ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

2013–2026 ના 190 પ્રશ્નો. કાર્યઊર્જા પ્રમેય સૌથી વધુ પૂછાય છે.

190પ્રશ્નો
12ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 6% મધ્યમ 43% અઘરું 51%

STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર ના બધા પ્રશ્નો

નવા પહેલા

190 માંથી 51–100 પ્રશ્નો

  1. 51. \(1\; kg\) દળ ધરાવતો પદાર્થ સમય આધારિત બળ \(\vec{F}=\left(t\hat{i}+3 t^2 \hat{j}\right) N\) ની અસર હેઠળ ગતિ કરે છે, જ્યાં \(\hat{i}\) અને \(\hat{j}, x\) અને \(y\) અક્ષની દિશામાં એકમ સદિશો છે. આ બળ વડે \(t=2 s\) સમયે ઉદભવતો પાવર \(...........\) \(W\) હશે. 2023 મધ્યમ
  2. 52. \(10\,g\) નું વજન ધરાવતો કણ સુરેખ રેખામાં \(2 x\) પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે, જ્યાં \(x\) એ \(SI\) એકમમાં સ્થાનાંતર છે. ઉપરના સ્થાનાંતર માટે ગતિઊર્જામાં થતો ધટાડો \(\left(\frac{10}{x}\right)^{-n}\,J\) છે. \(n\)ની કિંમત .......... હશે. 2023 અઘરું
  3. 53. \(10\,kg\) દળનો એક બ્લોક \(x\)-અક્ષ પર \(F=5 x\,N\) બળની અસર હેઠળ છે. આ બળ વડે બ્લોકને \(x=2\,m\) થી \(4\,m\) સુધી ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય ...... \(J\) હશે. 2023 મધ્યમ
  4. 54. \(2\,kg\) દળવાળો ગોળીયો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી \(5\) મી સેકન્ડના અંતે \(10000\,J\) ગતિઉર્જા પ્રાપ્ત કરે છે. પદાર્થ પર લાગતું બળ \(.............N\) છે. 2023 મધ્યમ
  5. 55. \(2\,kg\) દળવાળો પદાર્થ શરૂઆતમાં સ્થિર છે. તે અચળ પાવર \(P\) ની અસર હેઠળ એક દિશામાં ગતિની શરૂઆત કરે છે. તેનુ \(4\,s\) માં સ્થાનાંતર \(\frac{1}{3} \alpha^2 \sqrt{P} \;m\). હોય તો \(\alpha\) નું મૂલ્ય \(...........\) હશે. 2023 મધ્યમ
  6. 56. \(200\,g\) નો એક બોલ \(20\,m\) ઊંચા થાંભલા ઉપર સ્થિર સ્થિતિમાં છે.\(10\,g\) ની અને \(u\,m/s\) ના વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરતી એક ગોળી (બુલેટ) બોલના કેન્દ્રને અથડાય છે સંઘાત બાદ બંને એકબીજાથી  સ્વતંત્ર રીતે ગતિ કરે છે.બોલ જમીન ઉપર થાંભલાના તળિયે થી \(30\,m\) અંતરે અને બુલેટ \(120\,m\) અંતરે પડે છે. બુલેટનો વેગ \(..............m/s\) હશે.(\(\left.g =10 m / s ^2\right.\) છે.) 2023 અઘરું
  7. 57. \(3\,m s ^{-1}\) ની સમાન ઝડપથી ઉપરની તરફ જતી લીફટ દ્વારા વહન થતો મહત્તમ બોજ \(1400\,kg (600\,kg\) - પેસેન્જર \(+ 800\,kg -\) લીફટ) છે. જો તેના પર લાગતું ધર્ષણ બળ \(2000\,N\) હોય, તો મોટર દ્વારા વપરાતો મહત્તમ પાવર .......... \(kW\) હશે. \(\left(g=10\,m / s ^2\right)\) 2023 મધ્યમ
  8. 58. \(5\,kg\) દળનો એક પદાર્થ \(10\,kg\,ms ^{-1}\) વેગમાન સાથે ગતિ કરે છે. હવે તેના પર \(2\,N\) દળ તેની ગતિની દિશામાં \(5\,s\) માટે લાગે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો વધારો ........... \(J\) છે. 2023 મધ્યમ
  9. 59. આપેલ આકૃતિ મુજબ, એક નાનો બોલ \(P\) વર્તુળના ચોથાભાગ પર સરકીને તેના જેટલું જ સાલ ધરાવતા બીજા બોલ \(Q\)ને અથડાય છે, કે જે પ્રારંભમાં વિરામ સ્થિતિમાં છે. ઘર્ષણની અસર અવગણતા અને સંઘાત સ્થિતિસ્થાપક છે તેમ ધારતા, \(Q\) બોલનો સંઘાતબાદ વેગ \(..........\) હશે. \(\left( g =10\,m / s ^2\right)\)
    2023 મધ્યમ
  10. 60. અંદરની દિવાલ ખરબચડી હોય તેવી \(15\,cm\) ત્રિજ્યાની એક બંધ વર્તુળાકાર નળીનાને ઉર્ધ્વ સમતલમાં ટોચમાંથી \(1\;kg\) ના બ્લોકને દાખલ કરવામાં આવે, ત્યારે તેની ઝડપ \(22\,m / s\) છે. આ બ્લોક પાંય દોલનો પૂર્ણ કર્યા બાદ નળીના નીચેના વિસ્તારમાં સ્થિર થાય છે. નળી દ્વારા બ્લોક પર થતું કાર્ય ........\(J\).(જો \(g=10\,m / s ^2\))
    2023 અઘરું
  11. 61. બે પદાર્થો \(16:9\) ના ગુણોત્તરમાં ગતિઊર્જા ધરાવે છે.જો તેઓને સમાન રેખીય વેગમાન હોય તો તેમના દળોનો ગુણોત્તર ........ થશે. 2023 સરળ
  12. 62. બળ \(\vec{F}=(2+3 x) \hat{i}\) એ એક કણ ઉપર \(x\) દિશામાં પ્રવર્તે છે, જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(x\) મીટરમાં છે. \(x=0\) થી \(x=4\,m\) ના સ્થાનાંતર દરમ્યાન આ બળ દ્વારા થતું કાર્ય .....\(J\) હશે. 2023 મધ્યમ
  13. 63. એક \(5\,kg\) દળવાળા બ્લોકને વિરામ શરૂ કરીને ખેંચવામાં આવે છે ત્યારે તેની સુંવાળી ત્રાંસી સપાટી \(30^{\circ}\) નો ખૂણો ક્ષિતિજ સાથે બનાવે છે. લાગુ પડતો પ્રવેગ \(1\,ms ^{-2}\) છે. \(t =10\,s\) ના સમયે આરામથી તેના ખેંચાણ બળને કારણે અપાતો પાવર \(........\,W\) છે. [\(g =10\,ms ^{-2}\) ઉપયોગ કરો] (નજીકની પૂર્ણાક કિંમત શોધો) 2023 અઘરું
  14. 64. એક બ્લોકને સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે બાંધવામાં આવેલ છે. બ્લોકને ઘર્ષણરહિત સપાટી ઉપર \(t=0\) સમયે વિરામ સ્થિતિમાંથી સમતોલન સ્થિતિમાં \(x=0\) માંથી \(x=10\,cm\) જેટલો ખેંચવામાં આવે છે. \(x=5\,cm\) આગળ બ્લોકની ઊર્જા \(0.25\,J\) છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક \(............Nm ^{-1}\) હશે. 2023 મધ્યમ
  15. 65. એક કાર વિરામ થી \(u\,m/s\) પ્રવેગિત થાય છે.આ કાર્યમાં વપરાતી ઉર્જા \(EJ\) છે.કારને \(u\,m/s\) થી \(2u\,m/s\) સુધી પ્રવેગિત કરવા માટે જરૂરી ઉર્જા \(nE\,J\) છે.જ્યાં \(n\)નું મૂલ્ય ........ છે.  2023 મધ્યમ
  16. 66. એક નાનો કણ તેની પ્રારંભિક સ્થિતિ \(2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}\) થી \(5 \hat{i}-2 \hat{j}+\hat{k}\) પર \(5 \hat{i}+2 \hat{j}+7 \hat{k} \;N\) બળની અસર હેઠળ ગતિ કરે છે. થતાં કાર્યનું મૂલ્ય (\(J\) માં) કેટલું હશે? 2023 સરળ
  17. 67. એક પદાર્થનું વેગમાંન \(50 \%\) જેટલું વધારવામાં આવે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો વધારો ટકાવારીમાં \(.......\%\) છે. 2023 મધ્યમ
  18. 68. \(F=\left(5+3 y^2\right)\) જેટલું બળ કણ ઉપર \(y-\)દિશામાં પ્રવર્તે છે, જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(y\) એ મીટરમાં છે. \(y=2\,m\) થી \(y=5\,m\) સુધીના સ્થાનાંતર દરમિયાન બળ દ્વારા થતું કાર્ય \(...........\,J\) થશે.  2023 મધ્યમ
  19. 69. જ્યારે પૃથ્વીની સપાટીથી અમુક ઉંચાઈ \(P\) પરથી \(0.4\,kg\) દળનું પતન કરવામાં આવે છે. ત્યારે તેને જમીન પર પહોંચવા માટે \(8\,s\) લાગે છે. તો તેના પતનની અંતિમ સેકંડ દરમિયાન ગુમાવેલી સ્થિતિ ઊર્જા \(...........J.\) \(\left( g =10\,m / s ^2\right.\) લો) 2023 મધ્યમ
  20. 70. \(M=500\,kg\) દળ ધરાવતી એક લિફટ \((elevator\,cab)\) \(2\,ms ^{-1}\) ની ઝડપથી નીચે ઉતરે છે. તેના આધાર માટેનો કેબલ સરકવાનું શરૂ કરે છે તેથી તે \(2\,ms ^{-2}\) ના અચળ પ્રવેગથી પડવાનું શરૂ કરે છે. \(6\,m\) ના અંતર સુધી પડયા બાદ લિફટની ગતિઊર્જા \(..........kJ\) થશે. 2023 મધ્યમ
  21. 71. \(m\) દળ ધરાવતો. પદાર્થ પ્રારંભમાં લીસા સમક્ષિતિજ સમતલ ઉપર વિરામસ્થિતિમાંથી \(F=2\;N\) જેટલા બળની અસર હેઠળ ગતિ કરવાનું ચાલુ કરે છે, તેનાં રેખીય ગતિની પ્રક્રિયામાં, (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) બળ અને સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ એવી રીતે બદલાય છે કે જેથી \(\theta= kx\), જ્યાં \(k\) એ અચળાંક અને \(x\) એ પદાર્થે તેના પ્રારંભિક સ્થાનથી કાપેલ અંતર છે. પદાર્થની ગતિઊર્જાનું સૂત્ર \(E=\frac{n}{k} \sin \theta\) હશે.\(n\) નું મૂલ્ય \(........\) થશે.
    2023 અઘરું
  22. 72. \(m\) દળનો \(v\) વેગથી ગતિ કરતો કણ, \(2m\) દળવાળા સ્થિર કણ સાથે સંધાત અનુભવે છે. સંધાત બાદ તેઓ એકબીજા સાથે ચોંટી જાય છે અને ગતિ ચાલુ રાખે છે, તો તેમનો વેગ ......... થાય. 2023 મધ્યમ
  23. 73. નીચે બે કથનો આપેલા છે. કથન \(I\) : સમાન ગતિ ઊર્જા વડે ગતિ કરતા ટ્રક અને કારને સમાન પ્રતિબળ ઉત્પન્ન કરતી બ્રેક લગાડીને ઉભા રાખવામાં આવે છે. બંને સમાન અંતર બાદ સ્થિર થશે. કથન \(II\): પૂર્વ દિશામાં ગતિ કરતી કાર વળીને ઉત્તર તરફ ગતિ કરે છે, તેની ઝડપ બદલાયા સિવાયની રહે છે. કારનો પ્રવેગ શૂન્ય છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  24. 74. (પાણી યઢાવવાની) બે મોટરો કે જે અનુક્રમે \(300\,kg\) પાણીને \(5\) મિનિટમાં, અને \(50\,kg\) પાણીને \(2\) મિનિટમાં \(100\,m\) ઊંડા કૂવામાંથી ચઢાવવા સક્ષમ છે, તેમના પાવર (કાર્યત્વરા) નો ગુણોત્તર \(\frac{3 \sqrt{x}}{\sqrt{x}+1}\) છે. \(x\) નું મૂલ્ય ......... છે. 2023 મધ્યમ
  25. 75. પદાર્થને \(h_1\) ઉંચાઈથી જમીન પર છોડવામાં આવે છે અને જમીન પર અથડાયા પછી, તે \(h _2\) ઉંચાઈ સુધી ઉછળે છે. જો જમીન પર અથડાતા પહેલા અને પછી પદાર્થના વેગનો ગુણોત્તર \(4\) હોય, તો પદાર્થની ગતિ ઊર્જામાં પ્રતિશત ત્રુટિ \(\frac{x}{4}\) છે. \(x\) નું મૂલ્ય ...... છે 2023 અઘરું
  26. 76. સમક્ષિતિજ થી કોઈક કોણે પૃથ્વી પરથી \(5\,m\) ઉપર પ્રક્ષિપ્ત થતી વસ્તુ માટે,સાચું વિધાન પસંદ કરો. 2023 મધ્યમ
  27. 77. સમતલ ખરબચડા રોડ પર \(500\,kg\) દળ ધરાવતી બસને \(4\,km\) અંતર સુધી \(80\,km / h\) ની ઝડપ જાળવી રાખવા માટે બસના એન્જિન વડે કરવું પડતું કાર્ય \(......\,kJ\) થાય. [બસના ટાયર અને રોડ વચ્યેનો ધર્ષણાંક \(0.04\) છે.] 2023 મધ્યમ
  28. 78. \(0.5\, kg\) દળ અને \(12\, m / sec\) જેટલી પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરતું ચોસલું તેની ઝડ૫ અડધી થાય તે પહેલાં એક સ્પ્રિંગ ને \(30\, cm\) જેટલી દબાવે છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક........\(N / m\) હશે. 2022 મધ્યમ
  29. 79. \(0.5\,kg\) દળ ધરાવતી વસ્તુ \(v=\left(3 x^2+4\right) m / s\) ના વેગથી સીધા પથ પર ગતિ કરે છે. તેના \(x=0\) થી \(x=2 m\) દરમ્યાનના સ્થાનાંનતર માટે બળ દ્વારા થતું પરિણામી કાર્ય \(SI\) એકમમાં \(\dots\,J\) હશે. 2022 મધ્યમ
  30. 80. \(0.5 \,kgs ^{-1}\) ના વેગથી ગતિ કરતા કન્વેયર બેલ્ટ પરથી સ્થિર ડ્રોપર વડે \(5 \,ms ^{-1}\) ના દરથી ધૂળને પડવા દેવામાં આવે છે. બેલ્ટને ફરતી રાખવા માટે જરૂરી કાર્યત્વરા (પાવર) .......... \(W\) થશે. 2022 મધ્યમ
  31. 81. \(100\, g\) દળ ધરાવતા એક દડાને એક પ્લેટફોર્મ (આધાર) કે જે શિરોલંબ સ્પ્રિંગ ઉપર જડવામાં આવેલું છે, પરથી \(h =10 cm\) થી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) છોડવામાં આવે છે. દડો પ્લેટફોર્મ ઉપર રહે છે અને પ્લેટફોર્મ \(\frac{h}{2}\) જેટલું દબાય છે. સ્પ્રિંગ અચળાંક......\(Nm ^{-1}\) હશે  ( \(g=10 ms ^{-2}\) લો.)
    2022 મધ્યમ
  32. 82. \('m'\) દળ ધરાવતો અને \(E\) જેટલી ગતિઊર્જા ધરાવતો બ્લોક (ચિત્રમાં દર્શાવ્યા અનુસાર), જ્યારે તેની ઝડપ અડધી થાય ત્યારે સ્પ્રિંગને \(25\;cm\) અંતર સુધી દબાવે છે. વપરાયેલ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ અચાળાંક \(nE \;Nm ^{-1}\) મળે છે. \(n\) નું મૂલ્ય ......... હશે.
    2022 અઘરું
  33. 83. \(500 \,gm\) દળ ધરાવતો એક કણ \(v= b x^{5 / 2}\) જેટલા વેગ સાથે સીધી રેખા પર ગતિ કરે છે. તેના \(x=0\) થી \(x=4 \,m\) જેટલા સ્થળાંતર દરમ્યાન સમાન બળ દ્વારા થતું કાર્ય ........... \(J\) થશે. (\(b=0.25 \,m ^{-3 / 2} s ^{-1}\) લો.) 2022 મધ્યમ
  34. 84. \(8\,kg\) અને \(2\,kg\) દળ ધરાવતી બે વસ્તુઓ સમાન ગતિઊર્જા સાથે ગતિ કરે છે. તેઓના વેગમાનોનો ગુણોત્તર \(.......\) થશે. 2022 સરળ
  35. 85. \(9.8\,kg\) દળ ધરાવતી રેતીની એક બેગને દોરડા વડે લટકાવેલ છે. \(200\,g\) દળની અને \(10\,ms ^{-1}\) ની ઝડપથી ગતિ કરતી બુલેટ (ગોળી) તેમાં ધૂસી જાય છે, તો ગતિઊર્જામાં થતો ધટાડો \(.....\,J\) થશે. 2022 મધ્યમ
  36. 86. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે ઢળતા સમતલ (ઢોળાવ) ને મૂકવામાં આવેલા છે. \(45^{\circ}\) નું કોણ ધરાવતા ઢોળાવ પર ચોસલાને \(B\) ની દિશામાં એટલા પૂરતા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તે \(10\,m\) ઉાંચાઈએ ટોચ (ઉચ્ચતમ) પર પહોંચે. ઉચ્ચત્તમ બિંદુ \(B\) એ પહોંચ્યા બાદ, ચોસલું બીજા ઢોળાવ પર નીચે તરફ સરકે છે. બિંદુુ \(A\) થી બિંદુ \(C\) સુધી પહોંચવા લાગતો કુલ સમય \(t(\sqrt{2}+1) s\) છે. \(t\) નું મૂલ્ય \(..........\) હશે. \(\left(g=10 m / s ^2\right.\) લો.)
    2022 અઘરું
  37. 87. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(200\,g\) દળ ધરાવતી બુલેટ (ગોળી)ને \(90\,J\) જેટલી પ્રારંભિક ગતિઉર્જા સાથે એક લાંબા સ્નાનાગારમાં ફાયર(છોડવામાં) આવે છે. જો તેની ગતિઉર્જા \(1\,s\) માં ધટીને \(40\,J\) થાય, તો બુલેટ સંપૂર્ણ રીતે વિરામ સ્થિતમાં આવે તે માટે ગોળી એ સ્નાનાગારમાં કાપવું પડતું લધુત્તમ અંતર \(.......\,m\) હશે.
    2022 અઘરું
  38. 88. આપેલ આકૃતિ અનુસાર, \(250\,g\) ના બે ચોસલાઓને \(2\,Nm^{-1}\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલ છે. જો બંને વિરુદ્ધ દિશામાં \(v\) જેટલો વેગ આપવામાં આવે તો સ્પ્રિંગમાં મહત્તમ વિસ્તરણ \(...........\) જેટલું થશે.
    2022 અઘરું
  39. 89. આપેલ આકૃતિમાં ચોસલાં (બ્લોક) ને બિંદુ '\(A\)' આગળથી મુક્ત કરવામાં આવે છે. ચોસલું જ્યારે બિંદુ '\(B\)' આગળ પહોંચે ત્યારે ગતિઊર્જાનું સૂત્ર ............... હશે.
    2022 મધ્યમ
  40. 90. એક કણ સમતલમાં \(\overrightarrow{ F }=\left(4 x \hat{i}+3 y^{2} \hat{j}\right)\) જેટલું ચલ બળ અનુભવે છે. અંતર મીટરમાં અને બળ ન્યૂટનમાં છે તેમ  ધારો. જો કણ \(x-y\) સમતલમાં બિંદૂ \((1,2)\) થી \((2,3)\) આગળ ખસે તો ગતિઉર્જા...........\(J\) જેટલી બદલાશે. 2022 મધ્યમ
  41. 91. એક સાદું લોલક લાકડાનાં \(50 \,g\) દળ ધરાવતા દોલક અને \(2 \,m\) લંબાઈનું બનેલું છે. \(75 \,g\) દળ ધરાવતી બુલેટ (ગોળી) ને \(v\) જેટલા વેગથી લોલક તરફ ફાયર કરવામાં આવે છે. ગોળી દોલકમાંથી \(\frac{v}{3}\) જેટલી ઝડપ સાથે બહાર આવે છે અને દોલક એક ઉર્ધ્વ (શિરોલંબ) વર્તુળ પૂર્ણ કરે છે. તો \(v\) નું મૂલ્ય ............ \(ms ^{-1}\) થશે. ( \(g =10 \,m / s ^{2}\) લો.) 2022 અઘરું
  42. 92. જ્યારે \(5\) ગણું દળ ધરાવતા સ્થિર કણ સાથે ગતિ કરતો કણ અથડાય ત્યારે ગતિ કરતા કણની કેટલા પ્રતિશત ગતિઊર્જા સ્થિર કણમાં રૂપાંતરીત થશે? (ધારો કે સંધાત સ્થિતિ સ્થાપક છે.) 2022 અઘરું
  43. 93. જો વેગમાન \(20\%\) વધારવામાં આવે તો ગતિઊર્જા \(........\%\) જેટલી વધે છે. 2022 મધ્યમ
  44. 94. કુલ કાર્યના ઉતરતા કમમાં નીચેના ચાર આલેખોને ગોઠવો, જ્યાં \(W_{1}, W_{2}, W_{3}\) અને \(W_{4}\) અનુફમે આફતિ \(a, b, c\) અને \(d\) ને અનુરૂપ થયેલ કાર્ય દર્શાવે છે.
    2022 મધ્યમ
  45. 95. \(L\) લંબાઈની દોરી સાથે જોડેલા એક પથ્થરને ઉર્ધ્વ (શિરોલંબ) વર્તુળમાં, દોરીનો બીજો છેડો કેન્દ્ર આગળ રહે તેમ ફેરવામાં આવ છે. કોઈ યોકકસ સમયે, પથ્થર તેના સૌથી નીચેના સ્થાને છે અને તેની ઝડપ \(u\) છે. તે જ્યારે એવા સ્થાને કે જ્યાં દોરી સમક્ષિતિજ હોય ત્યારે તેના વેગના ફેરફારનું મૂલ્ય \(\sqrt{x\left(u^{2}-g L\right)}\) થાય છે, તો \(x\) નું મૂલ્ય ............ થશે. 2022 મધ્યમ
  46. 96. \(m\) દળ ધરાવતો એક કણ અયળ ત્રિજ્યા \(r\) ધરાવતા વર્તુળાકાર પથ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો કેન્દ્રગામી પ્રવેગ \((a)\) સમય \(t\) સાથે \(a= k ^{2} r t^{2}\), જ્યા \(k\) એ અચળાંક છે, મુજબ બદલાય છે. તેના પર લાગતા બળ દ્વારા અપાતી કાર્યત્વરા (પાવર) ......... મુજબ આપી શકાય. 2022 અઘરું
  47. 97. \(r\) ના વિધેયમાં સ્થિતિ ઊર્જા \(U=\frac{A}{r^{10}}-\frac{B}{r^{5}}\) વડે આપવામાં આવે છે, જેમાં \(r\) એ આંતરપરમાણીય અંતર, \(A\) અને \(B\) ધન અચળાંકો છે. બે પરમાણુ વચ્ચેનું સંતુલન અંતર...... હશે. 2022 મધ્યમ
  48. 98. \(1.5\, {m}\) લંબાઈના શોક શોષક દ્વારા ગાડા સાથે એન્જિન જોડાયેલ છે. \(40,000\, {kg}\) ના કુલ દળ સાથે તંત્ર \(72\, {kmh}^{-1}\) ની ઝડપે ગતિ કરે છે અને તેને ઊભું રાખવા માટે બ્રેક લગાવવામાં આવે છે. તંત્રને ઊભું રાખવાની પ્રક્રિયામાં, શોક શોષકની સ્પ્રિંગ \(1.0\, {m}\) જેટલી સંકોચાય છે. જો ઘર્ષણને કારણે ગાડાની ઊર્જાનો \(90\%\) ભાગ ગુમાવે છે, તો સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક \(....\, \times 10^{5}\, {N} / {m}\) જેટલો હશે.  2021 અઘરું
  49. 99. \(1\, m\) લંબાઈ સાથે બાંધેલ એક નાનો ગોળો એક ઉર્ધ્વ વર્તુળ દર્શાવે છે કે જેથી દોરીઓમાં મહત્તમ અને ન્યૂનતમ તણાવનો ગુણોત્તર \(5:1\) છે. ગોળાનો સૌથી ઉચ્ચતમ સ્થાન પાસે વેગ ............ \(m /s\) છે. \((g =10\, m/s^2\) લો.) 2021 અઘરું
  50. 100. \(10\, {g}\) ની ગોળી \(v\) વેગથી ગતિ કરીને સ્થિર લોલક સાથે હેડ ઓન અથડાય છે અને \(100 \, {m} / {s}\) ના વેગથી પાછળ ફરે છે. લોલકની લંબાઈ \(0.5\, {m}\) અને લોલકનું દળ \(1\, {kg}\) છે.લોલક એક સંપૂર્ણ વર્તુળ ફરે તેના માટે લઘુતમ વેગ \(v\) (\({m} / {s}\) માં) કેટલો હોવો જોઈએ? (ધારો કે દોરીની વધતી નથી અને \({g}=10\, {m} / {s}^{2}\))
    2021 અઘરું