ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 4

2013–2026 ના 246 પ્રશ્નો. લેન્સ વડે વક્રીભવન સૌથી વધુ પૂછાય છે.

246પ્રશ્નો
18ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 9% મધ્યમ 42% અઘરું 49%

STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના બધા પ્રશ્નો

નવા પહેલા

246 માંથી 151–200 પ્રશ્નો

  1. 151. પ્રકાશની માધ્યમ \('A'\) અને \('B'\) માં ઝડપ અનુક્રમે \(2.0 \times 10^{10} \,cm / s\) અને \(1.5 \times 10^{10} \,cm / s\) છે. પ્રકાશકિરણ માધ્યમ \(B\) માંથી \(A\) માં  '\(\theta\) ' જેટલા આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો ........... 2022 મધ્યમ
  2. 152. વક્રિભવન પ્રકારના ખગોલીય ટેલીસ્કોપની સામાન્ય ગોઠવણીમાં ઓબ્જેક્ટિવ અને આઈપીપ (નેત્રકાચ) વચ્ચેનું અંતર \(30 \,cm\) છે. જ્યારે ટેલીસ્કોપની કોણીય મોટવણી \(2\) હોય તો ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ ........... \(cm\) થશે. 2022 મધ્યમ
  3. 153. \(X-Y\) સમતલને બે પારદર્શક માધ્યમો \(M_1\) અને \(M_2\) ને જોડતી સીમા (સપાટી) તરીકે લઈ શકાય. \(M_1\) ને \(Z \geqslant 0\) માટે \(\sqrt{2}\) જેટલો વક્રીભવનાંક અને \(M _2\) ને \(Z < 0\) માટે \(\sqrt{3}\) જેટલો વક્રીભવનાંક છે. \(M _1\) માં \(\overrightarrow{ P }=4 \sqrt{3} \hat{i}-3 \sqrt{3} \hat{j}-5 \hat{k}\) સદિશ વડે અપાતો પ્રકાશ બે માધ્યમોની છૂટી પાડતી સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. \(M_1\) માં આપાતકોણ અને \(M_2\) માં વક્રીભૂતકોણ વરચેચેનો તફાવત \(.................\) ડીગ્રી થશે. 2022 અઘરું
  4. 154. \(17.5\, {cm}\) આંતરિક ઊંડાઈ ધરાવતું કાંચની ટ્યુબ ટેબલ પર છે. એક વિદ્યાર્થી તેમાં પાણી \((\mu=4 / 3)\) ભરવાનું શરૂ કરે છે અને તે પાણીની સપાટીને ઉપરથી જુવે છે. જ્યારે તેને એવું લાગે છે કે ટ્યુબ અડધી ભરાય ગઈ છે ત્યારે તે પાણી ભરવાનું બંધ કરે છે. વાસ્તવિકમાં કાંચની ટ્યુબ કેટલી ઊંચાઈ (\(cm\) માં) સુધી ભરાઈ હશે? 2021 અઘરું
  5. 155. \(25\, {cm}\) ના નજીકતમ બિંદુથી એક વસ્તુને \(6\) મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપના લેન્સથી જોતાં પ્રતિબિંબ અસ્પષ્ટ મળે છે. જ્યારે તેને પહેલા કરતાં અનંત અંતરે પહેલા કરતાં બમણી મોટવણી અને \(0.6\, {m}\) ટ્યુબલંબાઈ ધરાવતા નેત્રકાંચ વડે જોતાં સ્પષ્ટ પ્રતિબિંબ મળે, જો નેત્રકાંચની કેન્દ્રલંબાઈ (\(cm\) માં) કેટલી હોવી જોઈએ? 2021 અઘરું
  6. 156. \(3mm\) જાડાઇ અને \(6cm\) વ્યાસ ધરાવતા સમતલ બર્હિગોળ લેન્સમાં પ્રકાશની ઝડપ \( 2\times 10^8 m/sec\) હોય,તો તેની કેન્દ્રલંબાઇ કેટલા ......\(cm\) હશે. 2021 અઘરું
  7. 157. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને બાહ્ય તરફ દોરેલ લંબ ને અનુક્રમે એકમ સદિશ \(\overrightarrow{ a }, \overrightarrow{ b }\) અને \(\overrightarrow{ c }\) દ્વારા દર્શાવામાં આવે છે. આ સદિશો વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો. 2021 અઘરું
  8. 158. આપેલ લેન્સના મિશ્રણથી મળતું પ્રતિબિંબ વસ્તુ \(O\) થી કેટલા અંતરે (\(cm\) માં) હશે?
    2021 અઘરું
  9. 159. બે સમતલ અરીસા \({M}_{1}\) અને \({M}_{2}\) આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાને લંબ મૂકેલા છે. બિંદુવત ઉદગમ \(P\) ને \({M}_{1}\) અને \({M}_{2}\) અરિસાથી અનુક્રમે \(a\) અને \(2a\) મીટર અંતરે મૂકેલા છે. બનતા પ્રતિબિંબો વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? (\(\sqrt{5}=2.3\) )
    2021 અઘરું
  10. 160. બહિર્ગોળ લેન્સનો વક્રિભવનાંક \(1.4\) છે. જો લેન્સને આટલો જ વક્રીભવનાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે ? લેન્સની વક્રબાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે \(R _{1}\) અને \(R _{2}\) છે તેમ ધારો 2021 મધ્યમ
  11. 161. બહિર્ગોળ વક્રીભૂત સપાટીની સામે હવામાં એક વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ સપાટીની પાછળ \(10\, m\) અંતરે મળે છે. પ્રતિબિંબ વાસ્તવિક અને સપાટીથી વસ્તુ અંતરના \(\frac{2}{3}\) ગણા અંતરે મળે છે. સપાટીમાં પ્રકાશની તરંગલંબાઈ હવા કરતાં \(\frac{2}{3}\) ગણી છે. તો તેની વક્રસપાટીની ત્રિજ્યા \(\frac{ x }{13}\, m\) હોય તો \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
  12. 162. એક નીચે બે વિધાન આપેલા છે : એક વિધાનને કથન \(A\) તરીકે દર્શાવવામાં આવે છે અને બીજા વિધાનને કારણ \(R\) તરીકે દર્શાવવામાં આવે છે. કથન \(A :\) સાદા સૂક્ષ્મદર્શક માટે વસ્તુનું કોણીય કદ પ્રતિબિંબનો કોણીય કદ બરાબર હોય છે. કારણ \(R :\) નાની વસ્તુને \(25\, cm\) કરતાં ખૂબ નજીક્નાં અંતરે રાખવાથી મોટવણી મેળવાય છે અને તેથી તે ખૂબ મોટો ખૂણો આંતરે છે. ઉપરોક્ત આપેલ વિધાનો અનુસાર, આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો. 2021 અઘરું
  13. 163. એક પ્રિઝમનો આડછેદ સમબાજુ ત્રિકોણ \({ABC}\) આકૃતિમાં આપેલ છે. જ્યારે આપાતકોણનું મૂલ્ય પ્રિઝમકોણ જેટલું હોય ત્યારે ન્યૂનતમ વિચલન જોવા મળે છે. \(BC\) ના મધ્યબિંદુ થી \(A\) સુધી પ્રકાશના કિરણને પહોચવા માટે લાગતો સમય (\(\times 10^{-10}\, {s}\) માં) કેટલો હશે? (શૂન્યવકાશમા પ્રકાશનો વેગ \(=3 \times 10^{8} \,{m} / {s}\) અને \(\left.\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}\right)\)
    2021 અઘરું
  14. 164. એક પ્રકાશનું કિરણ હવામાંથી \(\frac{4}{3}\) વક્રીભવનાંક ધરાવતા મધ્યમમાં પ્રવેશે છે, તે આકૃતિમાં દર્શાવેલ છે. દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ બાજુની સપાટી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. \(\theta\) નું મહત્તમ મૂલ્ય કોને બરાબર થવું જોઈએ?
    2021 અઘરું
  15. 165. એક વસ્તુને અંતર્ગોળ અરિસાના વક્રતાકેન્દ્ર \({C}\) થી દૂર મૂકેલો છે. જો વસ્તુ અંતર \({C}\) થી \({d}_{1}\) અંતરે અને પ્રતિબિંબ \({C}\) થી \({d}_{2}\) અંતરે બને છે, તો અરિસાની વક્રતાત્રિજયા કેટલી હશે? 2021 અઘરું
  16. 166. એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી \(12 \,{cm}\) અંતરે મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(15 \,{cm}\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરિસાને લેન્સની બીજી બાજુ \(8 \,{cm}\) અંતરે મૂકેલો છે. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પાસે જ મળે છે. જ્યારે બહિર્ગોળ અરિસાને દૂર કરવામાં આવે ત્યારે વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ મળે છે. તો વસ્તુથી આ પ્રતિબિંબ કેટલા \((cm)\) દૂર બનશે?
    2021 અઘરું
  17. 167. \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના મુખ્યકેન્દ્ર પાસે એક વસ્તુને મૂકવામાં આવે છે. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી મોટવણી અને પ્રતિબિંબની અંતર શું થાય? 2021 અઘરું
  18. 168. ગોલીય બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ \(f\) તેની વક્તાત્રિજ્યા \(R\) સાથે ......... અનુસાર સંબંધ ધરાવે છે.  2021 સરળ
  19. 169. જ્યારે ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસને અવર્ણક (achromatic) રીતે સંયોજીત કરી બનાવેલા પ્રિઝમમાં પીળા-કિરણ માટે \(2^{\circ}\) જેટલું વિચલન મળે છે. ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસ માટે ડીસ્પર્સીવ (dispersive) પાવર અનુક્રમે \(0.02\) અને \(0.03,\) અને પીળા પ્રકાશ માટે આ ગ્લાસો માટે વક્રીભવનાંક અનુક્રમે \(1.5\) અને \(1.6\) લો. ક્રાઉન ગ્લાસ માટે વક્રીભવન કોણ \(........\,^{\circ}\) હશે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો) 2021 અઘરું
  20. 170. જેની કેન્દ્ર લંબાઈનું નિરપેક્ષ મુલ્ય \(|f|=40\,cm\) હોય તેવા ગોલીય અરીસાની કેન્દ્રીય એક્ષની સામે (આગળ) \(100\, cm\) ઊંચાઈ ધરાવતી ટૂંકી સીધી વસ્તુ ગોઠવાયેલી છે. અરીસા દ્વારા રચાયેલ વસ્તુનું પ્રતિબિંબની ઊંચાઈ \(25\, cm\) છે અને તેનું અનુસ્થાપન (ઓરીએન્ટેશન) વસ્તુનાં અનુસ્થાપન જેવું જ છે. આ માહિતી પરથી તારણ મેળવી શકાય કે 2021 અઘરું
  21. 171. કાર \(B\) કાર \(A\) ને \(40\, {ms}^{-1}\) ની સાપેક્ષ ઝડપથી ઓવરટેક કરે છે. જ્યારે કાર \(B\) કાર \(A\) થી \(1.9\, m\) દૂર હોય ત્યારે કાર \(A\) માં રહેલ \(10\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અરીસામાં કાર \(B\) ના પ્રતિબિંબની ઝડપ(\(ms^{-1}\) માં) કેટલી હશે? 2021 અઘરું
  22. 172. લાલ \((R)\) , લીલો  \((G)\) અને બ્લૂ \((B)\) ને \(PQ\) બાજુ પર લેબ આપાત કરેલ છે . લાલ , લીલો ,અને બ્લૂ માટે વક્રીભવનાંક  \(1.27, 1.42\)  \(1.49\) અને તો \(PR\) માંથી બહાર આવતા કિરણો કયા રંગના હશે?
    2021 અઘરું
  23. 173. લેન્સથી વસ્તુને \(20\, cm\) અથવા \(10\, cm\) અંતરે રાખવામાં આવે છે ત્યારે બહિર્ગોળ લેન્સ દ્વારા સમાન કદના પ્રતિબિંબો રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ........... \(cm\) છે.  2021 અઘરું
  24. 174. \(n_{1}\) વક્રીભવનાંક ધરાવતા એક પ્રિઝમને \(n_{2}\) વક્રીભવનાંક ધરાવતા બીજા પ્રિઝમ સાથે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) ચોટાડવામાં આવ્યા છે. \(n_{1}\) અને \(n_{2}\) એ \(\lambda\) પર નીચે આપેલ સૂત્ર મુજબ આધાર રાખે છે, જ્યાં \(\lambda\) એ પ્રકાશની તરંગલંબાઈ છે.  \({n}_{1}=1.2+\frac{10.8 \times 10^{-14}}{\lambda^{2}}\) અને \({n}_{2}=1.45+\frac{1.8 \times 10^{-14}}{\lambda^{2}}\) \(BC\) આંતરપૃષ્ઠ ઉપર કોઈ પણ ખૂણે આપાત કિરણ કે જે આંતર પૃષ્ઠ આગળ વાંકું વળ્યા વગર પસાર થઈ જાય તે તરંગલંબાઈ \(....\,nm\) હશે.
    2021 અઘરું
  25. 175. નિસ્યંદિત પાણીની સાપેક્ષ પરમિટિવિટી \(81\) છે. તો તેમાં પ્રકાશનો વેગ \(.......\,\times 10^{7}\,{m} / {s}\) \(\left(\right.\) આપેલ \(\left.\mu_{r}=1\right)\) 2021 મધ્યમ
  26. 176. પ્રિઝમ \((\mu=\sqrt{3})\) માંથી પસાર થતા પ્રકાશનું કિરણ લઘુતમ વિચલન અનુભવે છે. એવું જોવા મળે છે કે પ્રિઝમનો આપાતકોણ તેના વક્રીભૂતકોણ કરતાં બમણો છે. તો પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હશે? 2021 અઘરું
  27. 177. પ્રિઝમમાં વિચન લઘુત્તમ થાત જ્યારે \((A)\) આપાતકિરણ અને નિર્ગમનકિરણ પ્રિઝમને સંમિતી \((symmetric)\) ધરાવતા હોય.  \((B)\) પ્રિઝમની અંદરનું વક્રીભૂતકિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય. \((C)\) આપતકોણ અને નિર્ગમનકોણ સમાન હોય. \((D)\) નિર્ગમનકોણ આપતકોણ કરતાં બમણો હોય આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  
    2021 મધ્યમ
  28. 178. પ્રિઝમનો પ્રિઝમકોણ \(A\) અને વક્રીભવનાંક \(\mu\) છે,જો લઘુત્તમ વિચલનકોણ \(A\) હોય,તો પ્રિઝમકોણ કેટલો હશે? 2021 અઘરું
  29. 179. પ્રકાશનો બિંદુવત ઉદગમ \(S, 50\, cm\) પહોંળાઈ ધરાવતા દિવાલ પર શિરોલંબ લટકાવેલ સાદા અરીસાના કેન્દ્રની સામે \(60\, cm\) ના અંતરે ગોઠવાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માણસ આ અરિસાથી \(1.2\, m\) દૂરના અંતરે, અરીસાને સમાંતર લીટી પર ચાલે છે. અરીસામાં દષ્યમાન પ્રકાશનું પ્રતીબિંબ, ચરમ બિંદુઓ (extreme points) થી .......\(cm\) અંતરે આવેલ છે.
    2021 અઘરું
  30. 180. સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા \(\mu_{1}\) વક્રીભવનાંક ધરાવતો સમતલ બહિર્ગોળ અને \(\mu_{2}\) વક્રીભવનાંક ધરાવતા સમતલ અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. સમતુલ્ય લેન્સની વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.
    2021 અઘરું
  31. 181. તમારા મિત્રને આંખમાં ખામી છે તે દૂર રહેલી જાળીને ઝાંખી અનિયમિત અને વિકૃત જોઇ શકતા હોય તો તેની કઈ ખામી હોય? 2021 મધ્યમ
  32. 182. વિભાગ \(I\) અને \(II\) ને \(25\, {cm}\) ત્રિજયા ધરાવતી ગોળીય સપાટીથી અલગ કરેલા છે. વિભાગ \(I\) માં એક વસ્તુને \(40\, {cm}\) અંતરે મૂકવામાં આવે છે. સપાટીથી કેટલા અંતરે (\(cm\) માં) પ્રતિબિંબ મળશે?
    2021 મધ્યમ
  33. 183. \(0.5\,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળ લેન્સથી \(1\,m\) અંતરે બિંદુવત વસ્તુ મૂકેલી છે લેન્સની પાછળ \(2\,m\) અંતરે સમતલ અરીસો મૂકવામાં આવે છે તંત્ર દ્વારા મળતું પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર .......... 2020 મધ્યમ
  34. 184. \(2 \mathrm{h}\) ઊંચાઈ ધરાવતા પાત્રનો નીચેનો અડધો ભાગ \(2 \sqrt{2}\) અને ઉપરનો અડધો ભાગ \(\sqrt{2}\) વક્રીભવનાંકવાળા પ્રવાહીથી ભરેલો છે.બંને પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી. તો પાત્રનું તળિયું કેટલી ઊંચાઈ પર દેખાશે?  2020 મધ્યમ
  35. 185. \(3 \) સાપેક્ષ પરમિટિવિટી અને \(\frac{4}{3}\) સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા માધ્યમ માટે પ્રકાશની તરંગલંબાઈ માટે ક્રાંતિકકોણ કેટલા ......\(^o\) મળે? 2020 મધ્યમ
  36. 186. \(\mu=\sqrt{3}\) વક્રીભવનાંક ધરાવતા ધન કાચના ગોળા પર \(60^{\circ}\) ના આપાતકોણ પ્રકારનું કિરણ દાખલ થાય છે. બીજી સપાટી પર કિરણનુંપરાવર્તન અને વક્રીભવન થાય છે બીજી સપાટી આગળ પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 2020 અઘરું
  37. 187. \(60\; \mathrm{cm}\) ટ્યૂબલંબાઈ ધરાવતા ટેલિસ્કોપની મોટવણી \(5\) છે તો તેના નેત્રકાચની કેન્દ્રલંબાઈ કેટલા ......\(cm\) હશે? 2020 મધ્યમ
  38. 188. અંતગોળ અરિસાથી \(30\, cm\) અંતરે વસ્તુ મુક્તા પ્રતિબિંબ અરિસાથી \(10\, cm\) અંતરે મળે છે. વસ્તુ \(9\,ms\) ના વેગથી ગતિ કરે તો પ્રતિબિંબનો વેગ \(....m/s\) 2020 મધ્યમ
  39. 189. બિંદુવત વસ્તુ સમતલ બહિર્ગોળ લેન્સની સામે પડેલ છે.લેન્સની વક્ર સપાટીની ત્રિજ્યા \(30 \;\mathrm{cm}\) અને વક્રીભવનાંક \(1.5\) છે તો લેન્સની કેન્દ્રલંબાઈ (\(\mathrm{cm}\) માં) કેટલી થશે? 2020 મધ્યમ
  40. 190. બંને સપાટીની વક્રતાત્રિજ્યા \(R\) ધરાવતા બહિગોળ લેન્સનો પાવર \(p\) છે તો સમાન દ્રવ્યમાંથી બનાવેલ સમતલ બહિગોળ લેન્સ નો પાવર \(1.5P\) હોય તો તેની વક્રતાત્રિજ્યા ........\(R\) 2020 મધ્યમ
  41. 191. \(f=16\; \mathrm{cm}\) કેન્દ્રલંબાઈ ધરાવતા એક પાતળા લેન્સને (\(\mu = 1.5\)) \(1.42\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે.જો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ \(f_{l},\)હોય તો \(f_{l} /f\) નો ગુણોત્તર લગભગ કેટલો થશે? 2020 અઘરું
  42. 192. પ્રિઝમકોણ \(A=1^{\circ}\) અને વક્રીભવનાંક \(\mu=1.5 .\) ધરાવતા પ્રિઝમ નો લઘુતમ વિચલન કોણ \(N/10\) હોય તો \(N\) ......... 2020 મધ્યમ
  43. 193. પાણી(\(\mu =\frac{4}{3}\)) ભરેલા પાત્રના તળિયે એક પ્રકાશ ઉદગમ છે.તળિયેથી થતું પરાવર્તન અને પાણી દ્વારા થતું શોષણ અવગણતા કેટલા......\(\%\) ટકા પ્રકાશ પાણીની સપાટીથી બહાર આવશે? [\(\mathrm{h}\) ઊંચાઈ અને \(r\) ત્રિજ્યા ધરાવતા શંકુની સપાટીનું ક્ષેત્રફળ \(\mathrm{r} \text { is } 2 \pi \mathrm{rh}\) નો ઉપયોગ કરો] 2020 અઘરું
  44. 194. પોલા કાચના ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવે છે. અરીસાની સામે વસ્તુ મુક્તા પ્ર્તિબિંબ અને મોટવણી
    2020 અઘરું
  45. 195. સંયુક્ત માઈક્રોસ્કોપ વસ્તુનું મોટું આભાસી પ્રતિબિંબ આઈપીસથી \(25\,cm\) અંતરે પડે છે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ \(1\,cm\) છે માઈક્રોસ્કોપ ની મોટવાણી \(100\) અને ટ્યુબલંબાઈ \(20\,cm\) હોય તો આઈ-પીસ ની કેન્દ્રલંબાઈ ......... \(cm\) 2020 અઘરું
  46. 196. સંયુક્ત માઇક્રોસ્કોપ માં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(1\,cm\) અને \(5\,cm\) છે. તેમની વચ્ચેનું અંતર \(10\,cm\) છે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર \(\frac{ n }{40}\, cm\) રાખવાથી આંખ પર તણાવ લઘુતમ થાય તો \(n=\)............. 2020 મધ્યમ
  47. 197. સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણી \(375\) અને ટ્યૂબલંબાઈ \(150\; \mathrm{mm}\) અને ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ \(5\; \mathrm{mm}\) હોય તો નેત્રકાચની કેન્દ્રલંબાઈ કેટલા .....\(mm\) રાખવી જોઈએ? 2020 મધ્યમ
  48. 198. વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર \(100\,cm\) છે. લેન્સના બે સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર પડે છે. બે સ્થાન વ્ચ્ચેનું અંતર \(40\,cm\) છે. લેન્સનો પાવર \(\left(\frac{ N }{100}\right) D\) હોય તો \(N\) ........ 2020 અઘરું
  49. 199. \(0.3\, m\) કેન્દ્રલંબાઈના એક બહિર્ગોળ કાચથી \(20\, m\) ના અંતરે એક વસ્તુ મુકેલ છે. આ કાચ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. જો આ વસ્તુ \(5 \,m/s\) ની ઝડપ થી કાચથી દૂર તરફ ગતિ કરે, તો પ્રતિબિંબની ઝડપ અને દિશા ______ હશે. 2019 મધ્યમ
  50. 200. \(0.4\,m\) કેન્દ્રલંબાઈ ધરાવતો અરીસો ચહેરો જોવા માટે વપરાય છે.જો \(5\) મોટવણી જેટલો ચહેરો જોવો હોય તો અરીસાને ચહેરાથી કેટલા......\(m\) અંતરે રાખવો જોઈએ? 2019 મધ્યમ