ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર

કાર્યઊર્જા પ્રમેય PYQ: JEE Mains Physics પ્રશ્નો

કાર્યઊર્જા પ્રમેય પર STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર ના 36 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

36પ્રશ્નો
190STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 3% મધ્યમ 50% અઘરું 47%

પ્રશ્નો

નવા પહેલા

36 માંથી 1–36 પ્રશ્નો

  1. 1. \(1\) kg દળનો એક પદાર્થ \(v = 2x^2\) ના વેગથી સુરેખ પથ પર ગતિ કરે છે. \(x = 0\) થી \(5\) m સુધીના સ્થાનાંતર દરમિયાન પદાર્થ વડે થયેલું કાર્ય __________ J છે. 2026 મધ્યમ
  2. 2. \(1\) g દળનું એક વરસાદનું ટીપું \(1\) km ઊંચાઈએથી શૂન્ય વેગથી શરૂઆત કરે છે. તે જમીન પર \(5\) m/s ની ઝડપથી અથડાય છે. અજ્ઞાત અવરોધક બળ દ્વારા થયેલું કાર્ય _______ J છે. (\(g = 10\) m/s\(^2\) લો) 2026 મધ્યમ
  3. 3. 2 kg દળનો એક બ્લોક દળરહિત સ્પ્રિંગના એક છેડે જોડેલો છે, જેનો બીજો છેડો એક દીવાલ સાથે જડેલો છે. આ સ્પ્રિંગ-દળ તંત્ર ઘર્ષણ રહિત સમક્ષિતિજ ટેબલ પર ગતિ કરે છે. સ્પ્રિંગની કુદરતી લંબાઈ 2 m અને સ્પ્રિંગ અચળાંક \(200 \mathrm{~N} / \mathrm{m}\) છે. બ્લોકને ધકેલવામાં આવે છે જેથી સ્પ્રિંગની લંબાઈ 1 m થાય છે અને પછી તેને છોડી દેવામાં આવે છે. દીવાલથી \(\mathrm{x} \mathrm{m}(\mathrm{x} \lt 2)\) અંતરે બ્લોકની ઝડપ કેટલી હશે? 2025 મધ્યમ
  4. 4. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, ' \(R\) ' ત્રિજ્યાવાળા ઊર્ધ્વ વર્તુળાકાર કડાની દીવાલ પર ' \(m\) ' દળનો એક મણકો ઘર્ષણ વિના સરકે છે. મણકો ગુરુત્વાકર્ષણ બળ અને કડાના તળિયે જોડેલી દળરહિત સ્પ્રિંગ ( k ) ની સંયુક્ત અસર હેઠળ ગતિ કરે છે. સ્પ્રિંગની સંતુલન લંબાઈ ' \(R\) ' છે. જો મણકાને કડાની ટોચ પરથી (અવગણ્ય) શૂન્ય પ્રારંભિક ઝડપથી છોડવામાં આવે, તો જ્યારે સ્પ્રિંગની લંબાઈ ' R ' થાય ત્યારે મણકાનો વેગ કેટલો હશે? (સ્પ્રિંગ અચળાંક ' k ' છે, g ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે)
    2025 અઘરું
  5. 5. એક કણને પૃથ્વીની સપાટીથી \(S\) ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા કરતાં ત્રણ ગણી છે. પૃથ્વીની સપાટીથી તે ઊંચાઈ અને તે ક્ષણે કણની ઝડપ અનુક્રમે _______ છે. 2025 સરળ
  6. 6. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક કણને ઘર્ષણરહિત પથ \(A B C\) ઉપર બિંદુ \(A\) આગળ મૂકવામાં આવે છે. તેને જમણી બાજુ હળવેક થી ધક્કો મારવામાં આવે છે તે બિંદુ આગળ પહોંચે ત્યારે કણની ઝડપ _______ છે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો).
    2024 અઘરું
  7. 7. દળ \(m\) ધરાવતો એક કણ સીધી રેખા પર ગતિ કરે છે, જ્યાં તેનો વેગ અંતર સાથે સમીકરણ \(\mathrm{v}=\alpha \sqrt{\mathrm{x}}\) અનુસાર વધે છે, જ્યાં \(\alpha\) એક અચળાંક છે. કણ પર લાગુ પડતા બધા જ બળો દ્વારા તેનું \(\mathrm{x}=0\) થી \(\mathrm{x}=\mathrm{d}\) સુધીના સ્થાનાંતર દરમિયાન થતું કુલ કાર્ય _______ હશે. 2024 અઘરું
  8. 8. \(m \mathrm{~kg}\) દળ ધરાવતી એક વસ્તુ વિરામસ્થિતિમાંથી વર્તુળના વક્ર ભાગ ઉપર ધર્ષણરહિત પથ પર \(A\) થી \(B\) ગતિ કરે છે. \(B\) આગળ વસ્તુનો વેગ _______ હશે.
    2024 અઘરું
  9. 9. \(10\,g\) નું વજન ધરાવતો કણ સુરેખ રેખામાં \(2 x\) પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે, જ્યાં \(x\) એ \(SI\) એકમમાં સ્થાનાંતર છે. ઉપરના સ્થાનાંતર માટે ગતિઊર્જામાં થતો ધટાડો \(\left(\frac{10}{x}\right)^{-n}\,J\) છે. \(n\)ની કિંમત .......... હશે. 2023 અઘરું
  10. 10. નીચે બે કથનો આપેલા છે. કથન \(I\) : સમાન ગતિ ઊર્જા વડે ગતિ કરતા ટ્રક અને કારને સમાન પ્રતિબળ ઉત્પન્ન કરતી બ્રેક લગાડીને ઉભા રાખવામાં આવે છે. બંને સમાન અંતર બાદ સ્થિર થશે. કથન \(II\): પૂર્વ દિશામાં ગતિ કરતી કાર વળીને ઉત્તર તરફ ગતિ કરે છે, તેની ઝડપ બદલાયા સિવાયની રહે છે. કારનો પ્રવેગ શૂન્ય છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  11. 11. \(0.5\,kg\) દળ ધરાવતી વસ્તુ \(v=\left(3 x^2+4\right) m / s\) ના વેગથી સીધા પથ પર ગતિ કરે છે. તેના \(x=0\) થી \(x=2 m\) દરમ્યાનના સ્થાનાંનતર માટે બળ દ્વારા થતું પરિણામી કાર્ય \(SI\) એકમમાં \(\dots\,J\) હશે. 2022 મધ્યમ
  12. 12. \('m'\) દળ ધરાવતો અને \(E\) જેટલી ગતિઊર્જા ધરાવતો બ્લોક (ચિત્રમાં દર્શાવ્યા અનુસાર), જ્યારે તેની ઝડપ અડધી થાય ત્યારે સ્પ્રિંગને \(25\;cm\) અંતર સુધી દબાવે છે. વપરાયેલ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ અચાળાંક \(nE \;Nm ^{-1}\) મળે છે. \(n\) નું મૂલ્ય ......... હશે.
    2022 અઘરું
  13. 13. \(500 \,gm\) દળ ધરાવતો એક કણ \(v= b x^{5 / 2}\) જેટલા વેગ સાથે સીધી રેખા પર ગતિ કરે છે. તેના \(x=0\) થી \(x=4 \,m\) જેટલા સ્થળાંતર દરમ્યાન સમાન બળ દ્વારા થતું કાર્ય ........... \(J\) થશે. (\(b=0.25 \,m ^{-3 / 2} s ^{-1}\) લો.) 2022 મધ્યમ
  14. 14. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે ઢળતા સમતલ (ઢોળાવ) ને મૂકવામાં આવેલા છે. \(45^{\circ}\) નું કોણ ધરાવતા ઢોળાવ પર ચોસલાને \(B\) ની દિશામાં એટલા પૂરતા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તે \(10\,m\) ઉાંચાઈએ ટોચ (ઉચ્ચતમ) પર પહોંચે. ઉચ્ચત્તમ બિંદુ \(B\) એ પહોંચ્યા બાદ, ચોસલું બીજા ઢોળાવ પર નીચે તરફ સરકે છે. બિંદુુ \(A\) થી બિંદુ \(C\) સુધી પહોંચવા લાગતો કુલ સમય \(t(\sqrt{2}+1) s\) છે. \(t\) નું મૂલ્ય \(..........\) હશે. \(\left(g=10 m / s ^2\right.\) લો.)
    2022 અઘરું
  15. 15. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(200\,g\) દળ ધરાવતી બુલેટ (ગોળી)ને \(90\,J\) જેટલી પ્રારંભિક ગતિઉર્જા સાથે એક લાંબા સ્નાનાગારમાં ફાયર(છોડવામાં) આવે છે. જો તેની ગતિઉર્જા \(1\,s\) માં ધટીને \(40\,J\) થાય, તો બુલેટ સંપૂર્ણ રીતે વિરામ સ્થિતમાં આવે તે માટે ગોળી એ સ્નાનાગારમાં કાપવું પડતું લધુત્તમ અંતર \(.......\,m\) હશે.
    2022 અઘરું
  16. 16. આપેલ આકૃતિમાં ચોસલાં (બ્લોક) ને બિંદુ '\(A\)' આગળથી મુક્ત કરવામાં આવે છે. ચોસલું જ્યારે બિંદુ '\(B\)' આગળ પહોંચે ત્યારે ગતિઊર્જાનું સૂત્ર ............... હશે.
    2022 મધ્યમ
  17. 17. એક કણ સમતલમાં \(\overrightarrow{ F }=\left(4 x \hat{i}+3 y^{2} \hat{j}\right)\) જેટલું ચલ બળ અનુભવે છે. અંતર મીટરમાં અને બળ ન્યૂટનમાં છે તેમ  ધારો. જો કણ \(x-y\) સમતલમાં બિંદૂ \((1,2)\) થી \((2,3)\) આગળ ખસે તો ગતિઉર્જા...........\(J\) જેટલી બદલાશે. 2022 મધ્યમ
  18. 18. \(1.5\, {m}\) લંબાઈના શોક શોષક દ્વારા ગાડા સાથે એન્જિન જોડાયેલ છે. \(40,000\, {kg}\) ના કુલ દળ સાથે તંત્ર \(72\, {kmh}^{-1}\) ની ઝડપે ગતિ કરે છે અને તેને ઊભું રાખવા માટે બ્રેક લગાવવામાં આવે છે. તંત્રને ઊભું રાખવાની પ્રક્રિયામાં, શોક શોષકની સ્પ્રિંગ \(1.0\, {m}\) જેટલી સંકોચાય છે. જો ઘર્ષણને કારણે ગાડાની ઊર્જાનો \(90\%\) ભાગ ગુમાવે છે, તો સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક \(....\, \times 10^{5}\, {N} / {m}\) જેટલો હશે.  2021 અઘરું
  19. 19. \(10\) \(kg\)નો પદાર્થ \(A\) બિંદુથી મુક્તા \(B\) બિંદુએ વેગ \(x\, m / s\) હોય તો \('x'=........ .\)
    2021 મધ્યમ
  20. 20. એક છોકરો \(0.5\, kg\) દળના દડાને સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર \(20\, ms ^{-1}\) ના વેગથી ગતિ કરાવે છે. માર્ગમાં અડચણ આવતા તેની ગતિઉર્જા શરૂઆત કરતાં \(5 \%\) જેટલી રહે છે. તો હવે દડાની ઝડપ (\(ms ^{-1}\) માં) કેટલી હશે? 2021 મધ્યમ
  21. 21. કુલી \(80\, {kg}\) ની ભારે સૂટકેસ ઉપાડે છે અને અંતિમ સ્થાન પર તેને અચળ વેગથી \(80\, {cm}\) જેટલું નીચે ઉતરે છે. સૂટકેસને નીચે ઉતારવા કુલી દ્વારા કરવામાં આવતા કાર્યની (\({J}\) માં) ગણતરી કરો. (\(g=9.8\, {ms}^{-2}\) લો) 2021 મધ્યમ
  22. 22. \({m}\) દળના પદાર્થને \(h\) ઊંચાઈ પરથી મુક્ત કરતાં તે જમીન પર \(0.8 \sqrt{{gh}}\) ના વેગ વેગથી પહોચે છે. હવાના ઘર્ષણના કારણે થતું કાર્ય \(.....\,{mgh}\) હશે.  2021 અઘરું
  23. 23. \(0.15\, kg\) દળ ધરાવતા ક્રિકેટના એક દડાને ઉપર તરફ બોલિંગ મશીન દ્વારા ઉપર તરફ એવી રીતે ફેકવામાં આવે છે કે જેથી તે મહત્તમ \(20\;m\) ઊંચાઈ સુધી જાય છે. જો બોલને ફેકતો ભાગ બોલ પર અચળ બળ \(F\) અને તે \(0.2\, m\) જેટલું સમક્ષિતિજ અંતર કાપે છે. તો બોલ પર લાગતું બળ \(F\) કેટલા \(N\) હશે? \(\left(g=10\, m s^{-2}\right)\) 2020 મધ્યમ
  24. 24. \(2\ kg\) ના એક પદાર્થ પર એક બળ એવી રીતે લગાડવામાં આવે છે કે તેની સ્થિતિને સમય વિધેય \(x=3t^2+5\) વડે આપવામાં આવે છે. પ્રથમ \(5\ s\) માં આ બળ વડે કેટલા .......... \(\mathrm{J}\) કાર્ય થશે? 2019 મધ્યમ
  25. 25. \(20\,g\) ગોળી \(20\,cm\) જેટલી જાડાઈ ધરાવતા બ્લોકને ભેદતા પહેલાનો વેગ \(1\,ms^{-1}\) છે, જો બ્લોક \(2.5 \times 10^{-2}\,N,\) જેટલો અવરોધ ધરાવતો હોય તો બ્લોકની બહાર આવતા ગોળીનો વેગ કેટલા .............. \(\mathrm{ms}^{-1}\) થાય? 2019 મધ્યમ
  26. 26. એક કણ કે જે \(\vec F = 3\vec i -12\vec j\) બળ અનુભવે છે તેનું \(\vec d = 4\vec i\) સ્થાનાંતર થાય છે. સ્થાનાંતરની શરૂઆતમાં જો આ કણની ગતિ ઊર્જા \(3\,J\) હોય તો સ્થાનાંતરના અંતે તેની ગતિ ઊર્જા શું હશે?  2019 મધ્યમ
  27. 27. એક  \(M = 4\,m\) દળ ધરાવતો ઢાળ(wedge) ઘર્ષણરહિત સમતલ પર છે. \(m\) દળ ધરાવતો કણ \(v\) વેગથી ઢાળ તરફ ગતિ કરે છે કણ અને સપાટી અને કણ અને ઢાળ વચ્ચેની સપાટી ઘર્ષણરહિત છે તો કણ ઢાળ(wedge) પર મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ચડી શકે? 2019 મધ્યમ
  28. 28. ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે એક કણ આપેલ સ્થાન સાથે બદલાતા બળના કારણે એક પારિમાણિક ગતિ કરે છે. \(3\, m\) ગતિ કર્યા પછી કણની ગતિઉર્જા કેટલા .............. \(\mathrm{J}\) થશે?
    2019 મધ્યમ
  29. 29. \(M\) દળ અને \(L\) લંબાઈ ધરાવતો તાર સમક્ષિતિજ સપાટી પર એવી રીતે છે કે જેથી તેનો \({\left( {\frac{1}{n}} \right)^{th}}\) ભાગ સપાટી નીચે લટકે છે.તો લટકતા ભાગને સપાટી પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?  2019 અઘરું
  30. 30. એક કણ, \(a\) ત્રિજયાના વર્તુળાકાર પથ પર આકર્ષિ સ્થિતિમાન \(U = - \frac{k}{{2{r^2}}}\) અનુસાર ગતિ કરે છે.તેની કુલઊર્જા _______ થશે. 2018 મધ્યમ
  31. 31. \(1\) \(kg\) દળ ધરાવતા એક કણ પર \(F=6t\) નું સમય આધારિત બળ લાગે છે.જો કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે તો પ્રથમ \(1\) \(sec.\) માં બળ વડે થતું કાર્ય ............... \(\mathrm{J}\) હશે. 2017 અઘરું
  32. 32. એક માધ્યમમાં \(m= 10^{-2}\) \(kg\) દળનો એક પદાર્થ ગતિ કરે છે,જે \(F= -kv^2\) નો ઘર્ષણબળ અનુભવે છે.તેની પ્રારંભિક ઝડપ \(v_0= 10\) \(ms^{-1}\) છે.જો \(10\) \(s\) પછી તેની ઊર્જા \(\frac{1}{8}\) \(mv_0^2\) છે,તો \(k\) નું મૂલ્ય 2017 અઘરું
  33. 33. \(10\, kg\) દળના એક પદાર્થ માટે વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. ગતિની પ્રથમ બે સેકન્ડ દરમ્યાન પદાર્થ પર થયેલ કાર્ય કેટલા .............. \(\mathrm{J}\) હશે?
    2016 અઘરું
  34. 34. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનનો એક બિંદુવત કણ નિયમિત ખરબચડી સપાટી પર માર્ગ \(PQR\) પર ગતિ કરે છે.કણ અને ખરબચડી સપાટી વચ્ચેનો ઘર્ષણાંક \(\mu \) છે.સ્થિર સ્થિતિમાંથી કણને બિંદુ \(P\) પરથી મુકત કરવામાં આવે છે અને તે બિંદુ \(R\) પર સ્થિર થાય છે.પથ \(PQ\) અને \(QR\) પર કણની ઊર્જામાં થતો વ્યય સમાન છે.તથા જયારે કણ \(PQ \) થી \(QR\) દિશા બદલે છે,ત્યારે કોઇ ઊર્જા વ્યય થતો નથી.તો ઘર્ષણાંક \(\mu \) અને અંતર \(x\) \((=QR)\) ની કિંમતો લગભગ ક્રમશ: છે.
    2016 અઘરું
  35. 35. \(m = 10\,kg\) દળનો એક બ્લોક સમક્ષિતિજ ટેબલ પર સ્થિર પડેલો છે. બ્લોક અને ટેબલ વચ્ચે નો ઘર્ષણાંક \(0.05\) છે.જ્યારે \(50\,g\) દળ ધરાવતી એક બુલેટ \(v\) વેગથી બ્લોકમાં ઘૂસે છે, તેથી બ્લોક ટેબલ પર \(2\,m\) અંતર કાપીને સ્થિર થાય છે.જો મુક્ત પતન કરતા પદાર્થને \(\frac {v}{10}\) વેગ જાળવવો હોય તો ઉર્જાના વ્યયને અવગણતા અને \(g=10\,ms^{-2}\) લેતા \(H\) ની કિંમત ................... \(\mathrm{km}\) થશે? 2015 અઘરું
  36. 36. બુલેટ એક પાટિયામાથી પસાર થઈ ને તેના વેગનો \({\left( {\frac{1}{n}} \right)^{th}}\) મો વેગ ગૂમાવે છે. તો બુલેટ ને સ્થિર કરવા માટે આવા કેટલા પાટિયા જોઈએ? 2014 અઘરું

STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં કાર્યઊર્જા પ્રમેય ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 36 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

કાર્યઊર્જા પ્રમેય ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

3% સરળ, 50% મધ્યમ અને 47% અઘરા.