ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 4

1988–2026 ના 243 પ્રશ્નો. ચુંબકીય ક્ષેત્રમાંવિદ્યુતભારો ની ગતિ સૌથી વધુ પૂછાય છે.

243પ્રશ્નો
7ટોપિક
1988–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 8% મધ્યમ 51% અઘરું 41%

STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ ના બધા પ્રશ્નો

નવા પહેલા

243 માંથી 151–200 પ્રશ્નો

  1. 151. \(a\) ત્રિજયાના પ્રવાહધારીત ગુંચળાના કેન્દ્ર અને અક્ષના કેન્દ્રથી \(r\) અંતરે રહેલા બિંદુ પાસેની ચુંબકીયક્ષેત્રની તીવ્રતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે? \((r << a\) લો\()\) 2021 અઘરું
  2. 152. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહ પસાર કરતાં તારને માથાની પિનના આકારમાં વાળેલો છે. તો તેના અર્ધવર્તુળના કેન્દ્ર \(P\) પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?
    2021 અઘરું
  3. 153. અનિયમિત આકારની લૂપમાં પ્રવાહ પસાર કરીને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી ..... . 2021 મધ્યમ
  4. 154. બે અનંત લંબાઈના વિદ્યુતપ્રવાહધારીત તારો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેમના છેડા ઉગમબિંદુ પર રહે. તેમના વિદ્યુતપ્રવાહનો ગુણોત્તર \(1: 1\) છે. તો \(P\) બિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલુ મળે?
    2021 અઘરું
  5. 155. એક પ્રોટોન, એક ડયુટેરોન અને એક \(\alpha -\) કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન વેગમાન સાથે ગતિ કરે છે. તેમના પર લાગતા ચુંબકીય બળોનો અને તેમની ઝડપનો ગુણોત્તર, આપેલ ક્રમમાં, અનુક્રમે .......... અને ........... છે. 2021 અઘરું
  6. 156. એક વિદ્યુતભાર \(Q\) એ ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }\) માં \(\overrightarrow{d l}\) જેટલું અંતર કાપે (ગતિ કરે) છે. \(\overrightarrow{ B }\) દ્વારા થતું કાર્ય શોધો : 2021 મધ્યમ
  7. 157. પ્રોટોન અને \(\alpha\) ની ગતિઉર્જા  \(K _{ p }\) અને \(K _{\alpha}\) છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર  \(2: 1 \) છે તો ગતિઉર્જાનો ગુણોતર \(K _{ p }: K _{\alpha}\) શું હશે  2021 મધ્યમ
  8. 158. સાયક્લોટ્રોન દ્વારા આપવામાં આવતો મહત્તમ પ્રવેગિત વિદ્યુતસ્થિતિમાન \(12\, {kV}\) હોય, તો સાયક્લોટ્રોનમાં પ્રોટોનને પ્રકાશની ઝડપ કરતાં છઠા ભાગની ઝડપ કરવા તેના પરિભ્રમણની સંખ્યા કેટલી હશે? \(\left[{m}_{{p}}=1.67 \times 10^{-27} {kg}, {e}=1.6 \times 10^{-19} {C},\right.\) પ્રકાશની ઝડપ \(\left.=3 \times 10^{8} {m} / {s}\right]\) 2021 અઘરું
  9. 159. સમાન દળ ધરાવતા બે આયનોના વિદ્યુતભારનો ગુણોત્તર \(1: 2\) છે. તેમને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે \(2: 3\) ઝડપના ગુણોત્તરે દાખલ કરવામાં આવે છે. તેમની વર્તુળાકાર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય? 2021 મધ્યમ
  10. 160. સમાન ગતિ ઊર્જાના ડયુટેરોન અને આલ્ફા કણને ચુંબકીયક્ષેત્ર સાથે લંબ દાખલ કરવામાં આવે છે. તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યા અનુક્રમે \(r_{d}\) અને \(r_{\alpha}\) છે. \(\frac{r_{d}}{r_{\alpha}}\) નું મૂલ્ય કેટલું થાય? 2021 મધ્યમ
  11. 161. સમકેન્દ્રિય કેબલમાં અંદરના તારની ત્રિજ્યા \(a\) છે જે અંદરની અને બહારની ત્રિજ્યા \({b}\) અને \(c\) તારથી ઘેરાયેલ છે.  અંદરના તારમાં વિદ્યુતપ્રવાહ સમગ્ર આડછેડ પર સમાન રીતે વિતરિત થયેલ છે. બહારના તારમાં સમાન રીતે વિતરિત થયેલ તેટલો જ પ્રવાહ પરતું વિરુદ્ધ દિશામાં વહન પામે છે. તેમની અક્ષથી \(x\) અંતરે ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર જ્યારે\((i)\) \({x}<{a}\) અને \((ii)\) \({a}<{x}<{b}\) હોય ત્યારે કેટલો થાય? 2021 અઘરું
  12. 162. વર્તુળાકાર ગુંચળાની અક્ષ પર કેન્દ્રથી અનુક્રમે \(0.05\, m\) અને \(0.2\, m\) અંતરે રહેલ બે બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રો \(8:1\) નાં ગુણોત્તરમાં છે. ગુંચળાની ત્રિજ્યા ........... \(m \) છે. 2021 અઘરું
  13. 163. \(0.8 \,kg m ^{2}\) વ્યાસને અનુલક્ષીને ઝડપ ની ચાકમાત્રા અને \(20\, Am ^{2}\) ચુંબકીય મોમેન્ટ ધરાવતી વતુળકાર કોઈલ છે. કોઈલ શરૂઆતમાં શિરોલંબ છે. અને તે સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તેના પર \(4T\) \(3\) ચુંબકીયક્ષેત્ર શિરીલંબ છે. લગાવતા તે \(60^{\circ}\) ભ્રમણ કરે ત્યારે કોણીય વેગ 2020 અઘરું
  14. 164. \(1\,\mu C\) વિધુતભારિત કણ \((2 \hat{ i }+3 \hat{ j }+4 \hat{ k })\, ms ^{-1} .\) ના વેગથી \((5 \hat{ i }+3 \hat{ j }-6 \hat{ k }) \times 10^{-3}\, T\) ના ચુબકીય ક્ષેત્રમાં ગતિ તેના પર લાગતુ બળ \(\overline{ F } \times 10^{-9} N\). હોય તો \(\overrightarrow{ F }\) 2020 મધ્યમ
  15. 165. \(1\;MeV\) ગતિઉર્જા ધરાવતો પ્રોટોન દક્ષિણથી ઉત્તર તરફ ગતિ કરે છે. પશ્ચિમ થી પૂર્વ તરફ પ્રવર્તતા ચુંબકીયક્ષેત્રમાં દાખલ થતાં તે \(10^{12}\; \mathrm{m} / \mathrm{s}^{2}\) જેટલો પ્રવેગિત થાય છે. તો આ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલા ......\(mT\) હશે? (સ્થિત પ્રોટોનનું દળ\(=1.6 \times 10^{-27} \;\mathrm{kg}\) ) 2020 મધ્યમ
  16. 166. \(10\,cm\) બાજુ ધરાવતા ષટકોણ માં આટાની સંખ્યા \(50\) છે. તેમાથી \(I\) પ્રવાહ પસાર કરતા કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર \(\frac{\mu_{0} I}{\pi}\) 2020 અઘરું
  17. 167. \(100 \;\Omega\) અવરોધ ધરાવતો ગેલ્વેનોમીટરમાથી \(1 \;\mathrm{mA}\) પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણ આવર્તન દર્શાવે છે જો તેને \(10\; \mathrm{V} \) માપી શકે તેવા વૉલ્ટમીટરમાં ફેરવવા માટે કેટલા........\(k\Omega\) મૂલ્યનો અવરોધ જોડવો પડે? 2020 મધ્યમ
  18. 168. \(2\, cm\) ત્રિજ્યા ધરાવતો તાર \(A\) માં પ્રવાહ \(2\, A\) અને \(4\, cm ,\) ત્રિજ્યા ધરાવતો તાર \(B\) માં પ્રવાહ \(3\,A\) છે. \(O\) કેન્દ્ર પર \(A\) અને \(B\) ના ચુંબકીયક્ષેત્રનો ગુણોતર.
    2020 અઘરું
  19. 169. \(2a\) બાજુવાળા અને \(I\) પ્રવાહધારીત વર્તુળાકાર ગુંચળાને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકવામાં આવે છે. સમાન પ્રવાહ \(I\) વહન કરતા લાંબા તારને \(z-\)અક્ષની સમાંતર અને બિંદુ \((0, b , 0),( b > > a )\) માંથી પસાર થાય તેમ મુકેલ છે. \(z-\) અક્ષની દિશામાં ગુંચળા પર લાગતાં ટોર્કનું મૂલ્ય કેટલું હશે? 2020 અઘરું
  20. 170. \(4 \times 10^{5}\, ms ^{-1}\) ના વેગથી ગતિ કરતું એક પ્રોટોનનું કિરણપુંજ \(0.3\, T\) જેટલા ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને \(60^o\) ના ખૂણે પ્રવેશે છે. જેના કારણે બનતા હેલિકલ પથની પિચ(પેચઅંતર) કેટલા \(cm\) હશે? (પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27}\, kg\), પ્રોટોનનો વિજભાર \(=1.69 \times 10^{-19}\,C\)) 2020 મધ્યમ
  21. 171. \(500\) આટા અને \(3 \times 10^{-4}\, m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતી કોઈલ ગેલ્વેનોમીટરમાં છે. તેમા \(0.5\, A\) પ્રવાહ પસાર કરતા તેના પર લાગતુ ટોર્ક \(1.5\,Nm\) છે. તો ચુબકીયક્ષેત્ર. 2020 મધ્યમ
  22. 172. \(a\) ત્રિજ્યા ધરાવતો લાંબા સુરેખ તારના આડછેદ પર વિદ્યુતપ્રવાહ એકસમાન રીતે પથરાયેલ છે.તારની અક્ષથી \(\frac{a}{3}\) અને \(2 a\) અંતરે રહેલ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય? 2020 અઘરું
  23. 173. \(a\) ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર લૂપમાંથી \(I\) પ્રવાહ પસાર થાય છે.તેને \(\mathrm{B}\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં લૂપના સમતલને લંબ એવીરીતે મૂકવામાં આવે છે જેથી તેના વ્યાસને અનુલક્ષીને નાનો ખૂણો બનાવીને મુક્ત કરવામાં આવે તો તે \(T\) આવર્તકાળ સાથે સરળ આવર્તગતિ કરે છે.જો લૂપની દળ \(m\) હોય તો તેનો આવર્તકાળ કેટલો થાય? 2020 મધ્યમ
  24. 174. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખૂબ લાંબો તાર \(ABDMNDC\) માથી \(I\) પ્રવાહ પસાર થાય છે. \(AB\) અને \(BC\) તાર સીધા,લાંબા ong એને and ght અને એકબીજા સાથે કાટખૂણો બનાવે છે.\(D\) બિંદુ આગળ તાર \(R\) ત્રિજ્યાનું \(DMND\) વર્તુળ બનાવે છે જેમાં \(AB\) અને \( {BC}\) ભાગ તેના \({N}\) અને \(D\) બિંદુ આગળના સ્પર્શક છે તો વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર કેટલું મળે?
    2020 અઘરું
  25. 175. \(G\) અવરોધવાળુ ગેલ્વેનોમીટરને \(R _{1}\) અવરોધક શ્રેણીમાં જોડતા વૉલ્ટમીટર ની રેન્જ \(0-1\, V\) ની થાય છે. \(R _{1}\) સાથે વધારાનો અવરોધ ઉમેરતા વૉલ્ટમીટરની રેન્જ \(0-2\, V\) ની થાય છે. તો વધારાનો અવરોધ. 2020 અઘરું
  26. 176. \(I\) પ્રવાહધારિત તાર \(A\,B\,C\,D\,E\,F\,A\,\) આપેલ છે. \(A\,B\,C\,D\,A\) અને \(A\,D\,E\,F\,A\) બાજુ એકબીજાને લંબ છે. લંબચોરસની બાજુની લંબાઈ \(a\) અને પહોળાઈ \(b\) છે. તો \(A\,B\,C\,D\,E\,F\,A\,\) ની ચુબકીય મોમેન્ટ નું મૂલ્ય અને દિશા
    2020 અઘરું
  27. 177. ઇલેક્ટ્રોન ઘન \(+x\) દિશામાં \(6 \times 10^{6}\, ms ^{-1}\) ના વીગથી ગતિ કરે છે. વિધુતક્ષેત્ર \(+ y\) દિશામાં \(300 \,V / cm\) છે. ઇલેક્ટ્રોન \(+ x-\) દિશામાં ગતિ કરે તે માટે ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય અને દિશા 2020 અઘરું
  28. 178. \(l\) લંબાઈ માં \(0.3\,T\) નું ચુંબકીય ક્ષેત્ર છે. પ્રોટોન આ ક્ષેત્ર સાથે \(60\) ના ખૂણે \(4 \times 10^{5}\, ms ^{-1}\) ના વેગ થી દાખલ થાય છે. \(10\) પરિણામમાં પ્રોટોન \(l\) અંતર કાપતો હોય તો \(l= ....... m\) (પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27} \,kg,\) પ્રોટોનનું વિધુતભાર \(\left.=1.6 \times 10^{-19}\, C \right)\)
    2020 અઘરું
  29. 179. ઓહમના નિયમમાં એમિટર અને વૉલ્ટમીટર ને અવરોધ શ્રેણી અથવા સમાંતરમાં જોડવામાં આવે છે.  2020 મધ્યમ
  30. 180. \(q\) વિધુતભાર અને \(m\) દળને \(-v \hat{ i }(v \neq 0)\) વેગથી \(d\) અંતરે રહેલી \(Y - Z\) સમતલ માં રહેલી સ્ક્રીન પર આપાત કરવામાં આવે છે. ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }= B _{0} \hat{ k },\) હોય તો વેગની લઘુતમ કિમત શોધો કે કણ સ્ક્રિન પર અથડાઈ નહિ 2020 મધ્યમ
  31. 181. \(R\) ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર અક્ષ પર એક ઇલેક્ટ્રોન ગન મૂકવામાં આવેલ છે. સોલેનોઈડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા \(n\) અને વહેતો પ્રવાહ \(I\) છે.ઇલેક્ટ્રોન ગન સોલેનોઈડમાં ત્રિજયવર્તી દિશામાં   \(v\) વેગથી ઇલેક્ટ્રોન છોડે છે. જો ઇલેક્ટ્રોન સોલેનોઈડની સપાટી પર પહોચે નહીં તે માટે તેનો મહત્તમ વેગ \(v\) કેટલો હોવો જોઈએ?
    2020 મધ્યમ
  32. 182. ઉદગમ બિંદુએ કેન્દ્ર હોય તેવી \(2a\) બાજુવાળી \(I\) પ્રવાહધારિત ચોરસ લૂય \(XY\) સમતલ માં છે. \(Z-\) અક્ષને સમાંતર \(I\) પ્રવાહધારિત તાર \((0, b, 0),(b>>a)\) માંથી પસાર થાય છે. તો લૂપ પર લાગતુ ટોર્ક \(Z-\) અક્ષને અનુલક્ષીને 2020 અઘરું
  33. 183. વિદ્યુત પ્રયોગોમાં તટસ્થ બિંદુ મેળાવવા માટે પ્રયોગશાળામાં ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. જો, \(6 \,m A\) નો પ્રવાહ પસાર કરવા પર તે \(2^{\circ}\) નું વિચલન ઉત્પન્ન કરે છે, તો તેની પ્રવાહ સંવેદિતા કેટલી હશે? 2020 મધ્યમ
  34. 184. વતુર્ળમાં ભ્રમણ કરતા વિધુતભારિત કણને પ્રવાહધારિત લૂપ ગણવામાં આવે છે. \(m\) દળ અને \(q\) વિધુતભારિત કણ \(V\) વેગથી \(B\) ચુંબકીયક્ષેત્ર ની અસર હેઠળ ભ્રમણ કરે તો કણની ચુંબકીય મોમેન્ટ 2020 અઘરું
  35. 185. \(1\,m\) બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણ જેમાથી \(10\,A\) પ્રવાહ વહે છે.તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલા .....\(\mu T\) થશે?  [\(\mu _0 = 4\pi  \times 10^{-7}\,NA^{-2}\)] 2019 મધ્યમ
  36. 186. \(10\, cm\) ત્રિજ્યા ધરાવતી રિંગ પર વિજભાર સમાન રીત વહેચાયેલ છે.રિંગ તેના સમતલને લંબ અક્ષની સાપેક્ષે \(40\,\pi \,rad\,{s^{ - 1}}\) જેટલી કોણીય ઝડપે ફરે છે.જો તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(3.8 \times {10^{ - 9}}\,T\) હોય તો, રિંગ પર રહેલ વિજભાર લગભગ કેટલો હશે? \(\left( {{\mu _0} = 4\pi  \times {{10}^{ - 7}}\,N/{A^2}} \right)\) 2019 મધ્યમ
  37. 187. \(175\,\) આંટા અને \(1\, cm^2\) ક્ષેત્રફળ ધરાવતા ગૂચળાનો ઉપયોગ ગેલ્વેનોમીટરમાં થાય છે.જેનો ટોરસન અચળાંક \(10^{-6}\, N\, -m/rad\) છે.આ ગુચળાને તેના સમતલને સમાંતર \(B\) ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. \(1\, mA\) પ્રવાહ માટે તે \(10\) કાપા આવર્તન દર્શાવતુ હોય તો \(B\) નું મૂલ્ય (Tesla માં) કેટલું હશે? 2019 મધ્યમ
  38. 188. \(20\,\Omega \) અવરોધ ધરાવતા અને બન્ને બાજુ \(30\) કાપા ધરાવતા એક ગેલ્વેનોમીટરનો દક્ષતાંક \(0.005\) એમ્પિયર/કાપા છે. તેને \(15\,V\) સુધીના વોલ્ટમીટર તરીકે વાપરી શકાય તે માટે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ ............ \(\Omega\) છે. 2019 અઘરું
  39. 189. \(50\,\Omega \) અવરોધ ધરાવતું ગેલ્વોનોમીટર પૂર્ણ આવર્તન દરમિયાન \(4\,mA\) પ્રવાહ દર્શાવે છે.આ ગેલવેનોમીટરને \(5\,k\Omega \) અવરોધ જોડીને વોલ્ટમીટરમાં ફેરવેલ છે તો આ વોલ્ટમીટર કેટલા......\(V\) વૉલ્ટ સુધીનો વૉલ્ટેજ માપી શકશે? 2019 મધ્યમ
  40. 190. \(50\, ohm\) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાથી મહત્તમ \(0.002\, A\) પ્રવાહ વહી શકે છે.તેને \(0 -0.5\, A\) જેટલો પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં ફેરવવા માટે કેટલા ......\(ohm\) અવરોધ જોડવો પડે? 2019 મધ્યમ
  41. 191. આકૃતિમાં બે ત્રિજ્યાવર્તી રેખાથી જોડેલ બે વર્તુળાકાર ચાપ ધરાવતો એક પ્રવાહ લૂપ દર્શાવેલ છે. તેમાંથી \(10\ A\) પ્રવાહ પસાર થાય છે. બિંદુ \(O\) આગળ ચુંબકીયક્ષેત્ર _____ ની નજીક હશે.
    2019 મધ્યમ
  42. 192. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પેપરના સમતલમાં એક અનંત લંબાઇના વિદ્યુત પ્રવાહ ધારીત તાર અને નાનો પ્રવાહ ધારિત ગોળો આપેલ છે. ગોળાની ત્રિજ્યા \(a\) છે અને તેના કેન્દ્રથી તાર સુધીનું અંતર \(d, (d > > a)\) છે. જો ગોળો તાર પર \(F\) બળ લગાવે તો 
    2019 અઘરું
  43. 193. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(I_1\) પ્રવાહ પસાર થતાં લાંબા તારથી \(a\) અંતરે \(a\) બાજુવાળા ચોરસ લૂપમાથી \(I_2\) પ્રવાહ પસાર થાય છે.તારને લીધે ચોરસ લૂપ પર લાગતું કુલ બળ કેટલું હશે?
    2019 અઘરું
  44. 194. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) અંતરે રહેલ બે તાર \(A\) અને \(B\) માથી \(I_1\) અને \(I_2\) પ્રવાહ પસાર થાય છે.\(A\) ને સમાંતર અને \(A\) થી \(x\) અંતરે \(I\) પ્રવાહ પસાર થતો ત્રીજો તાર \(C\) એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો \(x\) ની શક્ય કિમત ..... 
    2019 મધ્યમ
  45. 195. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(x-\) અક્ષ પર \(100\, eV\) ઉર્જાથી ગતિ કરતો ઈલેક્ટ્રોન \(\vec B = (1.5\times10^{-3}T)\hat k\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં \(S\) આગળથી દાખલ થાય છે.ચુંબકીય ક્ષેત્ર  \(x = 0\) અને \(x = 2\, cm\) વચ્ચે પ્રવર્તે છે.\(S\) બિંદુથી \(8\, cm\) દૂરના પડદા પર \(Q\) બિંદુ આગળ ઇલેક્ટ્રોન નોંધાય છે તો \(P\) અને \(Q\) વચ્ચેનું અંતર \(d\) .....\(cm\) હશે?
    2019 અઘરું
  46. 196. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(xy\) સમતલમાં બે લાંબા અને અવાહક તારને \(90^o\) ના ખૂણે મૂકેલા છે.આ તારમાંથી સમાન મૂલ્યનો પ્રવાહ \(I\) આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની દિશામાં પસાર થાય છે. \(P\)  બિંદુ આગળ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?
    2019 મધ્યમ
  47. 197. આકૃતિમાં દર્શાવેલ \(6\, cm\) લંબાઇની \(AB\) બાજુમાથી \(5\, A\) પ્રવાહ વહે છે.તો તેના કારણે \(P\) બિંદુ આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? \((\mu _0 = 4p\times10^{-7}\, N-A^{-2})\)
    2019 અઘરું
  48. 198. બે અંનત લંબાઇના સમાન તારોને \(90^o\) પર એ રીતે વાળવામાં આવે છે અને મુકવામાં આવે છે કે જેથી ખંડો \(LP\) અને \(QM\) એ \(x-\)અક્ષ તરફ રહે જ્યારે ખંડો \(PS\) અને \(QN\) એ \(y-\)અક્ષ ને સમાંતર હોય. જો \(OP =OQ=4\, cm\) અને પર \(10^{-4}\,T\) ચુંબકીય ક્ષેત્રનું માન હોય તથા બન્ને તારો સમાન પ્રવાહ ધારિત હોય, તો બન્ને તારોમાં વિજ પ્રવાહનુ માન અને \(O\) પર ચુંબકીય ક્ષેત્ર _____ હશે. \((\mu_ 0 = 4\pi \times10^{-7}\, NA^{-2})\)
    2019 અઘરું
  49. 199. એક અવાહક પાતળા \(l\) લંબાઇના સળીયા પર \(\rho \left( x \right) = {\rho _0}\,\frac{x}{l}\) જેટલી રેખીય વિજભાર ઘનતા છે. ઉગમ બિંદુ \((x= 0)\) માંથી પસાર થતી અને સળીયાને લંબ અક્ષને અનુલક્ષીને સળિયાને પરિભ્રમણ કરાવવામાં આવે છે. જો સળીયો \(n\) પરિભ્રમણ પ્રતિ સેકન્ડ ફરતો હોય તો સળીયા માટે સમય સરેરાશ ચુંબકીય ચાક માત્રા કેટલી હશે? 2019 અઘરું
  50. 200. એક ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન માટે \(10^{-4}\, A\) જેટલો પ્રવાહ માપી શકે છે. તેને \(0 -5\, V\) માપી શકે તેવા વોલ્ટમીટરમાં ફેરવવા માટે શ્રેણીમાં  \(2\, M\,\Omega \) જેટલો અવરોધ જોડાવો પડે છે.તો આ ગેલ્વેનોમીટરને \(0-10\, mA\) પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં ફેરવવા માટે કેટલા ......\(\Omega \) શંટ અવરોધ જોડવો પડે? 2019 મધ્યમ