STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો ના બધા પ્રશ્નો
નવા પહેલા159 માંથી 151–159 પ્રશ્નો
- 151. અવકાશમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow E = {E_0}\hat i + 2{E_0}\hat j\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(E_0\, = 100\, N/C\) છે. \(Y-Z\) સમતલને સમાંતર રહેલી \(0.02\, m\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? 2014 અઘરું
- 152. એક ગોળા પર એકસમાન વિજભાર પથરાયેલ છે તેની વિજભાર ઘનતા નીચે મુજબ આપવામાં આવે છે. \(\rho (r)\, = \,{\rho _0}\left( {1 - \frac{r}{R}} \right)\), \(r < R\) માટે \(\rho (r)\,=\,0\), \(r\, \ge \,R\) માટે જ્યાં \(r\) એ વિજભાર વિતરણના કેન્દ્રથી અંતર અને \(\rho _0\) અચળાંક છે. \((r < R)\) ના અંદરના બિંદુ પાસે વિદ્યુતક્ષેત્ર કેટલું મળે? 2014 અઘરું
- 153. \(h\) ઊંચાઈ અને \(R\) બેજની ત્રિજ્યા ધરાવતા શંકુને \(\vec E\) વિદ્યુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી વિદ્યુતક્ષેત્ર બેજને સમાંતર રહે.તો શંકુમાં દાખલ થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? 2014 મધ્યમ
- 154. પૃથ્વીની સપાટીથી ઉપરની બાજુ પર વાતાવરણમાં સરેરાશ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય લગભગ \(150\, N/C\) છે. જેની દિશા પૃથ્વીના કેન્દ્ર તરફ છે. તો પૃથ્વીની સપાટી દ્વારા કુલ કેટલા પૃષ્ઠ વિજભારનું (\(kC\) માં) વહન થતું હશે? [\({\varepsilon _0} = 8.85 \times {10^{ - 12}}\,{C^2}/N - {m^2},{R_E} = 6.37 \times {10^6}\,m\)] 2014 અઘરું
- 155. \(25.5\, k\,Vm^{-1}\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં \(6\) વધારાના ઇલેક્ટ્રોન ધરાવતા પ્રવાહીના ટીપાને સ્થિર રાખવામા આવે છે.પ્રવાહીની ઘનતા \(1.26\times10^3\, kg\, m^{-3}\) હોય તો ટીપાની ત્રિજ્યા કેટલી હશે? 2013 અઘરું
- 156. બે સમાન દળ અને સમાન વિજભાર ધરાવતા બોલને એક બાજુ જડિત કરેલા \(l\) લંબાઇની દોરી સાથે જોડેલ છે. સમતોલન સમયે દરેક દોરી દ્વારા બનતો ખૂણો નાનો હોય તો બંને બોલ વચ્ચેનું અંતર \(x\) કોના સમપ્રમાણમાં હશે? 2013 અઘરું
- 157. બે વિજભાર ધરાવતી પ્લેટ વચ્ચે \(\vec E\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. એક વિજભાર ધરાવતો કણ આ પ્લેટની વચ્ચે વિદ્યુતક્ષેત્ર \(\vec E\)ને લંબ રીતે દાખલ થાય છે. તો તે પ્લેટની વચ્ચે કેવા માર્ગે ગતિ કરશે? 2013 અઘરું
- 158. \(R\) ત્રિજ્યા ધરાવતી પાતળી તકતીની વિજભાર ઘનતા \(\sigma \) છે. તકતીના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર \(\frac{\sigma }{{2\,{ \in _0}}}\) છે.કેન્દ્ર આગળ રહેલ ક્ષેત્રની સાપેક્ષમાં કેન્દ્રથી \(R\) અંતરે રહેલ અક્ષ પર વિદ્યુતક્ષેત્ર .... 2013 અઘરું
- 159. સમાન મૂલ્ય q ધરાવતા બે વિદ્યુતભારો \(X-\) અક્ષ પર \( x=-a\) અને \(x=a\) આગળ રાખેલ છે. \(m\) દળ ધરાવતો અને \(q_0=\frac{q}{2}\) વિદ્યુતભાર ધરાવતો એક કણ ઊગમબિંદુ પર મૂકેલ છે.હવે જો \(q_0\) વિદ્યુતભારને \(Y-\) અક્ષની દિશામાં શૂક્ષ્મ સ્થાનાંતર \((y < < a) \) આપવામાં આવે,તો કણ પર લાગતું પરિણામી બળ _______ ના સમપ્રમાણમાં હશે. 2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.