ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 3

2013–2026 ના 114 પ્રશ્નો. Viscosity and Stoke's Law and Terminal સૌથી વધુ પૂછાય છે.

114પ્રશ્નો
10ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 7% મધ્યમ 40% અઘરું 53%

STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો ના બધા પ્રશ્નો

નવા પહેલા

114 માંથી 101–114 પ્રશ્નો

  1. 101. \(r_1\) અને \(r_2\) ત્રિજ્યા અને \(l_1\) અને \(l_2\) લંબાઈ ધરાવતી બે નળીને શ્રેણીમાં જોડેલ છે અને બંનેમાથી પ્રવાહ ધારારેખી વહન કરે છે. \(P_1\) અને \(P_2\) એ બે નળીના ચેડાં વચ્ચેનો દબાણ નો તફાવત છે.જો \(P_2=4P_1\) અને \(l_2= \frac{l_1}{4}\), તો ત્રિજ્યા \(r_2\) કેટલી હશે? 2017 અઘરું
  2. 102. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(R\) ત્રિજયાના જારમાં \(H\) ઊંચાઈ સુધી પાણી ભરેલ છે જેને \(h\) ઊંચાઈ પર મુકેલ છે.તેને તળિયે રહેલ કાંણાની ત્રિજ્યા \(r\) \((r << R)\) છે. જો તેમાથી પાણી લીક થતું હોય અને બહાર આવતા પાણીનો આકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગરણી આકારનો છે જ્યારે તે જમીન પર પડે ત્યારે તેની ત્રિજ્યા \(x\) હોય તો ....
    2016 અઘરું
  3. 103. \(\frac{2}{{\sqrt \pi  }}cm\)  વ્યાસ ધરાવતા નળમાથી આવતું પાણી \(5\,minutes\) માં \(15\,litre\) ની ડોલ ભરે તો પ્રવાહનો રેનોલ્ડ નંબર કેટલો હશે? (પાણીની ઘનતા \(= 10^3\,kg/m^3\) અને પાણીનો શ્યાનતાગુણાંક \(= 10^{-3}\,Pa.s\) )  2015 અઘરું
  4. 104. \(A\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર પાત્રમાં \(h\) ઊંચાઈ સુધી પાણી ભરેલ છે.તેના તળિયે \(a\) ત્રિજ્યાનું કાણું છે તો પાત્રને ખાલી થતાં કેટલો સમય લાગે? 2014 અઘરું
  5. 105. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મેનોમીટરની બે નળી વચ્ચેનો તફાવત \(5\, cm\) છે. \(A\) અને \(B\) નળીના આડછેડનું ક્ષેત્રફળ અનુક્રમે \(6\, mm^2\) અને \(10\, mm^2\) છે.તો નળીમાં પાણી ......... \( cc/s\) દરથી વહન કરતું હશે?\((g\, = 10\, ms^{-2})\)
    2014 અઘરું
  6. 106. એક ખુલ્લા ગ્લાસની નળીને પારામાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી \(8\) \(cm\) લંબાઇની નળી પારાની સપાટીથી ઉપર રહે છે.નળીના ખુલ્લા છેડાને બંધ કરી સીલ કરવામાં આવે છે.નળાને ઊર્ધ્વ દિશામાં \(46\) \(cm\) રહેલ જેટલી વધારે ઊંચી લઇ જવામાં આવે છે,તો હવે નળીની અંદર રહેલ હવાના સ્તંભની લંબાઇ ........ \(cm\) હશે.( વાતાવરણનું દબાણ \(=\) \(Hg\) ના \(76\) \(cm\) ) 2014 મધ્યમ
  7. 107. એક વર્તુળાકાર નળી ઊર્ધ્વ સમતલમાં રાખેલ છે.બે પ્રવાહી કે જેઓ એકબીજામાં ભળી શકતા નથી અને તેમની ધનતા \(d_1\) અને \(d_2\) છે.તેમને આ નળીમાં ભરવામાં આવે છે.દરેક પ્રવાહી કેન્દ્ર આગળ \(90°\) નો આંતરિક કોણ રચે છે.જયારે આંતર સપાટીને જોડતી ત્રિજયા શિરોલંબ સાથે \(\alpha \) કોણ રચે છે,તો ગુણોત્તર \(\frac{{{d_1}}}{{{d_2}}}\)
    2014 અઘરું
  8. 108. સપાટી પાસે નદીમાં પાણીનો વેગ \(18\, km/h\) છે. જો નદી \(5\, m\) ઊંડી હોય તો પાણીના સમક્ષિતિજ સ્તરો માટે સ્પર્શીય પ્રતિબળ કેટલું થશે? પાણીનો શ્યાનતા ગુણાંક \(= 10^{-2}\,poise\) 2014 મધ્યમ
  9. 109. તળિયે કાણાં વાળા પાત્રમાં પાણી અને કેરોસીન (સાપેક્ષ ઘનતા \(0.8\)) ભરેલ છે.પાણીની ઊંચાઈ \(3\,m\) અને કેરોસીનની ઊંચાઈ \(2\,m\) છે.જ્યારે કાંણાને ખોલવામાં આવે ત્યારે બહાર આવતા પ્રવાહીનો વેગ ........ \(m\,s^{-1}\) હશે . (\(g\, = 10\, m s^{-2}\) અને પાણીની ઘનતા \(= 10^3\, kg\, m^{-3}\)) 2014 મધ્યમ
  10. 110. વરસાદના ટીપાનું દળ \(3.0\times10^{-5}\, kg\) અને સરેરાશ ટર્મિનલ વેગ \(9\, m/s\) છે. આ ટીપાં દ્વારા પ્રતિ દર વર્ષે \(100\, cm\) વરસાદ મેળવતી \(1\,cm^2\) સપાટી પર કેટલી ઉર્જા મેળવાશે? 2014 મધ્યમ
  11. 111. \(1.2\,kg\,m^{-3}\) ઘનતા ધરાવતી હવા સમક્ષિતિજ પ્લેનના પાંખડા પર એવી રીતે વહે છે કે જેથી પાંખડાની ઉપર અને નીચે તેનો વેગ \(150\,ms^{-1}\) અને \(100\,ms^{-1}\) છે,તો પાંખડાની ઉપર અને નીચે દબાણનો તફાવત ........ \(Nm^{-2}\) હશે? 2013 મધ્યમ
  12. 112. \(100\, cm\) લાંબી પાતળી નળી બંને બાજુથી બંધ કરેલી છે. જે સમક્ષિતિજ પડેલી છે જેનો વચ્ચેનો \(20\, cm\) ભાગમાં પારો ભરેલો અને બીજા બે સમાન ભાગમાં વાતાવરણ દબાણે હવા ભરેલી છે.જો નળીને હવે શિરોલંબ કરવામાં આવે તો નળીમાં પારો ......... \(cm\) લંબાઇનો દેખાશે. (નળીના આડછેડનું ક્ષેત્રફળ અચળ ધારો)
    2013 અઘરું
  13. 113. એક પ્રયોગમાં એક નાનો સ્ટીલનો બોલ પ્રવાહીમાં \(10\, cm/s\) ની અચળ ઝડપથી પડે છે. જો બૉલને ઉપર તેના અસરકારક વજનથી બમણા બળથી ખેચવામાં આવે તો તે ....... \(cm/s\) ઝડપથી ઉપર ગતિ કરશે? 2013 અઘરું
  14. 114. લંબાઇ \( M\)  દળ ધરાવતા અને \(A\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમાન નળાકારને તેની લંબાઇ શિરોલંબ દિશામાં રહે તેમ દળરહિત સ્પ્રિંગ વડે નિયત બિંદુ આગળ \(\sigma \) જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં અડધો ડૂબે તેમ લટકાવવામાં આવે છે,અત્રે નળાકાર સમતોલન સ્થિતિમાં છે.નળાકારની સમતોલન સ્થિતિમાં થતો સ્પ્રિંગની લંબાઇમાં વધારો \(x_0\) = ________ થશે. 2013 અઘરું