ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - પ્રવાહ વિદ્યુત PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 5

2013–2026 ના 310 પ્રશ્નો. સમતુલ્ય અવરોધ સૌથી વધુ પૂછાય છે.

310પ્રશ્નો
10ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 7% મધ્યમ 48% અઘરું 45%

STD 12 - પ્રવાહ વિદ્યુત ના બધા પ્રશ્નો

નવા પહેલા

310 માંથી 201–250 પ્રશ્નો

  1. 201. આપેલ પરિપથમાં રહેલ ગેલ્વેનોમીટર નો અવરોધ \(15\, \Omega\) છે જે \(BD\) ની વચ્ચે જોડેલો છે. જો \(AC\) વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(10\, V\) હોય તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? 
    2021 અઘરું
  2. 202. આપેલ પરિપથમાં રહેલા \(5\, k \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ \(x\; mA \) હોય તો \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું થાય?
    2021 મધ્યમ
  3. 203. \(AB\) તારની લંબાઈ \(72\, cm\) છે  જેમાં  \(A\) થી  \(x cm\) અંતરે રહેલા \(P\) બિંદુ એ જોકી કળ રાખતા ગેલવેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે તો \(x=\) ની નજીકનો પૂર્ણાંક ની કિમંત ...........\(cm\) થાય.
    2021 મધ્યમ
  4. 204. ચોરસ લૂપ બનાવવા માટે \(16\, \Omega\) વાળા તારને વાળવામાં આવે છે. તેની એક બાજુ સાથે \(9 \,{V}\) અને \(1 \,\Omega\) નો આંતરિક આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોતને જોડવામાં આવે છે. ચોરસ લૂપના કર્ણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત \(.......\,\times 10^{-1} \,{V}\) હશે. 2021 મધ્યમ
  5. 205. દ્વિ-માર્ગી કળ ધરાવતો પરિપથ આપેલ છે. પ્રારંભમાં \({S}\) ખૂલી છે. અને પછી \({T}_{1}\) એ \({T}_{2}\) સાથે જોડાયેલ છે. જ્યારે \({R}=6 \,\Omega\) માં પ્રવાહ જ્યએ તેની સ્થિત સ્થિતિમાં મહત્તમ મૂલ્ય ધારણ કરે ત્યારે \({T}_{1}\) ને \({T}_{2}\) થી છૂટી કરવામાં આવે છે અને તરત જ \({T}_{3}\) સાથે જોડવામાં આવે છે. \(T_{1}\) ને \(T_{3}\) સાથે જોડયાના તરત જ બાદ \({r}=3\, \Omega\) અવરોધને સમાંતર સ્થિતિમાન \(....\,V\) થશે (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો)
    2021 અઘરું
  6. 206. દરેક બાજુનો \(3\, \Omega\) અવરોધ ધરાવતા ચોરસ આકારના તારને વાળીને વર્તુળ બનનાવામાં આવે છે. વર્તુળના વ્યાસના બિંદુ વચ્ચેનો અવરોધ \(\Omega\) ના એકમમાં કેટલો થાય? 2021 મધ્યમ
  7. 207. એક સમાન ગરમ થતા \(36\, \Omega\) અવરોધ ધરાવતા તારને \(240\;V\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે જોડેલ છે. પછી તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે અને દરેક અડધા ભાગ પર \(240\; V\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં થતાં પાવરના વ્યયનો બીજા  કિસ્સામાં થતાં કુલ પાવરના વ્યય સાથેનો ગુણોત્તર \(1: {x}\) છે. જ્યાં \(x\) કેટલો હશે? 2021 મધ્યમ
  8. 208. એક વાહકનો અવરોધ \(15^{\circ} {C}\) એ \(16\, \Omega\) અને \(100\, ^o{C}\) એ \(20\, \Omega\) છે. તો આ વાહકનો તાપમાન અવરોઘક ગુણાંક કેટલો હશે? 2021 મધ્યમ
  9. 209. જ્યારે \(2\, mA\) વિદ્યુતપ્રવાહ \(1\,s\) માટે પસાર કરવામાં આવે ત્યારે અવરોધમાં વિખેરાતી ઊર્જા \(10\, mJ\) છે. અવરોધ \(....... \Omega\) છે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો) 2021 સરળ
  10. 210. જ્યારે અવરોધમાંથી \(1.5\, A\) જેટલો પ્રવાહ \(20\, s\) સુધી પસાર કરવામાં આવે છે ત્યારે તે \(500\, J\) ઉષ્માઉર્જા ઉત્પન્ન કરે છે. જે પ્રવાહ \(1.5\, A\) થી વધારીને \(3\, A\) કરવામાં આવે તો \(20\, s\) માં ઉત્પન્ન ઊર્જા કેટલી હશે ? (\(J\) માં) 2021 મધ્યમ
  11. 211. જ્યારે અવરોધમાંથી  \(4\, {A}\) નો પ્રવાહ \(1\, {s}\) સુધી પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી \(192\, {J}\) ઉષ્માનો વ્યય થાય છે. હવે જ્યારે તેમાંથી વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે \(5 \,{s}\) માં તેમાંથી કેટલી ઉષ્માનો (\(J\) માં) વ્યય થાય? 2021 મધ્યમ
  12. 212. કાર્બન અવરોધનું કલર કોડિંગ નીચે આપેલ છે. આપેલ અવરોધનો અવરોધ કેટલો થાય?
    2021 મધ્યમ
  13. 213. \(l\) લંબાઈ અને \(A\) આડછેડનું ક્ષેત્રફળ અને \(\rho \) ઘનતા ધરાવતા તારની વચ્ચે \(V\) વૉલ્ટેજની બેટરી લગાવતા તેમાંથી પ્રવાહ પસાર થાય છે. જો સમાન દ્રવયના બનેલા બમણી લંબાઈ અને અડધા આડછેડનું ક્ષેત્રફળ વાળા તાર વચ્ચે આ બેટરી લગાવતા તેમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? 2021 મધ્યમ
  14. 214. પાંચ એક સરખા અવરોધ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાળતંત્ર (નેટવર્ક) માં જોડાયેલ છે. બિંદુ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?
    2021 મધ્યમ
  15. 215. પરિપથમાં \(10\, \Omega\)નો વૉલ્ટેજ \(x\) વૉલ્ટ હોય તો \('x'=..........\)
    2021 મધ્યમ
  16. 216. સમાન લંબાઈ અને સમાન જાડાઈ ધરાવતા બે તારની અવરોધકતા \(6\, \Omega \,cm\) અને  \(3 \,\Omega\, cm\)  છે તેમને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધકતા \(\rho\, \Omega \,cm\) હોય તો \(\rho\) 2021 મધ્યમ
  17. 217. તારમાંથી વહેતો પ્રવાહ સમય પર \(i =\alpha_{0} t +\beta t ^{2}\) જયાં \(\alpha_{0}=20\, A / s\) અને \(\beta=8\, As ^{-2}\) મુજબ આધાર રાખે છે. \(15\) સેકન્ડમાં તારનાં આડછેદમાંથી પસાર થતો વિધુતભાર ............ \(C\) છે. 2021 મધ્યમ
  18. 218. વિદ્યુત પરિપથમાં \(5\, \Omega \) લોડ અવરોધ વચ્ચે એક કોષ દ્વારા \(1.25\, {V}\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો આ કોષને \(2\, \Omega\) ના લોડ અવરોધ વચ્ચે \(1\, {V}\) નો  વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. જો કોષનો \(emf\) એ \(\frac{x}{10} \;V\) વડે આપવામાં આવતું હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
  19. 219. \(1\,m\) લંબાઇનો પોટેન્ટિયોમીટર તાર \(PQ\) ને \(E _{1}\) કોષ સાથે જોડવામાં આવે છે. બીજો કોષ \(E _{2}=1.2 V\) ને અવરોધ \(r\) અને કળ \(S\) સાથે આકૃતિ મુજબ જોડેલ છે જ્યારે કળ \(S\) ખુલ્લી હોય ત્યારે \(Q\) થી તટસ્થ બિંદુ \(49\,cm\) પર મળે છે. તો પોટેન્ટિયોમીટરના તાર પર વિધુતસ્થિતિમાન પ્રચલન .............\(V/cm\)
    2020 મધ્યમ
  20. 220. \(2 \Omega\) અવરોધ વાળો તાર \(1 \,kW\),\(220\, V\) નો પ્રવાહ નુ વહન કરે છે. તો તેની કાર્યક્ષમતા ....... \(\%\) 2020 મધ્યમ
  21. 221. \(20\; \Omega\) અને \(5\; \Omega\) આંતરિક અવરોધ અને સમાન \(emf\) \(10\;V\) ધરાવતી બે બેટરીને શ્રેણીમાં જોડેલ છે.તેને સમાંતરમાં જોડેલા \(30\; \Omega\) અને \(\mathrm{R}\; \Omega\) અવરોધ સાથે જોડેલ છે. \(20\; \Omega\) આંતરિક અવરોધ ધરાવતી બેટરી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય તો \(\mathrm{R}\)(\(\Omega\) માં) મૂલ્ય કેટલું હશે?  2020 અઘરું
  22. 222. \(3\, V\)  ની બેટરીને અવરોધક સાથે જોડતા \(0.5\) \(W\) પાવર ઉત્પન્ન થાય છે. જો બેટરી નો ટર્મિનલ વૉલ્ટેજ \(2.5\,V\) હોય તો, આંતરિક અવરોધક માં ઉત્પન્ન થતો પાવર .........\(W\) 2020 અઘરું
  23. 223. \(400\, \Omega\) અને \(800\, \Omega\) ના અવરોધકને \(6 V\) ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. \(10\, k \Omega\) અવરોધ, ધરાવતુ વૉલ્ટમીટરને \(400\, \Omega\) અવરોધને સમાંતર લગાવતા તેનુ અવલોકન .......... \(V\) 2020 મધ્યમ
  24. 224. આપેલ પરિપથમાં \(1\; \Omega\) અવરોધમાથી પસર થતો પ્રવાહ \(I_{1}\) (\(A\) માં) કેટલો હશે?
    2020 મધ્યમ
  25. 225. આપેલ પરિપથને \(10\, V\;emf\) ધરાવતા એક આદર્શ કોષ સાથે જોડેલ છે. દરેક અવરોધનું મૂલ્ય \(2\, \Omega\) છે. જ્યારે કેપેસીટર સંપૂર્ણ ચાર્જ કરેલ હોય ત્યારે કેપેસીટર વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન (\(V\) માં) કેટલો હશે? 
    2020 અઘરું
  26. 226. બિંદુ \(B\) નું સ્થિતિમાન \(A\) ની સાપેક્ષે કેટલું હોય
    2020 અઘરું
  27. 227. ચાર અવરોધો \(15\; \Omega, 12\; \Omega, 4 \;\Omega\) અને \(10\; \Omega\) ને વર્તુળાકાર વ્હીસ્ટન બ્રિજ પરિપથની જેમ જોડેલા છે.તો પરિપથને સમતોલિત કરવા માટે \(10\; \Omega\) અવરોધ સાથે કેટલાનો   ............... અવરોધ(\(\Omega\) માં) સમાંતરમાં જોડાવો પડે? 2020 મધ્યમ
  28. 228. એક મીટરબ્રિજના પ્રયોગમાં \(S\) સામાન્ય અવરોધ અને \(R\) તારનો અવરોધ છે.તેના માટે બેલેન્સિંગ લંબાઈ \(l=25 \;\mathrm{cm} \) મળે છે.જો \(R\) તે જ દ્રવ્યના અને અડધી લંબાઈ અને અડધા વ્યાસવાળા તાર વડે બદલવામાં આવે તો બેલેન્સિંગ લંબાઈ \(l'\)(\(cm\) માં) કેટલી થાય?
    2020 અઘરું
  29. 229. એક મકાનમાં \(45\; \mathrm{W}\) ના \(15\) બલ્બ, \(100\; \mathrm{W}\) ના \(15\) બલ્બ, \(10\; \mathrm{W}\) ના \(15\) નાના પંખા અને \(1 \;\mathrm{kW}\)ના \(2\) હીટર છે.મુખ્ય ઈલેક્ટ્રિક તારનો વૉલ્ટેજ \(220\; \mathrm{V}\) હોય તો મકાનની ન્યુનત્તમ ફ્યુજ ક્ષમતા કેટલા ............... \(A\) હોવી જોઈએ? 2020 મધ્યમ
  30. 230. એક પોટેન્શિયોમીટરના પ્રયોગમાં કોષ માટે બેલેન્સિંગ લંબાઈ \(560 \;\mathrm{cm}\) છે  હવે જો \(10 \;\Omega\) ના અવરોધને કોષ સાથે સમાંતરમાં જોડતા બેલેન્સિંગ લંબાઈ \(60\; \mathrm{cm} \) મળે છે.જો કોષનો આંતરિક અવરોધ \(\frac{\mathrm{N}}{10} \;\Omega,\) હોય તો \(\mathrm{N}\) નું મૂલ્ય કેટલું હશે? 2020 મધ્યમ
  31. 231. જ્યારે મલ્ટીમીટર (અવરોધ માપવાના મોડમાં કાર્ય કરે) પ્રોબને એક ઘટક સાથે જોડેલ હોય, તેને માત્ર ઊલટું કરતાં નીચેનામાંથી કયું અવલોકન કરવામાં આવશે નહિ? 2020 મધ્યમ
  32. 232. કોપર,ટંગસ્ટન,મરકયુરી અને એલ્યુમિનિયમ ની અવરોધકતા \(\rho_{ C }, \rho_{ T }, \rho_{ M }\) અને \(\rho_{ A }\) હોય તો. 2020 સરળ
  33. 233. \(l\) લંબાઈના બેટરીન સેલ ની અંદર ની ત્રિજ્યા \('a'\) અને બહારની ત્રિજ્યા \(b\) છે. તેમની વચ્ચે \(\rho\) અવરોધકતા ધરાવતું વિધુતવિભાજ્ય દ્રાવણ છે. બેટરી ને \(R\) અવરોધ સાથે જોડતા મહતમ કુલ ઉર્જા ઉત્પન્ન કરવા માટે \(R\) 
    2020 અઘરું
  34. 234. પોટેન્શિયોમીટરના તારની લંબાઈ \(1200\; \mathrm{cm}\) અને તે \(60 \;\mathrm{mA}\) પ્રવાહનું વહન કરે છે. \( 5\; \mathrm{V}\; emf\) અને \(20\; \Omega,\) આંતરિક અવરોધ ધરાવતા કોષ માટે તટસ્થ બિંદુ \(1000\; \mathrm{cm}\) મળે તો સંપૂર્ણ તારનો અવરોધ કેટલા ............. \(\Omega\) હશે? 2020 મધ્યમ
  35. 235. પરિપથમાં \(10\, V\) બેટરી નો પ્રવાહ
    2020 મધ્યમ
  36. 236. પરિપથમાં \(40\  \Omega, 60\  \Omega, 90\  \Omega\) અને \(110\  \Omega\) જોડેલા છે. \(AC\) વચ્ચે \(40\, V\) ની બેટરી જોડેલ છે તો \(BD\) વચ્ચે વૉલ્ટેજ ......... \(V\)
    2020 મધ્યમ
  37. 237. પરિપથમાં \(A\) થી \(C\) તરફ વહેતા પ્રવાહ \(i_{1}\) ........ \(A\)
    2020 મધ્યમ
  38. 238. \(1\, m\) લંબાઈ અને \(5\,\Omega\) અવરોધના એક પ્રાથમિક પોટેન્શિયોમીટર સાથે \(4 \,V\, emf\) ની એક બેટરી અને શ્રેણી અવરોધ \(R\) જોડેલ છે. આ પોટેન્શિયોમીટરના તાર પર \(10\,cm\) એ \(5\, mV\) વિજસ્થિતિમાનનો તફાવત આપે તેવું \(R\) નું મૂલ્ય ............... \(\Omega\) હશે. 2019 મધ્યમ
  39. 239. \(10\,\Omega \) અવરોધ સાથે જોડેલ આદર્શ વોલ્ટમીટર \(2\, V\) માપે તો દરેક બેટરીનો આંતરિક અવરોધ \(r\) કેટલા .................. \(\Omega\) હશે?
    2019 મધ્યમ
  40. 240. \(20\, \Omega \) સરેરાશ અવરોધ ધરાવતી ઈલેક્ટ્રિક કીટલીમાં \(20\,^oC\) તાપમાને રહેલ એક \(kg\) પાણી ગરમ કરવામાં આવે છે.મેઇનનો \(rms\) વૉલ્ટેજ \(200\, V\) છે.કીટલીમાં થતો ઉષ્માનો વ્યયને અવગણતા કિટલીમાં રહેલ પાણીને વરાળમાં ફેરવવા ....... \((\min)\) સમય લાગે? [ પાણીની વિશિષ્ટ ઉષ્મા \(= 4200\, J/kg\, ^oC\), પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા \(= 2260\, k\,J/kg\)] 2019 અઘરું
  41. 241. \(200\,\Omega \) ના અવરોધનો એક કલર કોડ છે જેમાં જો લાલ કલરને બદલે લીલો કલર કોડ વાપરવામાં આવે તો નવો અવરોધ કેટલા ................. \(\Omega\) થાય? 2019 મધ્યમ
  42. 242. \(3\,\Omega \) અવરોધ ધરાવતા ધાતુના તારાને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે.નવા તારને વાળીને વર્તુળ બનાવવામાં આવે છે.વર્તુળના બે બિંદુ જે કેન્દ્ર સાથે \(60^o\) નો ખૂણો બનાવે, તેમની વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? 2019 મધ્યમ
  43. 243. \(5\, mm\) ત્રિજ્યા ધરાવતા કોપરના વાહક તાર (અવરોધકતા \(= 1.7\times10^{-8}\,\Omega \,m\))માથી \(5\, A\) પ્રવાહ વહે છે.જો વિજભારનો ડ્રીફ્ટ વેગ \(1.1\times10^{-3}\, m/s\) હોય તો તેની મોબિલિટી કેટલા ................... \(m^2/Vs\) થશે? 2019 મધ્યમ
  44. 244. આકૃતિમાં બતાવેલ મીટરબ્રીજનાં પ્રયોગની ગોઠવણમાં બિંદુ \(A\) થી \(40\, cm\) ના અંતરે તટસ્થ બિંદુ મળે છે. હવે જો \(10\,\Omega\) ના અવરોધને \(R_1\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે, તો તટસ્થ બિંદુ \(10\, cm\) જેટલું ખસે છે. હવે જો તટસ્થ બિંદુને પાછું તેની પ્રારંભિક સ્થિતિમાં લાવવુ હોય તો અવરોધ \((R_1 +10)\,\Omega\) ને સમાંતર કેટલા ................ \(\Omega\) અવરોધ જોડવો પડે ?
    2019 અઘરું
  45. 245. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર વિરૂદ્ધ સમય આલેખ પરથી \(t=4\,s\) એ પ્રવાહનું મૂલ્ય કેટલા ............. \(\mu  A\) હશે?
    2019 સરળ
  46. 246. આકૃતિમાં દર્શાવેલ અવરોધ \(R\) નું વાસ્તવિક મુલ્ય \(30\Omega\) છે. આનું માપન એક પ્રયોગ દ્વારા \(R =\frac{V}{I}\) ના પ્રમાણિત સંબંધથી માપવામાં આવે છે, જ્યાં \(V\) અને \(I\) એ અનુક્રમે વોલ્ટમીટર અને એમીટરના વાંચનો છે. જો માપવામાં આવેલ \(R\) નું મૂલ્ય \(5\%\) ઓછુ હોય, તો આ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ ............ \(\Omega\) હશે.
    2019 મધ્યમ
  47. 247. આકૃતિમાં એક અવરોધ બતાવેલ છે. તેનું મૂલ્ય અને ટોલરન્સ અનુક્રમે __________ છે
    2019 મધ્યમ
  48. 248. આકૃતિમાંનો વ્હીસ્ટોન બ્રીજ ત્યારે સંતુલિત થાય છે કે જ્યારે ઉપયોગમાં લેવાયેલ કાર્બન અવરોધ \(R_1\) ના વર્ણ સંકેત (નારંગી, લાલ, કથ્થઈ) છે. અવરોધો \(R_2\) અને \(R_4\) અનુક્રમે \(80\,\Omega\) અને \(40\,\Omega\) છે. આ વર્ણ સંકેત કાર્બન અવરોધોનો સચોટ મૂલ્ય આપે છે એમ ધારતા, \(R_3\) તરીકે વાપરેલ કાર્બન અવરોધનો વર્ણ સંકેત ________ હશે
    2019 અઘરું
  49. 249. આંતરિક અવરોધ \(r\) ધરાવતી બેટરી સાથે \(R\) અવરોધ જોડેલ છે \(R\) અવરોધ પર મહત્તમ પાવર કરવા માટે ... 2019 મધ્યમ
  50. 250. આપેલ આકૃતિમાં મીટરબ્રીજ \(AB\) નો અવરોધ \(4\,\Omega \) છે. \(\varepsilon \, = 0.5\,\,V\) જેટલું \(emf\) ધરાવતા કોષ અને \(R_h=2\,\Omega \) ધરાવતા રિહયોસ્ટેટ સાથે કોઇક બિંદુ \(J\) પાસે તટસ્થ બિંદુ મળે છે. જ્યારે કોષને બીજા \(\varepsilon = \varepsilon_2\) જેટલા \(emf\) ધરાવતા કોષથી બદલવામાં આવે છે ત્યારે \(R_h=6\,\Omega \) માટે \(J\) બિંદુ આગળ જ તટસ્થ બિંદુ મળે છે \(\varepsilon_2\, emf\) .............. \(V\) થશે.
    2019 અઘરું