ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 4

2013–2026 ના 176 પ્રશ્નો. યંગનો પ્રયોગ સૌથી વધુ પૂછાય છે.

176પ્રશ્નો
12ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 52% અઘરું 36%

STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના બધા પ્રશ્નો

નવા પહેલા

176 માંથી 151–176 પ્રશ્નો

  1. 151. \(I\) તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક આદર્શ પોલેરાઇઝર \(A\) માંથી પસાર થાય છે.બીજો સમાન પોલેરાઇઝર \(B\) એ \(A\) ની પાછળ મૂકવામાં આવે છે. \(B \) ની આગળ/પછી પ્રકાશની તીવ્રતા \(\frac{I}{2}\) જેટલી માલૂમ પડ છે.હવે,બીજો સમાન પોલેરાઇઝર \(C\) ને \(A\) અને \(B\) ની વચ્ચે મૂકવામાં આવે છે.\(B\) થી આગળ તીવ્રતા \(\frac{I}{8}\) જેટલી મળે છે. \(A\) અને \(C\) ધ્રુવીભવન ( અક્ષ ) વચ્ચેનો કોણ ________\(^o\) થશે. 2018 મધ્યમ
  2. 152. \(0.1\, mm\) પહોળાઈ ધરાવતી સ્લીટને \(6000\,\mathop A\limits^o \) તરંલંબાઈ ધરાવતા પ્રકાશના સમાંતર કિરણો વડે પ્રકાશિત કરવામાં આવે છે અને તેની વિવર્તન ભાતને સ્લીટથી \(0.5\, m\) દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે.; તો ત્રીજી અપ્રકાશિત શલાકાનું મધ્યમાન પ્રકાશિત શલાકાથી અંતર(\(mm\) માં) કેટલું હશે? 2017 મધ્યમ
  3. 153. એક નિરિક્ષક પ્રકાશની ગતિ કરતાં અડધી ગતિથી \(10\) \(GHz\) આવૃત્તિના તરંગો ઉત્પન્ન કરતા એક સ્થિર માઇક્રોવેવ \((microwave)\) ઉદ્‍ગમ તરફ જાય છે.આ નિરિક્ષક દ્રારા મપાતી માઇક્રોવેવની આવૃત્તિનું મૂલ્ય .......\(GHz\) હશે : (પ્રકાશની ગતિ = \(3 \times  10^8 \) \(ms^{-1}\)) 2017 મધ્યમ
  4. 154. સુસંબદ્ધ ઉદગમમાથી \(\lambda \) તરંગલંબાઇનો પ્રકાશ આવે જે \(b\) પહોળાઈની સ્લીટને પ્રકાશિત કરે છે.જો સ્લીટથી \(1\;m\) અંતરે રહેલા પડદા પર મળતી વિવર્તનની ભાતમાં બીજુ અને ચૌથુ ન્યૂનતમ મધ્યમાન મહત્તમથી \(3\, cm\) અને \(6\, cm\) એ મળે છે, તો મધ્યમાન મહત્તમની પહોળાઈ(\(cm\) માં) કેટલી હશે? 2017 અઘરું
  5. 155. યંગના બે સ્લીટના પ્રયોગમાં, સ્લીટો વચ્ચેનું અંતર \(0.5\) \(mm\) છે અને સ્ક્રીનને \(150\) \(cm \) દૂર રાખેલ છે. \(650\) \(nm\) અને \(520\) \(nm\) એમ બે તરંગલંબાઇ ધરાવતો પ્રકાશપુંજ પડદા પર વ્યતિકરણ મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે.કોમન સેન્ટ્રલ મહત્તમથી જયાં બંને તરંગલંબાઇઓ દ્વારા રચાતી તેજસ્વી શલાકાઓ સંપાત થાય છે,તેનું લઘુત્તમ અંતર .......\( mm\) છે. 2017 મધ્યમ
  6. 156. બે તારા પૃથ્વીથી \(10\) પ્રકાશવર્ષ દૂર છે. જેને \(30\, cm\) વ્યાસવાળા ટેલિસ્કોપ વડે જોવામાં આવે છે. આ બંને તારાને ટેલિસ્કોપ વડે અલગ જોવા માટે તેમની વચ્ચેનું ઓછામાં ઓછું અંતર ક્યાં ક્રમનું હોવું જોઈએ? (\(1\) પ્રકાશવર્ષ \(= 9.46 \times 10^{15}\, m\)) 2016 મધ્યમ
  7. 157. એક પીન હોલના કેમેરાના બોક્ષની લંબાઇ \(L\) તથા તેમાં છિદ્રની ત્રિજયા \(a\) છે.એમ ધારવામાં આવે છે કે જો \(\lambda\) તરંગલંબાઇના સમાંતર ધારાવાળા પ્રકાશથી આ છિદ્રને પ્રકાશિત કરવામાં આવે તો સ્પોટનો વિસ્તાર ( કેમેરાની સામેની દિવાલ પર મળતા ) તેના ભૌમિતિક વિસ્તાર અને વિવર્તનના લીધેના વિસ્તારના સરવાળા જેટલો હોય.આ સ્પોટની લઘુતમ સાઝઇ ( \(b_{min}\) કરો ) ત્યારે મળે કે જયારે 2016 અઘરું
  8. 158. યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર \(1 .0\,\,m\) અને આપાત પ્રકાશની તરંગલંબાઈ \(600\,\,nm\) છે. સ્લીટની પાસે રહેલ માણસ વિવર્તન ભાત જુએ છે. સ્લીટ વચ્ચેનું અંતર ફેરવવામાં આવે છે જ્યારે સ્લીટ વચ્ચેનું અંતર \(d_0\) થાય ત્યારે વિવર્તન ભાત અદૃશ્ય થઈ જાય છે. જો આંખનું કોણીય વિભેદન \(\frac {1}{60}^o\) હોય તો \(d_0\) નું મૂલ્ય કેટલા \(mm\) હશે? 2016 મધ્યમ
  9. 159. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(x\) દિશામાં ગતિ કરતા સમાંતર ઇલેક્ટ્રોનપૂંજ \(d\) જાડાઈ ધરાવતી સ્લીટ પર પડે છે. જો સ્લીટમાંથી પસાર થયા પછી ઇલેક્ટ્રોન \(y\) દિશામાં \(P_y\) જેટલું વેગમાન મેળવે છે,તો સ્લીટમાંથી પસાર થતાં મોટા ભાગના ઇલેક્ટ્રોન માટે ....
    2015 મધ્યમ
  10. 160. \(I_0\) તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક કાચની સપાટી પર બ્રુસ્ટર ખૂણે આપત થાય છે. આ કિસ્સા માટે નીચે પૈકી કયું વિધાન સાચું પડે? 2015 મધ્યમ
  11. 161. માણસની આંખની કીકી \((pupil)\) ની ત્રિજયા \(0.25\) \(cm\) અને સ્પષ્ટ ધ્ષ્ટિનું લઘુતમ અંતર (નિકટ બિંદુ) \(25\) \(cm\) ધારો.\(500\) \(nm\) ના તરંગલંબાઇના પ્રકાશની મદદથી માણસની આંખ ________ \(\mu m\) જેટલા લઘુતમ અંતરે રાખેલ બે વસ્તુનું વિભેદન કરી શકે છે. 2015 મધ્યમ
  12. 162. યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં \(\lambda \) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશને \(d\) પહોળાઈની સ્લીટ પર પાડવામાં આવે છે જ્યાં \(D\) (\(D >> d >> \lambda \)) એ સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર છે. જો શલાકાની જાડાઈ \(\beta\) હોય તો મહત્તમ તીવ્રતા ધરાવતા બિંદુ અને મહત્તમ તીવ્રતાથી અડધી તીવ્રતા ધરાવતા બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે? 2015 અઘરું
  13. 163. \(16\) અને \(9\) એકમ તીવ્રતા ધરાવતા કિરણપુંજનું વ્યતિકરણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રકાશિત અને અપ્રકાશિત ભાગની તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે? 2014 અઘરું
  14. 164. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉદગમ \(S\) માંથી નિકળતા બે કિરણના સંપાતિકરણથી બિંદુ \(P\) આગળ વ્યતિકરણની ભાત જોવા મળે છે. તો બિંદુ \(P\) આગળ મળતી મહત્તમ તીવ્રતા \(I\) નું મૂલ્ય કેટલું હશે? (\(R\) એ સંપૂર્ણ પરાવર્તિક સપાટી છે)
    2014 અઘરું
  15. 165. એક પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકકોણ \({\theta _{iC}}\) અને બ્રુસટરનો આપાતકોણ \({\theta _{iB}}\) એવી રીતે છે જેથી \(\sin \,{\theta _{iC}}/\sin \,{\theta _{iB}} = \eta  = 1.28\) થાય.તો બે માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કેટલો મળે? 2014 મધ્યમ
  16. 166. લિસ્ટ \(- I\) (ઘટના) ને લિસ્ટ \(-II\) (ઘટના થવા માટે લાગતાં સમયનો ક્રમ) સાથે સાચી રીતે જોડો.
      લિસ્ટ \(- I\)   લિસ્ટ \(- II\)
    \((1)\) પૃથ્વીના ભ્રમણનો સમય  \((i)\) \(10^5\, s\)
    \((2)\) પૃથ્વીના પરિભ્રમણનો આવર્તકાળ \((ii)\) \(10^7\, s\)
    \((3)\) પ્રકાશના તરંગનો આવર્તકાળ  \((iii)\) \(10^{-15}\, s\)
    \((4)\) ધ્વનિના તરંગનો આવર્તકાળ  \((iv)\) \(10^{-3}\, s\)
    2014 મધ્યમ
  17. 167. માઇક્રોસ્કોપમાં રહેલ વસ્તુકાંચનો વ્યાસ મુખ્યકેન્દ્ર સાથે \(\beta \) ખૂણો બનાવે છે. વસ્તુ અને લેન્સ વચ્ચેનું માધ્યમ તેલ છે જેનો વક્રીભવનાંક \(n\) છે. તો માઇક્રોસ્કોપનો વિભેદન પાવર ....  2014 મધ્યમ
  18. 168. પરસ્પર લંબ સમતલમાં તલધ્રુવીભૂત કિરણપૂંજ \(A\) અને \(B\) ને પોલેરોઇડ વડે જોડવામાં આવે છે.જયારે કિરણપુંજ \(A\) મહત્તમ તીવ્રતા ( અને કિરણપુંજ \(B\) શૂન્ય તીવ્રતા ) ધરાવતું હોય,તે સ્થિતિમાંથી પોલેરોઇડને \(30°\) ના કોણે ભ્રમણ કરાવતા બંને કિરણપુંજો સમાન તીવ્રતાથી દેખાય છે.જો બંને કિરણપુંજોની પ્રારંભિક તીવ્રતા અનુક્રમે \(I_A\) અને \(I_B\) હોય,તો \(\frac{{{I_A}}}{{{I_B}}}\)= 2014 મધ્યમ
  19. 169. સિંગલ સ્લીટના પ્રયોગમાં વિવર્તન ભાતમાં લાલ રંગ માટેનું પ્રથમ ન્યૂનતમ બીજી તરંગલંબાઈના પ્રથમ મહત્તમ સાથે સંપાત થાય છે. જો લાલ રંગની તરંગલંબાઈ \(6600\,\mathop A\limits^o\) હોય તો પ્રથમ મહત્તમની તરંગલંબાઈ (\(\mathop A\limits^o \) માં) કેટલી હશે? 2014 મધ્યમ
  20. 170. યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર સ્લીટની જાડાઈ કરતાં \(6.1\) ગણું છે. તો એક સ્લીટ દ્વારા થતાં વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની અંદર મહત્તમ તીવ્રતા કેટલી વખત દેખાશે? 2014 મધ્યમ
  21. 171. યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં \(\lambda \) તીવ્રતા ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે જેની માટેના ત્રણ કિસ્સા નીચે આપેલા છે. પ્રયોગ પરથી \(y = \beta '\) મળે છે તો આપત થયેલા પ્રકાશની તરંગલંબાઈ _____ \(nm\) હશે.
    2014 અઘરું
  22. 172. \(50\,cm\) પહોળાઈ ધરાવતી નદીના કિનારા પર બહુમાળી ઈમાતરત છે દીવાદાંડીના ટાવરની ઊંચાઈ \(40\,m\) છે \(10\,m\) ઊંચાઈથી માણસને દીવાદાંડી નો પ્રકાશ પાણીની સપાટીથી ધ્રુવીભૂત થઈને દેખાય છે તે ઇમારતથી \(x\) અંતરે થી આવતો પ્રકાશની તીવ્રતા લઘુતમ છે તે દીવાદાંડી પર રહેલા \(y\) ઊંચાઈના બ્લબમાંથી આવતા પ્રકાશની તીવ્રતા બરાબર છે તો \(x\) અને \(y\) ના મૂલ્યો (પાણીનો વક્રીભવનાંક \(  \simeq  \frac{4}{3})\)) છે.
    2013 અઘરું
  23. 173. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સુસમ્બદ્ધ ઉદ્‍ગમો \(S_1\) અને \(S_2\) ખૂબ નાના અંતર \( ‘d’\) થી અલગ કરેલા છે.પડદા પર ઉત્પન્ન શલાકાઓ _____ હશે.
    2013 સરળ
  24. 174. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(I\) તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ \(A\) બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે \(25\%\) આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ \(AB\) અને \(A'B'\) વ્યતિકરણ અનુભવે, તો \(I_{max}\) અને \(I_{min}\) નો ગુણોત્તર કેટલો મળે?
    2013 અઘરું
  25. 175. \(I_0\) તીવ્રતા ધરાવતા \(n\) સમાન તરંગો એકબીજા સાથે વ્યતિકરણ કરે છે. તો સુસંબધ્દ્ધ અને અસુસંબધ્દ્ધ ઉદગમો માટે મહતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે? 2013 મધ્યમ
  26. 176. વિધાન \(- 1\) : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં વપરાતા પ્રકાશની લાંબી તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા ઓછી અને નાની તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા વધુ હોય છે. વિધાન \(- 2\) : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં દેખાતી શલાકાની સંખ્યા પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં  હોય છે 2013 સરળ