STD 12 - પ્રવાહ વિદ્યુત ના બધા પ્રશ્નો
નવા પહેલા310 માંથી 151–200 પ્રશ્નો
- 151. અવરોધ ધરાવતા એક તારને એવી રીતે ખેંચવામાં આવે છે કે જેથી તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં બે ગણો વધારો થાય. નવા અવરોધ અને મૂળ અવરોધનો ગુણોત્તર ........... થશે. 2022 સરળ
- 152. બે ગૂંચળાઓને જ્યારે સમાન ઉદ્દગમ સાથે જોડતાં સમાન ઉષ્મા ઉત્પન્ન કરવા માટે અનુક્રમે \(20\) મીનીટ અને \(60\) મીનીટ સમય લાગે છે. જે તેઓને સમાન ઉદ્દગમ સાથે સમાંતર ગોઠવણમાં જોડવામાં આવે તો સમાન પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરવા માટ લાગતો સમય ........... મીનીટ હશે. 2022 અઘરું
- 153. બે સમાન \(emf\) ધરાવતા પરંતુ જુદો જુદો \(r_{1}\) અને \(r_{2}\) આંતરિક અવરોધ ધરાવતા બે કોષોને અવરોધ \(R\) સાથે શ્રેણીમાં જોડવામાં આવેલાં છે. જેનાં માટે બીજા કોષને સમાંતર સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે અવરોધ \(R\) નું મૂલ્ચ .......થશે. 2022 મધ્યમ
- 154. બે સમાન કોષો, કે જેઓને બાહ્ય \(2\,\Omega\) ઓહમના અવરોધ સાથે શ્રેણીમાં કે સમાંતર સંયોજનમાં જોડતા સમાન પ્રવાહ આપે છે.દરેક કોષનો આંતરિક અવરોધ ............... \(\Omega\) હશે. 2022 મધ્યમ
- 155. દરેક \(1.5 \,V\) જેટલું \(emf\) ઘરાવતા બે સમાન અને એકબીજને સમાંતર જોડેલા વિદ્યુતકોષને દરેક \(20\; \Omega\) અવરોધ ધરાવતા બે અવરોધોના સમાંતર સંયોજનને સમાંતર જોડવામાં આવેલ છે. પરિપથમાં જોડેલ વોલ્ટમીટર \(1.2\, V\) માપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ (\(\Omega\) માં) શોધો. 2022 અઘરું
- 156. એક મીટર લાંબા \(Cu\)-તારમાંથી \(1 \,A\) નો પ્રવાહ વહે છે. જો તારના આડછેદનું ક્ષેત્રફળ \(2.0\,mm ^{2}\) હોય અને \(Cu\) ની અવરોધકતા \(1.7 \times 10^{-8} \,\Omega m\) હોય તો તારમાં ગતિ કરતા ઈલેકટ્રોન દ્વારા અનુભવાતું બળ ............. \(\times 10^{-23} \,N\) થશે.(charge on electorn \(=1.6 \times 10^{-19} \,C\) ) 2022 મધ્યમ
- 157. એક મીટર લાંબા તારને બે અસમાન ભાગ \(X\) અને \(Y\)માં તોડવામાં આવે છે. \(X\) ભાગને લંબાવીને બીજો તાર \(W\) બનાવવામાં આવે છે. \(W\) તારની લંબાઈ \(X\)ની લંબાઈ કરતાં બમણી છે અને \(W\) નો અવરોધ \(Y\)ના કરતાં બમણો છે. \(X\) અને \(Y\)ની લંબાઈઓનો ગુણોત્તર શોધો. 2022 મધ્યમ
- 158. એક તારનો \(10^{\circ} C\) અને \(30^{\circ} C\) તાપમાને અવરોધ અનુક્રમે \(2 \,\Omega\) અને \(3 \,\Omega\) મપાય છે. તારના દ્રવ્યનો તાપમાન અવરોધ ગુણાંક..........\(^{\circ}C ^{-1}\) થશે. 2022 મધ્યમ
- 159. એલ્યુમિનિયમ તારને ખેંચીને તેની લંબાઈ \(0.4 \%\) વધારવામાં આવે છે. અવરોધમાં પ્રતિશત ફેરફાર \(.....\,\%\) થશે. 2022 મધ્યમ
- 160. જ્યારે \(10 \,\Omega\) અવરોધમાંથી પ્રવાહ પસાર થતો ના હોય ત્યારે આપેલ પરિપથમાં એમીટર \((A)\) માં મપાયેલ પ્રવાહ ............\(A\) થશે.
2022 અઘરું - 161. જ્યારે અવરોધમાંથી \(2\, A\) પ્રવાહ પસાર થાય છે ત્યારે તે \(15\, s\), માં \(300 \,J\) ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. જો પ્રવાહ વધારીને \(3\, A\) કરવામાં આવે છે તો \(10 s\) માં ઉત્પન્ન ઊર્જા........\(J\) થશે. 2022 મધ્યમ
- 162. જો આપેલ પરિપથમાં \('a'\) અને \(m\) બે યાદચ્છિક અચળાંકો હોય તો પરિપથમાં અવરોધ લધુત્તમ થાય ત્યારે \(m\) નું મૂલ્ય \(\sqrt{\frac{x}{2}}\) મળે છે. \(x\) .............. થશે.
2022 અઘરું - 163. \(l\) લંબાઈના અને \(d\) વ્યાસ ધરાવતા આઠ કોપરના તારેને જોડીને \(R\) અવરોધ ધરાવતો એક સંયુક્ત વાહક બનાવવામાં આવે છે. જે \(2l\) લંબાઈના એક કોપર તારને પણ આટલો જ અવરોધ હોય તો તેનો વ્યાસ \(..............d\) થશે. 2022 સરળ
- 164. મીટર બ્રીજ પ્રયોગની આકૃતિ નીચે દર્શાંવેલ છે. ગેલ્વેનોમીટરમાં શૂન્ય કોણાવર્તન માટેની સંતુલન લંબાઈ \(AC\), \(40\,cm\) જેટલી મળે છે. જે તાર \(AB\) ની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સંતુલન લંબાઈ \(.........\,Cm\) થશે.
2022 મધ્યમ - 165. મીટર બ્રિજ પ્રયોગમાં અપવાત પ્રમાણે \('S'\) ના માપન માટે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ડાબી બાજુથી \(30 \,cm\) અંતરે \(D\) આગળ સંતુલન બિંદુ મળે છે. જો \(R\) \(5.6 \,k \Omega\) હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય ............. \(\Omega\) હશે.
2022 મધ્યમ - 166. નીચે બે વિધાન આપેલ છે . વિધાન \(I:\) \(80\; \Omega\) અવરોધ ધરાવતા એક નિયમિત તારને ચાર સમાન ભાગમાં કાપવામાં આવે છે. આ ભાગોને હવે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજની સમતુલ્ય અવરોધ \(5 \Omega\) હશે. વિધાન \(II\): બે અવરોધો \(2R\) અને \(3R\) ને વિદ્યુત પરિપથમાં સમાંતરમાં જોડવામાં આવે છે. \(3R\) અને \(2R\) માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર \(3: 2\) હશે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2022 મધ્યમ
- 167. નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણે \(R\) થી દર્શાવેલ છે. કથન \(A\) : કોન્સ્ટન્ટન મેગ્નેનીન જેવી મિશ્ર ધાતુઓ પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે વપરાય છે. કારણ \(R\) : કોન્સ્ટન્ટન અને મેગ્નેનીનને ખૂબ જ નાનો તાપીય પ્રસરણાંક હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2022 મધ્યમ
- 168. નીચે દર્શાંવેલ જાળતંત્ર માટે, \(V _{ B }- V _{ A }\) નું મૂલ્ય ........... \(V\) હશે.
2022 મધ્યમ - 169. નીચે દર્શાવેલ પરિપથમાં \(6\,V\) ની બેટરી લગાવવામાં આવેલ છે. બેટરીમાંથી પસાર થતી પ્રવાહ \(.........\) થશે.
2022 મધ્યમ - 170. પોટેન્શીયોમીટર રચનામાં, \(1.20\,V\,emf\) ધરાવતા કોષ માટે તાર પર \(36\,cm\) અંતરે સંતુલન બિંદુ મળે છે. આ કોષને \(1.80\,V\,emf\) ધરાવતો બીજો કોષથી બદલવામાં આવે છે. આ પરિસ્થિતિમાં પોટેન્શીયોમીટર તારના સંતુલન બિંદુઓની લંબાઈમાં તફાવત.\(....cm\) હશે. 2022 અઘરું
- 171. પોટેન્શિયોમીટર રચનામાં, ધરાવતો કોષ \(75\, cm\) લંબાઈના તાર આગળ સંતુલન બિંદુ આપે છે. આ કોષને બીજા અજ્ઞાત \(emf\) ધરાવતા કોષ વડે બદલવામાં આવે છે. જે બંને કોષોના \(emf\) નો ગુણોત્તર અનુક્રમે \(3: 2\) હોય તો ઉપરોક્ત બે કિસ્સાઓમાં પોટેન્શિયોમીટર તારની સંતુલન લંબાઈઓનો તફાવત .....\(cm\) હશે 2022 મધ્યમ
- 172. \(r=4.0 \,mm\) ત્રિજ્યાના એક નળાકારીય તારમાં પ્રવાહ ધનતા \(1.0 \times 10^{6} \,A / m ^{2}\) છે અને તે તારના આડછેદ પર નિયમિત છે. તારના બહારના ભાગમાં ત્રિજ્યાવર્તી અંતરો \(\frac{r}{2}\) અને \(r\) ની વચ્ચે પ્રવાહ \(x \pi\) \(A\) છે. \(x\) નું મૂલ્ચ ......... હશે. 2022 અઘરું
- 173. ત્રણ અવરોધો \(A =2\; \Omega, B =4 \;\Omega, C =6 \;\Omega\) નું સૌથી યોગ્ય સંયોજન કયું હશે કે જેથી આ સંયોજનનું સમતુલ્ય અવરોધ \(\left(\frac{22}{3}\right) \Omega\) થાય \(?\) 2022 મધ્યમ
- 174. \(0.5\, mm\) ત્રિજ્યા ધરાવતાં અને \(5 \times 10^{7}\, S / m\) જેટલી વાહકતા ધરાવતાં એક નળાકારીય તારને લગાડેલા \(10\, mV/m\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે. તારમાં વહેતા પ્રવાહનું અપેક્ષિત મૂલ્ય \(x ^{3} \,\pi mA\) છે. \(x\) નું મૂલ્ય ...... . 2021 મધ્યમ
- 175. \(1\, \Omega\) આંતરિક અવરોધ અને \(5\, {V}\; emf\) ધરાવતા પાંચ સમાન કોષોને \(R\) જેટલા બાહ્ય અવરોધ સાથે શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલા છે. \(R\) (\(\Omega\) માં) ના કયા મૂલ્ય માટે શ્રેણી અને સમાંતરમાં સમાન પ્રવાહનું વાહન થાય? 2021 અઘરું
- 176. \(1 \,\Omega\) તારની લંબાઈ \(1\, m\) છે. તેની લંબાઈ \(25\, \%\) વધે ત્યાં સુધી તેને તાણવામાં (ખેંચવામાં) આવે છે. નજીકતમ પૂર્ણાકમાં અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .....\(\%\) છે. 2021 અઘરું
- 177. \(10.0\, cm\) લંબાઈ અને \(5.00\, mm\) વ્યાસ ધરાવતાં વાહક પર \(5.0\, V\) લગાવતા પસાર થતો પ્રવાહ \(2.00\, A\) છે,તો અવરોધકતામાં મહતમ પ્રતિશત ત્રુટી શોધો. 2021 અઘરું
- 178. \(2 \,\Omega\) અવરોધ ધરાવતાં ત્રણે તારથી રચાતાં સમબાજુ ત્રિકોણ \(PQR\) નાં ખૂણા \(P\) માંથી \(6\, A\) પ્રવાહ પ્રવેશે છે અને ખૂણા \(R\) માંથી બાહર નિકળે છે. પ્રવાહ \(i_{1}\) નું મૂલ્ય ....... હશે.
2021 અઘરું - 179. \(2\, E\) અને \(E\) કોષના આંતરિક અવરોધ અનુક્રમે \(r _{1}\) અને \(r _{2}\) છે જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાહ્ય અવરોધ \(R\) સાથે જોડેલ છે. \(R\) ના કયા મૂલ્ય માટે પ્રથમ કોષનો ટર્મિનલ વૉલ્ટેજ શૂન્ય થાય?
2021 અઘરું - 180. \(2 \; {mm}\) વ્યાસ ધરાવતા લોખંડ અને કોપર-નિકલ મિશ્રધાતુના તારની સમાન લંબાઈ (\({m}\) માં) કેટલી હોવી જોઈએ કે જેથી તેમને સમાંતરમાં જોડતા તેમનો સમતુલ્ય અવરોધ \(3 \Omega\) થાય? (લોખંડ અને કોપર-નિકલ મિશ્રધાતુના તારની અવરોધકતા અનુક્રમે \(12 \;\mu \Omega {cm}\) અને \(51\; \mu \Omega {cm}\) છે) 2021 અઘરું
- 181. \(20 \;{V}\; emf\) અને \(10 \Omega\) આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે પ્રથમ \(10 \;\Omega\) અવરોધ ધરાવતા \({n}\) અવરોધોને શ્રેણીમાં જોડેલા છે. તેમાંથી પસાર થતો પ્રવાહ \(I\) છે. હવે આ \(n\) અવરોધોને સમાંતરમાં જોડીને સમાન બેટરી સાથે જોડાવામાં આવે તો પ્રવાહ \(20\) ગણો થાય, તો \(n\) નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
- 182. \(200\, {V}\) સ્ત્રોત ધરાવતા પરિપથ સાથે \(100\, volt\) \(500 \,watt\) નો ઇલેક્ટ્રિક બલ્બ જોડવામાં આવે છે. બલ્બને \(500\, {W}\) નો પાવર આપવા માટે તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોધ \(R\) (\(\Omega\)) જોડાવો પડે? 2021 મધ્યમ
- 183. \(200\, {W},\;100 \,{V}\) ના રેટિંગ ધરાવતા બલ્બને \(200\, {V}\) ના ઉદગમ સાથે જોડેલ છે. કેટલા મૂલ્યના (\(\Omega\) માં) \(R\) અવરોધને તેની સાથે શ્રેણીમાં જોડાવો જોઈએ કે જેથી બલ્બ સમાન પાવર આપે? 2021 મધ્યમ
- 184. \(5\; {A}\) નો પ્રવાહ \(0.04\; {m}^{2}\) આડછેદ ધરાવતા અરેખીય મેગ્નેશિયમના તારમાંથી પસાર થાય છે. સરેક બિંદુ આગળ પ્રવાહ ઘનતાની દિશા આડછેડના ક્ષેત્રફળના એકમ સદિશ સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે છે. વાહકના દરેક બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય (\({V} / {m}\) માં) કેટલું હશે? (મેગ્નેસિયમ ની અવરોધતા \(\rho=44 \times 10^{-8}\, \Omega m\)) 2021 અઘરું
- 185. \(5\, mm ^{2}\) આડછેદ ધરાવતા તારમાંથી \(10\, A\) નો પ્રવાહ પસાર કરતાં ઇલેક્ટ્રોનનો ડ્રીફ્ટ વેગ \(2 \times 10^{-3}\, ms ^{-1}\) મળે છે. તો તારમાં પ્રતિ \(m^3\) માં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 2021 મધ્યમ
- 186. \(6 \,\Omega\) ના અવરોધમાંથી પસાર થતાં પ્રવાહનું મૂલ્ય (\(A\) માં) કેટલું હશે?
2021 અઘરું - 187. \(6\, V\) જેટલું \(emf\) અને \(2 \Omega\) જેટલો આંતરિક અવરોધ ધરાવતાં કોષ \(E _{1}\) ને \(4\,V\) જેટલું \(emf\) અને આંતરિક અવરોધ \(8 \Omega\) ધરાવતાં બીજા કોષ \(E _{2}\) સાથે જોડેલ છે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર).\(X\) અને \(Y\) બિંદુઓને વચ્ચે (સમાંતર) સ્થિતિમાનનો તફાવત ........... થશે.
2021 અઘરું - 188. \({A}\) અને \({B}\) ટર્મિનલ વચ્ચેનો સમતુલ્ય અવરોધ (\(\Omega\) માં) કેટલો થાય?
2021 અઘરું - 189. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(25\, {cm}\) લંબાઈ અને \(3\, {mm}^{2}\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપર\((Cu)\) ના સળિયાને બીજા સમાન એલ્યુમિનિયમ \((Al)\) ના સળિયા સાથે જોડેલ છે. \(A\) અને \(B\) બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ (\({m} \Omega\) માં) શોધો. (કોપરની અવરોધકતા \(=1.7 \times 10^{-8}\, \Omega \,{m}\), એલ્યુમિનિયમની અવરોધકતા \(=2.6 \times 10^{-8}\, \Omega \,{m}\) લો)
2021 અઘરું - 190. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથ સાથે \(50 \,\mu {F}\) નું કેપેસીટર જોડેલું છે, તો કેપેસીટરની ઉપરની પ્લેટ પરનો વિજભાર કેટલા \(\mu {C}\) હશે?
2021 મધ્યમ - 191. આકૃતિમાં રહેલા પરિપથમાં \(a\) અને \({b}\) બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ જ્યારે કળ ખુલ્લી અને બંધ હોય ત્યારે \({x}: 8\) છે. \({x}\) નું મૂલ્ય કેટલું હશે?
2021 અઘરું - 192. આપેલ આકૃતિમાં, પોટેન્શિયોમીટરના તાર ની લંબાઈ \(A B=10 \,{m}\) છે. પ્રતિ એકમ લંબાઈ દીઠ અવરોધ \(0.1 \,\Omega/cm\) છે. \({AB}\) ને \(E\;emf\) અને \(r\) આંતરિક અવરોધ \(r\) ની બેટરી સાથે જોડેલ છે. આ પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવેલ \(emf\) નું મહત્તમ મૂલ્ય (\(V\) માં) કેટલું હશે?
2021 મધ્યમ - 193. આપેલ આકૃતિમાં રહેલ કોષનો \(emf\) \(2.2\, {V}\) અને આંતરિક અવરોધ \(0.6\, \Omega\) છે. સંપૂર્ણ પરિપથ દ્વારા થતો પાવરનો વ્યય (\(Wattt\) માં) કેટલો હશે?
2021 અઘરું - 194. આપેલ આકૃતિમાં \(S_{1}\) અને \(S_{2}\) કળ ઓપન સ્થિતિમાં છે. જ્યારે \(S_{1}\) અને \(S_{2}\) કળ બંધ સ્થિતિમાં હોય ત્યારે \(ab\) વચ્ચેનો અવરોધ (\(\Omega\) માં) કેટલો હશે?
2021 અઘરું - 195. આપેલ પોટેન્શીયોમીટર પરિપથમાં, \(AB (10\, m\) લંબાઈ) ને સમાંતર સ્થિતિમાન \(E\) એ \(E_1\) અને \(E_2\) કરતાં પણ વધારે છે. કળ \(K_1\) (બંધ), જોકી (કળ) ને એવી રીતે બિંદુ \(J_1\) આગળ ગોઠવવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટરમાં આવર્તન ના મળે. હવે \(K_1\) ને ખુલ્લી કરીને પ્રથમ બેટરી \((E_1)\) ને બદલે બીજી બેટરી \((E_2)\) જોડવામાં આવે છે, જ્યારે \(K_2\) બંધ છે. હવે ગેલ્વેનોમીટર \(J_2\) સ્થાન માટે શૂન્ય કોણાવર્તન આપે છે \(\frac{ E _{1}}{ E _{2}}\) નું મૂલ્ય \(\frac{ a }{ b }\) થશે જ્યાં \(a=.............\) છે.
2021 મધ્યમ - 196. આપેલ પોટેન્શિયોમીટરના તારનો અવરોધ \(10\, \Omega\) છે. જ્યારે સ્લાઇડિંગ સંપર્ક પોટેન્શિયોમીટરના તારની વચ્ચે હોય ત્યારે \(2\, \Omega\) ના અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
2021 અઘરું - 197. આપેલ પોટેન્ટિયોમીટર પરિપથની ગોઠવણીમાં, તટસ્થ બિંદુ માટે \({AC}\) ની લંબાઈ \(250\;cm\) માપવામાં આવે છે. જ્યારે ગેલ્વેનોમીટરનું જોડાણ આકૃતિમાં રહેલ બિંદુ \((1)\) થી બિંદુ \((2)\) પર કરવામાં આવે ત્યારે સંતુલન લંબાઈ \(400\, {cm}\) થાય છે. બે કોષોના \(e.m.f.\) નો ગુણોત્તર, \(\frac{\varepsilon_{1}}{\varepsilon_{2}}\) કેટલો હશે?
2021 અઘરું - 198. આપેલ પરિપથ માટે \({t}=3.2\, {s}\) સમયે પ્રવાહ ........ \({A}\) હશે. [Fig. \((1)\) માં વોલ્ટેજનું વિતરણ અને Fig. \((2)\) માં પરિપથ દર્શાવેલ છે]
2021 અઘરું - 199. આપેલ પરિપથમાં \(E\) જેટલું \(emf\) ધરાવતી બેટરીને \(l\) લંબાઈના અને \(r_{1}\) અને \(r_{2}\left(r_{2}\,<\,r_{1}\right)\) ત્રિજયા ધરાવતા જદા-જુદા આડછેદ ક્ષેત્રફળ વાળા સુવાહક \(PQ\) ને સમાંતર જોડવામાં આવે છે. જ્યારે આપણે \(P\) થી \(Q\) જઈએ ત્યારે સાચો વિકલ્પ પસંદ કરો.
2021 અઘરું - 200. આપેલ પરિપથમાં રહેલ \(15\, \Omega\) અવરોધ વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ (\(V\) માં) કેટલો હશે?
2021 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.