પ્રશ્નો
નવા પહેલા59 માંથી 51–59 પ્રશ્નો
- 51. \(y=0\) અને \(y = d\) વચ્ચેનો વિસ્તાર ચુંબકીય ક્ષેત્ર \(\vec B = B\hat z\) ધરાવે છે. \(m\) દળ અને \(q\) વિજભાર ધરાવતો એક કણ \(\vec v = v\hat i\) વેગથી આ વિસ્તારમાં પ્રવેશે છે. જો \(d = \frac{{mv}}{{2qB}}\) , હોય તો આ વિસ્તારની બીજી બાજુએ નિર્ગમન બિંદુએ વિજભારીત કણનો પ્રવેગ કેટલો હશે? 2019 અઘરું
- 52. એક ઇલેકટ્રોન,એક પ્રોટ્રોન અને એક આલ્ફા કણની ગતિઊર્જા સમાન છે.તેઓ સમાન ચુંબકીયક્ષેત્ર \(B\) માં અનુક્રમે \(r_e,r_p\) અને \({r_\alpha }\) ત્રિજયા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. \(r_e,r_p\) અને \(\;{r_\alpha }\)વચ્ચેનો સંબંધ 2018 મધ્યમ
- 53. કોઈ એક ક્ષેત્રમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે.ચુંબકીયક્ષેત્ર \(\vec B = {B_0}\left( {\hat i + 2\hat j - 4\hat k} \right)\) મુજબ આપવામાં આવે છે. જો એક વિજભાર આ ક્ષેત્રમાં \(\vec v = {v_0}\left( {3\hat i - \hat j + 2\hat k} \right)\) ના વેગથી ગતિ કરતો હોય ત્યારે કોઈ બળ અનુભવતો ના હોય તો \(SI\) એકમમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? 2017 મધ્યમ
- 54. પ્રવાહ ધારીત લાંબા તારની નજીક એક ઋણ વિજભાર ગતિ કરે છે. આ વિજભાર પર લાગતું બળ તારના પ્રવાહની દિશાને સમાંતર છે. તો વિજભાર કઈ રીતે ગતિ કરતો હશે? 2017 મધ્યમ
- 55. એક પાતળી ધાતુની પટ્ટી કાગળના સમતલને લંબ \(v\) વેગથી ગતિ કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીયક્ષેત્ર \(B\) કાગળના સમતલની અંદરની દિશામાં પ્રવર્તે છે.જો પટ્ટીની ડાબી અને જમણી સપાટી પર પ્રેરિત થતી વિજભારઘનતા \({\sigma _1}\) અને \({\sigma _2}\) હોય તો..... (ફ્રિન્જ અસરને અવગણો)
2016 મધ્યમ - 56. \(m\) દળ ધરાવતો પ્રોટોન \(V\) વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થઈને \(B\) જેટલા લંબગત ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. આ ચુંબકીયક્ષેત્ર \(d\) જેટલા અંતરમાં પ્રવર્તે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(\alpha \) એ પ્રોટોનનું પોતાની મૂળ દિશાથી થતું વિચલન હોય તો \(\sin \alpha\) નું મૂલ્ય કેટલું થશે?
2015 અઘરું - 57. \(q\) વિજભાર અને \(m\) દળ ધરાવતો કણ \(+ x\) અક્ષની દિશામાં વહે છે. \(\Delta t\) સમય સુધી \(B\) ચુંબકીયક્ષેત્ર એવી રીતે લગાવવામાં આવે કે જેથી કણ \(y\) અક્ષ પર \(d\) અંતરે હોય ત્યારે પોતાની દિશા ઉલટાવે છે. 2014 અઘરું
- 58. \(16\times10^{-16}\, C\) વિજભાર ધરાવતો કણ \(10\, ms^{-1}\) ના વેગથી \(x-\) દિશામાં એક ક્ષેત્રમાં દાખલ થાય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) એ \(y-\) દિશામાં અને \(10^4\, Vm^{-1}\) મૂલ્યનું વિદ્યુતક્ષેત્ર \(z-\)દિશામાં પ્રવર્તે છે. જો કણ \(x-\)દિશામાં ગતિ કરવાનું શરૂ રાખે તો ચુંબકીયક્ષેત્ર \(\vec B\) નું મૂલ્ય કેટલું હશે? 2013 મધ્યમ
- 59. \(l\) લંબાઈના સાદા લોલકમાં એક છેડે લોખંડનો ગોળો લટકાવેલો છે.આ લોલક \(d.c.\) પ્રવાહ ધરાવતા સમક્ષિતિજ ગૂચળાની ઉપર દોલનો કરે છે તો લોલકનો આવર્તકાળ \(T\) ...... 2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.