ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 3

2013–2026 ના 149 પ્રશ્નો. ફેરેડે અને લેન્ઝનો નિયમ સૌથી વધુ પૂછાય છે.

149પ્રશ્નો
14ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 7% મધ્યમ 47% અઘરું 46%

STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના બધા પ્રશ્નો

નવા પહેલા

149 માંથી 101–149 પ્રશ્નો

  1. 101. ચાર સમાન સોલેનોઈડ \(A,B,C\) અને \(D\)ને આકૃતિ મુજબ જોડેલ છે,જો \(A\)ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(3\, T\) હોય તો \(C\)ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ........... \(T.\)
    2021 અઘરું
  2. 102. એક આંટો ધરાવતી \(a\) બાજુવાળી ચોરસ લૂપને બીજા \(b(b \gg a)\) બાજુવાળી ચોરસ લૂપની અંદર સમકેન્દ્રિય રીતે મુકેલ છે. જો \(b\) બાજુવાળી ચોરસ લૂપની અંદર \(I\) પ્રવાહ પસાર કરવામાં આવે તો આ બંને લૂપ વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું થાય? 2021 અઘરું
  3. 103. એક ઇન્ડક્ટરનું ગુચળું \(64\, {J}\) જેટલી ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે છે અને જ્યારે તેમાંથી  \(8\, {A}\) નો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે \(640\, {W}\) ના દરથી ઉર્જા ગુમાવે છે. જો આ ગુંચળાને આદર્શ બેટરી સાથે જોડવામાં આવે તો આ પરિપથનો સમય અચળાંક (\(sec\) માં) શોધો. 2021 અઘરું
  4. 104. એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }= B _{0}\left(\frac{ x }{ a }\right) \,\hat{ k }\) વડે અપાય છે. \(d\) બાજુ ધરાવતાં એક ચોરસ ગાળાને તેની બાજુઓ \(x\) અને \(y\) અક્ષ પર રહે તેમ મૂકવામાં આવે છે. ગાળાને અચળ વેગ \(\overrightarrow{ v }= v _{0} \hat{ i }\) થી ગતિ કરાવવામાં આવે છે. ગાળામાં પ્રેરિત \(emf\) ....... હશે.
    2021 અઘરું
  5. 105. નીચે દર્શાવ્યા પ્રમાણે એક ગુચળાને ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{{B}}\) માં મુકેલ છે. ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{{B}}\) ના કારણે ગુચળામાં ઉદભવતો પ્રવાહ કેટલો હશે?
    2021 મધ્યમ
  6. 106. \({x}\,>\,0\) વિસ્તારમાં \(1 \,{T}\) જેટલું અચળ ચુંબકીયક્ષેત્ર લગાવવામાં આવે છે. \(1 \,{m}\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રિંગ \(1 \,{m} / {s}\) aના વેગથી \(x-\) અક્ષ પર ગતિ કરે છે. \(t=0s\) સમયે તેનું કેન્દ્ર \({x}=-1 \,{m}\) પર છે. \(t=1\, s\) સમયે તેમાં ઉદ્ભવતો \(emf\) (\({V}\) માં) કેટલો હશે? (રિંગનો વેગ બદલાતો નથી તેમ ધારો) (In \({V}\))
    2021 અઘરું
  7. 107. \(10\,cm\) ત્રિજ્યા ધરાવતી કોઈલ નું સમતલન \(3.0 \times 10^{-5}\, T\) ના ચુબકીયક્ષેત્ર ને લંબ મૂકેલી છે. કોઈલના વ્યાસને અનુલક્ષીને અને ચુબકીયક્ષેત્રને લંબ અક્ષને અચળ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. \(0.2\,Sec\) માં અડધુ પરિભ્રમણ કરે છે. કોઇલમાં ઉદભવતું મહતમ \(emf.......\mu V\) 2020 અઘરું
  8. 108. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(\varepsilon \; emf \;\) ધરાવતી બેટરી સાથે \(L\) ઇન્ડક્ટર અને \(R\) અવરોધ શ્રેણીમાં જોડેલા છે.\(t=0\) સમયે કળ બંધ છે.\(\mathrm{t}=0\) અને \(\mathrm{t}=\mathrm{t}_{\mathrm{c}}\;( \mathrm{t}_{\mathrm{c}}=\)પરિપથનો સમય અચળાંક) વચ્ચે બેટરીમાથી કેટલો વિજભાર બહાર આવ્યો હશે?
    2020 અઘરું
  9. 109. આકૃતિમાં દર્શાવેલ બંધ લૂપના ક્ષેત્રમાં \(\mathrm{t}=0\) સમયે સપાટીને લંબ ચુંબકીયક્ષેત્ર \(1000\) ગાઉસ છે. પછીની \(5 \;\mathrm{s}\) માં તે રેખીય રીતે ઘટીને \(500\) ગાઉસ  થતું હોય તો લૂપમાં પ્રેરિત થતું \(EMF\) કેટલું હશે?......\(\mu \mathrm{V}\)
    2020 મધ્યમ
  10. 110. આપેલ પરિપથમાં કોઈ સમયે પ્રવાહ \(1\, A\) અને ઘટાડાનો દર \(10^{2}\, A s\) છે. તો વિધુત સ્થિતિમાન નો તફાવત \(V _{ P }- V _{ Q }\)
    2020 મધ્યમ
  11. 111. \(ABCDEFA\) લૂપના છ શિરોબિંદુ \(\mathrm{A}(0,0,0), \mathrm{B}(5,0,0),\)\(\mathrm{C}(5,5,0) ,\mathrm{D}(0,5,0), \mathrm{E}(0,5,5)\) અને \(\mathrm{F}(0,0,5)\) છે. તે \(\overrightarrow{\mathrm{B}}=(3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{k}}) \;\mathrm{T}\) ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં છે.તો લૂપ \(\mathrm{ABCDEFA}\) માથી પસાર થતું ફ્લક્સ (\(Wb\) માં) કેટલું હશે? 2020 મધ્યમ
  12. 112. બે સમકેન્દ્રિય વર્તુળાકાર ગૂચળાં \(C _{1}\) અને \(C _{2}\) ને \(XY\) સમતલમાં મૂકેલા છે. \(C _{1}\) માં \(500\) આંટા અને ત્રિજ્યા \(1 \;cm\) છે. \(C _{2}\) માં \(200\) આંટા અને ત્રિજ્યા \(20\, cm \) છે. \(C _{2}\) માંથી સમય પર આધારિત પ્રવાહ \(I(t)=\left(5 t^{2}-2 t+3\right)\; A\) વહે છે જ્યાં \(t\) \(s\) માં છે. \(t =1\; s\) સમયે \(C _{1}\) માં પ્રેરિત થતો \(emf\) (\(mV\) માં) \(\frac{4}{ x }\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2020 મધ્યમ
  13. 113. એક સમતલીય લૂપ એકસમાન ચુંબકીયક્ષેત્રમાં ફરે છે. \(t=0,\) સમયે લૂપનું સમતલ ચુંબકીયક્ષેત્રને લંબ છે જો તે તેની સમતલીય અક્ષને અનુલક્ષીને \(10\; s\) ના આવર્તકાળથી ભ્રમણ કરે તો તેમાં પ્રેરિત થતો \(emf\) મહત્તમ અને ન્યૂનતમ કયા સમયે હશે? 2020 અઘરું
  14. 114. એક વર્તુળાકાર ગુચળામાંથી \(I\) પ્રવાહ વહે છે જે ચુંબકીય ડાઈપોલ બનાવે છે.જે અનંત સમતલમાં વર્તુળાકાર ગુચળું છે તે સમતલમાં વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળને બાદ કરી વધેલા ભાગ માટે ચુંબકીય ફ્લક્સ \(\phi_{i}\) છે. વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળમાથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ \(\phi_{0}\) હોય તો નીચેનામાથી શું સાચું પડે? 2020 સરળ
  15. 115. \(I\) પ્રવાહ ધારિત તાર, એક બાજુ ખૂલ્લી લંબચોરસ ફ્રેમ અને વાહક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. \(l\) લંબાઈ અને અવરોધ \(R\) ધરાવતો વાહક નો વેગ \(V\) છે.તો લૂપમાં ઉદભવતો પ્રવાહ એ વાહક અને અનંતલંબાઈ તાર વચ્ચેનું અંતર \(r\) ના વિધેય તરીકે
    2020 અઘરું
  16. 116. ફ્લૂરેસ્કેન્ટ લેમ્પ ચોકમાં(નાનું ટ્રાન્સ્ફોર્મર) \(0.025 \;\mathrm{ms} \) માં પ્રવાહ એકસમાન રીતે \(0.25 \;\mathrm{A}\) થી ઘટીને \(0\;\mathrm{A}\) થાય છે ત્યારે તે \(100 \;\mathrm{V}\) નો રિવર્સ વૉલ્ટેજ ઉત્પન્ન કરે છે.તો ચોકનું આત્મપ્રેરકત્વ(\(\mathrm{mH}\) માં) કેટલું હશે? 2020 મધ્યમ
  17. 117. \(R\) અવરોધ ધરાવતી ઉપવલય લૂપની અર્ધદીર્ધ અક્ષ \(a\) અને અર્ધલઘુ અક્ષ \(b\) ને ચુબકીયક્ષેત્રમાં મૂકેલી છે. જો લૂપને \(x-\) અક્ષને અનુલક્ષી ને \(\omega\) કોણીય આવૃતિથી ભ્રમણ કરાવતા જુલ અસરના કારણે લૂપમાં પાવર વ્યય
    2020 અઘરું
  18. 118. \(\mathrm{R}\) ત્રિજ્યા ધરાવતો લાંબો સોલેનોઇડ સમય સાથે ફરતા પ્રવાહ \(\mathrm{I}(\mathrm{t})=\mathrm{I}_{0} \mathrm{t}(1-\mathrm{t})\) નું વહન કરે છે. \(2 \mathrm{R}\) ત્રિજ્યાની રિંગને તેને સમઅક્ષીય રીતે રહે તેમ તેના મધ્યમાં મૂકવામાં આવે છે. \(0 \leq t \leq 1\),સમય દરમિયાન રિંગમાં પ્રેરિત પ્રવાહ \(\left(\mathrm{I}_{\mathrm{R}}\right)\) અને પ્રેરિત \(\mathrm{EMF}\left(\mathrm{V}_{\mathrm{R}}\right)\) કઈ રીતે બદલાય? 2020 અઘરું
  19. 119. શ્રેણી \(L-R\) પરિપથને \(emf\,V\) વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. \(t =0\) સમયે કળ શરૂ કરતાં કેટલા સમયે ઇન્ડકટરની ઊર્જા મહતમ ઊર્જાના \(\left(\frac{1}{n}\right)\) ગણી થાય? 2020 અઘરું
  20. 120. \(\mathrm{t}=0\) સમયે શ્રેણીમાં જોડેલા \(10\; \mathrm{mH}\) ઇન્ડક્ટર અને \(5 \;\Omega\) અવરોધ વચ્ચે \(20\; \mathrm{V}\) નો વૉલ્ટેજ લગાવવામાં આવે છે. \(\mathrm{t}=\infty\) અને \(t=40\; s\) એ પસાર થતા પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય? (\(e^{2}=7.389\) ) 2020 મધ્યમ
  21. 121. તારની ચોરસ લૂપ નું સમતલ ચુબકીયક્ષેત્રને લંબ છે. તારનો વ્યાસ \(4/mm\) અને \(30\,cm\) લંબાઈ નો તાર છે. ચુબકીયક્ષેત્રના ફેરફારનો દર \(dB / dt =0.032\, Ts ^{-1} .\) છે તો પ્રેરિત થતો પ્રવાહ \(............\times 100\,p\,A\) તારની અવરોધકતા \(1.23 \times 10^{-8}\, \Omega m\) છે. 2020 અઘરું
  22. 122. \(10\,mH\) આત્મપ્રેરકત્વ અને \(0.1\,\Omega\) અવરોધ ધરાવતા ગુચળાને \(0.9\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે.સ્વિચ બંધ કર્યા પછી પ્રવાહને તેના મહત્તમ પ્રવાહનો \(80\%\) ભાગ મેળવવા કેટલો સમય લાગે?[ \(ln\,5 = 1.6\) ] 2019 અઘરું
  23. 123. \(2.2\, kW\) આઉટપુટ પાવર આપતા ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂચળામાં \(300\) આંટા અને દ્વિતીયક ગુચળામાં \(150\) આંટા છે.દ્વિતીયક ગુચળામાં પ્રવાહનું મૂલ્ય \(10\, A\) હોય તો પ્રાથમિક ગુચળા માટેનો ઈનપુટ વૉલ્ટેજ અને પ્રવાહ કેટલા હશે? 2019 મધ્યમ
  24. 124. \(2\, cm\) બાજુની લંબાઈ ધરાવતા એક નક્કર ધાતુનો ઘન,ધન \(y -\) દિશામા \(6\, m/s\) જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. ધન  \(z-\) દિશામા \(0.1\,T\) પ્રબળતા ધરાવતું એક સમાંગી ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. \(x-\) અક્ષને લંબ તેવી ઘનની બે બાજુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલા ......\(mV\) હશે? 2019 મધ્યમ
  25. 125. \(4000\) પ્રાથમિક ગુચળાના આંટા ધરાવતા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને \(2300\,V\) ના પાવર સ્ત્રોત સાથે જોડતા તે \(230\,V\) આઉટપુટ આપે છે. જો ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુચળામાંથી \(5\,A\) નો પ્રવાહ વહેતો હોય અને તેની કાર્યક્ષમતા \(90\%\) હોય તો તેનો આઉટપુટ પ્રવાહ \(A\) માં કેટલો હશે? 2019 મધ્યમ
  26. 126. આડછેદ \(3.5 \times 10^{-3}\, m^2\) અને અવરોધ \(10\,\Omega \) ધરાવતા એક પાતળા તારમાંથી એક વાહક વર્તુળાકાર ગાળો બનાવવામાં આવે છે. જેને સમય સાથે બદલાતા ચુંબકીયક્ષેત્ર \(B(t) = (0.4\,T)\, sin\, (50\, \pi t)\) ને લંબ મુકવામાં આવે છે. આ ક્ષેત્ર અવકાશમાં એક સમાન છે. સમય \(t=0\ s\) થી \(t = 10\, ms\) વચ્ચે ગાળામાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર _____\(mC\) ની નજીક છે. 2019 અઘરું
  27. 127. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(10\, cm\) લંબાઈ ધરાવતી પટ્ટી ને \(U\) આકારમાં વાળીને તેને \(0.5\,Nm^{-1}\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે.તંત્રને \(0.1\, T\) ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે.જો પટ્ટીને સંતુલન અવસ્થામાથી ખેચવામાં આવે તો તો તેનો કંપવિસ્તાર \(e\) માં ભાગનો થાય ત્યાં સુધી \(N\) દોલનો કરે છે.જો પટ્ટીનું દળ \(50\, grams\) ,અવરોધ \(10\,\Omega \) અને હવાનો અવરોધ અવગણવામાં આવે તો \(N\) કેટલો હશે?
    2019 અઘરું
  28. 128. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(5\, cm\) બાજુ ધરાવતા એક ચોરસ ગુચળા \(L\) ને અવરોધો સાથે જોડેલ છે.આખું તંત્ર જમણી બાજુ \(1\, cms^{-1}\) ની અચળ ઝડપથી ગતિ કરે છે.કોઈ એક સમયે \(L\) નો અમુક ભાગ તેના સમતલને લંબ \(1\, T\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં છે .જો \(L\) નો અવરોધ \(1.7\,\Omega \) હોય તો તે સમયે લૂપમાથી પસાર થતો પ્રવાહ કેટલા ......\(\mu A\) હશે?
    2019 અઘરું
  29. 129. એક ગુંચળાનું આત્મપ્રેરિત \(emf \,25\,V\) છે, જ્યારે તેમાનો પ્રવાહ સમાન દરથી \(1 \,s\) માં \(10\, A\) થી \(25\, A\) કરવામાં આવે છે. ઊર્જામાં થતો ફેરફાર _____\(J\) હશે.  2019 અઘરું
  30. 130. કોઈ \(10\, m\) લાંબો સમક્ષિતિજ તાર કે જે ઉત્તર-પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ખેંચાયેલો હોય અને પૃથ્વીના \(0.3\times 10^{-4}\,Wb/m^2\) ના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને કાટકોણે \(5.0\, ms^{-1}\) ની ઝડપથી પતન કરે છે. પ્રેરિત \(emf\) નું તત્ક્ષણિક મૂલ્ય કેટલું હશે. 2019 મધ્યમ
  31. 131. \(P\) અને \(Q\) ગુચળાને અમુક અંતરે મૂકેલા છે.જ્યારે \(P\) ગુચળામાંથી \(3\, A\) પ્રવાહ પસાર થાય ત્યારે \(Q\) ગુચળામાંથી \(10^{-3}\, Wb\) ચુંબકીય ફ્લક્સ પસાર થાય.\(Q\) ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી.જ્યારે \(P\) ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો ના હોય અને \(Q\) ગુચળામાંથી \(2\, A\) પ્રવાહ પસાર થતો હોય ત્યારે \(P\) ગુચળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે? 2019 મધ્યમ
  32. 132. સમાન લંબાઈ \(l\) ના બે લાંબા સમકેન્દ્રીય સોલેનોઇડ છે. ક્રમશઃ અંદર અને બહારનાં ગુંચળાની ત્રિજ્યા \(r_1\) અને \(r_2\) અને પ્રતિ એકમ લંબાઈ આંટાવોની સંખ્યા \(n_1\) અને \(n_2\) છે. અંદરના ગુંચળાનો અન્યોન્ય પ્રેરણ થી આત્મપ્રેરણનું ગુણોત્તર _____ થાય. 2019 અઘરું
  33. 133. સમબાજુ ત્રિકોણ ધરાવતા એક લાકડાના ચોખઠા પર , તાંબાના તારને વીંટાળવામાં આવે છે. હવે જો આ ચોખઠાની દરેક બાજુનું રેખીય પરીમાણ, ચોખઠાની એકમ લંબાઈ દીઠ ગુંચળાના આંટાની સંખ્યા અચળ રાખી, ત્રણ ગણું વધારવામાં આવે તો ગુંચળાનું આત્મપ્રેરણ કેટલું થાય? 2019 અઘરું
  34. 134. સોલેનોઈડમાં આંટાની સંખ્યા અને આડછેડનું ક્ષેત્રફળ બદલાતું નથી.પરંતુ વાઇંડિંગ ને અલગ રાખવા માટે તેની લંબાઈ \(L\) બદલાય છે.તો સોલેનોઈડનું ઇન્ડકટન્સ કોના સમપ્રમાણમાં હશે? 2019 અઘરું
  35. 135. આદર્શ કેપેસીટરનો કેપેસીટન્સ \(0.2\, \mu F\) છે જેને \(10\,V\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી ચાર્જ કરવામાં આવે છે અને પછી તેમાથી મુક્ત કરવામાં આવે છે. પછી તેને \(0.5\,mH\) આત્મપ્રેરકત્વ ધરાવતા આદર્શ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. જ્યારે કેપેસીટર વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(5\,V\) હોય ત્યારે તેમાથી કેટલો પ્રવાહ (\(A\) માં) વહેતો હશે? 2018 અઘરું
  36. 136. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ સાથે \(\theta\) ખૂણે અને \(l\) અંતરે રહેલ પાટા પર \(m\) દળનો સળિયો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે. પાટાનાં તળિયે એક \(R\) અવરોધ જોડેલો છે. પાટાનાં સમતલને લંબ એકસમાન ચુંબકીયક્ષેત્ર \(B\) છે. તો કોપરના સળિયાનો ટર્મિનલ વેગ કેટલો થાય?
    2018 અઘરું
  37. 137. \(n\) આંટા અને \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા ગુચળાને \(B\) જેટલા એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. જ્યારે તેને \(\omega \) જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે ત્યારે તેમાં મહત્તમ કેટલો \(emf\) પ્રેરિત થશે? 2018 મધ્યમ
  38. 138. \(R\) જેટલી મોટી ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂચળાના કેન્દ્ર આગળ એક ખૂબ નાની ત્રિજ્યા \(r\) ધરાવતું ગુચળું મૂકેલું છે. બંને ગુચળા સમકેન્દ્રિય અને એક જ સમતલમાં છે. મોટા ગુચળામાંથી \(I\) જેટલો પ્રવાહ વહે છે. નાનું ગુચળાને તેના સામાન્ય(common) વ્યાસની અક્ષને અનુલક્ષીને અચળ કોણીય વેગ \(\omega \) થી ભ્રમણ કરવવામાં આવે છે. તો ભ્રમણના \(t\) સમય પછી નાના ગુચળામાં કેટલું \(emf\) પ્રેરિત થશે? 2018 અઘરું
  39. 139. \(a\) ત્રિજ્યા ધરાવતા તારની નાની વર્તુળાકાર લૂપ ખૂબ મોટી ત્રિજ્યા \(b\) ધરાવતા તારની વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર છે. બંને લૂપ એક જ સમતલમાં છે. \(b\) ત્રિજ્યાની બહારની લૂપ \(I = I_0\, cos\, (\omega t)\) જેટલો \(ac\) પ્રવાહ ધરાવે છે. તો અંદરની નાની લૂપમાં કેટલો \(emf\) પ્રેરિત થશે? 2017 અઘરું
  40. 140. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(100\) \(\Omega\) ના અવરોધવાળી એક \(coil\) માં ચુંબકીય ફલકસમાં ફેરફાર કરીને પ્રવાહ પ્રેરિત કરવામાં આવે છે. \(coil\) ના ફલકસના મુલ્યમાં થતા ફેરફાર .......\(Wb\) છે :
    2017 મધ્યમ
  41. 141. \(t = 0\) સમયે એક \(r\) ત્રિજ્યા ધરાવતા ધાતુના વાહક તારની બનેલી લૂપને ચુંબકીયક્ષેત્ર \(B = {B_0}{e^{\frac{{ - t}}{\tau }}}\) , ને લંબ મૂકવામાં આવે છે, જ્યાં \(B_0\) અને \(\tau \) અચળાંક છે\(t = 0\). જો લૂપનો અવરોધ \(R\) હોય તો લાંબા સમય પછી \(\left( {t \to \infty } \right)\) તારમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે? 2016 અઘરું
  42. 142. ગુચળામાં \(0 .1\,s\) માં પ્રવાહ \(5\,A\) થી \(2\,A\) થાય છે તે દરમિયાન સરેરાશ \(50\,V\) વૉલ્ટેજ ઉત્પન્ન થાય છે તો ગુચળાનું આત્મપ્રેરકત્વ \(H \)માં કેટલું હશે? 2015 મધ્યમ
  43. 143. નીચે દર્શાવેલ પરિપથમાં એક ઇન્ડકટર \((L=0.03H)\) અને અવરોધ \((R=0.15\) \(K\Omega)\) એક \(15\) \(V\) \(emf\) ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે.કળ \(K_1\) ને ઘણા લાંબા સમય સુધી બંધ રાખવામાં આવે છે.પછી, \(t=0\) સમયે કળ ને ખોલવામાં \((open)\) આવે છે અને તે જ સમયે કળ \(K_2\) ને બંધ \((close)\) કરવામાં આવે છે.\(t= 1\) \(ms\) ને અંતે પરિપથમાં વહેતો પ્રવાહ .......... \(mA\) હશે. (\({e^5} \cong 150)\)
    2015 અઘરું
  44. 144. \(10\, cm\) બાજુની લંબાઇ ધરાવતી ચોરસ ફ્રેમ અને લાંબો તાર જેમથી \(1\, A\) પ્રવાહ વહે છે તેને કાગળના સમતલમાં મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફ્રેમ જમણી બાજુ \(10\, ms^{-1}\) ના અચળ વેગથી ગતિ કરે છે. જ્યારે ફ્રેમનો ડાબી બાજુનો છેડો તારથી \(x\, = 10\, cm\) અંતરે હોય ત્યારે તેમાં પ્રેરિત થતું \(emf\) \(\mu V\)માં કેટલું હશે?
    2014 મધ્યમ
  45. 145. \(1000\, turns\) આંટા અને \(4\, cm^2\) ક્ષેત્રફળ ધરાવતું વર્તુળાકાર ગુચળાને \(0.01\, s\) \(10^{-2}\, Wb\, m^{-2}\) જેટલા ઘટતા ચુંબકીયક્ષેત્રમાં ગુચળાની અક્ષ ક્ષેત્રને સમાંતર રહે તે રીતે ગોઠવેલ છે. તો ગુચળામાં પ્રેરિત થતું \(e.m.f.\) \(mV\) માં કેટલું હશે? 2014 મધ્યમ
  46. 146. પરિપથમાં બતાવ્યા પ્રમાણે બિંદુ \(C\) ને બિંદુ \(A\) જોડે ત્યાં સુધી જોડી રાખવામાં આવે છે.જયાં સુધી પરિપથમાં અચળ પ્રવાહ પસાર થાય છે.ત્યારબાદ અચાનક બિંદુ \(‘C’, ‘A”\) થી છૂટો કરી બિંદુ \(’B’\) વડે સમય \(t=0\) માટે જોડવામાં આવે છે. \(t=L/R\) સમયે અવરોધ અને ઇન્ડકટરને સમાંતર સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો હોય છે?
    2014 મધ્યમ
  47. 147. \(0.3\) \(cm\) ત્રિજયા ઘરાવતી એક રીંગ તેનાથી ઘણી જ મોટી \(20\) \(cm\) ત્રિજયા ઘરાવતી રીંગની સમાતર રહેલ છે.નાની રીંગનું કેન્દ્ર મોટી રીંગના અક્ષ પર રહેલ છે.તે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર \(15\) \(cm\) છે.જો નાની રીંગમાંથી \(2.0\) \(A\) જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,તો મોટી રીંગ સાથે સંકળાયેલ ફ્‍લકસ ______ હશે. 2013 મધ્યમ
  48. 148. બે ગુચળા \(X\) અને \(Y\) ને એકબીજાની નજીક મૂકેલા છે. જ્યારે \(X\) ગુચળામાંથી \(I(t)\) જેટલો પ્રવાહ વહે ત્યારે \(Y\) ગુચળામાં \((V(t))\) જેટલો \(emf\) પ્રેરિત થાય છે. જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. તો પસાર થતો પ્રવાહ \(I(t)\) સમય \(t\) સાથે કેવી રીતે બદલાતો હશે?
    2013 મધ્યમ
  49. 149. \(l\) લંબાઇ ધરાવતા એક ધાતુના સળિયાને \(2l\) જેટલી લંબાઇ ધરાવતી દોરી વડે બાંધી,\(\omega \) જેટલી કોણીય ઝડપથી સમક્ષિતિજ ટેબલ પર દોરીનો એક છેડો જડિત રાખી પરિભ્રમણ કરવામાં આવે છે, જો આ દિશામાં શિરોલંબ ( ઊર્ધ્વ ) દિશામાં \(B\) જેટલું ચુંબકીયક્ષેત્ર હોય,તો સળિયાના છેડે ઉદ્‍ભવતું પ્રેરિત \(emf\) ______ થશે.
    2013 મધ્યમ