ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - ગતિના નિયમો PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

2013–2026 ના 114 પ્રશ્નો. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સૌથી વધુ પૂછાય છે.

114પ્રશ્નો
11ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 11% મધ્યમ 50% અઘરું 39%

STD 11 - ગતિના નિયમો ના બધા પ્રશ્નો

નવા પહેલા

114 માંથી 51–100 પ્રશ્નો

  1. 51. આપેલ આકૃતિ બળની અસર હેઠળ એક અક્ષને સમાંતર ગતિ કરતા એક કણ માટે વેગમાન-સમય \((p-t)\) વક્ર રજૂ કરે છે.આલેખ પર ક્યાં-ક્યાં સ્થાને અનુક્રમે બળ મહતમ અને લઘુતમ હશે?
    2023 મધ્યમ
  2. 52. દોરીના એક છેડે \(\sqrt{3}\) દળ લગાડેલ છે. જ્યારે બીજો છેડો દિવાલ સાથે દોરીના એક છેડા સાથે દળ લગાડેલ છે જ્યારે બીજા છેડાને દીવાલ સાથે બાંધવામાં આવે છે. તેના પર અજ્ઞાત બળ \(F\) એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી દોરીતે દીવાલ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે. તણાવ \(T\) નું મૂલ્ય \(........\) થાય. (\(g\) નું મૂલ્ય \(=10\,ms ^{-2}\))
    2023 મધ્યમ
  3. 53. દરેક \(10\,g\) ની એવી બુલેટ (ગોળીઓ) ને \(250\,m / s\) ની ઝડપે ફાયર કરતી મશીનગનને, તેના સ્થાન જાળવી રાખવા માટે સરેરાશ \(125\,N\) નું બાહ્ય બળ લગાવવું પડે છે. મશીનગન દ્વારા પ્રતિ સેકન્ડમાં ફાયર થતી બુલેટ (ગોળીઓ) ની સંખ્યા ......... હશે. 2023 મધ્યમ
  4. 54. દરેક \(m\) દળના \(100\) દડાઓ, \(v\) જેટલી ઝડપથી ગતિ કરી દિવાલને લંબરૂપે અથડાય છે. દડાઓ તેટલી જ ઝડપ સાથે \(t\) સેકન્ડમાં પરાવર્તિત થાય છે. દડાઓ દ્વારા દિવાલ ઉપર લગાવાતું કુલ બળ \(..........\) થશે. 2023 મધ્યમ
  5. 55. કણનો સ્થાન સદિશ સમય \(t\) સાથે \(\vec{r}=\left(10 t \hat{i}+15 t^2 \hat{j}+7 \hat{k}\right) \;m\) મુજબ દર્શાવવામાં આવે છે. તો કણે અનુભવેલ પરિણામી બળની દિશા ....... છે. 2023 મધ્યમ
  6. 56. કોઈ પણ ક્ષણે \(500\,g\) દ્રવ્યમાન ધરાવતા કણનો વેગ \(\left(2 t \hat{i}+3 t^2 \hat{j}\right)\,ms ^{-1}\) છે. જો કણ પર લાગતું બળ \(t=1 s\) સમયે \((\hat{i}+x \hat{j})\,N\) હોય, તો \(x\) નું મૂલ્ય ...... હશે 2023 મધ્યમ
  7. 57. નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\): પ્રવાહ સ્વિચ બંધ કર્યા બાદ અમુક સમય સુધી વિદ્યુત પંખાનું ભ્રમણ ચાલુ રહે છે. કારણ \(R\): ગતિના જડત્વને કારણે પંખાનું ભ્રમણ ચાલુ રહે છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  8. 58. નીચે મુજબ બે કથન આપેલ છે. કથન \(I\) : લીફટ ઉપર અથવા નીચેની તરફ સમાન ઝડપથી જઈ શકશે જ્યારે તેનુ વજન તેના કેબલના તણાવબળ સાથે સંતુલનમાં હોય. કથન \(II\) : લીફટના તળિયા દ્વારા તેમા ઉભી રહેલ વ્યક્તિના પગ પર લાગતું બળ તેના વજન કરતા વધુ હોય જ્યારે લીફટ વધતી જતી ઝડપથી નીચે તરફ જતી હોય. બંને કથનના સંદર્મમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરી. 2023 મધ્યમ
  9. 59. \(0.05\,kg\) નાં બે બિલિયર્ડ બોલ વિરુદ્ધ દિશામાં \(10\,ms^{-1}\) સાથે ગતિ કરતાં સંઘાત (અથડામણ) અનુભવે છે અને સમાન ઝડપ સાથે પાછા ફરે છે. જો સંપર્ક સમય \(t =0.005\,s\) હોય તો એકબીજાને કારણે પ્રવર્તતું બળ  \(.......N\) હશે. 2022 મધ્યમ
  10. 60. \(10\,kg\) દળ ઘરાવતી વસ્તુને સમક્ષિતિજની સાપેક્ષે \(45^{\circ}\) ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. વસ્તુના ગતિપથને અવલોક્તા તે \((20,10)\) બિંદુમાંથી પસાર થાય છે. જો તેના ગતિપથનો સમય \(T\) હોય,તો \(t=\frac{T}{\sqrt{2}}\) સમયે વેગમાન સદિશ  \(............\) થશે.\(\left[\right.\)  \(\left.g=10 m / s ^{2}\right]\) લો. 2022 અઘરું
  11. 61. \(10 \,kg\) દળને \(5 \,m\) લાંબા દોરડાની મદદથી છત પરથી શિરોલંબ રીતે લટકાવવામાં આવેલ છે. દોરડાંના મધ્યબિંદુ આગળ \(30 \,N\) જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાવવામાં આવે છે. દોરડાનો શિરોલંબ સાથેનો કોણ \(\theta=\tan ^{-1}\left(x \times 10^{-1}\right)\) છે. \(x\) નું મૂલ્ય ........... થશે. \(\left(g=10 m / s ^{2}\right)\) 2022 મધ્યમ
  12. 62. \(100\, g\) દળ ધરાવતી વસ્તુ પર \((10 \hat{i}+5 \hat{j}) N\) જેટલું બળ લાગે છે. વિરામ સ્થિતિમાંથી શરૂ કરીને \(t =2 s\) એ વસ્તુનું સ્થન \(( a \hat{i}+ b \hat{j}) m\) થાય છે. \(\frac{ a }{ b }\) નું મૂલ્ય..........મળે છે 2022 મધ્યમ
  13. 63. \(2 \,kg\) દળ ધરાવતું ચોસલું એક ધર્ષણરહિત સમતલ પર મૂકેલ છે. (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર). તેના પર \(1 \,kgs ^{-1}\) ના દર થી પાણીની ધાર (ફૂવારો) મારવામાં આવે છે કે જેની ઝડપ \(10 \,ms ^{-1}\) છે. તો ચોસલાનો પ્રારંભિક પ્રવેગ .................. \(ms ^{-2}\) માં થશે.
    2022 મધ્યમ
  14. 64. \(200 \,g\) દળ ધરાવતા ચોસલાને લીસા ઢોળાવ પર યોકકસ બળ \(F\) દ્વારા સ્થિર ટેકવવામાં આવેલ છે. (આકૃતિ જુઓ) જો \(F\) નું લધુત્તમ બળ મૂલ્ય \(\sqrt{x} N\) હોય તો \(x=\).......... થશે.
    2022 મધ્યમ
  15. 65. \(5\, kg\) દળ ધરાવતી વસ્તુને શિરોલંબ ઊધર્વદિશામાં ફેંકવામાં આવે છે. સમગ્ર ગતિ દરમિયાન હવાનો અવરોધ \(10 \,N\) નું સતત અપ્રવેગીત બળ ઉત્પન્ન કરે છે. ઉપર ચઢવાની અને નીચે તરફની ગતિ દરમિયાન સમયનો ગુણોત્તર.........થશે. 2022 અઘરું
  16. 66. \(50\,kg\) નો વાંદરો, \(350\,N\) નું તણાવ \((T)\) સહન કરી શકે તેવા દોરડા ઉપર ચઢે છે. પહેલાં તે \(4\,ms ^{-2}\) ના પ્રવેગ થી દોરડા પર નીચે ઉતરે છે અને પછી \(5\,ms ^{-2}\) ના પ્રવેગથી દોરડા પર ઉપર ચઢે છે. સાચો વિકલ્પ પસંદ કરો :\(\text { ( } g=10\,ms ^{-2})\) લો. 2022 મધ્યમ
  17. 67. \(60 \,kg\) નો એક વ્યક્તિ રસ્તા ઉપર દોડે છે અને એકદમ જ \(120 \,kg\) દળ ધરાવતી સ્થિર ટ્રોલી કારમાં કૂદકો મારે છે. પછી, ટ્રોલી કાર \(2 \,ms ^{-1}\) ના વેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે માણસ કારની અંદર કૂદકો મારે છે ત્યારે દોડતા માણસનો વેગ ............ \(ms ^{-1}\) હશે. 2022 મધ્યમ
  18. 68. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ દળો \(M =100\,kg , m _1=10\,kg\) અને \(m _2=20\,kg\) ને ગોઠવવામાં આવ્યા છે. બધીજ સપાટીઓ ઘર્ષણરહિત અને દોરીઓ ખેંચાણ અનુભવતી નથી અને હલકી છે. પુલી પણ હલકી અને ઘર્ષણરહિત છે. તંત્ર પર બળ \(F\) એવી રીતે સગાવવામાં આવે છે કે જેથી દળ \(m _2,\; 2 \;ms ^{-2}\) ના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે છે. બળ \(F\) નું મૂલ્ય \(............N\) થશે( \(g =10 ms ^{-2}\) લો.)
    2022 અઘરું
  19. 69. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(free\,body\,diagram\) \((FBD)\) માટે, ઘણા બધા બળો ' \(x\) ' અને ' \(y\) ' દિશામાં લગાવવામાં આવે છે. વધારાનો કેટલો અને \(x-\)અક્ષને કેટલા કોણે બળ લગાડવો પડશે કે જેથી પદાર્થમાં પરિણામી (સમાસ) પ્રવેગ શૂન્ય થાય?
    2022 મધ્યમ
  20. 70. આફૃતિમાં દર્શાવેલ રયનામાં \(m_{1}, m_{2}, m_{3}\) અને \(m_{4}\) દળોનાં પ્રવેગો અનુક્રમે \(a_{1}, a_{2}, a_{3}\) અને \(a _{4}\) છે. નીચેનામાંથી કયો સંબંધ આ રયના માટે સાયું થશે ?
    2022 અઘરું
  21. 71. બે જુદા-જુદા પ્રયોગોમાં \(25 \,ms ^{-1}\) ની ઝડપથી ગતિ કરતો \(5 \,kg\) દળનો એક પદાર્થ જુદી-જુદી દ્વિવાલોને અથડાય છે અને અનુક્રમે \((i) 3\) સેક્ન્ડ અને \((ii) 5\) સેકન્ડમાં વિરામસ્થિતિમાં આવે છે. નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2022 મધ્યમ
  22. 72. દોરી-પુલી રચનાની મદદથી લટકાવેલ \(M\) દળ ચાર ગણું વધારે દળ સાથે જોડાયેલ છે. આ મોટા દળને સમક્ષિતિજ બરફના ચીસલા ઉપર મૂકવામાં આવેલ છે અને તેને \(2 \,Mg\) બળ વડે ખેંચવામાં આવે છે. આ પરિસ્થિતિમાં દોરીમાં તણાવ \(\frac{x}{5} Mg\) મળે છે. \(x\) નું મૂલ્ય ........... હશે. દોરીનું દળ અવગણો અને મોટા ચોસલા (મોટું દળ) અને બરફની પાટ વચ્ચે ધર્ષણ અવગણો. (Given \(g=\) acceleration due to gravity)
    2022 મધ્યમ
  23. 73. એક બેટ્સમેન \(0.4 \,kg\) દળ ધરાવતા બોલને પાછો બોલરની જ દિશામાં તેની પ્રારંભિક ઝ5પ \(15 \,ms ^{-1}\) ને બદલ્યા વગર ફટકારે છે. બોલને આપવામાં આવતો આવેગ (બોલને રેખીય ગતિ છે તેમ ધારતાં) ......... \(Ns\) હશે. 2022 સરળ
  24. 74. એક ખોખાંની અંદર \(M\) જેટલું દળ ધરાવતું ચોસલું '\(a\)' જેટલા પ્રવેગથી નીયે તરફ ગતિ કરે છે. ચોસલું બોક્ષના તળિયા ઉપર તેના વજન કરતા યોથા ભાગનું બળ લગાડે છે. \('a'\) નું મૂલ્ય ............ હશે. 2022 સરળ
  25. 75. એક ફુગ્ગાનું હવામાં દળ \(10 \,g\) છે. ફુગ્ગામાંથી \(4.5 \,cm / s\) ની નિયમીત ઝડપથી હવા નિકળે છે. જો ફૂગ્ગો \(5 \,s\) માં સંપૂર્ણ ખાલી થઈ જાય તો ફુગ્ગા ઉ૫૨ લાગતું સરેરાશ બળ ........... \(dyne\) થશે. 2022 સરળ
  26. 76. એક વ્યક્તિ લિફટમાં ઉભેલો છે. તે કઈ પરિસ્થિતિમાં વજનરહિત સ્થિતિ અનુભવશે ? 2022 મધ્યમ
  27. 77. એક વસ્તુને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેની મહત્તમ ઉંંચાઈએ નીચે આપેલામાંથી કઈ ભૌતિક રાશિ શૂન્ય થશે ? 2022 મધ્યમ
  28. 78. \(k\) જેટલો સ્પ્રિંગ અચળાંક અને \(l_{0}\) જેટલી પ્રાકૃતિક લંબાઈ ધરાવતી દળ રહિત સ્પ્રિંગના એક છેડાને ધર્ષણરહિત ટેબલ પર રહેલા \(m\) દળ ધરાવતા નાના પદાર્થ સાથે જોડવામાં આવે છે. સ્પ્રિંગ સમક્ષિતિજ રહે છે. જો વસ્તુને જડિત છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(\omega\) જેટલા કોણીય વેગ સાથે ભ્રમણ કરાવવામાં આવે તો સ્પ્રિગમાં ઉત્પન્ન ખેંચાણ ............ થશે. 2022 મધ્યમ
  29. 79. \(m _1=5\,kg\) અન \(m _2=3\,kg\) દળ ધરાવતા બે વસ્તુઓને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક હલકી દોરી, કે જે લીસી અને હલકી પુલી પરથી પસાર થઈ છે, તેની મદદથી જોડવામાં આવે છે. પુલી એક લીસા ઢોળાવના છેડે રહેલ છે. આ તંત્ર વિરામ સ્થિતિમાં છે. ઢોળાવ વડે \(m\) દળ ધરાવતાં પદાર્થ ઉપર લાગતું બળ \(...... N\) હશે. [ \(g =10 ms ^{-2}\) લો.]
    2022 અઘરું
  30. 80. \(M_1\) અને \(M_2\) નાં બે દળોને હલકી ખેંચાણ ન અનુભવતી દોરી કે જેને ધર્ષણાહિત પુલી પરથી પસાર કરવામાં આવી છે તેના બે છેડા આગળ બાંધવામાં આવેલા છે. જ્યારે દળ \(M_2\) એ \(M_1\) કરતા બમણું હોય ત્યારે તંત્રમાં \(a_1\) જેટલો પ્રવેગ મળે છે.જ્યારે \(M_2\) એ \(M_1\) કરતા ત્રણ ગણું હોય છે ત્યારે તંત્રનો પ્રવેગ \(a_2\) જેટલો મળે છે. \(\frac{a_1}{a_2}\) ગુણોત્તર શોધો.
    2022 મધ્યમ
  31. 81. \(m\) દળ અને \(L\) લંબાઈ ધરાવતી એક નિયમિત સાંકળને દળરહિત અને ધર્ષણરહિત ગરગડી પરથી પસાર કરવામાં આવે છે. તેની \(l\) જેટલી લંબાઈ એકબાજુ અને \(L - l\) જેટલી લંબાઈ બીજી બાજુ લટકતી હોય તેવી વિરામ સ્થિતિમાંથી છોડવામાં આવે છે.કોઈ સમયે જ્યારે \(l=\frac{L}{x}\) હોય, ત્યારે સાંંકળમાં \(\frac{g}{2}\) જેટલો પ્રવેગ છે. \(x\) નું મૂલ્ચ \(........\) હશે.
    2022 અઘરું
  32. 82. \(M\) દળ ધરાવતો એક પદાર્થ \(1: 1: 2\) દળ ગુણોત્તર ધરાવતા ત્રણ ટૂકડાઓમાં ફૂટે (વિભાળત) થાય છે. બે હલકા ટૂકડાઓ અનુક્રમે \(30 \,ms ^{-1}\) અને \(40 \,ms ^{-1}\) ના વેગ સાથે એક્બીજાને લંબરૂપે ફંગોળોય જાય છે. ત્રીજા ટૂકડાનો વેગ ............ \(\,ms ^{-1}\) થશે. 2022 મધ્યમ
  33. 83. નિયમીત વેગ \(v\) થી ઉપર તરફ ગતિ કરતી લિફટટમાં રાખેલ \(l\) લંબાઈના અને \(30^{\circ}\) નો નમન કોણ ઘરાવતા ઘર્ષણરહિત ઢોળાવ પરથી એક ચોસલું \(A\) , \(2\; s\) માં નીચે સરકે છે. જે નમન બદલીને \(45^{\circ}\) કરવામાં આવે તો ઢાળ પર સરકીને નીચે આવવા તે \(.........\,s\) સમય લેશે. 2022 મધ્યમ
  34. 84. \(0.1\, kg\) દળ અને \(10\) \(m / s\)નો વેગ ધરાવતી ગોળી લાકડાના બ્લોકમાં \(50\, cm\) સુધી ઘુસીને સ્થિર થાય છે,તો તેના પર લાગતું અવરોધક બળ \('x' \,N\) છે ,તો \('x'............... \,N\) 2021 મધ્યમ
  35. 85. \(2\, {kg}\) અન \(8\, {kg}\) દળના બોક્ષને દળરહિત દોરી વડે બાંધીને ને ગરગડી પર લટકાવેલ છે. \(8\; {kg}\) ના બોક્ષને સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને  જમીન પર પહોચવા માટે લાગતો સમય (\(sec\) માં) કેટલો હશે? (\(\left.{g}=10\, {m} / {s}^{2}\right)\)
    2021 અઘરું
  36. 86. \(2\, kg\) દળ ધરાવતો પદાર્થ \((2 \hat{ i }+3 \hat{ j }+5 \hat{ k }) \,N\) બળની અસર હેઠળ ગતિ કરે છે. તે વિરામ સ્થિતિમાંથી શરૂ કરે છે. તે પ્રારંભમાં ઊગમબિંદુ આગળ હતો. \(4\) સેકન્ડ બાદ, તેના નવા યામો \((8, b, 20)\) છે. \(b\) નું મૂલ્ય ...... . (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો) 2021 મધ્યમ
  37. 87. \(30 \,{g}\) ના સમાન દળના બે બિલિયર્ડ દડા સમાન \(108\, {kmph}\) (આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે) ની ઝડપે દઢ દિવાલ સાથે જુદા જુદા ખૂણે અથડાય છે. જો દડાઓ સમાન ઝડપે પરાવર્તિત થાય, તો \(X\) અક્ષની દિશામાં બોલ \(a\) અને બોલ \(b\) ના આઘાતના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
    2021 મધ્યમ
  38. 88. \(4 \,{kg}\) દળવાળી બંદૂકમાંથી \(4\,g\) દળવાળી ગોળી છોડવામાં આવે છે. જો ગોળી \(50\, {ms}^{-1}\) ની ઝડપ સાથે આગળ વધે છે, તો બંદૂકને આપવામાં આવતો આઘાત અને બંદૂકના પાછળના ભાગનો વેગ કેટલો હશે? 2021 મધ્યમ
  39. 89. \(5\, {kg}\) દળના પદાર્થ પર \(\vec{F}=(40 \hat{i}+10 \hat{j})\, N\) જેટલું બળ લાગે છે. જો પદાર્થ સ્થિર સ્થિમાંથી ગતિની શરૂઆત કરતો હોય, તો \(t=10\, {s}\) સમયે તેનો સ્થાનસદીશ \(\vec{r}\) કેટલો થાય? 2021 મધ્યમ
  40. 90. \(9\, m/s\) ની ઝડપથી ગતિ કરતો એક બોલ (દડો) તેને સમાન તેવા વિરામ સ્થિતિમાં રહેલ બીજા દડા સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ, દરેક દડા મૂળ (પ્રારંભિક) દિશા સાથે \(30°\) નો કોણ બનાવે છે. સંઘાત બાદ દડાઓનો વેગનો ગુણોત્તર \(x: y\) છે, જ્યાં \(x\) ............ છે. 2021 અઘરું
  41. 91. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળરહિત સળિયા \(AB\) અને \(AC\) દ્વારા એક ફ્રેમ બનાવેલ છે. \(A\) બિંદુ પર \(\overrightarrow{ P }\) બળ લાગે છે જેનું મૂલ્ય \(100\; N\) છે. તો બળ \(\overrightarrow{ P }\) નો \(AC\) ની દિશામાંનો ઘટક \(x\;N\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [\(\sin \left(35^{\circ}\right)=0.573, \cos \left(35^{\circ}\right)=0.819\) \(\left.\sin \left(110^{\circ}\right)=0.939, \cos \left(110^{\circ}\right)=-0.342\right]\)  
    2021 અઘરું
  42. 92. એક છોકરો ઘર્ષણરહિત સપાટી પર \(2\, kg\) દળ ધરાવતી પેટી (બોસ) ને \(\overrightarrow{ F }=(20 \hat{i}+10 \hat{j}) N\) બળથી ધક્કો મારે છે. જો પેટી પ્રારંભમાં વિરામ સ્થાને હોય તો \(x-\) દિશામાં \(t=10\, s\) સમય બાદ ચોસલાનું સ્થાનાંતર ...........\(m\) હશે. 2021 મધ્યમ
  43. 93. \(m\) દળનો પદાર્થ લાકડાના ઢાળ પર સરકે છે. જેના કારણે તે સમક્ષિતિજ સપાટી પર પાછળ તરફ સરકે છે. ઢાળની સપેકસે બ્લોકનો પ્રવેગ કેટલો થાય? આપેલ : \({m}=8 \,{kg}, {M}=16\, {kg}\) આકૃતિમાં દર્શાવેલ બધી જ સપાટી ઘર્ષણરહિત ધારો.
    2021 અઘરું
  44. 94. રોકેટનું શરૂઆતનું દળ \(1000\, {kg}\) છે. રોકેટને \(20 \,{ms}^{-2}\) નો પ્રવેગ આપવા માટે તેના બળતણના દહનનો દર \({kg} {s}^{-1}\) માં કેટલો હોવો જોઈએ? રોકેટમાંથી બહાર આવતા ગેસનો રોકેટની સાપેક્ષે વેગ \(500\, {ms}^{-1}\)છે. \([g = 10\, {m} / {s}^{2} ]\) 2021 મધ્યમ
  45. 95. સ્થિર લિફ્ટની અંદર સ્પ્રિંગ તુલામાં ઉભેલા માણસનું દળ \(60\, kg\) છે. જે \(1.8 \,m / s ^{2}\) અચળ પ્રવેગ થી લિફ્ટ નીચે ઉતરે તો માણસનું વજન ........ \(N\) હશે. \(\left[g=10 m / s ^{2}\right]\). 2021 મધ્યમ
  46. 96. શરૂઆતમાં સ્થિર રહે \(M\) દળના કણ પર બળ લગાવવામાં આવે છે જેની દિશા અચળ છે પરંતુ તેનું મૂલ્ય નીચે આપેલા સમીકરણ મુજબ બદલાય છે.  \(F=F_{0}\left(1-\left(\frac{t-T}{T}\right)^{2}\right)\) જ્યાં \(F_{0}\) અને \(T\) અચળાંકો છે. બળ માત્ર \(2T\) સમયગાળા માટે લગાવવામાં આવે છે. તો \(2 {T}\) સમય પછી કણનો વેગ \(v\) કેટલો થશે? 2021 અઘરું
  47. 97. અવકાશમાં રહેલ એક અવકાશયાન આંતરગ્રહીય ધૂળને સાફ કરે છે. જેના કારણે તેનું દળ \(\frac{ dM ( t )}{ dt }= bv ^{2}( t )\) ના દરથી વધે છે. જ્યાં \(v(t)\) એ તાત્ક્ષણિક વેગ છે. તો અવકાશયાનનો તાત્ક્ષણિક પ્રવેગ કેટલો થશે? 2020 અઘરું
  48. 98. છત સાથે જોડેલી \(4 \;\mathrm{m},\) દોરીના છેડે \(10\; kg\) નો પદાર્થ બાંધેલો છે.દોરીના મધ્યબિંદુ પાસે સમક્ષિતિજ દિશામાં \(\mathrm{F}\) જેટલું બળ લગાવવામાં આવે છે કે જેથી તેનો ઉપરનો અડધો છેડો શિરોલંબ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે તો બળ \(\mathrm{F}\)  ........... \(N\) હશે. (\(\mathrm{g}=10 \;\mathrm{ms}^{-2}\) અને દોરી દળરહિત લો) 2020 મધ્યમ
  49. 99. એક \(m\) દળના નાના દડાને જમીન પરથી ઉપર તરફ \(u\) વેગથી ફેકવામાં આવે છે. દડો \(mkv ^{2}\) જેટલું અવરોધક બળ અનુભવે છે. જ્યાં \(v\) તેની ઝડપ છે. તો દડાએ પ્રાપ્ત કરેલી મહતમ ઊંચાઈ કેટલી હશે? 2020 અઘરું
  50. 100. એક સમક્ષિતિજ તકતી પર સ્પ્રિંગ દળ તંત્ર(\(m\) દળ ,\(k\) બળ અચળાંક અને \(l\) મૂળભૂત લંબાઈ) સંતુલનમા છે. સ્પ્રિંગનો ખુલ્લો છેડો તકતીના કેન્દ્ર પર જડેલો છે.જો તકતી સ્પ્રિંગની સાથે પોતાની અક્ષને અનુલક્ષીને \(\omega,\left(\mathrm{k} > > \mathrm{m} \omega^{2}\right)\) કોણીય ઝડપથી ભ્રમણ કરે સ્પ્રિંગની લંબાઈમાં થતો સાપેક્ષ ફેરફાર કેટલો હશે? 2020 મધ્યમ