STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના બધા પ્રશ્નો
નવા પહેલા246 માંથી 51–100 પ્રશ્નો
- 51. એક નિશ્ચિત કદની વસ્તુને 30 cm કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી 30 cm અંતરે મુખ્ય અક્ષને લંબરૂપે મૂકવામાં આવે છે. હવે એક સમતલ અરીસાને એવી રીતે મૂકવામાં આવે છે કે બંને અરીસાઓ દ્વારા રચાતું પ્રતિબિંબ એકબીજા પર સંપાત થાય. બંને અરીસાઓ વચ્ચેનું અંતર કેટલું છે? 2025 મધ્યમ
- 52. એક પારદર્શક બ્લોક A જેનો વક્રીભવનાંક \(\mu=1.25\) છે, તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\mu=1.0\) વક્રીભવનાંક ધરાવતા અન્ય માધ્યમથી ઘેરાયેલ છે. પ્રકાશનો એક કિરણ બ્લોકની સપાટ સપાટી પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\theta\) જેટલા આપાતકોણથી આપાત થાય છે. \(\theta\) નું મહત્તમ મૂલ્ય કેટલું હશે કે જેથી પ્રકાશ બ્લોકની ઉપરની સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે?
2025 મધ્યમ - 53. એક પાત્રમાં 60 cm ઊંચાઈ સુધી 1.2 વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલું છે અને પ્રથમ પ્રવાહીની ઉપર H ઊંચાઈ સુધી 1.6 વક્રીભવનાંક ધરાવતું અન્ય પ્રવાહી ઉમેરવામાં આવે છે. જો ઉપરથી જોવામાં આવે તો, પાત્રના તળિયાની સ્થિતિમાં દેખીતો સ્થાનાંતર 40 cm છે. H નું મૂલ્ય ______ cm છે.
(પ્રવાહીઓને અદ્રાવ્ય ગણો) 2025 મધ્યમ - 54. એક પાતળા બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે 10 cm અને 15 cm છે. લેન્સની કેન્દ્રલંબાઈ 12 cm છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો છે? 2025 સરળ
- 55. એક પાતળો બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક \(\mu_2\) ), જેની વક્રતા ત્રિજ્યાઓ \(\left|R_1\right|\) અને \(\left|R_2\right|\) છે, તેને એક પ્રવાહી (વક્રીભવનાંક \(\mu_1, \mu_1 \lt \mu_2\) ) માં રાખેલ છે. તેની બીજી સપાટીને ચાંદીનો ઢોળ ચડાવેલ છે. વસ્તુને પ્રકાશીય અક્ષ પર ક્યાં મૂકવી જોઈએ જેથી વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ તે જ સ્થાને રચાય? 2025 મધ્યમ
- 56. એક પાતળો પ્રિઝમ \(\mathrm{P}_1\), જેનો કોણ \(4^{\circ}\) છે અને તે 1.54 વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે, તેને 1.72 વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા બીજા પાતળા પ્રિઝમ \(\mathrm{P}_2\) સાથે વિચલન રહિત વિભાજન મેળવવા માટે સંયોજિત કરવામાં આવે છે. પ્રિઝમ \(P_2\) નો કોણ ડિગ્રીમાં ________ છે. 2025 મધ્યમ
- 57. એક સમતલ-બહિર્ગોળ લેન્સની પ્રથમ સપાટીની વક્રતા ત્રિજ્યા 2 cm છે જે હવામાં \(f_1\) કેન્દ્રલંબાઈ ધરાવે છે. અન્ય એક સમતલ-બહિર્ગોળ લેન્સની પ્રથમ સપાટીની વક્રતા ત્રિજ્યા 3 cm છે અને તેને 1.2 વક્રીભવનાંકવાળા પ્રવાહીમાં નિમજ્જિત કરતાં તેની કેન્દ્રલંબાઈ \(\mathrm{f}_2\) થાય છે. જો બંને લેન્સ 1.5 વક્રીભવનાંકવાળા સમાન કાચના બનેલા હોય, તો \(f_1\) અને \(f_2\) નો ગુણોત્તર _______ થશે. 2025 અઘરું
- 58. ' \(h\) ' જાડાઈના સમાંતર બાજુવાળા કાચના સ્લેબમાંથી વક્રીભવન પામતા કિરણનું આપતનકોણ ' \(i\) ' અને વક્રીભવનકોણ ' \(r\) ' ના પદોમાં પાર્શ્વિક સ્થાનાંતરણ કેટલું થશે, જો કાચનો સ્લેબ હવાના માધ્યમમાં મૂકવામાં આવેલો હોય? 2025 મધ્યમ
- 59. હવામાં \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને \(\mu\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે, તો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે? 2025 મધ્યમ
- 60. હવામાંના બિંદુવત્ ઉદ્ગમસ્થાનમાંથી આવતો પ્રકાશ ગોળાકાર કાચની સપાટી પર પડે છે (વક્રીભવનાંક, \(\mu=1.5\) અને વક્રતા ત્રિજ્યા \(=50 \mathrm{~cm}\)). પ્રતિબિંબ કાચની સપાટીથી 200 cm અંતરે કાચની અંદરના ભાગમાં રચાય છે. પ્રકાશના ઉદ્ગમસ્થાનનું કાચની સપાટીથી અંતરનું મૂલ્ય ________ m છે. 2025 મધ્યમ
- 61. જ્યારે એક વસ્તુને ગોળાકાર અરીસાથી 40 cm દૂર મૂકવામાં આવે છે, ત્યારે \(\frac{1}{2}\) આવર્ધનવાળું પ્રતિબિંબ રચાય છે. \(\frac{1}{3}\) ના આવર્ધનવાળું પ્રતિબિંબ મેળવવા માટે, વસ્તુને કેટલી ખસેડવી પડશે? 2025 મધ્યમ
- 62. કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{3}\) છે. લઘુત્તમ વિચલનકોણ પ્રિઝમ કોણ જેટલો છે. પ્રિઝમ કોણ કેટલો છે? 2025 સરળ
- 63. કાચનો બનેલો એક બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક \(=1.5\) ) હવામાં 24 cm કેન્દ્રલંબાઈ ધરાવે છે. જ્યારે તેને પાણીમાં (વક્રીભવનાંક \(=1.33\) ) સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ બદલાઈને ________ થાય છે. 2025 મધ્યમ
- 64. કાચનો (વક્રીભવનાંક \(\mu\) ) એક પાતળો બહિર્ગોળ લેન્સ આપેલો છે અને તેની દરેક સપાટીની વક્રતા ત્રિજ્યા \(R\) છે. તેની એક સપાટીને પૂર્ણ પરાવર્તન માટે પોલિશ કરેલી છે. લેન્સથી કેટલા અંતરે, વસ્તુને મુખ્ય અક્ષ પર મૂકવી જોઈએ જેથી તેનું પ્રતિબિંબ વસ્તુ પર જ રચાય? 2025 સરળ
- 65. લાંબી કાચની નળીમાં, 1.3 અને 1.4 વક્રીભવનાંક ધરાવતા A અને B એમ બે પ્રવાહીઓનું મિશ્રણ, \(A\) તરફ બહિર્ગોળ વક્રીભૂત મેનિસ્કસ બનાવે છે. જો \(A\) માં મેનિસ્કસના શિરોબિંદુથી 13 cm અંતરે મૂકેલી વસ્તુ ' \(-2^{\prime}\) નું વિવર્ધન ધરાવતું પ્રતિબિંબ રચે તો, મેનિસ્કસની વક્રતા ત્રિજ્યા છે : 2025 અઘરું
- 66. નીચે આપેલી આકૃતિમાં, ત્રણ લેન્સ બનેલા છે. કાચના લેન્સની ઉપરની અને નીચેની સપાટીઓ માટેની વક્રતા ત્રિજ્યાઓ, એટલે કે \(\left|R_1\right|\) અને \(\left|R_2\right|\) ની સરખામણીમાં તે દરેકની જાડાઈને નગણ્ય ગણતા, આ સંયોજનની પાવર કેટલી છે?
2025 અઘરું - 67. નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : કાચનો વક્રીભવનાંક હવાના વક્રીભવનાંક કરતાં વધારે છે.
કારણ ( \(\mathrm{R}\)) : માધ્યમની પ્રકાશીય ઘનતા તેની દ્રવ્યમાન ઘનતાના સીધી રીતે પ્રમાણસર હોય છે, જેના પરિણામે પ્રમાણસર વક્રીભવનાંક મળે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો : 2025 મધ્યમ - 68. પ્રિઝમ દ્વારા પ્રકાશના વક્રીભવન માટે નીચેના વિધાનો ધ્યાનમાં લો, જ્યારે વિચલન કોણ લઘુત્તમ હોય.
(A) પ્રિઝમની અંદર વક્રીભૂત કિરણ પાયાને સમાંતર બને છે.
(B) મોટા કોણવાળા પ્રિઝમ લઘુત્તમ વિચલનનો નાનો કોણ આપે છે.
(C) આપાતકોણ અને નિર્ગમન કોણ સમાન બને છે.
(D) આપાતકોણના હંમેશા બે સમૂહ હોય છે જેના માટે વિચલન સમાન હશે, સિવાય કે લઘુત્તમ વિચલનની સ્થિતિમાં.
(E) વક્રીભવન કોણ પ્રિઝમના કોણનો બમણો બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 2025 મધ્યમ - 69. પ્રકાશનું એક કિરણ \(60^{\circ}\) પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ પર આપાત થતાં લઘુત્તમ વિચલન અનુભવે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{2}\) છે. આપાતકોણ (ડિગ્રીમાં) ______ છે. 2025 સરળ
- 70. પાર્ક કરેલી કારમાં બેઠેલો ડ્રાઈવર તેની સાઇડ-વ્યૂ મિરરની મદદથી પાછળથી આવતા વાહનોને જોઈ રહ્યો છે, જે \(\mathrm{R}=2 \mathrm{~m}\) વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો છે. એક બીજી કાર \(90 \mathrm{~km} / \mathrm{hr}\) ની નિયમિત ઝડપથી તેની પાછળથી તેની તરફ આવી રહી છે. જ્યારે કાર તેનાથી 24 m ના અંતરે હોય છે, ત્યારે સાઇડ-વ્યૂ મિરરમાં બનતા કારના પ્રતિબિંબના પ્રવેગનું મૂલ્ય 'a' છે. 100 a નું મૂલ્ય _______ \(\mathrm{m} / \mathrm{s}^2\) છે. 2025 અઘરું
- 71.

સમાન વક્રતા ત્રિજ્યા અને 1.5 વક્રીભવનાંક ધરાવતી બે અંતર્ગોળ વક્રીભવનકારક સપાટીઓ હવામાં એકબીજા સામે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. એક બિંદુવત્ત વસ્તુ O ને P અને B ની બરાબર મધ્યમાં મૂકવામાં આવે છે. દરેક વક્રીભવનકારક સપાટી દ્વારા રચાતા \(O\) ના પ્રતિબિંબો વચ્ચેનું અંતર છે : 2025 અઘરું - 72. વક્રીભવનાંક 1.6 ધરાવતા લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ 12 cm છે. જ્યારે આ લેન્સને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ શોધો.
(પાણીનો વક્રીભવનાંક 1.28 લો) 2025 સરળ - 73. વક્રતા ત્રિજ્યા \(R\) ધરાવતી એક ગોળીય સપાટી, હવાને કાચથી (વક્રીભવનાંક \(=1.5\) ) અલગ પાડે છે. વક્રતા કેન્દ્ર કાચના માધ્યમમાં છે. સપાટીની મુખ્ય અક્ષ પર હવામાં ' \(O\) ' બિંદુવત્ વસ્તુ મૂકવામાં આવે છે, જેથી તેની વાસ્તવિક પ્રતિબિંબ ' \(I\) ' કાચની અંદર રચાય છે. રેખા OI ગોળીય સપાટીને P બિંદુએ છેદે છે અને \(\mathrm{PO}=\mathrm{PI}\). અંતર PO બરાબર ________ છે. 2025 મધ્યમ
- 74. વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર (જેનું આવર્ધન \(- \frac{1}{3}\) છે) 30 cm છે. ઉપયોગમાં લેવાયેલા અરીસાની કેન્દ્રલંબાઈ \(\left(\frac{x}{4}\right) \mathrm{cm}\) છે,
જ્યાં \(x\) ના મૂલ્યનું માન _________ છે. 2025 મધ્યમ - 75. \(1.5\)વકીભવનાંકવાળા દ્વિ-બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. જ્યારે તેને\(1.6\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ__________થશે. 2024 અઘરું
- 76. \(20 \mathrm{~cm}\) વક્રતા ત્રિજયા અને \(1.5\) વક્રીભવનાંક ધરાવતી બહિર્ગોળ સપાટી પર એક બિંદુવત પ્રકાશ ઉદગમ માંથી પ્રકાશ આપાત થાય છે. જો આ બહિર્ગોળ સપાટીથી ઉદગમ \(100 \mathrm{~cm}\) અંતર આવેલ હોય તો વસ્તુથી _______ \(\mathrm{cm}\) અંતરે પ્રતિબિંબ રચાય. 2024 અઘરું
- 77. \(30 \mathrm{~cm}\) વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો વસ્તુના અડધા કદ જેટલું પ્રતિબિંબ રચે છે. તો વસ્તુનું સ્થાન_____છે. 2024 અઘરું
- 78. \(4 \sqrt{3} \mathrm{~cm}\) જાડાઈ અને \(\sqrt{2}\) જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચના સ્લેબ ઉપર એક પ્રકાશકિરણ આપાત કરવામાં આવે છે. આપાતકોણ એ કાચ અને હવા માટેના કાંતિકોણ જેટલો છે. સ્લેબમાંથી પસાર થયા બાદ કિરણનું લેટરલ વિસ્થાપન _______ \(\mathrm{cm}\) થશે. \((\left.\sin 15^{\circ}=0.25\right)\) આપેલ છે. 2024 અઘરું
- 79. \(A\) પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\cot A / 2\) છે. તો લઘુતમ વિચલન કોણ _______ છે. 2024 અઘરું
- 80. ભૌતિક રાશિને શોધો તેનું માપન સ્ફ્રેરોમીટર વડે થઈ શકે નહીં. 2024 અઘરું
- 81. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ \((f)\) માપવાના પ્રયોગમાં, વસ્તુ અંતર \((x)\) અને પ્રતિબિંબ અંતર \((y)\) ના મૂલ્યો લેન્સના કેન્દ્ર બિંદુની સાપેક્ષ (સંદર્ભમાં) માપવામાં આવે છે. આકૃતિમાં \\(\mathrm{y}-\mathrm{x}\) આલેખ દર્શાવવામાં આવેલ છે. લેન્સની કેન્દ્ર લંબાઈ _______ \(\mathrm{cm}\) છે.
2024 અઘરું - 82. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \((f)\) માપવાના એક પ્રયોગમાં, વસ્તુના સ્થાન \((u)\) અને પ્રતિબિંબના સ્થાન \((v)\) માટે માપવાના માપપટ્ટીના લઘુતમ માપ અનુક્રમે \(\Delta u\) અને \(\Delta v\) છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈના માપનમાં ત્રુટિ _______ હશે. 2024 અઘરું
- 83. એક વસ્તુ અને બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન તેની બે ગણી મોટવણી ધરાવતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર \(45 \mathrm{~cm}\) છે. લેન્સની કેંદ્રલંબાઈ _______ \(cm\). છે. 2024 અઘરું
- 84. એક વસ્તુ અને તેના બહિર્ગોળ લેન્સ વડે ઉત્પન્ન થતા ત્રણ ગણા મોટા આભાસી પ્રતિબિંબ વચ્ચેનું અંતર \(20 \mathrm{~cm}\) છે. તો વાપરેલ લેન્સની કેન્દ્રલંબાઈ _______ \(\mathrm{cm}\) છે. 2024 અઘરું
- 85. એકબીજાને તેઓની મુખ્ય અક્ષની દિશામાં સંપર્કમાં રાખેલા એક સમાન \(5\) બહિર્ગોળ લેન્સની બનેલા સંયોજન માટેનો પરિણામી (ચોખ્ખો) પાવર \(25D\) છે. દરેક બહિર્ગૉળ લેન્સની કેન્દ્ર લંબાઈ _______ હશે. 2024 અઘરું
- 86. ઝડપના \(1: 2\) ગુણોત્તર સાથે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. નીચેની આકૃતિ બે બહિર્ગોળ લેન્સ \(L_1\) અને \(L_2\) દર્શાવે છે, જેમની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(10 \mathrm{~cm}\) અને \(15 \mathrm{~cm}\) છે. \(L_1\) અને \(L_2\) વચ્ચેનું અંતર _______ છે.
2024 અઘરું - 87. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\cot \left(\frac{A}{2}\right)\) હોય, જ્યાં \(A\) પ્રિઝમકોણ છે, તો લધુત્તમ વિચલનકોણ______હશે. 2024 અઘરું
- 88. જો વસ્તુ અને તેની વક્ર અરીસા દ્વારા મળતા અને બે ગણી મોટવણી ધરાવતા ઉર્ધ્વ પ્રતિબિંબ વચ્ચેનું અંતર \(15 \mathrm{~cm}\) હોય તો અરીસાની કેન્દ્ર લંબાઇ _________ થશે. 2024 અઘરું
- 89. લેન્સના સંયોજન દ્વારા રચાતા પ્રતિબિંબનું સ્થાન _______ છે. \(\mathrm{f}_1=10 \mathrm{~cm} \quad \mathrm{f}_2=10 \quad \mathrm{f}_3=30 \mathrm{~cm}\)
2024 અઘરું - 90. મિશ્રિત ન થઈ શકે તેવા અનુકમે \(\frac{8}{5}\) અને \(\frac{3}{2}\) વકીભવનાંક ધરાવતા બે પ્રવાહીને આક્રૂતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવેલ છે. પ્રત્યેક પ્રવાહી સ્થંભની ઉંચાઈ \(6 \mathrm{~cm}\) છે. બીકરના તળિયે એક સિક્કો મૂકેલો છે. નજીકતમ દષ્ટિ અંતર માટે, સિક્કાની આભાસી ઉંડાઈ \(\frac{\alpha}{4} \mathrm{~cm}\) છે. \(\alpha\) નું મૂલ્ય_______છે.
2024 અઘરું - 91. નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : જ્યારે શ્વેત પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે, ત્યારે લાલ પ્રકાશ પીળા અને જાંબલી પ્રકાશ કરતાં ઓછો વળે છે. વિધાન \(II\) : વિક્ષેપક માધ્યમમાં જુદી જુદી તરંગલંબાઈ માટે વક્રીભવનાંક જુદા જુદા હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : 2024 અઘરું - 92. નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : જ્યારે કોઈ વસ્તુને અંતર્ગોળ લેન્સના વક્રતા કેન્દ્ર પર મૂકવામાં આવે છે, ત્યારે પ્રતિબિંબ લેન્સની બીજી બાજુ વક્રતા કેન્દ્ર પર રચાય છે.
વિધાન (II) : અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: 2024 મધ્યમ - 93. નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : જ્યારે પ્રવાહો સમય સાથે બદલાય છે, ત્યારે ન્યૂટનનો ત્રીજો નિયમ ફક્ત ત્યારે જ માન્ય છે જો વિદ્યુતચુંબકીય ક્ષેત્ર દ્વારા વહન થતું વેગમાન ધ્યાનમાં લેવામાં આવે. વિધાન \(II\) : એમ્પિયરનો સર્કિટલ નિયમ બાયોટ-સાવર્ટના નિયમ પર આધાર રાખતો નથી. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો: 2024 અઘરું
- 94. પ્રિઝમનો વક્રીભવનાંક \(\mu=\sqrt{3}\) છે અને લઘુત્તમ વિચલનકોણ અને પ્રિઝમના કોણનો ગુણોત્તર એક છે. પ્રિઝમના કોણનું મૂલ્ય _______ \(^\circ\) છે. 2024 અઘરું
- 95. પ્રકાશિક માધ્યમોની એક જોડ માટે ક્રાંતિકોણ \(45^{\circ}\) છે. પ્રથમ અને દ્વિતીય માધ્યમોના વક્રીભવનાંકનો ગુણોત્તર _______ છે. 2024 અઘરું
- 96. પાતળા બહિર્ગોળ લેન્સ માટે, વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે \(15 \mathrm{~cm}\) અને \(30 \mathrm{~cm}\) છે. લેન્સની કેન્દ્રલંબાઈ \(20 \mathrm{~cm}\) છે. પદાર્થનો વક્રીભવનાંક _______ છે. 2024 અઘરું
- 97. \(0.2\,cm\) લઘુતમ માપશક્તિ ધરાવતી \(2\,meter\) લાંબી સ્કેલનો ઉપયોગ ઓપ્ટિકલ બેન્ચ પર રહેલા પદાર્થનું સ્થાન માપવા માટે થાય છે . જ્યારે બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવામાં આવે ત્યારે વસ્તુ પિન અને બહિર્ગોળ લેન્સને અનુક્રમે \(80\,cm\) નિશાન અને \(1\,m\) નિશાન પર અનુક્રમે મૂકેલા છે. લેન્સની બીજી બાજુના વસ્તુ પિનનું પ્રતિબિંબ લેન્સની બીજી પ્રતિબિંબ પિન કે જે \(180\,cm\) નિશાન પર છે તેને સાથે સંપાત થાય છે. કેન્દ્રલંબાઈના અંદાજમાં \(\%\) ત્રુટિ કેટલી હશે? 2023 અઘરું
- 98. \(1.0\) અને \(1.5\) વક્રિભવનાંક ધરાવતા બે પારદર્શક માધ્યમ \(30\,cm\) વક્રતાત્રિજ્યાની ગોળીય વક્રીભવન સપાટી દ્વારા અલગ કરેલા છે. સપાટીનું વક્રતાકેન્દ્ર ધટ્ટ માધ્યમ તરફ રહેલું છે અને બિંદુવત્ વસ્તુને મુખ્ય અક્ષ પર સપાટીના ધ્રુવથી \(15\,cm\) ના અંતરે પાતળા માધ્યમમાં મૂકેલ છે. સપાટીના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર ........... \(cm\) છે. 2023 મધ્યમ
- 99. \(1.54\) વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલ \(6^{\circ}\) કોણ ધરાવતા પાતળા પ્રિઝમ \(P_1\) ને \(1.72\) વક્રીભવનાંકવાળા કાચમાંથી બનાવેલ બીજા પ્રિઝમ \(P_2\) સાથે જોડવામાં આવે છે કે જેથી સરેરાશ વિચલન સિવાય વિભાજન થાય. કોણ \(P_2\) નો કોણ \(.............{}^{\circ}\) હશે. 2023 મધ્યમ
- 100. \(1.8\) વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા \(20\,cm\) છે. લેન્સની બંને સપાટીઓને હવે \(1.5\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર \(x: 1\) છે. \(x\) નું મૂલ્ય ........ છે. 2023 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.