ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

2013–2026 ના 159 પ્રશ્નો. વિદ્યુતચુંબકીય તરંગો ના ગુણધર્મો સૌથી વધુ પૂછાય છે.

159પ્રશ્નો
3ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 16% મધ્યમ 56% અઘરું 28%

STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો ના બધા પ્રશ્નો

નવા પહેલા

159 માંથી 51–100 પ્રશ્નો

  1. 51. મુક્ત અવકાશમાં રહેલ વિદ્યુતચુંબકીય તરંગની વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }\) અને ચુંબકીય ક્ષેત્ર \(B\) સાથે સંકળાયેલ ઊર્જા ઘનતા શેના દ્વારા આપવામાં આવે છે (\(\epsilon_0-\) મુક્ત અવકાશની પરમિટિવિટી, \(\mu_0-\) મુક્ત અવકાશની પરમીએબિલિટી ) 2023 મધ્યમ
  2. 52. નીચે આપેલા મેક્સવેલ સમીકરણોમાંથી કયું સમય સાથે બદલાતી સ્થિતિમાં લાગુ પાડી શકાય છે પરંતુ સમયથી સ્વતંત્ર (સ્થિત) સ્થિતિમાં માન્ય નથી? 2023 મધ્યમ
  3. 53. નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\) : ઓપ્ટિકલ સંદેશા વ્યવહારમાં \(EM\) તરંગોની તરંગલંબાઈ રડાર ટેકનોલોજીમાં વપરાતા માઈક્રોતરંગો કરતા લાંબી હોય છે. કારણ \(R\) : પારરકત \(EM\) તરંગો રડારમાં વપરાતા માઈક્રોતરંગો વધુ શક્તિશાળી છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  4. 54. નીચે વિધાન \(-I\) અને વિધાન \(-II\) દર્શાવેલ છે. વિધાન \(I:\) વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને કારણે કોણાવર્તિત (વિચલિત) થશે નહીં વિધાન \(II :\) વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર એકબીજા સાથે \(E _0=\sqrt{\frac{\mu_0}{\varepsilon_0}} B_0\) સંબંધથી સંકળાયેલ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો 2023 મધ્યમ
  5. 55. શૂન્યાવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ધટકો \(E _x= E _{ o } \sin ( kz -\omega t)\) અને \(B _y= B _{ o } \sin ( kz -\omega t )\) વડે દર્શાવવામાં આવે છે. તો \(E _{ o }\) અને \(B _0\) વચ્યેનો ખરો સંબંધ 2023 મધ્યમ
  6. 56. સૂચી \(-I\) અને સૂચિ \(-II\) મેળવો. 
    સૂચી \(-I\) (વાતાવરણનાં સ્તરો) સૂચી \(-II\) (પૃથ્વીની સપાટીથી લગભગ ઊંચાઈ)
    \((A)\) \(F_1\) -સ્તર \((I)\) \(10\,km\)
    \((B)\) \(D-\) સ્તર \((II)\) \(170-190\,km\)
    \((C)\) ટ્રોપોસ્ફિયર \((III)\) \(100\,km\)
    \((D)\) \(E-\)સ્તર \((IV)\) \(65-75\,km\)
    નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો
    2023 મધ્યમ
  7. 57. સૂક્ષ્મ કદમાં રહેલી વીજ ચુંબકીયતરંગની ઊર્જા ...... થી દોલન કરશે. 2023 મધ્યમ
  8. 58. વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=20 \sin \omega\left( t -\frac{x}{ c }\right) \overrightarrow{ j } NC ^{-1}\) વડે આપવામાં આવે છે, જ્યાં \(\omega\) અને \(c\) એ અનુક્રમે કોણીય આવૃત્તિ અને વિદ્યુત યુંબકીય તરંગનો વેગ છે. \(5 \times 10^{-4}\) \(m ^3\) ના કદમાં સમાયેલ ઊર્જા ........ \(\times 10^{-13}\,J\) થશે. (\(\varepsilon_0=8.85 \times 10^{-12}\,C ^2 / Nm ^2\) લો. \()\) 2023 મધ્યમ
  9. 59. વિદ્યુતચુંબકીય તરંગમાં સરેરાશ વિદ્યુત ઊર્જા ઘનતા અને કુલ સરેરાશ ઊર્જા ઘનતાનો ગુણોત્તર \(...........\) થશે. 2023 સરળ
  10. 60.  વિજ ચુંબકીય તરંગોની સૂચિ \(I\) સાથે અનુષાંગિત તરંગલંબાઈની સૂચિ \(II\) ને યોગ્ય રીતે જોડો.
    સૂચિ \(I\) સૂચિ \(II\)
    \((A)\) માઈક્રોતરંગો \((I)\) \(400\,nm\) થી \(1\,nm\)
    \((B)\) પારજાંબલી \((II)\) \(1\,nm\) થી \(10^{-3}\,nm\)
    \((C)\) \(X-\)કિરણો \((III)\) \(1\,mn\) થી \(700\,nm\)
    \((D)\) પારરકત \((IV)\) \(0.1\,m\) થી \(1\,mm\)
    નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.
    2023 મધ્યમ
  11. 61. \(y-\)અક્ષ પર પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર \(6.0 \times 10^{-7}\,T\) છે. વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ....... છે. 2023 સરળ
  12. 62. \(1.61\) સાપેક્ષ પરમીએબિલિટી (પારગમ્યતા) અને \(6.44\) જેટલી સાપેક્ષ પરાવૈદ્યુતાંક (પરમીટીવીટી) ધરાવતા માધ્યમાંથી એક વિદ્યુતચુંબકીય તરંગ પસાર થાય છે. જો આપેલ બિંદુએ ચુંબકીયક્ષેત્રની તીવ્રતા \(4.5 \times 10^{-2} \;Am ^{-1}\) હોય તો તે બિંદુ આગળ વિધુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? (Given : permeability of free space \(\mu_{0}=4 \pi \times 10^{-7}\;NA ^{-2}\), speed of light in vacuum \(c =3 \times 10^{8} \;ms ^{-1}\) ) 2022 મધ્યમ
  13. 63. \(110\,W\) પ્રકાશીય બલ્બની લગભગ \(10\%\) કાર્યત્વરા દ્રશ્ય વિકીરણમાં રૂપાંતરીત થાય છે.બલ્બથી \(1\,m\) થી \(5\,m\) અંતરે દ્રશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતામાં ફેરફાર \(a \times 10^{-2}\,W / m ^2\). '\(a\)'નું મૂલ્ય \(.....\) હશે. 2022 મધ્યમ
  14. 64. \(36\,cm ^2\) ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર સૂર્યપ્રકાશ લંબરૂપે આપાત થાય છે અને \(20\) મીનીટના સમયગાળામાં \(7.2 \times 10^{-9}\,N\) જેટલું સરેરાશ બળ લગાડે છે. આપાત પ્રકાશનું સંપૂર્ણ શોષણ થાય છે તેમ ધારતાં, આપાત પ્રકાશનું ઊર્જા ફ્લક્સ \(............\) થશે. 2022 મધ્યમ
  15. 65. એક એન્ટીનાને \(6.25\) જેટલો ડાયઈલેકટ્રીક ધરાવતા ડાઈલેકટ્રીક માધ્યમમાં મૂકવામાં આવે છે. જો આ એન્ટીનાની મહત્તમ લંબાઈ \(5.0\, mm\) હોય તો તે......... જેટલી ન્યૂનતમ આવૃત્તિનું સિગ્નલ વિકેરીત કરી શકશે. (ડાયઈલેકટ્રીક માધ્યમ માટે  \(\mu_{ r }=1\) આપેલ છે) 2022 મધ્યમ
  16. 66. એક રડાર \(2.25 \,V / m\) જેટલું વિદ્યુતક્ષેત્ર \(\left( E _{ o }\right)\) અને \(1.5 \times 10^{-8} \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર \(\left( B _{0}\right)\) ધરાવતું વિદ્યુત યુંબકીય સિગ્નલ મોકલે છે કે જે માધ્યમમાં \(3 \,km\) દૂર રહેલા લક્ષને દૃષ્ટિ-રેખા (line of sight) પર અથડાય છે. ત્યારબાદ, આ સિગ્નલનો અંશ રડાર તરફ સમાન વેગ સાથે અને સમાન પથ પર પરાવર્તિત થાય છે (પડધો). જો સિગ્નલને \(t\) સમયે રડારમાંથી મોકલવામાં આવ્યો હોય તો કેટલા સમય (\(\times 10^{-5}\,s\) માં) પછી પડધો રડાર પર પાછો ફરશે ? 2022 મધ્યમ
  17. 67. એક વેગ \(selector\) (પસંદગી કરનાર) \(\vec{E}=E\hat{k}\) અને \(\vec{B}=B\hat{j}\), જ્યા \(B=12\,m\, T\) નું બનેલું છે. ધન \(x-\) અક્ષની દિશામાં ગતિ કરતાં \(728\,eV\) ઉર્જા ધરાવતો ઈલેક્ટ્રોન જો આવર્તન અનુભવ્યા વગર પસાર કરવું હોય તો જરૂરી \(E\)નું મૂલ્ય \(.....\) થશે (ઈલેકટ્રોનનું દળ \(= 9.1×10^{-31}\,kg\) આપેલ છે.) 2022 અઘરું
  18. 68. એક વિદ્યુત બલલ્બનું રેટીંગ \(200\, W\) છે. આ બલ્બ માથી નીકળતા વિકિરણને કારણે \(4\, m\) અંતરે કેટલું મહત્તમ યુંબકીય ક્ષેત્ર (\(\times 10^{-8}\, T\) માં) હશે \(?\) આ બલ્બને બિંદુવત્ત ધારો અને તેની કાર્યક્ષમતા \(3.5%\) છે. 2022 અઘરું
  19. 69. એક વિદ્યુત ચુંબકીય તરંગ માધ્યમમાં \(2.0 \times 10^{8} m / s\) ની ઝડપ સાથે ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પરમીઆબીલિટી (પારગમ્યતા) \(1.0\) છે. સાપેક્ષ પરમીટીવીટી (પરાવૈદ્યુતાંક)........હશે 2022 મધ્યમ
  20. 70. કયો તરંગ લંબાઈના ચઢતા ક્રમ માટે સાયો વિકલ્પ છે; 2022 સરળ
  21. 71. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : સમય સાથે બદલાતું જતું વિદ્યુતક્ષેત્ર એ બદલાતા યુંબકીય ક્ષેત્રનું ઉદગમ છે ને તેનાથી ઉલટું, તેથી. વિદ્યુત અથવા ચુંબુકીય ક્ષેત્રમાં વિક્ષોભ \(EM\) તરંગો ઉત્પન્ન કરશે. વિધાન \(II\) :  દ્રવ્ય માધ્યમાં, \(EM\) તરંગ \(v =\frac{1}{\sqrt{\mu_{0} \epsilon_{0}}}\) જેટલી ઝડપ સાથે ગતિ કરે છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.  2022 મધ્યમ
  22. 72. સમાંતર પ્લેટ ધરાવતા સંધારકમાં જ્યારે તે \(10^{6} \,Vs ^{-1}\). ના દરથી વિદ્યુતભારીત થતું હોય ત્યારે પ્લેટોની વચ્ચે \(4.425 \,\mu A\) જેટલી સ્થાનાંતરીય પ્રવાહ ઉત્પન્ન થાય છે. સંધારકની પ્લેટોનું ક્ષેત્રફળ \(40 \,cm ^{2}\) છે. સંધારકની પ્લેટો વચ્યેનું અંતર \(x \times 10^{-3} \,m\) છે; તો \(x\) = ................ (શન્યાવકાશની પારગમ્યતા (પરમીટીવીટી) \(\varepsilon _{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1} m ^{-2}\) છે.) 2022 મધ્યમ
  23. 73. સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં દોલીત ચુંબકીય ક્ષેત્ર \(B _y=5 \times 10^{-6} \sin 1000 \pi\left(5 x-4 \times 10^8 t \right)\; T\) વડે આપવામાં આવે છે. વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર \(.........\) થશે. 2022 મધ્યમ
  24. 74. સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર \(E =-301.6 \sin ( k z-\omega t ) \hat{ a }_{x}+452.4 \sin ( k z-\omega t ) \hat{ a }_{y}\, \frac{ V }{ m }\) વડે આપવામાં આવે છે. આ તરંગ માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ..........વડે આપી શકાય.  [આપેલ : પ્રકાશની ઝડપ \(c =3 \times 10^{8} \,ms ^{-1}\), શુન્યાવકાશની પરમીએબિલીટી \(\mu_{0}=4 \pi \times 10^{-7} \,NA ^{-2}\)]  2022 મધ્યમ
  25. 75. સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=2 \times 10^{-8} \sin \left(0.5 \times 10^3 x+1.5 \times 10^{11} t \right) \hat{j} T\) વડે આપવામાં આવે છે, વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર \(...........\) થશે. 2022 મધ્યમ
  26. 76. સપાટી ઉપર બલ્બ દ્વારા આપાત પ્રકાશની તીવ્રતા \(0.22 \,W / m ^{2}\) છે. આ પ્રકાશ-તરંગમાં ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર ................ \(\times 10^{-9} \,T\) છે. (આપેલ :શુન્યાવાકાશની પરમીટીવીટી \(\varepsilon_{0}=8.85 \times 10^{-12} \,C ^{2} N ^{-1}- m ^{-2}\), શુન્યાવાકાશમાં પ્રકાશની ઝડપ \(\left.c=3 \times 10^{8} \,ms ^{-1}\right)\) 2022 મધ્યમ
  27. 77. સૂચિ \(-I\) અને સૂચિ \(-II\) ને મેળવો.
    સૂચિ \(-I\) સૂચિ \(-II\)
    \((a)\) પારજાંબલી કિરણ \((i)\) સ્ફટિકનું બંધારણનો અભ્યાસ 
    \((b)\) માઇક્રો (સૂક્ષ્મ) તરંગો  \((ii)\) ગ્રીન હાઉસ અસર 
    \((c)\) પારરક્ત તરંગો \((iii)\) વાઢકાપના ઓજારને શુધ્ધ કરવા
    \((d)\) \(X\)-કિરણો \((iv)\) રડાર તંત્ર
    નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
    2022 મધ્યમ
  28. 78.
    સૂચિ\(-I\) સૂચિ \(-II\)
    \(UV\) કિરણો \((i)\) જમીનમાં રહેલ પાઈપલાઈનમાં લીકેજ શોધવા
    \(X-\) કિરણો \((ii)\) પાણીના શુદ્ધિકરણ
    સુક્ષમ તરંગો \((iii)\) સંદેશા વ્યવહાર,રડાર
    પારરક્ત કિરણો \((iv)\) ધુમ્મસવાળા દિવસોમાં દ્રશ્યતા વધારવા માટે
    2022 મધ્યમ
  29. 79. વિદ્યુતચુંબકીય તરંગ પ્રસરણને લગતા નીચે આપેલા વિદ્યાનોમાંથી સાચું વિધાન પસંદ કરો. \((A)\) સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાના લંબ હોવા જોઈએ અને પ્રસરણની દિશા વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોવી જોઈએ. \((B)\) વિદ્યુત યુંબકીય તરંગમાં ઊર્જા, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચાયેલી હોય છે. \((C)\) વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર અને પ્રસરણ દિશાને લંબ હોય છે. \((D)\) વિદ્યુતક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પ્રસરણ દિશા એકબીજાને લંબ હોય છે. \((E)\) ચુંબકીયક્ષેત્રના મૂલ્યનો અને વિદ્યુતક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર પ્રકાશની ઝડ૫ આપે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરે. 2022 મધ્યમ
  30. 80. વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(E =56.5 \sin \omega( t -x / c ) \;N / C\). થી આપવામાં આવે છે. જો તે \(x-\)અક્ષની ગતિ કરતું હોય તો તરંગની તીવ્રતા શોધો \(\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} \;C ^{2} N ^{-1} m ^{-2}\right)\) 2022 મધ્યમ
  31. 81. \(X\)- દિશામાં ગતિ કરતા એક પ્રકાશ કિરણ માટે વિદ્યુત ક્ષેત્ર નીચે મુજબ આપી શકાય છે. \(E _{y}=900 \sin \omega( t -x / c)\). \(3 \times 10^{7} \,ms ^{-1}\) ની ઝડપથી \(Y\)-અક્ષની દિશામાં ગતિ કરતા \(q = e\) વિદ્યુતભાર ઉપર લાગતા વિદ્યુતબળ અને ચુંબકીય બળનો ગુણોત્તર ............... હશે. (પ્રકાશની ઝડપ \(=3 \times 10^{8} \,ms ^{-1}\) ) 2022 મધ્યમ
  32. 82. \(x\)-દિશામાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ \(8 \,mm\) છે. \(y\)-દિશિામાં ગતિ કરતા વિદ્યુતક્ષેત્રને \(60 \,Vm ^{-1}\) જેટલું મહત્તમ વિદ્યુતક્ષેત્ર છે. જો વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં ગતિ કરતું હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટે યોગ્ય સમીકરણ પસંદ કરો 2022 મધ્યમ
  33. 83. \(x-\)દિશામાં ગતિ કરતાં પ્રકાશ તરંગને \(E _{ y }=540 \sin \pi \times 10^4( x -c t) V m^{-1}\) વડે આપી શકાય છે. વિદ્યુત ચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્રનું મહતમ મૂલ્ય \(\dots \times 10^{-7}\,T\) હશે.  (Given \(c =3 \times 10^{8}\,ms ^{-1}\) ) 2022 સરળ
  34. 84. \(100\, MHz\) આવૃતિનું વિદ્યુતચુંબકીય તરંગ \(x -\) અક્ષ પર ગતિ કરે છે,જો ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=2.0 \times 10^{-8} \hat{ k } T\) હોય તો વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }\) શું થશે?  2021 મધ્યમ
  35. 85. \(1000\, W\) પ્રકાશનાં ગોળા દ્વારા ઉત્સર્જાયેલા વિકીરણ થી \(2\, m\) અંતરે આવેલા બિંદુ \(P\) પાસે વિદ્યુત ક્ષેત્ર તેમજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પ્રકારનાં ગોળાની કાર્યક્ષમતાં \(1.25\%\) છે. બિંદુ \(P\) પાસે મહત્તમ વીજક્ષેત્રનું મૂલ્ય \(x \times 10^{-1} \;V / m \cdot x\) નું મૂલ્ય ........ છે. (નજીકનાં પૂર્ણાક માટે શૂન્યાંત (Round-off) મેળવો) \(\left[\varepsilon_{0}=8.85 \times 10^{-12}\; C ^{2} N ^{-1} m ^{-2}, c =3 \times 10^{8}\; ms ^{-1}\right.\) લો.] 2021 અઘરું
  36. 86. \(3\, GHz\) આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશની સરખામણીમાં \(2.25\) જેટલી પરમીટીવીટી (પારવિજાંક) ધરાવતાં અવાહક માધ્યમમાં દાખલ થાય છે. આ માધ્યમમાં તરંગની તરંગલંબાઈ \(.......\,\times 10^{-2} \, cm\) થશે. 2021 અઘરું
  37. 87. \(5\, GHz\) આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ જેની સાપેક્ષ વિદ્યુતીય પરમીટીવીટી (પારવીજાંક) અને સાપેક્ષ ચુંબકીય પરમીએબીલીટી (પારગમ્યતા) બંને \(2\) હોય તેવા માધ્યમમાં પ્રસરે છે. આ માધ્યમમાં તરંગ વેગ .......... \(\times 10^{7} m / s\) છે. 2021 અઘરું
  38. 88. \(500\, MHz\) ની આવૃતિવાળું વિદ્યુતચુંબકીય તરંગ \(Y-\)દિશામાં ગતિ કરે છે. એક બિંદુ આગળ ચોક્કસ સમયે ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }=8.0 \times 10^{-8} \hat{ z } \;T\). છે તો આ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું થશે? (પ્રકાશનો વેગ \(\left.=3 \times 10^{8}\, ms ^{-1}\right)\) \(\hat{ x }, \hat{ y }, \hat{ z }\) એ \(x , y\) અને \(z\) દિશાના એકમ સદીશ છે. 2021 મધ્યમ
  39. 89. અચુંબકીય માધ્યમમાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \({E}=20 \cos \left(2 \times 10^{10} {t}-200 {x}\right) \,{V} / {m} \) છે, તો માધ્યમનો ડાઈઈલેક્ટ્રિક અચળાંક કેટલો હશે? (\(\mu_{{r}}=1\) ) 2021 અઘરું
  40. 90. દરિયાના પાણીની \(f =9 \times 10^{2} \,Hz \) આવૃતિએ પરમિટિવિટી \(\varepsilon=80\, \varepsilon_{0}\) અને અવરોધકતા \(\rho=0.25\, \Omega m\) છે. સમાંતર પ્લેટ કેપેસીટરને પાણીમાં ડુબાડીને તેના પર \(V ( t )= V _{0} \sin (2 \pi ft ) \) જેટલો \(AC\) પવૉલ્ટેજ લગાવતા \(t =\frac{1}{800} \,s\) પછી કન્ડકટન્સ પ્રવાહ ઘનતા સ્થાનાંતર પ્રવાહઘનતા કરતાં  \(10^{x}\) ગણી થાય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? \(\left(\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\right)\) 2021 અઘરું
  41. 91. મુક્ત અવકાશમાં એક બિંદુ પાસસે સૂર્યપ્રકાશની તીવ્રતા \(0.092\, {Wm}^{-2}\) જોવા મળે છે. આ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?\(\left(\sigma_{0}=8.85 \times 10^{-12}\, {C}^{2} \,{N}^{-1} \,{m}^{-2}\right.\) ) 2021 મધ્યમ
  42. 92. મુક્ત અવકાશમાં ગતિ કરતાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ \(30 \;{MHz}\) છે. અવકાશ અને સમયના ચોક્કસ બિંદુએ વિદ્યુતક્ષેત્ર \(6\; {V} / {m}\) છે. તે બિંદુએ ચુંબકીયક્ષેત્ર \({x} \times 10^{-8}\; {T}\) જેટલું હોય તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
  43. 93. પ્રકાશના કિરણને \(E=800 \sin \omega\left(t-\frac{x}{c}\right)\) મુજબ દર્શાવવામાં આવે છે. એક ઇલેક્ટ્રોનને \(3 \times 10^{7}\) \({ms}^{-1}\) ની ઝડપથી આ પ્રકાશના કિરણને લંબરૂપે દાખલ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન પર મહત્તમ કેટલું ચુંબકીય બળ લાગશે? 2021 મધ્યમ
  44. 94. રાતો પ્રકાશ, વાદળી પ્રકાશ કરતાં જુદો પડે છે કારણ કે તેઓને 2021 મધ્યમ
  45. 95. શૂન્યાવકાશમાં એક રેખીય ધ્રુવીભૂત વિદ્યુતચુંબકીય તરંગ \(E=3.1 \cos \left[(1.8) z-\left(5.4 \times 10^{6}\right) {t}\right] \hat{{ i }}\, {N} / {C}\) એ \(z=a\) આગળ સંપૂર્ણ પરાવર્તિત દિવાલ પર લંબરૂપે આપત થાય છે. તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2021 મધ્યમ
  46. 96. શૂન્યાવકાશમાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્રની ઉર્જાઘનતા \(\left( U _{ e }\right)\) અને ચુંબકીયક્ષેત્રની ઉર્જાઘનતા \(\left( U _{ m }\right)\) માટે શું સાચું હોય? 2021 મધ્યમ
  47. 97. સમાંતર પ્લેટ કેપેસીટર પર \(50\, {Hz}\) આવૃતિવાળો \(AC\) વોલ્ટેજ \(V(t)=20\,sin\omega \,t\) લગાવવામાં આવે છે. બે પ્લેટ વચ્ચેનું અંતર \(2\, {mm}\) અને ક્ષેત્રફળ \(1 \,{m}^{2}\) છે. લગાવેલ \(AC\) વોલ્ટેજ માટે સ્તહનાંતર પ્રવાહનો કંપવિસ્તાર (\(\mu {A}\) માં) કેટલો થાય? [\(\left.\varepsilon_{0}=8.85 \times 10^{-12} \,{F} / {m}\right]\) 2021 અઘરું
  48. 98. સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{{E}}=200 \cos \left[\left(\frac{0.5 \times 10^{3}}{{m}}\right) {x}-\left(1.5 \times 10^{11} \frac{{rad}}{{s}} \times {t}\right)\right] \frac{{V}}{{m}} \hat{{j}}\) મુજબ આપવામાં આવે છે. જો તરંગ \(100\;{cm}^{2}\) ક્ષેત્રફળ ધરાવતા સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપત થાય તો, વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા સપાટી પર \(10\, minute\) માં લાગતું વિકિરણ દબાણ \(\frac{{x}}{10^{9}} \frac{{N}}{{m}^{2}}\) છે. તો \({x}\) નું મુલ્ય શોધો. 2021 અઘરું
  49. 99. સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર \({E}=50 \sin \left(500 {x}-10 \times 10^{10} {t}\right) \,{V} / {m}\) મુજબ આપવામાં આવે છે. આ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કેટલો હશે? (\({C}=\) શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ) 2021 મધ્યમ
  50. 100. સૂચી \(-I\) ને સૂચી \(-II\) સાથે જોડો 
    સૂચી \(-I\) સૂચી \(-II\)
    \((a)\)  પૃથ્વીની સપાટીથી \(10\, km\) ઊંચાઈ \((i)\) થર્મોસ્ફિયર
    \((b)\) પૃથ્વીની સપાટીથી  \(70\, km\) ઊંચાઈ \((ii)\) મેસોસ્ફિયર
    \((c)\)  પૃથ્વીની સપાટીથી \(180\, km\) ઊંચાઈ \((iii)\) સ્ટ્રેટોસ્ફિયર
    \((d)\) પૃથ્વીની સપાટીથી \(270\, km\) ઊંચાઈ \((iv)\) ટ્રોપોસ્ફિયર
    2021 મધ્યમ