ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - તરંગો PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

2013–2026 ના 139 પ્રશ્નો. Doppler's Effect સૌથી વધુ પૂછાય છે.

139પ્રશ્નો
12ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 40% મધ્યમ 32% અઘરું 28%

STD 11 - તરંગો ના બધા પ્રશ્નો

નવા પહેલા

139 માંથી 51–100 પ્રશ્નો

  1. 51. \(50\,cm\) લંબાઈ અને \(10\,g\) દળ ધરાવતી એક દોરી પરથી પસાર થતા લંબગતત તરંગોની ઝડપ \(60\,ms ^{-1}\) જેટલી છે. તારના આડછેદનું ક્ષેત્રફળ \(2.0\,mm ^2\) અને તેનો યંગ-મોડ્યુલસ \(1.2 \times 10^{11}\,Nm ^{-2}\) છે. તારમાં તણાવને કારણે તેની મૂળ પ્રાકૃતિક લંબાઈ કરતા (લંબાઈમાં) વિસ્તરણ \(x \times 10^{-5} \;m\) જેટલું છે. \(x\) નું મૂલ્ય \(............\) થશે. 2022 સરળ
  2. 52. અનુનાદીય નળીની મદદથી આરડાના તાપમાને હવામાં ધ્વનિની વેગ માપવાના પ્રયોગમાં, હવાના સ્તંભની લંબાઈ \(20.0\,cm\) હોય છે ત્યારે \(400 \,Hz\) આવૃત્તિ ધરાવતા ધ્વનિ ચીપીયા માટે પ્રથમ અનુનાદ મળે છે.ઓરડાના તાપમાને ધ્વનિનો વેગ \(336 \,ms ^{-1}\) છે. જ્યારે હવાનાં સ્તંભની લંબાઈ ............ \(cm\) હશે ત્યારે ત્રીજો અનુનાદ મળે છે. 2022 મધ્યમ
  3. 53. બે તરંગોનાં સમીકરણો નીચે મુજબ આપી શકાય છે. \(y_{1}=5 \sin 2 \pi(x-v t) \,c m\,\) \(y_{2}=3 \sin 2 \pi(x-v t+1.5) \,c m\) આ તરંગો એકી સાથે દોરીમાંથી પસાર થાય છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર.........છે 2022 મધ્યમ
  4. 54. એક અવલોકનકાર \(18\,km/h\) ની ઝડપ સાથે ટેકરી તરફ સાયકલ પ૨ ગતિ કરે છે. તે તેની પાછળ રહેલ  ઉદગમમાંથી સીધો અવાજ સાંભળે છે ઉપરાંત ટેકરીથી પરાવર્તિત અવાજ પણ સાંભળે છે. ઉદગમ દ્વારા ઉત્પન્ન મૂળ આવૃત્તિ \(640\,Hz\) હોય અને હવામાં ધ્વનિનો વેગ \(320\,m / s\) હોય તો અવલોકનકાર દ્વારા આ બે અવાજે (ધ્વનિનો) વચ્ચે સંભળાતા સ્પંદની આવૃત્તિ \(..........Hz\) હશે. 2022 સરળ
  5. 55. એક અવલોકનકાર સ્થિર ધ્વનિ ઉદગમ તરક ધ્વનિના વેગથી પાંચમાં ભાગના વેગ સાથે ગતિ કરે છે. સંભળાતી આવૃત્તિમાં પ્રતિશત ફેરફાર ............ હશે. 2022 મધ્યમ
  6. 56. એક ખુલ્લી ઑર્ગન પાઈ૫ (વાંસળી) ના પ્રથમ હાર્મોનીકની (ઑવરટોન) આવૃત્તિ એ એક બંધ ઑર્ગન પાઈપની મૂળભુત આવૃત્તિ જેટલી છે. જે બંધ ઑર્ગન પાઈપની લંબાઈ \(20 \,cm\) હોય તો ખુલ્લી ઑર્ગન પાઈપની લંબાઈ ................\(cm\) હશે. 2022 અઘરું
  7. 57. એક લંબગત તરંગ \(y=2 \sin (\omega t-k x) cm\) વડે રજૂ થાય છે. જ્યારે તરંગવેગ કણના મહત્તમ વેગ જેટલો થાય તે માટે તરંગલંબાઈનું મૂલ્ય \(...........cm\) થશે. 2022 મધ્યમ
  8. 58. એક સગંત તરંગ \(x=10 \sin 2 \pi\left( nt -\frac{x}{\lambda}\right) cm\) વડે રજૂ કરી શકાય છે. જો તરંગલંબાઈનું મૂલ્ય ............ હોય તો કણનો મહત્તમ વેગ એ તરંગ વેગ કરતાં ચાર ગણો મળેશે. 2022 અઘરું
  9. 59. એક ટેકરી તરફ \(36 \,km / h\) ના વેગ થી ગતિ કરતી ટ્રેન માંથી વાગતી \(320 \,Hz\) આવૃત્તિની સીટીનો પડધો, ટ્રેનના ડ્રાઈવર ને \(Hz\) આવૃત્તિ સાથે સંભળાશે. હવામાં ધ્વનિનો વેગ \(330 \,m / s\) આપેલ છે. 2022 અઘરું
  10. 60. કાર જ્યારે અવલોકનકાર તરફ ગતિ કરે છે ત્યારે હોર્નની આવૃત્તિ \(100\,Hz\) જ્યારે છે તે અવલોકનકારને છોડી દૂર જાય છે ત્યારે \(50\,Hz\) આવૃત્તિ અનુભવાય છે. જ્યારે અવલોકનકાર કાર સાથે જ ગતિ કરતો હોય ત્યારે આવૃત્તિ \(\frac{x}{3}\,Hz\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.................\) હશે. 2022 અઘરું
  11. 61. સમાન કંપવિસ્તાર અને સમાન આવિત્ત ધરાવતા બે તરંગો દોરી પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તેઓ વ્યતિકરણ અનુભવીને સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે કે જેને નીચેના સમીકરણથી દર્શાવી શકાય છે. \(y=\left(10 \cos \pi x \sin \frac{2 \pi t }{ T }\right) cm\) \(x=\frac{4}{3} cm\) આગળ રહેલા કણનો કંપવિસ્તાર.....\(cm\) હશે 2022 સરળ
  12. 62. તરંગ સમીકરણ \(y=0.5 \sin \frac{2 \pi}{\lambda}(400 t -x) m\), માં તરંગનો વેગ ...........\(m / s\) છે. 2022 સરળ
  13. 63. વાયુમાં કે જેમાં બે તરંગ લંબાઈઆ \(4.08 \,m\) અને \(4.16 \,m , 12 \,s\) માં \(40\) સ્પંદ ઉત્પન્ન કરે છે. તેમાં ધ્વનિનો વેગ ............ \(ms ^{-1}\) હશે. 2022 સરળ
  14. 64. \(245 \,Hz\) આવૃતિ ધરાવતું ધ્વનિ તરંગ \(300\, ms ^{-1}\) ના વેગથી ધન \(x-\)દિશામાં ગતિ કરે છે. તરંગનું દરેક બિંદુ આગળ અને પાછળ કુલ \(6 \,cm\) જેટલું અંતર કાપે છે તો તરંગનું સમીકરણ શું થાય? 2021 મધ્યમ
  15. 65. \(9.0 \times 10^{-4} \;{kg} / {m}\) રેખીય ઘનતા ધરાવતા તારને બે દઢ આધાર સાથે \(900\; {N}\) તણાવબળ રહે તેમ બાંધેલ છે. તેની અનુનદીત આવૃતિ \(500\;{Hz}\) છે. સમાન તારની તેની પછીની અનુનદીત આવૃતિ \(550\; {Hz}\) છે. તારની લંબાઈ \(({m}\) માં) કેટલી હશે? 2021 અઘરું
  16. 66. અજ્ઞાત આવૃત્તિ ધરાવતા સ્વરકાંટા \(A\) સાથે \(340\, Hz\) આવૃત્તિ ધરાવતા જ્ઞાત સ્વરકાંટા \(5\) સ્પંદ/સેકન્ડ ઉત્પન્ન કરે. જ્યારે સ્વરકાંટા \(A\) ને ઘસીને ટૂંકો કરવામાં આવે છે ત્યારે સ્પંદ આવૃત્તિ ઘટીને \(2\) સ્પંદ/સેકન્ડ થાય છે. સ્વરકાંટા \(A\) ની આવૃત્તિ કેટલી હશે ? (\(Hz\) માં) 2021 અઘરું
  17. 67. બે કાર \({X}\) અને \({Y}\) એકબીજા તરફ \(36\; {km} / {h}\) અને \(72\; {km} / {h}\) ની ઝડપથી ગતિ કરે છે. કાર \({X}\) માં રહેલ પેસેન્જર સિટી વગાડે છે જે કાર \({Y}\) માં રહેલ પેસેન્જરને \(1320 \;{Hz}\) આવૃતિની સંભળાય છે. જો હવામાં ધ્વનિનો વેગ \(340\; {m} / {s}\) હોય તો સિટી દ્વારા ઉત્પન્ન થતી સાચી આવૃતિ કેટલા \(Hz\) ની હશે? 2021 સરળ
  18. 68. બે મોટરકાર એકબીજા તરફ \(7.2\, km/hr\) ની ઝડપથી ગતિ કરે છે. તેઓ જ્યારે એકબીજાને જોઈને બંને \(676\,Hz\) આવૃત્તિવાળું હોર્ન વગાડે છે. બંને ડ્રાઈવરોને સંભળાતા સ્પંદની આવૃત્તિ ...... \(Hz\) છે. \([\) ધ્વનિની હવામાં વેગ \(340\, m/s\) છે.\(]\) 2021 સરળ
  19. 69. બે તરંગ એકસાથે એક તાર પર પસાર થાય છે તેના સમીકરણ નીચે મુજબ છે.  \({y}_{1}={A}_{1} \sin {k}({x}-v {t}), {y}_{2}={A}_{2} \sin {k}\left({x}-{vt}+{x}_{0}\right)\) કંપવિસ્તાર \({A}_{1}=12\, {mm}\) અને \({A}_{2}=5\, {mm}\) \({x}_{0}=3.5\, {cm}\) અને તરંગ સદીશ \({k}=6.28\, {cm}^{-1}\) આપેલ છે. તો પરીણામી તરંગનો કંપવિસ્તાર \(......\,{mm}\) થશે.  2021 અઘરું
  20. 70. બે તરંગો એક સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે જેને નીચેના સમીકરણ વડે દર્શાવવામાં આવે છે.  \({y}=1.0\, {mm} \cos \left(1.57 \,{cm}^{-1}\right) {x} \sin \left(78.5\, {s}^{-1}\right) {t}\) \({x}>0\) ના ક્ષેત્રમાં ઉગમબિંદુથી નજીકનું નિસ્પંદ બિંદુ \({x}=\ldots \ldots \ldots\, {cm}\) અંતરે હશે.  2021 મધ્યમ
  21. 71. ધન \(x\)-દિશામાં પ્રસરણ પામતા તરંગનો \(t=0\) સમયે કંપવિસ્તાર \(y=\frac{1}{(1+x)^{2}}\) અને \(t=1\;s\) સમયે કંપવિસ્તાર \(y=\frac{1}{1+(x-2)^{2}}\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં છે. પ્રસરણ દરમિયાન તરંગનો આકાર બદલાતો નથી. તરંગનો વેગ (\(m /s\) માં) કેટલો હશે? 2021 મધ્યમ
  22. 72. એક કેબલ (તાર) માં \(0.1\, kW\) નાં એક સિગ્નલને પ્રસારીત કરવામાં આવે છે. કેબલનો તનુકરણ \((attenuation)\) \(-5\, dB\) પ્રતિ કિલોમીટર છે અને કેબલની લંબાઈ \(20 \,km\) છે. રીસીવર છેડા આગળ મળતી કાર્યત્વરા \(10^{-x} \, W\) છે. \(x\) નું મૂલ્ય ..........  \([\,dB\) માં લબ્ધિ \(\left.=10 \log _{10}\left(\frac{ P _{ o }}{ P _{i}}\right)\right]\) 2021 અઘરું
  23. 73. એક સમાન તારનું એકમ લંબાઈ દીઠ દળ \(0.135\, g / cm\) છે. ઉત્પન્ન થતાં લંબગ તરંગ ને \(y=-0.21 \sin (x+30 t)\) દ્વારા દર્શાવવામાં આવે છે જ્યાં \(x\) મીટર અને \(t\) સેકન્ડમાં છે. તારમાં ઉત્પન્ન થતી તણાવનું અપેક્ષિત મૂલ્ય \(x \times 10^{-2} N\) છે.\(x\) નું મૂલ્ય ......... છે. (નજીકનાં પૂર્ણાક માટે શુન્યાંત મેળવો (Round-off)) 2021 સરળ
  24. 74. એક વિદ્યાર્થી અનુવાદ નળીનો પ્રયોગ કરે છે. અનુનાદ નળીનો વ્યાસ \(6\, cm\) છે. સ્વરકાંટાની આવૃત્તિ \(504\, Hz\) છે. આપેલ તાપમાને ધ્વનીની ઝડપ \(336\, m/s\) છે. મીટર પટ્ટીનો શૂન્ય અંક અનુનાદીય નળીનાં ઉપરનાં છેડા સાથે બંધ બેસે છે. જ્યારે પ્રથમ અનુનાદ ઉત્પન્ન થાય તે વખતનું પાણીના સ્તરનું નળીમાં અવલોકન............\(cm\) હશે. 2021 અઘરું
  25. 75. જ્યારે કાર એક શિરોલંબ દીવાલ તરફ ગતિ કરે છે, ત્યારે તેના દ્વારા વગાડાતા હોર્નની આવૃતિમાં ફેરફાર \(400\, {Hz}\) થી \(500\, {Hz}\) છે. જો ધ્વનિની ઝડપ \(330\, {m} / {s}\) હોય, તો કારની ઝડપ (\({km} / {h}\) માં) કેટલી હશે? 2021 સરળ
  26. 76. જો તાણમાં \(4\, \%\) નો વધારો કરવામાં આવે તો ખેંચાયેલી દોરમાં ઉત્પન્ન થતાં લંબગત તરંગોની ઝડપમાં ......... \(\%\) જેટલો પ્રતિશત વધારો થશે. 2021 મધ્યમ
  27. 77. \(L\) લંબાઈની બંધ ઓર્ગન-પાઈપ અને ખુલ્લી ઓર્ગન-પાઈપમાં અનુક્રમે \(\rho_{1}\) અને \(\rho_{2}\) ધનતા ધરાવતાં વાયુઓ રહેલા છે. બંને પાઈપોમાં વાયુની દબનીયતા સમાન છે. બંને પાઈપ સમાન આવૃત્તિ સાથે પોતાના પ્રથમ અધિસ્વર (overtone) માં કંપન કરે છે. ખુલ્લા પાઈપની લંબાઈ \(\frac{ x }{3} L \sqrt{\frac{\rho_{1}}{\rho_{2}}}\) છે. જ્યાં \(x\) ........... છે. (નજીકતમ પૂર્ણાંકમાં લખો) 2021 સરળ
  28. 78. નીચેનામાંથી કયું સમીકરણ પ્રગામી તરંગ દર્શાવે છે ? 2021 સરળ
  29. 79. પવનની ગેરહાજરીમાં સ્ત્રોત અને ડિટેક્ટર જમીનની સાપેક્ષે એકબીજાથી \(20\, {m} / {s}\) ની ઝડપથી દૂર જાય છે. જો સ્ત્રોતમાંથી આવતા ધ્વનિને ડિટેક્ટર \(1800\, {Hz}\) ની આવૃતિ તરીકે પારખતું હોય અને ધ્વનિની હવામાં ઝડપ \(340\, {m} / {s}\) લેવામાં આવે તો સ્ત્રોતની મૂળભૂત આવૃતિ \({Hz}\) માં કેટલી હશે? 2021 સરળ
  30. 80. સ્વરકાંટો \(250\, {Hz}\) થી કંપન કરે છે. સ્વરકાંટા સાથે અનુનાદ કરવા માટે ક્લોઝ પાઇપની લઘુતમ લંબાઈ કેટલા \({cm}\) હોવી જોઈએ? (હવામાં ધ્વનિની ઝડપ \(340\, {ms}^{-1}\)) 2021 મધ્યમ
  31. 81. \(12\, m\) લંબાઈ અને \(6\, kg\) દળ ધરાવતા દોરડાને એક દઢ આધાર સાથે બાંધીને શિરોલંબ લટકાવે છે, અને \(2\, kg\) દળના એક પદાર્થને તેના મુક્ત છેડા સાથે જોડેલ છે. દોરડાના નીચેના છેડેથી \(6\, cm\) તરંગલંબાઈ ધરાવતા એક નાના લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ તરંગ ઉપરના છેડે પહોચે ત્યારે તેની તરંગલંબાઈ (\(cm\) માં) કેટલી હશે? 2020 મધ્યમ
  32. 82. \(2.06 \times 10^{4} \;\mathrm{N} \) તણાવવાળા સ્ટીલના તારમાં એક લંબગત તરંગ \(v\) વેગથી ગતિ કરે છે. જ્યારે તણાવ \(T\) થાય ત્યારે વેગ \(\frac v2\) થાય તો \({T}\) નું મૂલ્ય કેટલું હશે? 2020 મધ્યમ
  33. 83. \(9 \times 10^{-3} \,kg\, cm ^{-3}\) ઘનતા ધરાવતા તારને બે \(1\, m\) દૂર રહેલા ક્લેમ્પ સાથે જડેલ છે. તારમાં પરિણામી વિકૃતિ \(4.9 \times 10^{-4}\) હોય તો તારમાં લંબગત કંપનની નાનામાં નાની આવૃતિ કેટલા \(HZ\) હશે? (જવાબ નજીકતમ પૂર્ણાંકમાં આપો) (તારનો યંગ મોડ્યુલસ \(Y =9 \times 10^{10}\, Nm ^{-2}\) ) 2020 અઘરું
  34. 84. એક અનુનાદ નળીના પ્રયોગમાં જ્યારે નળીમાં તળીએથી \(17.0\, cm\) ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય ત્યારે તે આપેલ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. જ્યારે પાણીનું સ્તર વધારીને \(24.5\, cm\) કરવામાં આવે ત્યારે તે ફરીથી તે અનુનાદ કરે છે. જો હવામાં ધ્વનિની ઝડપ \(330\, m / s \) હોય તો સ્વરકાંટાની આવૃતિ કેટલા \(Hz\) હશે? 2020 અઘરું
  35. 85. એક મીટર લાંબી સ્વરનળી(બંને છેડા ખુલ્લા) ને \(STP\) એ હવાની ઘનતા કરતાં બમણી ઘનતા ધરાવતા વાયુમાં મુકેલ છે. \(STP\) એ હવાની ઝડપ \(300\; \mathrm{m} / \mathrm{s}\) હોય, તો નળીમાં મૂળભૂત અને બીજા હાર્મોનિક ની આવૃતિ વચ્ચેનો તફાવત \(\mathrm{Hz}\) માં કેટલો મળે? 2020 અઘરું
  36. 86. એક મોટી દીવાલની સામે ગતિ કરતાં એક બસનો ડ્રાઇવર ધરાવતા બસના હોર્નને જ્યારે સાંભળે અને પછી જ્યારે તે દીવાલ સાથે અથડાયને પછી આવે ત્યારે તેની આવૃતિ \(420\, Hz\) થી \(490\, Hz\) બદલાય છે. જો હવામાં ધ્વનિની ઝડપ \(330\, ms ^{-1}\) હોય તો બસની ઝડપ (\(kmh^{-1}\) માં) કેટલી હશે? 2020 અઘરું
  37. 87. એક મોટી દીવાલની સામે ગતિ કરતાં એક કારના ડ્રાઇવર ધરાવતા કારનો હોર્નને જ્યારે સાંભળે અને પછી જ્યારે તે દીવાલ સાથે અથડાયને પછી આવે ત્યારે તેની આવૃતિ \(440\, Hz\) થી \(480\, Hz\) જેટલી બદલાય છે. જો હવામાં ધ્વનિની ઝડપ \(345\, ms ^{-1}\) હોય તો કારની ઝડપ (\(kmh^{-1}\) માં) કેટલી હશે? 2020 મધ્યમ
  38. 88. એક સીધી રેખામાં ગતિ કરતાં લંબગત તરંગમાં બે શૃંગ વચ્ચેનું અંતર \(5 \,m \) જ્યારે એક શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર \(1.5 \,m\) છે. તો તરંગની શક્ય તરંગલંબાઈ (\(m\) માં) કેટલી હશે? 2020 સરળ
  39. 89. હવાના કણોનું સ્થાનાંતર \((s)\) એ ધ્વનિના તરંગ દ્વારા ઉત્પન્ન થતાં દબાણના તફાવત \((\Delta p)\) ના સમપ્રમાણમાં છે. સ્થાનાંતર \((s)\) એ ધ્વનિની ઝડપ \((v),\) હવાની ઘનતા \((\rho)\) અને આવૃતિ \((f)\) પર પણ આધાર રાખે છે. જો \(\Delta p  \approx 10\, Pa , v  \approx 300\, m / s , p  \approx  1\, kg / m ^{3}\) અને \(f \approx  1000 \,Hz\) હોય તો \(s\) નું મૂલ્ય કયા ક્રમનું હશે? (ગુણકારનો અચળાંક \(1\) લો) 2020 સરળ
  40. 90. \(L\) લંબાઈ અને \(6\times 10^{-3}\;kgm^{-1}\) એકમ લંબાઈ દીઠ દળ ધરાવતા તાર પર \(540\;N\) તણાવ લગાવવામાં આવે છે. તે બે આવૃતિ \(420\;Hz\) અને \(490\;Hz\) માટે અનુનાદ કરે તો તારની લંબાઈ મીટરમાં કેટલી હશે? 2020 સરળ
  41. 91. સ્થિર અવલોકનકાર બે સ્વરકાંટાનો અવાજ સાંભળે છે જેમથી એક અવાજ અવલોકનકાર તરફ આવે છે અને બીજો તેનાથી દૂર જાય છે(તેની ઝડપ અવાજની ઝડપથી ખૂબ ઓછી છે). અવલોકનકાર \(2\;\) સ્પંદ પ્રતિ સેકન્ડ સાંભળે છે.જો દરેક સ્વરકાંટાના દોલનોની આવૃતિ \(v_{0}=1400 \;\mathrm{Hz}\) અને હવામાં ધ્વનિની ઝડપ \(350\; \mathrm{m} / \mathrm{s}\) હોય તો દરેક સ્વરકાંટાની ઝડપ કેટલી હશે? 2020 અઘરું
  42. 92. સમાન આવૃતિ \(\mathrm{v}\) અને સમાન તીવ્રતા \(\mathrm{I}_{0}\) ધરાવતા ત્રણ આવર્તનીય તરંગો માટે કળા \(0 , \frac{\pi}{4}\) અને \(-\frac{\pi}{4}\) છે. જ્યારે તેમનું સંપાતિકરણ કરવામાં આવે ત્યારે મળતા પરિણામી તરંગની તીવ્રતા કેટલી મળે? 2020 મધ્યમ
  43. 93. સમાન દ્રવ્યમાંથી બનેલા બે તાર \(X\) અને \(Y\) માં \(T _{ x }\) અને \(T _{ y }\) તણાવ છે. જો તેમની મૂળભૂત આવૃતિ અનુક્રમે \(450\, Hz\) અને \(300\, Hz \) હોય તો તેમના તણાવ બળનો ગુણોત્તર \(\frac{T_{x}}{T_{y}}\) કેટલો થશે? 2020 સરળ
  44. 94. સુરેખ તાર (દળ\(=6.0\; \mathrm{g}\), લંબાઈ\(=60\; \mathrm{cm}\) અને આડછેડનું ક્ષેત્રફળ\(=1.0\; \mathrm{mm}^{2}\)) તાર માટે લંબગત તરંગની ઝડપ \(90\; \mathrm{ms}^{-1}\) છે જો તારનો યંગ મોડ્યુલસ \(16 \times 10^{11}\; \mathrm{Nm}^{-2}\) હોય તો તારની લંબાઈમાં કેટલો વધારો થયો હશે? 2020 સરળ
  45. 95. \(2.0\, m\) લાંબી દોરીનો છેડો \(240\, Hz\) આવૃતિથી કંપન કરતી વસ્તુ સાથે જોડેલો છે. દોરી તેના ત્રીજી આવૃતિ પર દોલનો કરે છે.તો તરંગની ઝડપ અને મૂળભૂત આવૃતિ કેટલી હશે? 2019 સરળ
  46. 96. \(2\,L\) લંબાઇનો તાર \(A\) અને \(B\) બે સમાન લંબાઈ,સમાન દ્રવ્ય પરંતુ \(r\) અને \(2r\) બે અલગ અલગ ત્રિજ્યાના તારને જોડીને બનાવવામાં આવે છે.તે એવી રીતે કંપન કરે કે જેથી તેમની વચ્ચેનો સાંધો નોડ બને.જો \(A\) તારામાં એન્ટિનોડ \(p\) અને \(B\) તારામાં એન્ટિનોડ \(q\) હોય તો ગુણોત્તર \(p : q\) કેટલો થાય?
    2019 અઘરું
  47. 97. \(27\, km/hr\) ની ઝડપથી જતી સબમરીન \((B)\) \(18\, km/hr\)ની ઝડપથી જતી સબમરીન \((A)\) નો પીછો કરે છે.\(B\) \(A\) ને શોધવા \(500\, Hz\) નું સોનાર સિગ્નલ મોકલે છે અને \(v\) આવૃતિનો અવાજ મેળવે છે.તો \(v\) ની કિમત કેટલી ... \(Hz\) હશે? (પાણીમાં ધ્વનિની ઝડપ \(= 1500\, ms^{-1}\)) 2019 અઘરું
  48. 98. \(480\, Hz\) આવૃતિ ધરાવતા સ્વરકાંટાનો ઉપયોગ અનુનાદિત નળીમાં હવામાં ધ્વનિની ઝડપ \((\nu )\) માપવામાં થાય છે.તેમાં \({\ell _1} = 30\,cm\) અને \({\ell _2} = 70\,cm\) લંબાઈએ અનુનાદ સંભળાય છે.તો \(\nu\) કેટલી ..... \(ms^{-1}\) હશે? 2019 અઘરું
  49. 99. \(5\, gm\) રેખીય ઘનતા ધરાવતા એક ખેંચાયેલ તાર પર ના પ્રગામી તરંગનું સમીકરણ \(y = 0.03\,sin\,(450\,t -9x)\)  છે જ્યાં અંતર અને સમય \(SI\) એકમોમાં માપવામાં આવે છે. આ તારમાં તણાવ _____ \(N\) હશે 2019 મધ્યમ
  50. 100. \(50\,cm\) લંબાઇની એક ખુલ્લી વાંસળીની મદદથી સંગીતકાર દ્વિતીય પ્રસંવાદી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ખંડના બીજા છેડા થી એક વ્યક્તિ \(10\, km/h\) ની ઝડપથી આ સંગીતકાર તરફ દોડે છે. જો તરંગની ઝડપ \(330\, m/s\) છે. તો દોડતી વ્યક્તિને સંભળાતી આવૃતિ _____ \(Hz\) ની નજીકની હશે. 2019 સરળ