ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - સુરેખપથ પર ગતિ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

2014–2026 ના 102 પ્રશ્નો. ગુરુત્વની અસર હેઠળ ગતિ સૌથી વધુ પૂછાય છે.

102પ્રશ્નો
7ટોપિક
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 37% અઘરું 51%

STD 11 - સુરેખપથ પર ગતિ ના બધા પ્રશ્નો

નવા પહેલા

102 માંથી 51–100 પ્રશ્નો

  1. 51. \(l\) અને \(4l\) લંબાઈની બે ટ્રેન \(A\) અને \(B\), \(L\) લંબાઈની ટનલમાં સમાંતર પાટા પર પરંતુ વિરુદ્ધ દિશામાં અનુક્રમે \(108\,km / h\) અને \(72\,km / h\), ના વેગથી ગતિ કરે છે. ટનલને પસાર કરવા માટે ટ્રેન \(A\), ટ્રેન \(B\) કરતા \(35\) સેકન્ડ ઓછો સમય લેતી હોય, તો ટનલની લંબાઈ \(L\) .........\, \(m\) હશે.\(( L =60\,l\) આાપેલ છે.) 2023 મધ્યમ
  2. 52. નીચે બે કથન આપેલા છે. કથન \(I\) : વેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ પદાર્થે આપેલ સમયમાં કાપેલું અંતર દર્શાવશે. કથન \(II\) : પ્રવેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ બરાબર આપેલ સમયમાં વેગમાં થતો ફેરફાર હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  3. 53. પદાર્થે \(t\) સમયમાં કાપેલું અંતર \(s=(2.5) t^2\) છે .\(t=5\,s\) સમયે પદાર્થની તત્કાલિન ઝડપ \(........\,ms^{-1}\) હશે. 2023 સરળ
  4. 54. સુરેખ ગતિ કરતા પદાર્થ માટે વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તો \(0\) થી \(10\,s\) ના સમય દરમિયાન સ્થાનાંતર અને પદાર્થે કાપેલ અંતરનો ગુણોત્તર ............ હોય.
    2023 મધ્યમ
  5. 55. સૂચિ\(-I\) અને સૂચિ\(-II\) ને સરખાવો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
    2023 મધ્યમ
  6. 56. \(0.5 \,kg\) દળના બોલને \(10 \,m\) ઉંંચાઈએથી છોડવામાં આવે છે. જ્યારે વેગનું મૂલ્ય તેના ગુસ્ત્વીય પ્રવેગના મૂલ્ય જેટલું થાય તે ઊંચાઈ ......... \(m\) છે. (\(g =10 \,m / s ^{2}\) લો.) 2022 મધ્યમ
  7. 57. બે \(A\) અને \(B\) બોલને \(180 \,m\) ઊંચા ટાવર ઉપર મૂકવામાં આવેલા છે. બોલ \(A\) ને ટાવરની ટોચ પરથથી \(t=0 \,s\) એ મુક્ત કરવામાં આવે છે. બોલ \(B\) ને નીચે તરફ \(u\) જેટલી પ્રારંભિક વેગ સાથે \(t=2 \,s\) એ ફેકવામાં આવે છે. અમુક સમય બાદ, બંને બોલ જમીનથી ઉપર \(100 \,m\) ઊંચાઈ આગળ મળે છે. \(u\) નું મૂલ્ય (\(ms ^{-1}\) માં) શોધો. \(\left[ g =10 \,ms ^{-2}\right.\) લો.\(]\) 2022 અઘરું
  8. 58. બે કારો \( P\)  અને \(Q \) બિંદુથી એક જ સમયે સુરેખ ગતિમાર્ગે ગતિની શરૂઆત કરે છે. તેમના સ્થાન અનુક્રમે \( x_p(t)=at+bt^2 \) તથા \(x_Q(t)= ft- t^2\) સૂત્રો દ્વારા આપવામાં આવેલાં છે. કયા સમયે બંને કારોના વેગ સમાન હશે? 2022 મધ્યમ
  9. 59. એક બોલને \(19.6\,ms ^{-1}\) ના વેગથી ટાવરની ટોચ પરથી શિરોલંબ દિશામાં ઉપર તરફ ફેકવામાં આવે છે. બોલ જમીન સાથે \(6\) સેકન્ડ બાદ અથડાય છે. બોલ જમીનથી \(\left(\frac{k}{5}\right)\) મીટર ઊંચાઈ સુધી ઉપર પહોંચે છે. \(k\) નું મૂલ્ય કેટલું થશે?  \((g=9.8 m / s ^2\) લો.\()\)  2022 અઘરું
  10. 60. એક બોલને \(h\) ઊંચાઈએથી છોડવામાં આવે છે. જો \(t_1\) અને \(t_2\) અનુક્રમે અંતરના પ્રથમ અર્ધભાગ અને પછીના અર્ધભાગ માટેના સમય છે. તો \(t_1\) અને \(t_2\) વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો. 2022 અઘરું
  11. 61. એક બોલને \(t=0 \,s\) એ \(50 \,ms ^{-1}\) જેટલા પ્રારંભિક વેગ સાથે શિરોલંબ ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t=2\,s\) એ બીજા બોલને સમાન વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t=\).......... \(s\) એ બીજો બોલ પ્રથમ બોલને મળશે. \(\left( g =10 \;ms ^{-2} s\right.\)) 2022 અઘરું
  12. 62. એક બોલને ઉપર તરફ અમુક વેગથી ફેંકવામાં આવે છે કે જેથી તે મહત્તમ \(h\) ઊંચાઈ સુધી પહોચે છે. અનુક્રમે ઉપર જતી અને નીચે આવતી વખતે જ્યારે બોલ \(\frac{h}{3}\) ઉંચાઈએ હોય, ત્યારે સમયોનો ગુણોત્તર શોધો. 2022 અઘરું
  13. 63. એક જગ્ગલર (કરતબબાજ) હવામાં દડાને શિરોલંબ ઉપર તરફ ફેંકે છે. જ્યારે પ્રથમ દડો તેની મહત્તમ ઊંચાઈએ પહોંચે છે, ત્યારે તે બીજો દડો ફેકે છે. જો જગ્ગલર દર સેકન્ડે \(n\) દડા ફેકે છે તેમ ધારતાં દડો મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? 2022 મધ્યમ
  14. 64. એક કાર \(150\,km/h\) ની ઝડપથી ગતિ કરે છે અને બ્રેક લગાવ્યા બાદ તે \(27\,m\) અંતર કાપીને તે અટકે (સ્થિર) છે. જો આ જ કારે નોંધેલ ઝડ૫ કરતા એક તૃતિયાંશ ઝડપે ગતિ કરતી હોય, તો તે કેટલું અંતર (\(m\) માં) કાપીને સ્થિર થશે? 2022 મધ્યમ
  15. 65. એક કાર \(AB\) જેટલું અંતર કાપે છે. પ્રથમ એક તૃતિયાંશ અંતર \(v_{1} \,ms ^{-1}\), બીજુ એક તૃતિયાંશ અંતર \(v_{2} \,ms ^{-1}\) અને અંતિમ એક તૃતિયાંશ અંતર \(v_{3} \,ms ^{-1}\) વેગથી કાપે છે. જો \(v_{3}=3 v_{1}, v_{2}=2 v_{1}\) અને \(v_{1}=11 \,ms ^{-1}\) હોય, તો કારનો સરેરાશ વેગ ..........\(ms ^{-1}\) હશે.
    2022 મધ્યમ
  16. 66. એક કણ સીધી રેખામાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના વેગ દર મીટરે \(5\,ms ^{-1}\) જેટલો વધે. જે બિંદુએ વેગ \(20\,ms ^{-1}\) હોય, ત્યાં કણનો પ્રવેગ (\(ms ^{-2}\) માં) કેટલો હશે? 2022 મધ્યમ
  17. 67. એક નાનું રમકડું વિરામ સ્થિતિમાંથી અચળ પ્રવેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો તે \(t\) સેકન્ડમાં \(10 \,m\) જેટલું અંતર કાપતું હોય, તો તે પછીની \(t\) સેકન્ડમાં કેટલું અંતર (\(m\) માં) કાપશે? 2022 મધ્યમ
  18. 68. જ્યારે બોલને પાણીના સ્તરથી તળાવમાં \(4.9 \,m\) ઊંચાઈએથી ફેકવામાં આવે છે ત્યારે તે પાણીને \(v\) વેગથી અથડાય છે અને અચળ વેગ \(v\) થી તળિયે ડૂબી જાય છે. તેને મુક્ત (છોડ્યા) બાદ \(4.0 \,s\) સમયે તળિયે પહોંચે છે. તળાવની ઊંડાઈ (\(m\) માં) લગભગ કેટલી હશે? 2022 મધ્યમ
  19. 69. જો \(t =\sqrt{ x }+4\) છે, તો \(\left(\frac{ dx }{ dt }\right)_{ t =4}\) નું મૂલ્ય. 2022 મધ્યમ
  20. 70. લાકડાની અંદર \(4\,cm\) ઘૂસ્યા બાદ બુલેટ (ગોળી) નો વેગ એક તૃત્યાંશ જેટલો થાય છે. જો એવું ધારવામાં આવે કે બુલેટ તેની ગતિ દરમ્યાન લાકડામાં અવરોધ અનુભવે છે. જયારે બુલેટ લાકડમાં અટકી જાય ત્યારે તે લાકડામાં \((4+x)\) અંતરે હોય છે. તો \(x\) નું મૂલ્ય કેટલું થશે? 2022 મધ્યમ
  21. 71. ટાવરની ટોચ પરથી એક દડાને ઉપર તરક ફેકવામાં આવે છે જે જમીન પર \(6\, s\) માં પહોંચે છે. બીજા દડાને તે જ સ્થાનેથી અધોલંબ દિશામાં નીચે તરફ સમાન ઝડપથી ફેંકવામાં આવે, તો તે \(1.5 \,s\) માં જમીન પર પહોંચે છે. ત્રીજા દડાને આ જ સ્થાનેની મુક્ત પતન કરાવવામાં આવે, તો જમીન પર ......... \(s\) માં પહોચશે. 2022 અઘરું
  22. 72. \(5\, {cm}\) ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાકાર દડાને ઉપર તરફ શિરોલંબ દિશામાં \(35 \,{m} / {s}\) ના સમાન વેગથી \(3\, {s}\) ના અંતરાલમાં ફેકવામાં આવે, તો બંને દડા કેટલી ઊંચાઈએ અથડાશે? (\({g}=10 \,{m} / {s}^{2}\) ) 2021 અઘરું
  23. 73. \(9.8\, {m}\) ઊંચાઈ પર રહેલા નળમાંથી પાણીના ટીપાં જમીન પર પડે છે. ટીપાં એકસરખા અંતરાલમાં પડે છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પરે પડે ત્યારે ત્રીજું ટીપું નળમાંથી છૂટે છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પર પડે ત્યાર બીજું ટીપું જમીનથી કેટલી ઊંચાઈ (\(m\) માં) પર હશે? 2021 અઘરું
  24. 74. અચળ પ્રવેગથી ગતિ કરતી ટ્રેનનું એન્જિન સિગ્નલ પોસ્ટ (થાંભલા) ને \(u\) વેગથી અને છેલ્લો ડબ્બો \(v\) જેટલા વેગથી પસાર થાય છે. ટ્રેનનો મધ્યભાગ આ સિગ્નલ પોસ્ટને કેટલા વેગથી પસાર થશે? 2021 મધ્યમ
  25. 75. એક બલૂન \(10\; m/s\) ના અચળ વેગથી ઉપર તરફ ગતિ કરે છે. જ્યારે તે જમીનની સપાટીથી \(75\) મીટરની ઉંચાઈ પર હોય, ત્યારે બલૂનમાંથી સીમિત દળનો પદાર્થ છોડવામાં આવે છે. જ્યારે પદાર્થ જમીન સાથે અથડાય ત્યારે જમીનથી બલૂનની ​​ઊંચાઈ (\(m\) માં) કેટલી હશે? (\(g=10 \,{m} / {s}^{2}\) લો) 2021 અઘરું
  26. 76. એક કાર સ્થિર સ્થિતિમાંથી \(\alpha\) જેટલા અચળ દરથી અમુક સમય સુધી પ્રવેગિત ગતિ કરે છે, પછી \(\beta\) જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર થાય છે. જો તેના માટેનો કુલ સમય \(t\) સેકન્ડ હોય, તો કારે કાપેલ કુલ અંતર કેટલું હશે? 2021 અઘરું
  27. 77. એક કણ અચળ પ્રવેગ \(a\) થી ગતિ કરે છે. તેનો \(v^{2}\) વિરુદ્ધ \(x\) (સ્થાનાંતર) નો ગ્રાફ આપેલ છે. કણનો પ્રવેગ (\({m} / {s}^{2}\) માં) કેટલો હશે?
    2021 અઘરું
  28. 78. એક સ્કુટર વિરામ સ્થાનેથી \(t_{1}\) સમય માટે અચળ દર \(a _{1}\) થી પ્રવેગીત થાય છે અને ત્યાર બાદ જ્યાં સુધી વિરામ ના મેળવે તે \(t _{2}\) સમય સુધી અચળ દર \(a _{2}\) થી પ્રતિપ્રવેગીત થાય છે. \(\frac{t_{1}}{t_{2}}\) નું સાચું મૂલ્ય ...... 2021 અઘરું
  29. 79. ગતિ કરતાં પદાર્થનો સમય \(t\) અને અંતર \(x\) વચ્ચેનો સંબંધ \(t=m x^{2}+n x\) છે, જ્યાં \(m\) અને \(n\)  અચળાંકો છે. આ ગતિનો પ્રતિપ્રવેગ કેટલો થાય? (જ્યાં \(v\) વેગ છે) 2021 અઘરું
  30. 80. જો પદાર્થનો વેગ સ્થાનાંતર \({x}\) ના સ્વરૂપમાં \(v=\sqrt{5000+24 {x}} \;{m} / {s}\) મુજબ આપવામાં આવે, તો પદાર્થનો પ્રવેગ (\({m} / {s}^{2}\) માં) કેટલો હશે? 2021 અઘરું
  31. 81. ખુલ્લા નળમાંથી પાણીના ટીપા ચોક્કસ દરે આવી રહ્યા છે. પ્રથમ ટીપું પડ્યા પછી \(4\) સેકન્ડે અવલોકન કરતાં તે અને તેના પછીના ટીપાં વચ્ચેનું અંતર \(34.3 \,{m}\) છે. નળમાંથી ટીપાં કેટલા દરે આવી રહ્યા હશે? (\(g=9.8\, {m} / {s}^{2}\) માં) 2021 અઘરું
  32. 82. કણનો વેગ \(v = v _{0}+ gt + Ft ^{2}\) મુજબ આપવામાં આવે છે. તેનું સ્થાન \(t=0\) સમયે \(x=0\) હોય, તો \(t =1\) સમય પછી કણનું સ્થાનાંતર કેટલું હશે? 2021 સરળ
  33. 83. મકાનની ટોચ પરથી એક પથ્થરને મુક્ત કરવામાં આવે છે. જ્યારે આ પથ્થર ટોચથી \(5\, m\) નીચે આપેલા બિંદુ પાસેથી પસાર થાય છે, ત્યારે ટોચથી \(25\, m\) નીચે રહેલા બિંદુ પરથી બીજા પથ્થરને મુક્ત કરવામાં આવે છે. બંને પથ્થર મકાનનાં તળીયે એક સાથે પહોંચે છે. મકાનની ઊંચાઈ (\(m\) માં) કેટલી હશે? 2021 અઘરું
  34. 84. પ્રિતી મેટ્રો સ્ટેશન પર પહોંચીને જુએ છે, કે એસ્કેલેટર કાર્યરત નથી.તેથી તેને સ્થિર એસ્કેલેટર પર ચાલવા માટે \( t_1 \) સમય લાગે છે. બીજા દિવસે જ્યારે એસ્કેલેટર ચાલતું હોય, તો તે તેના પર ઊભા રહીને \(t _{2}\) સમયમાં તે ઉપર પહોંચે છે. તે ગતિ કરતાં એસ્કેલેટર પર ચાલવા લાગે, તો તેને ઉપર પહોંચવા લાગતો સમય શું હશે? 2021 મધ્યમ
  35. 85. \(x-\) અક્ષની દિશામાં એક કણને \(v_{0}\) જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કણ પર અવમંદન બળ લાગે છે કે જે ઉદગમથી અંતરનાં વર્ગના સમપ્રમાણમાં, એટલે કે \(ma =-\alpha x ^{2}\) છે. અંતર કે જ્યાં કણ અટકશે તે ....... 2021 અઘરું
  36. 86. એક ગ્રહ પર બોલને \(100\; m\) ઊંચાઈના ટાવર પરથી મુક્ત કરવામાં આવે છે. જમીન પર પહોચતા પહેલા છેલ્લી \(\frac{1}{2}\;s \) માં તે \(19\; m\) અંતર કાપે છે. ગ્રહની સપાટી નજીક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય (\({ms}^{-2}\) માં) કેટલું હશે? 2020 મધ્યમ
  37. 87. એક હેલિકોપ્ટર સ્થિર સ્થિતિમાંથી શિરોલંબ ઉપર તરફ અચળ પ્રવેગ \(g\) થી ગતિ કરે છે. જ્યારે હેલિકોપ્ટરની ઊંચાઈ \(h\) થાય, ત્યારે તેમાંથી એક ફૂડ પેકેટને મુક્ત કરવામાં આવે છે. ફૂડ પેકેટને જમીન પર પહોચવા માટે લાગતો સમય લગભગ કેટલો હશે? \([g\) ગુરુત્વપ્રવેગ છે] 2020 અઘરું
  38. 88. એક કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આપેલ છે. તો \(t=0\) થી \(t=5\, s\) દરમિયાન કણે કાપેલ અંતર (\(m\) માં) કેટલું હશે?
    2020 સરળ
  39. 89. એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય \(t\) પર \(\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}\) મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર \(\mathrm{x}\) પર  \(\mathrm{x}^{-\mathrm{n}}\) મુજબ આધાર રાખે છે, જ્યાં \(n\) પૂર્ણાંક છે, તો \(\mathrm{n}\) નું મૂલ્ય કેટલું હશે? 2020 અઘરું
  40. 90. એક સીધી રેખામાં ગતિ કરતાં પદાર્થ માટે વેગ \((v)\) વિરુદ્ધ સમય \((t)\) નો આલેખ આપેલ છે. બિંદુ \(S\) એ \(4.333\) સેકન્ડ પર છે. પદાર્થે \(6 \;s\) માં કાપેલ કુલ અંતર (\(m\) માં) કેટલું હશે?
    2020 મધ્યમ
  41. 91. ટ્રેન \(A\) અને ટ્રેન \(B\) સમાંતર ટ્રેક પર વિરુદ્ધ દિશામાં અનુક્રમે \(36\, km / hour\) અને \(72 \,km / hour\) ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન \(A\) પર એક વ્યક્તિ ગતિની વિરુદ્ધ દિશામાં \(1.8\, km / hr\) ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન \(B\) પરથી અવલોકન કરતાં વ્યક્તિને તે કેટલી ઝડપથી (\(ms ^{-1}\)) ગતિ કરતો જણાશે? (બંને ટ્રેક વચ્ચેનું અંતર નહિવત લો) 2020 મધ્યમ
  42. 92. \(60 \,m\) લાંબી એક મુસાફ્રર ટ્રેન \(80\, km/\) કલાકની ઝડપથી ગતિ કરે છે. એક બીજી \(120\, m\) લાંબી માલગાડી \(30 \,km/\) કલાકની ઝડપથી ગતિ કરે છે. જ્યારે \((i)\) બન્ને ગાડીઓ એક જ દિશામાં ગતિ કરતી હોય, અને \((ii)\) વિરૂદ્ધ દિશામાં ગતિ કરતી હોય ત્યારે મુસાફર ટ્રેનને પૂરી રીતે માલગાડીને પર કરવા લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય? 2019 અઘરું
  43. 93. એક કણ ધન \(x-\) દિશામાં \(v= b\sqrt x\) ના વેગથી ગતિ કરે છે. \(t = \tau\) સમયે તેની ઝડપ કેટલી હશે? (\(t = 0\) સમયે કણ ઉગમબિંદુ પાસે છે તેમ ધારો) 2019 અઘરું
  44. 94. એક કણ ઉદગમ સ્થાન \(O\) પર સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને ધન \(x -\) અક્ષ પર નિયમિત પ્રવેગી ગતિ કરે છે.આ ગતિ ને ગુણાત્મક રીતે રજૂ કરતી તમામ આકૃતિઓ ઓળખો. (\(a =\) પ્રવેગ , \(v =\) વેગ , \(x =\) સ્થાનાંતર , \(t =\) સમય)
    2019 અઘરું
  45. 95. સીધા રોડ પરની એક કાર રેસમાં કાર \(A\) એ અંતિમ રેખા સુધી પહોચવા જે સમય લે છે તે કાર \(B\) એ અંતિમ રેખા સુધી પહોચવા લીધેલા સમય કરતા \(t\) જેટલો ઓછો છે અને અને અંતિમ રેખા પર તે કાર \(B\) ની ઝડપથી \(v\) વધુ ઝડપથી પહોચે છે . આ બન્ને કાર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને અનુક્રમે \(a_1\) અને \(a_2\) અચળ પ્રવેગથી ગતિ છે. તો \(v\) કોને બરાબર થાય? 2019 અઘરું
  46. 96. સમય \(t\) સાથે કણનું સ્થાન \(x\left( t \right) = at+ b{t^2} - c{t^3}\) મુજબ આપવામાં આવે છે, જ્યાં \(a, b\) અને \(c\) અચળાંક છે જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે તેનો વેગ કેટલો હશે? 2019 અઘરું
  47. 97. \(t=0\) સમયે એક કણ ઉગમ પર છે અને તે ધન \(x -\) અક્ષ તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. વેગનો સમય સાપેક્ષે આલેખ આકૃતિમાં બતાવેલ છે. સમય \(t=5\,s\) પર કણનું સ્થાન (\(m\) માં) શું હશે?
    2019 સરળ
  48. 98. \(40\, km/h\)ની ઝડપથી ગતિ કરતાં એક વાહનને બ્રેક મારતા તે \(40\, m\) અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ વાહન \(80\, km/h\) ની ઝડપથી ગતિ કરતું હોય, તો તેને રોકવા માટેનું ન્યુનત્તમ અંતર (સ્ટોપિંગ અંતર) ..........\((m)\) (મીટરમાં) કેટલું હશે? (વાહન સરકતું નથી તેવું ધારો) 2018 મધ્યમ
  49. 99. આકૃતિમાં કાર અને સ્કૂટર માટે વેગ-સમયનો આલેખ દર્શાવેલો છે. \((i)\) \(15\, s\) માં કાર અને સ્કૂટર એ કાપેલ અંતર નો તફાવત અને \((ii)\) કારને સ્કૂટર સુધી પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે ..... છે.
    2018 અઘરું
  50. 100. સુરેખ હાઇવે પર એક માણસ કાર લઈને \(Q\) સ્થાનેથી \(v\) ઝડપથી ગતિ કરે છે. આકૃતિ પ્રમાણે તે હાઇવે (બિંદુ \(M\)) થી \(d\) અંતર દૂર એક વિસ્તારના \(P\) સ્થાને જવાનું નક્કી કરે છે. આ વિસ્તારમાં કારની ઝડપ હાઇવે પરની ઝડપ કરતાં અડધી છે. \(P\) સ્થાને ન્યુનત્તમ સમયમાં પહોચવા માટે અંતર \(RM\) કેટલું હોવું જોઈએ?
    2018 અઘરું