STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ ના બધા પ્રશ્નો
નવા પહેલા232 માંથી 201–232 પ્રશ્નો
- 201. સમાંતર પ્લેટ કેપેસીટરની વૉલ્ટેજ રેટિંગ \(500\,V\) છે. તેનું ડાયઈલેક્ટ્રિક મહત્તમ \({10^6}\,\frac{V}{m}\) જેટલું વિદ્યુતક્ષેત્ર ખમી શકે.પ્લેટનું ક્ષેત્રફળ \(10^{-4}\, m^2\) છે. જો કેપેસીટરનો કેપેસીટન્સ \(15\, pF\) હોય તો તેનો ડાયઈલેક્ટ્રિક અચળાંક કેટલો હશે ? ( \({ \in _0} = 8.86 \times {10^{ - 12}}\,{C^2}\,/N{m^2}\)) 2019 અઘરું
- 202. ઉગમબિંદુ પર એક બિંદુવત ડાયપોલ \(\vec p = - {p_0}\hat x\) છે. ડાયપોલના કારણે \(y-\) અક્ષ પર \(d\) અંતરે વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે કેટલું થશે?(અનંત અંતરે \(V = 0\)) 2019 મધ્યમ
- 203. વિધુતભાર \(Q\) ને \(a, b, c (a < b < c)\) ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રિય ગોલીય કવચો પર એવી રીતે વહેંચવામાં આવેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા એક બીજા જેટલી સમાન થાય. તેમના સામાન્ય કેન્દ્રથી \(r\) અંતરે રહેલા બિંદુ, જ્યાં \(r < a\), આગળ કુલ સ્થિતિમાન કેટલું હશે? 2019 અઘરું
- 204. \(200\,cm^2\) ક્ષેત્રફળ અને \(1.5\,cm\) દૂર રાખેલી બે પ્લેટ સમાંતર પ્લેટ કેપેસીટર તરીકે વર્તે છે જેને \(V\;emf\) જેટલી બેટરી સાથે જોડેલ છે. જો બંન્ને પ્લેટ વચ્ચે \(25\times10^{-6}\,N\) જેટલું આકર્ષણબળ લાગતું હોય તો \(V\) નું વોલ્ટમાં મૂલ્ય કેટલું હશે? \(\left( {{\varepsilon _0} = 8.85 \times {{10}^{ - 12}}\,\frac{{{C^2}}}{{N{m^2}}}} \right)\) 2018 અઘરું
- 205. \(90\) \( pF\) જેટલું સંઘારકતા ધરાવતા એક સમાંતર પ્લેટ સંઘારકને \(20\) \(V\) \(emf\) ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે.\(K = \frac{5}{3}\) જેટલો ડાઇઇલેકિટ્રક અચળાંક ધરાવતા ડાઇઇલેકિટ્રક પદાર્થને સંઘારકની બે પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે છે.પ્રેરિત વીજભારનું માન _______\(n \) \(C\) થશે. 2018 મધ્યમ
- 206. આપેલ પરિપથમાં \(A\) અને \(B\) વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ \(\mu F\) માં કેટલું થાય?
2018 અઘરું - 207. આપેલ પરિપથમાં \(t = 0\) સમયે કળ \(S\) બંધ છે. \(C_1\) કેપેસીટર પરનો વિજભાર સમય સાથે કેવી રીતે બદલાતો હશે? \(\left( {{C_{eq}}\, = {\kern 1pt} \,\frac{{{C_1}{C_2}}}{{{C_1} + {C_2}}}} \right).\)
2018 અઘરું - 208. ત્રણ સમકેન્દ્રિયો ધાતુ કવચો \(A,B\) અને \(C\) ની અનુક્રમે ત્રિજયાઓ \(a,b\) અને \(c\) \(( a < b < c)\) ની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ અનુક્રમે \( + \sigma , - \sigma \) અને \( + \sigma \) છે. \(B\) કવચનું સ્થિતિમાન : 2018 અઘરું
- 209. આપેલ સમાંતર પ્લેટ કેપેસીટરના તંત્રને અમુક વિદ્યુતસ્થિમાનના તફાવત વચ્ચે મુકેલ છે. જ્યારે \(3\, mm\) જાડાઈ ધરાવતા બ્લોકને કેપેસીટરની પ્લેટ વચ્ચે મૂકવામાં આવે ત્યારે તંત્રમાં સમાન વિદ્યુતસ્થિમાનનો તફાવત જાળવી રાખવા માટે પ્લેટ વચ્ચેના અંતરમાં \(2.4\, mm\) જેટલો વધારો કરવામાં આવે છે. તો બ્લોકના દ્રવ્યનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
2017 અઘરું - 210. ધાતુના ગોળા દ્વારા ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્રમાં \(4.5\, J\) ઉર્જાનો સંગ્રહ થાય છે. જો ગોળા પર \(4\,\mu C\) વિજભાર હોય તો તેની ત્રિજ્યા \(mm\)માં કેટલી હશે? [\(\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {10^9}\,N - {m^2}\,/{C^2}\)] 2017 અઘરું
- 211. એક ક્ષેત્રમાં એકસમાન વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. આ ક્ષેત્રમાં બિંદુ \(P\) આગળ કેન્દ્ર હોય તેવા ગોળા પરના અલગ અલગ બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન \(589.0\,V\) થી \(589.8\, V\) જેટલું બદલાય છે. વિદ્યુતક્ષેત્ર સાથે \(60^o\) નો ખુણો બનાવતા સ્થાન સદીશ પર રહેલ ગોળા પરના બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન (\(V\) માં) કેટલું હશે? 2017 અઘરું
- 212. એક વિદ્યુત પરિપથમાં \(1.0\) \(kV\) વિદ્યુત વિભવની સામે \(2\)\(\mu F\) કેપેસિટરોની જરૂર છે.\(1\)\(\mu F\) ના ખૂબ જ મોટી સંખ્યામાં કેપેસિટરો છે,જે \(300\) \(V\) ના વિદ્યુત વિભવ કરતા વધુ વિદ્યૂત વિભવ સહિ શકતા નથી. તો આ માટે જરૂરી ઓછામાં ઓછા કેપેસિટરોની સંખ્યા 2017 મધ્યમ
- 213. આકૃતિમાં કેપેસીટરનો પરિપથ આપેલ છે જેમાં બધા કેપેસીટરના મૂલ્યો માઇક્રોફેરાડે માં છે જો \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય કેપેસીટન્સ \(1\,\mu F\) હોય તો \(C\) નું મૂલ્ય કેટલું હશે?
2016 અઘરું - 214. ગોળા પર પથરાયેલ વિજભાર માટે વિજભાર ઘનતા \(\rho \left( r \right)\) છે. \(r_0, r_1, r_2,......r_N\) ત્રિજ્યા ધરાવતી \(N\) સમસ્થિતિમાન સપાટી પર વિદ્યુતસ્થિતિમાન \({V_0},{V_0} + \Delta V,{V_0} + 2\Delta V,\)\(.....{V_0} + N\Delta V\left( {\Delta V > 0} \right)\) છે. જો \(V_0\) અને \(\Delta V\) ના બધા મૂલ્ય માટે ગોળાની ત્રિજ્યામાં તફાવત અચળ હોય તો … 2016 અઘરું
- 215. ત્રણ \(4\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તેમનો સમતુલ્ય કેપેસીટન્સ \(6\,\mu F\) મળે તો તેને કેવી રીતે ગોઠવેલા હશે? 2016 અઘરું
- 216. વિજભારના વિતરણ માટે વિદ્યુતસ્થિતિમાન(\(volt\) માં) \(V(z)\, = \,30 - 5{z^2}for\,\left| z \right| \le 1\,m\) \(V(z)\, = \,35 - 10\,\left| z \right|for\,\left| z \right| \ge 1\,m\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(V(z)\) એ \(x\) અને \(y\) પર આધારિત નથી. અમુક સપાટીમાં પથરાયેલ એકમ કદદીઠ અચળ વિજભાર \(\rho _0\)(\(\varepsilon _0\) ના એકમમાં) માટે વિદ્યુતસ્થિતિમાન આપેલ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડશે? 2016 અઘરું
- 217. અવકાશમાં \(\vec E\, = (25 \hat i + 30 \hat j)\,NC^{-1}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. જો ઉગમબિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય તો \(x\, = 2\, m, y\, = 2\, m\) બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન \(volt\) માં કેટલું મળે? 2015 મધ્યમ
- 218. \(R \) ત્રિજયા ધરાવતા અને સમાન રીતે વિદ્યુતભાર ઘન ગોળાની સપાટી પર સ્થિતિમાન \(V_0\) (અનંત (\(\infty\))ની સરખામણીએ) છે.આ ગોળા માટે \(\frac{{3{V_0}}}{2},\;\frac{{5{V_0}}}{4},\;\frac{{3{V_0}}}{4}\) અને \(\frac{{{V_0}}}{4}\) સ્થિતિમાન ધરાવતી સમસ્થિતિમાન પૃષ્ઠ ( સપાટીઓ) ની ત્રિજયા અનુક્રમે \(R_1,R_2,R_3\) અને \(R_4\) છે, તો _________ 2015 મધ્યમ
- 219. બે ગોળાકાર તકતીઓને \(5\) \(mm \) અંતરે રાખી તેમની વચ્ચે \(2.2\) ડાયઇલેકિટ્રક અચળાંક ધરાવતો અવાહક મૂકો.એક સમાંતર પ્લેટ કેપેસિટરર્સ બનાવવામાં આવે છે.જયારે અવાહકનું વિદ્યુતક્ષેત્ર \(3 \times 10^4\) \( Vm^{-1}\) હોય,ત્યારે ધન પ્લેટ (તકતી) ની વિદ્યુતભાર ઘનતા લગભગ _______ હશે. 2014 મધ્યમ
- 220. ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર \(\vec E = 30{x^2}\hat i\) છે.તો સ્થિતિમાનનો તફાવત \(V_A-V_O\) _____ થશે.જયાં \(V_O\) એ ઉદ્ગમબિંદુ આગળનો સ્થિતિમાન અને \(V_A\) એ \(x= 2\) \(m\) આગળનો સ્થિતિમાન........\(V\) છે. 2014 મધ્યમ
- 221. \(l\) લંબાઈ અને \(w\) જાડાઈ ધરાવતી પ્લેટમાંથી સમાંતર પ્લેટ કેપેસીટર બનાવવામાં આવે છે. જેમાં બે પ્લેટને એકબીજાથી \(d\) અંતરે રાખવામા આવે છે. એક \(K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો બ્લોક તેની વચ્ચે બરાબર ફિટ થાય તે રીતે પ્લેટની ધારની નજીક મૂકેલો છે. તેને કેપેસીટરની અંદર \(F = -\frac{{\partial U}}{{\partial x}}\) જેટલા બળથી ખેચવામાં આવે છે, જ્યાં \(U\) એ જ્યારે ડાઈઇલેક્ટ્રિક કેપેસીટરની અંદર \(x\) અંતર જેટલો હોય ત્યારની કેપેસીટરની ઉર્જા છે. જો \(Q\) એ કેપેસીટર પરનો વિજભાર હોય તો જ્યારે ડાઈઇલેક્ટ્રિક અચળાંકવાળો બ્લોક પ્લેટની ધારની નજીક હોય ત્યારે તેના પર કેટલું બળ લાગતું હશે?
2014 અઘરું - 222. સમાંતર પ્લેટ કેપેસીટરમાં \(A\) સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટ \(d\) અંતરે છે.જેને ડાઈઇલેક્ટ્રિકથી ભરવામાં આવે છે . જેની પરમિટિવિટી એક પ્લેટ આગળ \({ \varepsilon _1}\) અને બીજી પ્લેટ આગળ \({ \varepsilon _2}\) છે તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું હશે? 2014 અઘરું
- 223. સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટ વચ્ચે ડાઈઇલેક્ટ્રિક મૂકવામાં આવે છે. જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક નીચે મુજબ બદલાય છે. \(K(x) = K_0 + \lambda x\) (\(\lambda =\) અચળાંક) શૂન્યાવકાશમાં કેપેસીટરનું મૂલ્ય \(C_0\) હોય તો \(C_0\)ના સ્વરૂપમાં કેપેસીટન્સ \(C\) કેટલું મળે? 2014 અઘરું
- 224. \(+ 1\,\mu C\) જેટલો વિજભાર ધરાવતો બિંદુવત વિજભાર \((0, 0, 0) \) પર છે. એક વિજભારરહિત વાહક ગોળાનું કેન્દ્ર \((4, 0, 0)\) આગળ છે. તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર કેટલું મળે? 2013 અઘરું
- 225. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુતભાર \(Q\) એ \(L\) લંબાઇના સળિયા \(AB\) પર સમાન રીતે પથરાયેલ છે.સળિથાના છેડા \(A\) થી \(L\) અંતરે રહેલા બિંદુ આગળ વિદ્યુતવિભવ ( વિદ્યુતસ્થિતિમાન ) ______ છે.
2013 મધ્યમ - 226. બે બિંદુવત ડાયપોલ \({\vec P_1}\) અને \({\vec P_2}\) એકબીજાથી \(x\) અંતરે અને \({\vec P_1}\) || \({\vec P_2}\) છે.આ બંને ડાયપોલ વચ્ચે કેટલું બળ લાગતું હશે? 2013 મધ્યમ
- 227. બે કેપેસિટર્સ \(C_1\) અને \(C_2\) ને અનુક્રમે \(120 \) \(V\) અને \(200\) \(V \) થી વિદ્યુતભારિત કરેલ છે.એવું જોવા મળે છે કે જયારે તેમને એકબીજા સાથે જોડવામાં આવે છે,ત્યારે તે બંને પરનું વિભવ શૂન્ય બને છે,તો ________ 2013 મધ્યમ
- 228. બે \(q\) વિજભાર ધરાવતા બિંદુવત કણને છત સાથે નહિવત દળ ધરાવતી સમાન લંબાઇની દોરી સાથે જોડેલા છે. તે જ્યારે સમતોલનમાં આવે ત્યારે દોરી શિરોલંબ સાથે \(\theta\) ખૂણો બનાવે છે.જો દરેક વિજભારિત કણનું દળ \(m\) હોય તો તે બંનેને જોડતી રેખા પર વિદ્યુતસ્થિતિમાન કેટલો મળે? \(\left( {\frac{1}{{4\pi { \in _0}}} = k} \right).\) 2013 અઘરું
- 229. ધન વિદ્યુતભારિત વાહકની નજીક વિદ્યુતભાર રહિત વાહક મુક્તા વિદ્યુતભાર રહિત વાહક પાસે વિદ્યુત સ્થિતિમાન 2013 અઘરું
- 230. નીચે દર્શાવેલ આકૃતિ મુજબ પ્રારંભમાં બંને કળ ખુલ્લી રાખેલ છે.હવે કળ \(S1\) ને બંઘ કરવામાં આવે છે.પણ \(S2\) ઓપન છે.( અત્રે કેપેસિટર પર \(q\) ચાર્જ છે.\(\tau \) \(=RC\) કેપેસિટિવ અચળાંક છે.) નીચેના વિકલ્પો પૈકી કયું વિધાન સત્ય છે.?
2013 મધ્યમ - 231. સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર \(d\) , પ્લેટનું ક્ષેત્રફળ \(A\) અને \(K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય કેપેસીટરનું કેપેસીટન્સ \(C_0\) છે. તેમાંથી ત્રીજા ભાગનું દ્રવ્ય \(2K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય વડે બદલવામાં આવે છે, કે જેથી તેમાં પરિણામી બે કેપેસીટર એક \(\frac{1}{3}\,A\) ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક \(2K\) અને બીજો \(\frac{2}{3}\,A\) ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક \(K\) થાય.જો નવા કેપેસીટરનો કેપેસીટન્સ \(C\) હોય તો \(\frac{C}{{{C_0}}}\) નો ગુણોત્તર કેટલો થાય? 2013 અઘરું
- 232. વિધાન \(-1\) : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિજભારને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. વિધાન \(-2\) : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતબળની રેખાઓ સપાટીને લંબ હોય છે. 2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.