STD 11 - 10.1, થર્મોનેટ્રી, થર્મલ વિસ્તરણ અને કેલરીમેટ્રી ના બધા પ્રશ્નો
નવા પહેલા66 માંથી 51–66 પ્રશ્નો
- 51. જ્યારે \(-10\,^oC\) એ રહેલ \(M_1\) ગ્રામ બરફને (વિશિષ્ટ ઉષ્મા \(= 0.5\, cal\, g^{-1}\,^oC^{-1}\)) \(50\,^oC\) એ રહેલ \(M_2\) ગ્રામ પાણીમાં મિશ્ર કરતાં અંતે બરફ રહેતો નથી અને પાણીનું તાપમાન \(0\,^oC\) થાય છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા \(cal\, g^{-1}\) માં કેટલી થાય? 2019 મધ્યમ
- 52. જ્યારે \(100\,^oC\) તાપમાને રાખેલ \(100 \,g\) પ્રવાહી \(A\) ને \(75\,^oC\) તાપમાને રાખેલ \(50\, g\) પ્રવાહી \(B\) માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન \(90\,^oC\) થાય છે. હવે જ્યારે \(100\,^oC\) તાપમાને રાખેલ \(100\, g\) પ્રવાહી \(A\) ને \(50\,^oC\) તાપમાને રાખેલ \(50\, g\) પ્રવાહી \(B\) માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન ........\(^oC\) થાય? 2019 અઘરું
- 53. કોઈ એક અંકીત કરેલ થર્મોમીટર જ્યારે ઉકળતા પાણીના સંપર્કમાં આવે ત્યારે માપક્રમ પ્રમાણે તે \(x_o\) વાંચે છે, અને જ્યારે તે બરફના સંપર્કમાં હોય ત્યારે \(x_o/3\) છે. પદાર્થના સંપર્કમાં છે આ થર્મોમીટર \(x_o/2\) અવલોકન વાંચે તો પદાર્થનું તાપમાન \(^oC\) માં કેટલું હશે? 2019 અઘરું
- 54. \(r\) ત્રિજ્યા અને \(L\) લંબાઈ ધરાવતા નળાકારનો યંગ મોડ્યુલસ \(Y\) છે.જ્યારે આ નળાકારને \(T\) તાપમાન સુધી \(F\) દબનીય બળ લગાવતા ગરમ કરવામાં આવે છે.તેની લંબાઈ બદલાતી ન હોય તો તે નળાકારનો કદ પ્રસરણાંક કેટલો હશે? 2019 અઘરું
- 55. ઉષ્મિય રીતે અલગ કરેલા પાત્રમાં \(0\,^oC\) તાપમાને \(150\, g\) પાણી છે. પાત્રમાથી હવા સમોષ્મિ રીતે ખેચવામાં આવે છે.પાણીનો અમુક ભાગ બરફમાં અને બીજો ભાગ \(0\,^oC\) વરાળમાં પરીવર્તન પામે તો વરાળમાં રૂપાંતરિત થતાં પાણીનું દળ ........ \(g\) હશે? ( પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા \(= 2.10 \times10^6\, Jkg^{-1}\) અને પાણીની ગલનગુપ્ત ઉષ્મા \( = 3.36 \times10^5\,Jkg^{-1}\) ) 2019 અઘરું
- 56. \(0^o \) \(C\) એ એક ઘન પર બાહ્ય દબાણ \(P\) આપવામાં આવે છે કે જેથી તેનું દરેક બાજુએથી સમાન સંકોચન થાય છે.ઘનના દ્રવ્યનો કદ સ્થિતિસ્થાપકતા અંક \(( Bulk\) \(modulus )\) \(K \) અને રેખીય પ્રસરણ ગુણાંક \(\alpha \) છે.ધારો કે તેને ગરમ કરીને તેના મૂળ કદમાં પાછો લાવવો હોય,તો તાપમાનમાં કરવો પડતો વધારો છે: 2017 અઘરું
- 57. \(100\) \(gm\) દળનો એક તાંબાનો દડો \(T\) તાપમાને રાખેલ છે.તેને \(100\) \(gm\) દળના એક તાંબાના કેલોરીમીટર કે જેમાં \(170\) \(gm\) પાણી ભરેલ છે તેમાં, ઓરડાના તાપમાને નાખવામાં આવે છે.ત્યારબાદ આ નિકાયનું તાપમાન \(75°\) \(C \) માલૂમ થયું,તો \(T\) નું મૂલ્ય ...... \(^oC\) હશે: ( ઓરડાનું તાપમાન = \(30°\) \(C\), તાંબાની વિશિષ્ટ ઉષ્મા \(=\) \(0.1\) \(cal/gm°C\) આપેલ છે.) 2017 મધ્યમ
- 58. એક પ્રયોગમાં \(0.20\, kg\)ના એલ્યુમિનિયમના સળિયાને \(150\,^oC\) સુધી ગરમ કરેલ છે. તેને \(0.025\, kg\). કેલોરીમીટરના પાણી સમતુલ્ય માં \(27\,^oC\) તાપમાને રહેલ \(150\, cc\) કદના પાણીમાં મૂકવામાં આવે છે.તંત્રનું અંતિમ તાપમાન \(40\,^oC\) છે. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા \(J/kg\,-\,^oC\) માં કેટલી હશે?( \(4.2\, Joule= 1\, calorie\)) 2017 અઘરું
- 59. રેલ્વેના સ્ટીલના સળિયાની લંબાઈ \(5\,m\) અને આડછેડનું ક્ષેત્રફળ \(40\,cm^2\) નું તાપમાન \(10\,^oC\) વધારવામાં આવે છે પરંતુ તેની લંબાઈમાં વધારો થવા દેવામાં આવતો નથી. જો તેનો રેખીય પ્રસરણાંક અને યંગ મોડ્યુલૂસ અનુક્રમે \(1.2\times10^{-5}\, K^{-1}\) અને \(2\times10^{11}\, Nm^{-2}\) હોય તો રેલ્વેના સ્ટીલના સળિયામાં કેટલુ તણાવ ઉત્પન્ન થશે? 2017 અઘરું
- 60. \(m\) દળ ધરાવતા લોલકને નહિવત દળ ધરાવતા તાર વડે બાંધીને \(T = 0\,^oC\) તાપમાને દોલનો કરાવતા આવર્તકાળ \(2\;s\) મળે છે.જો તારનું તાપમાન વધારવામાં આવે અને તેની સાથે બદલાતા આવર્તકાળ નો તાપમાન વિરુદ્ધ આલેખ સુરેખ મળે છે. જેનો ઢાળ \(S\) મળે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક \(\alpha \) હોય તો \(S\) કેટલો હશે? 2016 અઘરું
- 61. એક પ્રયોગમાં પાત્રમાં પાણીનું તાપમાન \(0\,^oC\) થી \(100\,^oC\) થતાં \(10\, minutes\) લાગે છે. હીટર દ્વારા બીજી \(55\, minutes\)માં તેનું સંપૂર્ણ વરાળમાં રૂપાંતર થાય છે. પાત્રની વિશિષ્ટ ઉષ્મા અવગણ્ય છે અને પાણીની વિશિષ્ટ ઉષ્મા \(1\, cal / g\,^oC\) છે. પ્રયોગ દ્વારા પાણીનું વરાળમાં રૂપાંતર કરવા \(cal/g\) માં કેટલી ઉર્જાની જરૂર પડે? 2015 મધ્યમ
- 62. બંધ પાત્રમાં રહેલ \(2\, L\) પાણીને \(1\,kW\) ની કોઇલ વડે ગરમ કરવામાં આવે છે. જ્યારે પાણી ગરમ થતું હોય ત્યારે પાત્ર \(160\, J/s\) ના દરથી ઉર્જા ગુમાવે છે. પાણીનું તાપમાન \(27\,^oC\) થી \(77\,^oC\) થવા કેટલો સમય લાગે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા \(4.2\, kJ/kg\) અને પાત્ર માટે તે અવગણ્ય છે) 2014 અઘરું
- 63. \(500\, g\) પાણી અને \(100\, g\), \(0\,^oC\) તાપમાને બરફને કેલોરીમીટરમાં રાખેલ છે જેનું પાણી સમકક્ષ \(40\, g\) છે. \(100\,^oC\) તાપમાને રહેલ \(10\, g\) વરાળને તેમાં મિશ્ર કરવામાં આવે તો કેલોરીમીટરમાં સમકક્ષ પાણી(\(g\) માં) કેટલું થશે? (બરફની ગલનગુપ્ત ઉષ્મા\(\,= 80\, cal/g\), વરાળની ઉત્કલનગુપ્ત ઉષ્મા\(\,= 540\, cal/ g\)) 2013 મધ્યમ
- 64. બંધ પાત્રમાં \(50\,g\) પાણી ભરેલ છે. \(2\, minutes\) માં તેનું તાપમાન \(30\,^oC\) થી ઘટીને \(25\,^oC\) થાય છે. બીજા સમાન પાત્ર અને સમાન વાતાવરણમાં રહેલ \(100\,g\) પ્રવાહીનું તાપમાન \(30\,^oC\) થી \(25\,^o C\) થવા માટે સમાન સમય લાગતો હોય તો પ્રવાહીની વિશિષ્ટ \(kcal/kg\) માં કેટલી હશે? (પાત્રનું પાણી સમકક્ષ \(30\,g\) થાય) 2013 અઘરું
- 65. ગ્લાસના પાત્ર અને પાત્રમાં ભરેલા પ્રવાહી ના કદ પ્રસરણાંકનો ગુણોત્તર \(1 : 4\) છે.પાત્રમાં કદના કેટલા ભાગમાં પ્રવાહી ભરવું જોઈએ કે જેથી પાત્રમાં ખાલી રહેલા ભાગનું કદ બધા તાપમાને સમાન રહે? 2013 મધ્યમ
- 66. \(Y\) સ્કેલમાં પાણી \(- 160^o\, Y\) માં બરફ બને અને \(- 50^o\, Y\) માં વરાળ બને છે.તો આ સ્કેલમાં \(340\, K\) નું મૂલ્ય \( ^o\, Y\)માં કેટલું થશે? (પાણીનું ગલનબિંદુ \(273\, K\) અને ઉત્કલનબિંદુ \(373\, K\)) 2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.