ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો

વિદ્યુતચુંબકીય તરંગો ના ગુણધર્મો PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

વિદ્યુતચુંબકીય તરંગો ના ગુણધર્મો પર STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો ના 123 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

123પ્રશ્નો
159STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 16% મધ્યમ 54% અઘરું 29%

પ્રશ્નો

નવા પહેલા

123 માંથી 51–100 પ્રશ્નો

  1. 51. એક વેગ \(selector\) (પસંદગી કરનાર) \(\vec{E}=E\hat{k}\) અને \(\vec{B}=B\hat{j}\), જ્યા \(B=12\,m\, T\) નું બનેલું છે. ધન \(x-\) અક્ષની દિશામાં ગતિ કરતાં \(728\,eV\) ઉર્જા ધરાવતો ઈલેક્ટ્રોન જો આવર્તન અનુભવ્યા વગર પસાર કરવું હોય તો જરૂરી \(E\)નું મૂલ્ય \(.....\) થશે (ઈલેકટ્રોનનું દળ \(= 9.1×10^{-31}\,kg\) આપેલ છે.) 2022 અઘરું
  2. 52. એક વિદ્યુત બલલ્બનું રેટીંગ \(200\, W\) છે. આ બલ્બ માથી નીકળતા વિકિરણને કારણે \(4\, m\) અંતરે કેટલું મહત્તમ યુંબકીય ક્ષેત્ર (\(\times 10^{-8}\, T\) માં) હશે \(?\) આ બલ્બને બિંદુવત્ત ધારો અને તેની કાર્યક્ષમતા \(3.5%\) છે. 2022 અઘરું
  3. 53. એક વિદ્યુત ચુંબકીય તરંગ માધ્યમમાં \(2.0 \times 10^{8} m / s\) ની ઝડપ સાથે ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પરમીઆબીલિટી (પારગમ્યતા) \(1.0\) છે. સાપેક્ષ પરમીટીવીટી (પરાવૈદ્યુતાંક)........હશે 2022 મધ્યમ
  4. 54. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : સમય સાથે બદલાતું જતું વિદ્યુતક્ષેત્ર એ બદલાતા યુંબકીય ક્ષેત્રનું ઉદગમ છે ને તેનાથી ઉલટું, તેથી. વિદ્યુત અથવા ચુંબુકીય ક્ષેત્રમાં વિક્ષોભ \(EM\) તરંગો ઉત્પન્ન કરશે. વિધાન \(II\) :  દ્રવ્ય માધ્યમાં, \(EM\) તરંગ \(v =\frac{1}{\sqrt{\mu_{0} \epsilon_{0}}}\) જેટલી ઝડપ સાથે ગતિ કરે છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.  2022 મધ્યમ
  5. 55. સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં દોલીત ચુંબકીય ક્ષેત્ર \(B _y=5 \times 10^{-6} \sin 1000 \pi\left(5 x-4 \times 10^8 t \right)\; T\) વડે આપવામાં આવે છે. વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર \(.........\) થશે. 2022 મધ્યમ
  6. 56. સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર \(E =-301.6 \sin ( k z-\omega t ) \hat{ a }_{x}+452.4 \sin ( k z-\omega t ) \hat{ a }_{y}\, \frac{ V }{ m }\) વડે આપવામાં આવે છે. આ તરંગ માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ..........વડે આપી શકાય.  [આપેલ : પ્રકાશની ઝડપ \(c =3 \times 10^{8} \,ms ^{-1}\), શુન્યાવકાશની પરમીએબિલીટી \(\mu_{0}=4 \pi \times 10^{-7} \,NA ^{-2}\)]  2022 મધ્યમ
  7. 57. સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=2 \times 10^{-8} \sin \left(0.5 \times 10^3 x+1.5 \times 10^{11} t \right) \hat{j} T\) વડે આપવામાં આવે છે, વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર \(...........\) થશે. 2022 મધ્યમ
  8. 58. સપાટી ઉપર બલ્બ દ્વારા આપાત પ્રકાશની તીવ્રતા \(0.22 \,W / m ^{2}\) છે. આ પ્રકાશ-તરંગમાં ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર ................ \(\times 10^{-9} \,T\) છે. (આપેલ :શુન્યાવાકાશની પરમીટીવીટી \(\varepsilon_{0}=8.85 \times 10^{-12} \,C ^{2} N ^{-1}- m ^{-2}\), શુન્યાવાકાશમાં પ્રકાશની ઝડપ \(\left.c=3 \times 10^{8} \,ms ^{-1}\right)\) 2022 મધ્યમ
  9. 59. વિદ્યુતચુંબકીય તરંગ પ્રસરણને લગતા નીચે આપેલા વિદ્યાનોમાંથી સાચું વિધાન પસંદ કરો. \((A)\) સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાના લંબ હોવા જોઈએ અને પ્રસરણની દિશા વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોવી જોઈએ. \((B)\) વિદ્યુત યુંબકીય તરંગમાં ઊર્જા, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચાયેલી હોય છે. \((C)\) વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર અને પ્રસરણ દિશાને લંબ હોય છે. \((D)\) વિદ્યુતક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પ્રસરણ દિશા એકબીજાને લંબ હોય છે. \((E)\) ચુંબકીયક્ષેત્રના મૂલ્યનો અને વિદ્યુતક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર પ્રકાશની ઝડ૫ આપે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરે. 2022 મધ્યમ
  10. 60. વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(E =56.5 \sin \omega( t -x / c ) \;N / C\). થી આપવામાં આવે છે. જો તે \(x-\)અક્ષની ગતિ કરતું હોય તો તરંગની તીવ્રતા શોધો \(\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} \;C ^{2} N ^{-1} m ^{-2}\right)\) 2022 મધ્યમ
  11. 61. \(X\)- દિશામાં ગતિ કરતા એક પ્રકાશ કિરણ માટે વિદ્યુત ક્ષેત્ર નીચે મુજબ આપી શકાય છે. \(E _{y}=900 \sin \omega( t -x / c)\). \(3 \times 10^{7} \,ms ^{-1}\) ની ઝડપથી \(Y\)-અક્ષની દિશામાં ગતિ કરતા \(q = e\) વિદ્યુતભાર ઉપર લાગતા વિદ્યુતબળ અને ચુંબકીય બળનો ગુણોત્તર ............... હશે. (પ્રકાશની ઝડપ \(=3 \times 10^{8} \,ms ^{-1}\) ) 2022 મધ્યમ
  12. 62. \(x\)-દિશામાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ \(8 \,mm\) છે. \(y\)-દિશિામાં ગતિ કરતા વિદ્યુતક્ષેત્રને \(60 \,Vm ^{-1}\) જેટલું મહત્તમ વિદ્યુતક્ષેત્ર છે. જો વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં ગતિ કરતું હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટે યોગ્ય સમીકરણ પસંદ કરો 2022 મધ્યમ
  13. 63. \(x-\)દિશામાં ગતિ કરતાં પ્રકાશ તરંગને \(E _{ y }=540 \sin \pi \times 10^4( x -c t) V m^{-1}\) વડે આપી શકાય છે. વિદ્યુત ચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્રનું મહતમ મૂલ્ય \(\dots \times 10^{-7}\,T\) હશે.  (Given \(c =3 \times 10^{8}\,ms ^{-1}\) ) 2022 સરળ
  14. 64. \(100\, MHz\) આવૃતિનું વિદ્યુતચુંબકીય તરંગ \(x -\) અક્ષ પર ગતિ કરે છે,જો ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=2.0 \times 10^{-8} \hat{ k } T\) હોય તો વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }\) શું થશે?  2021 મધ્યમ
  15. 65. \(1000\, W\) પ્રકાશનાં ગોળા દ્વારા ઉત્સર્જાયેલા વિકીરણ થી \(2\, m\) અંતરે આવેલા બિંદુ \(P\) પાસે વિદ્યુત ક્ષેત્ર તેમજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પ્રકારનાં ગોળાની કાર્યક્ષમતાં \(1.25\%\) છે. બિંદુ \(P\) પાસે મહત્તમ વીજક્ષેત્રનું મૂલ્ય \(x \times 10^{-1} \;V / m \cdot x\) નું મૂલ્ય ........ છે. (નજીકનાં પૂર્ણાક માટે શૂન્યાંત (Round-off) મેળવો) \(\left[\varepsilon_{0}=8.85 \times 10^{-12}\; C ^{2} N ^{-1} m ^{-2}, c =3 \times 10^{8}\; ms ^{-1}\right.\) લો.] 2021 અઘરું
  16. 66. \(3\, GHz\) આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશની સરખામણીમાં \(2.25\) જેટલી પરમીટીવીટી (પારવિજાંક) ધરાવતાં અવાહક માધ્યમમાં દાખલ થાય છે. આ માધ્યમમાં તરંગની તરંગલંબાઈ \(.......\,\times 10^{-2} \, cm\) થશે. 2021 અઘરું
  17. 67. \(5\, GHz\) આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ જેની સાપેક્ષ વિદ્યુતીય પરમીટીવીટી (પારવીજાંક) અને સાપેક્ષ ચુંબકીય પરમીએબીલીટી (પારગમ્યતા) બંને \(2\) હોય તેવા માધ્યમમાં પ્રસરે છે. આ માધ્યમમાં તરંગ વેગ .......... \(\times 10^{7} m / s\) છે. 2021 અઘરું
  18. 68. \(500\, MHz\) ની આવૃતિવાળું વિદ્યુતચુંબકીય તરંગ \(Y-\)દિશામાં ગતિ કરે છે. એક બિંદુ આગળ ચોક્કસ સમયે ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }=8.0 \times 10^{-8} \hat{ z } \;T\). છે તો આ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું થશે? (પ્રકાશનો વેગ \(\left.=3 \times 10^{8}\, ms ^{-1}\right)\) \(\hat{ x }, \hat{ y }, \hat{ z }\) એ \(x , y\) અને \(z\) દિશાના એકમ સદીશ છે. 2021 મધ્યમ
  19. 69. અચુંબકીય માધ્યમમાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \({E}=20 \cos \left(2 \times 10^{10} {t}-200 {x}\right) \,{V} / {m} \) છે, તો માધ્યમનો ડાઈઈલેક્ટ્રિક અચળાંક કેટલો હશે? (\(\mu_{{r}}=1\) ) 2021 અઘરું
  20. 70. મુક્ત અવકાશમાં એક બિંદુ પાસસે સૂર્યપ્રકાશની તીવ્રતા \(0.092\, {Wm}^{-2}\) જોવા મળે છે. આ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?\(\left(\sigma_{0}=8.85 \times 10^{-12}\, {C}^{2} \,{N}^{-1} \,{m}^{-2}\right.\) ) 2021 મધ્યમ
  21. 71. મુક્ત અવકાશમાં ગતિ કરતાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ \(30 \;{MHz}\) છે. અવકાશ અને સમયના ચોક્કસ બિંદુએ વિદ્યુતક્ષેત્ર \(6\; {V} / {m}\) છે. તે બિંદુએ ચુંબકીયક્ષેત્ર \({x} \times 10^{-8}\; {T}\) જેટલું હોય તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
  22. 72. પ્રકાશના કિરણને \(E=800 \sin \omega\left(t-\frac{x}{c}\right)\) મુજબ દર્શાવવામાં આવે છે. એક ઇલેક્ટ્રોનને \(3 \times 10^{7}\) \({ms}^{-1}\) ની ઝડપથી આ પ્રકાશના કિરણને લંબરૂપે દાખલ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન પર મહત્તમ કેટલું ચુંબકીય બળ લાગશે? 2021 મધ્યમ
  23. 73. શૂન્યાવકાશમાં એક રેખીય ધ્રુવીભૂત વિદ્યુતચુંબકીય તરંગ \(E=3.1 \cos \left[(1.8) z-\left(5.4 \times 10^{6}\right) {t}\right] \hat{{ i }}\, {N} / {C}\) એ \(z=a\) આગળ સંપૂર્ણ પરાવર્તિત દિવાલ પર લંબરૂપે આપત થાય છે. તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2021 મધ્યમ
  24. 74. શૂન્યાવકાશમાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્રની ઉર્જાઘનતા \(\left( U _{ e }\right)\) અને ચુંબકીયક્ષેત્રની ઉર્જાઘનતા \(\left( U _{ m }\right)\) માટે શું સાચું હોય? 2021 મધ્યમ
  25. 75. સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{{E}}=200 \cos \left[\left(\frac{0.5 \times 10^{3}}{{m}}\right) {x}-\left(1.5 \times 10^{11} \frac{{rad}}{{s}} \times {t}\right)\right] \frac{{V}}{{m}} \hat{{j}}\) મુજબ આપવામાં આવે છે. જો તરંગ \(100\;{cm}^{2}\) ક્ષેત્રફળ ધરાવતા સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપત થાય તો, વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા સપાટી પર \(10\, minute\) માં લાગતું વિકિરણ દબાણ \(\frac{{x}}{10^{9}} \frac{{N}}{{m}^{2}}\) છે. તો \({x}\) નું મુલ્ય શોધો. 2021 અઘરું
  26. 76. સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર \({E}=50 \sin \left(500 {x}-10 \times 10^{10} {t}\right) \,{V} / {m}\) મુજબ આપવામાં આવે છે. આ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કેટલો હશે? (\({C}=\) શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ) 2021 મધ્યમ
  27. 77. વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર અનુક્રમે \(\vec{E}=E_{0} \hat{i}\) અને \(\vec{B}=B_{0} \hat{k}\) વડે આપવામાં આવે છે. વિદ્યુતચુંબકીય તરંગની દિશા કઈ હશે? 2021 મધ્યમ
  28. 78. વિદ્યુતચુંબકીય તરંગનો ચુંબકીય ક્ષેત્ર સદીશ \({B}={B}_{o} \frac{\hat{{i}}+\hat{{j}}}{\sqrt{2}} \cos ({kz}-\omega {t})\) છે, જ્યાં \(\hat{i}, \hat{j}\) એ \({x}\) અને \({y}\) અક્ષના એકમ સદીશો છે. \(t=0\, {s}\) સમયે \(q_{1}=4\, \pi\) કુલંબ અને \({q}_{2}=2 \,\pi\) કુલંબ એ અનુક્રમે \(\left(0,0, \frac{\pi}{{k}}\right)\) અને and \(\left(0,0, \frac{3 \pi}{{k}}\right)\) સ્થાને છે અને તેમના સમાન વેગ \(0.5 \,{c} \hat{{i}}\) છે, (જ્યાં \({c}\) એ પ્રકાશનો વેગ છે) \({q}_{1}\) અને \({q}_{2}\) પર લાગતાં બળનો ગુણોત્તર કેટલો હશે? 2021 અઘરું
  29. 79. વિદ્યુતચુંબકીય તરંગનું વિયુતક્ષેત્ર \({E}=\left(50\, {NC}^{-1}\right) \sin \omega({t}-{x} / {c})\) મુજબ આપવામાં આવે છે. \({V}\) કદ ધરાવતા નળાકારમાં રહેલી ઉર્જા \(5.5 \times 10^{-12} \, {J}\) છે. તો \({V}\) નું મૂલ્ય \(......{cm}^{3}\) હશે.  \(\left(\right.\) given \(\left.\in_{0}=8.8 \times 10^{-12} \,{C}^{2} {N}^{-1} {m}^{-2}\right)\) 2021 અઘરું
  30. 80. \( y\) દિશામાં પ્રસરણ પામતા વિદ્યુતચુંબકીય તરંગ ના વિદ્યુતક્ષેત્ર \((\vec{E} )\) અને ચુંબકીય ક્ષેત્ર \((\overrightarrow{ B })\)  ના ઘટકોની જોડ   2021 મધ્યમ
  31. 81. એક \(25\; \mathrm{GHz}\) આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં \(z-\) દિશામાં પ્રવર્તે છે.એક ચોક્કસ સ્થાન અને સમયે ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=5 \times 10^{-8} \hat{\mathrm{j}}\; \mathrm{T}\) મુજબ આપવામાં આવે છે.તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}\) કેટલું મળે? 2020 સરળ
  32. 82. એક વિદ્યુતચુંબકીય તરંગ \(\frac{\hat{i}+\hat{j}}{\sqrt{2}}\) દિશામાં પ્રવર્તે છે જ્યાં તેનું પોલારાઈજેશન \(\hat{\mathrm{k}}\) દિશામાં છે.તો ચુંબકીયક્ષેત્રનું સાચું સ્વરૂપ નીચે પૈકી કયું હશે? 2020 મધ્યમ
  33. 83. એક વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=3 \times 10^{-8} \sin \left(1.6 \times 10^{3} \mathrm{x}+48 \times 10^{10} \mathrm{t}\right) \hat{\mathrm{j}}\; \mathrm{T}\) મુજબ આપવામાં આવે તો તેના માટે વિદ્યુતક્ષેત્ર કેટલું હોવું જોઈએ? 2020 સરળ
  34. 84. ઇલેક્ટ્રોન \(y-\) અક્ષ પર \(0.1\, c\) \((c  =\) પ્રકારનાં વેગ \()\) નાં વેગથી ગતિ કરે છે,વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }=30 \hat{ j } \sin \left(1.5 \times 10^{7} t -5 \times 10^{-2} x \right)\, V / m\) છે.ઇલેક્ટ્રોન પર લાગતું મહતમ ચુંબકીય બળ  2020 મધ્યમ
  35. 85. લેસરની તીવ્રતા \(\left(\frac{315}{\pi}\right)\, W / m ^{2}\) છે,તો વિદ્યુતક્ષેત્રનું \(rms\) મૂલ્ય \(..........\) \(V / m.\) \(\left(\epsilon_{0}=8.86 \times 10^{-12} C ^{2} Nm ^{-2} ; c =3 \times 10^{8} ms ^{-1}\right)\) 2020 મધ્યમ
  36. 86. \(\mathrm{m}\) દળ અને \(\mathrm{q}\) વિજભાર ધરાવતા કણનો શરૂઆતનો વેગ \(\overline{\mathrm{v}}=\mathrm{v}_{0} \hat{\mathrm{j}}\) છે. જો કણ પર \(\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_{0} \hat{\mathrm{i}}\) જેટલું વિદ્યુતક્ષેત્ર અને \(\overrightarrow{\mathrm{B}}=\mathrm{B}_{0} \hat{\mathrm{i}}\) જેટલું ચુંબકીયક્ષેત્ર પ્રવર્તતું હોય તો તેનો વેગ બમણો થતાં કેટલો સમય લાગશે? 2020 મધ્યમ
  37. 87. શૂન્ય અવકાશમાં \(x-\) દિશામાં પ્રસરતા ચુંબકીય નું વિધુતક્ષેત્ર \(\overrightarrow{ E }= E _{0} \hat{ j } \cos (\omega t - kx )\) છે. \(t=0\) સમયે ચુંબકીયક્ષેત્રનું \(\overrightarrow{ B },\) 2020 અઘરું
  38. 88. શૂન્યાવકાશમાં રહેલા બે સમતલીય વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે. \(\overrightarrow{\mathrm{E}}_{1}=\mathrm{E}_{0} \hat{\mathrm{j}} \cos (\omega \mathrm{t}-\mathrm{kx})\) અને  \(\overrightarrow{\mathrm{E}}_{2}=\mathrm{E}_{0} \hat{\mathrm{k}} \cos (\omega \mathrm{t}-\mathrm{ky})\) \(t=0\) સમયે \(q\) વિજભાર ધરાવતા કણનો ઉગમબિંદુ પાસે વેગ \(\overrightarrow{\mathrm{v}}=0.8 \mathrm{c} \hat{\mathrm{j}}\) છે. (\(c=\) શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ) કણ દ્વારા અનુભવતું તાત્ક્ષણિક બળ કેટલું હશે? 2020 અઘરું
  39. 89. સમતલ ચુંબકીયક્ષેત્ર તરંગમાં ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }( x , t )=\left[1.2 \times 10^{-7} \sin \left(0.5 \times 10^{3} x +1.5 \times 10^{11} t \right) \hat{ k }\right] T\) હોય તો વિદ્યુતક્ષેત્ર શોધો. 2020 મધ્યમ
  40. 90. સમતલીય વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર \(\overrightarrow{ E }= E _{0}(\hat{ x }+\hat{ y }) \sin ( kz -\omega t )\) મુજબ હોય, તો ચુંબકીયક્ષેત્ર કેટલું હશે? 2020 મધ્યમ
  41. 91. વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_{0} \frac{\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}}{\sqrt{2}} \cos (\mathrm{kz}+\omega \mathrm{t})\) મુજબ આપવામાં આવે છે.\(\mathrm{t}=0,\) સમયે એક ધન વિજભાર બિંદુ \((\mathrm{x}, \mathrm{y}, \mathrm{z})=\left(0,0, \frac{\pi}{\mathrm{k}}\right) .\) પર છે જો \((t=0)\) સમયે કણનો તત્કાલિન વેગ \(v_{0} \hat{\mathrm{k}},\) હોય તો તેના પર તરંગને કારણે કેટલું બળ લાગતું હશે? 2020 અઘરું
  42. 92. વિધુતચુંબકીય તરંગ ની આવૃતિ \(2.0 \times 10^{10}\, Hz\) અને ઊર્જા ધનતા \(1.02 \times 10^{-8}\, J / m ^{3}\) છે. તો તરંગમાં ચુંબકીયક્ષેત્ર નો કંપવિસ્તાર \(....nT\) 2020 અઘરું
  43. 93. વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર  \(\overrightarrow{ B }=3 \times 10^{-8} \sin [200 \pi( y + ct )] \hat{ i }\, T\) જ્યાં \(c=3 \times 10^{8} \,ms ^{-1}\) છે. તો વિધુતક્ષેત્ર 2020 અઘરું
  44. 94. વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની દિશા \(\hat{ k }\) અને \(2 \hat{ i }-2 \hat{ j },\) છે. તરંગની પ્રસરણ દિશા માનો એકમ સદિશ 2020 મધ્યમ
  45. 95. \(1.5\) વક્રીભવનાંક ધરાવતા કાચના એક ચોસલા પર કોઈ પ્રકાશ આપાત થાય છે. જે \(4\%\) પ્રકાશ પરાવર્તિત થતો હોય અને આપાત પ્રકાશના વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર \(30 \,V/m\) હોય, તો કાચના માધ્યમમાં પ્રસરતા તરંગ માટેના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર કેટલા ......\( V/m\) હશે? 2019 અઘરું
  46. 96. \(27\, mW\) ધરાવતા લેસર બીમનો આડછેદ \(10\, mm^2\) છે. આ વિદ્યુતચુંબકીય તરંગમાં રહેલ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય :.....\(kV/m\) (અહીં \({ \varepsilon _0} = 9 \times {10^{ - 12}}\, SI \) એકમ એ અવકાશનો પરાવૈધૃતાંક અને \(c=3\times 10^8 \,m/s\) એ પ્રકાશની ઝડપ છે.) 2019 મધ્યમ
  47. 97. \(50\ MHz\) આવૃત્તિ ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(x-\) અક્ષને સમાંતર ગતિ કરે છે. કોઈ ચોક્કસ બિંદુ અને સમયે અવકાશમાં \(\vec E = 6.3\,\hat j\,V/m\) છે. તો આ ચોક્કસ બિંદુએ આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) ________ હશે 2019 સરળ
  48. 98. અવકાશમાં ધન \(z\) અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ \(n = 23.9\, GHz\) આવૃતિથી પ્રસરે છે.વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય \(60\, V/m\) છે.વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચેનામાથી ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક સ્વીકાર્ય હશે? 2019 મધ્યમ
  49. 99. અવકાશમાં રહેલા વિદ્યુતચુંબકીય તરંગોની વિદ્યુતક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા \(U_E\) અને ચુંબકીયક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા \(U_B\) હોય તો.. 2019 મધ્યમ
  50. 100. \(\vec E = {E_0}\hat i\,\cos \,\left( {kz} \right)\,\cos \,\left( {\omega t} \right)\) વિદ્યુતક્ષેત્ર ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) કઈ રીતે રજૂ કરી શકાય? 2019 મધ્યમ