ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 5

1988–2026 ના 243 પ્રશ્નો. ચુંબકીય ક્ષેત્રમાંવિદ્યુતભારો ની ગતિ સૌથી વધુ પૂછાય છે.

243પ્રશ્નો
7ટોપિક
1988–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 8% મધ્યમ 51% અઘરું 41%

STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ ના બધા પ્રશ્નો

નવા પહેલા

243 માંથી 201–243 પ્રશ્નો

  1. 201. એક પ્રોટોન અને એક \(\alpha-\)કણ (તેમનાં દ્રવ્યમાનનો ગુણોત્તર \(1:4\) અને વિધુતભારનો ગુણોત્તર\(1: 2\)) સ્થિર સ્થિતિમાંથી \(V\) વિજસ્થિતિમાનના તફાવતથી પ્રવેગીત કરવામાં આવે છે. જો તેમની ગતિઓને લંબ એકસમાન ચુંબકીય ક્ષેત્ર \((B) \) પ્રસ્થાપિત કરવામાં આવે, તો તેઓ વડે કપાતા વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર \(r_p : r_{\alpha }\) કેટલો થશે?  2019 મધ્યમ
  2. 202. એક પ્રયોગમાં, સ્થિર સ્થિતિમાંથી ઈલેક્ટ્રૉનને \(500 \,V\) લાગુ પાડીને પ્રવેગિત કરવામાં આવે છે. હવે જો \(100\, mT\) જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ગતિ પથની ત્રિજ્યા કેટલી થશે? (ઇલેકટ્રોન પરનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\, C,\) ઇલેક્ટ્રૉનનું દળ \(=9.1 \times 10^{-31}\, kg)\)  2019 મધ્યમ
  3. 203. \(G\) અવરોધ ધરાવતતું ચલિત ગુચળાવાળું  ગેલ્વેનોમીટર \(I_g\) પ્રવાહ માટે પૂર્ણ આવર્તન દર્શાવે છે.આ ગેલ્વેનોમીટરને \((i)\)  \(R_A\) જેટલો શંટ અવરોધ જોડીને \(0\) થી \(I_0 (I_0 > I_g)\) માપી શકતા એમીટરમા \((ii)\) \(R_V\) અવરોધ શ્રેણીમાં જોડી \(0\) થી \(V(V = GI_0)\) વૉલ્ટ માપી શકતા વોલ્ટમીટરમાં ફેરવેલ હોય તો ... 2019 અઘરું
  4. 204. ઇલેક્ટ્રૉનના જેટલો જ વીજભાર ધરાવતો એક કણ \(0.5\, cm\) ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર \(0.5\,T\) ચુંબકીય ક્ષેત્રની અસર નીચે ગતિ કરે છે. જો \(100\, V/m\) નું વિદ્યુત ક્ષેત્ર તેને સુરેખ પથ પર ગતિ કરાવે, તો આ કણનું દ્રવ્યમાન કેટલું હશે? (ઇલેક્ટ્રૉનનો વિજભાર \(=1.6 \times 10^{-19}\,C\)) 2019 મધ્યમ
  5. 205. કોઈ ચલિત ગુંચળું ધરાવતા ગેલ્વેનોમીટરનો અવરોધ \(50\,ohm,\) અને તેના પર \(25\) કાપા છે. જ્યારે તેમાંથી \(4\times 10^{-4}\) એમ્પિયર પ્રવાહ પસાર થાય ત્યારે તેની સોય (દર્શક) એક કાપા જેટલું આવર્તન અનુભવે છે. આ ગેલ્વેનોમીટરને \(2.5\,V\) ના વોલ્ટમીટર તરીકે વાપરવું હોય તો તેને ____________\(ohm\) અવરોધ સાથે જોડવું પડશે 2019 મધ્યમ
  6. 206. \(L\) જેટલી સમાન લંબાઈના બે વાહક તારમાંથી એકને વાળીને વર્તુળાકાર બંધગાળો બનાવવામાં આવે છે અને બીજાને \(N\) સમાન આંટાઓવાળું ગુંચળું બનાવવામાં આવે છે. જો બન્નેમાં સમાન પ્રવાહ પસાર કરાવામાં આવે તો બંધગાળાના કેન્દ્રના ચુંબકીક્ષેત્ર \((B_L)\) અને ગુચળાંના કેન્દ્રનાં ચુંબકીય ક્ષેત્ર \((B_C)\) નો ગુણોત્તર \(\frac {B_L}{B_C}\) એ ______ થશે. 2019 મધ્યમ
  7. 207. \(m\) ચુંબકીય મોમેન્ટ ધરાવતી એક ચોરસ લૂપમાં \(I\) જેટલો સ્થિર પ્રવાહ વહે છે જો આ ચોરસ લૂપને વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે અને તેમાથી સમાન પ્રવાહ વહે છે.આ વર્તુળાકાર લૂપની ચુંબકીય મોમેન્ટ નું મૂલ્ય કેટલું થશે? 2019 મધ્યમ
  8. 208. પ્રોટોન,ઇલેક્ટ્રોન અને હીલિયમ ન્યુક્લિયસ પાસે સમાન ઉર્જા છે.તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્રને કારણે તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.તેમની ત્રિજ્યા અનુક્રમે \(r_p, r_e\) અને \(r_{He}\) હોય તો.... 2019 મધ્યમ
  9. 209. \(r\) ત્રિજ્યા અને \(N\) આંટા ધરાવતા ગૂચાળામાથી પ્રવાહ પસાર થાય છે.જેને \(XZ\) સમતલમાં મુકેલ છે.ચુંબકીય ક્ષેત્ર \(B\hat i\) છે.ગૂચાળા પર ચુંબકીય ક્ષેત્રને લીધે ઉત્પન્ન થતું ટોર્ક કેટલું હશે? 2019 અઘરું
  10. 210. વિધુતક્ષેત્ર \(\vec E = 2\hat i + 3\hat j \) અને ચુંબકીય ક્ષેત્ર \(B = 4\hat j + 6\hat k\) માં \(m\) દળ અને \(q\) વિજભાર ધરાવતો એક કણ રહેલ છે. આ વિજભારીત કણને ઉદગમથી બિંદુ \(P(x=1 ; y=1)\) આગળ સીધા પથ પર ખસેડવામાં આવે તો કુલ કાર્ય કેટલું થશે? 2019 મધ્યમ
  11. 211. \(X-Z\) સમતલમાં ઉગમબિંદુ પર એક એક લંબચોરસ (\(5\,cm\times 2\,cm\)) \(100\,\) આંટાવાળા ગુચળામાથી \(3\,A\) પ્રવાહ સમઘડી દિશામાં વહે છે.\(X\) અક્ષની દિશામાં \(1\,T\) ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે.જો ગૂચળાંને \(Z\) અક્ષ સાથે \(45^o\)ના ખૂણે વાળવામાં આવે તો તેના પર કેટલા ......\(Nm\) ટોર્ક લાગે? 2019 મધ્યમ
  12. 212. \(y=0\) અને \(y = d\) વચ્ચેનો વિસ્તાર ચુંબકીય ક્ષેત્ર \(\vec B = B\hat z\) ધરાવે છે. \(m\) દળ અને \(q\) વિજભાર ધરાવતો એક કણ \(\vec v = v\hat i\) વેગથી આ વિસ્તારમાં પ્રવેશે છે. જો \(d = \frac{{mv}}{{2qB}}\) , હોય તો આ વિસ્તારની બીજી બાજુએ નિર્ગમન બિંદુએ વિજભારીત કણનો પ્રવેગ કેટલો હશે? 2019 અઘરું
  13. 213. \(25\,\Omega \) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરના પૂર્ણ આવર્તન માટે \(1\,mA\) પ્રવાહની જરૂર પડે છે. \(2\,A\) પ્રવાહનું આવર્તન દર્શાવે તેવો એમીટર બનાવવા માટે તેની સાથે કેટલા મૂલ્યનો શંટ અવરોધ જોડાવો પડે? 2018 અઘરું
  14. 214. \(4.5\times10^{-2}\,m\) બાજુની લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણની બાજુ પર \(1\,A\) નો પ્રવાહ વહે છે.તો ત્રિકોણના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(Wb/m^2\)માં કેટલું મળે? 2018 અઘરું
  15. 215. અર્ધઆવર્તન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવાના પરિપથમાં \(6\,V\) ની બેટરી અને \(11\,k\Omega \)  ના ઊંચા અવરોધનો ઉપયોગ કરવામાં આવે છે.તેની પ્રવાહ સંવેદિતા \(60\,\mu A/\)કાંપા છે. શંટની ગેરહાજરીમાં જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન \(\theta = 9\) છે. \(\theta /2\) આવર્તન મેળવવા માટે કેટલા \(\Omega\) ના શંટની જરૂર પડે? 2018 અઘરું
  16. 216. એક ઇલેકટ્રોન,એક પ્રોટ્રોન અને એક આલ્ફા કણની ગતિઊર્જા સમાન છે.તેઓ સમાન ચુંબકીયક્ષેત્ર \(B\) માં અનુક્રમે \(r_e,r_p\) અને \({r_\alpha }\) ત્રિજયા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. \(r_e,r_p\) અને \(\;{r_\alpha }\)વચ્ચેનો સંબંધ 2018 મધ્યમ
  17. 217. \(I\) પ્રવાહ ધરાવતી એક વર્તુળાકાર લૂપની દ્વિદ્યુવી ચાકમાત્રા \(m\) છે.અને લૂપના કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્ર \(B_1\) જેટલું છે.જયારે પ્રવાહ અચળ રાખીને દ્વિદ્યુવી ચાકમાત્રા બમણી કરવામાં આવે છે,ત્યારે લૂપના કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્ર \(B_2\) થાય છે. \(\frac{{{B_1}}}{{{B_2}}}\) ગુણોત્તર ______. 2018 મધ્યમ
  18. 218. \(N\) આંટા અને \(R\) ત્રિજ્યા ધરાવતા હેલ્મહોલ્ટ્જ ગુચળાની જોડ આપેલ છે. તે એક બીજાથી \(R\) અંતરે છે.અને તેમાંથી સમાન પ્રવાહ \(I\) સમાન દિશામાં વહે છે. તો કેન્દ્ર \(A\) અને \(C\) ને જોડતી રેખા પરના મધ્યમાં રહેલ બિંદુ \(P\) આગળ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે?
    2018 અઘરું
  19. 219. \(r\) ત્રિજયની અવાહક લૂપ પર \(q\) વિજભાર એકસમાન રીતે પથરાયેલ છે. જો તેને તેની લંબ અક્ષને અનુલક્ષીને \(\omega \) જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે તો લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય? 2018 મધ્યમ
  20. 220. \(15\) \(\Omega\) અવરોધની \(coil\) ધરાવતા એક ગેલ્વેનોમીટરમાંથી જયારે \(5\) \(mA\) નો પ્રવાહ વહે છે,ત્યારે તે પૂર્ણ આવર્તન બતાવે છે. \(0-10 \) \(V \) ની અવધિના વોલ્ટમીટરમાં ફેરવવા માટે આ ગેલ્વેનોમીટરની શ્રેણીમાં લગાડવો પડતો અવરોધનું મૂલ્ય થશે. 2017 મધ્યમ
  21. 221. કોઈ એક ક્ષેત્રમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે.ચુંબકીયક્ષેત્ર \(\vec B = {B_0}\left( {\hat i + 2\hat j - 4\hat k} \right)\) મુજબ આપવામાં આવે છે. જો એક વિજભાર આ ક્ષેત્રમાં \(\vec v = {v_0}\left( {3\hat i - \hat j + 2\hat k} \right)\) ના વેગથી ગતિ કરતો હોય ત્યારે કોઈ બળ અનુભવતો ના હોય તો \(SI\) એકમમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? 2017 મધ્યમ
  22. 222. પ્રવાહ ધારીત લાંબા તારની નજીક એક ઋણ વિજભાર ગતિ કરે છે. આ વિજભાર પર લાગતું બળ તારના પ્રવાહની દિશાને સમાંતર છે. તો વિજભાર કઈ રીતે ગતિ કરતો હશે? 2017 મધ્યમ
  23. 223. \(100\;\Omega\) અવરોધની કોઇલ ધરાવતા એક ગેલ્વેનોમીટરમાં જયારે \(1\) \(mA\) પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે.આ મીટરને \(10 \;A\) પ્રવાહ પર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવવા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય .......\(\Omega\) છે. 2016 મધ્યમ
  24. 224. \(50\,\Omega \) અવરોધને \(5\,V\) ની બેટરી સાથે જોડેલ છે. \(100\, \Omega \) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે \(r_s\) જેટલો અવરોધ જોડીને એમીટર બનાવવામાં આવે છે જેનો ઉપયોગ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપવા માટે થાય છે. જો માપતો પ્રવાહ એ એમીટર ના હોય ત્યારના પ્રવાહના \(1\% \) ની અંદર હોય તો કેટલો \(r_s\) અવરોધ ગેલ્વેનોમીટર સાથે કેવી રીતે જોડાવો પડે? 2016 અઘરું
  25. 225. અર્ધઆવર્તન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ \(G\) શોધવાના પરિપથમાં \(V_E\;emf\) ની બેટરી અને \(R\;\Omega \)  ના અવરોધનો ઉપયોગ કરતાં ગેલ્વેનોમીટર \(\theta \) જેટલા ખૂણાનું આવર્તન દર્શાવે છે. જો ગેલ્વેનોમીટરનું અર્ધઆવર્તન દર્શાવવા \(S\) જેટલા શંટ અવરોધની જરૂર પડતી હોય તો \(G, R\) અને \(S\) વચ્ચેનો સંબંધ કયા સમીકરણ દ્વારા આપી શકાય? 2016 અઘરું
  26. 226. એક ગેલ્વેનોમીટરમાં \(50\) કાંપા છે.બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય છે. જ્યારે \(R = 2400\,\Omega \) જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર \(40\) કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. જ્યારે \(R = 4900\,\Omega \) જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર \(20\) કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. તો ઉપરની માહિતી પરથી શું તારણ કાઢી શકાય?
    2016 અઘરું
  27. 227. એક પાતળી ધાતુની પટ્ટી કાગળના સમતલને લંબ \(v\) વેગથી ગતિ કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીયક્ષેત્ર \(B\) કાગળના સમતલની અંદરની દિશામાં પ્રવર્તે છે.જો પટ્ટીની ડાબી અને જમણી સપાટી પર પ્રેરિત થતી વિજભારઘનતા \({\sigma _1}\) અને \({\sigma _2}\) હોય તો.....  (ફ્રિન્જ અસરને અવગણો)
    2016 મધ્યમ
  28. 228. બે સમાક્ષ સોલેનોઇડમાં એક જ દિશામાં \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે.ધારો કે બહારના સોલેનોઇડને કારણે અંદરના સોલેનોઇડના પર લાગતું ચુંબકીય બળ \(\;{\overrightarrow {\;F} _1}\) અને અંદરના સોલેનોઇડને કારણે બહારના સોલેનોઇડ પર લાગતું ચુંબકીય બળ \(\overrightarrow {{F_2}} \) છે,તો _________ 2015 મધ્યમ
  29. 229. ચુંબકીયક્ષેત્ર \(B\) (કાગળના સમતલને લંબ \(\times \times \times \) વડે દર્શાવેલ છે) માં એક તારને \(R\) ત્રિજયા ધરાવતી ચાપ તરીકે \(P\) અને \(Q\) બિંદુ વચ્ચે જડિત કરેલ છે. જેમાંથી પ્રવાહ \(I\) પસાર થાય છે. તો તારથી બનેલ ચાપ કેન્દ્ર સાથે \(2\theta_0\) નો ખૂણો બનાવતી હોય તો તારમાં તણાવ કેટલું હશે?
    2015 મધ્યમ
  30. 230. \(I\) વિદ્યુતપ્રવાહ ધરાવતા બે પાતળા લાંબા વિદ્યુતભારિત તારને \(L\) લંબાઇની અવાહક દોરીઓ વડે ટેકવવામાં આવ્યા છે,કે જેથી તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંતુલન સ્થિતિમાં રહે.અત્રે દોરીઓ ઊર્ધ્વદિશા સાથે ‘\(\theta '\) કોણ બનાવે છે.જો તાર માટે એકમ લંબાઇ દીઠ સરેરાશ \(‘λ’\) હોય,તો પ્રવાહ \(I\) નું મૂલ્ય _______. ( \( g\) \(=\) ગુરુત્વપ્રવેગ)
    2015 અઘરું
  31. 231. \(m\) દળ ધરાવતો પ્રોટોન \(V\) વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થઈને \(B\) જેટલા લંબગત ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. આ ચુંબકીયક્ષેત્ર \(d\) જેટલા અંતરમાં પ્રવર્તે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(\alpha \) એ પ્રોટોનનું પોતાની મૂળ દિશાથી થતું વિચલન હોય તો \(\sin \alpha\) નું મૂલ્ય કેટલું થશે?
    2015 અઘરું
  32. 232. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક સુવાહક કે જે \(Z-\) અક્ષને સમાંતર \(-1.5\)\( \le Z < 1.5\,m\) વચ્ચે રહેલ છે,જેમાંથી \( - {\hat a_z}\) દિશામાં \(10.0\) \(A\) નો અચળ પ્રવાહ વહે છે.આપેલ સૂત્ર \(\vec B\) \(=\) \(3.0 \times  10^{-4}\)  \(e^{-0.2x}\) \({\hat a_y}\,T\) માટે સુવાહકને અચળ ઝડપે \(5 \times  10^{-3} \) \( s\) સમય ગાળામાં \(x=2.0\) \(m\) \(,y=0\) \(m\) સ્થાને લઇ જવા જરૂરી કાર્ય-દર .......\(W\) માં શોધો.આ ગતિ \(X-\) અક્ષને સમાંતર છે,એવું ધારો.
    2014 અઘરું
  33. 233. આપેલ પરિપથ \((A, B, C\) અને \(D\)) માં \(R\) ઊંચો અવરોધ અને \(S\) ગેલ્વેનોમીટરનો પ્રવાહ નિયંત્રિત કરવા અવરોધ \(S\) જોડેલો છે.તો આપેલ પતિપથમાંથી અર્ધઆવર્તન રીત માટેનો પરિપથ કયો થશે અને તેના માટે ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો થશે?
    2014 અઘરું
  34. 234. બે પાતળા એકસમાન વાહક તાર પર અવાહકનું પડ ચડાવેલ છે. એક તારને વાળીને લૂપ બનાવવામાં આવે છે જેમાંથી \(I\) પ્રવાહ પસાર કરતાં તે તેના કેન્દ્ર આગળ \(B_1\) ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બીજા તારમાંથી ત્રણ સમાન લૂપ બનાવીને એકબીજાની પાસે મૂકવામાં આવે છે. જેમાંથી \(I/3\) પ્રવાહ પસાર કરતાં તેના કેન્દ્ર આગળ \(B_2\) ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો \(B_1 : B_2\) નો ગુણોત્તર કેટલો મળે? 2014 અઘરું
  35. 235. \(q\) વિજભાર અને \(m\) દળ ધરાવતો કણ \(+ x\) અક્ષની દિશામાં વહે છે. \(\Delta t\) સમય સુધી \(B\) ચુંબકીયક્ષેત્ર એવી રીતે લગાવવામાં આવે કે જેથી કણ \(y\) અક્ષ પર \(d\) અંતરે હોય ત્યારે પોતાની દિશા ઉલટાવે છે. 2014 અઘરું
  36. 236. ત્રણ સમાંતર વાહકોમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહ વહે છે. વચ્ચે રહેલ \(25\,cm\) લંબાઈના વાહક દ્વારા કેટલું બળ અનુભવાતું હશે?
    2014 અઘરું
  37. 237. \(120\,\Omega \) અવરોધવાળા ગેલ્વેનોમીટર સાથે \(1\,\Omega \) નો શંટ અવરોધ જોડેલો છે. \(5.5\, ampere\) પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન દર્શાવે છે. જો શંટ અવરોધ જોડેલો ન હોય તો ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન વખતે કેટલા .............. \(A\) નો પ્રવાહ દર્શાવશે? 2013 મધ્યમ
  38. 238. \(16\times10^{-16}\, C\) વિજભાર ધરાવતો કણ \(10\, ms^{-1}\) ના વેગથી \(x-\) દિશામાં એક ક્ષેત્રમાં દાખલ થાય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) એ \(y-\) દિશામાં અને \(10^4\, Vm^{-1}\) મૂલ્યનું વિદ્યુતક્ષેત્ર \(z-\)દિશામાં પ્રવર્તે છે. જો કણ \(x-\)દિશામાં ગતિ કરવાનું શરૂ રાખે તો ચુંબકીયક્ષેત્ર \(\vec B\) નું મૂલ્ય કેટલું હશે? 2013 મધ્યમ
  39. 239. \(90\, \mu C\) શરૂઆતનો વિજભાર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટનું ક્ષેત્રફળ \(60\, cm^2\) અને બંને પ્લેટ વચ્ચેનું અંતર \(3\, mm\) છે. જો બે પ્લેટ વચ્ચેનું માધ્યમ થોડુક વાહક બને તો પ્લેટ શરૂઆતમાં \(2.5\times10^{-8}\, C/s\) ના દરથી વિજભાર ગુમાવે, તો બંને પ્લેટ વચ્ચે ચુંબકીયક્ષેત્ર કેટલું હશે? 2013 મધ્યમ
  40. 240. આપ્રશ્ન માં વિધાન \(I\) અને વિધાન \(II\) આપવામાં આવ્યા છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિધાન \(I\) : એમિટરની જેમ રેન્જ વધારે તેમ અવરોધ મોટો. વિધાન \(II\) : એમિટરની રેન્જ વધારવા માટે તેને સમાંતર વધારાનો શંટ જોડવો પડે.  2013 સરળ
  41. 241. બે નાના વર્તુળાકાર ગૂચળા(એકપણ પાસે આત્મપ્રેરકત્વ નથી)માંથી એક ગૂચાળાને \(V\) આકારના કોપરના તાર સાથે સમક્ષિતિજ સમતલ રહે તે રીતે લટકાવેલ છે. બીજા ગૂચળાને પહેલા ગૂચળાની નીચે સમક્ષિતિજ સમતલ રહે તે રીતે ગોઠવેલ છે. બંને ગૂચળાને \(dc\) સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે. બંન્ને ગૂચળા એકબીજા તરફ આકર્ષણબળ લગાડે છે એવું જોવા મળતું હોય તો નીચે પૈકી કયું વિધાન ખોટું પડે? 2013 અઘરું
  42. 242. \(l\) લંબાઈના સાદા લોલકમાં એક છેડે લોખંડનો ગોળો લટકાવેલો છે.આ લોલક \(d.c.\) પ્રવાહ ધરાવતા સમક્ષિતિજ ગૂચળાની ઉપર દોલનો કરે છે તો લોલકનો આવર્તકાળ \(T\) ...... 2013 મધ્યમ
  43. 243. \(L\) લંબાઈના સીધા વાહકમાંથી \(i\) જેટલો પ્રવાહ વહે છે. તેની અક્ષ પર કેન્દ્રથી \(\frac {L}{4}\) અંતરે ચુંબકીય પ્રેરણ કેટલું મળે? 2013 મધ્યમ