને જોડેલા છે જયારે તેમના ધન છેડાઓને પણ જોડવામાં આવે ત્યારે સંયુક્ત તંત્રની ઊર્જામાં થતો ઘટાડો _______ છે. 2024 અઘરું
- 7. \(C\) સંધારકતા અને \(V\) વોલ્ટેજ ધરાવતા સંધારકને \(E\) જેટલી ઊર્જા છે. તેને બીજી \(2 \mathrm{C}\) સંધારકતા અને \(2 \mathrm{~V}\) સ્થિતિમાન ધરાવતા સંધારક સાથે જોડવામાં આવે છે. તો ઉર્જાનો વ્યય \(\frac{x}{3} \times \frac{x}{3} \mathrm{E}\), જ્યાં \(x\) _______ છે. 2024 અઘરું
- 8. એક \(16 \Omega\) ના તારને ચોરસ લૂપ બનાવવા માટે વાળવામાં આવે છે. તેની એક બાજુના છેડાઓ વચ્ચે \(1 \Omega\) આંતરિક અવરોધવાળી \(9 V\) ની બેટરીને જોડવામાં આવે છે. જો \(4 \mu F\) નું કેપેસીટર લૂપના વિકર્ણો સાથે જોડવામાં આવે તો કેપેસીટરમાં સંગ્રહીત ઊર્જા \(\frac{x}{2} \mu J\) થાય છે. જ્યાં \(x=\) _________. 2024 અઘરું
- 9. નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભારનું પ્રમાણ _______ \(\mu \mathrm{C}\) છે.
2024 અઘરું - 10. \(2 \;F\) સંધારકતા ધરાવતા એક સમાંતર પ્લેટ સંધારકને \(V\) સ્થિતિમાન સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. સંધારકમાં સંગ્રહિત ઊર્જા \(E_1\) છે. આ સંધારક બીજા સમાન અવિદ્યુતભારિત સંધારક સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજનમાં સંગ્રહિત ઊર્જા \(E_2\) છે. ગુણોત્તર \(E _2 / E _1\) ........ થશે. 2023 મધ્યમ
- 11. \(600\,pF\) નું એક કેપેસીટર \(200\,V\) સપ્લાય વડે વીજ ભારિત કરવામાં આવે છે. ત્યાર બાદ તેને ઉદગમથી છૂટુ પાડીને \(600\,pF\) ના બીજા કેપેસીટર સાથે જોડવામાં આવે છે. પ્રક્રિયામાં વ્યય થતી સ્થિતવિદ્યુત ઊર્જા ............ \(\mu J\) છે. 2023 અઘરું
- 12. \(900\,\mu F\) સંઘારકતા ધરાવતું સંઘારક \(100\,v\)ની બેટરી વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. સંઘારકને બેટરીથી દૂર કરવામાં આવે છે અને બીજા સમાન પણ વિદ્યુયભારરહિત સંઘારક સાથે એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તેની એક પ્લેટ વિદ્યુતભારિત સંઘારકની ઘન પ્લેટ સાથે જોડાય અને બીજી પ્લેટ ઋણ પ્લેટ ઋણ પ્લેટ સાથે જોડાય. આ પ્રક્રિયામાં ગુમાવતી ઊર્જા \(x \times 10^{-2}\,J\) છે.\(x\)નું મૂલ્ય \(..........\) હશે. 2023 મધ્યમ
- 13. બે સમાન અને \(50 \,pF\) સંઘારકતા ધરાવતા સંઘારકમાંથી કોઈ એકને \(100 \,V\) ના ઉદગમ વડે વીજભારિત કરવામાં આવે છે. તેને પછી બીજા અવિદ્યુતભારિત સંધારક સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં સ્થિતવિદ્યુત ઉર્જાનો વ્યય .............\(nJ\) થશે. 2022 અઘરું
- 14. જો સંધારક પરનો વિદ્યુતભાર \(2\, C\) જેટલો વધારવામાં આવે તો તેમાં સંગ્રહીત ઊર્જા \(44\%\) જેટલી વધે છે. સંધારક પરનો મૂળ વિદ્યુતભાર (કુલંબમાં)........હશે. 2022 મધ્યમ
- 15. \(100\, W\) બલ્બથી \(3\;m\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા \(E\) છે. \(60\, W\) બલ્બથી \(3\;m\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા \(\sqrt{\frac{x}{5}} E\) હોય તો તો \(x\)નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
- 16. \(14\, pF\) કેપેસિટરને \(V =12\, V\)ની બેટરી સાથે લગાવેલ છે.બેટરી દૂર કરીને ડાઇઇલેક્ટ્રીક \(k =7\)થી કેપેસિટરને ભરતા તેની ઊર્જામાં થતો ફેરફાર \(..........pJ\) થાય. 2021 મધ્યમ
- 17. \(27\) એકસમાન પારાના દરેક ટીપાને \(10\, V\) પર જાળવી રાખવામાં આવ્યા છે. આ બધાજ ગોલીય ટીપાં સંયોજાઈને એક મોટું ટીપું રચે છે. મોટા ટીપાની સ્થિતિ ઊર્જા , એક નાના ટીપા કરતા ..... ગણી હશે. 2021 અઘરું
- 18. કેપેસીટરની બે સમાંતર પ્લેટ વચ્ચે \('\alpha'\) કોણ રચાય તે પ્રમાણે \(K _{1}\) ગતિ ઊર્જા ધરાવતો ઈલેક્ટ્રોન બંને પ્લેટની વચ્ચે પ્રવેશે છે. તે પ્લેટોને \(K _{2}\) જેટલી ગતિ ઊર્જા સાથે \(' \beta '\) કોણે છોડે છે. તો ગતિ ઊર્જાનો ગુણોત્તર \(K _{1}: K _{2} ......\) થશે. 2021 અઘરું
- 19. \(5\, \mu F\) કેપેસીટરને \(220\,V\) વડે સંપૂર્ણ ચાર્જ કરેલ છે. પછી તેને તેમાંથી અલગ કરી તેને \(2.5\;\mu F\) ના બીજા વિજભારરહિત કેપેસીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો તેના પરના વિજભારના પુનર્વિતરણ દરમિયાન તેની ઊર્જામાં થતો ફેરફાર \(\frac{ X }{100}\; J\) હોય તો \(X\) નું મૂલ્ય નજીકતમ પૂર્ણાંકમાં કેટલું હશે? 2020 મધ્યમ
- 20. \(60\; pF\) કેપેસીટરને \(20\; \mathrm{V}\) વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. પછી તેને \(60 \;pF\) ના વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે.વિજભાર ફરીથી વિતરિત થાય તે દરમિયાન કેટલી ઉર્જાનો(\(nJ\) માં) વ્યય થયો હશે? 2020 મધ્યમ
- 21. બે \(C\) અને \(2\, C\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને \(V\) અને \(2\, V\) જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે ચાર્જ કરવામાં આવે છે. પછી તેમને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકનો ધન છેડો બીજાના ઋણ ચેડાં સાથે જોડાય. આ તંત્રની અંતિમ ઉર્જા \(.....CV^2\) જેટલી હશે. 2020 અઘરું
- 22. \(\mathrm{C}_{1}\) અને \(\mathrm{C}_{2}\) કેપેસીટરને સમાંતરમાં જોડતા સમતુલ્ય કેપેસીટન્સ \(10\; \mu \mathrm{F}\) મળે છે.જ્યારે તેને અલગ અલગ \(1\; \mathrm{V}\) ની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે \(\mathrm{C}_{2}\) માં સંગ્રહાતી ઉર્જા \(\mathrm{C}_{1}\) માં સંગ્રહાતી ઉર્જા કરતાં \(4\) ગણી હોય છે જો આ બંને કેપેસીટરને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસીટન્સ કેટલો થાય? 2020 મધ્યમ
- 23. એક \(C\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને \(V _{0}\) જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડીને ચાર્જ કરેલ છે, પછી તેને સ્ત્રોતથી અલગ કરી બીજા \(\frac{ C }{2} \) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. બંને કેપેસીટર પર વિજભારના વિતરણની પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો વ્યય \(.........\;CV _{0}^{2}\) જેટલો હશે? 2020 અઘરું
- 24. \(5\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર \(5\,\mu C\) વિદ્યુતભાર છે.જો કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારીને તેનું કેપેસીટન્સ \(2\,\mu F\) કરવા માટે કેટલુ કાર્ય કરવું પડે? 2019 મધ્યમ
- 25. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કળ \(S\) ને સ્થિતિ \(A\) થી સ્થિતિ \(B\) માં ફેરવ્યા બાદ કેપેસિટર \(C\) અને કુલ વિદ્યુત ભાર \(Q\) ના પદોમાં આ પરિપથમાં કેટલી ઊર્જાનો વ્યય થશે?
2019 અઘરું - 26. ધાતુના ગોળા દ્વારા ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્રમાં \(4.5\, J\) ઉર્જાનો સંગ્રહ થાય છે. જો ગોળા પર \(4\,\mu C\) વિજભાર હોય તો તેની ત્રિજ્યા \(mm\)માં કેટલી હશે? [\(\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {10^9}\,N - {m^2}\,/{C^2}\)] 2017 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ ના અન્ય ટોપિક
- 32પ્રશ્નો સ્થિતવિદ્યુત સ્થિતિમાન
- 54પ્રશ્નો ડાયઈલેક્ટ્રીકની અસર અને ધ્રુવીભવન
- 20પ્રશ્નો સ્થિતિઉર્જા
- 14પ્રશ્નો વિદ્યુતભારિત કેપેસીટન્સ
- 8પ્રશ્નો વિધુતક્ષેત્ર અને સ્થિતિમાન
- 38પ્રશ્નો કેપેસીટરોનું સંયોજન
- 12પ્રશ્નો વિધુત સ્થિતિમાન
- 9પ્રશ્નો સમાંતર પ્લેટ કેપેસીટર
- 10પ્રશ્નો સુવાહક, સ્થિતવિદ્યુત શીલ્ડીંગ, પ્રેરિત વિધુતભારો
- 4પ્રશ્નો સમસ્થિતિમાન પૃષ્ઠો
- 5પ્રશ્નો કેપેસીટન્સ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં કેપેસીટરમાં સંગ્રહિત ઊર્જા ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2017–2026 ના 26 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
કેપેસીટરમાં સંગ્રહિત ઊર્જા ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
8% સરળ, 35% મધ્યમ અને 58% અઘરા.