STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના બધા પ્રશ્નો
નવા પહેલા246 માંથી 201–246 પ્રશ્નો
- 201. \(\mu_1\) જેટલો વક્રીભવનાંક અને \(f_1\) જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતો એક સમતલ-બહિર્ગોળ (plano convex) લેન્સ, \(\mu_2\) જેટલો વક્રીભવનાંક અને \(f_2\) જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બીજા સમતલ-અંતર્ગોળ (plano concave) લેન્સનાં સંપર્કમાં મુકવામાં આવે છે. જો તે દરેકની ગોલીય સપાટીઓની વક્રતા ત્રિજ્યા \(R \) હોય અને \(f_1=2f_2\), હોય, તો \(\mu_1\) અને \(\mu_2\) _______ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. 2019 અઘરું
- 202. \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી \(x_1\) અને \(x_2\) \((x_1 > x_2)\) અંતરે વસ્તુ મુક્તા તેની સમાન મોટવણી \(2\) મળે છે.તો \(x_1\) અને \(x_2\) નો ગુણોત્તર કેટલો થાય? 2019 અઘરું
- 203. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(5\, cm\) પાણીથી ભરેલા ગ્લાસના તળિયે \(40\, cm\) વક્રતા ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ અરીસો છે.પાણીની સપાટી પર એક નાના કણનું પ્રતિબિંબ ગ્લાસની ઉપર પાણીની સપાટીથી \(d\) અંતરે મળે તો \(d\) લગભગ કેટલા .....\(cm\) હશે?
2019 અઘરું - 204. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d = 20\,\mu \,m\) વ્યાસ અને એક \(I = 2\,m\) લંબાઈ ધરાવતા ઓપ્ટિકલ ફાઈબરના એક છેડેથી \({\theta _1} = {40^o}\) ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે.બીજા છેડેથી બહાર નીકળતા પહેલા તે કેટલી વખત પરાવર્તન પામશે?
2019 અઘરું - 205. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(AO\) પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાથી કાચમાં \(60^o\)ના ખુણે આપાત થઈને કિરણ \(OB\) \(30^o\)ના ખૂણે વક્રીભવન પામે છે.\(A\) થી \(B\) સુધીનો પ્રકાશિય પથ કેટલો થાય?
2019 અઘરું - 206. આકૃતિમાં દર્શાવેલ લેન્સના સંયોજનથી કયા સ્થાન પર અને કેવું પ્રતિબિંબ રચાશે? (\(f_1, f_2\) એ કેન્દ્ર લંબાઈ છે.)
2019 અઘરું - 207. આંખને \(7.8\, mm\) વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે \(1\) અને \(1.34\) વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....\(cm\) હશે? 2019 મધ્યમ
- 208. બે સમતલ અરિસાઓ એક બીજાથી એવી રીતે ઢળતાં રાખવામાં આવ્યા છે કે જેથી પ્રથમ અરિસા \((M_1)\) પર આપાત થતુ પ્રકાશનું કિરણ કે જે બીજા અરિસા \((M_2)\) ને સમાંતર છે અને અંતે બીજા અરિસા \((M_2)\) થી પરાવર્તિત થાય છે કે જે પ્રથમ અરિસા \((M_1)\) ને સમાંતર છે.તો બે અરિસા વચ્ચેનો ખુણો કેટલા ......\(^o\) હશે? 2019 મધ્યમ
- 209. બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ \(20\, cm\)) અને અંતર્ગોળ અરીસો એક જ અક્ષ પર એકબીજાથી \(80\, cm\) પડેલા છે.અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ છે.બહિર્ગોળ લેન્સથી \(30\, cm\) અંતરે વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો દૂર કરવામાં આવે તો પણ તેજ સ્થાને મળે છે.વસ્તુને અંતર્ગોળ અરિસાથી મહત્તમ કેટલા.......\(cm\) અંતરે મુક્તા અરીસા વડે તેનું આભાસી પ્રતિબિંબ મળે? 2019 અઘરું
- 210. \(d\) બાજુ અને \(\mu_2\) વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ઘનને \(\mu_1(\mu_1 < \mu_2)\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મુકેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(AB\) બાજુ પરથી એક પ્રકાશનું કિરણ \(\theta \) ખૂણે આપત કરવામાં આવે છે જે \(BC\) બાજુ પર \(E\) બિંદુ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. આ માટે \(\theta \) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
2019 અઘરું - 211. એક \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સ લેન્સથી \(40\, cm\) અંતરે એક ઊભો પદાર્થમૂકેલો છે.લેન્સની બીજી બાજુ \(60\, cm\) અંતરે \(10\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી અરીસો મૂકેલો છે.તો અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને પરિમાણ કેટલું હશે? 2019 અઘરું
- 212. કોઈ દ્વિ-બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની રચના નીચે દર્શાવેલ છે જો આ આખીય ગોઠવણીને વસ્તુ અને પડદાના સ્થાનને ખલેલ પહોંચાડ્યા (બદલ્યા) વગર પાણીમાં ડૂબાડવામાં આવે તો પડદા પર આપણને શું દેખાશે?
2019 મધ્યમ - 213. કોઈ સમતલ-બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ \(f_2\) , વક્રીભવનાંક \(\mu_2\) અને વક્રતાત્રિજ્યા \(R\)) એ કોઈ સમતલ-અંતર્ગોળ લેન્સ (કેન્દ્ર લંબાઈ \(f_1\), વક્રીભવનાંક \(\mu_1\), અને વક્રતાત્રિજ્યા \(R\)) માં બરાબર બંધ બેસે છે. તેમની સમતલ સપાટીઓ એક બીજાને સમાંતર રહે છે. તો આ સંયોજનની કેન્દ્રલંબાઈ થશે? 2019 મધ્યમ
- 214. પાતળા લેન્સ \(L\) (વક્રીભવનાંક \(=1.5\)) ને સમતલ અરીસા \(M\) પર મુકેલ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(OA = 18\, cm\) થાય તે રીતે એક પિનને \(A\) પર મુક્તા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ \(A\) પર જ મળે છે.જ્યારે લેન્સ અને અરીસા વચ્ચે \({\mu _1}\) વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી મુક્તા પિનને \(OA’ = 27\,cm\) થાય તે રીતે \(A'\) પર ખસેડતા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ પ્રતિબિંબ \(A’\) આગળ જ મળે છે તો \(\mu_1\) નું મૂલ્ય કેટલું હશે?
2019 અઘરું - 215. પાતળા લેન્સ માટે મોટવણી \(m\) વિરુદ્ધ પ્રતિબિંબ અંતર \(v\) નો આલેખ આપેલ છે.તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?
2019 મધ્યમ - 216. \(R\) ત્રિજ્યા ધરાવતા અલગ અલગ પદાર્થમાથી બનેલા સમતલ અંતર્ગોળ અને સમતલ બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.પહેલા લેન્સનો વક્રીભવનાંક \(\mu_1\) અને બીજા લેન્સનો વક્રીભવનાંક \(\mu_2\) હોયતો તંત્રની સંયુક્ત કેન્દ્રલંબાઇ કેટલી થશે?
2019 અઘરું - 217. સમબાજુ ત્રિકોણીય પ્રિઝમ પર એકરંગી પ્રકાશને કોઈ ચોક્કસ ખૂણે આપાત કરવામાં આવે છે. અને તેનું લઘુત્તમ વિચલન થાય છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રિભવનાંક \(\sqrt 3\) હોય તો આપાત કોણ કેટલા ......\(^o\) હશે? 2019 મધ્યમ
- 218. તેજસ્વી પ્રકાશ ઉદગમથી \(10\ cm\) દુર રાખેલ બહિર્ગોળ લેન્સ તેનાથી \(10\ cm\) દુર રાખેલ પડદા પર તીવ્ર (સ્પષ્ટ) પ્રતિબિંબ બનાવે છે. \(1.5\ cm\) જાડાઇવાળા એક કાચના ચોસલા (જેનો વક્રીભવનાંક \(1.5\) છે)ને પ્રકાશ ઉદગમની ઊપર મુકવવામાં આવે છે. ફરી તીવ્ર (સ્પષ્ટ) પ્રતિબિંબ મેળવવા માટે પડદાને \(d\) અંતરે ખસેડવામાં આવે છે. તો \(d\) કેટલો હશે? 2019 અઘરું
- 219. \(30^o\) પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર કિરણ \(60^o\) ના ખૂણે આપાત થાય છે. બીજી સપાટીમાંથી બહાર આવતું કિરણ આપતકિરણ સાથે \(30^o\) નો ખૂણો બનાવે છે.તો બહાર આવતા કિરણે બીજી સપાટી સાથે કેટલા \(^o\) નો ખૂણો બનાવ્યો હશે? 2018 અઘરું
- 220. આકૃતિ\(-A\) માં દર્શાવ્યા મુજબ એક સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ \(28\, cm\) મળે છે. જો તે જ લેન્સની આકૃતિ\(-B\) માં દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ \(10\, cm\) મળે છે. તો આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
2018 અઘરું - 221. ગોલીય વિપથન (spherical aberration) સુધારવા માટે છૂટા પાડેલા લેન્સોના સંકેન્દ્રિય જોડકાની પરિણામી કેન્દ્રલંબાઈ \(10\; cm\) છે. બે લેન્સના જોડકા વચ્ચેનું અંતર \(2 \;cm\) છે. આ ઘટક લેન્સોની કેન્દ્રલંબાઈઓ કેટલી હશે? 2018 અઘરું
- 222. \(x_0 = 10\, cm\) પર રહેલ એક કણ \(X-\) અક્ષ પર \(2\, cm\) ના કંપવિસ્તાર અને \(\omega \) આવૃતિથી દોલનો કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(5\,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો ઉગમબિંદુ પાસે છે. તો નીચે પૈકી કયા વિષનો સાચા પડશે. \((A)\) પ્રતિબિંબ આવર્તનીય ગતિ કરે \((B)\) પ્રતિબિંબ આવર્તનીય ગતિ કરશે નહીં \((C)\) પ્રતિબિંબના મહત્તમ અને ન્યૂનતમ અંતર \(x =10\,cm\) સાપેક્ષે અસંમિત હશે \((D)\) પ્રતિબિંબના મહત્તમ અને ન્યૂનતમ અંતરનો તફાવત \(\frac{{100}}{{21}}\) જેટલો હશે
2018 અઘરું - 223. \(20\) \(cm\) ના મૂલ્યની કેન્દ્રલંબાઇ ધરાવતા એક અભિસારી કાચથી \(15\) \(cm\) દૂર જેની કેન્દ્રલંબાઇનું મૂલ્ય \(25\) \(cm\) છે.તેવો એક અપસારી કાચ મૂકેલ છે,એક સમાંતર પ્રકાશપૂંજ આ અપસારી કાચ પર પડે છે.આમ રચાતું અંતિમ પ્રતિબિંબ થશે. 2017 મધ્યમ
- 224. એક પ્રયોગમાં \(15\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક અંતર્ગોળ અરીસાથી \(5\,cm\) અંતરે સમઅક્ષીય રહે તે રીતે મુકેલ છે. તેમાંથી એવું જોવા મળે છે કે વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે. જો વસ્તુ બહિર્ગોળ લેન્સથી \(20\,cm\) અંતરે મૂકેલી હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ \(cm\)માં કેટલી હશે? 2017 અઘરું
- 225. ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક \(n_{12}\) અને તેનો ક્રાંતિકકોણ \(\theta_C\) છે. જ્યારે પ્રકાશ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે તે સપાટી પાસે \(A\) ખૂણે આપત થાય છે, જેમાંથી થોડોક ભાગ પરાવર્તન પામે છે અને બીજો ભાગ વક્રીભવન પામે છે. પરાવર્તિતકિરણ અને વક્રીભૂતકિરણ વચ્ચેનો ખૂણો \(90^o\) હોય તો આપતકોણ \(A\) કેટલો હશે? 2017 અઘરું
- 226. \(1.5\) વક્રીભવનાંક અને \(10\, cm\) ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી \(6\, cm\) નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
2016 અઘરું - 227. \(30\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ, \(120\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ અને સમતલ અરિસાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. વસ્તુને બહિર્ગોળ લેન્સથી \(60\,cm\) અંતરે મુકેલ છે. આ તંત્રને કારણે બનતું વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં મળશે?
2016 અઘરું - 228. બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ માપવાના પ્રયોગમાં એક વિદ્યાર્થી નીચેના અવલોકનો લે છે.
બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \(f_1\) અને બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ \(f_2\) હોય તો \(f_1\) અને \(f_2\) નું મૂલ્ય કોની નજીકનું હશે? 2016 અઘરુંવસ્તુ પીન બહિર્ગોળ લેન્સ બહિર્ગોળ અરીસો પ્રતિબિંબ પીન \(22.2\,cm\) \(32.2\,cm\) \(45.8\,cm\) \(71.2\,cm\) - 229. એક અવલોકનકાર \(10\) \(m\) ઊંચાઇના એક દૂરના ઝાડને \(20\) આવર્ધન ક્ષમતાવાળા દુરબીનથી જોવે છે. આ અવલોકનકારને ઝાડ દેખાશે. 2016 સરળ
- 230. \(i-\delta \) આલેખ પરથી પ્રિઝમના કાંચનો વક્રિભવનાંક શોધવાના પ્રયોગમાં એમ જોવા મળયું કે \(35^o \) ના ખૂણે આપાત થતું કિરણ \(40^o \) નું વિચલન પામે છે,અને તે \(79^o \) ના ખૂણે નિર્ગમન પામે છે.આ કિસ્સામાં નિમ્ન આપેલ મૂલ્યોમાંથી સૌથી નજીકનો વક્રિભવનાંક થશે. 2016 મધ્યમ
- 231. ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ દ્વારા એક કાચના સ્લેબનો વક્રીભવનાંકમાપવામાં આવે છે તો તે માટે ઓછામાં ઓછા કેટલા અવલોકનોની જરૂર પડશે? 2016 મધ્યમ
- 232. \(A\) પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે.જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\mu \) છે.જો કિરણ \(AB \) બાજુ પર \(\theta \) કોણે આપાત થાય તો તે બાજુ \(AC\) માંથી નિર્ગમન ત્યારે જ પામશે કે જયારે __________.
2015 અઘરું - 233. એક દાઢી કરવાનો અરીસો માણસ તેનાથી \(10\,cm\) અંતરે મૂકે છે અને તે પોતાનું પ્રતિબિંબ નજીકતમ અંતર \(25\,cm\) અંતરે જોવે છે તો આ અરિસાની વક્રતાત્રિજ્યા કેટલા \(cm\) હશે? 2015 મધ્યમ
- 234. એક પાતળા \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક સમતલ અરિસાની સામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકેલ છે. જ્યારે વસ્તુને આ તંત્રથી \(a\) અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ તંત્રની સામે \(\frac{a}{3}\) અંતરે માળાતું હોય તો \(a\) કેટલું હશે?
2015 અઘરું - 235. ટેલિસ્કોપના વસ્તુકાંચની કેન્દ્રલંબાઈ \(150\,\,cm\) અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ \(5 \,\,cm\) છે. જો \(1\,\,km\) અંતરે રહેલ \(50\,\,m\) ઊંચી વસ્તુને આ ટેલિસ્કોપ વડે જોવામાં આવે ત્યારે ટાવરના પ્રતિબિંબ વડે બનતો ખૂણો \(\theta \), હોય તો \(\theta \) નું મૂલ્ય \(^o\) માં લગભગ કેટલું હશે? 2015 અઘરું
- 236. એક પડદાથી નિયત(fix) અંતરે વસ્તુ પડેલ છે એક પાતળા લેન્સ ના બે સ્થાન (\(10\, cm\) અંતરે) માટે વસ્તુનું પડદા પર પ્રતિબિંબ મળે છે. આ લેન્સના બે સ્થાન માટે મળતા પ્રતિબિંબ \(3 : 2\)ના પરિમાણમાં મળે છે. તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલા \(cm\) હશે? 2014 અઘરું
- 237. એક તરવૈયો પાણીની અંદરથી બહારની બાજુ વર્તુળાકાર ક્ષેત્રમાં જોવે છે. પાણીનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) અને તરવૈયાની આંખ પાણીની સપાટીથી \(15\, cm\) ઊંડાઈએ છે. તો તેને બહાર દેખાતા ક્ષેત્રના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? 2014 અઘરું
- 238. \(f\) કેન્દ્રલંબાઇ ધરાવતા એક બહિગોળ લેન્સને ક્રાઉન કાચ \(\left( {\mu = \frac{3}{2}} \right)\)માંથી બનાવવામાં આવે છે.જયારે તેની કેન્દ્રલંબાઇ બે જુદા જુદાં પ્રવાહીમાં માપવામાં આવે છે કે જેમનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) અને\(\frac{5}{3}\) છે,ત્યારે તેની કેન્દ્રલંબાઇઓ અનુક્રમે \(f_1\) અને \(f_2\) છે,તો કેન્દ્રલંબાઇનું સાચું સૂત્ર : 2014 મધ્યમ
- 239. ગેલિલીયન ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(30\, cm\) અને \(3.0\, cm\) છે. ટેલિસ્કોપથી દૂર પડેલી વસ્તુનું આભાસી અને મોટું પ્રતિબિંબ નેત્રકાંચથી નજીકતમ બિંદુ આગળ મળે છે. તો આ કિસ્સામાં ટેલિસ્કોપની મોટવણી કેટલી મળશે? 2014 મધ્યમ
- 240. પાણીમાંથી લીલો પ્રકાશ હવા-પાણી આંતરપૃષ્ઠ પર ક્રાંતિકોણ \(\theta \) એ આપાત થાય છે.સાચું વિધાન પસંદ કરો. 2014 સરળ
- 241. સંયુક્ત માઇક્રોસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(1.2\, cm\) અને \(3.0\, cm\) છે. જો વસ્તુને વસ્તુકાંચથી \(1.25\, cm\) અંતરે મૂકવામાં આવે તો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. તો આ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી હશે? 2014 અઘરું
- 242. એક પ્રકાશનું કિરણ માધ્યમમાંથી હવામાં પ્રવેઢે છે જે બે ખૂણે આપાત થાય છે \((A)\, 20^o\) અને \((B)\, 40^o\) .જો તે માધ્યમમાં \(0.2\, ns\) માં \(3.0\, cm\) ગતિ કરતું હોય તો કિરણ ..... 2013 અઘરું
- 243. એક પેપરને પાણી ભરેલા ગ્લાસની નીચે મૂકવામાં આવે છે. જ્યાં પાણી અને ગ્લાસનો વક્રીભવનાંક અનુક્રમે \(1.5\) અને \(1.33\) છે. જો ગ્લાસના તળિયાની જાડાઈ \(1\, cm\) અને ભરેલા પાણીની ઊંડાઈ \(5\, cm\) હોય તો ઉપરથી જોતાં કાગળ કેટલું શીફ્ટ થયેલું દેખાશે? 2013 મધ્યમ
- 244. લેન્સથી \(40\,cm\) અંતરે પડેલી એક ચોરસ પ્લેટનું પ્રતિબિંબ અભિસારી લેન્સ દ્વારા મેળાવવામાં આવે છે. જો આ પ્લેટના પ્રતિબિંબનું ક્ષેત્રફળ પ્લેટના ક્ષેત્રફળ કરતાં \(9\) ગણું મળતું હોય તો લેન્સની કેન્દ્રલંબાઈ (\(cm\) માં) કેટલી કેટલી હશે? 2013 અઘરું
- 245. ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈઅનુક્રમે \(50\,cm\) અને \(5\,cm\) છે જો ટેલિસ્કોપથી નજીકતમ બિંદુ આગળ પ્રતિબિંબ મેળવવા તેને વસ્તુકાંચથી \(2\,m\) અંતરે રહેલ વસ્તુ પર ફોકસ કરવામાં આવે છે તો તેની મોટવણી કેટલી હશે? 2013 અઘરું
- 246. વિધાન \(- 1\) : ખૂબ મોટા પરિમાણ ધરાવતો ટેલિસ્કોપ વક્રીભવન ટેલેસ્કોપને બદલે પરાવર્તન ટેલેસ્કોપ હોય વિધાન \(- 2\) : મોટા પરિમાણના અરીસા માટે યાંત્રિક આધાર આપવો, મોટા લેન્સને આપવા પડતાં આધાર કરતાં સહેલો પડે 2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.