ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - પરમાણુઓ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

2013–2026 ના 128 પ્રશ્નો. ઇલેક્ટ્રોન ઉર્જા સૌથી વધુ પૂછાય છે.

128પ્રશ્નો
5ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 11% મધ્યમ 47% અઘરું 42%

STD 12 - પરમાણુઓ ના બધા પ્રશ્નો

નવા પહેલા

128 માંથી 51–100 પ્રશ્નો

  1. 51. હાઇડ્રોજન પરમાણુમાં \(n = 4\) થી \(n=1\) સ્તરની સંક્રાંતિ દરમિયાન ફોટોન ઉત્સર્જિત થાય છે. આ સંકાતિને અનુરૂપ તરંગલંબાઈ \(...........\,nm\) હશે. ( \(h =4 \times 10^{-15}\,eVs\) આપેલુ છે.) 2023 મધ્યમ
  2. 52. હાઇડ્રોજન પરમાણુનાં ઊર્જા સ્તરો નીચે આપેલા છે. ટૂંકી તરંગ લંબાઈના ઉત્સર્જન દ્વારા થતું સંક્રમણ \(.......\) છે.
    2023 મધ્યમ
  3. 53. હાઈડ્રોજન પરમાણુ માટે, આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર સંક્રાંતિ \(1\) અને \(2\) ને આનુષાંગિક તરંગલંબાઈઓ \(\lambda_1\) અને \(\lambda_2\) છ. \(\lambda_1: \lambda_2\) ગુણોત્તર \(\frac{x}{32}\) છે. \(x\) નું મૂલ્ય \(...............\) થશે. 
    2023 મધ્યમ
  4. 54. હાઈડ્રોજન પરમાણુની \(7\) મી બોહર ત્રિજ્યામાં ઈલેક્ટ્રોનની ઝડપ \(3.6 \times 10^6\,m / s\) છે. તેને આનુષાગિક ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડપ વેગ \(........\times 10^6\) હશે. 2023 મધ્યમ
  5. 55. \(He ^{+}\)આયન માટેની પ્રથમ ઉત્તેજીત અવસ્થાની ઊર્જા \(......\,eV\) છે.(હાઈડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા \(-13.6\,eV\) છે.) 2023 સરળ
  6. 56. \(He ^{+}\)ની દ્વિતીય કક્ષા \(r_1\) છે અને \(Be ^{3+}\) ની ચોથી કક્ષા \(r_2\) વડે દર્શાવેલ છે. ગુણોત્તર \(\frac{r_2}{r_1}\) નું મૂલ્ય \(x: 1\) મળે છે. \(x\) નું મૂલ્ય ....... થશે. 2023 મધ્યમ
  7. 57. ઇલેકટ્રોનનું બહોર કક્ષામાં કોણીય વેગમાન \(L\) છે. જો ઈલેકટ્રોન હાઈડ્રોજન પરમાણુની બીજી કક્ષામાં પરિભ્રમણ કરતો માનીએ, તો તેના કોણીય વેગમાનનો ફેરફાર .......... હશે. 2023 મધ્યમ
  8. 58. જ્યારે ધાતુ સપાટી પર ઉચ્ય ઊર્જા ધરાવતા ઇલેકટ્રોનનો મારો ચલાવવામાં આવે, ત્યારે તેમાંથી .......... ઉત્સર્જિત થાય છે. 2023 સરળ
  9. 59. જો લાઇમન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ \(917\,\mathring A\) હોય, તો બામર શ્રેણીની લધુત્તમ તરંગલંબાઈ ........\(\mathring A\) હશે. 2023 મધ્યમ
  10. 60. \(Li ^{++}\) ની પાંચમી કક્ષાની ત્રિજ્યા \(.......\times 10^{-12}\,m\) છે. (હાઈડ્રોજન પરમાણુની ત્રિજ્યા \(= 0.51\,\mathring A\),લો) 2023 મધ્યમ
  11. 61. \(m\) દળનો એક નાનો કણ એવી રીતે ગતિ કરે છે કે તેની સ્થિતિઊર્જા \(U=\frac{1}{2} m \omega^2 r ^2\) જ્યાં \(\omega\) અચળાંક છે અને \(r\) એ કણનું ઉગમબિંદુથી અંતર છે. બોહરના વેગમાન અને વર્તુળાકાર ભ્રમણકક્ષાનું ક્વોન્ટમીકરણને ધારતા, \(n\) મી કક્ષાની ત્રિજ્યા કોના સમપ્રમાણમાં થશે? 2023 મધ્યમ
  12. 62. ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપ હાઇડ્રોજનને પ્રતાડિત કરવા માટે \(12.5\,eV\) નું ઈલેકટ્રોન પુંજ વાપરવામાં આવે છે. ઉત્સર્જિત વર્ણપટ રેખાઓની સંખ્યા \(.......\) હશે. 2023 અઘરું
  13. 63. પરમાણુના ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવેલ છે. \(124.1\,nm\) તરંગ લંબાઇના ફોટોનના ઉત્સર્જનમાં આમાંથી કઈ સંક્રાતિ ઉદ્દભવશે ? \(\text { ( } h =6.62 \times 10^{-34}\,Js)\) આવેલું છે.
    2023 મધ્યમ
  14. 64. \(Z=4\) ધરાવતા પરમાણુમાં ઈલેક્ટ્રોન ચોથા ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં સંક્રાંતિ કરે છે.આ પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા \(............\,eV\) હશે.(આપેલ \(Rch =13.6\,eV \) આપેલ છે) જ્યાં \(R=\) રીડબર્ગ અચળાંક \(c=\) શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ  \(h=\) પ્લાન્કનો અચળાંક 2023 મધ્યમ
  15. 65. \(5.5 \,MeV\) ગતિઊર્જા ધરાવતું \(\alpha\)-કણ જ્યારે સોનાના ન્યુક્લિયસ તરફ ગતિ કરે છે. જો \(\sqrt{ d _{1}}\) અને \(\sqrt{ d _{2}}\) અનુક્રમે \(60^{\circ}\) અને \(90^{\circ}\) માટેના impact-પ્રાચલો છે. \(d _{1}=x d _{2}\) માટે \(x\) નું મૂલ્ય ............ છે. 2022 મધ્યમ
  16. 66. હાઇડ્રોજન પરમાણુમાં ધરા-સ્થિતિમાં રહેલો ઇલેકટ્રોન \(10.2\, eV \) ઊર્જાનું શોષણ કરે,તો કોણીય વેગમાનમાં કેટલો વધારો થાય? ( \( h = 6.6 \times {10^{ - 34}}J - \, sec\)) 2022 મધ્યમ
  17. 67. હાઈડ્રોજન પરમાણુ તેની ધરાસ્થિતિમાં \(10.2 \,eV\) ઊર્જાનું શોષણ કરે છે. ઈલેકટ્રોનનું કોણીય વેગમાનનું મૂલ્ય ............... \(\times 10^{-34} \; J{s}\) જેટલું વઘશે. (પ્લાન્ક અચળાંક \(=6.6 \times 10^{-34} \,Js\) આપેલ છે.) 2022 મધ્યમ
  18. 68. હાઈડ્રોજન પરમાણુ ઉત્તેજીત અવસ્થામાંથી \(\lambda\) તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરીને ધરા સ્થિતિમાં આવે છે. ઉત્તેજીત અવસ્થા માટે મુખ્ય કવોન્ટમ નંબર '\(n\)' નું મૂલ્ય \(.........\) થશે. (\(R :\) રીડબર્ગ અચળાંક) 2022 અઘરું
  19. 69. હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન \((i)\) દ્વિતિય માન્ય \((allowed)\) ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં, અને \((ii)\) ઉચ્ચતમ માન્ય \((allowed)\) ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં સંક્રાંતિ કરે તે દરમ્યાન ઉત્પન્ન ફોટોનની ઊર્જાનો ગુણોત્તર થશે. 2022 મધ્યમ
  20. 70. હાઈડ્રોજન પરમાણુમાં ઈલેકટ્રોનની \((i)\) ત્રીજા ઉર્જા સ્તરમાંથી દ્વિતિય સ્તરમાં અને \((ii)\) સૌથી ઉચ્ચ \(allowed\) (માન્ય) ઊર્જા સ્તરમાંથી દ્વિતિય સ્તરમાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જાતા ફોટોનની ઊર્જાનો ગુણોતર \(\frac{x}{x+4}\) મળે છે. \(x\)નું મૂલ્ચ \(........\) હશે. 2022 મધ્યમ
  21. 71. હાઈડ્રોજન વર્ણપટમમાં, \(\lambda\) એ લાયમન શ્રેણી માટેની પ્રથમ સંક્રાંતિ માટેની તરંગલંબાઈ છે. પાશ્ચન શ્રેણી માટેની બીજી સંક્રાંતિ માટેની તરંગલંબાઈ અને બામર શ્રેણી માટેની બીજી સંક્રાંતી માટેની તરંગલંબાઈ વચ્ચેનો તરંગલંબાઈનો તફાવત “\(a \lambda\)” છે. \(a\) નું મૂલ્ય \(..........\) થશે. 2022 અઘરું
  22. 72. \(He ^{+}\)ની ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડ૫ અને હાઈડ્રોજનની ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડપનો ગુણોત્તર...........હશે. 2022 મધ્યમ
  23. 73. \(Li ^{++}\)માં ઈલેક્ટોનને પ્રથમ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઉત્તેજીત કરવા માટે એકરંગી પ્રકાશ કિરણનો ઉપયોગ કરવામાં આવે છે. એકરંગી પ્રકાશની તરંગલંબાઈ \(x \times 10^{-10} m\) જેટલી મળે છે. \(x\) નું મૂલ્ય .......... છે. [ \(hc =1242 \,eV nm\) આપેલ છે.] 2022 મધ્યમ
  24. 74. \(n\) ની કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનના વેગમાનનું મૂલ્ય શું હશે? (તમામ સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ દર્શાવે છે) 2022 સરળ
  25. 75. નીચે આપેલા વિક્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો 2022 મધ્યમ
  26. 76. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : હાઈડ્રોજન પરમાણુમાં જ્યારે ઈલેકટ્રોન નીચી ઊર્જા કક્ષા \(\left( E _{1}\right)\) માંથી ઉચ્ચ ઊર્જા કક્ષા \(\left(E_{2}\right)\) માં કૂદકો (સંક્રાંત) કરે છે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ \(h f= E _{1}- E _{2}\) વડે આપી શકાય છે. વિધાન \(II\) : ઉચ્ય ઊર્જા કક્ષામાંથી નીચી ઊર્જ કક્ષામાં ઈલેકટ્રોનની સંક્રાંતિ, વિકિરણ આવૃત્તિ \(f=\left( E _{2}- E _{1}\right) / h\) સાથે સંકળાયેલ છે. આ શરતને બોહરની આવૃત્તિ શરત કહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2022 મધ્યમ
  27. 77. \(2.6\, {eV}\) ઊર્જા ધરાવતો મુક્ત ઇલેક્ટ્રોન \({H}^{+}\) આયન સાથે અથડાય છે. તેના પરિણામે પ્રથમ ઉત્તેજિત અવસ્થાવાળો હાઇડ્રોજન પરમાણુ બને છે અને ફોટોન મુક્ત થાય છે. ઉત્સાર્જીત ફોટોનની આવૃતિ શોધો. \(\left({h}=6.6 \times 10^{-34}\, {J} {s}\right)\) 2021 અઘરું
  28. 78. આપેલ આકૃતિમાં, અમુક સંક્રાંતિઓ કે જે \(A, B, C, D\) અને \(E\) વડે દર્શાવેલ છે. તેની સાથે હાઈડ્રોજન પરમાણુનાં ઊર્જા સ્તરો દર્શાવ્યા છે. સંક્રાંતિઓ \(A, B\) અને \(C\) અનુક્રમે ,......... રજૂ કરે છે
    2021 મધ્યમ
  29. 79. બોહર પરમાણુ મોડેલ અનુસાર, નીચે આપેલી કઈ સંક્રાંતિ દરમ્યાન આવૃત્તિ મહત્તમ હશે ? 2021 અઘરું
  30. 80. બોહરના પરમાણુ મોડલમાં ઇલેક્ટ્રોન \(0.5 \times 10^{-10}\,m\) ત્રિજયાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેવું ધારવામાં આવ્યું છે. જો ઇલેક્ટ્રોનની ઝડપ \(2.2 \times 10^{6}\; {m} / {s}\)હોય, તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ પ્રવાહ \(....\,\times 10^{-2} \;{mA}\) હશે. \(\left.[\pi=\frac{22}{7}\right]\) 2021 અઘરું
  31. 81. એક આયનીય કાર્બનની કઈ કક્ષાની ઉર્જા હાઇડ્રોજનની ધરા અવસ્થાની ઉર્જા જેટલી હોય? 2021 મધ્યમ
  32. 82. એક \(X-ray\) ટયુબ \(1.24\) દસ લાખ વોલ્ટ ઉપર કાર્યરત છે. ઉત્સર્જીત ફોટોનની સૌથી ટૂંકી તરંગલંબાઈ ........ \(nm\) હશે. 2021 મધ્યમ
  33. 83. \(H\) પરમાણુની બમર શ્રેણીની પ્રથમ ત્રણ રેખાની તરંગલંબાઈ \(\lambda_{1}, \lambda_{2}, \lambda_{3}\) છે. જો \(\left(\frac{\lambda_{1}}{\lambda_{3}}\right)\) નો ગુણોત્તર \(x\times 10^{-1}\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? 2021 અઘરું
  34. 84. હાઇડ્રોજન પરમાણુ જેવો એક આયન જ્યારે \({n}=3\) થી \({n}=1\) માં સંક્રાંતિ કરે ત્યારે \(2.92 \times 10^{15}\, {Hz}\) જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે છે. તો જ્યારે તે \({n}=2\) થી \({n}=1\) માં સંક્રાંતિ કરે ત્યારે તે ........ \(\times 10^{15}\;Hz\) જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે. 2021 મધ્યમ
  35. 85. હાઇડ્રોજન પરમાણુમાં મુખ્ય ક્વોન્ટમઆંક \(n=6\) કક્ષામાંથી ધરા અવસ્થામાં આવતા વર્ણપટ્ટ પર \(X\) જુદી જુદી તરંગલંબાઈ જોવા મળે છે તો \({X}\) નું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
  36. 86. હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની બદલે મ્યુઓન બદલી નાખવામાં આવે. મ્યુઓનનું દળ ઇલેક્ટ્રોન કરતાં  \(207\) ગણું અને વિદ્યુતભાર સમાન છે. તો હાઈડ્રોજન પરમાણુની આયનીકરણ  ઉર્જા કેટલા  \(eV\) હશે . 2021 અઘરું
  37. 87. જ્યારે ઈલેક્ટ્રોન \(n=2\) થી \(n = 1\) કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે હાઈડ્રોજન પરમાણું દ્વારા ઉત્સર્જાયેલા ફોટોનની તરંગલંબાઈ ...... \(nm\) હશે. 2021 મધ્યમ
  38. 88. જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન \(n\) મી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો તેનો વેગ \(\left( v _{ n }\right)\) એ \(n\) પર કઈ રીતે આધાર રાખે? 2021 મધ્યમ
  39. 89. ક્ષ-કિરણની તરંગલંબાઈ \(10 \, \mathring A\) છે. ક્ષ-કિરણ ફોટોન જેટલી ઉર્જા ધરાવતા એક કાલ્પનિક કણનું દળ \(\frac{ x }{3} h \,kg\) હોય તો \(x\) નું મૂલ્ય કેટલું હશે? \((h =\) પ્લાંકનો અચળાંક\()\) 2021 મધ્યમ
  40. 90. લાયમન ના તૃતિય ઘટક (member) અને પાશ્વન શ્રેણીના પ્રથમ ઘટક (member) ની તરંગલંબાઈ અનુક્રમે \(\lambda_{1}\) અને \(\lambda_{2}\) હોય તો \(\lambda_{1}: \lambda_{2}\) નું મૂલ્ય ........... છે.  2021 મધ્યમ
  41. 91. \(m\) દળના કણની વર્તુળાકાર કક્ષમાં સ્થિતિઉર્જા \(U ( r )= U _{0} r ^{4}\). છે જો તે બોહર મોડલને અનુસરે તો કક્ષાની ત્રિજ્યા \(r _{ n }\) \(n ^{1 / \alpha}\) ના સમપ્રમાણમાં હોય તો \(\alpha\) ....... . 2021 અઘરું
  42. 92. મોલિબડેનમના \(K_{\alpha}\) ક્ષ-કિરણની તરંગલંબાઈ \(0.071\, {nm}\) છે. જો મોલિબડેનમ પરમાણુમાં \(K\) જેટલા ઇલેક્ટ્રોનને દૂર કર્યા બાદ મોલિબડેનમ પરમાણુની ઉર્જા \(27.5\, {keV}\) હોય તો, \(L\) ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે તો પરમાણુની ઉર્જા \(....\,keV\) થશે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[{h}=4.14 \times 10^{-15} \,{eVs}, {c}=3 \times 10^{8}\, {ms}^{-1}\right]\) 2021 અઘરું
  43. 93. \(n=5\) થી \(n=1\) કક્ષામાં સંક્રમણ દરમ્યાન ફોટોનના ઉત્સર્જનને કારણે હાઈડ્રોજન પરમાણુની પ્રતિક્ષેપ ઝડપ (recoil speed) ......... \(m/s\) થશે. 2021 અઘરું
  44. 94. નીચેનામાંથી હાઇડ્રોજન વર્ણપટ્ટની કઈ શ્રેણી દ્શય વિભાગમાં પડે? 2021 મધ્યમ
  45. 95. \(200 \,MeV / c ^{2}\) દળ ધરાવતા કણ સ્થિર હાઈડ્રોજન સાથે અથડાઇ છે.અથડામણ પછી કણ સ્થિર થઈ જાય છે અને હાઈડ્રોજન પરમાણુ પ્રથમ ઉતેજીત અવસ્થામાં જાય છે,કણની શરૂઆતની ગતિઉર્જા \(\frac{ N }{4}\) \(eV\) હોય તો \(N=........\) (હાઈડ્રોજન પરમાણુનું દળ \(\left.1\, GeV / c ^{2}\right)\) 2020 મધ્યમ
  46. 96. ધરા અવસ્થામાં રહેલ હાઇડ્રોજન જેવા પરમાણુનું આયનીકરણ કરવા \(9\) રીડબર્ગ જેટલી ઉર્જાની જરૂર પડે છે. તો જ્યારે ઇલેક્ટ્રોન બીજી ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામા સંક્રાંતિ કરે ત્યારે તે કેટલા .......\(nm\) તરંગલંબાઈનું ઉત્સર્જન કરશે? 2020 અઘરું
  47. 97. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનનો આવર્તકાળ \(1.6 \times 10^{-16} \;\mathrm{s}\) છે.તો તેની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃતિ (\(s^{-1}\) માં)  કેટલી થાય? 2020 અઘરું
  48. 98. હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન \(( n +1)^{\text {th }}\) કક્ષામાંથી \(n ^{\text {th }}\) કક્ષામાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત આવૃતિ કોના સમપ્રમાણમાં હોય ? \((n>>1)\) 2020 અઘરું
  49. 99. હાઈડ્રોજન વર્ણપટમાં લાઇમન શ્રેણીની મહતમ અને લઘુતમ તરંગલંબાઈનો તફાવત \(304\,\mathring {A}\) હોય તો પાશ્ચન શ્રેણીમાં આ તફાવત \(........... \,\mathring {A}.\) 2020 અઘરું
  50. 100. પ્રથમ બામર શ્રેણીની તરંગલંબાઈ \(6561\; \mathring A\) હોય તો બીજી બામર શ્રેણીની તરંગલંબાઈ (\(nm\) માં) કેટલી હશે? 2020 મધ્યમ