ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો

વિદ્યુતચુંબકીય તરંગો ના ગુણધર્મો PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 3

વિદ્યુતચુંબકીય તરંગો ના ગુણધર્મો પર STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો ના 123 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

123પ્રશ્નો
159STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 16% મધ્યમ 54% અઘરું 29%

પ્રશ્નો

નવા પહેલા

123 માંથી 101–123 પ્રશ્નો

  1. 101. એક વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુત \(\vec E = {E_0}\hat n\,\sin \,\left[ {\omega t + \left( {6y - 8z} \right)} \right]\) છે.\(x,y\) અને \(z\) દિશામાં એકમ સદીશ અનુક્રમે \(\hat i,\hat j,\hat k\) હોય તો \(\hat s\) કઈ દિશામાં પ્રસરે? 2019 મધ્યમ
  2. 102. જો સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(B = 100 \times {10^{ - 6}}\,\sin \,\left[ {2\pi  \times 2 \times {{10}^{15}}\,\left( {t - \frac{x}{c}} \right)} \right]\)  મુજબ આપી શકાય તો તેની સાથે સંકળાયેલા મહત્તમ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? (પ્રકાશની ઝડપ \(=3\times 10^8\, m/s\))  2019 સરળ
  3. 103. મુક્ત અવકાશમાં \(x -\) અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ પ્રવર્તે છે કોઈ ચોક્કસ સ્થાને અને સમયે \(y -\) અક્ષની દિશામાં વિદ્યુતક્ષેત્રનો ઘટક \(E =6\; Vm^{-1}\) હોય તો તેની સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?  2019 મધ્યમ
  4. 104. \(n\) વક્રિભવનાંક ધરાવતા એક માધ્યમાં \(50\, Wm^{-2}\) તીવ્રતાનું એક વિદ્યુતચુંબકીય તરંગ ક્ષય પામ્યા વગર પ્રવેશે છે. આ તરંગનો માધ્યમમાં પ્રવેશતા પહેલા અને પછીના વિધુતક્ષેત્રોનો ગુણોત્તર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર ને ક્રમશઃ _____ વડે આપવામાં આવે છે. 2019 અઘરું
  5. 105. સૂર્યની સપાટી ઉપર વિકિરણની સરેરાશ તીવ્રતા લગભગ \(10^8\, W/m^2\) છે. તેને આનુષાંગિક ચુંબકીય ક્ષેત્રનું \(rms\) મૂલ્ય _______ ની નજીકનું હશે 2019 મધ્યમ
  6. 106. વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર \(\vec B = 1.6 \times {10^{ - 6}}\,\cos \,\left( {2 \times {{10}^7}z + 6 \times {{10}^{15}}t} \right)\left( {2\hat i + \hat j} \right)\frac{{Wb}}{{{m^2}}}\) મુજબ આપવામાં આવે છે તો તેની સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? 2019 મધ્યમ
  7. 107. વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર \(\vec B\, = {B_0}\hat i\,[\cos \,(kz - \omega t)]\, + \,{B_1}\hat j\,\cos \,(kz - \omega t)\) મુજબ અપાય છે જ્યાં \({B_0} = 3 \times {10^{-5}}\,T\) અને \({B_1} = 2 \times {10^{-6}}\,T\) છે.\(z = 0\) આગળ રહેલ સ્થિત વિજભાર \(Q = 10^{-4} \,C\) દ્વારા અનુભવાતા બળનું \(rms\) મૂલ્ય કેટલું હશે? 2019 અઘરું
  8. 108. એક \(EM\) તરંગ હવામાંથી માધ્યમમાં દાખલ થાય છે.તેમના વિદ્યુતક્ષેત્રો અનુક્રમે હવામાં \(\overrightarrow {{E_1}}  = {E_{01}}\hat x\;cos\left[ {2\pi v\left( {\frac{z}{c} - t} \right)} \right]\) અને માધ્યમમાં \(\overrightarrow {{E_2}}  = {E_{02}}\hat x\;cos\left[ {k\left( {2z - ct} \right)} \right]\) વડે આપવામાં આવે છે.જયાં તરંગ સંખ્યા \(k\) અને આવૃત્તિ \(v\) એ હવાને અનુલક્ષીને છે.માધ્યમ અચુંબકીય છે.જો \(\varepsilon {_{{r_1}}}\) અને \(\varepsilon {_{{r_2}}}\) અનુક્રમે હવા અને માધ્યમની સાપેક્ષ પરમીટીવીટીઓ હોય,તો નીચે આપેલ પૈકી કયો વિકલ્પ સાચો છે? 2018 મધ્યમ
  9. 109. એક પ્રકાશના કિરણની આવૃતિ \(v = \frac{3}{{2\pi }} \times {10^{12}}\,Hz\) છે જે \(\frac{{\hat i + \hat j}}{{\sqrt 2 }}\) દિશામાં પ્રસરે છે. જો તે \(\hat k\) દિશામાં પોલારાઇઝ થતો હોય તો તેના માટે ચુંબકીય ક્ષેત્રનું કયું સ્વરૂપ સ્વીકાર્ય હશે? 2018 અઘરું
  10. 110. એક સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ ધન \(Y-\)દિશામાં પ્રવર્તે છે જેની તરંગલંબાઈ \(\lambda \) અને તીવ્રતા \(I\) છે.  તો તેના માટે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર નીચે પૈકી કેટલું હશે? 2018 મધ્યમ
  11. 111. એક વિકિરણ માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે. \(\vec E = 2{E_0}\,\hat i\,\cos\, kz\,\cos\, \omega t\) તો તેના માટે ચુંબકીયક્ષેત્ર \(\vec B\) કેટલું હશે? 2017 અઘરું
  12. 112. સમતલમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર \(\vec B = {B_0}\,\sin \,\left( {kx + \omega t} \right)\hat jT\) મુજબ આપવામાં આવે છે તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર કેટલું થાય? જ્યાં \(c\) પ્રકાશનો વેગ છે. 2017 મધ્યમ
  13. 113. શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કયું વિધાન સાચું પડે? 2016 મધ્યમ
  14. 114. એક લાલ \(LED\) \(0.1\) \(W\) ના દરે તેને ફરતે સમાન રીતે પ્રકાશ ઉત્સર્જે છે.ડાયોડથી \(1\) \(m\) અંતરે પ્રકાશના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર ________\( Vm^{-1}\) થશે. 2015 મધ્યમ
  15. 115. \(+x\) દિશામાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે આવૃતિ \(2 \times 10^{14}\,Hz\) અને વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય \(27\,Vm^{-1}\) છે. આ તરંગ માટે આપેલ ચાર વિકલ્પ પૈકી કોણ ચુંબકીયક્ષેત્રને સાચી રીતે દર્શાવે છે? 2015 મધ્યમ
  16. 116. \(z-\) દિશામાં પ્રસરતા સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કઈ \(\vec E\) અને \(\vec B\) ની જોડ શક્ય બને? 2015 મધ્યમ
  17. 117. એક બલ્બ બધી દિશામાં સમાન રીતે લીલા રંગના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. બલ્બ વિદ્યુત પાવરનું વિદ્યુતચુંબકીય તરંગમાં રૂપાંતર કરવા \(3\%\) કાર્યક્ષમ છે અને તે \(100\,W\) નો પાવર વાપરે છે. બલ્બથી \(5\,m\) અંતરે વિદ્યુતચુંબકીય તરંગમાં રહેલ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલા \(V/m\) હશે? 2014 અઘરું
  18. 118. વિદ્યુતચુંબકીય તરંગનું માધ્યમમાં પ્રસરણ દરમિયાન : 2014 સરળ
  19. 119. \(+z\) દિશામાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે આવૃતિ \(1\times10^{14}\, hertz\) અને વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય \(4\, V/m\) છે. જો \({\varepsilon_0}=\, 8.8\times10^{-12}\, C^2/Nm^2\) હોય તો આ વિદ્યુતક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા કેટલી હશે? 2014 મધ્યમ
  20. 120. અચુંબકીય ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર \(\vec E\, = \,{\vec E_0}\,(4 \times {10^{ - 7}}\,x - 50t)\) મુજબ આપવામાં આવે છે, જ્યાં અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં છે. તો આ માધ્યમનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે? 2013 અઘરું
  21. 121. એક ધાતુમાં \(X-\) દિશામાં \(J_x\) ઘનતા ધરાવતો પ્રવાહ વહે છે તેને \(B_z\) (\(z-\) દિશામાં)જેટલા ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. તેમાં \(Y-\)દિશામાં \(E_y\) જેટલું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે \(J_x\) અને \(B_z\) ના સમપ્રમાણમાં છે.તો તેના માટેના સમપ્રમાણતા અચળાંકનો \(SI\) એકમ શું થશે? 2013 મધ્યમ
  22. 122. નીચેના વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.  2013 સરળ
  23. 123. પ્રગામી (પ્રસરતા) વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્રની મહત્તમ કિંમત \(20nT\) છે.વિદ્યૂતક્ષેત્રે તીવ્રતાની મહત્તમ કિંમત ________\(Vm^{-1}\) થશે. 2013 સરળ