ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

2013–2026 ના 176 પ્રશ્નો. યંગનો પ્રયોગ સૌથી વધુ પૂછાય છે.

176પ્રશ્નો
12ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 52% અઘરું 36%

STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના બધા પ્રશ્નો

નવા પહેલા

176 માંથી 51–100 પ્રશ્નો

  1. 51. એકલ સ્લિટના પ્રયોગમાં, \(550 \mathrm{~nm}\) તરંગલંબાઈનું લીલા પ્રકાશનું સમાંતર કિરણપુંજ \(0.20 \mathrm{~mm}\) પહોળાઈની સ્લિટમાંથી પસાર થાય છે. પારગમિત પ્રકાશ \(100 \mathrm{~cm}\) દૂર આવેલા પડદા પર મેળવવામાં આવે છે. કેન્દ્રીય મહત્તમથી પ્રથમ ક્રમના ન્યૂનતમનું લઘુત્તમ અંતર \(\mathrm{x} \times 10^{-5} \mathrm{~m}\) હશે. \(\mathrm{x}\) નું ઇષ્ટતમ મૂલ્ય _______ છે. 2024 અઘરું
  2. 52. \(I_0\) જેટલી તીવ્રતા ધરાવતા એક અધ્રુવીય પ્રકાશ કિરણપૂંજને પહેલાં એક ધ્રુવક. \(A\) માંથી પસાર કરવામાં આવે છે ત્યાર બાદ બીજા ધ્રુવક \(B, 3\) જેનું મુખ્ય સમતલ ધ્રુવ. \(A\) ના મુખ્ય સમતલને સાપેક્ષ \(45^{\circ}\) રહેલો હોય, તેમાંથી પસાર કરવામાં આવે છે. નિર્ગમન પ્રકાશની તીવ્રતા___________છે. 2024 અઘરું
  3. 53. \(Io\) તીવ્રતા ઘરાવતા અધ્રુવીભૂત પ્રકાશ કિરણપુંજ ને પોલેરોઇડ \(A \) અને ત્યારબાદ બીજા પોલેરોઇડ \(B\) નું મુખ્ય સમતલ પોલેરોઇડ \(A\) ની સાપેક્ષ \(45°\) નો કોણ બનાવતું હોય,તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા _______ થશે. 2024 મધ્યમ
  4. 54. જ્યારે એક પોલરોઈડ પાંદડાને બે ક્રોસ પોલરોઈડ્સ વચ્ચે ફરાવવામાં આવે છે, ત્યારે પ્રસારિત પ્રકાશની તીવ્રતા મહતમ થવા માટે કેટલું ભ્રમણ કરવું પડશે ? 2024 અઘરું
  5. 55. જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર _______ હશે. 2024 અઘરું
  6. 56. તીવ્રતા ગુણોત્તર \(1: 9\) ધરાવતા બે તરંગો એક બિંદુએ એકબીજાને છેદે છે. તે બિંદુએ પરિણામી તીવ્રતાઓ, જ્યારે (a) તરંગો અસુસંગત હોય ત્યારે \(I_1\) છે (b) તરંગો સુસંગત હોય અને કલા તફાવત \(60^{\circ}\) હોય ત્યારે \(I_2\) છે. જો \(\frac{I_1}{I_2}=\frac{10}{x}\) હોય, તો \(x=\) _______. 2024 મધ્યમ
  7. 57. તરંગલંબાઈ \(6000\)A નો એકરંગી પ્રકાશ \(0.01 \mathrm{~mm}\) પહોળાઈની એકલ સ્લિટ પર આપાત થાય છે. જો વિવર્તન પેટર્ન \(20 \mathrm{~cm}\) કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સના કેન્દ્ર પર રચાય, તો કેન્દ્રીય મહત્તમની રેખીય પહોળાઈ _______ છે. 2024 અઘરું
  8. 58. યંગ બે-સિલ્ટ ના પ્રયોગમાં, બે એકસમાન ઉદગમોમાંથી આવતા પ્રકાશને પડદા ઉપર સંપાત કરવામાં આવે છે. પડદા ઉપર પહોંચતા પ્રકાર વચ્ચે પથ તફાવત \(7 \lambda / 4\) છે. શલાકાની મહત્તમ તીવ્રતાની સરખામણીમાં, આ બિંદુ આગળ મળતી તીવ્રતાઓનો ગુણોત્તર _______ થશે. 2024 અઘરું
  9. 59. યંગના બે-સ્લિટ પ્રયોગમાં \(\lambda_1\) અને \(\lambda_2\) બે તરંગલંબાઈઓનો ઉ૫યોગ કરવામાં આવે છે. \(\lambda_1=450 \mathrm{~nm}\) અને \(\lambda_2=650 \mathrm{~nm}\) છે. \(\lambda_2\) દ્વારા ઉત્પન સૌથી નાના ક્રમની શલાકા કે જે \(\lambda_1\) દ્વારા ઉત્પન શલાકા ઉપર સંપાત થાય તે (ક્રમ) \(\mathrm{n}\) છે. \(\mathrm{n}\) નું મૂલ્ય _______ થશે. 2024 અઘરું
  10. 60. યંગના બે સ્લિટના પ્રયોગમાં, તરંગલંબાઈ \(5000\) \(A\) નો એકરંગી પ્રકાશ વપરાય છે. સ્લિટ્સ \(1.0 \mathrm{~mm}\) અંતરે છે અને પડદો સ્લિટ્સથી \(1.0 \mathrm{~m}\) દૂર રાખેલ છે. પડદાના કેન્દ્રથી તે અંતર જ્યાં તીવ્રતા પ્રથમ વખત મહત્તમ તીવ્રતાના અડધી થાય છે તે _______ \(10^{-6} \mathrm{~m}\) છે. 2024 અઘરું
  11. 61. યંગના બે-સ્લિટનાં પ્રયોગમાંની એક સ્લિટની પહોળાઈ બીજી સ્લિટની પહોળાઈ કરતાં \(4\) ગણી છે. વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર _______ થશે. 2024 અઘરું
  12. 62. યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં \(500 \mathrm{~nm}\) તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉપયોગ થાય છે. પડદા પર વ્યતિકરણ ભાત પ્રાપ્ત થાય છે. જ્યારે એક સ્લિટને ખૂબ પાતળી કાચની પ્લેટ (વક્રીભવનાંક \(=1.5\)) વડે ઢાંકવામાં આવે છે, ત્યારે મધ્યસ્થ મહત્તમ અગાઉ \(4^{\text {th }}\) તેજસ્વી ફ્રિન્જ દ્વારા કબજે કરાયેલા સ્થાન પર સ્થાનાંતરિત થાય છે. કાચની પ્લેટની જાડાઈ _______\(\mu \mathrm{m}\) છે. 2024 અઘરું
  13. 63. યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, \(5000\) \(A\) તરંગલંબાઈના પ્રકાશનો ઉપયોગ કરીને, સ્લિટ્સ વચ્ચેનું અંતર \(0.3 \mathrm{~mm}\) છે અને સ્લિટ્સથી \(200 \mathrm{~cm}\) દૂર સ્ક્રીન છે. કેન્દ્રીય મહત્તમ \(x=0 \mathrm{~cm}\) પર છે. ત્રીજા મહત્તમ માટે \(\mathrm{x}\) નું મૂલ્ય _______ \(\mathrm{mm}\) છે. 2024 અઘરું
  14. 64. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, એક બિંદુ પરની તીવ્રતા મહત્તમ તીવ્રતાનો \(\left(\frac{1}{4}\right)^{\text {th }}\) ભાગ છે, બિંદુનું મધ્યસ્થ મહત્તમથી લઘુત્તમ અંતર _______ \(\mu \mathrm{m}\) છે. (આપેલ છે: \(\lambda=600 \mathrm{~nm}, d=1.0 \mathrm{~mm}, \mathrm{D}=1.0 \mathrm{~m}\) ) 2024 અઘરું
  15. 65. \(32\,Wm ^{-2}\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી છેલ્લા પોલેરોઈડની દગ-અક્ષ પ્રથમ પોલેરોઈડની દગ-અક્ષને લંબ થાય. જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા \(3\,Wm ^{-2}\) હોય, તો પ્રથમ બે પોલેરોઇડની દગ-અક્ષો વચ્યેનો કોણ ....... \(^{\circ}\) છે. 2023 મધ્યમ
  16. 66. \(a\) પહોળાઈ ધરાવતી એક સ્થિર પર \(600\,nm\) તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ આપાત થાય છે.પડદા પર પ્રથમ ન્યૂનતમ \(\theta=30^{\circ}\) પર દૃશ્યમાન થવા માટે \(a\) નું મૂલ્ય ......... \(\mu m\) હોવું જોઈએ. 2023 સરળ
  17. 67. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, યંગના બે સ્લિટના પ્રયોગોમાં, સમાન \(t=10\,\mu m\) ની જાડાઈ અને \(\mu _{1}=1.2\) વક્રીભવનાંક  ધરાવતી એક  પાતળી તક્તિને સ્લિટ \(S_1\)  ની આગળ દાખલ કરવામાં આવે છે. પ્રયોગ હવામાં \((\mu = 1)\) માં કરવામાં આવે છે અને \(\lambda = 500\,nm\) તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપરોક્ત તક્તિઓને દાખલ કરવાથી મધ્યસ્થ અધિકતમ \(x\beta_0\) જેટલા અંતરે ખાશે છે. જ્યાં \(\beta_0\) એ તક્તિઓ દાખલ કર્યા પહેલાની શલાકાની પહોળાઈ છે. \(x\) નું મૂલ્ય \(............\) થશે.
    2023 મધ્યમ
  18. 68. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સમાન પોલેરોઈડ \(P _1, P _2\) અને \(P _3\) ને એક પછી એક મૂકેલા છે. \(P _2\) અને \(P _3\) ના અક્ષ \(P _1\) ને અનુલક્ષીને અનુક્રમે \(60^{\circ}\) અને \(90^{\circ}\) ના કોણ પર ગોઠવેલ છે. ઉદગમ \(S\) ની તીવ્રતા \(O\) છે. તો \(256 \;\frac{ W }{ m ^2}\) બિંદુ એ પ્રકાશની તીવ્રતા \(............\frac{W}{m^2}\) છે.
    2023 મધ્યમ
  19. 69. બે ધ્રુવકો \(A\) અને \(B\) ને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી ધ્રુવકોની દક-અક્ષો અકબીજાને લંબરૂપે રહે. હવે ત્રીજા ધ્રુવક \(C\) ને \(A\) અને \(B\) ની વચ્ચે તેમની વચ્ચેના ખૂણાને દ્વિભાજક રીતે મૂકવામાં આવે છે. જો અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા \(I _0\) હોય, તો ધ્રુવકોમાંથી પારગમન પામ્યા બાદ પ્રકાશની તીવ્રતા \(........\) થશે. 2023 મધ્યમ
  20. 70. બે સ્લિટના પ્રયોગમાં \(400\,nm\) તરંગલંબાઈના પ્રકાશ માટે પડદા પર શલાકાની પહોળાઈ \(2\,mm\) છે. \(600\,nm\) તરંગ લંબાઈના પ્રકાશ માટે શલાકાની પહોળાઈ \(..........\,mm\) થશે. 2023 મધ્યમ
  21. 71. એક વૈજ્ઞાનિક સંયુક્ત (કંપાઉન્ડ) માઈક્રોસ્કોપની મદદથી બેકટેરિયાનો અભ્યાસ કરે છે. સારા વિશ્લેષણ અને વિભેદન શક્તિ વધારવા માટે તેણે \(.........\) (સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો) 2023 મધ્યમ
  22. 72. \(n\) ધ્રુવીકરણ શીટ એવી રીતે ગોઠવવામાં આવે છે કે દરેક આગળની શીટ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે છે. \(I\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ આ ગોઠવણ પર આપાત થાય છે. આઉટપુટની તીવ્રતા \(\frac{I}{64}\) મળે છે. \(n\) નું મૂલ્ય કેટલું હશે? 2023 મધ્યમ
  23. 73. નીચે બે કથનનો આપેલ છે. કથન \(I\) : જો હવામાંથી કાચમાં પ્રસરણ પામતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ \(\theta_{ B }\) હોય, તો કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ \(\frac{\pi}{2}-\theta_B\) છે.  કથન \(II\) : કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ \(\tan ^{-1}\left(\mu_{ g }\right)\) છે, જ્યાં \(\mu_{ g }\) એ કાચનો વક્રીભવનાંક છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  24. 74. પ્રકાશનો એક કિરણ જેમાં બે તરંગલંબાઇ \(7000\; \mathring A\) અને \(5500 \;\mathring A\) નો ઉપયોગ યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણની ભાત મેળવવા માટે થાય છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર \(2.5\,mm\) છે અને સ્લિટ્સના સમતલ અને પડદા વચ્ચેનું અંતર \(150\,cm\) છે. મધ્યમાન શલાકાથી ઓછામાં ઓછું અંતર, જ્યાં બંને તરંગલંબાઇને કારણે તેજસ્વી શલાકા સંપાત થાય, તે \(n \times 10^{-5}\,m\) છે. \(n\) નું મૂલ્ય ............ છે. 2023 મધ્યમ
  25. 75. યંગના બે સ્લીટના પ્રયોગમાં \(800\,nm\) તરંગલંબાઇનો પ્રકાશ બંને સ્લીટ પર આપાત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(A _1 A _2\) ને જોડતી રેખા \(A _1 P\) લંબ છે. જો બિંદુ \(P\) આગળ ન્યૂનતમ રયાય તો સ્લીટ વચ્ચેનું અંતર \(.......\,mm\) થાય.
    2023 મધ્યમ
  26. 76. યંગના બે સ્લિટ પ્રયોગમાં જ્યાં સમાન કંપવિસ્તારવાળા બે તરંગો વચ્ચેનો કળા તફાવત અનુક્રમે \(\pi / 3\) અને \(\pi / 2\) હોય, તેવા પડદા પરના બે બિંદુઓ \(P\) અન \(Q\) આગળની તીવ્રતાનો ગુણોત્તર \(......\) છે. 2023 મધ્યમ
  27. 77. યંગના બે સ્લિટના પ્રયોગમાં, મધ્યસ્થ મહતમથી \(5\)મી પ્રકાશિત શલાકાનું સ્થાન \(5\,cm\) આગળ મળે છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર \(1\,m\) અને વપરાયેલ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ \(600\,nm\) છે. સ્લિટો વચ્યેનું અંતર \(............\mu m\) છે. 2023 સરળ
  28. 78. યંગના બે સ્લિટના પ્રયોગમાં, પથ તફાવત \(\frac{\lambda}{4}\) અને \(\frac{\lambda}{3}\) હોય (પ્રકાશની તરંગ લંબાઈ) તેવા બે બિંદુએ તીવ્રતા અનુક્રમે \(I _1\) અને \(I _2\) છે. જો \(I _0\) પ્રત્યેક સ્લિટમાંથી ઉત્પન્ન થતી પ્રકાશની તીવ્રતા દર્શાવે તો \(\frac{I_1+I_2}{I_0}=..........\) 2023 મધ્યમ
  29. 79. યંગના બે સ્લિટના પ્રયોગમાં, સ્લિટોમાંથી આવતા પ્રકાશનાં કંપવિસ્તારોનો ગુણોત્તર \(2:1\) છે. વ્યતિકરણ ભાતમાં ન્યૂનત્તમથી મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર છે. 2023 મધ્યમ
  30. 80. યંગના બે- સ્લિટનાં પ્રયોગમાં \(800\) અને \(600\,nm\) તરંગલંબાઈ ધરાવતા બે પ્રકાશ તરંગોનો વ્યતિકરણ શલાકા મેળવવા માટે ઉપયોગ થાય છે કે જેમાં પડદો, સ્લીટ ધરાવતા સમમતલ થી \(7\,m\) અંતરે રાખેલ છે. જો સ્લિટો વચ્ચેનું અંતર \(0.35\,mm\) હોય તો મધ્યસ્થ પ્રકાશિત મહતમથી ઓછામાં ઓછા કેટલા અંતરે \((mm)\) માં બંને તરંગલંબાઈથી મળતી પ્રકાશિત શાલાકાઓ એકબીજા ઉપર સંપાત થશે? 2023 મધ્યમ
  31. 81. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો \(S_1\) અને \(S_2\) વચ્ચે \(d\) જેટલું અંતર અને સ્લિટોથી પડદા સુધીનું અંતર \(D\) છે.(આકૃતિ જુઓ.) હવે \(0.1\,mm\) જેટલી સમાન જાડાઈના પરંતુ જુદા-જુદા વાક્રીભવાનાંક \(1.51\) અને \(1.55\) ધરાવતા પારદર્શક ચોસલાને અનુક્રમે \(S_1\) અને \(S_2\) તરફ આવતા કિરણપૂંજ \(\lambda = 4000 \mathring A\) ના પથમાં દાખલ કરવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા \(.........\) સંખ્યાની શલાકાઓ જેટલી ખસશે.
    2023 અઘરું
  32. 82. \(2I _0\) જેટલી તીવ્રતા ધરાવતા એક અધ્રુવીભૂત પ્રકાશ કિરણને \(P\) પોલેરોઈડમાંથી પસાર કરાવામાં આવે છે અને ત્યાર બાદ બીજા \(Q\) પોલેરોઈડ કે જેની દગ અક્ષ \(P\)ની દગ્ અક્ષને સાપેક્ષે \(30^{\circ}\) નો કોણ બનાવે તમાંથી પસાર કરવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા \(.......\) હશે. 2022 મધ્યમ
  33. 83. \(4I\) અને \(9I\) તીવ્રતા ધરાવતા બે પ્રકાશ, પડદા ઉપર વ્યતિકરણ અનુભવે છે. પડદા ઉપર \(A\) બિંદુ આગળ કળા તફાવત શૂન્ય. અને બિંદુ \(B\) આગળ \(\pi\) છે. બિંદુ \(A\) અને \(B\) આગળ પરિણામી તીવ્રતાઓનો તફાવત \(........\,I\) થશે. 2022 મધ્યમ
  34. 84. \(650\, nm\) અને \(655\,nm\) તરંગલંબાઈ ધરાવતી સોડીયમ પ્રકાશનો ઉપયોગ \(0.5\, mm\) પહોળાઈ ધરાવતી સિંગલ-સ્લિટ દ્વારા મળતા વિવર્તનનો અભ્યાસ કરવામાં થાય છે. સ્લિટ અને પડદા વચ્ચે નું અંતર \(2.0\, m\) છે. આ બંને કિસ્સામાં મળતી વિવર્તન ભાતમાં પ્રથમ મહત્તમો વરચેનું અંતર......... \(\times 10^{-5} m\) હશે. 2022 મધ્યમ
  35. 85. \(670 \,nm\) જેટલી ચોકકસ તરંગ લબાઈ (\(v\) વેગથી ગતિ કરતી પ્રકાશગંગામાંથી આવતો પ્રકાશ) માટે અવલોકાતી તરંગલંબાઇ \(670.7 \,nm\) છે.તો \(v\) નું મુલ્ય કેટલું હશે? 2022 મધ્યમ
  36. 86. \(9 : 4\) તીવ્રતાઆનો ગુણોત્તર ધરાવતા પ્રકાશ કિરણ પૂંજનું વ્યતિકરણ કરાવવામાં આવે છે. મહત્તમો અને ન્યુનતમોની તીવ્રતાઓનો ગુણોત્તર .....થશે. 2022 મધ્યમ
  37. 87. બે સુસમ્બધ્ધ પ્રકાશ ઉદગમો વ્યતિકરણ અનુભવે છે. બન્ને ઉદગમો તિવ્રતાનો ગુણોત્તર \(1: 4\) છે. આ વ્યતિકરણ ભાત માટે \(\frac{I_{\max }+I_{\min }}{I_{\max }-I_{\min }}\) એ \(\frac{2 \alpha+1}{\beta+3}\) મળે છે,તો \(\frac{\alpha}{\beta}\) \(....\) થશે. 2022 અઘરું
  38. 88. એક અધ્રુવીભૂત પ્રકાશને સારી ગુણવત્તા ધરાવતા પોલેરોઈડ (ધ્રુવક)માંથી પસાર કરતાં આપાત સમતલને લંબ તેવા બધા જ વિદ્યુત ક્ષેત્ર સદિશોને સંપૂર્ણ રીતે દૂર કરે છે. આ ધ્રુવકમાંથી પસાર કર્યા બાદ, પ્રકાશને બ્રુસ્ટર કોણો પ્રિઝમની સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. પ્રિઝમ સાથે સંકળાયેલ ધટના માટે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2022 અઘરું
  39. 89. એક ડબલ સ્લિટના પ્રયોગમાં, કે જે \(\lambda\) જેટલી તરંગલંબાઈ ઘરાવતા એકરંગી પ્રકાશની મદદથી કરવામાં આવે છે, તેમાં વ્યતિકરણ અનુભવતા કિરણોમાંના એકના પથમાં \(x \,\lambda\) જેટલી જાડાઈ ઘરાવતી ગ્લાસની તક્તિ \(( \mu=1.5)\) દાખલ કરવામાં આવે છે. તો જયાં પહેલાં (અગાઉ) મધ્યસ્થ અધિકતમ મળતું હતું તે સ્થાને તીવ્રતા બદલાતી નથી. તો \(x\) નું મૂલ્ય..........હશે. 2022 મધ્યમ
  40. 90. એકરંગી પ્રકાશની મદદથી કરાતાં બે-સ્લિટ પ્રયોગમાં, સ્લિટથી અમુક અંતરે રખાયેલા પડદા ઉપર શલાકાઓ મેળવવામાં આવે છે. જો પડદાને સ્લિટ તરફ \(5 \times 10^{-2} \,m\) જેટલો ખસેડવામાં આવે તો શલાકાની પહોળાઈમાં \(3 \times 10^{-3} \,cm\) નો ફરફાર થાય છે. જો સ્લિટો વચ્યેનું અંતર \(1 \,mm\) હોય તો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ .............. \(nm\) હશે. 2022 અઘરું
  41. 91. \(I\) અને \(4I\) તીવ્રતા ધરાવતા બે પ્રકાશ કિરણપુંજો પડદા ઉપર શલાકાઓ ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચેનો કળા તફાવત \(A\) બિંદુએ \(\pi / 2\) અને બિંદુ \(B\) આગળ \(\pi / 3\) છે. પરિણામી તીવ્રતાઓ વચ્ચેનો તફાવત \(x I\) છે. \(x\) નું મૂલ્ય .......... છે. 2022 મધ્યમ
  42. 92. \(I\) અને \(9I\) જેટલી તીવ્રતાઓ ધરાવતા બે પ્રકાશ કિરણપૂંજેે વ્યતિકરણ અનુભવી પડદા ઉપર શલાકા ભાત ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચે \(P\) બિંદુ આગળ કળા તફાવત \(\pi / 2\) અને \(Q\) બિંદુ આગળ કળા તફાવત \(\pi\) છે. \(P\) અને \(Q\) આગળ પરિણામી તીવ્રતાઓ વચ્વચેનો તફાવત..........\(I\) થશે. 2022 મધ્યમ
  43. 93. ઓબ્જેકટીવ લેન્સ માટે દર્પણમુખ (aperture) \(24.4 \,cm\) છે. જો \(2440 \,\mathring A\) તરંગલંબાઈનો પ્રકાશ વસ્તુને જોવા માટે કરવામાં આવે તો આ ટેલીસ્કોપની વિભેદન શક્તિ .............. હશે. 2022 સરળ
  44. 94. પ્રારંભમાં માઈક્રોસ્કીપનો ઓબજેકિટવ (લેન્સ) હવામાં (વક્રીભવનાંક \(1\)) અને હવે તેલ (વક્રીભવનાંક \(2\))માં ડૂબાડવામાં આવેલ છે. જેની હવામાં તરંગલંબાઈ \(\lambda\) હોય તેવા અચળ પ્રકાશ માટે તેલમાં માઈક્રોસ્કોપની વિભેદન શક્તિમાં થતો ફરફાર ગણો. 2022 મધ્યમ
  45. 95. યંગ ડબલ સ્લિટના પ્રયોગમાં \(450 \,nm\) તરંગલંબાઈ માટે, \(2 \,m\) દૂર રખેલા પડદા ઉપર શલાકાની પહોળાઈ \(0.35^{\circ}\) જેટલી મળે છે. આ આખીય રચનાને \(7 / 5\) જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ \(\frac{1}{\alpha}\) થાય છે. તો \(\alpha\) નું મૂલ્ય ............ હશે. 2022 મધ્યમ
  46. 96. યંગના બે સ્લિટના પ્રયોગમાં, \(5000\,\mathring A\) નો એકરંગી પ્રકાશ \(0.5 \,mm\) પહોળાઈની શલાકાઓ ઉત્પન્ન કરે છે. હવે જો બીજો \(6000\,\mathring A\) તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ વાપરવામાં આવે અને સ્લિટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો નવી શલાકાઓની પહોળાઈ .............. \(mm\) થશે. 2022 અઘરું
  47. 97. યંગના બે-સ્લિટના પ્રયોગમાં, \(560 \,nm\) તરંગલંબાઈનો લેઝર પ્રકાશ, બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર \(7.2\) \(mm\) થાય તે રીતે વ્યતિકરણ ભાત રચે છે. હવે બીજા પ્રકાશની મદદથી વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે કે જેથી બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચચેનું અંતર \(8.1 \,mm\) થાય છે. બીજા પ્રકાશની તરંગલંબાઈ .......... \(nm\) હશે. 2022 મધ્યમ
  48. 98. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(0.6 \,mm\) છે. સ્લિટથી \(80 \,cm\) અંતરે રહેલા પડદા ઉપર વ્યતિકરણ ભાત રચાય છે. પ્રથમ અપ્રકાશિત શલાકા કોઈ એક સ્લિટની બરાબર વિરૂધ્ધ પડદા ઉપર રચાય છે. પ્રકાશની તરંગલંબાઈ ........... \(nm\) છે. 2022 મધ્યમ
  49. 99. યંગના ડબલ સ્લિટનાં પ્રયોગમાં, શલાકાની પહોળાઈ \(12\,mm\) છે.જો આખીય રચનાને \(\frac{4}{3}\) જેટલો વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડૂબાડવામાં આવે તો શલાકાની પહોળાઈ \((mm\) માં) \(..........\) થશે. 2022 મધ્યમ
  50. 100. \(0.1\, \mu m\) પહોળાઈ ધરાવતાં છિદ્ર (પીન હોલ) પર સૂર્ય પ્રકાશ આપાત કરતાં મળતી વિવર્તન ભાત ધ્યાનમાં લો. જે છિદ્રનો વ્યાસ થોડોક વધારીએ તો વિવર્તન ભાત પર એવી રીતે અસર થશે કે ....... . 2021 અઘરું