STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો ના બધા પ્રશ્નો
નવા પહેલા101 માંથી 51–100 પ્રશ્નો
- 51. નીચે બે વિધાનો આપેલા છે. પૈકી એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A:\) ઈમારતો અને પુલના બાંધકામમાં સ્ટીલનો ઉપયોગ થાય છે. કારણ \(R:\) સ્ટીલ વધારે સ્થિતિસ્થાપક અને તેની સ્થિતિસ્થાપકની હદ ઉંચી છે. ઉપર્યુક્ત બંને વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો. 2023 સરળ
- 52. પ્રત્યેકની ત્રિજ્યા \(0.2\,cm\) અને દળ અવગણ્ય હોય તેવા સ્ટીલ અને પિત્તળમાંથી બનાવેલા બે તારને આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ ભારિત કરેલા છે. સ્ટીલના તારનું ખેંચાણ \(......\times 10^{-6}\,m\) છે.(સ્ટીલનો યંગ ગુણાંક \(=2 \times 10^{11}\,Nm ^{-2}, g=10\,ms ^{-2}\))
2023 અઘરું - 53. તાર \(A\) અને \(B\) નાં દ્રવ્યના યંગ ગુણાંકોનો ગુણોત્તર \(1:4\) છે, જ્યારે તેમના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર \(1:3\) છે. જો બંને તારને સમાન મૂલ્યના બોજ લગાડવામાં આવે, તો તાર \(A\) અને \(B\) માં ......... ગુણોત્તરમાં ખેંચાણ (લંબાઈ વધારો) ઉદભવશે. [તાર \(A\) અને \(B\) સમાન લંબાઈ ધારો.] 2023 મધ્યમ
- 54. તારને જ્યારે \(100\,N\) અને \(120\,N\) નું તણાવબળ લગાડવામાં આવે છે ત્યારે તેની લંબાઈ અનુક્રમે \(l_1\) અને \(l_2\) થાય છે. જો \(10 l_2=11 l_1\), હોય તો, તારની મૂળ લંબાઈ \(\frac{1}{x} l_1\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.......\) છે. 2023 મધ્યમ
- 55. \(Y =7.0 \times 10^{10}\,N / m ^2\) યંગ મોડ્યુલસ ધરાવતો એક એલ્યુમિનિયમનો સળિયો \(0.04 \%\) સ્થિતિ સ્થાપક તણાવ (વિકૃતિ) અનુભવે છે. \(J/m^3\) માં સંગ્રહાતી ઊર્જા પ્રતિ એકમ ધનફળ છે. 2023 સરળ
- 56. \(0.5\; m\) લંબાઈ અને \(10^{-4}\; m ^2\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાત્વીય તારનું બ્રેકીંગ પ્રતિબળ \(5 \times 10^8\,Nm ^{-2}\) છે એક \(10\,kg\) દળને દોરીના એક છેડા આગળ લગાવવામાં આવે છે અને તે સમક્ષિતિજ વર્તુળમાં ભ્રમણ કરે છે. ચોસલાનો રેખીય વેગ \(.............ms ^{-1}\) હશે. 2022 અઘરું
- 57. \(1 \,cm ^{2}\) આડછેદ ઘરાવતા તારને તેની લંબાઈ બમણી કરવા માટે લગાવવું પડતું બળ ........\( \times 10^{7}\,N\) થશે. (તારુનું યંગ મોડ્યુલસ \(=2 \times 10^{11} \,N / m ^{2}\) આપેલ છે.) 2022 અઘરું
- 58. \(20\; kg\) દળ, \(0.4\; m ^2\) નું આડછેદ અને \(20\,m\) લંબાઈના એક નિયમિત ભારે સળિયાને જડિત આધાર પરથી લટકાવવામાં આવે છે. ક્ષેત્રીય \((lateral)\) સંકોચન અવગણતા, સળિયામાં વિસ્તરણ \(x \times 10^{-9}\; m\) મળે છે. \(x\) નું મૂલ્ય \(...........\) હશે. (\(Y =2 \times 10^{11} \;Nm ^{-2}\) and \(\left.g=10\, ms ^{-2}\right)\) 2022 અઘરું
- 59. \(3.2\,m\) લંબાઈના એક સ્ટીલ ના તાર \(\left( Y _{ s }=2.0 \times 10^{11}\,Nm ^{-2}\right)\) અને \(4.4\,m\) લંબાઈના એક કોપર તાર \(\left( Y _{ c }=1.1 \times 10^{11} Nm ^{-2}\right)\), બંને \(1.4\,mm\) ત્રિજ્યા ધરાવતા તારને છેડેથી છેડ જોડવામાં આવેલા છે. જ્યારે તેમને ભાર વડે ખેંચવામાં આવે છે, તો પરિણામી ખેંચાણ \(1.4\,mm\) માલૂમ પડે છે. આપેલ ભારનું ન્યૂટનમાં મૂલ્ય. \(............\) હશે.(\(\pi=\frac{22}{7}\) છે) 2022 અઘરું
- 60. \(4\,mm ^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક દોરી ને \(2\,kg\)નું દળ ધરાવતા દઢ પદાર્થ સાથે જોડવામાં આવેલ છે. આ પદાર્થ ને \(0.5\,m\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ધુમાવવામાં આવે છે. વર્તુળાકાર પથના તળિયા આગળ પદાર્થને \(5\,m / s\) ની ઝડપ હોય છે. જ્યારે પદાર્થ વર્તુળના તળિયા આગળ હોય ત્યારે દોરીમાં ઉત્પન્ન તણાવ(વિકૃતિ) નું મુલ્ય \(.............\times 10^{-5}\) હશે.(યંગનો મોડ્યુલસ \(10^{11}\,N / m ^2\) અને \(g =10\,m / s ^2\) લો.) 2022 અઘરું
- 61. \(60 \,cm\) ની બાજુ અને \(15 \,cm\) ની જાડાઈ ધરાવતા એક ચોરસ એલ્યુમિનિયમ (મોડ્યુલ્સ આફ રીજીડીટી આકાર સ્થિતિસ્થાપકતા અંક \(25 \times 10^{9} \,Nm ^{-2}\) )ને (તેની સાંકળી સપાટી બાજુ પર) \(18.0 \times 10^{4} \,N\) જેટલું સ્પર્શીય બળ લગાડવામાં આવેલ છે. નાની બાજુને જમીન સાથે રીવેટથી જોડવામાં આવેલ છે. ઉપરની બાજુનું સ્થાનાંતર .......... \(\mu m\) માં હશે. 2022 અઘરું
- 62. દ્રવ્ય માટે તેની સ્થિતિસ્થાપક હદમાં રેખીય પ્રતિબળ અને રેખીય વિકૃતિનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. \(5 \times 10^{-4}\) જેટલી રેખીય વિકૃતિ માટે ઊર્જા ઘનતામાં થતો વઘારો ............ \(kJ / m ^{3}\) હશે.
2022 અઘરું - 63. એક ક્રેનમાં ભાર ઊંચકવા વપરાતા દોરડાના આડછેદનું ક્ષેત્ર \(2.5 \times 10^{-4} m ^2\) છે. ટ્રેનની મહત્તમ ઊંચકવાની ક્ષમતા \(10\) મેટ્રીક ટન છે. ક્રેનની મહત્તમ ઊંચકવાની ક્ષમતા \(25\) મેટ્રીક ટન કરવી હોય તો દોરડાના આડછેદનું ક્ષેત્રફળ \(\dots \times 10^{-4} \,m ^{2}\) જોઈશે. \((g=10 ms { }^{-2}\) લો) 2022 મધ્યમ
- 64. \(L\) લંબાઈના અને \(r\) ત્રિજ્યાના તારને એક છેડા આગળથી દઢ રીતે જડવામાં આવેલ છે. તારનો બીજો છેડો જ્યારે \(F\) બળ દ્વારા ખેંચવામાં આવે છે ત્યારે તેની લંબાઈ \(5\,cm\) જેટલી વધે છે. \(4L\) લંબાઈ અને \(4 r\) ત્રિજ્યા ધરાવતો અને સમાન દ્રવ્યનો બનેલો બીજો તાર \(4 F\) બળ દ્વારા ખેંચવામાં આવે છે. તો તારની લંબાઈમાં થતો વધારો \(................\) થશે. 2022 અઘરું
- 65. \(L\) લંબાઈનો એક તાર જડિત આધાર પરથી લટકાવેલ છે. તેના મુક્ત છેડા આગળ જોડેલ દળ \(1 \,kg\) થી બદલીને \(2 \,kg\) કરતાં તેની લંબાઈ \(L _{1}\) થી બદલાઈને \(L _{2}\) થાય છે. તો \(L\) નું મૂલ્ય .............. થશે. 2022 અઘરું
- 66. તાર માટે તેના આનુષાંગિક મૂળ મૂલ્ય કરતાં લંબાઈ બમણી કરવામાં આવે અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો દ્રવ્યનો યંગ મોડયુલસ \(..............\) થશે. 2022 સરળ
- 67. તારનો પૃથ્વીની સપાટી ઉપર લંબાઈમાં વધારો \(10^{-4} \,m\) છે. આ જ પરિમાણ ધરાવતા આ જ તારનો બીજા ગ્રહ પર લંબાઈનો વધારો \(6 \times 10^{-5} \,m\) થાય છે. તે ગ્રહ પર ગુરૂત્વીય પ્રવેગ ............ \(ms ^{-2}\) હશે, પૃથ્વીની સપાટી ઉપર ગુરૂત્વપ્રવેગનું મૂલ્ય \(10 \,ms ^{-2}\) છે. 2022 અઘરું
- 68. યંગનો મોડયુલસ નોંધવાના પ્રયોગમાં પાંચ જુદી-જુદી લંબાઈઓ \((1,2,3,4\) અને \(5\,m )\) ના પણ સમાન આડછેદ (\(2\,mm ^2\) ) ધરાવતા સ્ટીલના તારો લેવામાં આવે છે તથા તારોના ખેંચાણ/ ભાર વિરુદ્ધ તેમની લંબાઈનો મેળવવામાં આવે છે. વક્રોના ઢાળ (લંબાણ/ભાર) ને તારની લંબાઈ સાથે દોરવામાં આવે છે અને નીચે મુજબનો આલેખ મળે છે.જે આપેલ સ્ટીલના તારનું યંગમોડયુલસ \(x \times 10^{11}\,Nm ^{-2}\) હોય, તો \(x\) નું મૂલ્ય \(..............\) થશે.
2022 અઘરું - 69. \(0.1\, {m}\) લંબાઈ અને \(10^{-6} \,{m}^{2}\;A\) જેટલું આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા એક રબરના ગિલોલ દ્વારા \(20\, {g}\) ના એક પથ્થરને \(0.04\, {m}\) ખેંચીને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત કરેલ પથ્થરનો વેગ \(....\,m\,/s\) થશે. (રબરનો યંગ મોડ્યુલસ \(=0.5 \times 10^{9}\, {N} / {m}^{2}\)) 2021 અઘરું
- 70. \(1.25 \times 10^{9} \,{N} / {m}^{2}\) બ્રેકિંગ પ્રતિબળ ધરાવતા સમાન દ્રવ્યના બે તાર \({W}_{1}\) અને \({W}_{2}\) છે. \({W}_{1}\) અને \({W}_{2}\) ના આડછેડના ક્ષેત્રફળ અનુક્રમે \(8 \times 10^{-7}\, {m}^{2}\) અને \(4 \times 10^{-7}\, {m}^{2}\) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના પર \(20 \,{kg}\) અને \(10\, {kg}\) દળના પદાર્થ લટકાવેલ છે. તો પલ્લામાં મહત્તમ કેટલું દળ (\(kg\) માં) મૂકી શકાય કે જેથી તાર તૂટે નહીં? \((\left.{g}=10\, {m} / {s}^{2}\right)\)
2021 અઘરું - 71. \(50\; {cm}\) અને \(100 \;{cm}\) અનુક્રમે અંદરની અને બહારની ત્રિજ્યા ધરાવતા સ્ટીલના બનેલા ચાર સ્તંભ \(50 \times 10^{3} {kg}\) દળને સપોર્ટ કરે છે. બધા પર સમાન દળનું વિતરણ ધરવામાં આવે તો દરેક નળાકારની તણાવ વિકૃતિની ગણતરી કરો. [\(\left.{Y}=2.0 \times 10^{11} \;{Pa}, {g}=9.8\; {m} / {s}^{2}\right]\) 2021 મધ્યમ
- 72. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે \(3 \,{kg}\) અને \(5\, {kg}\) ના બ્લોકને ધાતુના તાર સાથેન બાંધીને ગરગડી સાથે લટકાવેલ છે. ધાતુનું બ્રેકિંગ પ્રતિબળ \(\frac{24}{\pi} \times 10^{2}\, {Nm}^{-2}\) છે. તો તારની ન્યૂનતમ ત્રિજ્યા (\(cm\) માં) કેટલી હોવી જોઈએ? (\(\left.g=10\, {ms}^{-2}\right)\)
2021 અઘરું - 73. દ્રવ્યની સામાન્ય ઘનતા \(\rho\) અને સ્થિતિસ્થાપકતાનો આયતન માપાંક (bulk modulus of elasticity) \(K\) છે. જ્યારે બધીજ બાજુંએથી પદાર્થ પર એક સમાન દબાણ \(P\) લાગૂ પાડવામાં આવે ત્યારે દ્રવ્યની ઘનતામાં થતાં વધારાનું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
- 74. એક સમાન ધાત્વીય તાર પર \(F\) જેટલું રેખીય બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઈ \(0.04 \,m\) જેટલી વધે છે. જો તેની લંબાઈ અને વ્યાસ બમણો કરવામાં આવે તો તે સમાન બળ માટે પ્રતાન (લંબાઈ) માં વધારો ........ \(cm\) થશે. 2021 અઘરું
- 75. રેલના પાટાના આડછેદનું ક્ષેત્રફળ \(0.01\, {m}^{2}\) છે. તાપમાનનો તફાવત \(10^{\circ} {C}\) છે. પાટાના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક \(10^{-5} /{ }^{\circ} {C}\) છે. તો પાટામાં પ્રતિ મીટર દીઠ સંગ્રહ પામતી ઊર્જા (\({J} / {m}\) માં) કેટલી હશે? (પાટાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(10^{11} \,{Nm}^{-2}\) છે.) 2021 અઘરું
- 76. સમાન દ્રવ્યના બનેલા તાર \(A\) અને \(B\) પર સમાન બળ \(2\,N\) લગાવીને તેમની લંબાઈ \(2 \,mm\) અને \(4\, mm\) વધારવામાં આવે છે.\(B\)ની ત્રિજ્યા \(A\) કરતા ચાર ગણી છે,બંનેની લંબાઇનો ગુણોતર \(a / b\,=\,1 / x\) હોય તો \(x=\,.......\) 2021 અઘરું
- 77. સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને એકબીજા સાથે જોડેલા છે અને દળ લટાવેલ છે. બે તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અનુક્રમે \(Y_{1}\) અને \(Y_{2}\) છે. આ સંયોજન એક તાર તરીકે વર્તે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે? 2021 મધ્યમ
- 78. \(Y, K\) અને \(n\) એ કોઈ દ્રવ્ય માટે અનુક્રમે યંગ મોડયુલસ (યંગ માપાંક), બલ્ક મોડ્યુલસ (આયતન માપાંક) અને મોડયુલસ ઑફ રિજીડીટી (દઢતા માપાંક) નાં મૂલ્ય દર્શાવે છે. આ પ્રાચલો માટે સાચો સંબંધ પસંદ કરો. 2021 મધ્યમ
- 79. \(0.3\; \mathrm{m}\) લંબાઈના તારના એક છેડે \(\mathrm{m}=10\; \mathrm{kg}\) નો પદાર્થ બાંધેલો છે.તેને અવકાશમાં મહત્તમ કેટલી કોણીય ઝડપથી(\(rad \;s^{-1}\) માં) ફેરવી શકાય?(તારનું મહત્તમ બ્રેકિંગ પ્રતિબળ \(=4.8 \times 10^{7} \;\mathrm{Nm}^{-2}\) અને તારના આડછેડનું ક્ષેત્રફળ \(=10^{-2}\; \mathrm{cm}^{2}\) છે) 2020 અઘરું
- 80. બે સમાન લંબાઈ અને સમાન દળ લટકાવેલ સ્ટીલના તારને છત સાથે જડિત કરેલા છે. જો તેમાં એકમ કદદીઠ સંગ્રહાતી ઉર્જાનો ગુણોત્તર \(1: 4\) હોય તો તેમના વ્યાસનો ગુણોત્તર કેટલો થાય? 2020 મધ્યમ
- 81. ધાતુના સમઘન પર \(4\;GPa\) જેટલું હાઇડ્રોસ્ટેટિક દબાણ લગાવવામાં આવે છે. તો સમઘનની બાજુની લંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા \(\%\) હશે? (ધાતુનો બલ્ક મોડ્યુલસ \(B =8 \times 10^{10}\, Pa\) ) 2020 મધ્યમ
- 82. \(1\,m\) લંબાઈ અને \(1\,mm^2\) ક્ષેત્રફળ ધરાવતા બે બ્રાસ અને સ્ટીલના તારને શ્રેણીમાં જોડી તેના એક છેડાને દઢ આધાર સાથે જોડેલો છે.અને બીજા છેડાને ખેચવામાં આવે છે. તારની લંબાઈમાં \(0.2\,mm\) વધારો કરવા માટે કેટલા પ્રતિબળની જરૂર પડે? [સ્ટીલ અને બ્રાસના યંગ મોડ્યુલસ અનુક્રમે \(120\times 10^9\,N/m^2\) અને \(60\times 10^9\,N/m^2\) છે] 2019 મધ્યમ
- 83. \(2.0\, mm\) ત્રિજ્યા ધરાવતો સ્ટીલણો તારણો એક છેડો છત પર અને બીજા છેડે \(4\, kg\) વજન લટકાવેલ છે \(g = 3.1\pi \,m{s^{ - 2}}\) , તારમાં કેટલું તણાવ પ્રતિબળ ઉત્પન્ન થશે? 2019 મધ્યમ
- 84. બ્રાસની સ્થિતિસ્થાપક હદ \(379\,MPa\) છે.બ્રાસના સળિયા પર \(400\,N\) બળ લગાવવા માટે તેનો વ્યાસ સ્થિતિસ્થાપક હદની અંદર રહે તે માટે ઓછામાં ઓછો ......... \(mm\) હોવો જોઈએ. 2019 મધ્યમ
- 85. બાળકની ગલોલ નહિવત્ત દળ ધરાવતા રબર જેની લંબાઈ \(42\, cm\) અને \(6\, mm\) વ્યાસમાથી બનેલ છે. બાળક \(0.02\, kg\) વજન ધરાવતો પથ્થર તેના પર મૂકીને \(20\, cm\) ખેંચે છે. જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે પથ્થર \(20\, ms^{-1}\) ના વેગથી ગતિ કરે છે. ગલોલને ખેચતી વખતે તેના ક્ષેત્રફળમાં થતો ફેરફારને અવગણો.રબરનો યંગ મોડ્યુલસ લગભગ કેટલો હશે? 2019 મધ્યમ
- 86. \(\alpha {/^o}C\) રેખીય પ્રસરણાંક ધરાવતી ધાતુમાંથી \(L\) લંબાઈ અને \(A\) આડછેદ ધરાવતા એક ધાતુના સળીયાને ઓરડાના તાપમાને બનાવવામાં આવે છે. એવું જોવા મળ્યું કે જ્યારે સળીયાના બન્ને છેડા પર બાહ્ય દબનીય બળ \(F\) લગાવી તેનું તાપમાન \(\Delta T\, K\) કેલ્વિન જેટલું વધારવામાં આવે તો પણ સળીયાની લંબાઇમાં કોઇ ફેરફાર થતો નથી.આ ધાતુ માટે યંગ મોડ્યુલસ \(Y\) કેટલો હશે? 2019 મધ્યમ
- 87. તાર \(A\) અને \(B\) ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર \(7 : 4\) છે. તાર \(A\)ની લંબાઈ \(2\, m\) અને ત્રિજ્યા \(R\) અને તાર \(B\) ની લંબાઈ \(1.5\, m\) અને ત્રિજ્યા \(2\, mm\) છે.આપેલ વજન માટે બંને તારની લંબાઈમાં સરખો વધારો થતો હોય તો \(R\) નું મૂલ્ય ......... \(mm\) હશે. 2019 મધ્યમ
- 88. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(10^5\,N\) બળ વિરુદ્ધ દિશામાં લગાવવામાં આવે છે.ઘનની ઉપર અને નીચેની બાજુની લંબાઈ \(10\,cm\) છે.ઉપરની બાજુને સમાંતર રીતે \(0.5\,cm\) ખસેડવામાં આવે છે.જો બિજા સમાન દ્રવ્યમાથી બનાવેલ \(20\,cm\) બાજુની લંબાઈ ધરાવતા ઘન પર સમાન પરિસ્થિતી લાગુ પાડવામાં આવે તો તેમાં ઉપરની બાજુમાં ......... \(cm\) સ્થાનાંતર થાય.
2018 સરળ - 89. \(K\) જેટલો બલ્ક મોડયુલસ ધરાવતો અને \(r\) ત્રિજયાનો એક પોચા દ્રવ્યનો બનેલો ઘન ગોળો,નળાકારીય પાત્રમાં એક પ્રવાહી દ્વારા ઘેરાયેલ છે. \(a\) ક્ષેત્રફળ ઘરાવતો દળરહિત પિસ્ટન પ્રવાહીની સપાટી ઉપર તરે છે.પિસ્ટનનું ક્ષેત્રફળ નળાકારીય પાત્રનાં સંપૂર્ણ આડછેદ બરાબર છે.જયારે \( m\) જેટલું દળ પિસ્ટનની સપાટી ઉપર મૂકી પ્રવાહીને દબાવતાં,ગોળાની ત્રિજયામાં થતો આંશિક ઘટાડો \(\left( {\frac{{dr}}{r}} \right)\) કેટલો થશે? 2018 મધ્યમ
- 90. એક માણસ વિશાળકાય માણસ તરીકે એવી રીતે વધે છે,કે એનું રેખીય પરિમાણ \(9\) ગણું વધે છે.જો એવું માનવામાં આવે કે એની ઘનતામાં કોઇ ફેરફાર થતો નથી તો એના પગમાં થતા પ્રતિબળના ફેરફાર કેટલા ગણા હશે? 2017 અઘરું
- 91. લાંબા પાતળા સ્ટીલના તાર પર \(F\) જેટલું દબનીય બળ લગાવવામાં આવે છે. અને ગરમ કરવામાં આવે છે કે જેથી તેનું તાપમાન \(\Delta T\) જેટલું વધે છે. તેની લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. \(l\) તારની લંબાઈ, \(A\) આડછેડનું ક્ષેત્રફળ, \(Y\) યંગ મોડ્યુલૂસ અને \(\alpha \) રેખીય પ્રસરણાંક હોય તો \(F\) નું મૂલ્ય કેટલું હશે? 2017 મધ્યમ
- 92. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના ઉપરના ભાગની ત્રિજ્યા \(a\) અને લંબાઈ \(b\) છે. બીજા એક \(\left( {a + \Delta a} \right)\) \(\left( {\Delta a < < a} \right)\) ત્રિજ્યા ધરાવતા બુચને દબાવીને બોટલમાં ફિટ કરવામાં આવે છે. જો બૂચનો બલ્ક મોડ્યુલસ \(B\) અને બોટલ અને બુચ વચ્ચેનો ઘર્ષણાંક \(\mu \) હોય તો બુચને બોટલમાં ફિટ કરવા માટે કેટલા બળની જરૂર પડે?
2016 મધ્યમ - 93. \(Y\) યંગ મોડ્યુલસ ધરાવતા દ્રવ્યમાંથી એક ઘટતી ત્રિજ્યા ધરાવતો શંકુ આકારનો તાર બનાવવામાં આવે છે જેની મૂળભૂત લંબાઈ \(L\) અને તારના ઉપરના અને નીચેના ભાગની ત્રિજ્યા અનુક્રમે \(R\) અને \(3R\) છે.તારણો ઉપરનો ભાગ દઢ આધાર સાથે અને નીચેના ભાગ સાથે \(M\) દળ લટકાવેલ છે તો તારની નવી વિસ્તૃત લંબાઈ કેટલી થશે? 2016 અઘરું
- 94. યંગ મોડ્યુલસ શોધવાના પ્રયોગમાં \(5\, mm\) ત્રિજ્યા અને \(1 \,m\) લંબાઈ ધરાવતા પાતળા તારના એક છેડા પર \(50\,\pi kN\) નું બળ લગાવવામાં આવે છે. બધી લંબાઈના માપનમાં લેવાતા સાધનની લઘુતમ માપશક્તિ \(0.01\, mm\) હોય તો નીચે પૈકી કયું વિધાન ખોટું પડે? 2016 સરળ
- 95. એલ્યુમિનિયમ અને કોપર જેવા દ્રવ્યો માટે સ્થિતિસ્થાપક અંકનો સાચો ક્રમ નીચેનામાથી કયો છે? 2014 મધ્યમ
- 96. ઇથેનોલ,પારો અને પાણીનો બલ્ક મોડ્યુલસ અનુક્રમે \(0.9, 25\) અને \(2 .2\), \(10^9\, Nm^{-2}\) એકમમાં છે.આપેલ દબાણ માટે કદમાં થતો આંશિક ઘટાડો \(\frac{{\Delta V}}{V}\) વડે અપાય છે. આપેલ ત્રણ પ્રવાહી માટે \(\frac{{\Delta V}}{V}\) માટે નીચેનામાથી કયો વિકલ્પ સાચો પડે? 2014 મધ્યમ
- 97. સ્ટીલ પર જ્યારે \(3 .5 \times 10^8\,\,N\,m^{-2}\) જેટલુ આકાર પ્રતિબળ લગાવવામાં આવે ત્યારે તે તૂટે છે.તો \(0.3\,cm\) જાડાઈના સ્ટીલના પતરામાં \(1\,cm\) વ્યાસ વાળો હૉલ કરવા માટે કેટલા બળની જરૂર પડે? 2014 મધ્યમ
- 98. બે \(m\) અને \(M\) દળ ધરાવતા બ્લોકને \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા તાર સાથે જોડે ઘર્ષણરહિત ગરગડી પર આકૃતિમાં દર્શાવેલ મુજબ મૂકેલા છે.હવે તંત્રને મુક્ત કરવામાં આવે છે જો \(M = 2 m\) હોય તો તારમાં ઉત્પન્ન થતું પ્રતિબળ કેટલું હશે?
2013 અઘરું - 99. એક તાર (યંગ મોડ્યુલસ \(2 \times 10^{11}\, Nm^{-2}\)) પર \(5 \times 10^7\,Nm^{-2}\) જેટલું પ્રતન પ્રતિબળ લગાવવામાં આવે છે.જો સંપૂર્ણ તારના કદમાં \(0.02\%,\) નો ફેરફાર થતો હોય તો તેની ત્રિજ્યા થતો આંશિક ઘટાડો કેટલો હશે? 2013 મધ્યમ
- 100. સ્ટીલ અને બ્રાસ માટે લંબાઈ ,ત્રિજ્યા અને યંગ મોડયુલસનો ગુણોત્તર \(a, b\) અને \(c\) છે તો તેમની લંબાઈમાં થતાં વધારાનો ગુણોત્તર કેટલો થાય?
2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.