ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - એકમ, પરિમાણ અને માપન

પરિમાણો PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 3

પરિમાણો પર STD 11 - એકમ, પરિમાણ અને માપન ના 116 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

116પ્રશ્નો
236STD 11 - એકમ, પરિમાણ અને માપન માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 42% અઘરું 46%

પ્રશ્નો

નવા પહેલા

116 માંથી 101–116 પ્રશ્નો

  1. 101. બે પરમાણુઓ વચ્ચેની આંતરક્રિયાના બળને \(F=\alpha \beta \,\exp \,\left( { - \frac{{{x^2}}}{{\alpha kt}}} \right);\) વડે આપવામાં આવે છે, જ્યાં \(x\) એ અંતર, \(k\) બોલ્ટઝમેન અચળાંક અને \( T\) તાપમાન છે. તથા \(\alpha\) અને \(\beta\) એ અન્ય અચળાંકો છે. \(\beta\) નું પરિમાણિક શું થાય? 2019 અઘરું
  2. 102. જો પૃષ્ઠતાણ \((S)\), જડત્વની ચાકમાત્રા \((I)\) અને પ્લાન્કનો અચળાંક \((h)\) ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે, તો રેખીય વેગમાનનું પરિમાણિક સૂત્ર શું થશે? 2019 અઘરું
  3. 103. \(l,r,c\) અને \(v\) અનુક્રમે પ્રેરકત્વ, અવરોધ, સંગ્રાહકતા (કેપેસિટન્સ) અને વોલ્ટેજ રજૂ કરે છે. \(\frac{l}{rcv}\) નો \(SI\) એકમ પધ્ધતીમાં પરિમાણ કેટલું થશે? 2019 મધ્યમ
  4. 104. નીચેના પૈકી કયા સંયોજનનું પરિમાણ સૂત્ર અવરોધના પરિમાણ જેવુ થશે? (જ્યાં \({\varepsilon_0}\) એ શૂન્યવકાશની પરમિટિવિટી અને \({\mu _0}\) એ  શૂન્યવકાશની પરમિએબીલીટી છે) 2019 મધ્યમ
  5. 105. સૂત્ર \(X = 5YZ^2\), \(X\) અને \(Z\) ના પરિમાણ કેપેસિટન્સ અને ચુંબકીયક્ષેત્ર જેવા છે. તો \(SI\) એકમ પધ્ધતિમાં \(Y\) નું પરિમાણ શું થશે? 2019 અઘરું
  6. 106. પ્લાન્ક લંબાઈ એટલે એવું કોઈ લાક્ષણિક અંતર કે જ્યાં ક્વોંટમ ગુરુત્વિય અસર નોંધપાત્ર હોય, તેને મૂળભૂત ભૌતિક અચળાંકો \(G, h\) અને \(c\) ના યોગ્ય મિશ્રણથી દર્શાવી શકાય છે. નીચેનામાથી કયું પ્લાન્ક લંબાઈ દર્શાવે છે? 2018 અઘરું
  7. 107. દળ, લંબાઈ અને સમયના સ્થાને સમય \((T)\), વેગ \((C)\) અને કોણીય વેગમાન \((h)\) ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે છે. તો તેના સ્વરૂપમાં દળનું પરિમાણ શું થશે? 2017 અઘરું
  8. 108. \(A, B, C\) અને \(D\) એ ચાર અલગ અલગ પરિમાણ ધરાવતી અલગ અલગ ભૌતિક રાશિઓ છે. તે પૈકી કોઈપણ પરિમાણરહિત નથી, પરંતુ \(AD = C\, ln\, (BD)\) સૂત્ર સાચું છે. તો નીચે પૈકી કયો સંબંધ નિરર્થક રાશી છે? 2016 અઘરું
  9. 109. એક બીકરમાં \(\rho \, kg / m^3\) ઘનતા, વિશિષ્ટ ઉષ્મા \(S\, J / kg\,^oC\) અને શ્યાનતા \(\eta \) વાળું પ્રવાહી ભરેલ છે, બીકર \(h\) ઊંચાઈ સુધી ભરેલ છે. બીકરને ગરમ પ્લેટ પર મૂકતા તેમાં સંવહન દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ ઉષ્મા પ્રસરણ દર \((Q/A)\) ના અનુમાપન માટે એક વિદ્યાર્થી ધારે છે કે તે \(\eta \;\left( {\frac{{S\Delta \theta }}{h}} \right)\) અને \(\left( {\frac{1}{{\rho g}}} \right)\) પર આધારિત છે, જ્યા \(\Delta \theta \) (\(^oC\) માં) એ ઉપરના અને નીચેના ભાગના તાપમાનનો તફાવત છે. આ પરિસ્થિતિમાં \((Q / A)\) માટે નીચેનામાથી કયું સાચું છે? 2015 અઘરું
  10. 110. જો કોઈ નેનોકેપેસીટરનું કેપેસીટન્સ વિદ્યુતભાર \(e,\) બોહર ત્રિજ્યા \(a_0,\) પ્લાન્ક અચળાંક \(h\) અને પ્રકાશની ઝડપ \(c\) ના મિશ્રિત એકમ \(u\) થી માપવામાં આવેલ હોય, તો..... 2015 અઘરું
  11. 111. જો વિદ્યુતભાર \(e\), ઇલેક્ટ્રોન દળ \(m\), શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ \(c\) અને પ્લાન્ક અચળાંક \(h\) ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શૂન્યાવકાશની પરમીએબીલીટી \(\mu _0\) ને કોના એકમ તરીકે દર્શાવી શકાય? 2015 અઘરું
  12. 112. અવરોધ \(R\) અને સમય \(T\) ના સ્વરૂપમાં, પરમીએબીલિટી \(\mu \) અને પરમિટિવિટી \(\varepsilon \) ના ગુણોત્તર \(\frac{\mu } {\varepsilon}\) નું પરિમાણ શું થશે? 2014 અઘરું
  13. 113. ભૌતિક અચળાંકોના નીચે દર્શાવેલા સમીકરણો માથી (તેમના સામાન્ય ચિન્હોથી દર્શાવેલા) કયું એકમાત્ર સમીકરણ કે જે અલગ અલગ માપન પદ્ધતિમાં સમાન મૂલ્ય આપે? 2014 અઘરું
  14. 114. ધારો કે \([ {\varepsilon _0} ]\) એ શૂન્યાવકાશની પરમિટિવિટિ (પરાવૈદ્યુતિક) દર્શાવે છે.જો \(M\) \(=\) દળ, \(L\)\(=\) લંબાઇ, \(T=\) સમય અને \(A=\) વિદ્યુતપ્રવાહ દર્શાવે, તો ......... 2013 મધ્યમ
  15. 115. કોણીય વેગમાન, ગુપ્ત ઉષ્મા અને કેપેસીટન્સ ના પરિમાણ અનુક્રમે શું થાય? 2013 અઘરું
  16. 116. \(s\) પૃષ્ઠતાણ હેઠળ દોલનો કરતાં અને ઘનતા \(d\), ત્રિજ્યા \(r\) ધરાવતા પ્રવાહીના ટીપાંના દોલનોના આવર્તકાળ \(t\) ને \(t = \sqrt {{r^{2b}}\,{s^c}\,{d^{a/2}}} \) સમીકરણથી દર્શાવી શકાય છે. તેવું જોવા મળે છે કે આવર્તકાળ \(\sqrt {\frac{d}{s}} \) ના સમપ્રમાણમાં છે. તો \(b\) નું મૂલ્ય કેટલું થાય? 2013 અઘરું