ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 4

2013–2026 ના 232 પ્રશ્નો. ડાયઈલેક્ટ્રીકની અસર અને ધ્રુવીભવન સૌથી વધુ પૂછાય છે.

232પ્રશ્નો
12ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 7% મધ્યમ 38% અઘરું 54%

STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ ના બધા પ્રશ્નો

નવા પહેલા

232 માંથી 151–200 પ્રશ્નો

  1. 151. પ્લેટનું ક્ષેત્રફળ \(A\) એને બે પ્લેટ વચ્ચેનું અંતર \(d\) ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર ડાઇલેક્ટ્રિકથી ભરેલું છે. કેપેસિટરની ક્ષમતા શું હશે જ્યારે ડાઇલેક્ટ્રિકની પરમિટિવિટી નીચે પ્રમાણે બદલાય. \(\varepsilon(x)=\varepsilon_{0}+k x, \text { for }\left(0\,<\,x \leq \frac{d}{2}\right)\) \(\varepsilon(x)=\varepsilon_{0}+k(d-x)\), for \(\left(\frac{d}{2} \leq x \leq d\right)\) 2021 અઘરું
  2. 152. પારાના એકસમાન દરેક \(512\) ટીપાંઓને \(2\, V\) ના સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવે છે. ટીપાંઓને જોડીને એક ટીપું બનાવવામાં આવે છે. આ ટીપાનું સ્થિતિમાન .......... \(V\) થશે. 2021 અઘરું
  3. 153. સમાંતર પ્લેટ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે \(200 \Omega \, {m} \) અવરોધકતા ધરાવતો પદાર્થ ભરેલો છે.કેપેસીટરના કેપેસીટન્સનું મુલ્ય \(2\, {pF}\) છે. જો કેપેસીટરની બે પ્લેટ વચ્ચે \(40 \,{V}\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે તો, કેપેસીટરમાંથી લીકેજ થતો પ્રવાહ કેટલો હશે? (પદાર્થની સાપેક્ષ પરમીએબિલિટી \(50\) છે) 2021 અઘરું
  4. 154. ત્રણ કેપેસીટર \({C}_{1}=2\, \mu {F}, {C}_{2}=6 \, \mu {F}\) અને \({C}_{3}=12 \, \mu {F}\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. અનુક્રમે \({C}_{1}, {C}_{2}\) અને \({C}_{3}\) કેપેસીટર પર રહેલા વિજભારનો ગુણોત્તર કેટલો થાય?
    2021 અઘરું
  5. 155. \(10\, \mu F\) કેપેસીટન્સ ધરાવતું કેપેસીટર \(50\, V\) ના વિદ્યુતસ્થિતિમાન વડે સંપૂર્ણ ચાર્જ કરેલ છે. હવે આ વિદ્યુતસ્થિતિમાનને દૂર કરી તેને બીજા વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે તેમની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(20\, V\) થાય છે, તો બીજા કેપેસીટરનો કેપેસીટન્સ (\(\mu F\) માં) કેટલો હશે? 2020 અઘરું
  6. 156. \(5\, \mu F\) કેપેસીટરને \(220\,V\) વડે સંપૂર્ણ ચાર્જ કરેલ છે. પછી તેને તેમાંથી અલગ કરી તેને \(2.5\;\mu F\) ના બીજા વિજભારરહિત કેપેસીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો તેના પરના વિજભારના પુનર્વિતરણ દરમિયાન તેની ઊર્જામાં થતો ફેરફાર \(\frac{ X }{100}\; J\) હોય તો \(X\) નું મૂલ્ય નજીકતમ પૂર્ણાંકમાં કેટલું હશે? 2020 મધ્યમ
  7. 157. \(60\; pF\) કેપેસીટરને \(20\; \mathrm{V}\) વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. પછી તેને \(60 \;pF\) ના વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે.વિજભાર ફરીથી વિતરિત થાય તે દરમિયાન કેટલી ઉર્જાનો(\(nJ\) માં) વ્યય થયો હશે? 2020 મધ્યમ
  8. 158. \(a\) બાજુવાળી ચોરસ પ્લેટમાથી એક કેપેસીટર બનાવેલ છે જે એક બીજા સાથે ખૂબ નાનો ખૂણો \(\alpha\) બનાવે છે. તો તેનો કેપેસીટન્સ કેટલો થાય?
    2020 અઘરું
  9. 159. આપેલ પરિપથમાં રહેલ \(5\, \mu F\) કેપેસીટર પરનો વિજભાર \(........\mu C\) હશે. 
    2020 અઘરું
  10. 160. બે અલગ અલગ \(\frac{2}{3} R\) અને \(\frac{1}{3} R\) ત્રિજ્યા ધરાવતા \(S_{1}\) અને \(S_{2}\) વાહક ગોળા પર અનુક્રમે \(12\, \mu C\) અને \(-3\, \mu C\) જેટલો વિજભાર છે અને બંને એકબીજાથી ખૂબ જ લાંબા અંતરે છે. તેને હવે એક વાહક તારથી જોડેલા છે. તેના પછી લાંબા સમયે \(S_{1}\) અને \(S_{2}\) પરનો વિજભાર કેટલો હશે? 2020 અઘરું
  11. 161. બે \(C\) અને \(2\, C\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને \(V\) અને \(2\, V\) જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે ચાર્જ કરવામાં આવે છે. પછી તેમને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકનો ધન છેડો બીજાના ઋણ ચેડાં સાથે જોડાય. આ તંત્રની અંતિમ ઉર્જા \(.....CV^2\) જેટલી હશે.  2020 અઘરું
  12. 162. બે વિદ્યુતભારીત ધાતુના ગોળા \(S_{1}\) અને \(\mathrm{S}_{2}\) જેની ત્રિજયા \(\mathrm{R}_{1}\) અને \(\mathrm{R}_{2}\) છે.\(S_1\) ગોળાને \(E_1\) અને \(S_2\) ગોળાને \(E_2\) વિદ્યુતક્ષેત્રમાં એવે રીતે મૂકવામાં આવે છે કે જેથી \(\mathrm{E}_{1} / \mathrm{E}_{2}=\mathrm{R}_{1} / \mathrm{R}_{2} \) થાય. બંને ગોળા પરના વિદ્યુતસ્થિતિમાનનો ગુણોત્તર \(\frac{V_1}{V_2}\) કેટલો થાય? 2020 મધ્યમ
  13. 163. \(\mathrm{C}_{1}\) અને \(\mathrm{C}_{2}\) કેપેસીટરને સમાંતરમાં જોડતા સમતુલ્ય કેપેસીટન્સ \(10\; \mu \mathrm{F}\) મળે છે.જ્યારે તેને અલગ અલગ \(1\; \mathrm{V}\) ની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે \(\mathrm{C}_{2}\) માં સંગ્રહાતી ઉર્જા \(\mathrm{C}_{1}\) માં સંગ્રહાતી ઉર્જા કરતાં \(4\) ગણી હોય છે જો આ બંને કેપેસીટરને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસીટન્સ કેટલો થાય? 2020 મધ્યમ
  14. 164. દસ વિદ્યુતભારને \(R\) ત્રિજ્યાના વર્તુળ પર સમાન કોણીય અંતરે મૂકેલા છે. વિધુતભાર \(1,3,5,7,9\) પાસે \((+q)\) અને વિધુતભાર \(2,4,6,8,10\) પાસે \((-q)\) વિધુતભાર છે તો વર્તુળના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન 2020 અઘરું
  15. 165. એક \(C\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને \(V _{0}\) જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડીને ચાર્જ કરેલ છે, પછી તેને સ્ત્રોતથી અલગ કરી બીજા \(\frac{ C }{2} \) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. બંને કેપેસીટર પર વિજભારના વિતરણની પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો વ્યય \(.........\;CV _{0}^{2}\) જેટલો હશે? 2020 અઘરું
  16. 166. એક \(m\) દળ અને \(q\) વિજભાર ધરાવતો કણ \(x-\)દિશામાં પ્રવર્તતા \(E = E _{0}\left(1- ax ^{2}\right)\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં છે, જ્યાં \(a\) અને \(E _{0}\) અચળાંક છે. શરૂઆતમાં \(x=0\) સ્થાન આગળ કણ સ્થિર છે. શરૂઆત શિવાય ઉગબિંદુથી કણ કયા સ્થાને હશે ત્યારે તેની ગતિઉર્જા શૂન્ય થશે?  2020 અઘરું
  17. 167. એક સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટની લંબાઈ \(l\) અને પહોળાઈ \(w\) અને બે પ્લેટ વચ્ચેનું અંતર \(d\) છે. તેને \(V\) \(emf\) ધરાવતી બેટરી સાથે જોડેલ છે. \(d\) જાડાઈ અને \(k =4\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો એક સ્લેબ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે છે સ્લેબને પ્લેટની અંદર કેટલી લંબાઈ સુધી દાખલ કરવો જોઈએ કે જેથી કેપેસીટરમાં સંગ્રહ પામતી ઉર્જા શરૂઆતની સંગ્રહિત ઉર્જા કરતાં બમણી થાય? 2020 અઘરું
  18. 168. હાઇડ્રોજન અયન અને એક આયનીય હીલિયમ અણુને સ્થિર સ્થિતિમાંથી સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે, તો હાઇડ્રોજન અને હીલિયમની અંતિમ ઝડપનો ગુણોત્તર લગભગ કેટલો હશે? 2020 મધ્યમ
  19. 169. નીચે દર્શાવેલ પરિપથ માં કુલ વિજભાર \(750\, \mu C\) અને \(C _{2}\) કેપેસીટર વચ્ચેનો વૉલ્ટેજ \(20\, V\) છે, તો \(C _{2}\) કેપેસીટર પરનો વિજભાર (\(\mu C\) માં) કેટલો હશે?
    2020 મધ્યમ
  20. 170. \(R\) અને \(4 R\) ત્રિજયાના સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચ પર અનુક્રમે \(Q _{1}\) અને \(Q _{2}\) વિજભાર છે. બંને સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો તેમના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(V ( R )- V (4 R )\) કેટલો હશે? 2020 મધ્યમ
  21. 171. \(R\) ત્રિજ્યા ધરાવતા ધન ગોળા માં \((Q+q)\) વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. તળીયે થી \(m\) દળનો \(q\) વિધુતભાર ધરાવતો કણ શિરોલંબ ગુરુતવાકર્ષણ ની અસર નીચે મુક્ત પતન કરે છે. તે શિરોલંબ \(y\) અંતર કાપે ત્યારે તેનો વેગ \(V\) કેટલો હશે.
    2020 અઘરું
  22. 172. સમાંતર પ્લેટ કેપેસીટરમાં \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટોને એકબીજાથી \(d\) અંતરે મૂકેલી છે.તેમની વચ્ચે ડાઈઇલેક્ટ્રિક ભરવામાં આવે છે જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક \(\mathrm{k}(\mathrm{x})=\mathrm{K}(1+\alpha \mathrm{x})\) મુજબ ફરે છે. જ્યાં \(\mathrm{x}\) એ એક પ્લેટથી અંતર છે.જો \((\alpha \text {d)}<<1,\) હોય તો તંત્રનું કુલ કેપેસીટન્સ ક્યાં સૂત્ર વડે આપી શકાય? 2020 અઘરું
  23. 173. \(x-\)અક્ષ પર \('a'\) અંતરે બે બિંદુવત ડાઈપોલ \(\overrightarrow{p}_{1}= p\hat i\) અને \(\overrightarrow{p}_{2}=- p\hat i\) ને મૂકેલા છે. તેમને મુક્ત કરતા તે \(x-\) અક્ષ પર ગતિ કરે છે. ડાઈપોલ દળ \(m\) છે તેમની વચ્ચેનું અંતર અનંત થાય ત્યારે તેમની ઝડપ 2020 મધ્યમ
  24. 174. \(x-\)અક્ષ પર \(4 q\) અને \(-q\) વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભાર \(x=-\frac{d}{2}\) અને \(x=\frac{d}{2}\) સ્થાને જડેલ છે. જો ત્રીજા \('q'\) જેટલા બિંદુવત વિજભારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમબિંદુથી \(x = d\) સુધી અર્ધવર્તુળાકાર માર્ગ પર લઈ જવામાં આવે છે. તો તે દરમિયાન વિજભારની ઉર્જા.... 
    2020 અઘરું
  25. 175. \(1\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટર ની એક પ્લેટ \(+2\,\mu C\) વિજભારે અને બીજી પ્લેટ \(+4\,\mu C\) વિજભારે હોય તો તે બે પ્લેટ વચ્ચે કેટલા ......\(V\) વિદ્યુતસ્થિમાનનો તફાવત ઉત્પન્ન થશે? 2019 મધ્યમ
  26. 176. \(12\,pF\) કેપેસિટન્સ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને એક બેટરી વડે તેની બે પ્લેટો વચ્ચે \(10\, V\) વિજસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. આ ચાર્જિંગ બેટરીને દૂર કરીને એક પોર્સેલિનના ચોસલા કે જેનો પરાવૈધૃતાંક (dielectric constant) \(6.5\) છે તેને આ બે પ્લેટો વચ્ચે સરકાવવામાં આવે છે. આ કેપેસિટર વડે ચોસલા પર કેટલા .......\(pJ\) કાર્ય થશે? 2019 અઘરું
  27. 177. \(5\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર \(5\,\mu C\) વિદ્યુતભાર છે.જો કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારીને તેનું કેપેસીટન્સ \(2\,\mu F\) કરવા માટે કેટલુ કાર્ય કરવું પડે? 2019 મધ્યમ
  28. 178. \(a\) બાજુવાળી ચોરસ પ્લેટોને \(d\) અંતરે રાખી એક સમાંતર પ્લેટ કેપેસિટર બનાવવામાં આવે છે \((d < < a)\) અને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અવાહક એવી રીતે ભરવામાં આવે છે કે જેથી નીચેનો ત્રિકોણ \(K\) જેટલા પરાવૈદ્યુતાંક \((dialectric)\) ધરાવતા અવાહકથી ભરેલો છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ __________ છે.
    2019 અઘરું
  29. 179. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કળ \(S\) ને સ્થિતિ \(A\) થી સ્થિતિ \(B\) માં ફેરવ્યા બાદ કેપેસિટર \(C\) અને કુલ વિદ્યુત ભાર \(Q\) ના પદોમાં આ પરિપથમાં કેટલી ઊર્જાનો વ્યય થશે?
    2019 અઘરું
  30. 180. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(L\) લંબાઈ ધરાવતા લોલકને \(E\) વિદ્યુતક્ષેત્ર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટર વચ્ચે મૂકેલું છે.તેનું દળ \(m\) અને વિદ્યુતભાર \(q\) હોય તો લોલકનો આવર્તકાળ કેટલો થશે?
    2019 અઘરું
  31. 181. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ વિદ્યુતભાર મૂકેલા છે જો \(D > > d\) હોય તો તંત્રનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે?
    2019 અઘરું
  32. 182. આપેલ આલેખ _____ નો ફેરફાર  (કેન્દ્રથી \(r\) અંતર સાથે) દર્શાવે છે.
    2019 અઘરું
  33. 183. આપેલ પરિપથમાં \(4\, \mu F\) કેપેસીટર પર કેટલો .......\(\mu C\) વિદ્યુતભાર હશે?
    2019 અઘરું
  34. 184. અવકાશમાં બિંદુ \(P\) આગળ \(1\,\mu C\) વિદ્યુતભાર ધરાવતો કણ \(A\) છે \(P\) બિંદુથી \(1\,mm\) દૂર \(4\,\mu g\) દળ અને \(A\) જેટલો વિદ્યુતભાર ધરાવતો કણ \(B\) છે.જો \(B\) ને મુક્ત કરવામાં આવે તો \(P\) થી \(9\,mm\) તેનો અંતરે તેનો વેગ કેટલો થશે? [ \(\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {10^9}\,N{m^2}{C^{ - 2}}\) ] 2019 અઘરું
  35. 185. બે હવા ભરેલા ભરેલા \(C\) અને \(nC\) કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને \(V\) વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે.જ્યારે કેપેસીટર સંપૂર્ણ રીતે ચાર્જ થાય ત્યારે બેટરી દૂર કરીને પહેલા કેપેસીટરની પ્લેટ વચ્ચે \(K\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.હવે આ તંત્રનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય? 2019 અઘરું
  36. 186. બે સમાન સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ \(C\) જેમની પ્લેટના આડછેડનું ક્ષેત્રફળ \(A\) અને તે \(d\) અંતરે છે .આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે ત્રણ સમાન જાડાઈ ધરાવતા ડાયઈલેક્ટ્રિક જેના ડાયઈલેક્ટ્રિક અચળાંક \(K_1\) , \(K_2\) અને \(K_3\) ને ભરેલા છે. આ બંને કેપેસીટર પર સમાન વૉલ્ટેજ \(V\) લગાવવામાં આવે તો તેમાં સંગ્રહ થતી ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    2019 અઘરું
  37. 187. બે વિદ્યુત દ્વિધ્રુવી \(A\) અને \(B\) ની દ્વિધ્રુવી ચાકમાત્રા અનુક્રમે \(\overrightarrow {{d_A}}  =  - 4\,qa\,\hat i\) અને \(\overrightarrow {{d_B}}  =  2\,qa\,\hat i\), અને તેમની વચ્ચેનું અંતર \(R\) છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(x-\)અક્ષની દિશામાં મુકેલ છે. દ્વિધ્રુવી \(A\) થી કે જ્યારે બન્ને દ્વારા ઉત્પન સ્થિતિમાન સમાન થાય તે અંતર કેટલુ હશે
    2019 અઘરું
  38. 188. ચાર સમાન વિદ્યુતભારો \(Q\) ને \(xy\) સમતલમાં \((0, 2), (4, 2), (4, -2)\) અને \((0, - 2)\) બિંદુઓ પર મુકવામાં આવેલ છે. આ તંત્રના ઉગમ બિંદુ પર પાંચમા વિધુતભાર \(Q\) ને મુકવા જરૂરી કાર્ય ________ છે. 2019 અઘરું
  39. 189. ચોરસ પ્લેટના એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર પરાવૈદ્યુત દ્રવ્ય કે જેમના પરાવૈદ્યુતાંક \(K_1, K_2,K_3, K_4\) છે. તેમનાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલ છે. અસરકારક પરાવૈધૃતાંક \(K\) _____ હશે.
    2019 અઘરું
  40. 190. દર્શાવેલ પરિપથનો અસરકારક સંઘારતા (કેપેસિટન્સ) \(0.5\,\mu F\) હોય તો \(C\) કેટલો હશે? પરિપથમાં દર્શાવેલ તમામ મૂલ્ય \(\mu F\) માં છે.
    2019 અઘરું
  41. 191. એક સમાંતર પ્લેટ કે પેસિટરનું ક્ષેત્રફળ \(6\, cm^2\) અને પ્લેટો વચ્ચેનું અંતર \(3\,mm\) છે. \(K_1 =10, K_2 =12, K_3 =14\) જેટલો પરાવૈધૃતાંક (ડાયઇલેક્ટ્રિક અચળાંક) ધરાવતા અને સમાન જાડાઇ ધરાવતા અવાહક પદાર્થની મદદથી બે પ્લેટો વચ્ચેના ગેપને ભરવામાં આવે છે (આકૃતિ જુઓ). જ્યારે અવાહકને પૂર્ણ તરીકે કેપેસિટરમાં દાખલ કરવામાં આવે અને જો સમાન કેપેસિન્ટસ (સંઘારક્તા) મળે તો પદાર્થનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે.
    2019 અઘરું
  42. 192. એક સમદ્ધિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિજભારો \(Q, +q\) અને \(+q\) ને નીચે આકૃતિમાં બતાવ્યા મુજબ ગોઠવેલ છે. આ સંરચનાની ચોખ્ખી સ્થિત વિદ્યુત ઊર્જા શૂન્ય હોય કે જ્યારે \(Q\) નું મૂલ્ય ____  હશે.
    2019 અઘરું
  43. 193. એક વિદ્યુત્ત દ્વિધ્રુવીને \(1000 \,V/m\) વિદ્યુત્તક્ષેત્ર \(45^o\) ના ખુણે આપવામાં આવે છે. વિદ્યુત દ્વિધ્રુવી ચાકમાત્રા \(10^{-29}\,C.m\) છે. આપવામાં આવેલ વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત દ્વિધ્રુવી ની સ્થિતિઉર્જા કેટલી હશે? 2019 મધ્યમ
  44. 194. એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\vec E = (Ax + B)\hat i\) \(N\,C^{-1}\) મુજબ પ્રવર્તે છે જ્યાં \(x\) મીટરમાં છે અચળાંકો \(A = 20\, SI\, unit\) અને \(B = 10\, SI\, unit\) છે.જો \(x =1\) આગળ વિદ્યુતસ્થિતિમાન \(V_1\) અને \(x = -5\) આગળ વિદ્યુતસ્થિતિમાન \(V_2\) હોય તો \(V_1 -V_2\) કેટલા ......\(V\) થશે? 2019 મધ્યમ
  45. 195. એકસમાન રેખીય ઘનતા ધરાવતા તારથી \(r_0\) અંતરે એક બિંદુવત ધન વિજભારને મુક્ત કરવામાં આવે છે.આ બિંદુવત વિજભારનો વેગ \((v)\) તાત્ક્ષણિક અંતર \(r\) પર કેવી રીતે આધાર રાખે?
    2019 અઘરું
  46. 196. એકસમાન વિદ્યુતભાર \(q\) અને \(3a\) ત્રિજ્યા ધરાવતી રિંગને \(x-y\) સમતલમાં ઉગમબિંદુ પર મૂકેલી છે.બિંદુવત વિજભાર \(q\) રિંગ તરફ \(z-\) દિશામાથી આવે છે જેનો \(z = 4a\) એ વેગ \(v\) છે.\(v\) નું ન્યુનત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી તે ઉગમબિંદુમાથી પસાર થાય? 2019 અઘરું
  47. 197. કેપેસીટરના શ્રેણી અને સમાંતર જોડાણ માટે \(q\) વિરુદ્ધ \(V\) નો આલેખ આપેલ છે.તો આ કેપેસીટરના મૂલ્યો....
    2019 અઘરું
  48. 198. કોઈ સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ \(1\, m^2\) અને તેમની વચ્ચેનું અંતર \(0.1\, m\) છે. જો બે પ્લટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર \(100 \,N/C\) હોય તો દરેક પ્લેટ પરના વિધુતભારનું મૂલ્ય કેટલું થશે? 2019 મધ્યમ
  49. 199. નીચે દર્શાવેલ આકૃતિમાં \(10 \,\mu F\) ના કેપેસિટરની ડાબી બાજુની પ્લેટ પર \(-30\, \mu F\) વિજભાર છે. \(6\, \mu F\) ના કેપેસિટરની જમણી બાજુની પ્લેટ પર નો વિજભાર.....\(\mu C\)
    2019 અઘરું
  50. 200. \(Q\) વિજભાર ધારવતો વાહક ગોળો વિજભાર રહિત પોલા ગોળા વડે ઘેરાયેલો છે.વાહક ગોળા અને પોલા ગોળાની સપાટી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(V\) છે.હવે જો પોલા ગોળાને \(-4\, Q\) જેટલો વિજભાર આપવામાં આવે તો અ બંને સપાટી વચ્ચેનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા........\(V\)  થાય? 2019 અઘરું