ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - તરંગો PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 3

2013–2026 ના 139 પ્રશ્નો. Doppler's Effect સૌથી વધુ પૂછાય છે.

139પ્રશ્નો
12ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 40% મધ્યમ 32% અઘરું 28%

STD 11 - તરંગો ના બધા પ્રશ્નો

નવા પહેલા

139 માંથી 101–139 પ્રશ્નો

  1. 101. \(A\) અને \(B\) કાર એકબીજાથી વિરુદ્ધ દિશામાં જમીનની સાપેક્ષે \(20\, ms^{-1}\) ની ઝડપે ગતિ કરે છે.\(A\) કારમાં રહેલ અવલોકનકાર \(B\) કારમાથી આવતા ધ્વનિની આવૃતિ \(2000\, Hz\) નોંધે છે. તો \(B\) માં રહેલ ધ્વનિના ઉદગમની પ્રાકૃતિક આવૃતિ કેટલી .... \(Hz\) હશે? ( હવામાં ધ્વનિની ઝડપ \(= 340\, ms^{-1}\)) 2019 અઘરું
  2. 102. એક \(1\, m\) લંબાઇની અને \(5\,g\) દળ ધરાવતી દોરીને બન્ને છેડેથી જડીત કરેલ છે. દોરીમાં તણાવ \(8.0\, N\) છે. દોરીને એક \(100\, Hz\) આવૃત્તિ ધરાવતા બાહ્ય કંપન (દોલક)ની મદદથી કંપિત કરાવવામાં આવે છે. દોરી પરના ક્રમિક નિસ્પદ બિંદુ ઓ વચ્ચેનું અંતર _____ \(cm\) ની નજીકનું હશે.  2019 મધ્યમ
  3. 103. એક બંધ ધ્વનિ (આર્ગન) નળીની મૂળભૂત આવૃત્તિ \(1.5\, kHz\) છે. આ ધ્વનિ-નળી વડે એક વ્યક્તિ દ્વારા સ્પષ્ટપણે સાંભળી શક્તા અધિસ્વરોની સંખ્યા ________ હશે (વ્યક્તિ દ્વારા સાંભળી શકાતી મહત્તમ આવૃત્તિ \(20,000\, Hz\) છે તેમ ધારો.)  2019 સરળ
  4. 104. એક બંને બાજુથી જડિત તાર ચોથા હાર્મોનિક પર કંપન કરે છે.સ્થિત તરંગનું સમીકરણ \(Y =0.3\,sin\,(0.157\,x) \,cos\,(200\pi t)\) છે.તો તારની લંબાઈ કેટલી .... \(m\) હશે? (બધી રાશિ \(SI\) એકમમાં છે) 2019 સરળ
  5. 105. એક નાનું સ્પીકર \(2\, W\) નું અવાજ આઉટપુટ આપે છે.સ્પીકરથી કેટલા ... \(cm\) અંતરે અવાજની તીવ્રતા \(120\, dB\) નોંધાશે? [સંદર્ભ અવાજની આવૃતિ \(10^{-12}\,W/m^2\) છે] 2019 સરળ
  6. 106. એક પ્રગામી પ્રસંવાદી તરંગને સમીકરણ \(y(x, t) = 10^{-3}\,sin\,(50t + 2x)\) વડે રજુ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) એ મીટરમાં અને \(t\) એ સેકન્ડમાં છે. આ તરંગ માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે? 2019 અઘરું
  7. 107. એક ટ્રેન એક સ્થિર અવલોક્નકાર તરફ \(34\, m/s\) ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન સીટી વગાડે છે અને તેની આવૃત્તિ અવલોનકાર દ્વારા \(f_1\) જેટલી નોંધાય છે. હવે જો ટ્રેનની ઝડપ ઘટીને \(17\, m/s\) જેટલી થાય ત્યારે નોંધાતી આવૃત્તિ \(f_2\) છે. જો ધ્વનિની ઝડપ \(340\, m/s\) હોય તો ગુણોત્તર \(\frac{f_1}{f_2}\) કેટલો થશે? 2019 અઘરું
  8. 108. જ્યારે દિવસે વાતાવરણનું તાપમાન \(0\,^oC\) હોય ત્યારે કંપન કરતી બ્લેડની ધ્વનિ માટેનું દબાણ તરંગ \(P = 0.01\,sin\,[1000t -3x]\,Nm^{-2},\) છે.બીજા દિવસે જ્યારે વાતાવરણનું તાપમાન \(T\) હોય ત્યારે તેજ બ્લેડ દ્વારા ઉત્પન્ન થતી તેટલી જ આવૃતિ અને ધ્વનિની ઝડપ \(336 \,ms^{-1}\) હોય તો તાપમાન \(T\) કેટલું .... \(^oC\) હશે? 2019 મધ્યમ
  9. 109. કારની છત પરથી \(m\) દળવાળી હલકી દોરી વડે એક \(M\) દળવાળા ભારે દડાને લટકાવવામાં આવે છે \((m < < M)\).જ્યારે કાર સ્થિર હોય ત્યારે દોરી પર રચાતા લંબગત તરંગોની ઝડપ \(60\ ms^{-1}\) છે. જ્યારે કાર \(a\) જેટલા પ્રવેગથી પ્રવેગીત થાય છે ત્યારે તરંગ ઝડપ વધીને \(60.5\ ms^{-1}\) થાય છે. ગરૂત્વીય પ્રવેગ \(g \) ના પદમાં \(a\) નું મૂલ્ય_____ની નજીકનું હશે 2019 અઘરું
  10. 110. ખુલ્લા મેદાનમાં ઉભેલ એક વ્યક્તિ મેદાન સાથે \(60^o\) નો ખૂણો બનાવી ઉત્તર દિશામાંથી આવતા એક જેટ એરોપ્લેનનો અવાજ સાંભળે છે. પરંતુ તેના સ્થાનથી તેને આ એરોપ્લેન બરાબર શિરોલંબ દેખાય છે. જો \(v\) એ અવાજની ઝડપ હોય તો આ પ્લેનની ઝડપ ______ હશે. 2019 સરળ
  11. 111. કોઈ અનુનાદીય નળી જુની અને તેને ખવાઈને દાંતા પડી ગયેલ છેડો છે. હજુ પણ તે પ્રયોગશાળામાં હવામાં ધ્વનિનો વેગ માપવા વપરાય છે. જ્યારે પાણી ભરેલી નળીને તેના ખુલ્લા છેડાની નજીક દોરેલી નિશાનીથી નીચે \(11\, cm\) આગળ દોરેલ નિશાની (માર્ક) આગળ રાખતા \(512\,Hz\) ધરાવતો ધ્વનિ ચિપીયો પ્રથમ અનુનાદ ઉત્પન્ન કરે છે. જ્યારે પ્રયોગ બીજા \(256\, Hz\) આવૃતિનાં ધ્વનિ ચિપીયાથી પુનરાવર્તિત કરવામાં આવે છે ત્યારે પ્રથમ અનુવાદ પાણી જ્યારે આપેલ સંદર્ભ નિશાનીથી નીચે \(27\, cm \) આગળ હોય ત્યારે મળે છે. પ્રયોગમાં મળતો હવામાં ધ્વનિનો વેગ  .... \(ms^{-1}\) ની નજીકનો હશે. 2019 મધ્યમ
  12. 112. \(S_1\) અને \(S_2\) બે ધ્વનિ ઉદગમો સમાન આવૃતિ \(660\, Hz\) ઉત્પન્ન કરે છે.સાંભળનાર \(S_1\) ઉદગમથી \(S_2\) ઉદગમ તરફ \(u\, m/s\) જેટલા અચળ વેગથી ગતિ કરે છે અને તેને \(10\) સ્પંદ સંભળાય છે.હવામાં ધ્વનિની ઝડપ \(330\, m/s\) હોય તો \(u\) કેટલો ... \(m/s\) હશે? 2019 મધ્યમ
  13. 113. \(S\) અવાજ ધરાવતું ઉદગમ \(50\,m/s\) ની ઝડપે સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરે છે. ત્યારે અવલોકનકાર \(1000\,Hz\) આવૃતિ માપે છે. ઉદગમ જ્યારે અવલોકનકારને પસાર કરી તેનાથી દૂર જતું હોય ત્યારે તેની આવૃતિ કેટલી ... \(Hz\) થાય? (હવામાં ધ્વનિની ઝડપ \(350\,m/s\) ) 2019 સરળ
  14. 114. સ્થિર ઉદગમ \(500\, Hz\) આવૃતિવાળી ધ્વનિ ઉત્પન્ન કરે છે. બે અવલોકનકાર જે ઉદગમને જોડતી રેખા પર ગતિ કરે છે તે \(480\, Hz\) અને \(530\, Hz\) આવૃતિવાળો અવાજ અનુભવે છે. તેમની ઝડપ \(m\,s^{-1}\) માં અનુક્રમે કેલી હશે? ( ધ્વનિની ઝડપ \(= 300\, m/s\)) 2019 મધ્યમ
  15. 115. \(y(x, t) = A\,sin\,\left( {kx - \omega t + \phi } \right)\) વડે દર્શાવતુ પ્રગામી તરંગ ધન \(x\) અક્ષની દિશામાં આગળ વધે છે.\(t=0\) સમયે તરંગ આકૃતિમાં દર્શાવેલ છે.તો કળા \(\phi \) કેટલી હશે?
    2019 મધ્યમ
  16. 116. \(60\) \(cm\) લંબાઇ ધરાવતો એક ગેનાઇટનો સળિયો તેનાં મધ્યબિંદુ આગળથી જડિત કરી તેમાં સંગત \((loggitudinal )\) દોલનો પ્રસ્થાપિત કરવામાં આવે છે.ગ્રેનાઇટની ઘનતા \(2.7 \times 10^3 \) \(kg/m^3\) અને તેનો યંગ મોડયુલસ \(9.27 \times 10^{10}\) \(Pa\) છે.આ સંગત તરંગોની મૂળભૂત આવૃત્તિ કેટલી ... \(kHz\) હશે? 2018 અઘરું
  17. 117. અનુનાદિત સ્તંભ માટે અંતિમ કરેક્શન \(1\,cm\) છે. જો સ્વરકાંટાની ઓછામાં ઓછી \(10\,cm\) લંબાઈ સાથે તે અનુનાદ કરતો હોય તો બીજી અનુનાદિત લંબાઈ કેટલા \(cm\) હશે? 2018 અઘરું
  18. 118. બે સિતારના તાર \(A\) અને \(B\) દ્વારા ‘ધ’ શબ્દ વગાડતા તે સ્પંદ ઉત્પન્ન કરે છે અને તેની આવૃતિ \(5\,Hz\) મળે છે. જો \(B\) તારમાં તણાવ થોડુક વધારવામાં આવે ત્યારે મળતા સ્પંદની આવૃતિમાં \(3\,Hz\) જેટલો ઘટાડો થાય છે. જો \(A\) ની આવૃતિ \(425\,Hz\) હોય તો \(B\)ની મૂળભૂત આવૃતિ કેટલા \(Hz\) હશે? 2018 સરળ
  19. 119. સ્વરકાંટાને \(0.95\,m\) અથવા \(1\,m\) તારની લંબાઈ ધરાવતા સોનોમીટર સાથે સાંભળતા પ્રતિ સેકન્ડે \(5\) સ્પંદ સંભળાય છે. તો સ્વરકાંટાની આવૃતિ કેટલા \(Hz\) હશે? 2018 મધ્યમ
  20. 120. સ્વરકાંટો \(256\, Hz\) આવૃતિથી કંપન કરે છે અને ખુલ્લી નળીમાં ત્રીજી તૃતીય આવૃતિ માટે પ્રતિ સેકન્ડે એક સ્પંદ સંભળાય છે. તો નળીની લંબાઈ \(cm\)માં કેટલી હશે? (હવામાં ધ્વનિની ઝડપ\(=340\, ms^{-1}\)) 2018 સરળ
  21. 121. બે તાર \(W_1\) અને \(W_2\) ની ત્રિજ્યા \(r\) અને જેની ઘનતા \({\rho _1}\) અને \({\rho _2}\) (\({\rho _2} = 4{\rho _1}\)) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે બંને \(O\) બિંદુ આગળ જોડેલા છે. તેને સોનોમીટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં તણાવ \(T\) છે.\(O\) બિંદુ એ બંને ટેકાની મધ્યમાં છે. આ તારામાં જ્યારે સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવે ત્યારે તાર વચ્ચેનું બિંદુ સ્પંદબિંદુ તરીકે વર્તે છે. તો \(W_1\) અને \(W_2\) માં બનતા પ્રસ્પંદ બિંદુનો ગુણોત્તર કેટલો મળે?
    2017 મધ્યમ
  22. 122. બે વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં તરંગના સંપાતીકરણથી સ્થિત તરંગ બને છે. લંબગત સ્થાનાંતર \(y\left( {x,t} \right) = 0.5\sin\, \left( {\frac{{5\pi }}{4}x} \right)\,\cos\, \left( {200\,\pi t} \right)\) મુજબ આપવામાં આવે છે. ધન \(x-\)દિશામાં ગતિ કરતાં તરંગનો વેગ (\(m/s\)માં) કેટલો મળે? (\(x\) અને \(t\) મીટર અને સેકન્ડમાં છે) 2017 અઘરું
  23. 123. \(20\) \(m\) ની એક સમાન દોરીને એક દઢ આધારથી લટકાવવામાં આવેલ છે.તેના નીચેના છેડે નાનું તરંગ સ્પંદ દાખલ કરવામાં આવે છે.આ તરંગ- સ્પંદને ઉપર આધાર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? ( \(g= 10 \) \(ms^{-2}\) લો ) 2016 સરળ
  24. 124. બે એંજિન વિરુદ્ધ દિશામાં અચળ \(30\,m/s\) ના વેગથી ગતિ કરે છે. તેમાથી એક હોર્ન વગાડે છે જેની આવૃતિ \(540\,Hz\) છે. બંને એકબીજાને ક્રોસ કરે તે પહેલા બીજા એંજિનના ડ્રાઇવર દ્વારા કેટલા \(Hz\)ની આવૃતિવાળો અવાજ સંભળાશે? ધ્વનિની ઝડપ \(330\,m/sec\) છે. 2016 સરળ
  25. 125. બંને છેડાથી ખુલ્લી એલ પાઇપની,હવામાં,મૂળભૂત આવૃત્તિ \(f\) છે.આ પાઇપને ઉર્ધ્વ રીતે તેની અડધી લંબાઇ સુધી પાણીમાં ડુબાડવામાં આવે છે.તો પાઇપમાં વધેલ હવાના કોલમની મૂળભૂત આવૃત્તિ  .... \(f\) હવે થશે. 2016 મધ્યમ
  26. 126. ટોય કાર જે \(5\, m/s\)ના અચળ વેગથી દીવાલથી દૂર તરફ ગતિ કરે છે. જે હોર્ન વગાડે છે. કાર જે તરફ ગતિ કરે છે તે તરફ રહેલ અવલોકનકાર \(5\, \) સ્પંદ સાંભળે છે.જો હવામાં ધ્વનિનો વેગ \(340\, m/s\) હોય તો, ટોય કારે કેટલા \(Hz\) ની આવૃતિ વાળો હોર્ન વગાડયો હશે? 2016 મધ્યમ
  27. 127. ચામાચીડિયું \(10\,ms^{-1}\) ના વેગથી દીવાલ તરફ \(8000\,Hz\) આવૃતિવાળા ધ્વનિના તરંગો મોકલે છે. જે અથડાયને પાછો આવે ત્યારે ચામાચીડિયાને \(f\) આવૃતિવાળા ધ્વનિના તરંગો સંભળાય છે. તો \(f\) નું મૂલ્ય \(Hz\)માં કેટલું હશે? (ધ્વનિની ઝડપ\(= 320\,ms^{-1}\) ) 2015 અઘરું
  28. 128. ધ્વનિનો સ્ત્રોત \(f_0\) આવૃતિવાળો અવાજ ઉત્પન્ન કરે છે. તે અવલોકનકાર તરફ અચળ વેગ \(v_s\) (\(v_s < v\), જ્યાં \(v\) હવામાં ધ્વનિની ઝડપ છે) થી ગતિ કરે છે. જો અવલોકનકાર સ્ત્રોત તરફ \(v_0\) વેગથી ગતિ કરતો હોય તો નીચેનામાંથી બે ગ્રાફમાંથી જેમાં અવલોકનકાર દ્વારા સંભળાતી આવૃતિ \(f\) નો વેગ \(v_0\) સાથેનો આલેખ કયો મળશે?
    2015 સરળ
  29. 129. સીધા પાટા પર \(20\) \(ms^{-1}\) ઝડપથી એક ટ્રેન ગતિ કરે છે.તે \(1000\) \(Hz\) આવૃત્તિ ધરાવતી વ્હિસલ (સિસોટી) વગાડે છે.પાટા પાસે ઊભેલા એક વ્યકિતને ટ્રેન પસાર થાય ત્યારે સંભળાતી આવૃત્તિમાં થતો પ્રત્યાશીત ફેરફાર _________ \(\%\) .( ધ્વનિનો વેગ = \(320\) \(ms^{-1}\) ) ની નજીક થશે. 2015 અઘરું
  30. 130. \(A\) ઉદગમ \(1800\,Hz\) આવૃતિ વાળા ધ્વનિના તરંગો ઉત્પન્ન કરે છે. જે જમીન તરફ \(v\) જેટલા ટર્મિનલ વેગથી પડે છે. જમીન પર રહેલ અવલોકનકાર \(B\), ઉદગમ \(A\) ની નીચે છે જે \(2150\,Hz\) આવૃતિવાળા તરંગો મેળવે છે. તો જમીન સાથે અથડાયને આછા આવતા તરંગો \(A\) ને મળતાં હોય તો તેની આવૃતિ \(Hz\) માં કેટલી હશે? (ધ્વનિનો વેગ\(= 343\,m/s\) ) 2014 સરળ
  31. 131. બે આધાર સાથે બાંધેલા સોનોમીટરના તારની લંબાઈ \(110\, cm\) છે. બે ટેકાને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તારની લંબાઈ \(6 : 3 : 2\) ના ગુણોતર વહેચાય. તારમાં તણાવ \(400\, N\) અને તારની એકમ લંબાઈ દીઠ દળ \(0.01\, kg/m\) છે. ત્રણેય ભાગ દ્વારા સામાન્ય ન્યૂનતમ આવૃતિ \(Hz\)માં કેટલી મળે? 2014 મધ્યમ
  32. 132. બે ફૅક્ટરી \(800\, Hz\)ની આવૃતિ વાળો અવાજ ઉત્પન્ન કરે છે. એક માણસ એક ફેક્ટરીમાંથી બીજી ફેકટરી તરફ \(2\,m/s\) ના વેગથી ગતિ કરે છે. ધ્વનિનો વેગ \(320\, m/s\) છે. એક સેકન્ડમાં માણસને કેટલા સ્પંદ સંભળાશે? 2014 અઘરું
  33. 133. લંબગત તરંગનું સમીકરણ \(y = \frac{{10}}{\pi }\,\sin \,\left( {\frac{{2\pi }}{T}t - \frac{{2\pi }}{\lambda }x} \right)\) મુજબ આપવામાં આવે છે. તરંગલંબાઈના(\(cm\) માં) કયા મૂલ્ય માટે તરંગનો વેગ કણના વેગા કરતા બમણો મળે? 2014 મધ્યમ
  34. 134. \(1.5\) \(m\) લંબાઇ ધરાવતો એક સોનોમીટર વાયર સ્ટીલનો બનેલો છે.તેમાં લગાવેલ તાણને કારણે તેમાં \(1 \%\) ની સ્થિતિસ્થાપકતા વિકૃતિ ઉત્પન્ન થાય છે.જો સ્ટીલની ઘનતા અને સ્થિતિસ્થાપકતા અનુક્રમે \(7.7 \times 10^3 \) \(kg/m^3\) અને \(2.2 \times 10^{11}\) \(N/m^2\) હોય,તો સ્ટીલની મૂળભૂત આવૃત્તિ .... \(Hz\) શોધો. 2013 સરળ
  35. 135. \(114\, cm\) લંબાઈ ધરાવતા સોનોમીટરના તારને બંને બાજુથી જડિત કરેલ છે. બે સોનોમીટરમાં બે ટેકા ક્યાં સ્થાને મૂકવાથી તે ત્રણ ભાગમાં વિભાજિત થાય કે જેથી તેમની મૂળભૂત આવૃતિનો ગુણોત્તર \(1 : 3 : 4\) મળે? 2013 અઘરું
  36. 136. \(A\) અને \(B\) બે સ્ત્રોત અવાજના તરંગો ઉત્પન્ન કરે છે. શ્રોતા \(C\) બિંદુ આગળ છે. \(A\) બિંદુ આગળ સ્ત્રોતની આવૃતિ \(500\,Hz\) છે. \(A\) હવે \(4\,m/s\) ના વેગથી \(C\) તરફ ગતિ કરે છે. \(C\) બિંદુ આગળ \(6\) સ્પંદ સંભળાય છે. જ્યારે \(A\), \(C\) થી \(4\,m/s\) ના વેગથી દૂર જાય છે ત્યારે \(C\) ને \(18\) સ્પંદ સંભળાય છે. જો ધ્વનિનો ઝડપ  \(340\,m/s\) હોય તો \(B\) સ્ત્રોત આગળ આવૃતિ \(Hz\) માં કેટલી હશે?
    2013 મધ્યમ
  37. 137. એક એંજિન પર્વત પર અચળ વેગથી ચડે છે.જ્યારે તે \(0.9\, km\) અંતરે હોય ત્યારે તે હોર્ન વગાડે છે જેનો પડઘો ડ્રાઇવરને \(5\, seconds\) પછી સંભળાય છે. જો હવામાં ધ્વનિનો વેગ \(330\, m/s\) હોય તો એંજિનનો વેગ \(m/s\) માં કેટલો હશે? 2013 સરળ
  38. 138. જ્યારે બે અવાજના તરંગને એક જ માધ્યમમાં સમાન દિશામાં ગતિ કરતાં હોય તેના માટે સમીકરણ નીચે મુજબ આપવામાં આવે છે \({y_1} = 0.05\,\cos \,\left( {0.50\,\pi x - 100\,\pi t} \right)\) \({y_2} = 0.05\,\cos \,\left( {0.46\,\pi x - 92\,\pi t} \right)\) તો તેનો વેગ \(m/s\)માં કેટલો મળે? 2013 અઘરું
  39. 139. લંબગત તરંગમાં એક જ સંમયે શૃંગ અને નજીકના ગર્ત વચ્ચેનું અંતર \(4\;cm\) છે અને તે સ્થાને શૃંગ અને નજીકના ગર્ત વચ્ચેનું અંતર \(1\;cm\) છે તે જ સ્થાને બીજું શૃંગ \(0.4\;s\) પછી બને છે તો માધ્યમમાં દોલન કરતાં કણની મહત્તમ ઝડપ કેટલી હશે? 2013 સરળ