STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ ના બધા પ્રશ્નો
નવા પહેલા232 માંથી 51–100 પ્રશ્નો
- 51. પ્રત્યેક \(16 \mu \mathrm{~F}\) કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. બિંદુઓ A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ : ______ (\(\mu \mathrm{F}\) માં) છે.
2025 સરળ - 52. રેખીય વિદ્યુતભાર ઘનતા \(\lambda\) ધરાવતા ત્રણ અનંત લંબાઈના તાર અનુક્રમે \(x\)-અક્ષ, \(y\)-અક્ષ અને \(z\)-અક્ષ પર મૂકેલા છે. નીચેનામાંથી કઈ સમસ્થિતિમાન સપાટી દર્શાવે છે? 2025 અઘરું
- 53. સમાન રીતે વિદ્યુતભારિત \(\mathrm{R}=10 \mathrm{~cm}\) ત્રિજ્યાવાળા ગોળાકાર કવચની સપાટી પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન 120 V છે. કવચના કેન્દ્ર પર, કેન્દ્રથી \(\mathrm{r}=5 \mathrm{~cm}\) અંતરે, અને કવચના કેન્દ્રથી \(\mathrm{r}=15 \mathrm{~cm}\) અંતરે સ્થિતિમાન અનુક્રમે કેટલું છે? 2025 સરળ
- 54.

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યા, જેનું પ્લેટનું ક્ષેત્રફળ \(4 \mathrm{~cm}^2\) અને પ્લેટો વચ્ચેનું અંતર (d) 1.77 mm છે, તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયઇલેક્ટ્રિક અચળાંકો (3 અને 5) ધરાવતા સમાન ડાયઇલેક્ટ્રિક દ્રવ્યોથી ભરેલી છે. 7.5 pF કેપેસિટન્સ ધરાવતું બીજું એક કેપેસિટર તેની સાથે સમાંતર જોડાણમાં જોડેલું છે. આ સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ ________ pF છે. \(\left(\right.\) આપેલ \(\left.\varepsilon_0=8.85 \times 10^{-12} \mathrm{~F} / \mathrm{m}\right)\) 2025 અઘરું - 55. ત્રિજ્યા \(R\) અને \(3 R\) ધરાવતા બે ધાતુના ગોળા સમાન પૃષ્ઠ વીજભાર ઘનતા \(\sigma\) ધરાવે છે. જો તેમને સંપર્કમાં લાવીને અલગ કરવામાં આવે, તો નાના અને મોટા ગોળા પરની પૃષ્ઠ વીજભાર ઘનતા અનુક્રમે \(\sigma_1\) અને \(\sigma_2\) થાય છે. તો ગુણોત્તર \(\frac{\sigma_1}{\sigma_2}\) શું થશે? 2025 મધ્યમ
- 56. ટૂંકા ડાયપોલ માટે જે ઉગમબિંદુ \(O\) પર મૂકવામાં આવેલ છે, ડાયપોલ મોમેન્ટ \(P\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(x\)-અક્ષ પર છે. જો \(A\) પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે \(\mathrm{V}_0\) અને \(\mathrm{E}_0\) હોય, તો \(y\)-અક્ષ પરના બિંદુ \(B\) પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્રનું અનુક્રમે સાચું સંયોજન કયું છે?
2025 મધ્યમ - 57. \(1.5 \mu F\) કેપેસિટન્સ ધરાવતા એક કેપેસિટરની બે સમાંતર પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર ત્યારે ઘટીને તેના પ્રારંભિક મૂલ્યના ત્રીજા ભાગનું થઈ જાય છે, જ્યારે પ્લેટોને એક પાતળા તાર વડે જોડવામાં આવે છે અને તેમાં \(6.6 \mu s\) જેટલો સમય લાગે છે. આ તારનો અવરોધ _______ \(\Omega\) છે. (આપેલ છે, \(\log 3 = 1.1\)) 2024 અઘરું
- 58. \(10^{-6} \mu \mathrm{C}\) નો એક વીજભાર \(X-Y\) યામ પધ્ધતિના ઉગમબિંદુ \((0,0) \mathrm{m}\) પર મૂકેલો છે. બિંદુઓ \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) અનુક્રમે \((\sqrt{3}, \sqrt{3}) \mathrm{m}\) અને \((\sqrt{6}, 0) \mathrm{m}\) પર રહેલા છે. બિંદુઓ\(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) વચચેનો સ્થિતિમાન તફાવત_____થશે. 2024 અઘરું
- 59. \(10 \mu \mathrm{F}\) કેપેસિટન્સ ધરાવતું એક કેપેસિટર, જેની પ્લેટો હવા દ્વારા \(10 \mathrm{~mm}\) દ્વારા અલગ પડેલી છે અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ \(4 \mathrm{~cm}^2\) છે, તેને હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનુક્રમે \(\mathrm{K}_1=2, \mathrm{~K}_2=3\) ના બે ડાઇઇલેક્ટ્રિક માધ્યમોથી સમાન રીતે ભરવામાં આવે છે. જો પ્લેટો વચ્ચે નવું બળ \(8 \mathrm{~N}\) હોય તો સપ્લાય વોલ્ટેજ _______ \(\times 10^{-4}\)Vછે.
2024 અઘરું - 60. \(12.5 \mathrm{pF}\) સંધારકતા ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસીટર (સંધારક)ને બે પ્લેટો વચ્ચે \(12.0\) વોલ્ટના સ્થિતિમાનના તફાવત સાથે એક બેટરી થકી વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે બેટરીને દૂર કરવામાં આવે છે અને ડાયઇલેકટ્રીક યોસલા \(\left(\epsilon_{\mathrm{r}}=6\right)\) ને પ્લટોની વચ્ચે સરકાવવામાં આવે છે. ડાયઇલેકટ્રીક ચોસલાને દાખલ કર્યા બાદ સ્થિતિઊર્જામાં ફેરફાર _______ \(\times 10^{-12}\) \(J\) હશે. 2024 અઘરું
- 61. \(25 \mu \mathrm{F}, 30 \mu \mathrm{F}\) અને \(45 \mu \mathrm{F}\) સંધારકતા ધરાવતા ત્રણ સંધારકો ને \(100 \mathrm{~V}\) ના ઉદગમ સાથે સમાંતરમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજનમાં સંગ્રહ પામતી ઊર્જા \(\mathrm{E}\) છે. જ્યારે સંધારકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે સંગ્રહ પામતી ઉર્જા \(\frac{9}{x} \mathrm{E}\) છે. \(x\) નું મૂલ્ય _______ થશે. 2024 અઘરું
- 62. અર્ધવલયના કેન્દ્ર પર, જેની ત્રિજ્યા \(R=10 \mathrm{~cm}\) અને રેખીય વિદ્યુતભાર ઘનતા \(4 \mathrm{n} \mathrm{C} \mathrm{m}^{-1}\) છે, સ્થિતિમાન \(x \pi V\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 63. બે એક સરખા કેપેસીટર સમાન કેપેસીટન્સ (સંધારકતા) ધરાવે છે. તેમાનાં એકને \(V\) સ્થિતિમાન વડે અને બીજાને \(2 V\) સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે. બંનેના ઋણ છેડાને જોડેલા છે જયારે તેમના ધન છેડાઓને પણ જોડવામાં આવે ત્યારે સંયુક્ત તંત્રની ઊર્જામાં થતો ઘટાડો _______ છે. 2024 અઘરું
- 64. બે પ્લેટ વચ્ચે \(5 \mathrm{~mm}\) અંતર ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસીટરને બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. આ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે \(2 \mathrm{~mm}\) જાડાઈનો ડાયઈલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે ત્યારે કેપેસીટર બેટરી માંથી \(25 \%\) જેટલો વધારાનો વિદ્યુતભાર મેળવે છે. તો આ ડાયઈલેકક્ટ્રીક સ્લેબનો ડાયઈલેકિટ્રિક અચળાંક _______ છે. 2024 અઘરું
- 65. બે સમાન વિદ્યુતભારીત ગોળાઓ સમાન લંબાઈની દોરીઓ વડે લટકાવવામાં આવે છે. દોરીઓ એકબીજા સાથે \(\theta\) કોણ બનાવે છે. જ્યારે પાણીમાં લટકાવવામાં આવે છે, ત્યારે કોણ તેટલો જ રહે છે. જો ગોળાના દ્રવ્યની ઘનતા \(1.5 \mathrm{~g} / \mathrm{cc}\) હોય, તો પાણીનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક _______ થશે. (પાણીની ઘનતા \(=1 \mathrm{~g} / \mathrm{cc}\) લો) 2024 અઘરું
- 66. બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓ કે જેમની ત્રિજ્યાઓ \(a\) અને \(b\) છે, તેમને એક સુવાહક તાર વડે એકબીજા સાથે જોડવામાં આવે છે. આ બે ગોળાઓના વિદ્યુતભારોનો ગુણોત્તર અનુક્રમે _______ છે. 2024 અઘરું
- 67. \(C\) સંધારકતા અને \(V\) વોલ્ટેજ ધરાવતા સંધારકને \(E\) જેટલી ઊર્જા છે. તેને બીજી \(2 \mathrm{C}\) સંધારકતા અને \(2 \mathrm{~V}\) સ્થિતિમાન ધરાવતા સંધારક સાથે જોડવામાં આવે છે. તો ઉર્જાનો વ્યય \(\frac{x}{3} \times \frac{x}{3} \mathrm{E}\), જ્યાં \(x\) _______ છે. 2024 અઘરું
- 68. એક \(16 \Omega\) ના તારને ચોરસ લૂપ બનાવવા માટે વાળવામાં આવે છે. તેની એક બાજુના છેડાઓ વચ્ચે \(1 \Omega\) આંતરિક અવરોધવાળી \(9 V\) ની બેટરીને જોડવામાં આવે છે. જો \(4 \mu F\) નું કેપેસીટર લૂપના વિકર્ણો સાથે જોડવામાં આવે તો કેપેસીટરમાં સંગ્રહીત ઊર્જા \(\frac{x}{2} \mu J\) થાય છે. જ્યાં \(x=\) _________. 2024 અઘરું
- 69. એક કેપેસિટર ક્ષેત્રફળ \(A\) ની સપાટ પ્લેટ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સીડી જેવી સંરચના ધરાવતી બીજી પ્લેટનું બનેલું છે. જો દરેક સીડીનું ક્ષેત્રફળ \(\frac{A}{3}\) અને ઊંચાઈ \(\mathrm{d}\) હોય, તો આ વ્યવસ્થાનું કેપેસિટન્સ _______ છે.
2024 અઘરું - 70. એક કેપેસિટરમાં હવા પરાવૈદ્યુત માધ્યમ તરીકે છે અને \(12 \mathrm{~cm}^2\) ક્ષેત્રફળવાળી બે સુવાહક પ્લેટો \(0.6 \mathrm{~cm}\) દૂર રાખેલી છે. જ્યારે \(12 \mathrm{~cm}^2\) ક્ષેત્રફળ અને \(0.6 \mathrm{~cm}\) જાડાઈનો પરાવૈદ્યુત સ્લેબ પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે, ત્યારે કેપેસિટન્સને અગાઉના કિસ્સા જેટલું જ રાખવા માટે એક સુવાહક પ્લેટને \(0.2 \mathrm{~cm}\) ખસેડવી પડે છે. સ્લેબનો પરાવૈદ્યુત અચળાંક _______ છે. (આપેલ છે \(\left.\epsilon_0=8.834 \times 10^{-12} \mathrm{~F} / \mathrm{m}\right)\) 2024 અઘરું
- 71. જ્વલનશીલ પ્રવાહી લઈ જતા વાહનોમાં સામાન્ય રીતે _______ ધાતુની સાંકળો જમીનને સ્પર્શતી હોય છે. 2024 અઘરું
- 72. નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) અને બીભને કારણ \((R)\) થી દર્શાવામાં આવે છે. કથન \((A)\): સમસ્થિતિમાન પૃષ્ઠ પરથી ધન વિદ્યુતભારને દૂર કરવા કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે. કારણ \((R)\): વિદ્યુત બળ રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠે હંમેશા લંબ હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો. 2024 અઘરું
- 73. નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભારનું પ્રમાણ _______ \(\mu \mathrm{C}\) છે.
2024 અઘરું - 74. \(+\mathrm{q}\) અને \(-\mathrm{q}\) વિદ્યુતભાર વચ્ચેનું અંતર \(2 l\) તથા \(+2 \mathrm{q}\) અને \(-2 \mathrm{q}\) વિદ્યુતભાર વચચેનું અંતર \(4 l\) છે. આપેલ તંત્રના મધ્યબિંદુ \(o\) થી \(r\) અંતરે સ્થિત વિદ્યુત સ્થિતિમાન \(-\alpha\left[\frac{\mathrm{q} 1}{\mathrm{r}^2}\right] \times 10^9 \mathrm{~V}\) છે જયાં, \(\alpha\) નું મૂલ્ય _______ છે. ( \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 \mathrm{Nm}^2 / \mathrm{C}^2\) લો.)
2024 અઘરું - 75. સમાન લંબાઈની દોરીઓ વડે બે એકસમાન વિદ્યુતભારિત ગોળાઓને લટકાવવામાં આવેલા છે. દોરીઓ એકબીજા સાથે \(37^{\circ}\) નો કોણ બનાવે છે. જ્યારે \(0.7 \mathrm{~g} / \mathrm{cm}^3\) ની ઘનતા ધરાવતા પ્રવાહીમાં અંદર લટકાવવામાં આવે છે ત્યારે કોણ સમાન રહે છે. જો ગોળાના દ્રવ્યની ઘનતા \(1.4 \mathrm{~g} / \mathrm{cm}^3\) હોય તો પ્રવાહીનો ડાઈઇલેકિટ્રક અચળાંક _______ થશે. \(\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right)\) 2024 અઘરું
- 76. વિદ્યુત ડાયપોલ (દ્વિ-ધ્રુવી) ને લીધે '\(r\)' અંતરે ઉદ્ભવતું સ્થિત વિદ્યુતસ્થિતિમાન _______ મુજબ બદલાય છે. 2024 અઘરું
- 77. વિદ્યુત ડાયપોલને કારણે p બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર E છે. વિષુવવૃત્તીય રેખા પરના R બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર \(\frac{E}{x}\) હશે. \(x\) નું મૂલ્ય _______ છે.
2024 મધ્યમ - 78. \(2 \times 10^{-2}\,C\) નો એક બિંદુવત વિદ્યુતભાર \(P\) થી \(S\) સુધી ધન \(x-\) અક્ષની દિશામાં પ્રવર્તતા \(30\,NC ^{-1}\) જેટલા નિયમિત વિદ્યુતક્ષેત્રમાં ગતિ કરે છે. જો \(P\) અને \(S\)ના યામો અનુક્રમે \((1,2,0),(2,0,0),(1,-2,0)\) અને \((0,0,0)\) હોય, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય \(.........\,mJ\) થશે. 2023 મધ્યમ
- 79. \(2 \;F\) સંધારકતા ધરાવતા એક સમાંતર પ્લેટ સંધારકને \(V\) સ્થિતિમાન સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. સંધારકમાં સંગ્રહિત ઊર્જા \(E_1\) છે. આ સંધારક બીજા સમાન અવિદ્યુતભારિત સંધારક સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજનમાં સંગ્રહિત ઊર્જા \(E_2\) છે. ગુણોત્તર \(E _2 / E _1\) ........ થશે. 2023 મધ્યમ
- 80. \(5\times 10^{-9}\,C\) ના બિંદુવત વીજભારને લીધે \(P\) બિંદુએ વિદ્યુત સ્થિતિમાન \(50\,V\) છે. બિંદુવત વીજભારથી \(P\) નું અંતર ........\(cm\) છે. \(\left[\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^{+9}\,Nm ^2\, C ^{-2}\right.\) ધારો \(]\) 2023 સરળ
- 81. \(600\,pF\) નું એક કેપેસીટર \(200\,V\) સપ્લાય વડે વીજ ભારિત કરવામાં આવે છે. ત્યાર બાદ તેને ઉદગમથી છૂટુ પાડીને \(600\,pF\) ના બીજા કેપેસીટર સાથે જોડવામાં આવે છે. પ્રક્રિયામાં વ્યય થતી સ્થિતવિદ્યુત ઊર્જા ............ \(\mu J\) છે. 2023 અઘરું
- 82. \(64\) એકસમાન ટીપાઓને \(10\,mV\) સ્થિતિમાન સુધી વીજભારિત કરીને તેમનું એક મોટા ટીપામાં સંયોજન કરવામાં આવે છે. મોટા ટીપાનું સ્થિતિમાન \(...........\,mV\) થશે. 2023 મધ્યમ
- 83. \(900\,\mu F\) સંઘારકતા ધરાવતું સંઘારક \(100\,v\)ની બેટરી વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. સંઘારકને બેટરીથી દૂર કરવામાં આવે છે અને બીજા સમાન પણ વિદ્યુયભારરહિત સંઘારક સાથે એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તેની એક પ્લેટ વિદ્યુતભારિત સંઘારકની ઘન પ્લેટ સાથે જોડાય અને બીજી પ્લેટ ઋણ પ્લેટ ઋણ પ્લેટ સાથે જોડાય. આ પ્રક્રિયામાં ગુમાવતી ઊર્જા \(x \times 10^{-2}\,J\) છે.\(x\)નું મૂલ્ય \(..........\) હશે. 2023 મધ્યમ
- 84. \(a , b\) અને \(c\) ત્રિજ્યા \([a < b < c]\) ના ત્રણ સમકેન્દ્રીય ગોળાકાર ધાતુ કવય \(X , Y\) અને \(Z\) ની પૃષ્ઠવિજભાર ધનતા અનુક્રમે \(\sigma,-\sigma\) અને \(\sigma\) છે.કવચ \(X\) અને \(Z\) સમાન સ્થિતિમાન ધરાવે છે. જો \(X\) અને \(Y\) ની ત્રિજ્યા અનુક્રમે \(2\,cm\) અને \(3\,cm\) હોય તો કવચ \(Z\) ની ત્રિજ્યા \(......\,cm\) છે. 2023 અઘરું
- 85. \(A\) પ્લેટના ક્ષેત્રફળ તથા \(d\) તકતી વચ્યેનું અલગીકરણ દર્શાવતા એક સમાંતર તકતી વાળા સંગ્રાહકમાં \(K=4\) પરાવિદ્યુતાંક ધરાવતા પરાવિદ્યુત વસ્તુ ભરેલી છે. પરાવિદ્યુત વસ્તુની જાડાઈ \(x\) છે, જ્યા \(x < d\). ધારો કે \(C _1\) અને \(C _2\) એ તંત્રની સંગ્રાહકતા \(x=\frac{1}{3} d\) અને \(x=\frac{2 d}{3}\) માટે અનુક્રમે છે. જો \(C _1=2 \mu F\) તો \(C _2\) કિમત \(........\mu F\) છે.
2023 અઘરું - 86. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, \(200\,cm ^2\) સમાન પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતા બે સમાંતર પ્લેટ કેપેસિટરને એવી રીતે જોડાયેલા છે કે \(a \neq b\). સંયોજનનું સમતુલ્ય કેપેસીટન્સ \(x \varepsilon_0 F\) છે. \(x\) ની કિંમત ................ છે.
2023 અઘરું - 87. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આંતર ત્રિજ્યા \(a\) અને બાહ્ય ત્રિજ્યા \(b\) વાળા ગોળીય વાહક કવચના કેન્દ્રમાં બિંદુવત વીજભાર \(Q\) મૂકેલ છે. વીજભાર \(Q\) ને લીધે ત્રણ ભિન્ન વિસ્તાર \(I, II\) અને \(III\) માં વીજ ક્ષેત્ર \(..............\) હશે. \(\text { (I :r } r < a \text {, II : } a < r < b, \text { III: } r > b \text { ) }\)
2023 મધ્યમ - 88. આપેલ આકૃતિમાં સંધારકોના સંયોજનમાં સંગૃહીત થતો સમતુલ્ય વીજભાર \(100\,\mu\,C\) છે.તો ' \(x\) ' નું મલ્ય \(......\) છે.
2023 મધ્યમ - 89. આપેલા પરિપથ માટે \(C _1=2\,\mu F , C _2=0.2\,\mu F\), \(C _3=2\,\mu F , C _4=4\,\mu F\), \(C _5=2 \,\mu F , C _6=2\, \mu F\), સંગ્રાહક \(C _4\) ના સંગ્રહ થતો વિજભાર ........... \(\mu C\) છે.
2023 મધ્યમ - 90. બે પ્લેટ વચ્યે હવા ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ \(15\,pF\) છે. જો પ્લેટ વચ્યેનું અંતર બમણું કરવામાં આવે અને તમમાં \(3.5\) ડાઈ ઈલેક્ટ્રીક અચળાંકનુ માધ્યમ દાખલ કરવામાં આવે તો કેપેસીટન્સનું મૂલ્ય \(\frac{x}{4} pF\) થાય છે. તો \(x\) નું મૂલ્ય \(..........\) છે. 2023 મધ્યમ
- 91. \(C\) સંધારકતા ધરાવતો એક સંગ્રાહકને \(V\) સ્થિતિમાન વડે વીજભારિત થાય છે. વીજભાર થાય છે. તો સંગ્રાહકની ધન પ્લેટ દ્વારા ઢંકાતું વીજક્ષેત્રનું ફ્લક્સ ........ છે. 2023 મધ્યમ
- 92. દર્શાવેલ સંયોજનની સમતુલ્ય સંધારકતા (કેપેસીટન્સ) ....... છે.
2023 મધ્યમ - 93. એક સમાંતર પ્લેટો ધરાવતા સંધારકમાં પ્લેટનું ક્ષેત્રફળ \(40\,cm ^2\) અને તેમની વચ્યેનું અંતર \(2\,mm\) છે. પ્લેટો વચ્યેના વિસ્તારમાં \(1\,mm\) જાડાઈ અને \(5\) જેટલો ડાઈઈલેકિટ્રક અચળાંક ધરાવતો અવાહક મૂકવામાં આવે છે. તંત્રની સંધારકતા \(...........\) થશે. 2023 મધ્યમ
- 94. એક સંધારકની (કેપેસીટર) બે પ્લેટો વચ્યેનું અંતર \(d\) છે અને જ્યારે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે તેની સંધારકતા (કેપેસીટન્સ) \(C_1\) છે. જો \(\frac{2d}{3}\) જાડાઈ અને પ્લેટોના જેટલા જ ક્ષેત્રફળ વાળી ધાતુની તકતીને પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે, તો સંધારકની સંધારકતા \(C_2\) થાય છે. \(\frac{C_2}{C_1}\) નો ગુણોત્તર ...... છે. 2023 મધ્યમ
- 95. જ્યારે સમાંતર પ્લેટ વચ્યે \(d\) જાડાઈનું હવાનું માધ્યમ હોય ત્યારે તેનું કેપેસીટન્સ \(5\,\mu\,F\) છે. આ બંને પ્લેટ વચ્યે \(1.5\) ડાયઈલેક્ટ્રીક અચળાંક અને પ્લેટના ક્ષેત્રફળ જેટલું ક્ષેત્રફળ પણ \(\frac{d}{2}\) જાડાઈ ધરાવતો પદાર્થ દાખલ કરવામાં આવે છે. તો સ્લેબની હાજરી કેપેસીટરનું કેપેસીટન્સ \(..........\mu F\) થાય. 2023 મધ્યમ
- 96. નીચે બે વિધાનો આપેેલા છે. એકને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) રજુ કરેલ છે. કથન \((A):\) બે ધાત્વીય ગોળાઓને સમાન સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવેલ છે. તેમાનો એક પોલો અને બીજો ઘન છે, પરંતુ બંનેની ત્રિજ્યા સમાન છે. ઘન ગોળા પર પોલા ગોળા કરતા ઓછો વિદ્યુતભાર હશે. કારણ \((R):\) ધાતુના ગોળાની સંઘારકતા ગોળાઓની ત્રિજ્યા ઉપર આધારિત છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
- 97. સમાન \(1.5 \times 10^3\,NC ^{-1}\) ધરાવતા વીજક્ષેત્રમાં એક \(6.0 \times 10^{-6}\,Cm\) દ્વિ-ધ્રુવીય ચાકમાત્રા ધરાવતા વીજ દ્વિ-ધ્રુવને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી દ્રી-ધ્રુવીય ચાકમાત્રા વીજક્ષેત્રની દિશામાં રહે. આ ક્ષેત્રમાં \(180^{\circ}\) પર ફરતા દ્વિ-ધ્રુવ પર થતું કાર્ય \(.........\,mJ\) હશે. 2023 મધ્યમ
- 98. સમાન રેખીય વીજભાર ધનતા \(\lambda\) ધરાવતી \(R _1\) અને \(R _2\) ત્રિજયાની સમકેન્દ્રિય અર્ધલયોના કેન્દ્ર સ્થાને વિદ્યુત સ્થિતિમાન \(.............\) છે.
2023 અઘરું - 99. વિદ્યુતભારિત ગોળીય બોલ માટે, બોલની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ત્રિજ્યા સાથે \(V=2 a r^2+b\) પ્રમાણે બદલાય છે. અત્રે, \(a\) અને \(b\) અચળાંકો છે અને \(r\) એ કેન્દ્રથી અંતર છે. બોલની અંદર વિદ્યુતભાર ધનતા \(-\lambda a \varepsilon\) છે. \(\lambda\) નું મૂલ્ય \(..............\) થશે. 2023 અઘરું
- 100. \(0.02 \,m\) ની ત્રિજ્યા અને દરેક \(5 \mu C\) વીજભાર ધરાવતા યોંસઠ \((64)\) ટીપાં જોડાઈને એક મોટુ ટીપું બનાવે છે. મોટાં ટીપાં અને નાનાં ટીપાંની પૃષ્ઠ ધનતાનો ગુણોત્તર ............... થશે. 2022 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.