ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - સમતલમાં ગતિ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

2013–2026 ના 114 પ્રશ્નો. Oblique Projectile Motion સૌથી વધુ પૂછાય છે.

114પ્રશ્નો
7ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 44% અઘરું 44%

STD 11 - સમતલમાં ગતિ ના બધા પ્રશ્નો

નવા પહેલા

114 માંથી 51–100 પ્રશ્નો

  1. 51. જમીન પરથી પ્રક્ષિપ્ત કરેલા પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ \(y=x-\frac{x^2}{20}\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં મપાય છે. પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહતમ ઉંચાઈ ........ \(m\) હશે. 2023 મધ્યમ
  2. 52. જમીનથી \(30^{\circ}\) ના કોણે પ્રક્ષિપ્ત કરેલ કણ, પ્રક્ષિપ્ત કર્યા બાદ તેની મુસાફરી દરમ્યાન,\(3\) સેકન્ડે અને \(5\) સેકન્ડ સમાન ઉંચાઈએ માલૂમ પડે છે.પ્રક્ષિપ્ત કણની પ્રક્ષિપ્ત કર્યા વખતની ઝડપ \(........\,m s ^{-1}\) હશે.\(\text { ( } g=10\,m s ^{-2}\) લો.) 2023 અઘરું
  3. 53. નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન \(A\) છે અને બીજું વિધાન કારણ \(R\) છે. વિધાન \(A\) : જયારે પદાર્થને \(45^{\circ}\) ખૂણે પક્ષેપિત કરવામાં આવે છે ત્યારે તેની અવધિ મહત્તમ હોય છે. કારણ \(R\) : મહત્તમ અવધિ માટે, \(\sin 2 \theta\) ની કિંમત એક જેટલી છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતાને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો. 2023 મધ્યમ
  4. 54. નીચેની આકૃતિમાં \(O\) કેન્દ્રને ફરતે \(r\) ત્રિજ્યાના પથ અને કોણીય આવૃત્તિ \(\omega\) સાથે પરિભ્રમણ કરતો કણ \(P\) દર્શાવેલ છે. તો \(OP\) નું \(x\)-અક્ષ પર \(t\) સમયે પ્રક્ષેપન \(.......\) છે.
    2023 સરળ
  5. 55. પ્રક્ષિપ્ત પદાર્થને એક પ્રક્ષેપને ક્ષિતિજ સાથે \(30^{\circ}\) પર અને \(40\,ms ^{-1}\) ના શરૂઆતી વેગ સાથે પ્રક્ષેપિત કરવામાં આવેલ છે. શરૂઆતથી \(t=2\,s\) માટે પ્રક્ષેપનો વેગ ........ હશે. \(\left( g =10 m / s ^2\right)\) 2023 અઘરું
  6. 56. સમક્ષિતિજ સાથે \(15^{\circ}\) ના ખૂણે પ્રક્ષેપન કરેલા પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ \(50\,m\) છે.જો આ પદાર્થનું સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના ખૂણે આટલા જ વેગથી પ્રક્ષેપન કરવામાં આવે તો તેની અવધિ \(........\,m\) થશે. 2023 મધ્યમ
  7. 57. સમક્ષિતિજથી \(30^{\circ}\) ને ખૂણે એક પથ્થર ફેંકવામાં આવે છે. તો પ્રક્ષેપન બિંદુએ પથ્થરની ગતિઉર્જા અને મહત્તમ ઊંચાઈએ તેની ગતિઉર્જાની ગુણોત્તર 2023 મધ્યમ
  8. 58. ૨સ્તા ઉપર ઉભેલી છોકરી વરસાદથી બચવા માટે તેની છત્રી શિરેલંબ સાથે \(45^{\circ}\) ના કોણે પકડી રાખે છે. જે તે છત્રી વગર \(15 \sqrt{2} \,kmh ^{-1}\) ઝડપે દોડવાનું શરૂ કરે તો વરસાદનાં બુંદો તેના માથા પર શિરોલંબ રીતે અથડાય (૫ડે) છે. ગતિ કરતી છોકરીની સાપેક્ષ વરસાદના બુંદોની ઝડ૫ ...........  \(kmh ^{-1}\) હશે. 2022 મધ્યમ
  9. 59. આંબાના ઝાડની નીચે \(9 \,km/h\) ની નિયમીત ઝડપથી \(NCC\) ની પરેડ થાય છે, જેમાં ઝાડ ઉપર \(19.6 \,m\) ની ઊંચાઈએ એક વાંદરો બેઠેલો છે. કોઈ ચોકસ ક્ષણે, વાંદરો એક કેરી નીચે નાખે છે. એક \((NCC)\) કેડેટ આ કેરી પકડે છે તો કેરી ને છોડવાના સમયે તેનું ઝાડથી અંતર ....... હશે. ( \(g =9.8 \,m / s ^{2}\) આપેલ છે.)  2022 મધ્યમ
  10. 60. બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમક્ષિતિજને સાપેક્ષે \(30^{\circ}\) અને \(45^{\circ}\) ના કોણે ફેંકવામાં આવે છે તો તેઓ સમાન સમયમાં મહત્તમ ઉંંચાઈ પ્રાપ્ત કરે છે. તેમની પ્રારંભિક વેગોનો ગુણોત્તર કેટલો હશે ? 2022 મધ્યમ
  11. 61. બે પ્રક્ષિત પદાર્થોને સમાન પ્રારંભિક વેગ અને સમક્ષિતિજ સાથે અનુક્રમે \(45^{\circ}\) અને \(30^{\circ}\) કોણે ફેંકવામાં આવે છે. તેઓની અવધિઓનો ગુણોત્તર \(.........\) છે. 2022 સરળ
  12. 62. \(E\) જેટલી ગતિઊર્જા ધરાવતા એક બોલને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ ગતિના ઉચ્ચતમ બિંદુ આગળ બોલની ગતિઊર્જા \(.......\) હશે. 2022 મધ્યમ
  13. 63. એક બોલને સમક્ષિતિજને સાપેક્ષે \(\theta\) કોણે \(15\,ms ^{-1}\) ની ઝડપ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તેની અવધિ અને મહત્તમ ઊંચાઈ સમાન થાય. તો \(tan\theta=...........\) જેટલો થશે. 2022 મધ્યમ
  14. 64. એક છોકરો \(2 \,m\) લાંબી દોરીના છેડે \(100\, g\) નો એક પશ્થર બાંધી તેને સમક્ષિતિળ સમતલમાં ગોળ-ગોળ ફેરવે છે. \(80\, N\) જેટલું મહત્તમ તણાવ સહન કરી શકે છે. જે ગોળ-ગોળ ફરતા પથ્થરની મહત્તમ ઝડ૫ \(\frac{ K }{\pi}\) ભ્રમણ/મિનીટ હોય તો \(K\) શોધો (દોરી દળરહિત અને ખેંચાણ અનુભવતી નથી તેમ ધારો) 2022 મધ્યમ
  15. 65. એક લડાકુ વિમાન અમુક ઊંચાઈએ સમકક્ષિતિજ રીતે \(200 \,ms ^{-1}\) ની ઝડપપી ઉડી રહ્યું છે. તે anti-aircraft gun ની બરાબર ઉપરથી પસાર થાય છે. જો આ ગન દ્વારા લડાકુ વિમાનને ગોળી મારવી હોય તો, સમક્ષિતિજથી,........... ડીંગ્રી એ ગોળી છોડવી પડશે. બુલેટ (ગોળી) ની ઝડ૫ \(400 \,m / s\) છે. 2022 મધ્યમ
  16. 66. એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે ' \(\alpha\) ' કોણે \(20 \,ms ^{-1}\) ના વેંગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(10\) સેકન્ડ બાદ, તેનું સમક્ષિતિજ સાથે નમન \(\beta\) છે. \(\tan \beta\) નું મૂલ્ય ............ હશે. ( \(g =10 \,ms ^{-2}\) લો.) 2022 અઘરું
  17. 67. એક પૈડું વિરામ સ્થિતિમાંથી નિયમિત રીતે પ્રવેગીત થાય છે અને પ્રથમ સેકન્ડમાં \(5 \;rad\) જેટલું ભ્રમણ કરે છે. બીજી સેકન્ડમાં કપાયેલ કોણ.....\(rad\) હશે. 2022 સરળ
  18. 68. એક વસ્તુને \(u\) જેટલી પ્રારંભિક વેગ અને \(\theta\) કોણે હવામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત ગતિ એવી મળે છે કે જેથી સમક્ષિતિજ અવધિ \(R\) મહતમ મળે છે. બીજા પદાર્થને હવામાં પ્રક્ષિપ્ત એવી રીતે કરવામાં આવે છે કે તેની સમક્ષિતિજ અવધિ પ્રારંભિક અવધિ કરતા અડધી મળે.બંને કિસ્સામાં પ્રારંભિક વેગ સમાન છે બીજો પદાર્થ માટે પ્રક્ષિપ્ત કોણ \(.............\) ડીગ્રી હશે. 2022 મધ્યમ
  19. 69. જો પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગ એ એકમ સદિશ \(\hat{i}\), અને ગતિપથનું સમીકરણ \(y=5 x(1-x) \) છે.તો પ્રારંભિક વેગનો \(y-\)ઘટક \(.......\hat{j}\) હશે.(\(g=10\,m / s ^{2}\) ) લો. 2022 મધ્યમ
  20. 70. \(m\) દળ ધરાવતા બોલને ઉપર તરફ ફેંકવામાં આવ છે. બીજા \(2m\) દળ ધરાવતા બોલને શિરોલંબ સાથે \(\theta\) કોણે ફેંકવામાં આવે છે. બંને હવામાં સરખા સમય માટે જ રહે છે. બંને બોલ દ્વારા પ્રાપ્ત થતી અનુક્રમે ઊંચાઈઓનો ગુણોત્તર \(\frac{1}{x}\) મળે છે. \(x\) નું મૂલ્ય ......... હશે. 2022 મધ્યમ
  21. 71. નીચેના બે વિધાનો આપેલા છે: એક કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : બે સમાન દડાઓ \(A\) અને \(B\) સમાન વેગ ' \(u\) ' થી પણ જુદા જુદા કોણે ફેંકવામાં આવે છે અને તેઓ સમાન અવધિ \(R\) પ્રાપ્ત કરે છે. જો \(A\) અને \(B\) અનુક્રમે \(h_{1}\) અને \(h_{2}\) જેટલી મહતમ ઊંચાઈ પ્રાપ કરતા હોય તો \(R=4 \sqrt{h_{1} h_{2}}\) થશે. કારણ \(R\) : દર્શાવેલ ઊંચાઈઓનો ગુણાકાર \(h_{1} h_{2}=\left(\frac{u^{2} \sin ^{2} \theta}{2 g}\right) \cdot\left(\frac{u^{2} \cos ^{2} \theta}{2 g}\right)\) ઉપરોક્ત વિધાનોનાં સંદભમમાં નીચે આપેલા વિકલ્યોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો. 2022 મધ્યમ
  22. 72. સમક્ષીતિજ સાથે \(45^{\circ}\) ના કોણે વસ્તુને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(2\) સેકન્ડ બાદ તેનો વેગ \(20 \,ms ^{-1}\) છે. પ્રક્ષિપ્ત દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ ........\(m\) હશે. \(\left( g =10 \,ms ^{-2}\right.\) લો.) 2022 અઘરું
  23. 73. સમક્ષિતિજ સાથે \(\theta\) કોણે એક પ્રક્ષિપ્તા પદાર્થ \(25\, m / s\) ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t\) સેકન્ડ બાદ તેનો સમક્ષિતિજ સાથેનો નમન શૂન્ય થાય છે. જો \(R\) એ પ્રક્ષિપ્તની અવધિ દર્શાવતો હોય તો \(\theta\) નું મૂલ્ય ........હશે. \(\left[ g =10 m / s ^{2} \text { }\right]\)લો 2022 મધ્યમ
  24. 74. \(t = 0\) સમયે એક કણ \(7 \hat{z} cm\) ઊચાઈએથી \(z\) અચળ હોય તેવા સમતલમાં ગતિ કરવાનું શરૂ કરે છે. કોઈ એક સમયે તેના \(\hat{x}\) અને \(\hat{y}\) દિશાઓમાં સ્થાન અનુક્રમે \(3\,t\) અને \(5 t ^3 \) મુજબ આપી શકાય છે. \(t=1s\) એ કણનો પ્રવેગ થશે. (નીચેનામાંથી એક વિકલ્પ પસંદ કરો.) 2022 મધ્યમ
  25. 75. \(x-y\) સમતલમાં ગતિ કરતાં કણને નીચેના સમીકરણો વડે રજૂ કરી શકાય છે. \(x=4 \sin \left(\frac{\pi}{2}-\omega t ) m\right.\) અને \(y=4 \sin (\omega t) m\) કણનો ગતિપથ ............. હશે. 2022 મધ્યમ
  26. 76. \(4.4\;ly\) જેટલી મોટી વર્તુળાકાર ચાપ વર્તુળના કેન્દ્ર સાથે \(4 \;{s}\) જેટલો ખૂણો બનાવે છે. જો તેની ઝડપ \(8 \;AU\;per\, second \;\) હોય, તો પદાર્થને \(4\) પરિભ્રમણ પૂર્ણ કરવા અંતે કેટલો સમય લાગશે? આપેલ : \(1\, {ly}=9.46 \times 10^{15} \,{m},\) \(\, {AU}=1.5 \times 10^{11}\, {m}\) 2021 અઘરું
  27. 77. \(5\, g\) દળ ધરાવતા પદાર્થને ના \(45\) ખૂણે  \(5 \sqrt{2}\, ms ^{-1}\)  ના વેગ થી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે \(A\) and \(B\) બિંદુ વચ્ચે વેગમાનમાં ફેરફાર નું મૂલ્ય  \(x \times 10^{-2}\, kgms ^{-1} .\)  તો  \(x ,\)........
    2021 અઘરું
  28. 78. એક મચ્છર \(\overrightarrow{ v }=0.5 t ^{2} \hat{ i }+3 t \hat{ j }+9 \hat{ k }\, m / s\) ના વેગથી અને સમાન પ્રવેગથી ગતિ કરે છે. \(2 \,s\) ના અંતે મચ્છરની દિશા કઈ હશે ? 2021 અઘરું
  29. 79. એક ફૂટબોલનો ખેલાડી જમીન પરથી \(45^{\circ}\) ના ખૂણે \(25\, {ms}^{-1}\) ના શરૂઆતના વેગથી ફૂટબોલને ઉછાળે છે. આ ગતિ દરમિયાન ફૂટબોલની મહત્તમ ઊંચાઈ અને મહત્તમ ઊંચાઈ પહોચવા માટે લાગતો સમય કેટલો હશે? (\(=10 \,{ms}^{-2}\) ) 2021 મધ્યમ
  30. 80. એક તરવૈયાને બિંદુ \(A\) થી બિંદુ \(B\) સુધી નદી પસાર કરવી છે. \(AB\) રેખા પાણીના વાહન સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. તરવૈયાના તરવાના વેગનું મૂલ્ય નદી (પાણી) જેટલું જ છે. \({AB}\) રેખા સાથેનો કોણ \(\theta\) કે જેથી તરવૈયો બિંદુ \(B\) પર પહોચે તે \(^{\circ}\) માં કેટલો હશે?
    2021 મધ્યમ
  31. 81. એક તરવૈયો નદીમાં \(6\, km / h\)ના વેગથી વહેતા પાણીની સાપેક્ષે \(12 \,km / h\)ના વેગથી તરી શકે છે. સામેના કાંઠે શરૂઆતના બિંદુની બરાબર વિરુધ્ધ આવેલા બિંદુએ પહોંચવા માટે નદીના પાણીના વહનની દિશાને સાપેક્ષે તેણે ........\(^{\circ}\) દિશામાં તરવું જોઈએ. (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો) (ડીગ્રીમાં ખૂણો શોધો) 2021 અઘરું
  32. 82. જમીન પર રહેલા માણસને ફૂડ પેકેટ આપવા માટે એક હેલિકોપ્ટર \(h\) ઊંચાઈએ સમક્ષિતિજ દિશામાં \(v\) વેગથી ગતિ કરે છે.જ્યારે ફૂડ પેકેટ મૂકવામાં આવે હેલિકોપ્ટર માણસથી કેટલા અંતરે હોવું જોઈએ? 2021 અઘરું
  33. 83. \({m}\) દળના કણને \(L\) લંબાઇની દોર વધે બાંધીને છત સાથે લટાવેલ છે. જો કણ \({r}=\frac{{L}}{\sqrt{2}}\) ત્રિજયાના સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર ગતિ કરે તો કણની ઝડપ કેટલી હશે? 2021 અઘરું
  34. 84. પતંગિયુ \(4 \sqrt{2} \,{m} / {s}\) ના વેગથી ઉત્તર-પૂર્વ દિશામાં ગતિ કરે છે. પવન \(1\;{m} / {s}\) ના વેગથી ઉતરથી દક્ષિણ તરફ વહે છે. \(3\, seconds\) માં પતંગિયાનું પરિણામી સ્થાનાંતર (\(m\) માં) કેટલું હશે? 2021 અઘરું
  35. 85. \(R ^{3}\) નાં વ્યસ્ત પ્રમાણમાં ચલિત કેન્દ્રીય આભાસી બળ \(F\) ની અસર હેઠળ એક કણ અચળ ઝડપથી \(R\) ત્રિજ્યા ધરાવતાં વર્તુળનાં પરીઘ પર ગતિ કરે છે. તેનાં પરિભ્રમણનો આવર્તકાળ ......... દ્વારા દર્શાવવામાં આવે છે. 2021 અઘરું
  36. 86. સમાન શરૂઆતના વેગથી સમક્ષિતિજ સાથે \(42^{\circ}\) અને \(48^{\circ}\) ના ખૂણે બે પદાર્થોને પ્રક્ષિપ્ત કરતાં તેની અવધિ અને ઊંચાઈ અનુક્રમે \({R}_{1}, {R}_{2}\) અને \({H}_{1}\), \({H}_{2}\) છે. તેના માટે સાચો વિકલ્પ કયો છે.  2021 મધ્યમ
  37. 87. સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં પ્લેનમાંથી એક બોમ્બ પડે છે. પ્લેનમાં રહેલ અવલોકનકારને બોમ્બનો ગતિપથ કેવો દેખાશે? 2021 મધ્યમ
  38. 88. ઉર્ધ્વ સમતલમાં પ્રક્ષિપ્ત નો ગતિપથ \(y =\alpha x -\beta x ^{2}\) છે, જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંકો છે તેમજ \(x\) અને \(y\) પ્રક્ષિપ્ત બિંદુ થી અનુક્રમે સમક્ષિતીજ અને ઉર્ધ્વ અંતર દર્શાવે છે. અહિંયા પ્રક્ષિપ્તકોણ \(\theta\) અને પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ \(H\) અનુક્રમે નીચે જણાવેલ વિકલ્પો દ્વારા દર્શાવામાં આવે છે : 2021 અઘરું
  39. 89. વ્યક્તિ નદીના પ્રવાહ સાથે \(120^{\circ}\) ના ખૂણે \(10\, m /s\) ની ઝડપથી ગતિ કરે છે અને તેને કાંઠાની બરાબર સામેના બિંદુએ પહોંચે છે. પ્રવાહનો વેગ \(x\;m / s\) છે. \(x\) નું મૂલ્ય નજીકત્તમ પૂર્ણાંકમાં કેટલું થાય? 2021 મધ્યમ
  40. 90. એક બલૂન જમીન પર રહેલ બિંદુ \(A\) થી ઉપર તરફ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે એક છોકરી (જે બિંદુ \(B\) પર છે ) જે \(A\) બિંદુથી \(d\) અંતરે છે, તે બલૂન જ્યારે \(h_1\) ઊંચાઈ પર પહોચે ત્યારે તે બલૂનને શિરોલંબ સાથે \(45^{\circ}\) ના ખૂણે જોવે છે. જ્યારે બલૂન જ્યારે \(h_2\) ઊંચાઈ પર પહોચે ત્યારે તે \(2.464\, d\) જેટલું અંતર ખસીને(બિંદુ \(C\) પર) બલૂનને શિરોલંબ સાથે \(60^{\circ}\) ના ખૂણે જોવે છે. તો ઊંચાઈ \(h _{2}\) કેટલી હશે? (\(\tan \left.30^{\circ}=0.5774\right)\)
    2020 અઘરું
  41. 91. એક કણ \(t\) સમયે \(x-\) દિશામાં \(\mathrm{x}(\mathrm{t})=10+8 \mathrm{t}-3 \mathrm{t}^{2}\) મુજબ ગતિ કરે છે.બીજો કણ \(y-\)દિશામાં \(\mathrm{y}(\mathrm{t})=5-8 \mathrm{t}^{3}\) મુજબ ગતિ કરે છે. \(\mathrm{t}=1\; \mathrm{s}\) સમયે બીજા કણનો વેગ પ્રથમ કણના સંદર્ભમાં \(\sqrt{\mathrm{v}} \) મળે તો \(\mathrm{v}\) (\(\mathrm{m} / \mathrm{s}\) માં) નું મૂલ્ય કેટલું હશે? 2020 મધ્યમ
  42. 92. એક કણ ઉગમબિંદુથી \(x-y\) સમતલમાં પોતાની ગતિ શરૂ કરે છે. \(\mathrm{t}=0\) સમયે તેનો શરૂઆતનો વેગ \(3.0 \hat{\mathrm{i}} \;\mathrm{m} / \mathrm{s}\) અને અચળ પ્રવેગ \((6.0 \hat{\mathrm{i}}+4.0 \hat{\mathrm{j}}) \;\mathrm{m} / \mathrm{s}^{2}\) છે. જ્યારે કણનો \(y-\)યામ \(32\;\mathrm{m}\) હોય ત્યારે તેનો \(x-\)યામ \(D\) મીટર છે તો \(D\) નું મૂલ્ય કેટલું હશે? 2020 મધ્યમ
  43. 93. જ્યારે કાર સ્થિર હોય, ત્યારે ડ્રાઇવર વરસાદના ટીપાં શિરોલંબ પડતાં જોવે છે. જ્યારે તે કારને \(v\) વેગથી ચલાવે ત્યારે તે વરસાદના ટીપાંને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે પડતા જોવે છે. હવે કારની ઝડપ વધારીને \((1+\beta) v \) કરવામાં આવે, ત્યારે તે ખૂણો બદલાયને \(45^{\circ} \) થાય છે. \(\beta\) નું મૂલ્ય લગભગ કેટલું હશે? 2020 અઘરું
  44. 94. કણનો સ્થાન સદીશ \(\overrightarrow{\mathrm{r}}(\mathrm{t})=\cos \omega \mathrm{t} \hat{\mathrm{i}}+\sin \omega \mathrm{t} \hat{\mathrm{j}}\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(\omega\) અચળાંક અને \(t\) સમય છે.તો નીચેનામાથી કણના વેગ \(\overrightarrow{\mathrm{v}}(\mathrm{t})\) અને પ્રવેગ  \(\overrightarrow{\mathrm{a}}(\mathrm{t})\) માટે શું સાચું પડે? 2020 મધ્યમ
  45. 95. \(t=0\) સમયે ઉગમબિંદુથી એક કણ \(x-y\) સમતલમાં \(5 \hat{ j }\, ms ^{-1}\) શરૂઆતના વેગથી \((10 \hat{ i }+4 \hat{ j })\, ms ^{-2}\) જેટલા પ્રવેગથી ગતિ કરે છે. કોઈ \(t\) સમયે કણના યામ \(\left(20\, m , y _{0}\, m \right) \) હોય તો \(t\) અને \(y _{0}\) નું મૂલ્ય અનુક્રમે કેટલું હશે? 2020 મધ્યમ
  46. 96. બે બંદૂકો \(A\) અને \(B\) એ ક્રમશઃ \(1\, km/s\) અને \(2\, km/s\) ની ઝડપ થી ગોળીઓ છોડી શકે છે. સમક્ષિતિજ મેદાનના કોઇ એક બિંદુથી શક્ય બધી જ દિશામાં ગોળીઓ છોડવામાં આવે છે. આ ગોળીઓ વડે આંતરાતા મહત્તમ વિસ્તારનો ગુણોત્તર કેટલો થશે? 2019 મધ્યમ
  47. 97. બે કણને એક જ સ્થાને થી સમાન વેગ \(u\) થી પ્રક્ષિપ્ત કરતાં સમાન અવધિ \(R\) મળે છે પરંતુ મહત્તમ ઊંચાઈ \(h_1\) અને \(h_2\) મળતી હોય તો નીચેનામાથી શું સાચું પડે? 2019 અઘરું
  48. 98. બંધુકમાથી એક ગોળીને પ્રારંભિક વેગ \(u\) થી છોડતા તે \(R\) અંતરે રહેલા ટાર્ગેટ સાથે અથડાય છે જો \(t_1\) અને \(t_2\) એ ટાર્ગેટ સાથે અથડવા માટેની બે અલગ અલગ શક્યતા માટેનો સમય હોય, તો  \(t_1t_2\) શું થાય? 2019 અઘરું
  49. 99. એક \(2\pi r\) લંબાઈના તારને વાળીને એક વર્તુળ બનાવીને શિરોલંબ સમતલમાં મૂકવામાં આવે છે એક મણકો તાર પર સરળતાથી સરકી શકે છે જ્યારે વર્તુળને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(AB\)ની સાપેક્ષે \(\omega\) જેટલી કોણીય ઝડપથી ફેરવતા મણકો વર્તુળની સાપેક્ષે \(P\) બિંદુ પાસે સ્થિર થાય છે તો \(\omega^2\) નું મૂલ્ય કેટલું હશે?
    2019 અઘરું
  50. 100. એક કણ \(t =0\) સમયે બિંદુ \(\left( {2.0\hat i + 4.0\hat j} \right)\,m\) થી પ્રારંભિક \(\left( {5.0\hat i + 4.0\hat j} \right)\,m{s^{ - 1  }}\) ના વેગથી ગતિ કરે છે. તેની ઉપર અચળ બળ લગાડતા તે અચળ પ્રવેગ \(\left( {4.0\hat i + 4.0\hat j} \right)\,m{s^{ - 2}}\) ઉત્પન્ન કરે છે. \(2s\) પછી ઉગમ બિંદુથી કણનું અંતર કેટલું હશે?  2019 મધ્યમ