ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર

ગતિઊર્જા PYQ: JEE Mains Physics પ્રશ્નો

ગતિઊર્જા પર STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર ના 22 પ્રશ્નો, 2014–2024 માં પૂછાયેલા.

22પ્રશ્નો
190STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર માં
2014–2024વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 9% મધ્યમ 45% અઘરું 45%

પ્રશ્નો

નવા પહેલા

22 માંથી 1–22 પ્રશ્નો

  1. 1. ચાર ઘટકો \(A, B, C, D\) ના દળ \(\frac{\mathrm{m}}{2}, \mathrm{~m}, 2 \mathrm{~m}, 4 \mathrm{~m}\) અનુક્રમે સમાન વેગમાન ધરાવે છે. મહત્તમ ગતિ ઊર્જા ધરાવતો ઘટક _______ છે. 2024 અઘરું
  2. 2. એક અગતિશીલ કણ, જેનું દળ \(m_A\) અને \(m_B\) વાળા બે ભાગમાં વિભાજીત થાય છે, જે અનુક્રમે \(v_A\) અને \(V_B\) વેગથી ગતિ કરે છે. તેમની ગતિઊર્જાનો સામાન્ય ગુણોત્તર \(\left(\mathrm{K}_B: \mathrm{K}_{\mathrm{A}}\right)\) _______ છે. 2024 અઘરું
  3. 3. એક ગોળી જેનું દળ \(50 \mathrm{~g}\) છે તેને \(100 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી પ્લાયવુડ પર છોડવામાં આવે છે અને તે \(40 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી બહાર આવે છે. ગતિ ઉર્જામાં થતી ટકાવારી નુકસાન _______ છે. 2024 અઘરું
  4. 4. જ્યારે પદાર્થની ગતિ ઊર્જા તેના મૂળ મૂલ્યના \(36\) ગણી બને છે, ત્યારે પદાર્થના વેગમાનમાં થતો ટકાવારી વધારો _______ હશે. 2024 અઘરું
  5. 5. ત્રણ પદાર્થો \(A, B\) અને \(C\) સમાન ગતિ ઊર્જાઓ ધરાવે છે અને તેમના દળ અનુક્રમે \(400 \mathrm{~g}, 1.2 \mathrm{~kg}\) અને \(1.6 \mathrm{~kg}\) છે. તેમના રેખીય વેગમાનોનો ગુણોત્તર _______ છે. 2024 અઘરું
  6. 6. \(2\,kg\) દળવાળો ગોળીયો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી \(5\) મી સેકન્ડના અંતે \(10000\,J\) ગતિઉર્જા પ્રાપ્ત કરે છે. પદાર્થ પર લાગતું બળ \(.............N\) છે. 2023 મધ્યમ
  7. 7. \(5\,kg\) દળનો એક પદાર્થ \(10\,kg\,ms ^{-1}\) વેગમાન સાથે ગતિ કરે છે. હવે તેના પર \(2\,N\) દળ તેની ગતિની દિશામાં \(5\,s\) માટે લાગે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો વધારો ........... \(J\) છે. 2023 મધ્યમ
  8. 8. બે પદાર્થો \(16:9\) ના ગુણોત્તરમાં ગતિઊર્જા ધરાવે છે.જો તેઓને સમાન રેખીય વેગમાન હોય તો તેમના દળોનો ગુણોત્તર ........ થશે. 2023 સરળ
  9. 9. એક કાર વિરામ થી \(u\,m/s\) પ્રવેગિત થાય છે.આ કાર્યમાં વપરાતી ઉર્જા \(EJ\) છે.કારને \(u\,m/s\) થી \(2u\,m/s\) સુધી પ્રવેગિત કરવા માટે જરૂરી ઉર્જા \(nE\,J\) છે.જ્યાં \(n\)નું મૂલ્ય ........ છે.  2023 મધ્યમ
  10. 10. એક પદાર્થનું વેગમાંન \(50 \%\) જેટલું વધારવામાં આવે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો વધારો ટકાવારીમાં \(.......\%\) છે. 2023 મધ્યમ
  11. 11. \(M=500\,kg\) દળ ધરાવતી એક લિફટ \((elevator\,cab)\) \(2\,ms ^{-1}\) ની ઝડપથી નીચે ઉતરે છે. તેના આધાર માટેનો કેબલ સરકવાનું શરૂ કરે છે તેથી તે \(2\,ms ^{-2}\) ના અચળ પ્રવેગથી પડવાનું શરૂ કરે છે. \(6\,m\) ના અંતર સુધી પડયા બાદ લિફટની ગતિઊર્જા \(..........kJ\) થશે. 2023 મધ્યમ
  12. 12. \(m\) દળ ધરાવતો. પદાર્થ પ્રારંભમાં લીસા સમક્ષિતિજ સમતલ ઉપર વિરામસ્થિતિમાંથી \(F=2\;N\) જેટલા બળની અસર હેઠળ ગતિ કરવાનું ચાલુ કરે છે, તેનાં રેખીય ગતિની પ્રક્રિયામાં, (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) બળ અને સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ એવી રીતે બદલાય છે કે જેથી \(\theta= kx\), જ્યાં \(k\) એ અચળાંક અને \(x\) એ પદાર્થે તેના પ્રારંભિક સ્થાનથી કાપેલ અંતર છે. પદાર્થની ગતિઊર્જાનું સૂત્ર \(E=\frac{n}{k} \sin \theta\) હશે.\(n\) નું મૂલ્ય \(........\) થશે.
    2023 અઘરું
  13. 13. \(8\,kg\) અને \(2\,kg\) દળ ધરાવતી બે વસ્તુઓ સમાન ગતિઊર્જા સાથે ગતિ કરે છે. તેઓના વેગમાનોનો ગુણોત્તર \(.......\) થશે. 2022 સરળ
  14. 14. જો વેગમાન \(20\%\) વધારવામાં આવે તો ગતિઊર્જા \(........\%\) જેટલી વધે છે. 2022 મધ્યમ
  15. 15. \(4\,g\) અને \(16\, g\) ધરાવતાં બે દળોની ગતિ ઊર્જા એક સરખી છે. જે તેમનાં રેખીય વેગમાનનો માનાંકનો ગુણોત્તર \(n : 2\) છે. \(n\) નું મૂલ્ય ....... હશે. 2021 મધ્યમ
  16. 16. \(40\, {m} / {s}\) ના વેગથી ઘર્ષણરહિત સપાટી પર સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં બ્લોકના \(1: 2\) ના ગુણોત્તરમાં બે ટુકડા થાય છે. જો નાના ટુકડાનો વેગ \(60\, {m} / {s}\) સમાન દિશામાં હોય, તો ગતિઉર્જમાં થતો આંશિક ફેરફાર કેટલો હશે? 2021 અઘરું
  17. 17. અનુક્રમે \(1\, kg\) અને \(2\, kg\) દળ ધરાવતા બે ઘન \(A\) અને \(B\) સમાન રેખીય વેગમાન સાથે ગતિ કરે છે. તેમની ગતિઊર્જાઓનો ગુણોત્તર \((K.E.)_{ A }:( K.E. )_{ B }=\frac{ A }{1}\) છે, તો \(A\) નું મૂલ્ય ....... થશે. 2021 મધ્યમ
  18. 18. જો ગતિ કરતાં પદાર્થની ગતિઉર્જા શરૂઆતની ગતિઊર્જા કરતાં ચાર ગણી થાય, તો તેના વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા \(\%\) હશે? 2021 મધ્યમ
  19. 19. સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર \(40\, {ms}^{-1}\) ના વેગથી ગતિ કરતો બ્લોક બે સમાન ભાગમાં વિભાજિત થાય છે. જો તેનો એક ભાગ \(60\, {ms}^{-1}\) ના વેગથી સમાન દિશામાં ગતિ કરતો હોય તો ગતિઉર્જામાં થતો આંશિક ફેરફાર \(x: 4\) હોય તો \(x=..... .\) 2021 અઘરું
  20. 20. બે સમાન  દળવાળા કણ બળ \(F(r) = \frac{{ - 16}}{r}\, - \,{r^3}\) ના લીધે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. પ્રથમ કણ \(r = 1\) અંતરે અને બીજો કણ \(r = 4\)  અંતરે છે. તો પ્રથમ અને બીજા કણની ગતિ ઉર્જા નો અનુમાનિત ગુણોત્તર નીચે પૈકી શેની સૌથી નજીક મળે? 2018 અઘરું
  21. 21. બે સમાન \(1\, m\) લંબાઈ ના સળિયા ધરાવતું એક મશીન આકૃતિ માં બતાવ્યા મુજબ ટોચ પર ધરી દ્વારા જોડેલ છે. તેના એક સળિયાનો છેડો જમીન સાથે સ્થિત ધરી દ્વારા જોડેલ છે અને બીજા સળિયાનો છેડો એક રોલર સાથે જોડેલ છે જે જમીન પર એક અમુક અંતર સુધી ફરી શકે . જ્યારે રોલર આગળ પાછળ જાય છે ત્યારે \(2\, kg\) નું વજનિયું ઉપર નીચે જાય છે. જો રોલર જમણી તરફ અચળ ઝડપે ગતિ કરે તો વજનિયું ઉપર તરફ .... થી ગતિ કરશે.
    2017 મધ્યમ
  22. 22. એક  ખેંચ્યા વગર ની સ્પ્રિંગ લંબાઈ \(l\) અને દળ \(m\) ધરાવે છે અને તેનો એક છેડો દ્રઢ આધાર સાથે જોડેલો છે.ધારો કે સ્પ્રિંગ ને એકસમાન તાર થી બનાવેલી છે તો તેના એક છેડાને સમાન વેગ \(v\) થી ખેંચવામાં આવે છે તો તેણે મેળવેલી ગતિઉર્જા કેટલી થશે? 2014 અઘરું

STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં ગતિઊર્જા ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2024 ના 22 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

ગતિઊર્જા ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

9% સરળ, 45% મધ્યમ અને 45% અઘરા.