STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો ના બધા પ્રશ્નો
નવા પહેલા159 માંથી 51–100 પ્રશ્નો
- 51. પરમાણુના ન્યુક્લિયસ \((Z=50)\) ની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન, જેની ત્રિજ્યા \(9 \times 10^{-13} cm\) છે, તે \(\alpha \times 10^6 V\) છે. \(\alpha\) નું મૂલ્ય કેટલું છે?
(પ્રોટોનનો વિદ્યુતભાર \(1.6 \times 10^{-19} C\) ) 2024 મધ્યમ - 52. \(q\) અને \(3q\) વિદ્યુતભાર ધરાવતા બે કણો હવામાં ' \(r \) ' અંતરે ગોઠવેલા છે. \(q\) વિદ્યુતભારથી \(x\) અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો \(x \) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 53. \(-q\) વિદ્યુતભાર અને \(m\) દળ ધરાવતો એક કણ અનંત લંબાઈ અને \(+\lambda\) જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા રેખીય વિદ્યુતભારને ફરતે \(r\) ત્રિજ્યા ધરાવતા વર્તુળ ઉપર ગતિ કરે છે. આવર્તકાળ _______ વડે આપી શકાય. ( \(k\) ને કુલંબના અચળાંક તરીકે લો.) 2024 અઘરું
- 54. \(+\sigma_{\mathrm{s}} \mathrm{C} / \mathrm{m}^2\) જેટલી નિયમિત પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા ધરાવતી એક અનંત સમતલ તક્તિને \(x-y\) સમતલમાં મૂકવામાં આવે છે. બીજા એક \(+\lambda_{\mathrm{e}} \mathrm{C} / \mathrm{m}\) જેટલી નિયમિત રેખીય વિધુતભાર ધનતા ધરાવતા અનંત લંબાઈના લાંબા તાર ને \(z=4 \mathrm{~m}\) સમતલ અને \(y\)-અક્ષને સમાંતર રાખવામાં આવે છે. જો મૂલ્યોમાં \(\left|\sigma_s\right|=2\left|\lambda_{\mathrm{e}}\right|\) હોય તો \((0,0,2)\) સ્થાન આગળ તક્તિ (પૃષ્ઠ) વિદ્યુતભાર અને રેખીય વિધુત ભાર ને કારણે મળતા વિધુતક્ષેત્રનાં મૂલ્યોનો ગુણોતર _______ છે. 2024 અઘરું
- 55. વિદ્યુતક્ષેત્ર ને \((6 \hat{i}+5 \hat{j}+3 \hat{k}) \mathrm{N} / \mathrm{C}\) વડે આપવામાં આવે છે. \(YZ\) સમતલમાં રહેલા \(30 \hat{i} \mathrm{~m}^2\) જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલકસ \(SI\) એકમમાં ________ થશે. 2024 અઘરું
- 56. \(10\,\mu C\) નો બિંદુવત વીજભાર \(X-\) અક્ષના ઉગમબિંદુ પર રાખેલ છે. અક્ષ પરના સ્થાને \(40\,\mu C\) નો બિંદુવત વીજભાર મૂકવાથી પરિણામી વિદ્યુતક્ષેત્ર \(x =2\,cm\) આગળ શૂન્ય બનશે ? 2023 મધ્યમ
- 57. \(10\,\mu C\) વીજભારને બે ભાગમાં વિભાજીત કરીને \(1\,cm\) નાં અંતરે એવી રીતે મૂકવામાં આવે છે, કે જેથી તેના પર લાગતું અપાકર્ષી બળ મહત્તમ હોય. બે ભાગના વીજભાર ......... છે. 2023 અઘરું
- 58. \(2 L \times 2 L \times L\) પરિણામાણ ધરાવતા લંબધનમાં \(4 L ^2\) ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠ \(s\) ના કેન્દ્રસ્થાને વિદ્યુતભાર \(q\) મૂકવામાં આવે તો \(s\) ના સામેના પૃષ્ઠમાંથી પસાર થતું ફલફસ 2023 મધ્યમ
- 59. આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે બે બિંદ્દુવત વીજભાર \(\left( q _0=+2 \mu C \right)\) એક ઢોળાવ (ઢળતા સમતલ) ઉપર રાખવામાં આવેલ છે. દરેક બિંદ્દુવત વીજભારનું દળ \(20\,g\) છે. એવું ધારો કે વિદ્યુતભાર અને ઢોળાવ વચ્ચે ધર્ષણબળ પ્રવર્તતું નથી. બે બિંદુવત્ત વિદ્યુતભારોથી બનેલું તંત્ર \(h =x \times 10^{-3}\,m\) ઊંચાઇએ, સમતોલન અવસ્થામાં રહે છે. \(x\) નું મૂલ્ય ....... થશે. \(\left(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9\,N m ^2\,C ^{-2}, g=10\,m s ^{-2}\right)\)
2023 અઘરું - 60. આકૃતિમાં બતાવેલ બે અનંત પાતળા સમતલની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) છે. તો ત્રણ જુદા જુદા પ્રદેશ \(E_{ I }, E_{ II }\) અને \(E_{III}\) માં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
2023 મધ્યમ - 61. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક લંબધન \(E=2 x^2 \hat{i}-4 y \hat{j}+6 \hat{k}\,N / C\) ના વિદ્યુતક્ષેત્રના વિસ્તારમાં રહેલો હોય ત્યારે લંબધનમાં રહેલા વીજભારનું મૂલ્ય \(n \varepsilon_0 C\) છે. તો \(n\) નું મૂલ્ય \(.............\) છે. (જો ધનનું પરિમાણ \(1 \times 2 \times 3 \;m ^3\) છે.)
2023 મધ્યમ - 62. અનુક્રમે, \(+ \sigma\) અને \(+ \lambda\) વિદ્યુતભાર ધનતા ધરાવતા એક અનંત પૃષ્ઠ વિદ્યુતભાર અને અનંત રેખીય વિદ્યુતભારને, એકબીજાને સમાંતર \(5\,m\) અંતરે રાખવામાં આવે છે. બિંદુ \(P\) અને \(Q\) એ રેખીય વિદ્યુતભારથી લંબઅંતરે પૃષ્ઠ તરફ અનુક્રમે \(\frac{3}{\pi}\, m\) અને \(\frac{4}{\pi}\,m\) અંતરે રહેલા બિંદુ છે. બિંદ્દુ \(P\) અને \(Q\) આગળ પરિણામી વિદ્યુતક્ષેત્ર ના મૂલ્યો અનુક્રમે \(E_P\) અને \(E _Q\) છે. જો \(2|\sigma|=|\lambda|\) હોય, તો \(\frac{E_P}{E_Q}=\frac{4}{a}\) મળે છે. \(a\) નું મૂલ્ય ....... થશે. 2023 અઘરું
- 63. બે સમાન ધન બિંદુવત વિદ્યુતભારને એકબીજાથી \(2a\) અંતરથી અલગ કરવામાં આવે છે. બે વિદ્યુતભારને જોડતી રેખાના કેન્દ્રથી વિષુવવૃત્તીય રેખા (લંબ દ્વિભાજક) પરના એક બિંદુનું અંતર કે જેના પર પરીક્ષણ વિદ્યુતભાર \(q_0\) દ્વારા અનુભવાતું બળ મહત્તમ થાય તે \(\frac{a}{\sqrt{x}}\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2023 અઘરું
- 64. બે સમાંતર પ્વેટ (તક્તિ)ની વચ્યે \(10\,N/C\) નું નિયમિત વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એક ઇલેક્ટોન \(0.5\,eV\) ગતિઊર્જા સાથે તક્તિઓની વચ્યેના વિસ્તારમાં સંમિતિ પૂર્વક દાખલ થાય છે. દરેક તક્તિઓની લંબાઈ \(10\,cm\) છે. જ્યારે ઈલેકટ્રોન આ ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર નીકળે ત્યારે તેના ગતિપથના વિચલન કોણ \((\theta)\) \(...........^{\circ}\) (ડિગ્રી) થશે.
2023 અઘરું - 65. એક બિંદુવત વીજભાર \(q_1=4{q_0}\) ઉગમબિંદુ પર રાખેલ છે. બીજો બિંદુવત વીજભાર \(q _2=- q _0,\;\; x=12\,cm\) પર રહેલ છે. પ્રોટોનનો વીજભાર \(q_0\) છે પ્રોટોનને \(x\) અક્ષ પર એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પ્રોટોન પર સ્થિત વિદ્યુતબળ શૂન્ય છે. આ પરિસ્થિતિમાં, ઉગમબિંદુથી પ્રોટોનનું સ્થાન \(............cm\) છે. 2023 મધ્યમ
- 66. એક ઈલેકટ્રોન \(2 \times 10^{-8}\,C\,m ^{-1}\) જેટલી સમાન રેખીય વીજભાર ધનતા ધરાવતા અનંત નળાકારની આસપાસ વર્તુળાકાર પથ પર આકર્ષિત વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પરિભ્રમણ કરે છે. ઈલેકટ્રોનના પરિભ્રમણનો વેગ ...... \(\times 10^6\,m s ^{-1}\) છે. (ઈલેકટ્રોનનું દળ \(=9 \times 10^{-31}\,kg\) આપેલ છે.)
2023 મધ્યમ - 67. એક સમઘન કદ \(x=0, x= a , y=0, y= a\) અને \(z=0, z= a\) સપાટીઓ દ્વારા ઘેરાયેલ છે. આ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }={E_{ox}} \hat{i},\) જ્યાં \(E _0=4 \times 10^4\,NC ^{-1}\,m ^{-1}\), વડે આપવામાં આવે છે. જો \(a=2\,cm\) હોય તો સમઘન કદમાં સંકળાયેલ વિદ્યુતભાર \(Q \times 10^{-14}\,C\) છે. \(Q\) નું મૂલ્ય \(........\) થશે.( \(\varepsilon_0= 9 \times 10^{-12}\,C ^2 / Nm ^2\) લો.) 2023 મધ્યમ
- 68. જો એક બીજાથી \(d\) અંતરે રહેલા બે વીજભારો \(q_1\) અને \(q_2\) ડાઈલેક્ટ્રીક અચળાંક \(K\) ધરાવતા માધ્યમમાં રાખેલ છે. તો તેટલા સ્થિરવિદ્યુત બળ માટે હવાના માધ્યમમાં બે વીજભારો વચ્ચેનું સમતુલ્ય અંતર કેટલું હોય ? 2023 મધ્યમ
- 69. નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\): \(30 \times 10^{-5}\,Cm\) દ્વિધ્રુવીની ચાકમાત્રા ધરાવતા વિદ્યુત દ્વિધ્રુવીને બંંધ સપાટીમાં આવરતા તેમાંથી બહાર આવતું ચોખ્ખુ ફલકસ શૂન્ય હોય. કરણ \(R\): વિદ્યુત દ્રીધ્રુવી બે સમાન અને વિરુદ્ધ વીજભાર ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
- 70. \(\frac{q}{m}=2 \times 10^{11} \frac{C}{ kg }\) અને વેગ \(\vec{v}_0=3 \times 10^7 \hat{i}\,m / s\) ધરાવતા ધન વીજભારિત કણોની કિરણાવલી \(1.8 \hat{j}\,kV / m\) નાળા વિદ્યુતક્ષેત્ર વડે સ્થાનાંતર પામે છે. \(x\) - અક્ષની દિશામાં \(10\,cm\) ના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. વિદ્યુત ક્ષેત્રને લીધે \(y\)-દિશામાં વીજભારિત કણોનું સ્થાનાંતર \(............mm\) થાય. 2023 મધ્યમ
- 71. સમાન મૂલ્ય \(0.01\,C\) ના અને \(0.4\,mm\) અંતરે રાખેલા બે વિદ્યુતભારો, વિદ્યુત ડાયપોલ (દ્વિધ્રુવી) ની રચના કરે છે. જો દ્રી-ધ્રુવીને \(10\,dyne/C\) ના નિયમિત વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) માં, \(\vec{E}\) સાથે \(30^{\circ}\) ના કોણે મૂકવામાં આવે, તો દ્વિ-ધ્રુવી પર લાગતા ટોર્કનું મૂલ્ય ...... હશે. 2023 સરળ
- 72. ત્રણ બિંદુવત વીજભારો \(q,-2 q\) અને \(2 q , x\)-અક્ષ પર \(x=0, x=\frac{3}{4} R\) અને \(x=R\) અંતરે અનુક્રમે ઉદગમથી મૂકેલા આકૃતિમાં દર્શાવેલ છે. જો \(q =2 \times 10^{-6}\,C\) અને \(R=2\,cm\) હોય તો \(-2 q\) વિદ્યુતભારને અનુભવતું પરિણામી બળ ..........\(N\) છે.
2023 મધ્યમ - 73. વિદ્યુત દ્રીધ્રુવીને લીધે વિષુવરેખીય સમતલ પર તેના કેન્દ્રથી દૂરના અંતર \((r)\) આગળ વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે .......... મુજબ બદલાય છે. 2023 મધ્યમ
- 74. વિદ્યુતક્ષેત્રને \(\vec{E}=4000 x^2 \hat{i} \frac{ V }{ M }\) સમીકરણ વડે રજૂ કરેલ છે. \(20\,cm\) ની બાજુ (આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર) ધરાવતા સમધનમાંથી પસાર થતું ફ્લક્સ \(................V\,cm\) થશે.
2023 મધ્યમ - 75. \(1.2 \times 10^{-30} \,Cm\) અને \(2.4 \times 10^{-30} \,Cm\) દ્વિ-ધ્રુવી ચાકમાત્રા ધરાવતી બે વિદ્યુત દ્વિ-ધ્રુવીઓને અનુક્રમે બે \(5 \times 10^{4}\) \(NC ^{-1}\) અને \(15 \times 10^{4} \,NC ^{-1}\) જેટલા નિયમીત વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. વિદ્યુત દ્વિ-ધુવીઓ દ્વારા અનુભવતા મહત્તમ ટોર્કનો ગુણોત્તર \(\frac{1}{x}\) છે. \(x\) નું મૂલ્ય ......... થશે. 2022 મધ્યમ
- 76. \(10 \,g\) દળ અને \(2.0 \times 10^{-7} \;C\) વિધુતભાર ધરાવતા બે એક સમાન વિદ્યુતભારીત કણોને એકબીજા વચ્ચે \(L\) અંતર રહે તે રીતે એક સમક્ષિતિજ ટેબલ ઉપર એવી રીતે મૂકવામાં આવ્યા છે કે જેથી તેઓ.....સંતુલનમાં રહે. જો બંને કણો વચ્ચે અને ટેબલ વચ્ચે ધર્ષણાંક \(0.25\) હોય, તો \(L\) નું મૂલ્ય......થશે [ \(g =10 \;ms ^{-2}\) લો.] 2022 મધ્યમ
- 77. \(100 \,mg\) ના એક વિદ્યુતભારિત કણને \(1 \times 10^{5} \,NC ^{-1}\) જેટલી તીવ્રતા ધરાવતા નિયમિત વિદ્યુતક્ષેત્રની વિરૂદધ દિશામાં ફેકવામાં આવે છે. જે કણ પરનો વિદ્યુતભાર \(40 \,\mu C\) અને પ્રારંભિક વેગ \(200 \,ms ^{-1}\) હોય તો તે ક્ષણિક વિરામસ્થિતિમાં આવતા પહેલા કેટલું અંતર (\(m\) માં) કાપ્શે? 2022 મધ્યમ
- 78. \('a'\) બાજુ ધરાવતા ચોરસના ખૂણા (શિરોબિંદુ) \(A, B\) અને \(C\) ઉપર ત્રણ વિદ્યુતભારો \(q/2, q\) અને \(q/2\) મૂકેલા છે. (આકૃતિ જુઓ) બાકી રહેલા શિરોબિંદુ \(D\) ઉપર વિદ્યુતક્ષેત્ર તીવ્રતાનું મૂલ્ય ........ હશે.
2022 મધ્યમ - 79. \(4.9 \times 10^{5} \;N / C\) મૂલ્ય ધરાવતું શિરોલંબ વિદ્યુતક્ષેત્ર, \(0.1 \,g\) દળ ધરાવતા પાણીના બુંદને નીચે પડતું આટકાવવા પૂરતું છે. બુંદ પરનો વિધુતભાર........\( \times 10^{-9} \;C\) હશે [\(g =9.8 \,m / s ^{2}\) આપેલા ] 2022 મધ્યમ
- 80. \(4\,\mu\,C\) વિદ્યુતભારને બે ભાગ માં વહેંચવામાં આવે છે. જુદા પાડેલા આ બન્ને વિદ્યુતભારો વચ્ચેનું અંતર અચળ છે. જુદા પાડેલ આ વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ મહત્તમ થાય તે માટે વિદ્યુતભારોનું મૂલ્ય \(..........\) થશે. 2022 મધ્યમ
- 81. \(5\,\mu C\),\(0.16\,\mu C\) અને \(0.3\,\mu C\) નાં ત્રણ બિંદુવત્ત વીજભારો, કાટકોણ ત્રિકોણ કે જેની બાજુઓ \(A B=3\,cm , B C=3 \sqrt{2}\,cm \) અને \(C A=3\,cm\) અને \(A\) એ કાટકોણ હોય તેના શિરોબિંદુ \(A, B, C\) પર મૂકવામાં આવેલ છે. \(A\) ઉપર રહેલો વિદ્યુતભાર બાકીના વિદ્યુતભારોને કારણે \(.........N\) જેટલું સ્થિત વિદ્યુતકીય બળ અનુભવશે. 2022 મધ્યમ
- 82. \(6\,m\) ત્રિજ્યા ધરાવતા ગોળાની કદ વિદ્યુતભાર ઘનતા \(2\,\mu\,C / cm ^3\) છે. ગોળાની સપાટીમાંથી બહાર આવતી પ્રતિ એકમ પૃષ્ઠ ક્ષેત્રફળ દીઠ બળ રેખાઓની સંખ્યા \(..........\times 10^{10} NC ^{-1}\) હશે. [Given : Permittivity of vacuum \(\left.\epsilon_{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1}- m ^{-2}\right]\) 2022 મધ્યમ
- 83. \(+8 \times 10^{-6} \,C\) અને \(-8 \times 10^{-6} \,C\) ધરાવતા બે બિંદુવત વીજભારો \(A\) અને \(B\) ને \(d\) અંતરે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોની વચ્ચે મધ્યબિંદુ \(O\) આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા \(6.4 \times 10^{4}\,NC ^{-1}\) છે. બિંદુવત વિદ્યુતભારો \(A\) અને \(B\) વચ્ચેનું અંતર \('d'\)..........\(m\) હશે. 2022 મધ્યમ
- 84. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(1\,m\) ની પ્લેટોની લંબાઈ વાળી બે સમાંતર પ્લેટો વચ્ચે \(E =(8 m / e ) V / m\) જેટલું નિયમિત વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે. (જ્યાં \(m =\) ઈલેકટ્રોનનું દળ, અને \(e =\) ઈલેકટ્રોનનો વિદ્યુતભાર છે). એક ઈલેકટ્રોન પ્લેટોની વચ્ચે સંમિત રીતે \(2\,m / s\) ની ઝડપથી દાખલ થાય છે. જ્યારે તે ક્ષેત્રની બહાર નીકળે ત્યારે ઈલેકટ્રોનના પથનું વિચલન \(..............\) હશે.
2022 અઘરું - 85. આકૃતિમાં એક ખૂબ મોટું ધન વિદ્યુતભારિત સમતલ પૃષ્ઠ દર્શાવેલ છે. \(P _{1}\) અને \(P _{2}\) એ વિદ્યુતભાર વિતરણથી \(l\) અને \(2 l\) જેટલા લઘુત્તમ અંતરે બે બિંદુુઓ છે. જે પૃષ્ઠ વીજભાર ઘનતા \(\sigma\) હોય, તો \(P_{1}\) અને \(P_{2}\) આગળ વિદ્યુતક્ષેત્ર \(E_{1}\) અને \(E_{2}\) માટે સાચો વિકલ્પ પસંદ કરો
2022 મધ્યમ - 86. બે એકસમાન દરેક \(Q\) એવા ધન વિદ્યુતભારોને એકબીજાથી \(‘2a’\) જેટલા અંતરે દૂર મૂકવામાં આવ્યા છે. બીજા \(m\) દળ ધરાવતો અને \(q_0\) જેટલા એક બિંદુવત્ત વિદ્યુતભારને બે જડિત વિદ્યુતભારોની વચ્યે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર \(q_0\) વિદ્યુતભારનો આવર્તકાળ .......... હશે. 2022 અઘરું
- 87. બે સમાન ગોળાઓ \(A\) અને \(B\)ને જ્યારે હવામાં ચોક્કસ અંતરે રાખવામાં આવે છે ત્યારે તે \(F\) જેટલાં બળથી એકબીજાને અપાકર્ષે છે. ત્રીજો સમાન અવિદ્યુતભારીત ગોળો \(C\) પ્રથમ ગોળા \(A\)ના અને ત્યારબાદ ગોળા \(B\)ના સંપર્કમાં લાવવામાં આવે છે. છેલ્લે તેને ગોળાઓ \(A\) અને \(B\) ના મધ્યબિંદુ પર મૂકવામાં આવે છે. ગોળા \(C\) પર લાગતું બળ \(...........\) હશે. 2022 મધ્યમ
- 88. એક લાંબા નળાકારીય કદ ધનતા \(\rho\) ધરાવતું નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવે છે. નળાકારીય કદની ત્રિજ્યા \(R\) છે. એક \(q\) વિદ્યુતભારીત કણ તેની આસપાસ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. વિદ્યુતભારની ગતિઉર્જા ......થશે. 2022 અઘરું
- 89. એક લાંબા નળાકારમાં \(\rho \;Cm ^{-3}\) ધનતા ધરાવતો વિદ્યુતભાર નિયમિત રીતે વહેંચાયેલો છે. \(Vm ^{-1}\) હશે.નળાકારની અંદર તેની અક્ષથી \( x=\frac{2 \varepsilon_{0}}{\rho} \,m\) અંતરે વિદ્યુતક્ષેત્ર ગણો. વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ........ \(Vm ^{-1}\) હશે.
2022 અઘરું - 90. જો વિંદ્યુતભાર \(q\) ને અવાહક સપાટી ધરાવતા બંધ અર્ધગોળાકારનાં કેન્દ્ર આગળ મૂકવામાં આવે તો સપાટ સપાટીમાંથી પસાર થતું ફુલ ફ્લક્સ ............ થશે.
2022 મધ્યમ - 91. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(-I\) : એક બિંદુવત વિદ્યુતભારને વિદ્યુતક્ષેત્રમાં લાવવામાં આવે છે. જો વિદ્યુતભાર ધન હશે તો વિદ્યુતભારની નજીકના બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર વધશે. વિધાન \(-II\) : એક વિદ્યુત દ્વિ-ધ્રુવીને અસમાન (અનિયમિત) વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેછે. દ્વિ-ધ્રુવી પર સમાસ (પરિણામી) બળ કદાપિ શૂન્ય નહી થાય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2022 મધ્યમ
- 92. \(Q\) જેટલો વિદ્યુતભાર ધરાવતા બે બિંદુવત્ત વીજભારોને \(d\) જેટલા અંતરે રાખવામાં આવ્યા છે. \(q\) જેટલા બિંદુવત્ત ત્રીજા વિદ્યુતભારને લંબ દ્વિભાજક પર મધ્ય બિંદુ થી \(x\) અંતરે છે \(q\) પર મહત્તમ કુલંબબળ અનુભવે તે \(x\) નું મૂલ્ય ............ હશે. 2022 અઘરું
- 93. \(\rho(r)=\left\{\begin{array}{ll}\rho_{0}\left(\frac{3}{4}-\frac{r}{R}\right) & \text { for } r \leq R \\ \text { Zero } & \text { for } r>R\end{array}\right.\) અનુસાર બદલાતી ગોલીય સંમિત વિદ્યુતભાર વહેંચણી વિચારો,જ્યાં \(r ( r < R )\) એ કેન્દ્રથી અંતર છે (આકૃતિ જુઓ) \(P\) બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર \(......\) હશે.
2022 અઘરું - 94. ત્રણ દરેક \(2 \,C\) જેટલા વિદ્યુતભારીત બોલને \(2 \,m\) લંબાઈના સ્લિકના દોરાથી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) સમાન બિંદુ \(P\) આગળથી લટકાવવામાં આવ્યા છે. તેઓ \(1 \,m\) બાજુનો સમબાજુ ત્રિકોણ બનાવે છે. વિદ્યુતભારીત બોલ પર લાગતુ કુલ બળ અને કોઇપણ બે વિદ્યુતભારો વચ્યે પ્રવર્તતા બળોનો ગુણોત્તર .......... થશે.
2022 અઘરું - 95. \(10\, mg\) દળ ધરાવતાં બે નાના ગોળાઓને \(0.5\, m\) લંબાઈની દોરી દ્વારા એક બિંદુ પરથી લટકાવવામાં આવ્યા છે. બંને પર એક સરખો વિજભાર છે અને એકબીજાને \(0.20\, m\) અંતર સુધી અપાકર્ષિત કરે છે. દરેક ગોળા પરનો વિજભાર \(\frac{ a }{21} \times 10^{-8} \, C\) છે તો \(a\) નું મૂલ્ય ........ હશે. [\(g=10 \,ms ^{-2}\) આપેલ છે. ] 2021 અઘરું
- 96. \(2 \,m\) અંતરે રહેલા બે સમાન વિદ્યુતભાર \(q\) ધરાવતા બે સ્થિર કણની વચ્ચે એક \(1 \,{mg}\) દળ અને \(q\) વિદ્યુતભાર ધરાવતો કણ પડેલો છે. જો મુક્ત વિદ્યુતભારને તેના સમતોલન સ્થાનેથી \(x\;(x\, < 1\, {m})\) જેટલું થોડુક સ્થાનાંતર કરવવામાં આવે, તો કણ સરળ આવર્ત ગતિ કરે છે. જો \({q}^{2}=10\, {C}^{2}\) હોય તો આ દોલનોની કોણીય આવૃતિ \(....\,\times 10^{8}\, {rad} / {s}\) થાય. 2021 અઘરું
- 97. \(2\, mm\) ત્રિજ્યા અને \(3\, g\) \(cm ^{-3}\) ઓઇલનું ટીપું \(3.55 \times 10^{5}\, V\, m ^{-1}\) વિદ્યુતક્ષેત્રમાં સ્થિર રાખવામાં આવે છે તો ટીપાં પર ઇલેક્ટ્રોનની સંખ્યા (ધ્યાનમાં લો \(\left. g =9.81\, m / s ^{2}\right)\) 2021 અઘરું
- 98. \(20\, \mu {C}\) અને \(-5\, \mu {C}\) બે વિદ્યુતભાર ધરાવતા બે કણો \({A}\) અને \({B}\) વચ્ચેનું અંતર \(5\, {cm}\) છે. ત્રીજા વિદ્યુતભારને કેટલા અંતરે મૂકવાથી તેના પર લાગતું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય?
2021 મધ્યમ - 99. \(3.0 \times 10^{-6}\, {C} / {m}\) રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા રેખીય વિદ્યુતભારથી અમુક અંતરે \(x-\) અક્ષ પર એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે છે. રેખીય વિદ્યુતભાર \(z-\) અક્ષ પર મુકેલ છે અને ડાયપોલનો ધન અને ઋણ વિદ્યુતભાર ઉગમબિંદુથી અનુક્રમે \(10\, {mm}\) અને \(12\, {mm}\) અંતરે છે. જો ડાયપોલ પર લાગતું કુલ બળ \(4\, N\) હોય, તો ડાયપોલના ધન અને ઋણ વિદ્યુતભારનું મૂલ્ય શોધો. 2021 અઘરું
- 100. \(8\,\mu {C} / {g}\) વિશિષ્ટ વિદ્યુતભાર ધરાવતો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણરહિત સમતલ પર દીવાલથી \(10\, {cm}\) અંતરે છે. તેના પર દીવાલ તરફ \(100 \,{V} / {m}\) જેટલું એકસમાન વિદ્યુતક્ષેત્ર લગાવતા તે દીવાલ તરફ ગતિ કરે છે. જો પદાર્થ દીવાલ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ કરે તો આ ગતિનો આવર્તકાળ (\(sec\) માં) કેટલો થાય?
2021 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.