ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - ગુરુત્વાકર્ષણ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 4

2013–2026 ના 178 પ્રશ્નો. ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ સૌથી વધુ પૂછાય છે.

178પ્રશ્નો
8ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 8% મધ્યમ 51% અઘરું 42%

STD 11 - ગુરુત્વાકર્ષણ ના બધા પ્રશ્નો

નવા પહેલા

178 માંથી 151–178 પ્રશ્નો

  1. 151. કોઇ એક ગ્રહનું દળ અને વ્યાસ એ પૃથ્વીની આનુષાંગિક રાશિઓ કરતા ત્રણ ગણા છે. પૃથ્વી પર સાદા લોલકનો આવર્તકાળ \(2s\) છે. આજ લોલકનો ગ્રહ ઊપર આવર્તકાળ કેટલો હશે. 2019 અઘરું
  2. 152. \(L\) લંબાઇનો એક સીધો સળીયો \(x= a\) થી \(x=L+a\) સુધી લંબાયેલ છે. જો દ્રવ્યમાન પ્રતિ એકમ લંબાઇએ \(A+ Bx^2\) હોય તો \(x=0\) પર બિંદુવત્ત દ્રવ્યમાન \(m\) પર તેનાથી લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? 2019 અઘરું
  3. 153. \(‘M’\) દળ અને \(‘a’\) ત્રિજ્યા ઘન ગોળો \(2M\) દળ અને \(2a\) ત્રિજ્યા ધરાવતો પોલા ગોળા વડે ઘેરાયેલો છે.તેના કેન્દ્રથી \(3a\) અંતરે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું થાય? 2019 મધ્યમ
  4. 154. \(m\) દળ ધરાવતો એક ગ્રહ સૂર્યની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જો સૂર્યના કેન્દ્રની સાપેક્ષે તેનું કોણીય વેગમાન \(L\) હોય તો તેનો વેગ ______ છે 2019 સરળ
  5. 155. પૃથ્વી અને બીજા ગ્રહ પર પદાર્થના વજનનો ગુણોત્તર \(9 : 4\) છે . ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં \(\frac{1}{9}\) માં ભાગનું છે.જો \('R'\) એ પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે?  (બધા ગ્રહોની ઘનતા સમાન છે તેમ ધારો) 2019 મધ્યમ
  6. 156. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય \(9.8\, m\,s^{-2}\) છે તો સપાટીથી કેટલી ઊંચાઈ પર જતાં તેનું મૂલ્ય ઘટીને \(4.9\, m\,s^{-2}\) થશે? (પૃથ્વીની ત્રિજ્યા \(= 6.4\times10^6\, m\)) 2019 મધ્યમ
  7. 157. પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈ પર એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે કે જ્યાં \(h < < R\) અને \(R\) પૃથ્વીની ત્રિજ્યા છે. પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા, પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકવા ઝડપમાં જરૂરી લઘુત્તમ વધારો ______ કરવો પડે. 2019 મધ્યમ
  8. 158. પૃથ્વીની સપાટીથી (પૃથ્વીની ત્રિજ્યા \(6.4 \times 10^3 \,km\)) \(h\) ઊંચાઈ પર એક ઉપગ્રહને રાખવા માટેની જરૂરી ઊર્જા \(E_1\) છે અને આ ઉપગ્રહને આ ઊંચાઈ પર વર્તુળાકાર કક્ષામાં રાખવા જરૂરી ગતિ ઊર્જા \(E_2\) છે. \(E_1\) અને \(E_2\) સમાન થાય તેવી ઊંચાઈ \(h\) નું મૂલ્ય છે 2019 અઘરું
  9. 159. \(\rho \left( r \right) = \frac{K}{{{r^2}}}\) ઘનતા દ્વારા ઉત્પન્ન થયેલ ગુરુત્વાકર્ષી ક્ષેત્રને લીધે એક કણ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.તો તેની કક્ષીય ત્રિજ્યા \(R\) અને આવર્તકાળ \(T\) વચ્ચેનો સાચો સંબંધ શું  થાય? 2019 અઘરું
  10. 160. રોકેટને એવી રીતે લોન્ચ કરવામાં આવે છે કે જેથી તે સપાટી પર પાછું ના ફરે.જો \(E\) એ રોકેટ લોંચરને આપવામાં આવતી ન્યુનત્તમ ઉર્જા હોય તો જો રોકેટને ચંદ્રની સપાટી પરથી લોન્ચ કરવામાં આવે તો તેને ન્યુનત્તમ કેટલી ઉર્જા આપવી પડે? ચંદ્ર અને પૃથ્વીની ઘનતા સમાન અને ચંદ્રનું કદ પૃથ્વી કરતાં \(64\) માં ભાગનું છે. 2019 અઘરું
  11. 161. જો પૃથ્વીની કોણીય ઝડપમાં વધારો કરવામાં આવે તો ... 2018 મધ્યમ
  12. 162. \(m\) દળ ધરાવતો પદાર્થ \(M\) દળ આધારવતા ગ્રહની ફરતે \(R\) ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરે છે.કોઈ એક સમયે તે બે સમાન દળમાં વિભાજિત થાય છે.પ્રથમ દળ \(\frac{R}{2}\) ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરે છે અને બીજું દળ \(\frac{3R}{2}\) ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરે છે.તો શરૂઆતની અને અંતિમ કુલ ઉર્જાનો તફાવત કેટલો થાય? 2018 અઘરું
  13. 163. પૃથ્વીની ફરતે ફરતા ઉપગ્રહની સાપેક્ષ અનિશ્ચિતતા \(10^{-2}\) છે.જો ભ્રમણ કક્ષાની ત્રિજ્યાની સાપેક્ષ અનિશ્ચિતતા નહિવત હોય તો પૃથ્વીના દળમાં સાપેક્ષ અનિશ્ચિતતા કેટલી હશે? 2018 મધ્યમ
  14. 164. પૃથ્વીથી ચંદ્ર અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર અનુક્રમે \(0.4 \times 10^6\,km\) અને \(150 \times 10^6\,km\) છે. તેમના દળ અનુક્રમે \(8 \times 10^{22}\, kg\) અને \(2 \times 10^{30}\, kg\) છે.પૃથ્વીની ત્રિજ્યા \(6400\, km\) છે. \(\Delta {F_1}\) એ ચંદ્ર દ્વારા પૃથ્વીની સૌથી નજીકના અને દૂરના બિંદુ આગળ લાગતાં બળનો તફાવત અને \(\Delta {F_2}\) એ સૂર્ય દ્વારા પૃથ્વીની સૌથી નજીકના અને દૂરના બિંદુ આગળ લાગતાં બળનો તફાવત હોય તો \(\frac{{\Delta {F_1}}}{{\Delta {F_2}}}\) નું મૂલ્ય લગભગ કેટલું હશે? 2018 અઘરું
  15. 165. જો પૃથ્વી કોઈ ચાકગતિ કરતું ના હોય તો વિષુવવૃત પાસે એક માણસનું વજન \(W\) છે.પૃથ્વીને પોતાની અક્ષની સપેકસે કેટલા કોણીય વેગથી ગતિ કરાવવી જોઈએ કે જેથી માણસનું વજન \(\frac{3}{4}\,W\) જેટલું થાય? પૃથ્વીની ત્રિજ્યા  \(6400\, km\) અને \(g = 10\, m/s^2\). 2017 મધ્યમ
  16. 166. આકૃતિમાં સૂર્ય \(S\) ની ફરતે \(abcd\) ઉપવલયાકાર કક્ષામાં ભ્રમણ કરતાં ગ્રહ માટે ત્રિકોણ \(csa\) નું ક્ષેત્રફળ ઉપવલયના ક્ષેત્રફળ કરતાં \(\frac {1}{4}\) ગણું છે જ્યાં \(db\) એ પ્રધાન અક્ષ અને \(ca\) એ ગૌણ અક્ષ છે.જો \(t_1\) એ \(abc\) જવા માટેનો સમય અને \(t_2\) એ \(cda\) માટેનો સમય હોય તો ...
    2016 અઘરું
  17. 167. એક \(m\) દળનો અવકાશયાત્રી પૃથ્વીની સપાટીથી \(h\) અંતરે એક ઉપગ્રહમાં કાર્ય કરે છે.પૃથ્વીની ત્રિજ્યા \(R\) અને દળ \(M\) છે.અવકાશયાત્રી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ \(F_G\) કેટલું હશે? 2016 મધ્યમ
  18. 168. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી \(\frac{R}{2}\) ત્રિજયા ધરાવતો ગોળાકાર ભાગ દૂર કરવામાં આવેલ છે.\(r\) \(=\) \(\;\infty \) અંતરે ગુરુત્વીય સ્થિતિમાન \(V=0 \) લઇ,ગોળામાંથી દૂર કરેલા ભાગ (કેવિટી ) ના કેન્દ્ર આગળ સ્થિતિમાન __________ થશે. ( \(G\) \(=\) ગુરુત્વાકર્ષી અચળાંક )
    2015 અઘરું
  19. 169. એક ખૂબ જ લાંબી (લંબાઈ \(L\)) નળાકાર એકસમાન રીતે વહેંચાયેલ દળની અને \(R(R < < L)\) ત્રિજ્યા ધરાવતી આકાશગંગા બનાવેલ છે.આકાશગંગાની બહાર અને આકાશગંગાને લંબ અને તેના કેન્દ્રમાથી પસાર થતાં સમતલમાં ભ્રમણ કરે છે. જો તારાનો આવર્તકાળ \(T\) અને તેનું આકાશગંગાની અક્ષથી અંતર \(r\) હોય તો નીચેનામાથી શું સાચું પડે ? 2015 મધ્યમ
  20. 170. બે કાલ્પનિક \(m_1\) અને \(m_2\) દળ ધરાવતા ગ્રહ એક બીજાથી અનંત અંતરે છે.હવે ગુરુત્વાકર્ષણને કારણે તેમના કેન્દ્રને જોડતી રેખા પર તે એકબીજા તરફ ગતિ કરે છે.જ્યારે તેમની વચ્ચેનું અંતર \(d\) હોય ત્યારે તેમની ઝડપ કેટલી હશે? (\(m_1\) ની ઝડપ \(v_1\) અને \(m_2\) ની ઝડપ \(v_2\) છે)
    2014 અઘરું
  21. 171. ભારતના મંગળયાનને મંગળ પર મોકલવા માટે સૂર્યની ફરતે ફરતી \(EOM\) કક્ષામાં દાખલ કરવામાં આવે છે.જે પૃથ્વી પરથી \(E\) બિંદુથી નીકળે છે અને \(M\) બિંદુ આગળ મંગળને મળે છે.જો પૃથ્વીની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ \(a_e = 1.5 \times 10^{11}\, m\), અને મંગળની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ \(a_m= 2.28 \times 10^{11}\, m\) છે. કેપલરના નિયમનો ઉપયોગ કરીને મંગળયાનને પૃથ્વી પરથી મંગળ પર પહોચવા  ........ \((days)\) સમય લાગશે.
    2014 અઘરું
  22. 172. કોઈ સ્થાને ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર \(\overrightarrow g  = 5\,N/kg\hat i\, + \,12\,N/kg\hat j\) મુજબા આપવામાં આવે છે.\(1\, kg\) દળના પદાર્થને ઉગમબિંદુથી \((7\, m, - 3\, m)\) લઈ જતાં દળની ગુરુત્વસ્થિતિઊર્જામાં .......  \(J\) ફેરફાર થાય. 2014 મધ્યમ
  23. 173. \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ગોળમાંથી \(\frac{R}{2}\) ત્રિજ્યા ધરાવતો ગોળો કાપીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.જેમાં બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર \(3R\) છે.તો બંને ગોળા વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?
    2014 અઘરું
  24. 174. પ્રત્યેક \( ‘M’\) દળ ધરાવતા ચાર કણો એકબીજાથી એકસરખા અંતરે \(R\) ત્રિજયા ધરાવતા વર્તુળ પર તેમના અન્યોન્ય ગુરુત્વ આકર્ષણ બળની અસર હેઠ ગતિ કરે છે,તો દરેક કણની ઝડપ 2014 અઘરું
  25. 175. આપેલ ગોળામાં દર્શાવેલ ભાગ કાપી નાખ્યા પછી વધેલા ભાગનું દૂર રહેલા બિંદુ \(P\) આગળ ગુરુત્વાકર્ષીક્ષેત્ર કેટલું મળશે?
    2013 અઘરું
  26. 176. જ્યારે ચંદ્ર સૂર્ય ગ્રહણથી પૃથ્વી અને સૂર્ય ને જોડતી રેખામાં બીજી બાજુએ આવે ત્યારે પૃથ્વીના સૂર્ય તરફના પ્રવેગમાં કેટલો ફેરફાર થાય? (ચંદનું દળ  \(= 7.36 \times 10^{22}\,kg,\) ચંદ્રની ત્રિજ્યા \(= 3 .8 \times 10^8\,m\) ). 2013 અઘરું
  27. 177. કોઈ સ્થાને ગુરુત્વાકર્ષણક્ષેત્ર \(\vec E\) \(=(5\,N / kg)\, \hat i + (12\,N / kg)\,\hat j\) મુજબ પ્રવર્તે છે.જો કેન્દ્ર આગળ સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે તો \((12\,m, 0)\) અને \((0, 5\,m)\) અંતરે રહેલ સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય? 2013 અઘરું
  28. 178. \(m\) દળ ધરાવતાં ઉપગ્રહને \(M \) દળ ધરાવતાં અને \(R\) જેટલી ત્રિજયા ધરાવતાં ગ્રહની સપાટી પરથી \(2R\) જેટલી ઊંચાઇએ વર્તુળાકાર કક્ષામાં તરતો મૂકવા જરૂરી લઘુત્તમ ઊર્જા કેટલી જોઇએ? 2013 મધ્યમ