STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ ના બધા પ્રશ્નો
નવા પહેલા232 માંથી 101–150 પ્રશ્નો
- 101. \(27\) એક સમાન બુંદોને દરેકને \(22 \,V\) થી વિદ્યુત ભારીત કરવામાં આવે છે. તેઓ સંયોજાઈને એક મોટું બુંદ બનાવે છે. મોટાં બુંદનું સ્થિતિમાન.......\(V\) થશે. 2022 મધ્યમ
- 102. \(30 \pi \,cm ^{2}\) જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને જેમની વચ્ચે \(1 \;mm\) જેટલું અંતર હોય તેવી બે તક્તિની મદદ થી એક સમાંતર પ્લેટ સંધારક બનાવવામાં આવે છે. પ્લેટોની વચ્ચે \(3.6 \times 10^{7} \;Vm ^{-1}\) જેટલી ડાયઈલેક્ટ્રિક પ્રબળતતા (strength) ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે છે. ડાયઈલેટ્રિક બ્રેકડાઉન ના થાય તે રીતે સંધારક ઉપર સંગ્રહ કરી શકાતો મહત્તમ વિધુતભાર જો \(7 \times 10^{-6}\; C\) હોય, તો પદાર્થનો ડાયઈલેક્ટ્રિક અચળાંક મૂલ્ય........હશે. \(\left[\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\right] \) નો ઉપયોગ કરો 2022 મધ્યમ
- 103. \(4\,cm\) જેટલી પ્લેટોની પહોળાઈ, લંબાઈ \(8\,mm\), અને બે પ્લેટો વરચેનું અંતર \(4\,mm\) હોય તેવા સમાંતર પ્લેટ સંઘારકને \(20\,V\) ની બેટરી સાથે જોડવામાં આવે છે. \(5\) જેટલો ડાયઈલેક્ટિક્ર અચળાંક ધરાવતો અને \(1\,cm\) લંબાઈ, \(4\,cm\) પહોળાઈ અને \(4\,mm\) જાડાઈ ધરાવતા ડાયઈલેક્ટ્રિક માધ્યમને સંઘારકની પ્લેટોની વરચે દાખલ કરવામાં આવે છે. આ તંત્ર માટે સ્થિત વિદ્યુત ઊર્જા \(........\varepsilon_0 J\) થશે.(જ્યાં \(\varepsilon_0\) શુન્યાવકાશની પરમીટીવીટી છે) 2022 મધ્યમ
- 104. \(5 \,\mu F\) ના મૂલ્યના એક સંઘારકને \(C _{1} 30 \,V\) ના સ્થિતિમાન થી બેટરી વડે વીજભારિત કરવામાં આવે છે. ત્યારબાદ બેટરીને દૂર કરવામાં આવે છે એ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બીજા \(10 \,\mu F\) ના અવિદ્યુતભારિત સંઘારક સાથે જોડવામાં આવે છે. જ્યારે કળ બંધ હોય છે ત્યારે સંધારક વચ્ચે વીજભારનું વહન થાય છે. સંતુલન સમયે, બીજા સંઘારક \(C _{2}\) પરનો વિદ્યુતભાર ........... \(\mu C\) હશે.
2022 અઘરું - 105. \(5\,mm\) અને \(10\,mm\) ત્રિજ્યાઓ ધરાવતા અને નિયમિત વિદ્યુતભારીત બે નળાકારીય સુવાહકો \(A\) અને \(B\) ને \(2\,cm\) અંતરે છૂટા પાડેલા છે. જો ગોળાઓને એક સુવાહક તાર વડે જોડવામાં આવે તો, સંતુલન અવસ્થામાં ગોળા \(A\) અને \(B\) ની સપાટી ઉપર વિદ્યુતક્ષેત્રનાં :મૂલ્યોનો ગુણોત્તર \(.......\) થશે. 2022 મધ્યમ
- 106. \(A\) જેટલો પ્લેટનું ક્ષેત્રફળ, પ્લેટો વચ્યેનું અંતર \(d =2 \,m\) ધરાવતા એક સમાંતર પ્લેટ સંધારકની સંધારકતા \(4 \,\mu F\) છે. જો પ્લેટો વચ્ચેના અડધા વિસ્તારને \(K =3\) જેટલો ડાયઈલેકટ્રીક ધરાવતા અવાહક માધ્યમથી ભરવામાં આવે (આફૃતિ જુઓ) તો આ તંત્રની નવી સંધારકતા ......... \( \mu F\) થશે.
2022 અઘરું - 107. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(15 \,\mu F\) ના સંધારક પરનો વિદ્યુતભાર ............ \(\mu c\) હશે.
2022 મધ્યમ - 108. આપેલ આકૃતિમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચે સમતુલ્ય સંધારકતા........... \(\mu F\) છે
2022 અઘરું - 109. બે ધાત્વીય તક્તિમાં એક સમાંતર પ્લેટ સંધારક રચે છે. બે પ્લટો વચ્યેનું અંતર ' \(d\) ' છે. સમાન ક્ષેત્રફળ ધરાવતી અને \(\frac{d}{2}\) જેટલી જાડાઈ ધરાવતી ધાતુનાં પૃષ્ઠની પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે છે. આ બંને કિસ્સા (એટલે કે ધાતુના પૃષ્ઠ સાથે અને ધાતુ પૃષ્ઠ વગર) માટે સંધારકતાનો ગુણોત્તર કેટલી થશે \(?\) 2022 મધ્યમ
- 110. બે જુદા-જુદા ડાયઈલેક્ટ્રિક પદાર્થો અને જુદી-જુદી જડાઈ ( \(t _1\) અને \(\left.t _2\right)\) ના બનેલું એક સંયુક્ત સમાંતર પ્લેટ સંઘારક આકૃતિમાં દર્શાવેલ છે. બે જુદા-જુદા ડાયઈલેક્ટ્રિક પદાર્થોને એક સુવાહક પાતળા સ્તર \((foil)\) \(F\) વડે છૂટા પાડેલા છે. સુવાહક \(foil\) નો વોલ્ટેજ \(............V\) હશે.
2022 અઘરું - 111. બે સમાન અને \(50 \,pF\) સંઘારકતા ધરાવતા સંઘારકમાંથી કોઈ એકને \(100 \,V\) ના ઉદગમ વડે વીજભારિત કરવામાં આવે છે. તેને પછી બીજા અવિદ્યુતભારિત સંધારક સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં સ્થિતવિદ્યુત ઉર્જાનો વ્યય .............\(nJ\) થશે. 2022 અઘરું
- 112. બે સમાન પાતળી ધાત્વીય પ્લેટ પર અનુક્રમે \(q_1\) અને \(q_2\) જેટલો અનુક્રમે વીજભાર છે, કે જેથી \(q_1 > q_2\) છે. બંને પ્લેટોને એકબીજાથી નજીક લાવીને \(C\) જેટલી સંધારકતા ધરાવતું સંધારક બનાવવામાં આવે છે, તો તેમની વચ્ચે સ્થિતિમાનનો તફાવત \(....\) હશે. 2022 મધ્યમ
- 113. બે સંઘારકો \(C _{1}\) અને \(C _{2}\) ને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવેલા છે. પ્રારંભમાં સંધારક \(C _{1}\) ને \(V\) વોલ્ટના સ્થિતિમાન તફવત થી બેટરી વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. હવે બેટરી દ્દૂર કરવામાં આવે છે અને આ રીતે વિદ્યુતભારિત \(C_{1}\) સંધારકને કળ \(S\) બંધ કરીને અવીજભારિત \(C_{2}\) સંધારક સાથે જોડવામાં આવે છે. સંતુલન સ્થિતિ મેળવ્યા બાદ સંધારક \(C _{2}\) પરનો વીજભાર ........ થશે.
2022 મધ્યમ - 114. \(C\) અને \(3C\) સંધારકતા ધરાવતા બે સમાંતર પ્લેટ સંધારકોને સમાંતરમાં જોડવામાં આવ્યા છે અને \(18\,V\)ના સ્થિતિમાનના તફાવતથી તેમને વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે બેટરીને દૂર કરવામાં આવે છે અને \(C\) સંધારકતા ધરાવતા સંધારકની પ્લેટો વચ્ચેની સંપૂર્ણ જગ્યામાં \(9\) જેટલો ડાયઈલેકટ્રીક વચ્ચેનો અંતિમ સ્થિતિમાનનો તફાવત \(\dots\dots\,V\)છે. 2022 અઘરું
- 115. દર્શાવ્યા અનુસાર \(V\) જેટલો સ્થિતિમાનનો તફાવત ધરાવતા ઉદગમને બે એક સમાન સંધારકો સાથે જોડવામાં આવેલ છે. જ્યારે કળ ' \(K\) ' બંધ હોય છે, ત્યારે આ સંયોજન સમાંતર સંગ્રહિત કુલ ઊર્જા \(E_1\) છે. હવે કળ ' \(K\) ' ને ખોલવામાં આવે છે અને \(5\) જેટલો ડાયઈલેકટ્રીક અચળાંક ધરાવતા ડાયઈલેકટ્રીક માધ્યમને સંધારકોની પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. આ સંયોજનને સમાંતર સંગ્રહ પામતી કુલ ઊર્જા હવે \(E_2\) થાય છે. ગુણોત્તર \(E_1 / E_2 \ldots\) થશે.
2022 અઘરું - 116. દરેક \(40 \,\mu F\) ના બે સંઘારકોને શ્રેણીમાં જોડવામાં આવેલા છે. બે માંથી કોઈ એક સંઘારકને \(K\) જેટલા ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા અવાહક વડે એવી રીતે ભરવામાં આવે છે કે જેથી તંત્રની સમતુલ્ય સંઘારકતા \(24 \,\mu F\) થાય. \(K\) નું મૂલ્ય ......... હશે. 2022 મધ્યમ
- 117. એક સમાંતર પ્લેટ સંધારકને \(10\) જેટલો ડાયઈલેક્ટિક અચળાંક ધરાવતા માધ્યમ થી ભરવામાં આવે છે અને બેટરી સાથે જોડી વીજભારિત કરવામાં આવે છે. આ ડાયઈલેક્ટ્રિક ચોસલાને બીજા \(15\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા ચોસલા વડે બદલવામાં આવે છે. તો સંધારકમાં ઊર્જા ............ 2022 અઘરું
- 118. એક સંધારક \(R\) અવરોધની મદદથી વિદ્યુતભાર રહિત (ડીસ્ચાર્જ) થાય છે. ધારો કે \(t_{1}\) સમયમાં સંધારકમાં સંગ્રહીત ઊર્જા ધટીને તેની પ્રારંભિક મૂલ્ય કરતાં અડધી થાય છે અને \(t _{2}\) સમયમાં સંગ્રહીત વિદ્યુતભાર ધટીને તેનાં પ્રારંભિક મૂલ્ય કરતા આઠમા ભાગનો થાય છે. \(t_{1} / t_{2}\) ગુણોત્તર .............થશે. 2022 અઘરું
- 119. જો અવકાશનાં \((x, y, z)\, m\) બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન \(V=3 x^{2}\) વોલ્ટ વડે આપવામાં આવે છે. \((1, 0,3) \,m\) બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર .............. હશે. 2022 સરળ
- 120. જો સંધારક પરનો વિદ્યુતભાર \(2\, C\) જેટલો વધારવામાં આવે તો તેમાં સંગ્રહીત ઊર્જા \(44\%\) જેટલી વધે છે. સંધારક પરનો મૂળ વિદ્યુતભાર (કુલંબમાં)........હશે. 2022 મધ્યમ
- 121. \(K\) જેટલો ડાયઈલેકિટ્રક અચળાંક ધરાવતા દ્રવ્યના બનેલા એક યોસલાને, સમાંતર પ્લટો ધરાવતા સંધારકની પ્લેટો જેટલું જ ક્ષેત્રફળ છે, અને તેની જાડાઈ \(\frac{3}{4}\) d, જેટલી છે, જયાં \(d\) એ પ્લેટો વચ્ચેનું અંતર છે. જ્યારે પ્લેટોની વચ્ચે યોસલાને દાખલ કરવામાં આવશે ત્યારે સંધારકતા કેટલી થશે ? ( \(C _0=\) જયારે સંધારકની પ્લેટો વચ્યેનું માધ્યમ હવા હોય, ત્યાર ની સંધારકતા.) 2022 અઘરું
- 122. \(\alpha-\)કણ અને એક પ્રોટોનને સમાન સ્થિતિમાનના તફાવતથી વિરામ સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. બંને દ્વારા પ્રાપ્ત કરેલ રેખીય વેગમાનોનો ગુણોત્તર \(..........\) થશે. 2022 મધ્યમ
- 123. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. વિધાન \(I\) : વાહકની સપાટી ઉપર અને અંદરના ભાગમાં વિદ્યુતસ્થિતિમાન અચળ હોય છે. વિધાન \(II :\) વિજભારિત સુવાહકની તરત જ બહારના ભાગ આગળ દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો : 2022 મધ્યમ
- 124. \(R _1\) ત્રિજ્યાના અલગ કરેલા સંધારકની સંધારકતા \(n\) ગણી વધી જાય છે જ્યારે તેને \(R _2\) ત્રિજ્યા ધરાવતા અને પૃથ્વી સાથે જોડેલા \((grounded)\) સમકેન્દ્રીય ગોળામાં મૂકવામાં આવે છે. તેમની ત્રિજ્યાઆનો ગુણોત્તર \(\left(\frac{R_2}{R_1}\right) \ldots\) થશે. 2022 અઘરું
- 125. સીડીના આકારમાં એક સંધારકની રચના કરવામાં આવે છે. જેમાં દરેક સીડીનું ક્ષેત્રફળ \(A\) છે. (આકૃતિ જુઓ). આ રચનાની સંધારકતા \(\frac{x}{15} \frac{\varepsilon_{0} A }{ b }\) છે. \(x\) નું મૂલ્ય .......... હશે.
2022 અઘરું - 126. સમાંતરમાં જોડેલા સંઘારકો \(C _1=1\,\mu F , C _2=2\,\mu F , C _3=4\,\mu F\) અને \(C _4=3\,\mu F\) નાં તંત્રમાં કુલ વિદ્યુતભાર \(....... \mu C\) હશે.(આ સંયોજનને \(20\,V\) ની બેટરી જોડેલ છે તેમ ધારો) 2022 મધ્યમ
- 127. વિદ્યુતભારિત સંધારકની બે પ્લેટો વચ્ચે રહેલા વિદ્યુતભારિત કણ પર \(10 \,N\) નું બળ લાગે છે. ને સંધારકની કોઈ એક પ્લેટ દૂર કરવામાં આવે તો તે કણ ઉપર લાગતું બળ .......... \(N\) 2022 મધ્યમ
- 128. \(100\, m ^{2}\) ક્ષેત્રફળ અને \(10\, m\) બે પ્લેટ વચ્ચેનું અંતર ધરાવતાં સમાંતર પ્લેટ કેપેસિટર છે,તેમાં \(5\,m\)માં ડાઇઇલેક્ટ્રીક અચળાંક \(10\) ધરાવતા ડાઇઇલેક્ટ્રીક મુક્તા નવા કેપેસિટન્સ \('x'\) \(pF\) હોય તો \('x'=.......\) 2021 અઘરું
- 129. \(100\, W\) બલ્બથી \(3\;m\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા \(E\) છે. \(60\, W\) બલ્બથી \(3\;m\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા \(\sqrt{\frac{x}{5}} E\) હોય તો તો \(x\)નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
- 130. \(14\, pF\) કેપેસિટરને \(V =12\, V\)ની બેટરી સાથે લગાવેલ છે.બેટરી દૂર કરીને ડાઇઇલેક્ટ્રીક \(k =7\)થી કેપેસિટરને ભરતા તેની ઊર્જામાં થતો ફેરફાર \(..........pJ\) થાય. 2021 મધ્યમ
- 131. \(2 {C}\) અને \({C}\) જેટલુ કેપેસીટર ધરાવતા બે કેપેસીટન્સને સમાંતરમાં જોડી \(V\) જેટલા સ્થિતિમાનથી વિદ્યુતભારિત કરવામાં આવે છે. બેટરી દૂર કરી \(C\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને \(K\) જેટલો ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી સંપૂર્ણ પણે ભરવામાં આવે છે. હવે કેપેસીટરનો સમાંતર સ્થિતિમાનનો તફાવત ............ થશે. 2021 મધ્યમ
- 132. \(2\, \mu F\) વાળા \(C _{1}\) કેપેસીટરને \(10\, V\) ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ બેટરી દૂર કરીને \(8\, \mu F\) વાળા \(C _{2}\) કેપેસીટરને \(C _{1}\) સાથે જોડવામાં આવે છે. તો સંતુલન સમયે \(C _{2}\) કેપેસીટર પરનો વિદ્યુતભાર ............ \(\mu C\) હશે?
2021 અઘરું - 133. \(200 \,\mu {F}\) ના સમાંતર પ્લેટ કેપેસીટરને \(200 \, {V} \) ની બેટરી સાથે જોડેલ છે. બેટરીને જોડેલી રાખીને \(2\) ડાઈઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઈઈલેક્ટ્રિકને બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે છે. કેપેસીટરની વિદ્યુતઊર્જામાં થતો ફેરફાર (\(J\) માં) કેટલો હશે? 2021 અઘરું
- 134. \(27\) એકસમાન પારાના દરેક ટીપાને \(10\, V\) પર જાળવી રાખવામાં આવ્યા છે. આ બધાજ ગોલીય ટીપાં સંયોજાઈને એક મોટું ટીપું રચે છે. મોટા ટીપાની સ્થિતિ ઊર્જા , એક નાના ટીપા કરતા ..... ગણી હશે. 2021 અઘરું
- 135. \(3\, \mu F\) કેપેસિટર પર \(30\, \mu C\) વિધુતભાર છે,\(t =0\) સમયે કળ બંધ કરતાં \(5\, M \Omega\)માંથી પસાર થતો પ્રવાહ \('x'\) \(\mu-A\) હોય તો \('x' \,=.........\)
2021 મધ્યમ - 136. \(4\, \mu\, {F}\) કેપેસીટર પરના વિદ્યુતભારની (\(\mu {C}\) માં) ગણતરી કરો. બેટરીનો આંતરિક \(1\, \Omega\) છે
2021 અઘરું - 137. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાંતર વાહક પ્લેટોની મદદથી મળતા વિદ્યુતક્ષેત્રમાં \(m\) દળ ધરાવતું, \(l\) લંબાઈ ધરાવતું અને \(+q\) વિદ્યુતભાર ધરાવતા એક સાદા લોલકને લટકાવેલ છે. તો સંતુલિત સ્થિતિમાં સાદા લોલકનું વિચલન ......... થશે?
2021 અઘરું - 138. બે એકસમાન સંઘારકોને(કેપેસીટર) પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે છે. આ બે કિસ્સાઓમાં સમતુલ્ય સંઘારક્તાઓનો(કેપેસીટન્સ) ગુણોત્તર .......... હશે. 2021 મધ્યમ
- 139. બે પ્લેટ વચ્ચેનું અંતર \(d\) ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરમાં \(\frac{3}{4} d\) જાડાઈ અને \(K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો સ્લેબ મૂકવામાં આવે છે તો નવો કેપેસીટન્સ \((C')\) અને જૂના કેપેસીટન્સ \(\left( C _{0}\right)\) વચ્ચેનો સંબંધ શું થશે? 2021 મધ્યમ
- 140. ધારો કે બે સંધારકોનાં (કેપેસીટરના) સંયોજન \(C_1\) અને \(C_2\) માટે \(C_2 > C_1\) છે, જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે તેમની સમતુલ્ય સંધારકતાં શ્રેણી જોડાણની સમતુલ્ય સંધારકતાં કરતાં \(\frac{15}{4}\) ગણી છે. સંધારકોનો ગુણોત્તર \(\frac{ C _{2}}{ C _{1}}\) ગણો. 2021 અઘરું
- 141. દર્શાવેલ આકૃતિમાં, સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટોની વચ્ચે ડાઈઇલેક્ટ્રિક (માધ્યમના) સંયોજન બનાવીને એક કેપેસીટર રચવામાં આવેલ છે. આ રીતે બનાવેલ કેપેસીટરના કેપેસીટન્સનું સૂત્ર ......... થશે. (પ્લેટનું ક્ષેત્રફળ \(=A\) છે)
2021 મધ્યમ - 142. એક કેપેસીટરનું કેપેસીટન્સ \(C=1\, \mu \,{F}\) છે તેને \(100\, volt\) ની બેટરી સાથે \({R}=100\, \Omega\) થકી એકદમ જોડવામાં આવે છે. \(....\,\times \,10^{-4}\,s.\) સમય બાદ કેપેસીટર \(50 \,{V}\) સુધી વિજભારિત થશે? [\(\ln 2=0.69\) લો]
2021 મધ્યમ - 143. એક સમાંતર પ્લેટ કેપેસીટરના \(A\) પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ એકબીજાથી \(d\) જેટલા અંતરથી અલગ કરેલ છે. \(\frac A2\)ક્ષેત્રફળ અને \(\frac d2\) જાડાઈ ધરાવતા બે \({K}_{1}\) અને \({K}_{2}\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા સ્લેબને પ્લેટો વચ્ચે જગ્યામાં દાખલ કરવામાં આવે છે. તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું થશે?
2021 અઘરું - 144. એક સમાંતર પ્લેટ સંઘારક (કેપેસીટર) સંરચનામાં, સંઘારકની પ્લેટનું ક્ષેત્રફળ \(2 \,m ^{2}\) અને તેમની વચ્ચેનું અંતર \(1\, m\) છે. જો પ્લેટો વચ્ચેની જગ્યા \(0.5\, m\) જાડાઈ અને \(2\, m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતા (આકૃત્તિ જુઓ) ડાયઈલેક્ટ્રિક (અવાહક) પદાર્થ દ્વારા ભરવામાં આવે તો આ સંરચનાની સંઘારતા (કેપેસીટન્સ) ...... .........\(\, \varepsilon_{0}\) થશે. (પદાર્થનો ડાયઈલેક્ટ્રીક અચળાંક \(=3.2\)) (નજીકત્તમ પૂર્ણાંકમાં ગણો)
2021 અઘરું - 145. એક વીજ પરિપથમાં \(20\, C\) વીજભારનું નિશ્ચિત સમયમાં વહન કરવા માટે બેટરી જોડવામાં આવે છે. બેટરીની પ્લેટ વચ્ચે \(15\, V\) વીજ સ્થિતીમાનનો તફાવત જાળવી રાખવામાં આવે છે. બેટરી દ્વારા થયેલ કાર્ય ..........\(J\) છે. 2021 સરળ
- 146. એકબીજાથી \(s\) અંતરે રહેલ બે પાતળી \(a\) ત્રિજયાની સમઅક્ષીય રિંગ પર \(+{Q}\) અને \(-{Q}\) વિદ્યુતભાર છે. બે રિંગના કેન્દ્રો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો કેટલો થાય? 2021 અઘરું
- 147. જો \({q}_{{f}}\) એ કેપેસિટર પ્લેટો પરનો મુક્ત વિદ્યુતભાર અને \({q}_{{b}}\) એ કેપેસિટર વચ્ચે મૂકવામાં આવેલા ડાઇલેક્ટ્રિક અચળાંક \(k\) ના ડાઇલેક્ટ્રિક ચોચલા પરનો બાઉન્ડ ચાર્જ હોય, તો બાઉન્ડ ચાર્જ \(q_{b}\) ને કઈ રીતે દર્શાવાય? 2021 અઘરું
- 148. કેપેસીટરને \(10\, \Omega\) ના અવરોધ દ્વારા \(20\, {V}\) ની બેટરી સાથે જોડેલ છે. એવું જાણવા મળ્યું છે કે કેપેસિટર પરનો વોલ્ટેજ \(1\, \mu {s}\) માં \(2\, {V}\) જેટલો વધે છે. કેપેસીટર પરનો કેપેસીટન્સ (\(\mu {F}\) માં) કેટલો હશે? આપેલ : \(\ln \left(\frac{10}{9}\right)=0.105\) 2021 અઘરું
- 149. કેપેસીટરની બે સમાંતર પ્લેટ વચ્ચે \('\alpha'\) કોણ રચાય તે પ્રમાણે \(K _{1}\) ગતિ ઊર્જા ધરાવતો ઈલેક્ટ્રોન બંને પ્લેટની વચ્ચે પ્રવેશે છે. તે પ્લેટોને \(K _{2}\) જેટલી ગતિ ઊર્જા સાથે \(' \beta '\) કોણે છોડે છે. તો ગતિ ઊર્જાનો ગુણોત્તર \(K _{1}: K _{2} ......\) થશે. 2021 અઘરું
- 150. \(l=2\, cm\) લંબાઈ અને \(b =\frac{3}{2}\, cm\) પહોળાઈ ધરાવતી ચાર સમાન લંબચોરસ પ્લેટને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. \(A\) અને \(C\) વચ્ચે સમતુલ્ય કેપેસીટન્સ \(\frac{ x \varepsilon_{0}}{ d } \) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે
2021 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.