STD 11 - ગતિના નિયમો ના બધા પ્રશ્નો
નવા પહેલા114 માંથી 101–114 પ્રશ્નો
- 101. \(\mathrm{k}\) બળ અચળાંક અને \(\ell\) મૂળ લંબાઈ ધરાવતી સ્પ્રિંગના એક છેડે \(\mathrm{m}\) દળ ધરાવતો કણ બાંધેલો છે અને બીજો છેડો જડિત કરેલો છે.તંત્રને \(\omega\) જેટલી કોણીય ઝડપ આપતા તે ગુરુત્વમુક્ત અવકાશમાં વર્તુળમાં ફરે તો સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થશે? 2020 મધ્યમ
- 102. \(m _{1}\) દળ અને \((\sqrt{3} \hat{i}+\hat{j})\, ms ^{-1}\) જેટલા વેગથી ગતિ કરતો કણ \(A\) બીજા સ્થિર પડેલા \(m _{2}\) દળના કણ \(B\) સાથે સંઘાત અનુભવે છે \(\overrightarrow{ V }_{1}\) અને \(\overrightarrow{ V }_{2}\) એ અનુક્રમે કણ \(A\) અને \(B\) નો અથડામણ પછીનો વેગ છે. જો \(m _{1}=2\, m _{2}\) અને અથડામણ પછી \(\overrightarrow{ V }_{1}=(\hat{ i }+\sqrt{3} \hat{ j })\, ms ^{-1}\) હોય તો \(\overrightarrow{ V }_{1}\) અને \(\overrightarrow{ V }_{2}\) વચ્ચેનો ખૂણો \(......^o\) હશે? 2020 અઘરું
- 103. \(10\ kg\) ના દ્રવ્યમાનને છત પરથી દોરડા વડે ઉર્ધ્વદિશામાં લટકાવવામાં આવેલ છે. આ દોરડાના કોઈ એક બિંદુ પર જ્યારે સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે ત્યારે છત પરના બિંદુથી આ દોરડું \(45^o\) વિચલન પામે છે. જો લટકાવેલ દ્રવ્યમાન સંતુલનમાં હોય તો આપાત બળનું મૂલ્ય ......... \(N\) થશે. 2019 મધ્યમ
- 104. એક બૉલને જમીન પરથી \(V_0\) વેગથી ફેકવામાં આવે છે. બૉલની ગતિ \(m\gamma {v^2}\) જેટલા અવરોધક બળથી અવરોધાય છે (જ્યાં \(m\) બૉલનું દળ , \(v\) તાત્ક્ષણિક વેગ અને \(\gamma \) અચળાંક છે). બૉલને તેના શિરોબિંદુથી ઉઠવા માટે કેટલો સમય લાગશે? 2019 અઘરું
- 105. એક માણસ (દળ \(= 50\, kg\)) અને છોકરો (દળ \(= 20\, kg\)) એક ઘર્ષણરહિત સમતલ પર એકબીજા સામે ઊભા છે. માણસ છોકરાને ધક્કો મારતા તે માણસની સાપેક્ષે \(0.70\, ms^{-1}\) ના વેગથી ગતિ કરે તો માણસનો જમીનની સાપેક્ષે વેગ ........ \(ms^{-1}\) હશે. 2019 મધ્યમ
- 106. \(m_1\) દળ અને \(v_1 \hat i\) વેગ ધરાવતો પદાર્થ \(m_2\) દળ અને \(v_2 \hat i\) વેગ ધરાવતા પદાર્થ સાથે રેખીય અથડામણ અનુભવે છે. અથડામણ પછી \(m_1\) અને \(m_2\) દળ અનુક્રમે \(v_3 \hat i\) અને \(v_4 \hat i\) વેગથી ગતિ કરે છે. જો \(m_2 = 0.5\, m_1\) અને \(v_3 = 0.5\, v_1\) હોય તો \(v_1\) કેટલો થાય? 2019 મધ્યમ
- 107. \(m\) દળ ધરાવતો એક કણ સીધી લીટીમાં \(p\) જેટલા વેગમાનથી ગતિ કરે છે. પ્રારંભમાં \(t=0\) સમયે ગતિ કરતા પદાર્થ પર બળ \(F = kt\) એ જ દિશામાં \(T\) સમય ગાળા માટે એવી રીતે લાગે છે કે જેથી તેનું વેગમાન \(p\) માંથી બદલાયને \(3p\) થાય છે. અહીં \(k\) એક અચળાંક છે. તો \(T\) નું મૂલ્ય કેટલું હશે? 2019 મધ્યમ
- 108. હાઇડ્રોજન અણુનું દળ \(3.32 \times 10^{-27 } \) \(kg\) છે.જો \(10^{23}\) હાઇડ્રોજન અણુઓ બીજી પ્રતિ સેકન્ડ, \(2\) \(cm^2\) ક્ષેત્રફળ ધરાવતી જડિત દિવાલ ઉપર તેના લંબને \(45^o \) ના કોણે આપાત થાય છે.અને સ્થિતિસ્થાપક રીતે \(10^3\) \( m/s\) ની ઝડપ સાથે પાછા ફરે છે.તો દિવાલ ઉપરનું દબાણ લગભગ ________ થશે. 2018 મધ્યમ
- 109. કોઈ \(m\) દળના કણ પર પ્રયોગમુલક નિયમ પ્રમાણે બળ \(F = \frac{R}{{{t^2}}}\,v(t)\) લગાવવામાં આવે છે. ગતિની શરુઆતની સ્થિર સ્થિતિ થી પ્રાયોગિક રીતે આ નિયમ ની કસોટી કરવી હોય તો તેના માટે ..... નો વક્ર દોરવો એ ઉત્તમ રસ્તો છે. 2016 અઘરું
- 110. \(m\) દળ અને \(r\) ત્રિજ્યા ના સમાન મણકાને મોટી સંખ્યા \((n)\) માં એક પાતળા લીસ્સા સમક્ષિતિજ \(L\, (L >> r)\) લંબાઈ ના સળિયા માં પરોવેલા છે અને તેઓ યાદચ્છિક રીતે સ્થિર સ્થિતિમાં છે.સળિયાને બે જડ આધાર પર મૂકેલો છે (આકૃતિ જુઓ). તેમાથી એક મણકા ને \(v\) જેટલી ઝડપ આપવામાં આવે છે, તો લાંબા સમય પછી દરેક આધાર દ્વારા અનુભવાતું સરેરાશ બળ કેટલું થશે? (ધારો કે દરેક અથડામણ સ્થિતિ સ્થાપક છે.)
2015 અઘરું - 111. \(10^{-2}\, m^2\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતી સમક્ષિતિજ નળીમાંથી \(1.5\, ms^{-1}\) ઝડપે આવતા પણે ને હથેળી વડે રોકવામાં આવે છે.પાણી હથેળીને અથડાતાં તરત ઊભું રહી જાય છે તેમ ધારતા પાણીને રોકવા ઓછામા ઓછું ........ \(N\) બળ લગાવવું પડતું હશે? 2014 મધ્યમ
- 112. અચળ બળ \(\overrightarrow F = {F_x}\hat i + {F_y}\hat j\) હેઠળ એક \(5\, kg\) દળનો પદાર્થ \(t\,= 0\, s\) સમયે \(\overrightarrow v = \left( {6\hat i - 2\hat j\,m/s} \right)\) જેટલો અને \(t\, = 10\,s\) સમયે \(\overrightarrow v = +6\hat j\,m/s\) જેટલો વેગ ધરાવે છે. તો બળ \(\overrightarrow F \) કેટલું થશે? 2014 મધ્યમ
- 113. દળ \(M_1 = 20\,kg\) અને \(M_2 = 12\,kg\) ધરાવતા બે બ્લોક ને \(8\,kg\) દળ ધરાવતા ધાતુના સળિયા સાથે જોડેલા છે. આ તંત્ર ને \(480\,N\) બળ આપીને ઉપર શિરોલંબ દિશામાં ખેંચવામાં આવે છે. તો સળિયાના મધ્યબિંદુ એ તણાવ ........ \(N\) હશે .
2013 અઘરું - 114. વજન \(W\) અને ત્રિજ્યા \(5\, cm\) ધરાવતા એક નિયમિત ગોલકને એક દોરી સાથે આકૃતિ માં બતાવ્યા મુજબ બાંધેલો છે. તો દોરીમાં તણાવ કેટલું હશે?
2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.