STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો ના બધા પ્રશ્નો
નવા પહેલા114 માંથી 51–100 પ્રશ્નો
- 51. પાણીના આઠ ટીપાંઓ \(10\,cm / s\) ની અચળ ઝડપે હવામાંથી પાણીમાં પડે છે. જો ટીપાંઓ જોડાય તો તેનો નવો વેગ \(.......cm/s\) છે. 2023 અઘરું
- 52. \(0.1\,mm\) ત્રિજ્યા અન \(10^{4} \,kg m ^{-3}\) ની ધનતા ધરાવતો એક નાનો ગોલીય બોલ પાણી ભરેલી ટાંકીમાં દાખલ થતાં પહેલાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ \(h\) જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ બોલનો વેગ બદલાતો ના હોય તો \(h\) નું મૂલ્ય ........... \(m\) હશે. 2022 અઘરું
- 53. \(0.3\,g\) દળ અને \(8\,g / cc\) જેટલી ધનતા ધરાવતા એક નાના બોલનું જ્યારે ગ્લિસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેના વેગ અચળ થઈ જાય છે. જો ગ્લિસરીનની ધનતા \(1.3\,g / cc\) હોય તો બોલ પર પ્રવર્તતું સ્ગિન્ધ બળ \(x \times 10^{-4}\,N\) હશે . [g \(:=10 m / s ^2\) લો.] 2022 મધ્યમ
- 54. \(1\,m\) ત્રિજ્યા ધરાવતી નળાકારીય ટાંકી ધ્યાનમાં લો જેમાં પાણી ભરેલ છે. નળાકારમાં પાણીની ઉપરની સપાટી તળિયાથી \(15\,m\) ઊંચાઈએ છે. તળિયેથી \(5\,m\) ઊંચાઈએ નળાકારની દિવાલમાં એક છિદ્ર છે. પિસ્ટોનની મદદથી પાણીની ઉપરની સપાટી ઉપર \(5 \times 10^5\,N\) નું ધળ લગાડવામાં આવે છે. છિદ્રમાંથી નીકળતા પાણીના ફલકસની ઝડપ \(.........\,m / s\) હશે.(વાતાવરણનું દબાાણ \(P_A=1.01 \times 10^5\,Pa\), પાણીની ધનતા \(\rho_{ W }=1000\,kg / m ^3\) અને ગુરુત્વીય પ્રવેગ g \(=10\,m / s ^2\) છે.)
2022 અઘરું - 55. \(1 \,\mu m\) ત્રિજ્યા ધરાવતું પાણીનું એક ટીપું જ્યાં ઉત્પ્લાવક બળ ના પ્રવર્તતું હોય તેવી જગ્યાએ પડે છે હવા માટે શ્યાનતા ગુણાંક \(1.8 \times 10^{-5} \,Nsm ^{-2}\) અને તેની ધનતા પાણીની ધનતા \(\left(10^{6} \,gm ^{-3}\right)\) કરતા અવગણી શકાય તેટલી છે. પાણીના ટીપાંનો અન્ય (ટર્મિનલ) વેગ............ \(\times 10^{-6}\,ms ^{-1}\) હશે. (ગુરુત્વકર્ષી પ્રવેગ =\(10\) \(ms\) \({ }^{-2}\) લો.) 2022 મધ્યમ
- 56. \(16 \,cm ^{2}\) જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે નળાકારીય વાસણો (પાત્રો)માં અનુક્રમે \(100 \,cm\) અને \(150 \,cm\) ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવેલ છે. આ પાત્રોને જોડવામાં આવે છે કે જેથી તેઓમાં પાણીનું સ્તર સમાન ઊંચાઈએ થાય. આ પ્રક્રિયા દરમિયાન ગુરુત્વાકર્ષણને કારણે થતું કાર્ય ..........\(J\) થશે. [પાણીની ધનતા \(=10^{3} \,kg / m ^{3}\) અને \(g =10 \,ms ^{-2}\) લો.] 2022 અઘરું
- 57. \(2 \,mm\) વ્યાસ ઘરાવતું એક હવાનો પરપોટો \(1750 \,kg m ^{-3}\) ઘનતા ઘરાવતા દ્રાવણમાં \(0.35 \,cms ^{-1}\) ના અચળ દર થી ઉપર ચઢે છે. દ્રાવણ માટે સ્નિગ્ધતા અંક ........... પોઈસ (નજીકના પૂર્ણાંક સુધી) છે. (હવાની ઘનતા અવગણ્ય છે.) 2022 મધ્યમ
- 58. \('m'\) દળ અને \(d _{1}\) ઘનતા ઘરાવતા નાના બોલને જ્યારે ગ્લીસરીન ભરેલા એક પાત્રમાં મુક્ત કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેનો વેગ અચળ થઈ જાય છે. જો ગ્લીસરીનની ઘનતા \(d _{2}\) હોય તો બોલ ઉપર પ્રવર્તતું સ્નિગ્ધ બળ ........ હશે. 2022 મધ્યમ
- 59. \(750 \,kgm ^{-3}\) ની ઘનતા ધરાવતું એક પ્રવાહી એક સમક્ષિતિજ નળી કે જેના એક આડછેદનું ક્ષેત્રફળ \(A _{1}=1.2 \times 10^{-2} \,m ^{2}\) અને બીજા ક્ષેત્રનું આડછેદનું ક્ષેત્રફળ \(A_{2}=\frac{A_{1}}{2}\) છે, માંથી સરળતાથી વહે છે. નળીના પહોળા અને સાંકળા છેડાઓ વચ્ચે દબાણનો તફાવત \(4500 \,Pa\) છે. પ્રવાહીનો વહન દર ............... \(\times 10^{-3}\,m ^{3} s ^{-1}\) હશે. 2022 અઘરું
- 60. \(800 \,kgm ^{-3}\) ઘનતા ઘરાવતું એક આદર્શ પ્રવાહી (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) એક વળેલી નળીમાંથી સહેલાઈથી/સરળતાથી વહન પામે છે.આ નળીનો આડછેદ \(a\) થી ઘટીને \(\frac{a}{2}\) થાય છે. પહોળા અને સાંકળા છેડાઓ વચ્ચે દબાણનો તફાવત \(4100 \,Pa\) છે. પહોળા છેડા આગળ પ્રવાહીનો વેગ \(\frac{\sqrt{x}}{6} ms ^{-1}\) છે. \(x\) નું મૂલ્ય ........ થશે. \(\left( g =10 ms ^{-2}\right.\) છે.)
2022 અઘરું - 61. એક પ્રેશર-પંપ (ડંકી)ને પાણી બહાર લાવવા માટે \(10\,cm ^2\) આડછેદ ધરાવતી એક સમક્ષિતિજ નળી છે. જેમાંથી \(20\,m / s\). ની ઝડપથી પાણી બહાર નીકળે છે. નળીની સામે રહેલી દિવાલ સાથે અથડાઈને નળીમાંથી સમક્ષિત દિશામાં બાર નીકળતું પાણી અટકી જાય છે. દિવાલ પર લાગતું બળ \(......\,N\) હશે.[પાણીની ધનતા : = \(1000\,kg / m ^3\) આપેલ છે.] 2022 મધ્યમ
- 62. ગોળાકાર વરસાદના ટીપાંનો અંતિમ (ટર્મીનલ) વેગ (\(v_t\)) ધણાં બધા પ્રાચલો ઉપર આધાર રાખે છે. પરંતુ \(\left(v_{t}\right)\) નો ગોળાકાર વરસાદના ટીપાંની ત્રિજ્યા \((r)\) સાથેનો ફેરફાર......... પર આધાર રાખે છે. 2022 સરળ
- 63. જો \(p\) એ ધનતા અને \(\eta\) એ પ્રવાહીની શ્યાન્તા હોય કે જે \(d\) વ્યાસ ધરાવતી નળીમાંથી વહે છે. રેનોલ્ડ નંબર \(R_{ e }\) નું સાચું સૂત્ર ........... હશે. 2022 સરળ
- 64. મોટી ટાંકીના આડછેદનું ક્ષેત્ર \(0.5 \,m ^{2}\) છે. તેને તળિયા આગળ \(1 \,cm ^{2}\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું નાનું છિદ્ર છે. ટાંકીમાં પાણીની ઉપર \(25 \,kg\) નો ભાર લગાડવામાં આવે છે. ટાંકીમાં પાણીની ઝડપ અવગણી ટાંકીના તળિયાથી પાણીની ઉંચાઈ \(40 \,cm\) હોય ત્યારે છિદ્રમાંથી બહાર આવતાં પાણીનો વેગ ............. \(cms ^{-1}\) હશે. \(\left[ g =10 \,ms ^{-2}\right.\) લો.] 2022 મધ્યમ
- 65. નદીમાં પાણીના ઉપરના સ્તરનો વેગ \(36 \,km / h\) છે. જો પાણીના સમક્ષિતિજ સ્તરો વચ્ચે સ્પર્શીય-પ્રતિબળ \(10^{-3} N / m ^{2}\) હોય તો નદીની ઉંડાઈ.......... \(m\) હશે. (પાણીનો શ્યાનતા અંક \(=10^{-2} \,Pa . s\) છે.) 2022 મધ્યમ
- 66. પ્રવાહીના દાબીય સ્થિતિ સ્થાપકત્તા અંક (બલ્ક મોડ્યુલસ) \(3 \times 10^{10} \;Nm ^{-2}\) છે. પ્રવાહના આપેલા કદને \(2\) % ધટાડવા જારુરી દબાણ ....... \(\times 10^{8}\; Nm ^{-2}\) છે. 2022 મધ્યમ
- 67. \(0.4\, m ^{2}\) આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં તળિયે \(1\, cm ^{2}\) આડછેદ વાળો વાલ્વ છે . પાત્ર માં \(40\, cm\) ઊંચાઈ સુધી પાણી ભરેલ પિસ્ટન પર \(24\, kg\) પદાર્થ મૂકીને વાલ્વ નો ખૂલતાં પાણી ના વેગથી બહાર આવે તો \(V\)......\(m/s\)
2021 અઘરું - 68. અમુક ઊંડાઈ પર સબમરીન પર લાગતું દબાણ \(3 \times 10^{5}\;Pa\) છે. જો ઊંડાઈ બમણી કરવામાં આવે તો સબમરીન પર લાગતા દબાણમાં કેટલો પ્રતિશત વધારો થશે?(વાતાવરણનું દબાણ \(=1 \times 10^{5}\; Pa\), પાણીની ઘનતા \(=10^{3}\, kg \,m ^{-3}, \;g =10 \,ms ^{-2}\) ) 2021 મધ્યમ
- 69. એક હાઈડ્રોલીક પ્રેસ \(100\, kg\) ને ઊંચકી શકે છે જ્યારે \(‘m'\) જેટલું દળ નાના પિસ્ટન પર મૂકવામાં આવે છે. દળ ને \(‘m’\) જેટલું સમાન રાખીને જો મોટા પીસ્ટનનો વ્યાસ \(4\) ગણો વધારવામાં આવે અને નાના પીસ્ટનનો વ્યાસ \(4\) ગણો ઘટાડવામાં આવે તો તે ............... \(kg\) દળ ઊંચકી શકશે. 2021 અઘરું
- 70. એક હલકા નળાકારીય સમક્ષિતિજ સપાટી ઉપર રાખવામા આવેલ છે. તેના તળિયાનો આડછેદ \(A\) છે. તેના તળિયા આગળ \(a\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક છિદ્ર બનાવવામાં આવે છે. બહાર નીકળતા પ્રવાહીને કારણે લાગતાં બળને કારણે પાત્રને ન ખસેડવા માટે જરૂરી લઘુતમ ઘર્ષણાંક ............ હશે. \((a\,<\,<\,A)\)
2021 અઘરું - 71. જ્યારે તેનો વહન દર \(0.18\) લી\(/\)મિનીટ થી વધારીને \(0.48\) લી\(/\)મિનીટ કરવામાં આવે ત્યારે વર્તુળાકાર નળમાંથી વહેતા પાણીના દહનનો પ્રકાર કયો હો ? ત્રિજ્યા અને પાણીની નિગ્ધતા અનુક્રમે \(0.5\, cm\) અને \(10^{-3}\, Pa s\) છે.
(પાણીની ઘનતા : \(10^{3}\, kg / m ^{3}\)). 2021 મધ્યમ - 72. જમીનથી \(h=2000\, {m}\) ઊંચાઈ પર રહેલા વાદળમાંથી \(R=0.2\, {mm}\) ત્રિજયાનું વરસાદનું ટીપું પડે છે. સંપૂર્ણ પતન દરમિયાન ટીપું ગોળાકાર રહે છે અને ઉત્પ્લાવક બળ અવગણ્ય છે તેવું ધારો, તો વરસાદના ટીપાની ટર્મિનલ ઝડપ \({ms}^{-1}\) માં કેટલી હશે? [પાણીની ઘનતા \(f_{{w}}=1000 \;{kg} {m}^{-3}\) અને હવાની ઘનતા \(f_{{a}}=1.2 \;{kg} {m}^{-3}, {g}=10 \;{m} / {s}^{2}\) હવાનો શ્યાનતાગુણાંક \(=18 \times 10^{-5}\; {Nsm}^{-2}\) ] 2021 અઘરું
- 73. મિલકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં \(2.0 \times 10^{-5}\, {m}\) ત્રિજયા અને \(1.2 \times 10^{3} \,{kgm}^{-3}\) ઘનતા ધરાવતા વિદ્યુતભારરહિત ટીપાં પર લાગતું શ્યાનતા બળ કેટલું હશે? પ્રવાહીની શ્યાનતા \(=1.8 \times 10^{-5}\, {Nsm}^{-2} \) (હવાના કારણે લાગતું ઉત્પ્લવક અવગણો) 2021 મધ્યમ
- 74. પાણીની સપાટીથી વસ્તુને \(2\, km\) ઊંડાઇએ રાખતા તેના કદમાં થતો ફેરફાર \(\frac{\Delta V }{ V }=1.36\, \%,\) હોય તો તેના કદ પ્રતિબળ અને કદ વિકૃતિ નો ગુણોત્તર કેટલો થાય?[પાણીની ઘનતા \(=1000\, kg m ^{-3}\) અને \(\left. g =9.8 \,ms ^{-2} .\right]\) 2021 મધ્યમ
- 75. રબરના દડાને સમુદ્રના કેટલી ઊંડાઈએ (\(m\) માં) લઈ જતાં તેના કદમાં \(0.5\, \%\) નો ઘટાડો થાય? (રબરનો બલ્ક મોડ્યુલસ \(=9.8 \times 10^{8}\, {Nm}^{-2}\), સમુદ્રના પાણીની ઘનતા \(=10^{3} {kgm}^{-3}\) \(\left.{g}=9.8\, {m} / {s}^{2}\right)\) 2021 મધ્યમ
- 76. તમે એક ઓલિક ઍસિડનું મંદ દ્રાવણ લીધું છે કે જેમાં પ્રતિ \(cm ^{3}\) દ્રાવણમાં ઓલિક ઍસિડનું પ્રમાણ \(0.01 \,cm ^{3}\) છે. \(\left(\frac{3}{40 \pi}\right)^{\frac{1}{3}} \times 10^{-3}\; cm\) ત્રિજ્યાના દ્રાવણના \(100\) ટીપાંથી \(4\;cm ^{2}\) ક્ષેત્રફળ ધરાવતું પાતળું સ્તર બનાવવામાં આવે છે. તેમાં ઓલિક એસિડની જાડાઈ \(x \times 10^{-14} \;m\) છે. જ્યાં \(x\) કેટલું હશે? 2021 અઘરું
- 77. ઊભી દીવાલો ધરાવતી ટાંકીમાં \(12\, {m}\) ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. પાણીના સ્તરથી \('{h}'\) ઊંડાઈએ કોઈ એક દીવાલમાં એક હૉલ કરવામાં આવે છે. બહાર નીકળતી પાણીની ધાર જમીન ઉપર મહત્તમ અવધિ સુધી પહોચે તે માટે \(h\) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 2021 મધ્યમ
- 78. \(1 \;\mathrm{m}\) લંબાઈ ધરાવતા એક નળાકારને એવી ધાતુમાથી બનાવેલ છે કે જેનો રેખીય પ્રસરણાંક ખૂબ નાનો છે તેને \(0^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ પાણીની સપાટી ઉપર મુક્તા તેની \(20\; \mathrm{cm}\) લંબાઈ સપાટીથી ઉપર રહે છે.જ્યારે પાણીનું તાપમાન વધીને \(4^{\circ} \mathrm{C}\) થાય ત્યારે નળાકારની \(21 \;\mathrm{cm}\) લંબાઈ સપાટીથી ઉપર રહે છે, તો \(\mathrm{T}=4^{\circ} \mathrm{C}\) એ \(\mathrm{T}=0^{\circ} \mathrm{C}\) ની સાપેક્ષે ઘનતા લગભગ કેટલી થાય? 2020 મધ્યમ
- 79. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(10\; \mathrm{m}\) ના ચોરસ પાત્રમાં બે પ્રવાહી ભરેલા છે જેમની ઘનતા \(\rho_{1}\) અને \(\rho_{2}\left(\rho_{2}=2 \rho_{1}\right)\) છે.બંને પ્રવાહીની ઊંચાઈ \(5 \;\mathrm{m} .\) છે.આ પ્રવાહીના કારણે \(MN\) અને \(NO\) પર લાગતા બળનો ગુણોત્તર કેટલો મળે? (પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી)
2020 મધ્યમ - 80. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં પ્રવાહી ભરીને તેને પોતાની અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે. પાત્રની ત્રિજ્યા \(5\, cm\) અને ભ્રમણની કોણીય ઝડપ \(\omega\; rad \,s^{-1}\) છે. પાત્રની વચ્ચે અને પાત્રની સપાટી વચ્ચે ઊંચાઈનો ફેરફાર \(h(\) \(cm\) માં)કેટલો હશે?
2020 અઘરું - 81. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ નળીમાંથી પાણી વહે છે. \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) બિંદુ જેમના આડછેડના ક્ષેત્રફળ અનુક્રમે \(40\; \mathrm{cm}^{2}\) અને \(20\; \mathrm{cm}^{2}\) છે, તેમની વચ્ચે દબાણનો તફાવત \(700\; \mathrm{Nm}^{-2}\) છે.તો નળીમાંથી દર સેકન્ડે પસાર થતાં પાણીનું કદ . ........ \(\mathrm{cm}^{3} / \mathrm{s}\) હશે.
2020 અઘરું - 82. બે એકસમાન નળાકાર પાત્રને જમીન પર મૂકેલા છે જેમાં સમાન ઘનતા \(d\) ધરાવતું પ્રવાહી ભરેલ છે. બને પાત્રના તળિયાનું ક્ષેત્રફળ \(S\) છે પરંતુ એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ \(x_{1}\) અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ \(x_{2}\) છે. જ્યારે બંને નળાકારને નહિવત કદ ધરાવતી નળી દ્વારા પાત્રના તળીએથી જોડવામાં આવે છે જેથી જ્યાં સુધી બંને પાત્રમાં પ્રવાહી એક નવી ઊંચાઈના સંતુલનમાં ના આવે ત્યાં સુધી પ્રવાહી એક પાત્રમાંથી બીજા પાત્રમાં વહન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન તંત્રની ઊર્જામાં કેટલો ફેરફાર થાય? 2020 અઘરું
- 83. બહારની ત્રિજ્યા \(R\) ધરાવતો એક પોલો ગોળો પાણીની સપાટીની અંદર માત્ર ડૂબેલો છે. પોલા ગોળાની અંદરની ત્રિજ્યા \(r\) છે. જો ગોળાના દ્રવ્યની પાણીની સાપેક્ષે ઘનતા \(\frac{27}{8}\) હોય તો \(r\) નું મૂલ્ય \(......R\) જેટલું હશે? 2020 અઘરું
- 84. એક અસમાન વ્યાસ ધરાવતી નળી માથી પ્રવાહી ધારારેખી રીતે વહન કરે છે.નળીનો મહત્તમ અને ન્યુનત્તમ વ્યાસ અનુક્રમે \(6.4 \;\mathrm{cm}\) અને \(4.8 \;\mathrm{cm}\) છે, તો પ્રવાહીના ન્યુનત્તમ અને મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો થાય? 2020 મધ્યમ
- 85. એક પ્રવાહી એક સમક્ષિતિજ નળી કે જેનો આડછેદ બદલાતો હોય તેમાં જે સ્થાને \(P\) પાસ્કલ દબાણ હોય ત્યાં \(v\;ms^{-1}\) વેગથી વહે છે. બીજા સ્થાને જ્યાં દબાણ \(\frac{ P }{2}\) હોય ત્યાં તેનો વેગ \(V\;ms^{-1}\) છે. જો પ્રવાહીની ઘનતા \(\rho\, kg\, m ^{-3}\) અને પ્રવાહ ધારારેખી હોય તો \(V\) કેટલો હશે? 2020 મધ્યમ
- 86. પાણીની અંદર \(1\,cm\) ત્રિજ્યાના હવાના પરપોટાનો ઉપરની દિશામાંનો પ્રવેગ \(9.8\, cm\, s ^{-2}\) છે. પાણીની ઘનતા \(1\, gm\, cm ^{-3}\) અને પાણી દ્વારા પરપોટા પર નહિવત ઘર્ષણબળ લાગે છે. તો પરપોટાનું દળ \(.......gm\) હશે. \(\left( g =980 \,cm / s ^{2}\right)\) 2020 અઘરું
- 87. \(R\) ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાની દળ ઘનતા \(\rho(\mathrm{r})=\rho_{0}\left(1-\frac{\mathrm{r}^{2}}{\mathrm{R}^{2}}\right), 0<\mathrm{r} \leq \mathrm{R}\) મુજબ આપવામાં આવે છે. ઓછામાં ઓછી કેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ગોળો તરશે? 2020 અઘરું
- 88. સ્ટોક્સના નિયમની સકાચણી કરવા માટે કરેલા પ્રયોગમાં \(r\) ત્રિજ્યા અને \(\rho\) ઘનતા ધરાવતા એક ગોળ દડાને પાણી ભરેલા પાત્રમાં પાણીની સપાટીથી \(h\) ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. જો પાણીની અંદર દડાનો ટર્મિનલ વેગ એ પાણીની અંદર આવતા પહેલા દડાના વેગ જેટલો હોય તો ઊંચાઈ \(h\) કોના સમપ્રમાણમાં હશે? (હવાનો શ્યાનતાગુણાંક અવગણો) 2020 મધ્યમ
- 89. \(0.5\,m\) લંબાઈ ધરાવતો ઘન પાણી પર તરે છે જેનું \(30\%\) કદ પાણીની અંદર છે. બ્લોક પર મહત્તમ ......\(kg\) વજન મૂકી શકાય કે જેથી તે સંપૂર્ણ પાણીમાં ડૂબી ના જાય. [પાણીની ઘનતા \(= 10^3\,kg/m^3\) ] 2019 અઘરું
- 90. \(5\, cm\) ત્રિજ્યા ધરાવતી પાઇપમાથી પાણી \(100\,\) લિટર પ્રતિ મિનિટ ના દરથી આવે તો પ્રવાહનો રેનોલ્ડ નંબર કયા ક્રમનો હશે? (પાણીની ઘનતા \(= 1000\, kg/m^3\), પાણીનો શ્યાનતાગુણાંક \(= 1\, mPa\, s\)) 2019 અઘરું
- 91. \(a\) ત્રિજ્યાના એક હોસપાઇપમાંથી \(\rho\) ઘનતાનું પ્રવાહી \(v\) જેટલી સમક્ષિતિજ ઝડપથી બહાર આવે છે. અને તે એક જાળીને અથડાય છે. \(50\%\) પ્રવાહી આ જાળીમાંથી પસાર થાય છે, \(25\%\) વેગમાન ગુમાવે છે, અને \(25\%\) તેજ ઝડપથી પાછું આવે છે. આ જાળી પર પરિણામી દબાણ કેટલું લાગશે. 2019 અઘરું
- 92. બાલટીમાં રહેલ પાણીમાં તરતા એક લાકડાના બ્લોકનું \(\frac{4}{5}\) ભાગનું કદ પાણીમાં ડૂબેલું છે.જ્યારે બાલટીમાં થોડુક ઓઇલ નાખવામાં આવે ત્યારે બ્લોકનું અડધું કદ પાણીમાં અને અડધું ઓઇલમાં દેખાય છે તો ઓઇલની સાપેક્ષ ઘનતા કેટલી હશે? 2019 અઘરું
- 93. એક ઊંચી પાણીની ટાંકીનો ઉપરનો ભાગ હવામાં ખુલ્લો છે અને તેનું પાણીનું સ્તર જળવાઈ રહે છે. તેની દિવાલમાં \(2\, cm\) ની ત્રિજ્યાના ગોળાકાર કાણામાંથી બહાર \(0.74 \,m^3\) પાણી પ્રતિ મિનટ આપે છે. ટાંકીના પાણીના સ્તરથી આ કાણાના કેન્દ્રની ઊંડાઈ _______ \(m\) ની નજીકની છે. 2019 મધ્યમ
- 94. કોઇ લાંબા નળાકારીય પાત્રમાં પ્રવાહી અડધે સુધી ભરેલ છે. જ્યારે પાત્ર પોતાની ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે ત્યારે દિવાલની નજીક (અડીને) પ્રવાહી ઊપર ચઢે છે. જો પાત્રની ત્રિજ્યા \(5 \,cm\) અને તેની ચાક ઝડપ \( 2\) ભ્રમણ પ્રતિ સેકન્ડ હોય તો તેના કેન્દ્ર (મધ્યભાગ) અને છેડાની વચ્ચે ઊંચાઈનો તફાવત, \(cm\) માં કેટલો હશે? 2019 મધ્યમ
- 95. નળમાથી પાણી નીચે તરફ \(1.0\,ms^{-1}\) ના વેગથી નીકળે છે.નળના આડછેદનું ક્ષેત્રફળ \(10^{-4}\,m^2\) છે. પાણીમાં દરેક જગ્યાએ દબાણ સમાન છે અને પ્રવાહ ધારારેખી છે.નળથી \(0.15\,m\) નીચે પ્રવાહના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? (\(g = 10\,ms^{-2}\) ) 2019 મધ્યમ
- 96. પાણી સપાટ તળીયું ધરાવતી એક મોટી ટાંકીમાં \(10^{-4}\,m/s\) ના દરથી વહે છે. ઉપરાંત, તળીયામાં \(1\, cm^2\) ક્ષેત્રફળ ધરાવતા છિદ્રમાંથી વહી (લિક) જાય છે. જો ટાંકીમાં પાણીની ઊંચાઈ અચળ જળવાતી હોય તો આ ઊંચાઈ ........ \(cm\) હશે. 2019 મધ્યમ
- 97. સબમરીન દરિયામાં \(d_1\) ઊંડાઈએ \(5.05\times 10^6\,Pa\) દબાણ અનુભવે છે.જ્યારે તે \(d_2,\) ઊંડાઈએ જાય ત્યારે તે \(8.08\times 10^6\,Pa\) દબાણ અનુભવે તો \(d_2 -d_1\) લગભગ ........ \(m\) હશે? (પાણીની ઘનતા \(= 10^3\,kg/m^3\) અને ગુરુત્વ પ્રવેગ \(= 10\,ms^{-2}\) ) 2019 મધ્યમ
- 98. \(\eta \) શ્યાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં એક \(R\) ત્રિજ્યાના ઘન ગોળાનો ટર્મિનલ વેગ \(\nu_1 \) છે હવે આ ગોળાને \(27\) સમાન ગોળમાં વિભાજિત કરવામાં આવે તો નવા ગોળનો ટર્મિનલ વેગ \(\nu_2 \) હોય તો \((\nu_1/\nu_2)\) નો ગુણોત્તર કેટલો થાય? 2019 અઘરું
- 99. સર્લના પ્રયોગમાં, \(M\,kg\) દળ ધરાવતા ભારને, \(2\, m\) લંબાઈ ધરાવતા અને \(1.0\, mm\) ત્રિજ્યા ધરાવતા સ્ટીલના તાર વડે લટકાવેલ છે. તારની લંબાઈમાં થતો વધારો \(4.0\, mm\) છે. હવે, ભારને સાપેક્ષ ઘનતા \(2\) ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. ભારના દ્રવ્યની સાપેક્ષ ઘનતા \(8\) છે. સ્ટીલના તારની લંબાઈમાં થતી લંબાઇનો નવો વધારો ....... \(mm\) થાય. 2019 અઘરું
- 100. શિરોલંબ સમતલમાં એક પાતળી નળીને વાળીને \(r\) ત્રિજ્યાનું વર્તુળ બનાવવામાં આવે છે.\({\rho _1}\) અને \({\rho _2}\left( {{\rho _1} > {\rho _2}} \right)\) ઘનતા ધરાવતા બે સમાન કદબા એકબીજામાં મિશ્ર ના થાય તેવા પ્રવાહી દ્વારા અડધું વર્તુળ ભરેલ છે.શિરોલંબ અને બંને પ્રવાહી મળતા હોય તે સપાટી વચ્ચે વચ્ચેનો ખૂણો \(\theta\) કેટલો થાય? 2018 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.