ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - એકમ, પરિમાણ અને માપન

પરિમાણો PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

પરિમાણો પર STD 11 - એકમ, પરિમાણ અને માપન ના 116 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

116પ્રશ્નો
236STD 11 - એકમ, પરિમાણ અને માપન માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 42% અઘરું 46%

પ્રશ્નો

નવા પહેલા

116 માંથી 51–100 પ્રશ્નો

  1. 51. જો પ્રકાશનો વેગ \(c,\) સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક \(G\) અને પ્લાન્ક અચળાંક \(h\) ને મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે, તો આ નવી પધ્ધતિમાં દળનું પરિમાણ શું થાય? 2023 અઘરું
  2. 52. જો \(R, X _{ L }\) અને \(X _{ C }\) અનુક્રમે અવરોધ, ઈન્ડકટીવ રિએકટન્સ અને સંધારકીય રીએકટન્સ દર્શાવતા હોય, તો નીચેનામાંથી કયુ પરિમાણરહિત થશે ? 2023 સરળ
  3. 53. લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો. 
    લીસ્ટ \(I\) લીસ્ટ \(II\)
    \((A)\) યંગનો ગુણાંક \((Y)\) \((I)\) \(\left[ M L ^{-1} T ^{-1}\right]\)
    \((B)\) શ્યાનતા ગુણાંક \((\eta)\) \((II)\) \(\left[ M L ^2 T ^{-1}\right]\)
    \((C)\) પ્લાન્ક અચળાંક \((h)\) \((III)\) \(\left[ M L ^{-1} T ^{-2}\right]\)
    \((D)\) કાર્ય વિધેય \((\phi)\) \((IV)\) \(\left[ M L ^2 T ^{-2}\right]\)
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 
    2023 મધ્યમ
  4. 54. લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
    લીસ્ટ \(I\) (ભૌતિક રાશી) લીસ્ટ \(II\) (પારિમાણિક સૂત્ર)
    \((A)\) દબાણ પ્રચલન \((I)\) \(\left[ M ^0 L ^2 T ^{-2}\right]\)
    \((B)\) ઊર્જા-ઘનતા \((II)\) \(\left[ M ^1 L ^{-1} T ^{-2}\right]\)
    \((C)\) વિદ્યુતક્ષેત્ર \((III)\) \(\left[ M ^1 L ^{-2} T ^{-2}\right]\)
    \((D)\) ગુપ્ત ઉષ્મા \((IV)\) \(\left[ M ^1 L ^1 T ^{-3} A ^{-1}\right]\)
    2023 મધ્યમ
  5. 55. \(\left(P+\frac{a}{V^2}\right)(V-b)=R T\) કેટલાક વાયુઓની સ્થિતિનું સમીકરણ રજૂ કરે છે. જ્યાં \(P\) એ દબાણ છે, \(V\) એ કદ છે, \(T\) એ તાપમાન અને \(a, b, R\) એ અચળાંકો છે. કઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર \(\frac{b^2}{a}\) ના પારિમાણિક સૂત્ર જેવુ થાય? 2023 અઘરું
  6. 56. પાણીમાં ઉત્પન્ન થતા તરંગની ઝડપ \(v=\lambda^a g^b \rho^e\) અનુસાર રજૂ કરવામાં આવે છે, જ્યાં \(\lambda, g\) અને \(\rho\) અનુક્રમે તરંગની તરંગલંબાઈ, ગુરુત્વ પ્રવેગ અને પાણીની ધનતા છે. અનુક્રમે \(a, b, c\) અને મૂલ્યો ........ હોય. 2023 મધ્યમ
  7. 57. સૂચિ \(-I\) અને સૂચિ \(-II\) મેળવો.
    સૂચિ \(-I\) સૂચિ \(-II\)
    \((A)\) કોણીય વેગમાન \((I)\) \(\left[ ML ^2 T ^{-2}\right]\)
    \((B)\) ટોર્ક \((II)\) \(\left[ ML ^{-2} T ^{-2}\right]\)
    \((C)\) તણાવ \((III)\) \(\left[ ML ^2 T ^{-1}\right]\)
    \((D)\) દબાણ પ્રચલન \((IV)\) \(\left[ ML ^{-1} T ^{-2}\right]\)
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
    2023 મધ્યમ
  8. 58. સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. 
    સૂચિ \(-I\) સૂચિ \(-II\)
    \((A)\) ટોર્ક \((I)\) \(ML ^{-2} T ^{-2}\)
    \((B)\) પ્રતિબળ \((II)\) \(ML ^2 T ^{-2}\)
    \((C)\) દબાણ પ્રચલન \((III)\) \(ML ^{-1} T ^{-1}\)
    \((D)\) શ્યાનતા ગુણાંક \((IV)\) \(ML ^{-1} T ^{-2}\)
    આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો. 
    2023 મધ્યમ
  9. 59. સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો.
    સૂચી \(I\) સૂચી \(II\)
    \(A\) સ્પ્રિંગ અચળાંક \(I\) \((T ^{-1})\)
    \(B\) કોણીય ઝડપ \(II\) \((MT ^{-2})\)
    \(C\) કોણીય વેગમાન \(III\) \((ML ^2)\)
    \(D\) જડત્વની ચાકમાત્ર \(IV\) \((ML ^2 T ^{-1})\)
     નીચે આપેલા વિકલ્પોમાથી સાચો વિકલ્પ પસંદ કરો.
    2023 મધ્યમ
  10. 60. વર્તુળનું સમીકરણ \(x^2+y^2=a^2\), જ્યાં \(a\) એ ત્રિજ્યા છે, વડે આપવામાં આવે છે. જો ઉગમબિંદુને \((0,0)\) ને બદલે નવા મૂલ્ય આગળ ખસેડતા આ સમીકરણ બદલાય છે. નવા સમીકરણ : \((x-A t)^2+\left(y-\frac{t}{B}\right)^2=a^2\) માટે \(A\) અને \(B\) નાં સાચા પરિણામો ......... થશે. \(t\) નું પરિમાણ \(\left[ T ^{-1}\right]\) વડે આપવામાં આવે છે. 2023 મધ્યમ
  11. 61. \(\left[X+\frac{a}{Y^2}\right][Y-b]= R T\) સમીકરણ માં \(X\) દબાણ, \(Y\) કદ, \(R\) સાર્વત્રિક વાયુ અચળાંક અને \(T\) તાપમાન છે. ગુણોત્તર \(\frac{a}{b}\) નો ભૌતિક સમતુલ્ય ......... છે. 2023 અઘરું
  12. 62. \(1\) અને \(2\) એકમો ધરાવતા બે તંત્રો માટે વેગ \((v)\) અને પ્રવેગ \((a)\) અનુક્રમે \(v_{2}=\frac{ n }{ m ^{2}} v_{1}\) અને \(a _{2}=\frac{ a _{1}}{ mn }\) સંબંધથી સંકયાયેલા છે. અત્રે, \(m\) અને \(n\) અચળાંકો છે. આં બે તંત્રોમાં અંતર અને સમય વચ્ચેના સંબંધો અનુક્રમે .......... થશે. 2022 અઘરું
  13. 63. અન્યોન્ય પ્રેરકત્વનું પરિમાણ .......... છે. 2022 મધ્યમ
  14. 64. \(\left(\frac{ B ^{2}}{\mu_{0}}\right)\) નું પરિમાણ ......... થશે. \(\left(\mu_{0}:\right.\) શૂન્યાવકાશની પારગમ્યતા અને \(B\) : ચુંબકીય ક્ષેત્ર ) 2022 મધ્યમ
  15. 65. ભૌતિક રાશિનો \(SI\) એકમ પાસ્કલ-સેકન્ડ છે. આ રાશિનું પારિમાણીક સૂત્ર ........... થશે. 2022 મધ્યમ
  16. 66. ભૌતિક રાશિઓની એવી જોડ શોધો કે જેના પરિમાણ સમાન હોય. 2022 મધ્યમ
  17. 67. જેમને જુદાં-જુદાં પરિમાણો હોય તેવી ભૌતિક રાશિઓની જોડ શોધો 2022 મધ્યમ
  18. 68. જો \(L, C\) અને \(R\) એ અનુક્રમે ઈન્ડકટર, સંધારક અને અવરોધ હોય, તો નીચેનામાંથી કયા સંયોજનને સમયનું પરિમાણ નહી હોય? 2022 મધ્યમ
  19. 69. જો વેગમાન \([P]\), ક્ષેત્રફળ \([A]\) અને સમય \([T]\) ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શ્યાનતા ગુણાંકનું પરિમાણિક સૂત્ર \(........\) થશે. 2022 મધ્યમ
  20. 70. નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવ્યા છે. ક્થન \((A)\) : પાણીના બુંદના દોલનોનો આવર્તકાળ પૃષ્ઠતાણ \((S)\) ઉપર આધાર રાખે છે, જો પ્રવાહીની ઘનતા \(\rho\), બુંદની ત્રિજ્યા \(r\) હોય, તો \(T = K \sqrt{ \rho r ^3 / S ^{3 / 2}}\) એ પરિમાણિક રીતે સાચું છે. જ્યાં \(K\) એ પરિમાણરહિત છે. કારણ \((R)\) : પરિમાણીક વિશ્લેષણની મદદથી આપણાને જ.બા. સમય કરતા જુદું પરિમાણ મળે છે. ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો. 2022 મધ્યમ
  21. 71. નીચે બે વિધાનો આપેલા છે : પ્રથમને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવેલ છે.  કથન \(A\) : દબાણ \((P)\) અને સમય \((t)\) ના ગુણાકારને શ્યાનતા ગુણાંકનું જ પરિમાણ હોય છે.  કારણ \(R\) : શ્યાનતા ગુણાંક = બળ \(/\) વેગ પ્રચલન પ્રશ્ન : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2022 મધ્યમ
  22. 72. નીચેનાંમાંથી કઈ ભૌતિક રાશિઓને સમાન પરિમાણ છે? 2022 અઘરું
  23. 73. પરિમાણરહિત રાશી \(P\) ને સમીકરણ \(P =\frac{\alpha}{\beta} \log _{ e }\left(\frac{ kt }{\beta x}\right)\) થી આપવામાં આવે છે; જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંકો, \(x\) એ અંતર; \(k\) એ બોલ્ટઝમાન અચળાંક અને \(t\) એ તાપમાન છે, \(\alpha\) નું પરિમાણ ............. थશે. 2022 મધ્યમ
  24. 74. ઊર્જા ઘનતાને \(u=\frac{\alpha}{\beta} \sin \left(\frac{\alpha x}{k t}\right)\) સૂત્ર વડે આપવામાં આવે છે. જ્યાં \(\alpha, \beta\) અચળાંકો છે, \(x\) એ સ્થાનાંતર, \(k\) એ બોલ્ટ્ઝમેન અચળાંક અને \(t\) એ તાપમાન છે. \(\beta\) નું પરિમાણ ...... થશે. 2022 અઘરું
  25. 75. વાન્-ડર-વાલ્સ સમીકરણ \(\left[ P +\frac{ a }{ V ^{2}}\right][ V - b ]= RT\) માં, \(P\) એ દબાણ, \(V\) એ કદ, \(R\) એ વાયુના સાર્વત્રિક અચળાંક અને \(T\) એ તાપમાન છે. અચળાંકોનો ગુણોત્તર \(\frac{a}{b}\) એ પારિમાણિક રીતે ............. ને સમાન છે. 2022 મધ્યમ
  26. 76. એક અલગ કરેલા તંત્રમાં વાયુ અણુઓ દ્વારા થતું કાર્ય \(W =\alpha \beta^{2} e ^{-\frac{ x ^{2}}{\alpha kT }},\), જ્યાં \(x\) એ સ્થાનાંતર, \(k\) બોલ્ટ્ઝમેન અચળાંક અને \(T\) તાપમાન છે. \(\alpha\) અને \(\beta\) અચળાંક છે. \(\beta\) નું પરિમાણ ......... 2021 અઘરું
  27. 77. એક લાક્ષણિક દહનશીલ એન્જીન (કંબશન એન્જીન) માં વાયુનાં અણુ દ્વારા થયેલ કાર્યને \(W=\alpha^{2} \beta e^{\frac{-\beta x^{2}}{k T}}\) દ્વારા આપવામાં આવે છે જ્યાં \(x\) સ્થાનાંતર, \(k\) બોલ્ટ્ઝમેન અચળાંક અને \(T\) તાપમાન દર્શાવે છે. જો \(\alpha\) અને \(\beta\) અચળાંકો હોય, તો \(\beta\) નું પરિમાણ ......... હશે. 2021 અઘરું
  28. 78. જે \(C\) અને \(V\) અનુક્રમે સંઘારક (કેપેસીટન્સ) અને વોલ્ટેજ દર્શાવતા હોય અને \(\frac{ C }{ V }=\lambda\) હોય, તો \(\lambda\) નું પરિમાણ શું હશે? 2021 અઘરું
  29. 79. જે \(e\) વિદ્યુતભાર હોય, \(c\) મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ હોય અને \(h\) પ્લાન્ક અચળાંક હોય, તો \(\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{| e |^{2}}{h c}\) સૂત્રનું પરિમાણ ..... 2021 અઘરું
  30. 80. જો બળ \(({F})\), લંબાઈ \(({L})\) અને સમય \(({T})\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે છે. તો ધનતાનું પરિમાણ શું થાય? 2021 અઘરું
  31. 81. જો \({E}, {L}, {m}\) અને \({G}\) અનુક્રમે ઉર્જા, કોણીય વેગમાન, દળ અને ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય, તો સૂત્ર \({P}={EL}^{2} {m}^{-5} {G}^{-2}\) માં રહેલ રાશિ \(P\) નું પરિમાણિક સૂત્ર કેવું થાય? 2021 મધ્યમ
  32. 82. જો સમય \((t)\), વેગ \((u)\), અને કોણીય વેગમાન \((I)\) ને મૂળભૂત રાશિ તરીકે લેવામાં આવે છે. દળ \(({m})\) નું પરિમાણ \({t}, {u}\) અને \({I}\) ના પદમાં કેવું થાય? 2021 મધ્યમ
  33. 83. જો વેગ \([V],\) સમય \([T]\) અને બળ \([F]\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે, તો દળનું પરિમાણ શું થાય? 2021 મધ્યમ
  34. 84. કોઈ પણ તંત્રની એન્ટ્રોપી નીચે મુજબ આપવામાં આવે છે.  \({S}=\alpha^{2} \beta \ln \left[\frac{\mu {kR}}{J \beta^{2}}+3\right]\) જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંક છે. \(\mu, J, K\) અને \(R\) અનુક્રમે મોલ, જૂલ અચળાંક, બોલ્ટ્ઝમેન અચળાંક અને વાયુ અચળાંક છે. [\({S}=\frac{{dQ}}{{T}}\) લો] નીચેનામાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. 2021 અઘરું
  35. 85. લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે સરખાવો 
    લિસ્ટ \(-I\) લિસ્ટ \(-II\)
    \((a)\) ટોર્ક \((i)\) \({MLT}^{-1}\)
    \((b)\) બળનો આઘાત  \((ii)\) \({MT}^{-2}\)
    \((c)\) તણાવ \((iii)\) \({ML}^{2} {T}^{-2}\)
    \((d)\) પૃષ્ઠતાણ \((iv)\) \({MI} {T}^{-2}\)
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
    2021 મધ્યમ
  36. 86. લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે સરખાવો
    લિસ્ટ \(-I\) લિસ્ટ \(-II\)
    \((a)\) કેપેસીટન્સ, \(C\) \((i)\) \({M}^{1} {L}^{1} {T}^{-3} {A}^{-1}\)
    \((b)\) શૂન્યાવકાશની પરમિટિવિટી, \(\varepsilon_{0}\) \((ii)\) \({M}^{-1} {L}^{-3} {T}^{4} {A}^{2}\)
    \((c)\) શૂન્યાવકાશની પરમીબીલીટી, \(\mu_{0}\) \((iii)\) \({M}^{-1} L^{-2} T^{4} A^{2}\)
    \((d)\) વિદ્યુતક્ષેત્ર, \(E\) \((iv)\) \({M}^{1} {L}^{1} {T}^{-2} {A}^{-2}\)
    આપેલ વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરો. 
    2021 મધ્યમ
  37. 87. Match List\(-I\) with List\(-II.\)
      List\(-I\)   List\(-II\)
    \((a)\) ચુંબકીય પ્રેરણ \((i)\) \({ML}^{2} {T}^{-2} {A}^{-1}\)
    \((b)\) ચુંબકીય ફ્લક્સ \((ii)\) \({M}^{0} {L}^{-1} {A}\)
    \((c)\) ચુંબકીય પરમીએબીલીટી \((iii)\) \({MT}^{-2} {A}^{-1}\)
    \((d)\) મેગ્નેટાઇઝેશન \((iv)\) \({MLT}^{-2} {A}^{-2}\)
    આપેલ વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરો. 
    2021 મધ્યમ
  38. 88. નીચે પૈકી કયું સમીકરણ પારિમાણિક રીતે ખોટું થાય? જ્યાં \(t=\)સમય, \(h=\)ઊંચાઈ, \(s=\)પૃષ્ઠતાણ, \(\theta=\)ખૂણો, \(\rho=\)ઘનતા, \(a, r=\)ત્રિજ્યા, \(g=\)ગુરુત્વ પ્રવેગ, \({v}=\)કદ, \({p}=\)દબાણ, \({W}=\)કાર્ય, \(\Gamma=\)ટોર્ક, \(\varepsilon=\)પરમિટિવિટી, \({E}=\)વિદ્યુતક્ષેત્ર, \({J}=\)પ્રવાહઘનતા, \({L}=\)લંબાઈ 2021 અઘરું
  39. 89. નીચેનામાંથી કઈ પરિમાણરહિત રાશિ નથી? 2021 અઘરું
  40. 90. સમય \(t\) અને સ્થાનનાતર \(x\) ના પદમાં બળનું સૂત્ર નીચે મુજબ આપવામાં આવે છે.  \({F}={A} \cos {Bx}+{C} \sin {Dt}\) \(\frac{{AD}}{{B}}\) નું પારિમાણિક સૂત્ર શું થાય? 2021 મધ્યમ
  41. 91. સૂચી \(-I\) ને સૂચી \(- II\) સાથે મેળવો.
    સૂચી \(-I\) સૂચી \(-II\)
    \((a)\) \(h\) (પ્લાન્કનો અચળાંક) \((i)\) \(\left[ M L T ^{-1}\right]\)
    \((b)\) \(E\) (ગતિ ઊર્જા) \((ii)\) \(\left[ M L ^{2} T ^{-1}\right]\)
    \((c)\) \(V\) (વિદ્યુત સ્થિતિમાન) \((iii)\) \(\left[ M L ^{2} T ^{-2}\right]\)
    \((d)\) \(P\) (રેખીય વેગમાન) \(( iv )\left[ M L ^{2} I ^{-1} T ^{-3}\right]\)
     નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબનું ચયન કરો.
    2021 મધ્યમ
  42. 92. \(\frac{\mathrm{B}^{2}}{2 \mu_{0}}\) નું પારિમાણ શું થાય? જ્યાં \(\mathrm{B}\) એ ચુંબકીયક્ષેત્ર અને \(\mu_{0}\) એ શૂન્યાવકાશની ચુંબકીય પરમીએબીલીટી છે. 2020 મધ્યમ
  43. 93. જો ઝડપ \(V\) , ક્ષેત્રફળ \(A\) અને બળ \(F\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે? 2020 અઘરું
  44. 94. જો વેગમાન \((P),\) ક્ષેત્રફળ \((A)\) અને સમય \((T)\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ઊર્જાનું પરિમાણિક સૂત્ર શું થાય? 2020 મધ્યમ
  45. 95. ફોટોઇલેક્ટ્રિક અસરમાં રહેલ સ્ટોપિંગ પોટેન્શીયલ \(\mathrm{V}_{0}\) નું પરિમાણ પ્લાન્કના અચળાંક \(h\), પ્રકાશનો વેગ \(c\), ગુરુત્વાકર્ષણનો અચળાંક \(G\) અને વિદ્યુતપ્રવાહ \(A\) ના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય? 2020 અઘરું
  46. 96. પૃથ્વીની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં મેળવાતી સુર્યની ઉર્જાને સોલર અચળાંક કહે છે. તો સોલર અચળાંકનું પરિમાણ શું થાય? 2020 મધ્યમ
  47. 97. રાશિ \(f\) ને \({f}=\sqrt{\frac{{hc}^{5}}{{G}}}\) મુજબ રજૂ કરવામાં આવે છે, જ્યાં \({c}\) પ્રકાશનો વેગ, \(G\) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને \(h\) પ્લાન્કનો અચળાંક છે તો \(f\) નું પરિમાણ નીચે પૈકી કોના જેવુ હશે? 2020 મધ્યમ
  48. 98. રાશિ \(x\) ને \(\left( IF v^{2} / WL ^{4}\right)\) વડે દર્શાવવામાં આવે છે જ્યાં \(I\) એ જડત્વની ચાકમાત્રા, \(F\) બળ, \(v\) વેગ, \(W\) કાર્ય અને \(L\) લંબાઇ છે. તો \(x\) નું પારિમાણિક સૂત્ર નીચે પૈકી કોને સમાન હશે? 2020 અઘરું
  49. 99. રાશિ \(x,y\) અને \(z\) ને \(x=\frac{1}{\sqrt{\mu_{0} \epsilon_{0}}}, y=\frac{E}{B}\) અને \(z=\frac{l}{C R}\) વડે દર્શાવે છે. જ્યાં \(C-\) કેપેસીટન્સ, \(R-\)અવરોધ, \(l-\)લંબાઈ, \(E-\)વિદ્યુતક્ષેત્ર, \(B-\)ચુંબકીયક્ષેત્ર અને \(\varepsilon_{0}, \mu_{0},\) -અવકાશની પરમિટિવિટી અને પરમિએબિલિટી હોય તો ... 2020 અઘરું
  50. 100. \(\sqrt {\frac{{{ \varepsilon _0}}}{{{\mu _0}}}} \) નું પરિમાણિક સૂત્ર \(SI\) એકમમાં શું થાય? 2019 મધ્યમ