STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ ના બધા પ્રશ્નો
નવા પહેલા365 માંથી 101–150 પ્રશ્નો
- 101. એક વર્તુળાકાર તક્તિની, તક્તિના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ \((CM)\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I _{ CM }\) છે. \(I _{ AB }\) એ સમતલને લંબ અને \(CM\) અક્ષને સમાંતર, કેન્દ્રથી \(\frac{2}{3} R\) અંતરે પસાર થતી અક્ષ \(AB\) ને અનુરૂપ, જડત્વની યાકમાત્રા છે, જ્યાં \(R\) એ તક્તિની ત્રિજ્યા છે. \(I _{ AB }\) અને \(I _{ CM }\) નો ગુણોત્તર \(x : 9\) મળે છે. \(x\) નું મૂલ્ય \(........\) થશે.
2023 મધ્યમ - 102. ગોળીય કવચને ગબડવા માટે ચાકગતિ ઊર્જા અને કુલગતિ ઊર્જાનો ગુણોત્તર \(\frac{x}{5}\) છે. \(x\) નું મૂલ્ય ......... છે. 2023 મધ્યમ
- 103. \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી એક તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા \(\frac{ MR ^2}{4}\) છે. તકતીને લંબ અને તેના છેડાના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તકતીની જડત્વની ચાક્માત્રા \(\frac{ x }{2} MR ^2\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.........\) થશે. 2023 મધ્યમ
- 104. \(R\) ત્રિજ્યા અને \(L\) લંબાઈના નિયમિત ધનનળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I _1\) છે. આ નળાકારમાંથી \(R^{\prime}=\frac{R}{2}\) ત્રિજ્યા અને \(L^{\prime}=\frac{L}{2}\) લંબાઈનો સમકેન્દ્રિય નળાકાર બનાવવામાં આવે છે. જો આ બનાવેલ નળાકારના ભાગની જડત્વની ચાકમાત્રા \(I _2\) હોય, તો \(\frac{I_1}{I_2}=...........\) (બંને \(I _1\) અને \(I _2\) નળાકારની અક્ષને અનુલક્ષીને છે) 2023 મધ્યમ
- 105. સમાન ચક્રાવર્તન ત્રિજ્યા ધરાવતી એક રિંગ અને ઘન ગોળો તેના કેન્દ્રોમાંથી પસાર થતી અક્ષની અનુલક્ષીને ભ્રમણ કરે છે. પરિભ્રમણની અક્ષ રિંગના સમતલને લંબરૂપ છે. રિંગની ત્રિજ્યા અને ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર \(\sqrt{\frac{2}{x}}\) છે. \(x\) ની કિંમત ...... છે 2023 મધ્યમ
- 106. સમાન ધનતાનો એક પોલો ગોળાકાર દડો \(3\,m/s\) પ્રારંભિક વેગથી આકૃતિમા દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ગબડે છે. પ્રારંભિક સ્થાનને અનુલક્ષીને તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ \(........cm\) હશે.\((g=10\,m / s ^2)\) લો.
2023 અઘરું - 107. સમાન દળ અને ત્રિજ્યા એક ધન ગોળો અને ધન નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરકયા સિવાય ગબડે છે. તેમની યક્રાવર્તન ત્રિજયાનો ગુણોત્તર (\(k_{\text {sph }}: k_{\text {cyl })} 2: \sqrt{x}\) છે. \(x\) નું મૂલ્ય ............. છે. 2023 મધ્યમ
- 108. યામતંત્રના ઉગમબિંદુ પર \(-P \hat{k}\) બળ લાગે છે. બિંદુુ \((2,-3)\) ને અનુલક્ષી ટોર્ક \(P(a \hat{i}+b \hat{j})\) છે. ગુણોતર \(\frac{a}{b}\) નું મૂલ્ય \(\frac{x}{2}\) છે. તો \(x\) ની કિંમત ........ છે. 2023 મધ્યમ
- 109. \(0.5\,kg\) દળ ધરાવતા એક નળાકાર ને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દળ રહીત બે દોરીઓ વડે લટકાવવામાં આવેલ છે. દોરીઓનો એક સાથે છોડીને નળાકારને તેના પ્રારંભિક સ્થાન થી પતન કરાવવામાં આવે કે જેથી તેની ઝડપ \(4\,ms ^{-1}\) મળે, તે અંતર \(..............cm\) છે. ( \(g =10 ms ^{-2}\) લો. \()\)
2022 અઘરું - 110. \(1.5 \,m\) ત્રિજ્યા ધરાવતી એક પુલીને (ગરગડી)ને \(F=\left(12 t -3 t ^{2}\right) \,N\) જેટલા સ્પર્શીય બળ (જ્યાં \(t\) એ સેકન્ડમાં મપાય છે) વડે તેની અક્ષને ફરતે ભ્રમણ કરાવવામાં આવે છે. જો પુલીને તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(4.5 \,kg m ^{2}\) છે,તો તેની ભ્રમણની દિશા ઉલટાય તે પહેલાં પુલી દ્વારા થતા ભમણોની સંખ્યા \(\frac{K}{\pi}\) છે. \(K\) નું મૂલ્ય ........... હશે. 2022 અઘરું
- 111. \(1 \,kg\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતું એક ગોળાકાર કવચ (Shell) સમક્ષિતિજ સમતલ ઉપર (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) \(\omega\) જેટલી કોણીય ઝડપ સાથે ગબડે છે. ઊગમબિંદુ \(O\) ને સાપેક્ષ ગોળીય કવચના કોણીય વેગમાનનું મૂલ્ય \(\frac{a}{3} R^{2} \omega\) છે. \(a\) નું મૂલ્ય ............. હશે.
2022 અઘરું - 112. \(1\,kg\) દળ અને \(R\) ત્રિજ્યયા ઘરાવતી તક્તિ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરવા મુક્ત છે. તક્તિ જેટલું દળ ધરાવતી વસ્તુને તક્તિનાં સૌથી ઉપરના છેડા આગળ જોડવામાં આવે છે. હવે આ તંત્રને છોડવામાં આવે છે, જયારે વસ્તુ સૌથી નીચેના છેડે આવે છે ત્યારે કોણીય ઝડપ \(4 \sqrt{\frac{x}{3 R}} rad s ^{-1}\) થાય છે.\(x\)નું મૂલ્ય \(.......\) થશે. \([\left.g =10\,m / s ^{2}\right]\) 2022 અઘરું
- 113. \(1\,kg\) દળની વસ્તુનો સ્થાન સદિશ \(\overrightarrow{ r }=(3 \hat{ i }-\hat{ j }) \,m\) અને તેનો વેગ \(\overrightarrow{ v }=(3 \hat{ j }+\hat{ k }) \,ms ^{-1}\) છે. કોણીય વેગમાનનું મૂલ્ય \(\sqrt{x} \,Nm\) મળે છે તો \(x\) નું મૂલ્ય ............ હશે. 2022 મધ્યમ
- 114. \(10 \,kg\) અને \(30 \,kg\) દળ ઘરાવતા બે ચોસલાને સમાન સીધી રેખા પર અનુક્રમે \((0,0) \,cm\) અને \((x, 0) \,cm\) યામો આગળ મૂકવામાં આવેલા છે. \(10 \,kg\) દળ ધરાવતા ચોસલાને સમાન રેખા ઉપર બીજા ચોસલા તરફ \(6 \,cm\) જેટલો ખસેડવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ન બદલાય તે માટે \(30 \,kg\) ના ચોસલાને .......... અંતરે ખસેડવું જ પડશે. 2022 મધ્યમ
- 115. \(12 \,kg\) નું એક ગગડતું પૈડું ઢળતા સમતલ (ઢોળાવ) પર \(P\) સ્થાને છે અને દોરી અને પુલી વડે \(3 \,kg\) ના દળ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડેલ છે. ધારો કે \(PR\) એ ધર્ષણરહિત સપાટી છે. જ્યારે વ્હીલ ઢોળાવમાં \(PQ\) ના તળિયે \(Q\) આગળ પહોંચે છે ત્યારે તેના ટ્રવ્યમાન કેન્દ્રની વેગ \(\frac{1}{2} \sqrt{x g h} \,m / s\) છે. \(x\) નું મૂલ્ય ..............
2022 અઘરું - 116. \(\sqrt{34} \,m\) લાંબી અને \(10 \,kg\) વજન ધરાવતી એક સીડી (નીસરણી) ધર્ષણરહિત દિવાલ પર ટેક્વેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના પગ (નીચેનો છેડો) દિવાલથી \(3 \,m\) અંતરે રાખેલ છે. જો \(F _{f}\) અને \(F _{ w }\) એ અનુક્રમે ભોંયતળિયા અને દિવાલ દ્વારા લાગતું લંબબળ હોય તો ગુણોત્તર \(F _{ w } / F _{f}\) ............ થશે. \(\left(g=10 \,m / s ^{2}\right.\) નો ઉપયોગ કરો.)
2022 અઘરું - 117. \(5 \hat{i}+3 \hat{j}-7 \hat{k}\) બળ દ્વારા ઉગમબિંદુને ફરતે લાગતુ ટોર્ક \(\tau\) છે.જો આ બળ કે જેનો સ્થાન સદિશ \(2 \hat{i}+2 \hat{j}+\hat{k}\) હોય પર લાગે તો ટોર્ક \(\tau\) નું મૂલ્ય \(........\) હશે. 2022 સરળ
- 118. \(50\,cm\) લાંબી એક નળીમાં \(250\,g\) દળ ધરાવતું અદબનીય પ્રવાહી ભરેલું છે અને તે બંને છેડાઓથી બંધ કરેલ છે. ત્યારબાદ નળીને તેના એક છેડાને ફરતે સમક્ષિતિજ સમતલમાં \(x \sqrt{F} \;rad s ^{-1}\) જેટલા નિયમિત કોણીયવેગથી ભ્રમણ કરાવવામાં આવે છે. જો \(F\) એ પ્રવાહી દ્વારા બીજા છેડા પર લાગતું બળ હોય તો \(x\) નું મૂલ્ય થશે. 2022 અઘરું
- 119. દરેક દળ \('M'\) અને વ્યાસ ' \(a\) ' ધરાવતી ચાર એક સમાન તક્તિઓને આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવેલ છે. જે \(OO ^{\prime}\) ને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા \(\frac{x}{4} Ma ^{2}\) હોય, તો \(x\) નું મૂલ્ય .......... થશે.
2022 મધ્યમ - 120. દરેક \(M\) દળ ધરાવતા ત્રણ એક સમાન ગોળાઓને કાટકોણ ત્રિકોણના ખૂણાઓ (શિરોબિંદુ) પર મૂકવામાં આવ્યા છે. કાટકોણ ત્રિકોણની એકબીજાને લંબ બાજુ \(3\,m\) ની છે. આ બે એકબીજાને લંબ બાજુનાં અંતઃ છેદને ઉગમ બિંદુ તરીકે લઈ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશના માનાંક \(\sqrt{x} m\) છે, તો \(x=........\) થશે. 2022 મધ્યમ
- 121. એક બોલને \(\alpha=6 t^{2}-2 t\) જ્યાં \(t\) સેકન્ડમાં અને \(\alpha\) એ \(rads ^{-2}\) માં છે, થી ફેરવવામાં આવે છે. \(t=0\) એ બોલનો કોણીય વેગ \(10 \,rads ^{-1}\) અને કોણીય સ્થાન \(4 \,rad\) છે. બોલના કોણીય સ્થાન માટેનું સૌથી યોગ્ય સંબંધ_______હશે. 2022 મધ્યમ
- 122. એક ચપ્પાની ધાર ઉપર એક મીટર-સ્કેલ (કૂટપટ્ટી)ને મધ્યથી સંતુલિત કરવામાં આવેલ છે. દરેક \(10\, g\) દળ ધરાવતા બે સિક્કાઓને, સ્કેલ પરના \(10.0 \,cm\) સ્થાન આગળ ઉપર અકબીજાની ઉપર મૂક્વામાં આવે છે ત્યારે સ્કેલ \(40.0\; cm\) સ્થાન આગળ સંતુલિત થાય છે. મીટર પટ્ટીનું દળ \(x \times 10^{-2} \;kg\) માલૂમ પડે છે, તો \(x\) નું મૂલ્ય. ..........હશે. 2022 મધ્યમ
- 123. જેની દળ ધનતા \(\rho{=\rho_0}\left(1-\frac{x^2}{L^2}\right) kg / m\) અને લંબાઈ \(L\) (મીટરમાં) હોય તેવા એક પરિમાણીય સળિયાનું, એક છેડાથી દ્રવ્યમાન કેન્દ્ર \(\frac{3 L}{\alpha}\) મીટર છે. \(\alpha\) નું મૂલ્ય \(........\) હશે. 2022 અઘરું
- 124. જો \(\overrightarrow{ F }=3 \hat{i}+4 \hat{j}-2 \hat{k}\) બળ એ \(2 \hat{i}+\hat{j}+2 \hat{k}\) સ્થાન સદીશ ધરાવતા કણ ઉપર લાગતો હોય, તો ઊગમબિંદુને અનુલક્ષીને ટોર્ક............હશે 2022 સરળ
- 125. કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈને લંબરૂપે રહેલ અક્ષને અનુલક્ષીને એક નળાકારીય સળિયાની ચક્રાવર્તન ત્રિજ્યા \((radius\,of\,gyration) \dots \dots m\) હશે. (સળિયાની લંબાઈ \(10 \sqrt{3} m\) આપેલ છે). 2022 મધ્યમ
- 126. \(M=4 \,kg\) દળ અને \(R=10 \,cm\) ત્રિજ્યા ધરાવતી એક નિયમિત તક્તિને સમક્ષિતિજ એક્સેલ (ધરી) સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જડવામાં આવેલ છે. \(m =2 \,kg\) દળ ધરાવતા ચોસલાને દળરહિત દોરી, કે જેને તક્તિના પરીઘ ઉપર વીંટાળેલ છે, ની મદદથી લટકાવવામાં આવેલ છે. ચોસલાના પતન દરમ્યાન દોરી (તક્તિ ઉપર) સરક્તી નથી અને ધરી માં ધર્ષણ નથી (તેમ ધારો). દોરીમાં તણાવ .............. \(N\) હશે. ( \(g =10 \,ms ^{-2}\) લો.)
2022 અઘરું - 127. \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર રીંગ સમક્ષિતિજ સમતલમાં, સમતલને લંબ અક્ષને અનુલક્ષીને \(2 \,rads^{-1}\) ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. જો બે સમાન \(m\) દળ વાળા પદાર્થોને હળવેકથી રિંગના વ્યાસના વિરુધ્ધ છેડાઓ જોડવામાં આવે તો હવે રીંગ .............. ( \(rads^{-1}\) માં) ના કોણીયવેગ સાથે પરિભ્રમણ કરશે. 2022 મધ્યમ
- 128. સમાન દળ ' \(M\) અને ' \(2 R\) ' જેટલી ત્રિજ્યા ધરાવતા ચાર વસ્તુઆની ઝડત્વની ચાકમાત્રા \((M.I.)\) નીચે મુજબ છે \(I _{1}=\) તેના વ્યાસને અનુલક્ષીને ધન ગોળાની \(M.I.\) \(I _{2}=\) તેની અક્ષને અનુલક્ષીને ધન નળાકારની \(M.I.\) \(I _{3}=\) તેના વ્યાસને અનુલક્ષીને ધન તક્તિની \(M.I.\) \(I _{4}=\) તેના વ્યાસને અનુલક્ષીને પાતળી વર્તુળાકાર રીંગની \(M.I.\) જો \(2\left( I _{2}+ I _{3}\right)+ I _{4}=x \cdot I _{1}\) હોય તો \(x\) નું મૂલ્ય ........થશે. 2022 મધ્યમ
- 129. સમાન દળ \(M\) અને ત્રિજ્યા \(R\) ઘરાવતો એક ઘન નળાકાર અને ઘન ગોળો \(h\) ઊંંચાઈ ઘરાવતા ઢળતા ફાચર આકારના સમતલ ઉપર, ઉપરથી તળિયા તરફ ગબડે છે. નળાકારના વેગ અને ગોળાના વેગનો ગુણોત્તર \(..........\) થશે. 2022 મધ્યમ
- 130. સમાંગ (નિયમિત) પાતળા સળિયાની તેના એક છેડામાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા \(I_{1}\) છે. આ જ સળિયાને વાળીને રીગ બનાવવામાં આવ છે. હવે તેની વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I_{2}\) થાય છે. જો \(\frac{I_{1}}{I_{2}}\) એ \(\frac{x \pi^{2}}{3}\), હોય તો \(x\) નું મૂલ્ય ........... હશે. 2022 મધ્યમ
- 131. સૂચિ List \(-I\) ને સૂચિ List \(-II\) સાથે મેળવો
2022 મધ્યમસૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) \(R\) ત્રિજ્યા ધરાવતા ધન ગોળાની તેના કોઈપણ સ્પર્શકને અનુરૂપ જડત્વની ચાકમાત્રા \((I)\) \(\frac{5}{3} MR ^{2}\) \((B)\) \(R\) ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની તેના કોઈપણ સ્પર્શકને અનુરૂપ જડત્વની ચાકમાત્રા \((II)\)< \(\frac{7}{5} MR ^{2}\) \((C)\) \(R\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રીંગની તેના વ્યાસને અનુરૂપ જડત્વની ચાકમાત્રા \((III)\) \(\frac{1}{4} MR ^{2}\) \((D)\) \(R\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તક્તિની કોઈપણ વ્યાસને અનુરૂપ જડત્વની ચાકમાત્રા \((IV)\) \(\frac{1}{2} MR ^{2}\) - 132. \((1)\) રિંગ \((2)\) તકતી \((3)\) ઘન નળાકાર \((4)\) ઘન ગોળો બધા જ પદાર્થોના દળ \(m\) અને ત્રિજ્યા \(R\) છે તેમને સમાન ઢાળ પરથી મુક્તા તે ગબડીને નીચે તળિયે આવે છે. તો પ્રથમ તળિયે કયા નંબરનો પદાર્થ આવશે?
2021 અઘરું - 133. \(2\,kg\) દળ અને \(0.5\, m\) ત્રિજ્યા ધરાવતો ગોળો \(1 \,ms ^{-1}\) ના વેગથી \(30^{\circ}\) ખૂણાવાળા ઢાળ પર ઉપર તરફ ગતિ કરે છે. તો તેને બિંદુ \(A\) પર પાછા આવતા કેટલો સમય (\(sec\)) લાગશે?
2021 અઘરું - 134. \(2 \,{kg}\) દળ અને \(0.6\, {m}\) લંબાઈનો સ્ટીલનો સળિયો ટેબલ પર શિરોલંબ રાખીને નીચેના છેડાને જડિત કરેલ છે અને તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. ઉપરના છેડાને ધક્કો આપવામાં આવે છે જેથી સળિયો ગુરુત્વાકર્ષણ અસર હેઠળ નીચે આવે, તેના નીચલા જડિત છેડાના કારણે થતાં ઘર્ષણને અવગણતા, સળિયાનો મુક્ત છેડો જ્યારે તેના સૌથી નીચી સ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેની ઝડપ (\({ms}^{-1}\) માં) કેટલી હશે?. (\(g =10\, {ms}^{-2}\) લો ) 2021 અઘરું
- 135. \(20 \,{cm}\) ત્રિજ્યા અને \(10\, {kg}\) દળ ધરાવતી ઘન તકતી તેના વર્તુળાકાર સમતલને લંબ અને તેના દ્રવ્યમાનકેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(600\, {rpm}\) ના કોણીય વેગથી ફરે છે. તકતીને \(10\, {s}\) માં સ્થિ કરવા માટે જરૂરી ટોર્ક (\(......\, \pi \times \,10^{-1}\, {Nm}\) માં) કેટલું હશે? 2021 મધ્યમ
- 136. \('r'\) ત્રિજ્યા ધરાવતા પૈડાના પરીઘનાં ફરતે દોરી વિટાળવામાં આવે છે. પૈડાની અક્ષ સમક્ષીતીજ તેમજ તે અક્ષને અનુલક્ષિને જડત્વની ચાકમાત્રા \(I\) છે. દોરીના છેડે \(mg\) વજન લટકાવવામાં આવે છે. વજન વિરામ સ્થિતિમાંથી પતન કરે છે.\(‘h'\) ઊંચાઈ પરથી પતન પછી, પૈડાના કોણીય વેગનો વર્ગ ...... હશે. 2021 અઘરું
- 137. \(600\, {rpm}\) ની કોણીય ઝડપથી ગતિ કરતા પદાર્થને \(10\; sec\) અચળ પ્રવેગ આપતા તેની ઝડપ \(1800 \,{rpm}\) થાય છે. આ પ્રક્રિયામાં થતાં પરિભ્રમણની સંખ્યા કેટલી હશે? 2021 મધ્યમ
- 138. \(80\, {cm}\) લંબાઈ અને \({M}\) દળ ધરાવતા ઘન નળાકારની ત્રિજ્યા \(20\, {cm}\) છે. આકૃતિમાં દર્શાવેલ \(AB\) ને સમાંતર \(CD\) અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(2.7\, {kg} {m}^{2}\) હોય તો પદાર્થની ઘનતાની (\({kg} / {m}^{3}\) માં) ગણતરી કરો.
2021 અઘરું - 139. \(‘a'\) ત્રિજ્યા અને \('m’\) દળ ધરાવતો ગોળો, અચળ ગતિ \(v_{0}\) સાથે સમક્ષિતીજ સમતલને સમાંતર ગબડે છે. આ દરમ્યાન તે સમક્ષિતીજ સાથે \(\theta\) કોણે નમેલા સમતલ સામનો કરતાં તેના ઉપર ચઢે છે. જો આપણે ધારી લઈએ કે તે લપસ્યા વગર ગબડે છે તો આ ગોળો ઉપરની દિશામાં કેટલું અંતર કાપશે?
2021 અઘરું - 140. આકૃતિ અનુક્રમે \({R}\) અને \({r}\) જેટલી ત્રિજયા ધરાવતી બે ધન તકતીઓ દર્શાવે છે. જો બંને માટે પ્રતિ ક્ષેત્રફળ દીઠ દળ સમાન હોય તો \({AB}\) (કે જે તક્તીના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી) અક્ષને અનુલક્ષીને મોટી તકતી \(MI\) અને તેના સમતલમાં રહેલ કોઈ વ્યાસને અનુલક્ષીને નાની તકતીની \(MI\) નો ગુણોત્તર કેટલો હશે? મોટી તકતીનું દળ \(M\) આપેલ છે. (\(MI\)એ જડત્વની ચાકમાત્રા સૂચવે છે.)
2021 મધ્યમ - 141. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \('a'\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તક્તિમાંથી \(\left(\frac{ a }{2}\right)\) જેટલી ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર છિદ્ર કાપવામાં આવે છે. બિંદુ \('O'\) ની સાપેક્ષ બાકી રહેતા ભાગ માટે ગુરુત્વીય કેન્દ્ર .......... છે.
2021 અઘરું - 142. આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણાકાર પ્લેટ પર રહેલ \(P\) બિંદુ પર \(\overrightarrow{ F }=4 \hat{ i }-3 \hat{ j }\) જેટલું બળ લાગે છે. તો \(P\) બિંદુ પર \(O\) અને \(Q\) બિંદુની સાપેક્ષે લાગતું ટોર્ક કેટલું હશે?
2021 અઘરું - 143. આકૃતિમાં એક બેડમિન્ટન રેકેટના પરિમાણ આપેલા છે. જો બેડમિન્ટનના રેખીય અને વર્તુળાકાર ભાગનું સમાન દળ \((M)\) અને દોરીનું દળ અવગણ્ય હોય તો, હેન્ડલના બિંદુ \(A\) થી \(\frac{r}{2}\) અંતરે રેકેટના હેન્ડલને લંબ અને રિંગના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ....... \(Mr^2\) જેટલી થાય?
2021 અઘરું - 144. આકૃતિમાં \(M\) દળ અને \(\sigma\) દળ ઘનતા ધરાવતી તકતી દર્શાવેલ છે. આકૃતિમાં રેખાંકિત કરેલ તકતીના ચૌથા ભાગના દ્રવ્યમાન કેન્દ્રના યામ \(\frac{x}{3} \frac{a}{\pi}, \frac{x}{3} \frac{a}{\pi}\) હોય તો તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?\([ a=\) રેખાંકિત કરેલ ભાગનું ક્ષેત્રફળ\(]\)
2021 મધ્યમ - 145. આપેલ આકૃતિમાં બે પૈડાં \(P\) અને \(Q\) ને બેલ્ટ \(B\) થી જોડવામાં આવેલ છે. \(P\) પૈડાની ત્રિજયા \(Q\) પૈડાં કરતાં ત્રણ ગણી છે. સમાન ચાકગતિઊર્જાના કિસ્સામાં તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(\left(\frac{{I}_{1}}{{I}_{2}}\right)\), \({x}: 1\) હોય તો \({x}\) નું મુલ્ય કેટલું હશે?
2021 મધ્યમ - 146. બાજુ \(b\) ધરાવતાં ચોરસનાં ચાર ખૂણાઓ ઊપર \(m\) દળ ધરાવતાં અને \(a\) ત્રિજ્યા ધરાવતાં ચાર એક સરખા ઘન ગોળા ગોઠવેલા છે. ચોરસની એક બાજુ કે જ્યાં પરિભ્રમણ અક્ષ ચોરસના સમતલને લંબ હોય તેને સાપેક્ષ જડત્વની ચાકમાત્રા ............... હશે. 2021 અઘરું
- 147. બે સમાન દ્રવ્યના પદાર્થો રિંગ અને ઘન નળાકાર એક ઢાળ પરથી સરક્યાં વિના ગબડે છે. ઢાળના તળિયે રિંગ અને નળાકારના દ્રવ્યમાનકેન્દ્રના વેગનો ગુણોત્તર \(\frac{\sqrt{x}}{2}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
- 148. બે તકતીની પોતાના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે \({I}_{1}\) અને \({I}_{2}\) છે. તેમની કોણીય ઝડપ અનુક્રમે \(\omega_{1}\) અને \(\omega_{2}\) છે અને તેમની એક્ષાને એક કરી દેવામાં આવે તો આ પ્રક્રિયામાં તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે? 2021 અઘરું
- 149. ઢાળ પરથી એક પદાર્થ સરક્યાં વિના ગબડે છે. તેની ચાકગતિઉર્જા રેખીય ગતિઊર્જાના \(50\%\) હોય તો તે પદાર્થ કયો હશે? 2021 મધ્યમ
- 150. દરેક \(M\) દળ ધરાવતા બંન્ને દળો \(A\) અને \(B\) એકબીજા સાથે દળ રહિત સ્પ્રિંગ દ્વારા જોડાયેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળ \(B\) પર બળ લાગૂ પડે છે. જે પ્રવેગ \('a'\) સાથે દળ \(A,\) દળ \(B\) થી દૂર જવા માંડે તો દળ \(B\) નો પ્રવેગ ........ હશે.
2021 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.