ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 4

2013–2026 ના 190 પ્રશ્નો. કાર્યઊર્જા પ્રમેય સૌથી વધુ પૂછાય છે.

190પ્રશ્નો
12ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 6% મધ્યમ 43% અઘરું 51%

STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર ના બધા પ્રશ્નો

નવા પહેલા

190 માંથી 151–190 પ્રશ્નો

  1. 151. \(2\ kg\) ના એક પદાર્થ પર એક બળ એવી રીતે લગાડવામાં આવે છે કે તેની સ્થિતિને સમય વિધેય \(x=3t^2+5\) વડે આપવામાં આવે છે. પ્રથમ \(5\ s\) માં આ બળ વડે કેટલા .......... \(\mathrm{J}\) કાર્ય થશે? 2019 મધ્યમ
  2. 152. \(20\,g\) ગોળી \(20\,cm\) જેટલી જાડાઈ ધરાવતા બ્લોકને ભેદતા પહેલાનો વેગ \(1\,ms^{-1}\) છે, જો બ્લોક \(2.5 \times 10^{-2}\,N,\) જેટલો અવરોધ ધરાવતો હોય તો બ્લોકની બહાર આવતા ગોળીનો વેગ કેટલા .............. \(\mathrm{ms}^{-1}\) થાય? 2019 મધ્યમ
  3. 153. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રણ ચોસલા \(A, B\) અને \(C\) ને લીસી સમક્ષિતિજ સપાટી પર મુકવામાં આવેલા છે. \(A\) અને \(B\) નું એકસરખુ દળ \(m\) છે જ્યારે \(C\) નું દળ \(M\) છે. ચોસલા \(A\) ને ચોસલા \(B\) તરફ પ્રારંભિક ઝડપ \(v\), આપવામાં આવે છે જેને લીધે એ ચોસલા \(B\) જોડે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. આ સંયુક્ત દળ પણ ચોસલા \(C\) સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ આખી ઘટનામાં પ્રારંભિક ગતિ ઊર્જા \(\frac{5}{6}\) ભાગ જેટલી ઊર્જાનો વ્યય થાય છે.તો \(M/m \) નું મૂલ્ય શું હશે?
    2019 અઘરું
  4. 154. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક \(m\) દળ ધરાવતુ ચોસલું કે જે તેની સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ \(g/2\) થી ઊપરની દિશામાં ગતિ શરૂ કરે તેમ રાખેલ છે.\(t\) સમયમાં લંબ પ્રત્યાઘાત (normal reaction) દ્વારા કેટલું કાર્ય થશે?
    2019 મધ્યમ
  5. 155. એક કણ કે જે \(\vec F = 3\vec i -12\vec j\) બળ અનુભવે છે તેનું \(\vec d = 4\vec i\) સ્થાનાંતર થાય છે. સ્થાનાંતરની શરૂઆતમાં જો આ કણની ગતિ ઊર્જા \(3\,J\) હોય તો સ્થાનાંતરના અંતે તેની ગતિ ઊર્જા શું હશે?  2019 મધ્યમ
  6. 156. એક  \(M = 4\,m\) દળ ધરાવતો ઢાળ(wedge) ઘર્ષણરહિત સમતલ પર છે. \(m\) દળ ધરાવતો કણ \(v\) વેગથી ઢાળ તરફ ગતિ કરે છે કણ અને સપાટી અને કણ અને ઢાળ વચ્ચેની સપાટી ઘર્ષણરહિત છે તો કણ ઢાળ(wedge) પર મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ચડી શકે? 2019 મધ્યમ
  7. 157. ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે એક કણ આપેલ સ્થાન સાથે બદલાતા બળના કારણે એક પારિમાણિક ગતિ કરે છે. \(3\, m\) ગતિ કર્યા પછી કણની ગતિઉર્જા કેટલા .............. \(\mathrm{J}\) થશે?
    2019 મધ્યમ
  8. 158. \(l\) લંબાઈની દોરી ધરાવતાં અને \(m\) દ્રવ્યમાન ગોલક ધરાવતા એક સાદા લોલને કોઇ એક નાના કોણ \(\theta_0\) થી છોડવામાં આવે છે. ખરબચડી સમક્ષિતિજ સપાટી પર મુકેલ \(M\) દ્રવ્યમાનના ચોસલાને તે તેના નિમ્ન બિંદુ પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. તે પાછો ફેંકાય છે અને કોણ \(\theta_1\) સુધી પહોંચે છે, તો \(M\) દળ કેટલું હશે? 2019 અઘરું
  9. 159. \(M\) અને \(2M\) દળ અને \(10\, m/s\) અને \(5\, m/s\) વેગ ધરાવતા બે કણ ઉગમબિંદુ પાસે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે.અથડામણ પછી બંને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(v_1\) અને \(v_2\) વેગથી ગતિ કરે તો \(v_1\) અને \(v_2\) અનુક્રમે કેટલા મળે?
    2019 અઘરું
  10. 160. \(m\) દળ અને \(2\, v\) વેગ ધરાવતો પદાર્થ તે જ દિશામાં જતાં \(2\,m\) દળ અને \(v\) વેગથી ગતિ કરતા પદાર્થ સાથે અથડાય છે. અથડામણ પછી પ્રથમ પદાર્થ ઊભો રહી જાય છે છે જ્યાંરે બીજો પદાર્થ બે \(m\) દળના પદાર્થમાં વિભાજિત થાય છે.જે શરૂઆતની દિશા સાથે \(45^o\) ના ખૂણે ગતિ કરે તો ગતિ કરતાં દરેક પદાર્થનો વેગ કેટલો હશે? 2019 મધ્યમ
  11. 161. \(M\) દળ અને \(L\) લંબાઈ ધરાવતો તાર સમક્ષિતિજ સપાટી પર એવી રીતે છે કે જેથી તેનો \({\left( {\frac{1}{n}} \right)^{th}}\) ભાગ સપાટી નીચે લટકે છે.તો લટકતા ભાગને સપાટી પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?  2019 અઘરું
  12. 162. \(m\) દળ ધરાવતા એક ચોસલાને \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક દળરહિત સ્પ્રિંગ વડે જોડવામાં આવેલ છે. આ ચોસલાને લીસી સમક્ષિતિજ સપાટી પર મુકવામાં આવે છે અને સ્પ્રિંગના બીજા છેડાને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જડવામાં આવેલ છે. જો અચળ બળથી ચોસલાને ખેંચવામાં આવે તો ચોસલા દ્વારા ધારણ કરવામાં આવતી મહત્તમ ઝડ૫ _______ થાય.
    2019 અઘરું
  13. 163. \(m\) દળવાળું એક આલ્ફા-કણ કોઇ અજ્ઞાત દ્રવ્યમાન ધરાવતા સ્થિર ન્યુક્લિયસ સાથે એક-પારિમાણીય સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે, અને તેની પ્રારંભિક ગતિઊર્જાનો \(64\%\) ગુમાવી ઠીક પાછળની દિશામાં પ્રક્રેરિત થાય છે. તો ન્યુક્લિયસનું દળ કેટલા ................ \(\mathrm{m}\) હશે? 2019 અઘરું
  14. 164. પૃથ્વીના કેન્દ્રની સાપેક્ષે \(R\) ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં \(M\) દ્રવ્યમાનનો એક ઉપગ્રહ છે. સમાન દ્રવ્યમાનનો એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ મુક્ત પતન કરી રહેલ છે. જે આ ઉપગ્રહ સાથે ઉપગ્રહની ઝડપ જેટલી ઝડપથી અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ ઉપગ્રહ સાથે જોડાઈ જાય છે. આ સંયુક્ત પદાર્થની ત્યાર બાદની ગતિ ________  હશે 2019 મધ્યમ
  15. 165. બે સમાન  દળવાળા કણ બળ \(F(r) = \frac{{ - 16}}{r}\, - \,{r^3}\) ના લીધે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. પ્રથમ કણ \(r = 1\) અંતરે અને બીજો કણ \(r = 4\)  અંતરે છે. તો પ્રથમ અને બીજા કણની ગતિ ઉર્જા નો અનુમાનિત ગુણોત્તર નીચે પૈકી શેની સૌથી નજીક મળે? 2018 અઘરું
  16. 166. એક એકરેખીક અથડામણમાં \(v_0\) જેટલી પ્રારંભિક ઝડપ ધરાવતો કણ બીજા તેટલું જ દળ ધરાવતા સ્થિર કણ સાથે અથડાય છે.જો અંતિમ કુલ ગતિઊર્જા,પ્રારંભિક ગતિઊર્જા કરતાં \(50\%\) અધિક છે.તો અથડામણ બાદ, બે કણો વચ્ચે સાપેક્ષ વેગનું પરિમાણ હશે. 2018 મધ્યમ
  17. 167. એક કણ, \(a\) ત્રિજયાના વર્તુળાકાર પથ પર આકર્ષિ સ્થિતિમાન \(U = - \frac{k}{{2{r^2}}}\) અનુસાર ગતિ કરે છે.તેની કુલઊર્જા _______ થશે. 2018 મધ્યમ
  18. 168. એવું જોવા મળે છે,કે સ્થિર રહેલા ડયુટેરિયમ સાથે જયારે ન્યુટ્રોન સ્થિતિસ્થાપક એક રેખિક અથડામણ અનુભવે છે,ત્યારે તેની ઊર્જામાં થતો આંશિક વ્યય \(P_d\) છે.પણ જયારે તે સરખી સ્થિતિમાં સ્થિર સ્થિતિમાં રહેલ કાર્બન ન્યુકિલયસ જોડે અથડામણ અનુભવે છે,ત્યારે ઊર્જામાં થતો આંશિક વ્યય \(P_c \) છે.\(P_d\) અને \(P_c\) ની અનુક્રમે કિંમત _______. 2018 અઘરું
  19. 169. \(m\) દળનો એક પ્રોટોન બીજા અજ્ઞાત દળવાળા કોઈ સ્થિર કણ સાથે સ્થિતિત્સ્થાપક સંઘાત પામે છે. સંઘાત બાદ, પ્રોટોન અને અજ્ઞાત કણ એકબીજા ની સાપેક્ષે \(90^o\) ના ખૂણે ગતિ કરે છે. તો અજ્ઞાત કણનું દળ શું થશે? 2018 અઘરું
  20. 170. \(m\) દળનો એક પદાર્થ સ્થિર સ્થિતિમાથી \(v = a\sqrt s\) મુજબ બદલાતા વેગથી \(x-\) અક્ષની દિશામાં ગતિ શરૂ કરે છે. જ્યાં \(a\) એ અચળાંક છે અને \(s\) એ પદાર્થ દ્વારા કાપેલ અંતર છે. ગતિ શરૂ થયા ના પછીની પ્રથમ એક સેકન્ડમાં પદાર્થ પર તમામ બળો દ્વારા થયેલ કુલ કાર્ય કેટલું હશે? 2018 અઘરું
  21. 171. \(1\) \(kg\) દળ ધરાવતા એક કણ પર \(F=6t\) નું સમય આધારિત બળ લાગે છે.જો કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે તો પ્રથમ \(1\) \(sec.\) માં બળ વડે થતું કાર્ય ............... \(\mathrm{J}\) હશે. 2017 અઘરું
  22. 172. બે સમાન \(1\, m\) લંબાઈ ના સળિયા ધરાવતું એક મશીન આકૃતિ માં બતાવ્યા મુજબ ટોચ પર ધરી દ્વારા જોડેલ છે. તેના એક સળિયાનો છેડો જમીન સાથે સ્થિત ધરી દ્વારા જોડેલ છે અને બીજા સળિયાનો છેડો એક રોલર સાથે જોડેલ છે જે જમીન પર એક અમુક અંતર સુધી ફરી શકે . જ્યારે રોલર આગળ પાછળ જાય છે ત્યારે \(2\, kg\) નું વજનિયું ઉપર નીચે જાય છે. જો રોલર જમણી તરફ અચળ ઝડપે ગતિ કરે તો વજનિયું ઉપર તરફ .... થી ગતિ કરશે.
    2017 મધ્યમ
  23. 173. એક માધ્યમમાં \(m= 10^{-2}\) \(kg\) દળનો એક પદાર્થ ગતિ કરે છે,જે \(F= -kv^2\) નો ઘર્ષણબળ અનુભવે છે.તેની પ્રારંભિક ઝડપ \(v_0= 10\) \(ms^{-1}\) છે.જો \(10\) \(s\) પછી તેની ઊર્જા \(\frac{1}{8}\) \(mv_0^2\) છે,તો \(k\) નું મૂલ્ય 2017 અઘરું
  24. 174. એક પદાર્થને જમીનથી \(h\) ઊંચાઈ એ થી મુક્ત કરવામાં આવે છે. જેટલી વાર તે જમીન પર અથડાય ત્યારે તે તેની ગતિઉર્જા ના \(50\%\) જેટલી ગતિઉર્જા ગુમાવે છે. તો \(t \to \infty \) દરમ્યાન તેણે કાપેલ અંતર કેટલું હશે? 2017 અઘરું
  25. 175. સમાન દળ \(M\) ધરાવતા બે કણ \(A\) અને \(B\) સમાન ઝડપ \(v\) થી આકૃતિ માં દર્શાવ્યા મુજબ ગતિ કરે છે. તેઓ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત પામીને એક કણ \(C\) તરીકે ગતિ કરે છે.તો કણ \(C\) ના પથ દ્વારા \(X-\) અક્ષ સાથે બનાવેલ ખૂણો \(\theta \) શેના દ્વારા દર્શાવી શકાય ?
    2017 અઘરું
  26. 176. \(10\, kg\) દળના એક પદાર્થ માટે વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. ગતિની પ્રથમ બે સેકન્ડ દરમ્યાન પદાર્થ પર થયેલ કાર્ય કેટલા .............. \(\mathrm{J}\) હશે?
    2016 અઘરું
  27. 177. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનનો એક બિંદુવત કણ નિયમિત ખરબચડી સપાટી પર માર્ગ \(PQR\) પર ગતિ કરે છે.કણ અને ખરબચડી સપાટી વચ્ચેનો ઘર્ષણાંક \(\mu \) છે.સ્થિર સ્થિતિમાંથી કણને બિંદુ \(P\) પરથી મુકત કરવામાં આવે છે અને તે બિંદુ \(R\) પર સ્થિર થાય છે.પથ \(PQ\) અને \(QR\) પર કણની ઊર્જામાં થતો વ્યય સમાન છે.તથા જયારે કણ \(PQ \) થી \(QR\) દિશા બદલે છે,ત્યારે કોઇ ઊર્જા વ્યય થતો નથી.તો ઘર્ષણાંક \(\mu \) અને અંતર \(x\) \((=QR)\) ની કિંમતો લગભગ ક્રમશ: છે.
    2016 અઘરું
  28. 178. \(M\) દળનો એક કણ \(R\) જેટલી નિશ્ચિત ત્રિજ્યા ના વર્તુળાકાર માર્ગ પર એવી રીતે ગતિ કરે છે કે \(t\) સમયે કેન્દ્રગામી બળ \(n^2Rt^2\) દ્વારા આપી શકાય જ્યાં \(n\) એ અચળાંક છે.તો કણ પર લાગતાં બળ દ્વારા તેના પર અપાયેલ પાવર કેટલો હશે? 2016 મધ્યમ
  29. 179. \(v\) ઝડપથી ગતિ કરતો ન્યુટ્રોન ધરા અવસ્થામાં રહેલ સ્થિર હાઇડ્રોજન પરમાણુ સાથે સંઘાત કરે છે. તો ન્યૂટ્રોનની ન્યૂનતમ ગતિઉર્જા(\(eV\) માં) કેટલી હોવી જોઈએ કે જેથી તે અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે? 2016 અઘરું
  30. 180. વજન ઘટાડવાનો પ્રયત્ન કરતો એક વ્યકિત ચરબી બાળવા \(10\) \(kg\) નું વજન \(1000\) વખત \(1\) \(m\) ની ઊંચાઇ સુધી ઉંચકે છે.દર વખતે વજન નીચે લાવતા સ્થિતિઊર્જામમાં થતો વ્યય એ ઉત્સજીત થાય છે,તેમ ધારો .વજનને ઉપર લઇ જતા જ કાર્ય થાય છે,તેમ મમાને તો તે કેટલી ચરબી વાપરશે ? ચરબી \(3.8 \times  10^7 \) \(J/kg\) ઊર્જા આપે છે જે \(20 \%\) કાર્યક્ષમતાના દરે યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ થાય છે. \(g=9.8\) \(ms^{-2}\) લો. 2016 મધ્યમ
  31. 181. કોઈ કણ \(r\) ત્રિજ્યા ના વર્તુળાકાર પથ પર બળ \(F\, = \alpha r^2\) ની અસર હેઠળ ગતિ કરે છે, જે કેન્દ્ર તરફ લાગેલું છે. તો કણની ની કુલ યાંત્રિક ઉર્જા (ગતિઉર્જા + સ્થિતિઉર્જા) કેટલી થાય? (સ્થિતિઉર્જા \(= 0\) for \(r\, = 0\)) 2015 અઘરું
  32. 182. \(m = 10\,kg\) દળનો એક બ્લોક સમક્ષિતિજ ટેબલ પર સ્થિર પડેલો છે. બ્લોક અને ટેબલ વચ્ચે નો ઘર્ષણાંક \(0.05\) છે.જ્યારે \(50\,g\) દળ ધરાવતી એક બુલેટ \(v\) વેગથી બ્લોકમાં ઘૂસે છે, તેથી બ્લોક ટેબલ પર \(2\,m\) અંતર કાપીને સ્થિર થાય છે.જો મુક્ત પતન કરતા પદાર્થને \(\frac {v}{10}\) વેગ જાળવવો હોય તો ઉર્જાના વ્યયને અવગણતા અને \(g=10\,ms^{-2}\) લેતા \(H\) ની કિંમત ................... \(\mathrm{km}\) થશે? 2015 અઘરું
  33. 183. \(x -\) દિશામાં \(2v\) જેટલી ઝડપથી ગતિ કરતો અને \(m\) દળ ધરાવતો કણ \(y-\) દિશામાં \(v\) જેટલી ઝડપથી ગતિ કરતા બીજા \(2m\) દળ ધરાવતા કણ સાથે અથડાય છે.આ અથડામણ જો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય,તો અથડામણ દરમિયાન ઊર્જામાં થતો પ્રત્યાશિત ફેરફાર ..................... \(\%\) ની નજીક ( જેટલો ) હશે. 2015 અઘરું
  34. 184. આકૃતિ માં બતાવ્યા મુજબ ત્રણ દળો \(m,\,2\,m\) અને \(3\,m\) \(x-y\)સમતલ માં અનુક્રમે \(3\,u,\,2\,u\,\) અને \(u\) ઝડપથી ગતિ કરે છે. ત્રણેય દળો એકજ બિંદુ \(P\) એ સંઘાત પામે છે અને એકબીજા સાથે ચોંટી જાય છે. તો પરિણામી દળ નો વેગ કેટલો હશે?
    2014 અઘરું
  35. 185. બુલેટ એક પાટિયામાથી પસાર થઈ ને તેના વેગનો \({\left( {\frac{1}{n}} \right)^{th}}\) મો વેગ ગૂમાવે છે. તો બુલેટ ને સ્થિર કરવા માટે આવા કેટલા પાટિયા જોઈએ? 2014 અઘરું
  36. 186. એક  ખેંચ્યા વગર ની સ્પ્રિંગ લંબાઈ \(l\) અને દળ \(m\) ધરાવે છે અને તેનો એક છેડો દ્રઢ આધાર સાથે જોડેલો છે.ધારો કે સ્પ્રિંગ ને એકસમાન તાર થી બનાવેલી છે તો તેના એક છેડાને સમાન વેગ \(v\) થી ખેંચવામાં આવે છે તો તેણે મેળવેલી ગતિઉર્જા કેટલી થશે? 2014 અઘરું
  37. 187. જયારે રબરબેન્ડને \(x\) અંતરે ખેંચવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતું પુન:સ્થાપક બળ \(F=ax+bx^2\) છે,જયાં \(a\) અને \(b\) અચળાંક છે.જો રબરબેન્ડને તેની મૂળ સ્થિતિમાંથી \(L\) અંતર ખેંચવામાં આવે તો થતું કાર્ય: 2014 મધ્યમ
  38. 188. આ પ્રશન માં વિધાન \(-I\) અને વિધાન \(-II\) આપવામાં આવ્યા છે.આ વિધાન પછી આપવામાં આવેલા ચાર વિકલ્પોમાંથી કોઇ એક પસંદ કરો ,કે જે બંને વિધાનોની શ્રેષ્ઠ વ્યાખ્યા આપે છે. વિધાન \(I:\) \( v\) કણ જેટલી ઝડપથી ગતિ કરતો અને \(m\) દળ ધરાવતો એક બિંદુવ્‍ત કણ, \(M\) દળ ધરાવતા અને સ્થિર બીજા બિંદુવ્‍ત કણ સાથે અથડામણ અનુભવે છે,શકય મહત્તમ ઊર્જા વ્યય \(f\) \(\left( {\frac{1}{2}m{v^2}} \right)\) સૂત્ર વડે આપી શકાય.જો f \(=\left( {\frac{m}{{M + m}}} \right)\) વિધાન \(II\) : અથડામણને અંતે જો બંને કણો એકબીજા સાથે જોડાઇ જાય,તો મહત્તમ ઊર્જા વ્યય થશે. 2013 મધ્યમ
  39. 189. એક પવન સંચાલિત જનરેટર પવન ઉર્જા ને વિદ્યુતઉર્જામાં રુપાંતરીત કરે છે.ધારો કે જનરેટર તેના પાંખિયા દ્વારા પવનઉર્જાના ઘર્ષણ ને વિદ્યુત ઉર્જા માં રુપાંતરીત કરે છે.પવનની ઝડપ \(v\) માટે, મેળવેલ વિદ્યુત પાવર કઈ રીતે સમપ્રમાણ માં હશે? 2013 અઘરું
  40. 190. \(M\) દળના એક પ્રક્ષેપને એવી રીતે ફેંકવામાં આવે છે તેનો સમક્ષિતિજ વિસ્તાર \(4\, km\) થાય. ઉચ્ચત્તમ સ્થાનેથી તેના ફાંટીને બે  \(M/4\) અને \(3M/4\) દળના બે ભાગ થાય છે અને ભારે ભાગ શૂન્ય પ્રારંભિક વેગ થી શિરોલંબ દિશામાં પતન કરે છે. તો હળવા ભાગ નો સમક્ષિતિજ વિસ્તાર(પ્રક્ષેપના પ્રારંભિક સ્થાને થી અંતર) કેટલા ................ \(\mathrm{km}\) હશે?  2013 અઘરું