ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

2013–2026 ના 365 પ્રશ્નો. જડત્વની ચાકમાત્રા સૌથી વધુ પૂછાય છે.

365પ્રશ્નો
15ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 6% મધ્યમ 32% અઘરું 61%

STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ ના બધા પ્રશ્નો

નવા પહેલા

365 માંથી 51–100 પ્રશ્નો

  1. 51. જે કણનો સ્થાન સદિશ \((\hat{i}+\hat{j}+\hat{k})\) છે, તેના પર લાગતા બળ \((2 \hat{i}+\hat{j}+2 \hat{k})\) ને કારણે ઉગમબિંદુને અનુલક્ષીને લાગતું ટોર્ક કેટલું હશે? 2025 સરળ
  2. 52. જો ' m ' દળ ધરાવતા કણનો સ્થાન સદિશ \(\overrightarrow{\mathrm{r}}=\mathrm{a}(\hat{\mathrm{i}} \cos \omega \mathrm{t}+\hat{\mathrm{j}} \sin \omega \mathrm{t})\) હોય અને \(\overrightarrow{\mathrm{L}}\) અને \(\overrightarrow{\mathrm{P}}\) અનુક્રમે તેનું કોણીય વેગમાન અને રેખીય વેગમાન દર્શાવે, તો બળની દિશા છે: 2025 સરળ
  3. 53. M અને R એ એક તકતીનું દળ અને ત્રિજ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(R / 3\) ત્રિજ્યાવાળી એક નાની તકતીને મોટી તકતીમાંથી દૂર કરવામાં આવે છે. મોટી તકતીના બાકીના ભાગની, કેન્દ્ર O માંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ એવી AB અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{4}{x} M R^2\) છે. \(x\) નું મૂલ્ય ________ છે.
    2025 અઘરું
  4. 54. 'm' દળના એક પદાર્થને ઊર્ધ્વ \(xy\) સમતલમાં x-અક્ષ સાથે \(45^{\circ}\) ના ખૂણે પ્રારંભિક વેગ \(\mathrm{v}_0\) થી ઉગમબિંદુમાંથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે તે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે ઉગમબિંદુ સાપેક્ષે તેના કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા શું હશે? [g એ ગુરુત્વીય પ્રવેગ છે] 2025 સરળ
  5. 55. R મીટર ત્રિજ્યા અને M kg દળવાળી એક વર્તુળાકાર ડિસ્ક તેના લંબ રૂપે પસાર થતી અક્ષની આસપાસ ભ્રમણ કરે છે. ડિસ્ક પર બાહ્ય ટોર્ક એવી રીતે લાગુ પાડવામાં આવે છે કે \(\theta(t)=5 t^2-8 t\), જ્યાં \(\theta(t)\) એ ભ્રમણ કરતી ડિસ્કની સમય \(t\) ના વિધેય તરીકેની કોણીય સ્થિતિ છે. જ્યારે \(t=2 s\) હોય, ત્યારે લાગુ પાડેલા ટોર્ક દ્વારા કેટલી શક્તિ વિતરિત થાય છે? 2025 મધ્યમ
  6. 56. ' R ' ત્રિજ્યા અને ' M ' દ્રવ્યમાનની એક સમાન વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી રહી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, મૂળ તકતીમાંથી \(\mathrm{R} / 2\) ત્રિજ્યાનો એક નાનો વર્તુળાકાર ભાગ દૂર કરવામાં આવે છે. ઉપર આપેલી અક્ષને અનુલક્ષીને મૂળ તકતીના બાકીના ભાગની જડત્વની ચાકમાત્રા શોધો.
    image
    2025 મધ્યમ
  7. 57. ' \(\lambda\) ' રેખીય દ્રવ્યમાન ઘનતા અને ' \(L\) ' લંબાઈનો એક સળિયો 'R' ત્રિજ્યાનું વલય બનાવવા માટે વાળવામાં આવે છે. તેના કોઈપણ વ્યાસને અનુલક્ષીને વલયની જડત્વની ચાકમાત્રા ________ છે. 2025 અઘરું
  8. 58. સમાન દળ અને સમાન ત્રિજ્યાના એક નક્કર ગોળા અને એક પોલા ગોળાને ઢાળવાળી સપાટી પર ગબડાવવામાં આવે છે. જો નક્કર ગોળા અને પોલા ગોળાને તળિયે પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે \(t_1\) અને \(t_2\) હોય, તો... 2025 સરળ
  9. 59.
    ત્રણ સમાન દળ \(m\) ને મુક્ત અવકાશમાં બાજુ a ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ (A, B, C) પર રાખેલ છે. \(t=0\) સમયે, તેમને પ્રારંભિક વેગ \(\vec{V}_A=V_0 \overrightarrow{A C}, \vec{V}_B=V_0 \overrightarrow{B A}\) અને \(\vec{V}_C=V_0 \overrightarrow{C B}\) આપવામાં આવે છે. અહીં, \(\overrightarrow{A C}, \overrightarrow{C B}\) અને \(\overrightarrow{B A}\) એ ત્રિકોણની બાજુઓ પરના એકમ સદિશો છે. જો ત્રણેય દળો ગુરુત્વાકર્ષણ બળથી આંતરક્રિયા કરતા હોય, તો સંઘાતના બિંદુએ તંત્રના ચોખ્ખા કોણીય વેગમાનનું મૂલ્ય ________ છે.
    2025 અઘરું
  10. 60. ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતી 20 cm ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતીનો વિચાર કરો. આ તકતીમાંથી 5 cm ત્રિજ્યાનું એક વર્તુળાકાર છિદ્ર એવી રીતે કાપવામાં આવે છે કે છિદ્રની ધાર તકતીની ધારને સ્પર્શે છે. શેષ તકતીના દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમબિંદુથી અંતર કેટલું હશે? 2025 મધ્યમ
  11. 61. વસ્તુ પર લાગતા ટોર્ક માટે નીચેનામાંથી કઈ સાચી અભિવ્યક્તિઓ છે?
    A. \(\vec{\tau}=\vec{r}\times\vec{L}\)
    B. \(\vec{\tau}=\frac{\mathrm{d}}{\mathrm{dt}}(\overrightarrow{\mathrm{r}} \times \overrightarrow{\mathrm{p}})\)
    C. \(\vec{\tau}=\overrightarrow{\mathrm{r}} \times \frac{\mathrm{d} \mathrm{p}}{\mathrm{dt}}\)
    D. \(\vec{\tau}=\mathrm{I} \vec{\alpha}\)
    E. \(\vec{\tau}=\overrightarrow{\mathrm{r}} \times \overrightarrow{\mathrm{F}}\)
    ( \(\overrightarrow{\mathrm{r}}=\) સ્થાન સદિશ; \(\overrightarrow{\mathrm{p}}=\) રેખીય વેગમાન;
    \(\overrightarrow{\mathrm{L}}=\) કોણીય વેગમાન; \(\vec{\alpha}=\) કોણીય પ્રવેગ;
    \(I=\) જડત્વની ચાકમાત્રા; \(\vec{F}=\) બળ; \(t=\) સમય)
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
    2025 સરળ
  12. 62. \(12 \mathrm{~kg}\) ના એક ભારે લોખંડનાં સળિયાનો એક છેડો જમીન ઉપર અને બીજો છેડો એક માણસના ખભા ઉપર રહેલ છે. સળિયો સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે છે, માણસ દ્વારા અનુભવાતું વજન______હશે. 2024 અઘરું
  13. 63. \(5 \mathrm{~kg}\) દળ ધરાવતો પદાર્થ \(3 \sqrt{2} \mathrm{~ms}^{-1}\) ની સમાન ઝડપ સાથે \(X-Y\) સમતલમાં \(y=x+4\) રેખાની દિશામાં ગતિ કરે છે. ઉગમબિંદુને અનુલક્ષીને કણનું કોણીય વેગમાન _______ \(\mathrm{kg} \mathrm{m}^2 \mathrm{~s}^{-1}\) થશે. 2024 અઘરું
  14. 64. \(50 \mathrm{~cm}\) ત્રિજયા અને \(2 \mathrm{~kg}\) દળ ધરાવતા બે સમાન ગોળાઓ એક હલકા સળીયાના બે છેડા સાથે જોડેલા છે જેથી તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર \(150 \mathrm{~cm}\) મળે છે. આ તંત્રની સળીયાના મધ્યબિંદુ માંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{x}{20} \mathrm{kgm}^2\) હોય તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  15. 65. \(60^{\circ}\) નો કોણવાળા ઢાળવાળા સમતલ પર એક નળાકાર ગબડે છે. ગબડતી વખતે તેનો પ્રવેગ \(\frac{x}{\sqrt{3}} \mathrm{~m} / \mathrm{s}^2\) છે, જ્યાં \(x=\) __________. \(\left(g=10 \mathrm{~m} / \mathrm{s}^2 \mathrm{q}\right)\). 2024 અઘરું
  16. 66. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમાન-દળ ધરાવતા પોલા ગોળા અને ધન નળાકાર માટે અનુક્રમે તેમની અક્ષ \(\mathrm{AB}\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા માટે ની ચક્રાવર્તન ત્રિજ્યાઓનો ગુણોતર \(\sqrt{8 / x}\) છે. \(x\) નું મૂલ્ય _______ હશે.
    2024 અઘરું
  17. 67. દળ \(2 \mathrm{~kg}, 4 \mathrm{~kg}\) અને \(6 \mathrm{~kg}\) ધરાવતા ત્રણ દડા અનુક્રમે \(2 \mathrm{~m}\) બાજુવાળા સમબાજુ ત્રિકોણની ધારના કેન્દ્ર પર ગોઠવેલા છે. ત્રિકોણના મધ્યકેન્દ્રમાંથી પસાર થતી અને ત્રિકોણના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા _______ \(\mathrm{kg} \mathrm{m}{ }^2\) હશે. 2024 અઘરું
  18. 68. દર્શાવેલ પરિમાણોવાળી \(10 \mathrm{~kg}\) દળની એક સમાન પાતળી ધાતુની પ્લેટ છે. પ્લેટના દ્રવ્યમાન કેન્દ્રના \(x\) અને \(y\) યામનો ગુણોત્તર \(\frac{n}{9}\) છે. \(n\) નું મૂલ્ય _______ છે.
    2024 અઘરું
  19. 69. એક \(5 \mathrm{~kg}\) દળ, \(2 \mathrm{~m}\) ત્રિજ્યા અને તેના પરિભ્રમણ સમતલને લંબ અક્ષને અનુરુપ કોણીય વેગ \(10 \mathrm{rad} / \mathrm{sec}\) ધરાવતી એક તક્તિ ધ્યાનમાં લો. આ જ અક્ષની દિશામાં બીજી એક સમાન તક્તિને હળવેકથી ભ્રમણ કરતી તક્તિ ઉપર મૂકવામાં આવે છે. બંને તક્તિઓ સરક્યા સિવાય એકબીજા સાથે પરિભ્રમણ કરે તે માટે વિખેરીત થતી ઊર્જા _______ \(J\) છે .
    2024 અઘરું
  20. 70. એક ભારે લોખંડનો સળિયો, જેનું વજન \(\mathrm{W}\) છે, તેનો એક છેડો જમીન પર અને બીજો છેડો એક વ્યક્તિના ખભા પર છે. આ સળિયો સમક્ષિતિજ રેખા સાથે \(\theta\) ખૂણો બનાવે છે. વ્યક્તિ દ્વારા અનુભવાતું વજન _______ છે. 2024 અઘરું
  21. 71. એક દોરી \(0.40 \mathrm{kgm}^2\) જડત્વની ચાકમાત્રા અને \(10 \mathrm{~cm}\) ત્રિજ્યાવાળા એક પૈડાની ધાર પર વીંટાળેલી છે. પૈડું તેની ધરી ફરતે ભ્રમણ કરવા માટે મુક્ત છે. શરૂઆતમાં પૈડું સ્થિર છે. આ દોરીને હવે \(40 \mathrm{~N}\) ના બળથી ખેંચવામાં આવે છે. \(10\) \(\mathrm{s}\) પછી પૈડાનો કોણીય વેગ \(\mathrm{x} \mathrm{rad} / \mathrm{s}\) છે, જ્યાં \(\mathrm{x}\) _______ છે. 2024 અઘરું
  22. 72. એક ઘન ગોળો અને એક પોલો નળાકાર સમાન ઢોળાવ ઉપર સમાન પ્રારંભિક ઝડ૫ \(v\) થી સરકયા સિવાય ઉપર તરફ ગબડે છે. ગોળો અને નળાકાર પ્રારંભિક સ્થાન થી અનુક્મે ઉપર \(h_1\) અને \(h_2\) જેટલી મહતમ ઉંચાઇએ પહોંચે છે. \(h_1: h_2\) ગુણોત્તર \(\frac{n}{10}\) છે. \(\mathrm{n}\) નું મૂલ્ય _______ થશે. 2024 અઘરું
  23. 73. એક પોલો ગોળો સમતલ સપાટી પર તેની સંમિતિ અક્ષને અનુલક્ષીને ગબડી રહ્યો છે. તેની ભ્રમણીય ગતિ ઊર્જા અને કુલ ગતિ ઊર્જાનો ગુણોત્તર \(\frac{x}{5}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  24. 74. એક રીંગ અને ધન ગોળો સમાન ઢોળાવ પરથી સરક્યા સિવાય ગબડી રહ્યા છે. તેઓ વિરામસ્થિતિમાંથી શરૂ કરે છે. બંને પદાર્થોની ત્રિજ્યાં સમાન છે. તેઓની ગતિઉીર્જાઓનો ગુણોત્તર \(\frac{7}{x}\) છે, જ્યાં \(x\)________થશે. 2024 અઘરું
  25. 75. એક સમાન લાકડી \(A B\) જેનું દળ \(2 \mathrm{~kg}\) અને લંબાઈ \(30 \mathrm{~cm}\) છે, તે લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર અવસ્થામાં છે. છેડા \(B\) પર \(0.2\  \mathrm{Ns}\) નો બળનો આઘાત લાગુ પાડવામાં આવે છે. લાકડીને કાટખૂણે ફરવા માટે લાગતો સમય \(\frac{\pi}{\mathrm{x}}\ \mathrm{s}\) હશે, જ્યાં  X = _______. 2024 અઘરું
  26. 76. એક તંત્રમાં \(m_1=3 \mathrm{~kg}\) અને \(m_2=2 \mathrm{~kg}\) દળ ધરાવતા બે કણોને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવ્યા છે. \(m_1\) દળ ધરાવતા કણને તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર તરફ \(2 \mathrm{~cm}\) જેટલો ખસેડવામાં આવે છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને તેના મૂળ સ્થાન ઉપર જ રાખવા માટે \(m_2\) દળ ધરાવતા કણને દ્રવ્યમાન કેન્દ્ર તરફ _______ \(cm\) અંતરથી ખસેડવો પડશે. 2024 અઘરું
  27. 77. એક વર્તુળાકાર તકતી \(l\) લંબાઈના ઢાળવાળા સમતલ પરથી ઉપરથી નીચે સુધી પહોંચે છે. જ્યારે તે સમતલ પર લપસે છે, ત્યારે તેને \(\mathrm{t} \mathrm{s}\) સમય લાગે છે. જ્યારે તે સમતલ પર ગબડે છે, ત્યારે તેને \(\left(\frac{\alpha}{2}\right)^{1 / 2} \mathrm{t} s\) સમય લાગે છે, જ્યાં \(\alpha\) _______ છે. 2024 અઘરું
  28. 78. \(I_1=4 \mathrm{~kg} \mathrm{~m}^2\) અને \(I_2=2 \mathrm{~kg} \mathrm{~m}^2\) જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતી, તેઓની કેન્દ્રીય અક્ષો અને તક્તિઓને લંબ હોય તેને અનુલક્ષીને અનુક્રમે \(10 \mathrm{rad} / \mathrm{s}\) અને \(4 \mathrm{rad} / \mathrm{s}\) ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે જેને તેઓની પરિભ્રમણ અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે સામસામે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ગતિ ઊર્જામાં થતો ધટાડો _______ \(\mathrm{J}\) છે. 2024 અઘરું
  29. 79. જો પૃથ્વીની ત્રિજ્યા તેના વર્તમાન મૂલ્યના ત્રણ-ચતુર્થાંશ જેટલી ઘટાડી દેવામાં આવે અને તેના દળમાં કોઈ ફેરફાર ન થાય, તો પૃથ્વીના દિવસની અવધિનું મૂલ્ય _______ કલાક \(30\) મિનિટ હશે. 2024 અઘરું
  30. 80. M દળ અને R ત્રિજ્યાવાળી એક પાતળી વર્તુળાકાર તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં કોણીય વેગ \(\omega\) થી ભ્રમણ કરી રહી છે. જો સમાન પરિમાણવાળી પણ \(\mathrm{M} / 2\) દળવાળી બીજી તકતીને પ્રથમ તકતી પર સમઅક્ષીય રીતે હળવેથી મૂકવામાં આવે, તો તંત્રનો નવો કોણીય વેગ _______ છે. 2024 અઘરું
  31. 81. \(m\) દળ ધરાવતા કણને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \('u'\) જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ તેની મહત્તમ ઉંચાઈ \(h\) એ હોય ત્યારે પ્રક્ષિમ બિંદુને અનુરૂપ (ફરતે) પ્રક્ષિપ્ત-કણના કોણીય વેગમાનનું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  32. 82. ' \(m\) ' દળના એક પદાર્થને જમીન સાથે \(45^{\circ}\) ના ખૂણે ' \(u\) ' વેગથી ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત બિંદુને અનુલક્ષીને મહત્તમ ઊંચાઈ પર પદાર્થનું કોણીય વેગમાન \(\frac{\sqrt{2} \mathrm{mu}^2}{\mathrm{Xg}}\) વડે આપેલ છે તો ' \(X\) ' નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  33. 83. પ્રત્યેકનું દળ \(1 \mathrm{~kg}\) હોય તેવા ચાર કણોને \(2 \mathrm{~m}\) બાજુ ધરાવતા ચોરસના ચાર ખૂણા પર મૂકેલા છે. તેના એક શિરોબિંદુમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાક્માત્રા______\(\mathrm{kg} \mathrm{m}^2\)છે.
    2024 અઘરું
  34. 84. પ્રત્યેકનું દળ \(2 \mathrm{M}\) હોય તેવા એક સરખા ગોળાઓને \(4 \mathrm{~m}\) લંબાઈ ધરાવતી પરસ્પર લંબ બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુુઓ પર મૂકેલા છે. આ બે બાજુઓના છેદબિંદુને ઉગમબિંદુ તરીકે લેતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું મૂલ્ય\(\frac{4 \sqrt{2}}{x}\) છે, જયા \(x\) મૂલ્ય _______ છે. 2024 અઘરું
  35. 85. સમક્ષિતિજ સપાટી પર ગબડતી \(50 \mathrm{~kg}\) દળની એક તકતીના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ \(0.4 m/s\) છે તો આ તકતી ને અટકાવવા માટે કરવું પડતું કાર્ય _______ \(\mathrm{J}\) છે. 2024 અઘરું
  36. 86. ત્રિજ્યા \(R\) અને દળ \(M\) ધરાવતી એક તકતી \(v\) ઝડપથી આડી સપાટી પર લપસ્યા વિના ગબડી રહી છે. તે પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઢોળાવવાળી લીસી સપાટી પર ઉપરની તરફ ગતિ કરે છે. તકતી ઢોળાવ પર કેટલી મહત્તમ ઊંચાઈ સુધી જઈ શકે છે તે _______ છે.
    2024 અઘરું
  37. 87. \(0.5\,kg\) દળ અને \(r\) ત્રિજ્યાવાળી નિયમિત આકારની તકતીને \(t =0\,s\) સમયે \(18\,m / s\) જેટલા વેગથી ખરબચડી સમક્ષિતિજ સપાટી પર પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t=0\,s\) સમયે તે શુદ્ધ સરકતી ગતિની શરૂઆત કરે છે. \(t=2\,s\) બાદ તે શુદ્ધ લોટણ ગતિ પ્રાપ્ત કરે છે. (આકૃતિમાં જુઓ). તકતીની \(2\,s\) બાદ કુલ ગતિ ઉર્જા \(..........J\) થાય.(ધર્ષણાંકનું મૂલ્ય \(0.3\) અને \(g=10\,m / s ^2\) આપેલ છે.)
    2023 અઘરું
  38. 88. \(1\,kg\) દળ ધરાવતો એક નિયમિત ગોળો સમતલ સપાટી ઉપર સરક્યા સિવાય ગબડે છે. તેને \(7 \times 10^{-3}\,J\) જેટલી ગતિઉર્જા છે. ગોળાના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(...........\,cm s ^{-1}\) હશે. 2023 મધ્યમ
  39. 89. \(2\,kg\) દ્રવ્યમાન ધરાવતો ધનગોળો સમક્ષિતિજ પૃષ્ઠ પર \(2240\,J\) ગતિઉર્જા સાથે શુદ્ધ લોટણ ગતિ કરે છે. તો ગોળાના કેન્દ્રનો વેગ \(............ms ^{-1}\) હશે. 2023 મધ્યમ
  40. 90. \(2\,m\) લંબાઈ અને \(A\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને \(d\) ઘનતા ધરાવતો એક પાટલો નિયમિત સળીયો,તેની લંબાઈ ને લંબરુપે કેન્દ્ર માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(\omega\) જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. ચાક્ગતિ ઊર્જાના સ્વરૂપમાં \(\omega\) નું મૂલ્ય \(\sqrt{\frac{\alpha E }{ Ad }}\) છે. \(\alpha\) નું મૂલ્ય \(...............\) હશે. 2023 મધ્યમ
  41. 91. \(30^{\circ}\) ખૂણો અને \(60\,cm\) લંબાઈવાળા ઢળતા સમતલની ટોચ પરથી એક નક્કર નળાકારને સ્થિર સ્થિતિમાંથી સિલિન્ડર મુક્ત કરવામાં આવે છે. જો નળાકાર સરક્યાં વગર ગબડે છે, તો ઢોળાવવાળા સમતલના તળિયે પહોંચતા તેની ઝડપ \((ms ^{-1}\) માં) કેટલી થાય? (આપેલ \(g =10\,ms ^{-2}\))
    2023 મધ્યમ
  42. 92. \(5\,kg\) નક્કર દળનો ગોળો અને \(4\,kg\) દળની તકતી સમાન ત્રિજ્યા ધરાવે છે. તકતીની સમતલમાં સ્પર્શકમાંથી પસાર થતી અને નક્કર ગોળાના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(\frac{x}{7}\) હોય, તો \(x\) નું મૂલ્ય \(..............\) થાય. 2023 મધ્યમ
  43. 93. \(5\,kg\)નું એક બાળક ચકડોળમાં ફરે છે જે \(3.14\,s\) માં \(1\) પરિભ્રમણ પૂર્ણ કરે છે. ચકડોળની ત્રિજ્યા \(2\,m\) છે. બાળક પર લાગતું કેન્દ્રત્યાગી બળ \(.......\,N\) હશે 2023 મધ્યમ
  44. 94. \(500\,g\) દળ અને \(5\,cm\) ત્રિજ્યા ધરાવતા એક ધન ગોળો તેના એક વ્યાસને અનુલક્ષીને \(10\,rad\,s ^{-1}\) ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો ગોળાને તેના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તેના વ્યાસને સાપેક્ષ તેના કોણીય વેગમાન કરતા \(x \times 10^{-2}\) ગણી છે. \(x\) નું મૂલ્ય ...... થશે. 2023 મધ્યમ
  45. 95. બે સમાન ધન ગોળાઆ કે દરેકનું વજન \(2\,kg\) અને ત્રિજ્યા \(10\,cm\) છે તેને હળવા સળિયાના છેડા પર લગાડવામાં આવે છે. ગોળાના કેન્દ્રો વચ્યેનું અંતર \(40\,cm\) છે. સળીયાની અક્ષને લંબરૂપે તેના મધ્ય બિંદ્દુને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા \(........\times 10^{-3}\,kg - m ^2\) છે. 2023 મધ્યમ
  46. 96. ધન ગોળા \(A\) અક્ષ \(PQ\) ને અનુલક્ષીને ચાકગતિ કરે છે. જો ગોળાની ત્રિજ્યા \(5\,cm\) હોય, તો તેની અક્ષ \(PQ\) ને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા \(\sqrt{x}\; cm\) થશે. અહી \(x\) નું મૂલ્ય \(........\) હશે.
    2023 મધ્યમ
  47. 97. એક અર્ધ વર્તુળાકાર વીટીના કેન્દ્રમાંથી પસાર થતી અને વીટીની સપાટીને લંબ અક્ષમાંથી પસારથી જડત્વની ચાકમાત્રા \(\frac{1}{x} MR ^2\) છે. જ્યાં \(R\) એ ત્રિજ્યા અને \(M\) એ અર્ધવર્તુળાકાર રીંગનું દ્રવ્યમાન છે. \(x\) નું મૂલ્ય .......... હશે. 2023 સરળ
  48. 98. એક ધન ગોળો (sphere) સમક્ષિતિજ સમતલ ઉપર સરક્યા સિવાય ગબડે છે. ગોળાની ભ્રમણ અક્ષને અનુલક્ષીને કોણીય વેગમાન અને ગતિ કરતા ગોળાની કુલ ઊર્જાની ગુણોત્તર \(\pi: 22\) મળે છે. તો કોણીય ઝડપ \(.........\,rad / s\) હશે. 2023 મધ્યમ
  49. 99. એક હળવી દોરીને \(5\,kg\) દળ અને \(70\,cm\) ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકારની આસપાસ વીટાળવામાં આવે છે. દોરીને \(52.5\,N\) બળ વડે ખેંચવામાં આવે છે. નળાકારનો કોણીય પ્રવેગ .......... \(rad\,s ^{-2}\) હશે. 2023 મધ્યમ
  50. 100. એક વર્તુળાકાર તક્તિ સમક્ષિતિજ સમતલ પર કોણીય વેગ \(\omega\) સાથે એવી રીતે ગતિ કરે છે, કે જેની અક્ષ તેના કેન્દ્રમાંથી પસાર થાય અને તક્તિને લંબ હોય. એક વ્યક્તિ તેના કેન્દ્ર પર બેસીને હાથ વડે બે ડંબેલોને ધરાવે છે. જયારે તે તેના હાથને ખેંચે છે ત્યારે તેની જડત્વની ચાકમાત્રા ત્રણ ગણી થાય છે. જો \(E\) તંત્રની શરૂઆતની ગતિ ઊર્જા હોય, તો અંતિમ ગતિ ઊર્જા \(\frac{E}{x}\) હશે. જ્યાં \(x\) નું મૂલ્ય ........ છે. 2023 મધ્યમ