ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 3

2013–2026 ના 176 પ્રશ્નો. યંગનો પ્રયોગ સૌથી વધુ પૂછાય છે.

176પ્રશ્નો
12ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 52% અઘરું 36%

STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના બધા પ્રશ્નો

નવા પહેલા

176 માંથી 101–150 પ્રશ્નો

  1. 101. \(286\, kms ^{-1}\) ની ઝડપે પૃથ્વીથી દૂર ગેલેક્સી ગતિ કરે છે \(630\, nm\) તરંગલંબાઈમાં શિફ્ટ  \(x \times 10^{-10}\, m\) હોય તો \(x=.............\)  2021 અઘરું
  2. 102. બે સ્લીટ વચ્ચેનું અંતર \(1\, mm\) અને સ્લીટ પડદા વચ્ચેનું અંતર \(10\, m\) છે. તેમાંથી ઉત્પન્ન થતી શલાકાની પહોળાઈ \(6\, mm\) છે. જો તેમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(x\, nm\) હોય તો \(x\) કેટલું હશે? 2021 મધ્યમ
  3. 103. ડબલ સ્લીટમાંથી પસાર થતાં સફેદ પ્રકાશનું વ્યતિકરણ \(1.5 \,{m}\) દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે. બંને સ્લીટ વચ્ચેનું અંતર \(0.3 \,{mm}\) છે. જો પ્રથમ જાંબલી અને લાલ શલાકા મધ્યસ્થ સફેદ શલાકાથી \(2.0 \,{mm}\) અને \(3.5\, {mm}\) અંતરે બને તો લાલ અને જાંબલી રંગની તરંગલંબાઈનો તફાવત કેટલા \({nm}\) જેટલો હશે? 2021 અઘરું
  4. 104. એક અધુવીભૂતપ્રકાશ કિરણપૂંજને ધ્રુવીભવનનાં પ્રયોગનાં પોલેરોઈઝર (ધુવક) ઉપર આપાત કરવામાં આવે છે અને વિશ્લેષક (એનેલાઈઝર) માંથી નિર્ગમન પામતી પ્રકાશની તીવ્રતા \(100\) લ્યુમેન્સ જેટલી માપવામાં આવે છે. હવે વિશ્લેષકને સમક્ષિતિજ અક્ષ (પ્રકાશની દિશામાં) ને તે \(30^{\circ}\) ના કોણે ઘડીયાળના કાંટાની દિશામાં ભ્રમણ આપવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ........... લ્યુમેન્સ હશે. 2021 અઘરું
  5. 105. એક પડદાની સામે એક પ્રકાશનો સ્ત્રોત મૂકેલો છે. પડદા પર તેની તીવ્રતા \(I\) છે. બે પોલેરોઇડ્સ \({P}_{1}\) અને \({P}_{2}\) ને પ્રકાશના સ્ત્રોત અને પડદા વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા \({I} / 2\) મળે, તો \({P}_{2}\) ને કેટલા ડિગ્રીના ખૂણે ભ્રમણ કરાવવો જોઈએ કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા \(\frac{3 I}{8}\) મળે? 2021 મધ્યમ
  6. 106. ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો વેગ  \(1 \times 10^{7} \,ms ^{-1}\)છે. ઇલેક્ટ્રોનની જગ્યાએ સમાન ઝડપ ધરાવતા પ્રોટોન ઉપયોગ કરવામાં આવે તો માઈક્રોસ્કોપની વિભેદન શક્તિ કેટલી ગણી થાય? 2021 મધ્યમ
  7. 107. જ્યારે પીળો પ્રકાશ સમાન જડાઈ ધરાવતા હવાના અને શૂન્યાવકાશના સ્તંભમાંથી પસાર થાય ત્યારે તરંગલંબાઈઓની સંખ્યાનો તફાવત એક મળે છે. તો હવાના સ્તંભની જડાઈ \(....\,{mm}\) હશે. [હવાનો વક્રીભવનાંક \(=1.0003\), શૂન્યાવકાશમાં પીળા પ્રકાશની તરંગલંબાઈ \(=6000 \,\mathring {{A}}\) ] 2021 અઘરું
  8. 108. નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) તેમજ બીજને કારણ \(R\) દ્વારા દર્શાવવામાં આવ્યા છે. કથન \(A\) : પ્રકાશીય સૂક્ષ્મદર્શક કરતાં ઈલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક વધુ સારી વિભેદન શક્તિ મેળવી શકે છે. કારણ \(R\) : ઈલેક્ટ્રોન ગનમાંથી ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઈ, દશય પ્રકાશની તરંગલંબાઈ કરતાં ઘણી ઓછી હોય છે. ઉપરોક્ત આપેલ વિધાન અનુસાર આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 2021 મધ્યમ
  9. 109. પૃથ્વીથી દૂર જતી ગેલેક્સીનો વેગ (\(km/sec\) માં) કેટલો હોવો જોઈએ કે જેથી સોડિયમની \(D\) શ્રેણીની તરંગલંબાઈ \(5890\;\mathring A\) એ \(5896\;\mathring A\) જેટલી પૃથ્વી પર દેખાય? 2021 મધ્યમ
  10. 110. સમાન તીવ્રતા ધરાવતા બે સુસબદ્ધ તરંગોની તીવ્રતા \({I}_{1}={I}_{2}={I}_{0}\) છે. વ્યતિકરણની ઘટનામાં ન્યૂનતમ તીવ્રતા શૂન્ય હોય ઑ મહત્તમ તીવ્રતા કેટલી થાય? 2021 મધ્યમ
  11. 111. યંગના બે-સ્લીટના પ્રયોગમાં, પ્રકાશ ઉદગમ કેસરી (Orange) થી બદલીને વાદળી (Blue) કરવામાં આવે તો  ................ 2021 મધ્યમ
  12. 112. યંગના બે સ્લિટનાં પ્રયોગમાં, એક સ્લિટની પહોળાઈ બીજી સ્લિટની પહોળાઈ કરતાં ત્રણ ગણી છે. સ્લિટમાંથી બહાર આવતા પ્રકાશનો કંપવિસ્તાર સ્લિટ-પહોળાઈનાં સમપ્રમાણમાં હોય છે. વ્યતિકરણભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો ગુણોત્તર ........... થશે.  2021 અઘરું
  13. 113. યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટમાંથી એકની પહોળાઈ બીજી સ્લિટ કરતાં ત્રણ ગણી છે. જો સ્લીટમાંથી આવતા પ્રકાશનો કંપવિસ્તાર સ્લિટની પહોળાઈના સમપ્રમાણમાં હોય, વ્યતિકરણની ભાતમાં લઘુત્તમ અને મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર \(x: 4\) છે જ્યાં \(x\) કેટલો હશે? 2021 અઘરું
  14. 114. યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર સમય સાથે \({d}({t})={d}_{0}+{a}_{0}\, sin\omega \,t\) મુજબ બદલાય છે; જ્યાં \({d}_{0}, \omega\) અને \(a_{0}\) અચળાંકો છે. સ્થિર છે. સમય સાથે મેળવેલી સૌથી મોટી શલાકાની પહોળાઈ અને સૌથી નાની શલાકાની પહોળાઈ વચ્ચેનો તફાવત કઈ રીતે આપવામાં આવે? 2021 અઘરું
  15. 115. યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટો વચ્ચેનું અંતર \(0.3\, {mm}\) અને પડદો સ્લીટના સમતલથી \(1.5\, {m}\) દૂર છે. મધ્યમાન પ્રકાશિત શલાકાની બંને બાજુ આવેલી ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર \(2.4\, {cm}\) છે. તો વપરાયેલ પ્રકાશની આવૃતિ \(..........\,\times 10^{14} {Hz}\) હશે.  2021 અઘરું
  16. 116. યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(0.5\, mm\) અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર \(0.5\, m\) છે,\(5890\, A^o\) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વાપરતા પ્રથમ અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો. 2021 અઘરું
  17. 117. યંગનાં બે સ્લિટ (ડબલ સ્લિટ પ્રયોગ) માં \(2\, mm\) અંતરે આવેલી બે સ્લિટ થી એક મીટર અંતરે પડદો ગોઠવવામાં આવ્યો છે. જ્યારે \(500\, nm\) તરંગલંબાઈ વાળા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર ...........\(mm\) હશે. 2021 મધ્યમ
  18. 118. \(0.6 \times 10^{-4}\, m\) પહોળાઈ ધરાવતી સ્લિટ પર \(6000 \times 10^{-10}\, m\) તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે મધ્યસ્થ અધિકતમની બંને બાજુ મહતમ ન્યુનતમોની સંખ્યા 2020 મધ્યમ
  19. 119. \(3.3 \,Wm ^{-2}\) તીવ્ર્તા ધરાવતી અધૂવીભૂત પ્રકાશને \(3 \times 10^{-4}\, m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતા પોલેરાઝર પર આયાત કરવામાં આવે છે પોલેરાઈઝર \(31.4\, rad/s.\) ની કોણીય ઝડપથી પોતાની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તો એક આવર્તકાળમાં બહાર આવતી ઊર્જા ........ \( \times 10^{-4} \,J\) 2020 અઘરું
  20. 120. \(6000 \times 10^{-8}\; \mathrm{cm}\) તરંગલંબાઈ ધરાવતો દ્રશ્ય પ્રકાશ એક સ્લીટ પર પડે છે જે શલાકા ઉત્પન્ન કરે છે. દ્વિતીય ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી \(60^{\circ}\) એ જોવા મળે છે.જો પ્રથમ ન્યૂનતમ \(\theta_{1}\) ખૂણે જોવા મળતો હોય તો \(\theta_{1}\) કેટલા ......\(^o\) હશે? 2020 મધ્યમ
  21. 121. બે સુસંબંધ ધ્વનિ ઉદગમાં \(s_1\) અને \(S_2\) એ \(1\,m\) તરંગલંબાઈ ધરાવતા સમાન કળાના તરંગો ઉત્પન્ન કરે છે \(S_{1}\) અને \(S_{2}\) ને \(1.5\,cm\) અંતરે રાખેલા છે. \(S_{2}\) ની સામે \(2\,m\) અંતરે રહેલા અવલોકનકાર \(L\) ને લઘુતમ તીવ્ર્તાનો અવાજ સંભળાઈ છે જ્યારે અવલોકનકાર \(S_1\) થી દૂર તરફ પરંતુ \(S_2\) થી સમાન અંતરે રહીને ગતિ કરે ત્યારે તે જ્યારે \(S_1\) થી \(d\) અંતરે હોય ત્યારે મહતમ તીવ્ર્તા સંભળાઈ છે તો \(d=......m\)
    2020 અઘરું
  22. 122. \(p\) અને \(Q\) ઉદગમ સમાન તીવ્રતા ધરાવતા \(20\,m\) તરંગલંબાઈ ધરાવતા તરંગો ઉત્પન્ન કરે છે. \(p\) અને \(Q\) વચ્ચેનું અંતર \(5\,m\) છે. \(P\) ની કળા \(Q\) કરતા \(90^{\circ}\) આગળ છે. \(PQ\) ના મધ્યબિંદુથી સમાન અંતરે \(A,B\) અને \(C\) છે. \(A,B,C\) આગળ તીવ્રતાનો ગુણોતર કેટલો થાય?
    2020 મધ્યમ
  23. 123. પોલારાઈઝર-એનાલાઇઝરને એવે રીતે ગોઠવવામાં આવે છે કે જેથી એનાલાઇઝરમાથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા મૂળ પ્રકાશની તીવ્રતાના \(10 \%\) જેટલી થાય.ધારો કે પોલારાઈઝર-એનાલાઇઝર પ્રકાશનું શોષણ કરતાં નથી તો એનાલાઇઝરને વધારે કેટલા .......\(^o\) ફેરવવો જોઈએ કે જેથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા શૂન્ય થાય? 2020 મધ્યમ
  24. 124. શૂન્યઅવકાશમાં સમાન તરંગલંબાઈ \(\lambda\) ધરાવતા બે તરંગો છે. એક તરંગ \(n_{1}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમ માં \(L _{1}\) અંતર અને બીજું તરંગ \(n_{2}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં \(L _{2}\) અંતર કાપ્યા પછી બંને તરંગો વચ્ચે કળા તફાવત  2020 મધ્યમ
  25. 125. ટેલિસ્કોપ માટે અપેચર વ્યાસ \(5\; \mathrm{m}\) છે.ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર \(4 \times 10^{5} \;\mathrm{km} \) છે. \(5500\;\mathring A\) તરંગલંબાઈનો ઉપયોગ કરી ચંદ્રની સપાટી પર રહેલ બે વસ્તુને અલગ જોવા માટે તે ઓછામા ઓછી કેટલા ........\(m\) દૂર હોવી જોઈએ? 2020 મધ્યમ
  26. 126. યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં \(500 \;\mathrm{nm}\) તરંગલંબાઈનો ઉપયોગ કરતાં પડદાના નાના ભાગમાં \(15 \) શલાકા જોવા મળે છે.જ્યારે તેમાં \(\lambda\) તરંગલંબાઈનો ઉપયોગ કરવામાં આવે ત્યારે \(10\) શલાકા જોવા મળે તો \(\lambda\) નું મૂલ્ય \(\mathrm{nm}\) કેટલું હશે? 2020 મધ્યમ
  27. 127. યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર \(0.15\; \mathrm{mm}\) છે.આ પ્રયોગમાં \(589 \;\mathrm{nm}\) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના ઉપયોગથી \(1.5\; \mathrm{m}\) દૂર પડેલા પડદા પર શલાકા મળે છે. તો બે પ્રકાશિય શલાકા વચ્ચેનું અંતર કેટલા ......\(mm\) હશે? 2020 મધ્યમ
  28. 128. યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં પડદા પર કોઈ બિંદુ આગળ બે તરંગો માટે પથ તફાવત \(\frac{1}{8} \times\) તરંગલંબાઈ જેટલો મળે છે.આ બિંદુ આગળ અને મધ્યસ્થ પ્રકાશિત શલાકા પાસે મળતી તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે? 2020 મધ્યમ
  29. 129. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં \(\lambda\) તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે. જ્યા પથ તફાવત \(\lambda\) હોય ત્યા તીવ્રતા \(k\) હોય તો જ્યાં પથતફાવત \(\frac{\lambda}{6}\) હોય ત્યા તીવ્રતા \(\frac{n K}{12},\) છે. તો \(n\) \(=.........\) 2020 મધ્યમ
  30. 130. યંગના પ્રયોગમાં \(700\,nm\) તરંગલંબાઈ વાપરતા અમુક વિસ્તારમાં \(16\) શલાકા મળે છે તો \(400\,nm\) ની તરંગલંબાઈ વાપરતા તેટલા જ વિસ્તારમાં કેટલી શલાકા મળે. 2020 મધ્યમ
  31. 131. યંગના પ્રયોગમાં બે સ્લિટ વ્ચ્ચેનું અંતર \(1\,mm\) અને સ્લિટ પડદા વચ્ચેનું અંતર \(100\,cm\) છે વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(632.8\,nm\) છે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી \(1.27\,mm\) અંતરે પ્રકાશિત શલાકા મળતી હોય તો તે બિંદુ આગળ સ્લિટ માંથી આવતા તરંગો વચ્ચે પથ તફાવત \(....\mu m\) 2020 અઘરું
  32. 132. યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(0.05\,mm\) અને વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(500\,nm\) છે પડદા પર રચાતી શલાકાની કોણીય પહોળાઈ\(........^o\) 2020 મધ્યમ
  33. 133. \(0.1\, mm\) જેટલું સ્લિટો વચ્ચેનું અંતર ધરાવતા યંગ ડબલ સ્લિટનાં પ્રયોગમાં જ્યારે \(\lambda_1\) તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે \(\frac{1}{40}\, rad\) ના કોણે પ્રકાશિત શલાકા જોવા મળે છે. જ્યારે \(\lambda_2\) તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ જ ગોઠવણી માટે પ્રકાશિત શલાકા આ જ કોણ આગળ મળે છે. જો તરંગલંબાઈ \(\lambda_1\) અને \(\lambda_2\) એ દૃશ્ય પ્રકાશ વિભાગ (\(380\,nm\) થી \(740\, nm \) સુધી) હોય તો તેમના મૂલ્ય કેટલા હશે. 2019 મધ્યમ
  34. 134. \(1.5\) વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલી ટાંકી લો કે જેનો નીચેનો ભાગ જાડો હોય. જેને \(\mu\) વક્રીભવનાંક વાળા પ્રવાહીથી ભરી દો. વિદ્યાર્થિએ એવું નોંધ્યું કે કોઇપણ આપાતકોણ \(i\) થી આપાત થતું પ્રકાશનું કિરણ જ્યારે પ્રવાહીમાં પ્રવેશે છે ત્યારે પ્રવાહી-કાચના આંતરપૃષ્ઠ પરથી પરાવર્તન પામતુ પ્રકાશનું કિરણ કદાપી સંપૂર્ણ ધ્રુવીભુત હશે નહીં (આકૃતિ જુઓ). આ થવા માટે \(\mu\) નું લઘુત્તમ મૂલ્ય____ હોવું જોઈએ.
    2019 અઘરું
  35. 135. \(200\, cm\) જેટલો ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને \(500\, nm\) તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના તરંગને પારખવા તેની વિભેદન ક્ષમતા કેટલી હોવી જોઈએ? 2019 સરળ
  36. 136. આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો એક યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ ધ્યાનમાં લો પ્રથમ લઘુત્તમ સ્લિટ \(S_1\) ની સામે આવે તે માટે તરંગ લંબાઈ \(\lambda\) ના પદમાં આ સ્લિટો વચ્ચેનું અંતર \(d\) કેટલું હશે?
    2019 અઘરું
  37. 137. ડબલ સ્લિટના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(19.44\, \mu m\) અને તેની પહોળાઈ \(4.05\, \mu m\) છે જેના પર લીલા \(\left( {5303\,\mathop A\limits^o } \right)\) પ્રકાશને આપાત કરવામાં આવે છે. પ્રથમ અને દ્વિતીય વ્યતિકરણ ન્યૂનતમ વચ્ચે રહેલ પ્રકાશિત શલાકાઓની સંખ્યા કેટલી હશે? 2019 અઘરું
  38. 138. જુદી તીવ્રતાવાળા બે સુસંબંદ્ધ \((coherent)\) ઉદગમો તરંગો મોકલે છે કે જેઓ વ્યતીકરણ અનુભવે છે. મહત્તમ તીવ્રતા અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર \(16\) છે. ઉદગમોની તીવ્રતા ગુણોત્તરમાં _____ હશે. 2019 મધ્યમ
  39. 139. માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ માટેના ન્યૂમેરિકલ અપેચર (numerical aperature) નું મૂલ્ય \(1.25\) છે.પ્રકાશની તરંગલંબાઈ \(5000\,\mathop A\limits^o \) હોય તો બે બિંદુ વચ્ચેનું ન્યુનત્તમ અંતર કેટલું હોવું જોઈએ જેથી તેમણે અલગ અલગ રીતે પારખી શકાય.....\(\mu m\) (સ્પષ્ટ રીતે જોઇ શકાય) ? 2019 મધ્યમ
  40. 140. ત્રણ પોલારાઈઝર ધરાવતા તંત્ર \(P_1, P_2, P_3\) ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી \(P_3\) ની અક્ષ \(P_1\) ની અક્ષને લંબ અને \(P_2\) ની અક્ષ \(P_3\) ની અક્ષ સાથે \(60^o\) નો ખૂણો બનાવે છે.જ્યારે \(I_0\) તીવ્રતા ધરાવતો અધ્રુવીય પ્રકાશ \(P_1\) પર પડે છે,ત્રણેય પોલારાઈઝરમાથી પસાર થયા પછી પ્રકાશની તીવ્રતા \(I\) મળે છે તો \((I_0/I)\) નો ગુણોત્તર કેટલો થાય? 2019 અઘરું
  41. 141. ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ \(250\, cm\) છે.દૂરથી આવતા પ્રકાશની તરંગલંબાઈ \(600\, nm\) હોય તો ટેલિસ્કોપની વિભેદન ક્ષમતા કેટલી હોવી જોઈએ? 2019 સરળ
  42. 142. યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ એક ચોક્કસ બિંદુ પર વ્યતિકરણ પામતાં બે તરંગો વચ્ચેનો પથ તફાવત તરંગ લંબાઈનામાં \(\frac{1}{8}\) ભાગનો છે. આ બિંદુ અને પ્રકાશિત શલાકાના કેન્દ્ર પરની તીવ્રતાઓનો ગુણોત્તર _____ ની નજીકનો હશે. 2019 મધ્યમ
  43. 143. યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટને એક બીજાથી \(0.320\,mm\) દૂર રાખવામાં આવે છે. આ સ્લિટ્સ પર \(\lambda=500\, nm\) ની તરંગલંબાઇનો પ્રકાશ આપાત થાય છે. \( - {30^o} \le \theta  \le {30^o}\) ની કોણીય અવધીમાં જોવા મળતી પ્રકાશિત શલાકાઓની કુલ સંખ્યા હશે કેટલી હશે? 2019 મધ્યમ
  44. 144. યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં શલાકાની જાડાઈનો ગુણોત્તર \(4 : 1\) છે.પડદા પર મધ્યસ્થ અધિકત્તમની નજીક મહત્તમ અને ન્યુનત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? 2019 મધ્યમ
  45. 145. યંગના પ્રયોગમાં \(t\) જાડાઈની અને \(\mu\) વક્રીભવનાંક ધરાવતી પારદર્શક તકતી એક સ્લીટના માર્ગમાં મૂકવાથી મધ્યમાન પ્રકાશિત શલાકાનું \(n\) શલાકાની જાડાઈ જેટલું સ્થાનાંતર થાય છે.વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(\lambda\) હોય તો તકતીની જાડાઈ \(t\) કેટલી હશે?
    2019 મધ્યમ
  46. 146. યંગના પ્રયોગમાં \(t\) જાડાઈની અને \(\mu\) વક્રીભવનાંક ધરાવતી પારદર્શક તકતી એક સ્લીટના માર્ગમાં મૂકવાથી મધ્યમાન પ્રકાશિત શલાકાનું એક શલાકાની જાડાઈ જેટલું સ્થાનાંતર થાય છે.વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(\lambda\) હોય તો તકતીની જાડાઈ \(t\) કેટલી હશે? 2019 મધ્યમ
  47. 147. \(550\, nm\) તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ \(22.0 \times 10^{-5}\,cm\) પહોળાઈની સ્લીટ પર લંબરીતે પડે છે. તો તેના બીજા ન્યૂનતમનું મધ્યમાન મહતમ સાથેનું કોણીય સ્થાન (\(radians\) માં) કેટલું હશે? 2018 મધ્યમ
  48. 148. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમતલીય પોલારાઇઝર પર પ્રકાશ આપત થાય છે જેમાં તેની પાસ અક્ષ \(x-\) અક્ષ સાથે \(\theta\) ખૂણો બનાવે છે. \(\theta\) ના ચાર અલગ મૂલ્યો , \(\theta\, = 8^o, 38^o, 188^o\) અને \(218^o\), માટે મળતી તીવ્રતા સમાન છે. તો ધ્રુવિભવન અને \(x-\)અક્ષ સાથેનો ખૂણો \(^o\) માં કેટલો હશે?
    2018 અઘરું
  49. 149. એક એક સ્લિટ વિવર્તન ભાતમાં મધ્યસ્થ મહત્તમની કોણીય જાડાઇ ( પહોળાઇ) \(60°\) માલૂમ પડે છે.સ્લિટની પહોળાઇ \(1\)\(\mu m\) છે. સ્લિટ એકરંગી સમતલ તરંગો વડે પ્રકાશીત કરવામાં આવે છે.હવે જો બીજી સમાન પહોળાઇ ધરાવતી સ્લિટ તેની નજીક મૂકતાં સ્લિટથી \(50\) \(cm \) દૂર મૂકેલા પડદા ઉપર યંગની શલાકાઓ જોવા મળે છે.જો અવલોકનમાં લીધેલ શલાકાની પહોળાઇ \(1\) \(cm\) હોય,તો સ્લિટ વચ્ચેનું અંતર કેટલા ......\(\mu m\) હશે? ( એટલે કે દરેક સ્લિટના કેન્દ્રથી તેમની વચ્ચેનું અંતર ) 2018 મધ્યમ
  50. 150. \(I\) તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ બે પોલારાઇઝ \(A\) અને \(B\) ધરાવતા તંત્ર પર આપાત થાય છે. તેમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા \(I/2\) છે જો ત્રીજા  પોલારાઇઝર ને \(C\) ને \(A\) અને \(B\) ની વચ્ચે મૂકવામાં આવે તો બહાર આવતા પ્રકાશની તીવ્રતા ઘટીને \(I/3\) થાય છે. જો પોલારાઇઝ \(A\) અને \(C\) વચ્ચેનો ખૂણો \(\theta \) હોય તો .... 2018 મધ્યમ