STD 11 - ગુરુત્વાકર્ષણ ના બધા પ્રશ્નો
નવા પહેલા178 માંથી 51–100 પ્રશ્નો
- 51. દરેક ગ્રહ સૂર્યની ફરતે લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. \(A\). દરેક ગ્રહ પર લાગતું બળ સૂર્યથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \(B\). ગ્રહ પર લાગતું બળ ગ્રહ અને સૂર્યના દળના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \(C\). ગ્રહ પર લાગતું કેન્દ્રગામી બળ પૃથ્વીથી દૂરની દિશામાં હોય છે. \(D\). સૂર્યની ફરત ગ્રહના પરિભ્રમણ સમયનો વર્ગ લંબવૃત્તીય કક્ષાની અર્ધદીર્ધ અક્ષના ધનના સમપ્રમાણમાં હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
- 52. એક ગ્રહ, જેનું દળ \(9\,Me\) અને ત્રિજ્યા \(4 R _e\) છે, જ્યાં \(M e\) અને \(Re\) એ અનુક્રમે પૃથ્વીનું દળ અને ત્રિજયા છે, તેનો નિષ્ક્રમણ વેગ ......... \(km / s\).છે. (પૃથ્વીનો નિષ્ક્રમણ વેગ \(V _{ e }=11.2 \times 10^3\,m / s\) આપેલ છે.) 2023 મધ્યમ
- 53. એક પદાર્થને પૃથ્વીની ત્રિજ્યા \((R)\) જેટલી ઉંયાઈએથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર અથડાય ત્યારે તેનો વેગ ........... હશે. (\(g\) =પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ આપેલ છે.) 2023 મધ્યમ
- 54. એક પદાર્થને પૃથ્વીથી \(R\) ઊંચાઈએથી પડવા દેવામાં આવે છે, જ્યાં \(R\) એ પૃથ્વીની ત્રિજયા છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર અથડાય અને હવાનો અવરોધ અવગણવામાં આવે ત્યારે તેનો વેગ \(..............\) થશે. 2023 મધ્યમ
- 55. જ્યારે ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈએ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો હોય, ત્યારે તેનું કોણીય વેગમાન \(L\) છે. જો ઉપગ્રહનું પૃથ્વીના કેન્દ્રથી અંતર તેના મૂળ મૂલ્ય કરતા આઠ ગણું કરવામાં આવે, તો નવું કોણીય વેગમાન \(........\,L\) થાય. 2023 મધ્યમ
- 56. જો પૃથ્વીનું દળ \(P\) ગ્રહ કરતાં નવ ગણું અને ત્રિજ્યા બમણી છે. તો ગ્રહ \(P\) ના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર કાઢવા માટે રોકેટ દ્વારા જરૂરી લઘુત્તમ વેગ \(\frac{v_e}{3} \sqrt{x}\; ms ^{-1}\) છે. જ્યાં \(v_e\) નિષ્ક્રમણ વેગ છે. \(x\) ની કિંમત કેટલી હશે? 2023 મધ્યમ
- 57. જો \(V\) એ ગોળાની સમાન ધનતાને લીધે તેની સપાટી પરનો ગુરુત્વીય વિભવ હોય તો, ગોળાના કેન્દ્રમાં તેનું મૂલ્ય ....... હશે. 2023 અઘરું
- 58. કોઈ એક પદાર્થનું પૃથ્વી સપાટી પર વજન \(18\,N\) છે. તેનું પૃથ્વીની સપાટીથી \(3200\,km\) ઉંચાઈએ વજન \(...........\,N\) છે. (પૃથ્વીની ત્રિજયા \(R _e=6400\,km\) આપેલ છે.) 2023 સરળ
- 59. \(m\) અને \(3\,m\) દળના બે ઉપગ્રહો પૃથ્વીને ફરતે અનુક્રમે \(r\) અને \(3r\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. તેમને અનુરૂપ કક્ષીય ઝડપનો ગુણોતર ....... છે. 2023 મધ્યમ
- 60. નીચે બે કથન આપેલ છે. કથન \(I :\) પૃથ્વીની સપાટીથી ઉપર અથવા નીચે જતા પૃથ્વીનો ગુરુત્વપ્રવેગ ઘટે છે. કથન \(II\) : પૃથ્વીની સપાટીથી ઉંયાઈ \(h\) અને ઉંડાઈ \(d\) પર \(h = d\) હોય, તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ સમાન હોય છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીયે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
- 61. નીચે બે કથન આપેલા છે. કથન \(I:\) પૃથ્વીનું ભ્રમણ ગુરુત્વીય પ્રવેગના મૂલ્ય \((g)\) પર અસર દર્શાવે છે. કથન \(II:\) પૃથ્વીના ભ્રમણની \(g\) ના મૂલ્ય પર થતી અસર વિષુવવૃત આગળ ન્યૂનતમ અને ધ્રુવ આગળ મહત્તમ છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
- 62. નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કારણ \(A :\) એવરેસ્ટ પર્વત પર લોલક ધડીયાળ ઝડપી બને છે. કારણ \(R :\) ગુરુત્વ પ્રવેગ \(g\) નું મૂલ્ય પૃથ્વીની સપાટી કરતા એવરેસ્ટ પર્વત પર ઓછું છે. ઉપર્યુક્ત બંને વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
- 63. નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન\(-A\) છે અને બીજું વિધાન કારણ\(-R\) છે. વિધાન \(A\) : પૃથ્વીને વાતાવરણ છે. જ્યારે ચંદ્રને વાતાવરણ નથી. કારણ \(R\) : યંદ્ર પરનો નિષ્ક્રમણ વેગ પૃથ્વીના નિષ્ક્રમણ કરતાં ખૂબજ આછો છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા ને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો. 2023 મધ્યમ
- 64. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(-I\): ગ્રહો માટે, જો ગ્રહોનું દ્રવ્યમાન અને તેની ત્રિજ્યાનો ગુણોત્તર વધારવામાં આવે છે ગ્રહોના નિષ્કમણ વેગમાં વધારો થાય છે. વિધાન\(-II\): નિષ્ક્રમણ વેગ એ ગ્રહોની ત્રિજ્યા થી સ્વતંત્ર છે. ઉપરોક્ત વિધાનોને આધારે, સૌથી ઉચિત જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો 2023 મધ્યમ
- 65. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : જો પૃથ્વીની આજુબાજુ ફરતા ઉપગ્રહની કુલ ઊર્જા \(E\) હોય તો તેની સ્થિતિ ઊર્જા \(\frac{ E }{2}\) હશે. વિધાન \(II\) : કક્ષામાં ગતિ કરતા ઉપગ્રહની ગતિઊર્જા, કુલ ઊર્જા \(E\) ના અડધા મૂલ્ય બરાબર છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2023 મધ્યમ
- 66. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(-I:\) પૃથ્વીની સપાટી પર અલગ અલગ સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય. વિધાન \(-II:\) પૃથ્વીની સપાટીની અંદર જતાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધે છે. ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો 2023 મધ્યમ
- 67. નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો 2023 મધ્યમ
- 68. પ્રત્યેકનું દળ \(m\) હોય, તેવા બે સમાન કણો તેમના ગુરુત્વાકર્ષણની અસર હેઠળ \(a\) ત્રિજ્યાના વર્તુળ પર ફરે છે. પ્રત્યેક કણની કોણીય ઝડપ .......... હશે. 2023 મધ્યમ
- 69. પૃથ્વીના નિષ્ક્રમણ વેગ અને ગ્રહના નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થાય? આપેલ : ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં \(16\) ગણું અને ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં \(4\) ગણી છે. 2023 મધ્યમ
- 70. પૃથ્વીના ઉપગ્રહનો આવર્તકાળ \(24\) કલાક છે. જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્યેનું અંતર અગાઉના અંતર કરતાં ધટાડીને ચોથા ભાગનું કરવામાં આવે, તો નવો આવર્તકાળ \(............\)કલાક થશે. 2023 સરળ
- 71. પૃથ્વીને સમાન દળ ધનતાનો ગોળો ધારતા, જો પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન \(200\,N\) હોય તો તેનું પૃથ્વીની સપાટીથી \(d=\frac{R}{2}\) ઉંડાઇએ વજન \(...........\,N\) હશે.(\(R=\) પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે.) 2023 મધ્યમ
- 72. પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન \(100\,N\) છે. પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના એક ચતુર્થાંશ ઊંચાઈએ લઈ જવામાં આવે, તો ત્યાં આવે, ત્યારે તેના પરનું ગુરુત્વાકર્ષણ બળ \(..........\,N\) થાય. 2023 મધ્યમ
- 73. પૃથ્વીની સપાટી ઉપર \(h\) ઉંચાઈએ, \(h \ll R\) (પૃથ્વીની ત્રિજ્યા) માટે ગુરુત્વ પ્રવેગ \(............\) વડે રજૂ કરવામાં આવે છે. 2023 મધ્યમ
- 74. પૃથ્વીની સપાટી ઉપર \(R\) જેટલી ઉંચાઈએ પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ .......... હોય. (\(g =\pi^2\,m / s ^2, R =\) પૃથ્વીની ત્રિજ્યા લો.) 2023 મધ્યમ
- 75. પૃથ્વીની સપાટી ઉપર સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે. તેને પૃથ્વીની સપાટીથી \(R\) (પૃથ્વીની ત્રિજ્યા) જેટલી ઊંચાઇએ લઈ જતાં તેનો આવર્તકાળ \(x T\) થાય છ. તો \(x\) નું મૂલ્ય \(..........\) થશે. 2023 મધ્યમ
- 76. પૃથ્વીની સપાટીથી નીચે કોઈ ચોકકસ ઊંડાઈ \(d\) આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીની ઉપર \(3R\) ઊંચાઈએ મળતા ગુરુત્વપ્રવેગનાં મૂલ્ય કરતાં ચાર ગણું થાય છે જયાં \(R\) એ પૃથ્વીની ત્રિજ્યા છે. \((R=6400\,km\) લો). ઊંડાઈ \(d\) ને બરાબર \(..........\,km\) હશે. 2023 મધ્યમ
- 77. પૃથ્વીનું અચાનક સંકોચન થઈ તેના મૂળકદના \(\frac{1}{64}\) માં ભાગ જેટલું કદ બને અને તેનું દળ તેટલું જ રહે, તો પૃથ્વીનો ભ્રમણકાળ \(\frac{24}{x} h\) થાય છે. \(x\) નું મૂલ્ય ......... છે. 2023 અઘરું
- 78. પૃથ્વીનું સૂર્યથી અંતર \(1.5 \times 10^6\,km\) છે. તો જેનો પરિભ્રમણ સમય \(2.83\) વર્ષ હોય તેવા કાલ્પનિક ગૃહનું સૂર્યથી અંતર \(.............\) હોય. 2023 મધ્યમ
- 79. \(1\,kg\) દળ ધરાવતા પદાર્થ માટે તેને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં ત્રણ ગણી ઊંચાઈએ લઈ જતાં તેણે પ્રાપ્ત કરેલી સ્થિતિ ઊર્જા \(......MJ\) થશે.( \(g =10 ms ^{-2}\) અને પૃથ્વીની ત્રિજ્યા = \(6400\,km )\) 2022 મધ્યમ
- 80. \(100\,kg\) દળ ધરાવતા ત્રણ એકસમાન \(A, B\) અને \(C\) કણોને સીધી રેખા ઉપર \(AB = BC = 13\,m\) થાય તે રીતે મૂકવામાં આવ્યા છે. સમાન દળ ઘરાવતા ચોથા કણ \(P\) ઉપર \(F\) જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. \(P\) ને રેખા \(AC\) ના લંબ દ્વિભાજક ઉપર કણ \(B\) થી \(13\,m\) અંતરે મૂકવામાં આવેલ છે. \(F\) નું મૂલ્ય \(..........\,G\) થશે. 2022 અઘરું
- 81. \(4:3\) જેટલો દળનો ગુણોત્તર ધરાવતા બે ઉપગ્રહો \(A\) અને \(B\) અનુક્રમે \(3r\) અને \(4 r\) ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરે છે. \(A\) અને \(B\) ની કુલ યાંત્રિક ઊર્જાનો ગુણોત્તર ......... થશે. 2022 મધ્યમ
- 82. બે ઉપગ્રહો \(S_{1}\) અને \(S_{2}\) એક ગ્રહને ફરતે અનુક્રમે \(R_{1}=3200\, km\) અને \(R_{2}=800 \,km\) ની ત્રિજ્યાનો વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ઉપગ્રહ \(S_{1}\) અને ઉપગ્રહ \(S_{2}\) ને તેમની કક્ષાઓમાં ઝડપનો ગુણોત્તર \(\frac{1}{x}\) મળે છે. \(x\) નું મૂલ્ય......... હશે. 2022 મધ્યમ
- 83. બિંદુવત દળને પૃથ્વીની સપાટીથી \(h\) ઊંંચાઈએ અને પૃથ્વીની સપાટીથી \(\alpha h \left( h \ll < R _{ e }\right)\) જેટલી ઊંંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. \(\alpha\) નું મૂલ્ય થશે.કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. \(\alpha\) નું મૂલ્ય થશે.\(\text { ( } R _{ e }=6400\,km)\) 2022 મધ્યમ
- 84. ધારો કે બે એક સમાન સાદા લોલક વાળી ધડીયાળો છે. ધડીયાળ \(-1\) ને પૃથ્વી ઉપર અને ધડીયાળ\(-2\) ને પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈએ અવકાશમાં રહેલા સ્પેશ સ્ટેશન પર મૂકવામાં આવે છે. ધડીયાળ \(1\) અને \(2\) અનુક્રમે \(4\) સે અને \(6\) સે એ કાર્યરત છે. \(h\) નુ મૂલ્ય \(.......km\) હશે. (પૃથ્વીની ત્રિજ્યા \(R _{ E }=6400\,km\) અને પૃથ્વી માટ \(g= 10\,m / s ^2\) લો.) 2022 અઘરું
- 85. એક પદ્વર્થનો ગ્રહ \('A'\) ઉપર નિષ્કમણવેગ \(12 \,kms ^{-1}\) છે. આ પદાર્થનો બીજા ગ્રહ \('B'\) કે જેની ગ્રહ \('B'\) કે જેની ગ્રહ \('A'\) કરતાં ઘનતા ચારગણી અને ત્રિજ્યા અડધી હોય તેના પર નિષ્ક્રમણ વેગ .................. \(kms ^{-1}\) થશે. 2022 મધ્યમ
- 86. એક પદાર્થને પૃથ્વીની સપાટીની ઉપર પૃથ્વીના કેન્દ્રથી \(\frac{5}{4}R\) જેટલા અંતરે લઈ જવામાં આવે છે, જ્યાં \(R = 6400\,km\) એ પૃથ્વીની ત્રિજ્યા છે. પદાર્થના વજનમાં થતો પ્રતિશત ધટાડો \(......\%\) થશે. 2022 મધ્યમ
- 87. એક વસ્તુને પૃથ્વીની સપાટી ઉપરથી એક તિતયાંશ નિષ્ક્રમણ વેગથી શિરોલંબ ઉધર્વ દિશામાં ફેંકવામાં આવે છે. વસ્તુ દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ \(..........km\) થશે. (પૃથ્વીની ત્રિજ્યા = \(6400\,km\) અને \(g=10\,ms { }^{-2}\) લો.) 2022 અઘરું
- 88. જ્યારે રોકેટને પૃથ્વીની સપાટીથી \(32\,km\) ઉંંચાઈએ લઈ જવામાં આવે છે ત્યારે તેના વનનમાં પ્રતિશત ઘટાડો \(........\%\) થશે. (પૃથ્વીની ત્રિજ્યા \(=6400\,km\) ) 2022 મધ્યમ
- 89. કોઈ બિંદુ \(P\) ની પૃથ્વીની સપાટીથી ઉંંચાઈ પૃથ્વીના વ્યાસ જેટલી છે. જો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વપ્રેવગનું મૂલ્ય \(g\) હોય તો બિંદુ \(P\) આગળ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું હશે? 2022 મધ્યમ
- 90. \(m\) દળ ધરાવતા ચાર ગોળાઓ \(d\) બાજુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર)નું ચોરસ બનાવે છે. એક પાંચમો \(M\) દળ ધરાવતી ગોળો ચોરસના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તંત્રની કુલ સ્તિથિ ઊર્જા ........... થશે.
2022 મધ્યમ - 91. \(m\) દળ ઘરાવતી પૃથ્વીની સપાટી ઉપરથી અવકાશમાં શિરોલંબ દિશામાં \(\lambda v_{ e }\) જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(v_{ e }\) એ નિષ્ક્રમણવેગ અને \(\lambda < 1\) છે તેમ આપેલ છે. જે હવાનો અવરોધ અવગણવામાં આવે તો, પૃથ્વીના કેન્દ્રથી તે \(..............\) જેટલી મહત્તમ ઉંંચાઈ સુધી જઈ શકશે.\((R\): પૃથ્વીની ત્રિજ્યા) 2022 અઘરું
- 92. નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવેલ છે. કથન \(A\) : જ્યારે આપણે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરીએ છીએ, પૃથ્વીનો ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા સહેજ વિચલિત થયા વગર, હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ રહે છે. કારણ \(R\) : વચ્યેના કોઈ અક્ષાંસ (Latitude) આગળ, પૃથ્વીની ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા પૃથ્વીના કેન્દ્રથી વિચલિત થાય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2022 મધ્યમ
- 93. પૃથ્વીને ફરતે આપેલ કક્ષામાં પરિક્રમણ કરતા ઉપગ્રહની આવર્તકાળ \(7\) કલાક છે. જો કક્ષાની ત્રિજ્યા તેની અગાઉના મૂલ્ય કરતાં ત્રણ ગણી વધારવામાં આવે તો ઉપગ્રહનો નવો આવર્તકાળ કેટલો થશે ? 2022 મધ્યમ
- 94. પૃથ્વીની સપાટી આગળના વજન કરતાં એક તૃત્યાંશ \(\left(\frac{1}{3}\right)\) વજન થાય, તે પૃથ્વીની સપાટી થી ઉંચાઈ ....... \(km\) હશે [પૃથ્વી ની ત્રિજયા \(R =6400\, km , \sqrt{3}=1.732\) ] 2022 મધ્યમ
- 95. પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે \(2\%\) જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે ............. 2022 મધ્યમ
- 96. સમાન દળ ધરાવતા બે ગ્રહો \(A\) અને \(B\) ને તેમના પરિભ્રમણના આવર્તકાળ \(T_{A}\) અને \(T_{B}\) એવા છે કે \(T _{ A }=2 T _{ B }\) થાય. આ ગ્રહો અનુક્રમે \(r _{ A }\) અને \(r _{ B }\) જેટલી ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તેમની કક્ષાઆ માટે કયો સંબંધ સાચો છે ? 2022 મધ્યમ
- 97. સમાન દળો ધરાવતી બે વસ્તુઓને અમુક ચોકકસ અંતરે રાખતા તેઓ એકબીળને \(F\) જેટલા બળથી આકર્ષ છે. જો કોઈ એક વસ્તુનું એક તૃતીયાંશ દળ બીજી વસ્તુમાં રૂપાંતર થાય તો ..............જેટલું નવું બળ લાગશે. 2022 સરળ
- 98. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર \(R\) છે. જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર \(3R\) થાય તો એક એક વર્ષનો ગાળો કેટલો થાય \(?\) 2022 મધ્યમ
- 99. \(100\, {kg}\) દળ અને \(50 \,{m}\) ત્રિજયા ધરાવતા એકસમાન ગોળીય કવચના કેન્દ્ર પર \(50\, {kg}\) દળને મૂકવામાં આવે છે. જો કેન્દ્રથી \(25\, {m}\) અંતરે ગુરુત્વસ્થિતિમાન \({V} \,{kg} / {m} \) હોય તો \({V}\) નું મૂલ્ય કેટલું થાય? 2021 મધ્યમ
- 100. \(100\, {kg}\) દળ ધરાવતો વ્યક્તિ સ્પેસશીપમાં પૃથ્વીથી મંગળ સુધી મુસાફરી કરે છે. આકાશમાંના અન્ય તમામ પદાર્થોને અવગણો અને પૃથ્વી અને મંગળની સપાટી પર ગુરુત્વપ્રવેગ અનુક્રમે \(10\;{m} / {s}^{2}\) અને \(4 \,{m} / {s}^{2}\) છે. નીચે આપેલા ગ્રાફમાંથી ક્યો વક્ર મુસાફરના વજનનો સમયના વિધેય સાથેનો શ્રેષ્ઠ ફેરફાર દર્શાવે છે.
2021 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.