ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - દોલનો

Method to determine Time Period and Frequency PYQ: JEE Mains Physics પ્રશ્નો

Method to determine Time Period and Frequency પર STD 11 - દોલનો ના 19 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

19પ્રશ્નો
157STD 11 - દોલનો માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 5% મધ્યમ 26% અઘરું 68%

પ્રશ્નો

નવા પહેલા

19 માંથી 1–19 પ્રશ્નો

  1. 1. M દળ અને આડછેડનું ક્ષેત્રફળ A ધરાવતો એક નળાકાર બ્લોક (ચોસલું) તેની અક્ષ શિરોલંબ રહે તેમ \(\rho\) ઘનતાવાળા પ્રવાહીમાં તરે છે. જ્યારે ચોસલાને થોડોક દબાવીને છોડી દેવામાં આવે ત્યારે તે દોલનો કરે છે. દોલનનો આવર્તકાળ __________ છે. 2026 મધ્યમ
  2. 2. એક હલકો પોલો સમઘન જેની બાજુની લંબાઈ 10 cm છે અને દળ 10 g છે, પાણીમાં તરી રહ્યો છે. તેને નીચે ધકેલીને છોડવામાં આવે છે જેથી તે સરળ આવર્ત દોલનો કરે છે. આ દોલનોનો આવર્તકાળ \(y \pi \times 10^{-2} \mathrm{~s}\) છે, જ્યાં \(y\) નું મૂલ્ય _________.
    (ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ, \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\), પાણીની ઘનતા \(=10^3 \mathrm{~kg} / \mathrm{m}^3\) )
    2025 અઘરું
  3. 3. એક કણ જેનું દળ \(0.50 \mathrm{~kg}\) છે તે \(\mathrm{F}=-50\left(\mathrm{Nm}^{-1}\right) \mathrm{x}\) બળ હેઠળ સરળ આવર્ત ગતિ કરે છે. દોલનનો આવર્તકાળ \(\frac{x}{35} s\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (આપેલ છે કે \(\pi=\frac{22}{7}\) ) 2024 અઘરું
  4. 4. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક \((k)\) પ્રાયોગિક રીતે શોધવા માટે, એક વિદ્યાર્થી સમયના માપનમાં \(2 \%\) ધન ત્રુટિ અને દળના માપનમાં \(1 \%\) ઋણ ત્રુટિ કરે છે. \(\mathrm{k}\) ના મૂલ્યના નિર્ધારણમાં ટકાવારી ત્રુટિ _______ છે. 2024 અઘરું
  5. 5. ધરાવતા સ્પ્રિંગના મુક્ત છેડે લગાડેલ દળ \(m\), \(1\,s\) આવર્તકાળ સાથેના દોલનો કરે છે. જો દળ \(3\,kg\) વધારવામાં આવે તો તેના દોલનનો આવર્તકાળ \(1\,s\) વધે છે. તો દળ \(m\) નું મૂલ્ય \(.........kg\) છે. 2023 મધ્યમ
  6. 6. દળ-સ્પ્રિંગના તંત્રમાં સરળ આવર્ત તંત્ર માટે સપાટી ધર્ષણ રહિત છે. જ્યારે બ્લોકનું દળ \(1\,kg\) હોય ત્યારે કોણીય આવૃત્તિ \(\omega_1\) છે. જ્યારે બ્લોકનું દળ \(2\,kg\) હોય ત્યારે કોણીય આવૃત્તિ \(\omega_2\) છે. તો ગુણોત્તર \(\omega_2 / \omega_1\) નું મૂલ્ય
    2023 સરળ
  7. 7. એવું ધારો કે પૃથ્વી એક નિયમિત ધનતા ધરાવતો ધનગોળો છે અને તેના વ્યાસની દિશામાં છેક સુધી એક ટનલ (બખોલ) કરવામાં આવેલ છે. એવું જોવા મળે છે કે જ્યારે એક કણને આ ટનલમાં મુક્ત કરવામાં આવે છે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. કણનું દળ \(100\,g\) છે. કણની ગતિ માટેનો આવર્તકાળ લગભગ \(.........\) થશે.\(g =10\,ms ^{-2}\) અને પૃથ્વીની ત્રિજ્યા \(=6400\,km\) લો. 2023 મધ્યમ
  8. 8. ધારો કે પૃથ્વીની જીવા ને સમાંતર, પૃથ્વીનાં કેન્દ્ર થી લંબ \((R/2)\) અંતરે બખોલ (ટનલ) ખોદવામાં આવી છે જ્યાં \('R'\) પૃથ્વીની ત્રિજ્યા છે. બખોલની દિવાલો ઘર્ષણરહિત છે. જો એક કણને બખોલમાં મુક્ત કરવામાં આવે તો તેના દ્વારા કરાતા સરળ આવર્ત દોલનોનો આવર્તકાળ ............ છે. 2021 અઘરું
  9. 9. નીચેનામાંથી કઈ સરળ આવર્તગતિનો આવર્તકાળ \(\frac{\pi}{\omega}\) છે? 2021 અઘરું
  10. 10. એક રિંગને ખીલી પર લટકાવેલ છે, તે સરક્યાં અને ગબડ્યા વગર આવર્તગતિ કરે છે. \((i)\) તેના સમતલમાં તેનો આવર્તકાળ \(T_{1}\) અને, \((ii)\) આગળ અને પાછળ સમતલને લેમ્બ દિશામાં તેનો આવર્તકાળ \(T _{2}\) હોય તો \(\frac{ T _{1}}{ T _{2}}\) નો ગુણોત્તર કેટલો થાય? 2020 અઘરું
  11. 11. \(L\) લંબાઈ અને \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા તારના છેડે એક \(m\) દળનો પદાર્થ જોડેલ છે. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(Y\) છે. જો આ પદાર્થને થોડોક ખેંચીને મુક્ત કરવામાં આવે તો તે શિરોલંબ દિશામાં આવર્ત ગતિ કરે તો આ ગતિની આવૃતિ કેટલી હશે? 2020 મધ્યમ
  12. 12. \(l\) લંબાઈના અને \(m\) દ્રવ્યમાનના એક સમક્ષિતિજ સળીયા \(AB\) ના બે છેડાઓ પર \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે હલકી સમાન સ્પ્રિંગો સમક્ષિતિજ જોડેલ છે. આ સળીયો તેના કેન્દ્ર \(O\) થી જડેલ છે. અને તે સમક્ષિતિજ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સ્પ્રિંગોના બીજા છેડાઓ જડ આધાર સાથે જોડેલ છે. આ સળિયાને હળવેકથી ધક્કો મારી કોઈ નાના ખુણે ફેરવીને છોડી દેવામાં આવે તો પરિણામી દોલનની આવૃત્તિ કેટલી થાય?
    2019 અઘરું
  13. 13. \(M\) દ્રવ્યમાનનાં અને \(2L\) લંબાઇના એક સળિયાને તેના મધ્યમાંથી લટકાવેલ છે. તે ટૉર્સનલ દોલનો કરે છે. \(m\) દ્રવ્યમાનના એક એવા બે દ્રવ્યમાનોને સળીયાના મધ્યમાંથી \(L/2\) અંતરે બન્ને બાજુ પર જોડવામાં આવતાં તે દોલનોની આવૃતિમાં \(20\%\) નો ઘટાડો કરે છે. તો \(m/M\) નું મૂલ્ય ______ ની નજીકનું છે. 2019 અઘરું
  14. 14. \(M\) દળ ધરાવતો માણસ એક \(L\) લંબાઈના અને \(\theta_0\) કોણીય કંપવિસ્તાર ધરાવતા ઝુલા પર બેઠેલો છે.જ્યારે ઝુલો તેના ન્યૂનત્તમ બિંદુ પાસે હોય ત્યારે માણસ ઊભો થાય છે ,ધારો કે તેનું દ્રવ્યમાન કેન્દ્ર \(l\, ( l < < L)\) જેટલું બદલાય છે તો તેના દ્વારા કેટલું કાર્ય થશે? 2019 અઘરું
  15. 15. સાદા લોલકનો હવામાં આવર્તકાળ \(T\) છે.લોલકને એક \(\frac {1}{16}\) જેટલી સાપેક્ષ ઘનતા (લોલકની પ્રવાહીને સાપેક્ષે) ધરાવતા પ્રવાહીમાં સંપૂર્ણ રીતે ડુબાડવામાં આવે તો પ્રવાહીમાં લોલકનો આવર્તકાળ કેટલો થાય? 2019 અઘરું
  16. 16. ચાંદી ઘનમાં ચાંદીનો પરમાણુ અમુક દિશામાં \( 10^{12}\) \(Sec\) ની આવૃત્તિથી સરળ આવર્તગતિ ( દોલન ) કરે છે.એક પરમાણુને બીજા પરમાણુ સાથે જોડતા બંધ ( બોન્ડ ) માટેના બળ અચળાંકનું મૂલ્ય કેટલા .............. \(\mathrm{N/m}\)  હશે? ( ચાંદી માટેનો અણુભાર = \(108\) અને એવોગેડ્રો અંક = \(6.02 \times 10^{23}\) \(gm \ mole^{ -1}\) ) 2018 મધ્યમ
  17. 17. \(A\) જેટલો આડછેદ ધરાવતા એક સમાંગ તારમાંથી બનાવેલા સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે.જયારે વધારાનું દળ \(M\) દોલકમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તેનો આવર્તકાળ બદલાઇ \(TM\) થાય છે.જો તારના દ્વવ્ય માટે યંગનો સ્થિતિસ્થાપકતા અંક થ હોય,તો \(\frac{1}{Y}\) _______ જેટલો થશે. ( \(g\) ગુરુત્વીય પ્રવેગ છે.) 2015 અઘરું
  18. 18. એક કણ સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરે છે.તેની સ્થિર સ્થિતિમાંથી પહેલી \(t\) \(s\) માં તે \(a\) જેટલું અંતર કાપે છે અને બીજી \(t\) \(s\) માં તે જ દિશામાં \(2\) \(a\) અંતર કાપે છે,તો 2014 અઘરું
  19. 19. શિરોલંબ નળાકારીય પાત્રમાં ભરેલ આદર્શ વાયુ, \(M\) દળ અને મુકત ગતિ કરતા પિસ્ટનને ટેકવે છે.પિસ્ટન અને નળાકાર બંને સમાન \(A\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવે છે.પિસ્ટનની સમતોલન સ્થિતિમાં વાયુનું કદ \(V_0\) અને તેનું દબાણ \(P_0\) છે.હવે,પિસ્ટનને તેની સમતોલન સ્થિતિમાંથી થોડુંક સ્થાનાંતરિતકરી મુકત કરવામાં આવે છે.ધારો કે આ તંત્ર પર્યાવરણથી અલગ કરેલ હોય ત્યારે પિસ્ટન _______ આવૃતિ સાથે સરળ આવર્તગતિ કરશે. 2013 અઘરું

STD 11 - દોલનો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Method to determine Time Period and Frequency ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 19 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Method to determine Time Period and Frequency ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

5% સરળ, 26% મધ્યમ અને 68% અઘરા.