ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - એકમ, પરિમાણ અને માપન PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 3

2013–2026 ના 236 પ્રશ્નો. પરિમાણો સૌથી વધુ પૂછાય છે.

236પ્રશ્નો
6ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 14% મધ્યમ 45% અઘરું 41%

STD 11 - એકમ, પરિમાણ અને માપન ના બધા પ્રશ્નો

નવા પહેલા

236 માંથી 101–150 પ્રશ્નો

  1. 101. ભૌતિક રાશિ \(P\) ને \(P=\frac{a^2 b^3}{c \sqrt{d}}\) મુજબ દર્શાવવામાં આવે છે.\(a, b, c\) અને \(d\) ના માપનની પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(1 \%, 2 \%, 3 \%\) અને \(4 \%\) છે. તો \(P\) ના માપનની પ્રતિશત ત્રુટિ \(.....\%\) હશે. 2023 સરળ
  2. 102. એક દોલન કરતા પ્રવાહી બૂંદની આવૃતિ \((v)\) બૂંદની ત્રિજ્યા \((r)\) પ્રવાહી ઘનતા \(\rho\) અને પ્રવાહીના પૃષ્ઠતાણ \((s)\) પર \(v=r^a \rho^b s^c\) મુજબ આધારિત હોય છે. તો \(a, b\) અને \(c\) ના મૂલ્યો અનુક્રમે \(...........\) છે. 2023 મધ્યમ
  3. 103. એક સ્ક્રુગેજમાં, વર્તુળાકાર સ્કેલ પર \(100\) કાપાઓ છે અને વર્તુળાકાર સ્કેલના એક પૂર્ણ પરિભ્રમણ માટે મુખ્ય સ્કેલ \(0.5\,mm\) અંતર કાપે છે. વર્તુળાકાર સ્કેલ પરનો શૂન્યનો કાપો જયારે બંને જડબાને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે, સંદર્ભ રેખાથી \(6\) કાપાની નીચે રહે છે. જયારે તારને જડબાની વચ્ચે રાખવામાં આવે છે ત્યારે \(4\) રેખીય કાપાઓ સ્પષ્ટતાથી જોઈ શકાય છે જયારે વર્તુળાકાર સ્કેલ પરનો \(46\) મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારનો વ્યાસ \(..........\times 10^{-2}\,mm\) થશે. 2023 અઘરું
  4. 104. જો ઝડપ \((V)\), પ્રવેગ \((A)\) અને બળ \((F)\) ને મૂળભૂત એકમો તરીકે લેવામાં આવે, તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે? 2023 અઘરું
  5. 105. જો પ્રકાશનો વેગ \(c,\) સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક \(G\) અને પ્લાન્ક અચળાંક \(h\) ને મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે, તો આ નવી પધ્ધતિમાં દળનું પરિમાણ શું થાય? 2023 અઘરું
  6. 106. જો \(R, X _{ L }\) અને \(X _{ C }\) અનુક્રમે અવરોધ, ઈન્ડકટીવ રિએકટન્સ અને સંધારકીય રીએકટન્સ દર્શાવતા હોય, તો નીચેનામાંથી કયુ પરિમાણરહિત થશે ? 2023 સરળ
  7. 107. લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો. 
    લીસ્ટ \(I\) લીસ્ટ \(II\)
    \((A)\) યંગનો ગુણાંક \((Y)\) \((I)\) \(\left[ M L ^{-1} T ^{-1}\right]\)
    \((B)\) શ્યાનતા ગુણાંક \((\eta)\) \((II)\) \(\left[ M L ^2 T ^{-1}\right]\)
    \((C)\) પ્લાન્ક અચળાંક \((h)\) \((III)\) \(\left[ M L ^{-1} T ^{-2}\right]\)
    \((D)\) કાર્ય વિધેય \((\phi)\) \((IV)\) \(\left[ M L ^2 T ^{-2}\right]\)
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 
    2023 મધ્યમ
  8. 108. લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
    લીસ્ટ \(I\) (ભૌતિક રાશી) લીસ્ટ \(II\) (પારિમાણિક સૂત્ર)
    \((A)\) દબાણ પ્રચલન \((I)\) \(\left[ M ^0 L ^2 T ^{-2}\right]\)
    \((B)\) ઊર્જા-ઘનતા \((II)\) \(\left[ M ^1 L ^{-1} T ^{-2}\right]\)
    \((C)\) વિદ્યુતક્ષેત્ર \((III)\) \(\left[ M ^1 L ^{-2} T ^{-2}\right]\)
    \((D)\) ગુપ્ત ઉષ્મા \((IV)\) \(\left[ M ^1 L ^1 T ^{-3} A ^{-1}\right]\)
    2023 મધ્યમ
  9. 109. નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન\(-A\) છે અને બીજું વિધાન કારણ\(-R\) છે. વિધાન \(A:\) એક ગોળાકાર પદાર્થ કે જેની ત્રિજ્યા \((5 \pm 0.1)\,mm\) અને ખાસ ધનતા ધરાવતો હોય, તેને અચળ ધનતા ધરાવતા પ્રવાહીમાં ફેકવામાં આવે છે. તેના અંતિમ વેગની ગણતરી ટકાવારી ત્રુટી \(4 \%\) છે. કારણ\(-R:\) ગોળાકાર પદાર્થ નો અંતિમ વેગ જયારે પ્રવાહીની અંદર ફેંકવામાં આવે છે ત્યારે તેની ત્રિજ્યા ના વ્યસ્ત પ્રમાણમાં છે. ઉપરોક્ત વિધાનોની સમર્થનને આધારે, નીચેના યોગ્ય વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  10. 110. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) ખગોળીય (Astronomical) એકમ પ્રણાલી \((Au)\), પાર્સેક \((parsec)\) \((Pc)\) અને પ્રકાશવર્ષ \((ly)\) નો ઉપયોગ ખગોળીય અંતર માપવા માટે થાય છે. વિધાન \(II:\) \(Au < Parsec \,( Pc ) < ly\) ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  11. 111. \(\left(P+\frac{a}{V^2}\right)(V-b)=R T\) કેટલાક વાયુઓની સ્થિતિનું સમીકરણ રજૂ કરે છે. જ્યાં \(P\) એ દબાણ છે, \(V\) એ કદ છે, \(T\) એ તાપમાન અને \(a, b, R\) એ અચળાંકો છે. કઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર \(\frac{b^2}{a}\) ના પારિમાણિક સૂત્ર જેવુ થાય? 2023 અઘરું
  12. 112. પાણીમાં ઉત્પન્ન થતા તરંગની ઝડપ \(v=\lambda^a g^b \rho^e\) અનુસાર રજૂ કરવામાં આવે છે, જ્યાં \(\lambda, g\) અને \(\rho\) અનુક્રમે તરંગની તરંગલંબાઈ, ગુરુત્વ પ્રવેગ અને પાણીની ધનતા છે. અનુક્રમે \(a, b, c\) અને મૂલ્યો ........ હોય. 2023 મધ્યમ
  13. 113. \(R _1=(10 \pm 0.5) \Omega\) અને \(R _2=(15 \pm 0.5) \Omega\) મૂલ્યનો બે અવરોધો આપેલા છે. જયારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે તેના પરિણામી અવરોધના માપનમાં થતી ટકાવારી ત્રુટી છે. 2023 અઘરું
  14. 114. સૂચિ \(-I\) અને સૂચિ \(-II\) મેળવો.
    સૂચિ \(-I\) સૂચિ \(-II\)
    \((A)\) કોણીય વેગમાન \((I)\) \(\left[ ML ^2 T ^{-2}\right]\)
    \((B)\) ટોર્ક \((II)\) \(\left[ ML ^{-2} T ^{-2}\right]\)
    \((C)\) તણાવ \((III)\) \(\left[ ML ^2 T ^{-1}\right]\)
    \((D)\) દબાણ પ્રચલન \((IV)\) \(\left[ ML ^{-1} T ^{-2}\right]\)
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
    2023 મધ્યમ
  15. 115. સૂચિ \(I\) અને સૂચિ \(II\) ને મેળવો. 
    સૂચિ \(I\) સૂચિ \(II\)
    \((A)\) પૃષ્ઠતાણ \((I)\) \(Kg m ^{-1} s ^{-1}\)
    \((B)\) દબાણ \((II)\) \(Kg ms^{-1 }\)
    \((C)\) સ્નિગ્ધતા \((III)\) \(Kg m ^{-1} s ^{-2}\)
    \((D)\) આઘાત \((IV)\) \(Kg s ^{-2}\)
    નીચે આપેલા  વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો
    2023 મધ્યમ
  16. 116. સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. 
    સૂચિ \(-I\) સૂચિ \(-II\)
    \((A)\) ટોર્ક \((I)\) \(ML ^{-2} T ^{-2}\)
    \((B)\) પ્રતિબળ \((II)\) \(ML ^2 T ^{-2}\)
    \((C)\) દબાણ પ્રચલન \((III)\) \(ML ^{-1} T ^{-1}\)
    \((D)\) શ્યાનતા ગુણાંક \((IV)\) \(ML ^{-1} T ^{-2}\)
    આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો. 
    2023 મધ્યમ
  17. 117. સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો.
    સૂચી \(I\) સૂચી \(II\)
    \(A\) સ્પ્રિંગ અચળાંક \(I\) \((T ^{-1})\)
    \(B\) કોણીય ઝડપ \(II\) \((MT ^{-2})\)
    \(C\) કોણીય વેગમાન \(III\) \((ML ^2)\)
    \(D\) જડત્વની ચાકમાત્ર \(IV\) \((ML ^2 T ^{-1})\)
     નીચે આપેલા વિકલ્પોમાથી સાચો વિકલ્પ પસંદ કરો.
    2023 મધ્યમ
  18. 118. વર્તુળનું સમીકરણ \(x^2+y^2=a^2\), જ્યાં \(a\) એ ત્રિજ્યા છે, વડે આપવામાં આવે છે. જો ઉગમબિંદુને \((0,0)\) ને બદલે નવા મૂલ્ય આગળ ખસેડતા આ સમીકરણ બદલાય છે. નવા સમીકરણ : \((x-A t)^2+\left(y-\frac{t}{B}\right)^2=a^2\) માટે \(A\) અને \(B\) નાં સાચા પરિણામો ......... થશે. \(t\) નું પરિમાણ \(\left[ T ^{-1}\right]\) વડે આપવામાં આવે છે. 2023 મધ્યમ
  19. 119. \(\left[X+\frac{a}{Y^2}\right][Y-b]= R T\) સમીકરણ માં \(X\) દબાણ, \(Y\) કદ, \(R\) સાર્વત્રિક વાયુ અચળાંક અને \(T\) તાપમાન છે. ગુણોત્તર \(\frac{a}{b}\) નો ભૌતિક સમતુલ્ય ......... છે. 2023 અઘરું
  20. 120. \(0.5\,mm\) પીચ ધરાવતા એક સ્ક્રૂગેજનો ઉપયોગ \(6.8\,cm\) લંબાઈ ઘરાવતા નિયમિત તારનો વ્યાસ માપવા માટે કરવામાં આવે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન \(1.5\,mm\) અને વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન \(7\) મળે છે. તારની વક્ર સપાટીનું ગણેલું ક્ષેત્રફળ યોગ્ય સાર્થક અંકો માટે ........ \(cm^2\) થશે. [સ્ક્રૂગેજને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર \(50\) કાપા છે] 2022 અઘરું
  21. 121. \(1\) અને \(2\) એકમો ધરાવતા બે તંત્રો માટે વેગ \((v)\) અને પ્રવેગ \((a)\) અનુક્રમે \(v_{2}=\frac{ n }{ m ^{2}} v_{1}\) અને \(a _{2}=\frac{ a _{1}}{ mn }\) સંબંધથી સંકયાયેલા છે. અત્રે, \(m\) અને \(n\) અચળાંકો છે. આં બે તંત્રોમાં અંતર અને સમય વચ્ચેના સંબંધો અનુક્રમે .......... થશે. 2022 અઘરું
  22. 122. અન્યોન્ય પ્રેરકત્વનું પરિમાણ .......... છે. 2022 મધ્યમ
  23. 123. \(\left(\frac{ B ^{2}}{\mu_{0}}\right)\) નું પરિમાણ ......... થશે. \(\left(\mu_{0}:\right.\) શૂન્યાવકાશની પારગમ્યતા અને \(B\) : ચુંબકીય ક્ષેત્ર ) 2022 મધ્યમ
  24. 124. ભૌતિક રાશિનો \(SI\) એકમ પાસ્કલ-સેકન્ડ છે. આ રાશિનું પારિમાણીક સૂત્ર ........... થશે. 2022 મધ્યમ
  25. 125. ભૌતિક રાશિઓની એવી જોડ શોધો કે જેના પરિમાણ સમાન હોય. 2022 મધ્યમ
  26. 126. બરાબર \(1\,m\) લંબાઈના તારનો યંગ મોડ્યુલસ માપવાના એક પ્રયોગમાં \(1\,kg\) ભાર લગાડતાં, તારની લંબાઈમાં થતો વધારો \(0.4\,mm\) જેટલો વધારો \(\pm 0.02\,mm\) ની અનિશ્ચિતતા સાથે નોંધવામાં આવે છે. તારનો વ્યાસ \(\pm 0.01\,mm\) ની અનિશ્ચિતતા સાથે \(0.4\,mm\) નોંધવામાં આવે છે. યંગ મોડયુલસના માપનમાં ત્રુટી \((\Delta Y ) \; x \times 10^{10}\,Nm ^{-2}\) મળે છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે? (\(g=10\,ms ^{-2}\) લો.) 2022 અઘરું
  27. 127. ચાંદીનાં તારનું દળ \((0.6 \pm 0.006) \,g\), ત્રિજ્યા \((0.5 \pm 0.005) \,mm\) અને લંબાઈ \((4 \pm 0.04) \,cm\) છે. તેની ધનતા માપવામાં મહત્તમ પ્રતિશત ત્રૂટિ \(......\,\%\) હશે. 2022 મધ્યમ
  28. 128. એક ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પર પ્રતિ \(cm\) એ  \(20\) કાપાઓ જ્યારે તેના વર્નિયર સ્કેલ પર કુલ \(50\) કાપાઓ છે અને \(25\) વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના \(24\) કાપા બરાબર છે, આ ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ \(..........\,cm\) થશે. 2022 મધ્યમ
  29. 129. એક ટોર્કમીટરને દળ, લંબાઈ અને સમયને સાપેક્ષ \(5\%\) ની સચોટતા સાથે કેલીબ્રેટ (માપાંકન) કરવામાં આવેલ છે. આવા કેલીબ્રેશન પછી મપાયેલ ટોર્કના પરિણામમાં ચોક્સાઈ ............ \(\%\) હશે. 2022 મધ્યમ
  30. 130. એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં તારની જાડાઈ સ્ક્રૂગેજની મદદથી માપે છે. તેના આવલોકનો \(1.22 \,mm , 1.23 \,mm , 1.19 \,mm\) , \(1.20 \,mm\) છે. પ્રતિશત ત્રૂટિ \(\frac{x}{121} \%\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2022 મધ્યમ
  31. 131. એક વર્નિયર કેલીપર્સમાં મુખ્ય કાપાના દરેક \(cm\) ને \(20\) સરખા ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જો વર્નિયરના \(10\) કાપાઓ મુખ્ય સ્કેલ પરના \(9\) કાપા સાથે સંપાત થાય, તો વર્નિયર અચળાંકનું મૂલ્ય ........... \(\times 10^{-2} \,mm\) હશે. 2022 મધ્યમ
  32. 132. ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવા માટે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. જો \(1 \,cm\) ના મુખ્ય સ્કેલ ઉપર \(40\) કાપાઓ આવેલા હોય અને \(50\) વર્નિયર સ્કેલ પરના કાપાઓ મુખ્ય સ્કેલ પરના \(49\) કાપાઓ સાથે બંધ બેસતા હોય, તો ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લધુત્તમ માપશક્તિ ............. \(\times 10^{-6} \,m\). હશે. 2022 મધ્યમ
  33. 133. જેમને જુદાં-જુદાં પરિમાણો હોય તેવી ભૌતિક રાશિઓની જોડ શોધો 2022 મધ્યમ
  34. 134. જો \(L, C\) અને \(R\) એ અનુક્રમે ઈન્ડકટર, સંધારક અને અવરોધ હોય, તો નીચેનામાંથી કયા સંયોજનને સમયનું પરિમાણ નહી હોય? 2022 મધ્યમ
  35. 135. જો વેગમાન \([P]\), ક્ષેત્રફળ \([A]\) અને સમય \([T]\) ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શ્યાનતા ગુણાંકનું પરિમાણિક સૂત્ર \(........\) થશે. 2022 મધ્યમ
  36. 136. જો \(Z =\frac{ A ^{2} B ^{3}}{ C ^{4}}\) હોય, તો \(Z\) માં સાપેક્ષ ત્રુટિ ........... હશે.  2022 સરળ
  37. 137. નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવ્યા છે. ક્થન \((A)\) : પાણીના બુંદના દોલનોનો આવર્તકાળ પૃષ્ઠતાણ \((S)\) ઉપર આધાર રાખે છે, જો પ્રવાહીની ઘનતા \(\rho\), બુંદની ત્રિજ્યા \(r\) હોય, તો \(T = K \sqrt{ \rho r ^3 / S ^{3 / 2}}\) એ પરિમાણિક રીતે સાચું છે. જ્યાં \(K\) એ પરિમાણરહિત છે. કારણ \((R)\) : પરિમાણીક વિશ્લેષણની મદદથી આપણાને જ.બા. સમય કરતા જુદું પરિમાણ મળે છે. ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો. 2022 મધ્યમ
  38. 138. નીચે બે વિધાનો આપેલા છે : પ્રથમને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવેલ છે.  કથન \(A\) : દબાણ \((P)\) અને સમય \((t)\) ના ગુણાકારને શ્યાનતા ગુણાંકનું જ પરિમાણ હોય છે.  કારણ \(R\) : શ્યાનતા ગુણાંક = બળ \(/\) વેગ પ્રચલન પ્રશ્ન : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2022 મધ્યમ
  39. 139. નીચેનાંમાંથી કઈ ભૌતિક રાશિઓને સમાન પરિમાણ છે? 2022 અઘરું
  40. 140. પરિમાણરહિત રાશી \(P\) ને સમીકરણ \(P =\frac{\alpha}{\beta} \log _{ e }\left(\frac{ kt }{\beta x}\right)\) થી આપવામાં આવે છે; જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંકો, \(x\) એ અંતર; \(k\) એ બોલ્ટઝમાન અચળાંક અને \(t\) એ તાપમાન છે, \(\alpha\) નું પરિમાણ ............. थશે. 2022 મધ્યમ
  41. 141. સ્ક્રુગેજની મદદથી તારનો વ્યાસ માપવાના એક પ્રયોગમાં નીચે મુજબના અવલોકનો મળે છે. \((A)\) એક પૂર્ણ પરિભ્રમણ માટે સ્ક્રુ મુખ્ય સ્કેલ ઉપર \(0.5\,mm\) ખસે છે. \((B)\) વર્તુળાકાર સ્કેલ પર કુલ \(50\) કાપા છે. \((C)\) મુખ્ય સ્કેલ પરનું અવલોકન \(2.5\,mm\) છે. \((D)\) વર્તુળાકાર સ્કેલ પરનો \(45\) મો કાપો પીચ-રેખા પર આવે છે. \((E)\) સાધનને \(0.03\,mm\) જેટલી ઋણ ત્રુટી છે. તો તારનો વ્યાસ \(............\;mm\) થશે.
    2022 મધ્યમ
  42. 142. સાદા લોલકથી ગુરુત્વાકર્ષી  પ્રવેગ \((g)\) માપવાના એક પ્રયોગમાં \(1\) સેકન્ડ વિભેદન (રીઝોલ્યુશન) ધરાવતી ધડીયાળ વડે \(100\) દોલનોનાં મપાયેલા સમયથી મળતો આવર્તકાળ \(0.5\) સેકન્ડ છે. જો \(1\,mm\) ચોક્કસાઈથી મપાયેલ લંબાઈ \(10\,cm\) છે. \(g\) ના માપનમાં મળતી ચોકકસાઈ \(x \%\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2022 મધ્યમ
  43. 143. સૂચિ \(I\) અને સૂચિ \(II\) મેળવો.
      સૂચિ \(I\)   સૂચિ \(II\)
    \((A)\) ટોર્ક \((I)\) \(Nms^{-1}\)
    \((B)\) પ્રતિબળ \((II)\) \(J\,kg^{-1}\)
    \((C)\) ગુપ્ત ઉષ્મા \((III)\) \(Nm\)
    \((D)\) કાર્યત્વરા (પાવર) \((IV)\) \(Nm^{-2}\)
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો
    2022 મધ્યમ
  44. 144. સૂર્યનું પૃથ્વીથી અંતર \(1.5 \times 10^{11} \,m\) છે અને જ્યારે તેને પૃથ્વી પરથી જોતાં તેનો કોણીય વ્યાસ \((2000)\,s\) છે. સૂર્યનો વ્યાસ ...........હશે. 2022 મધ્યમ
  45. 145. ઊર્જા ઘનતાને \(u=\frac{\alpha}{\beta} \sin \left(\frac{\alpha x}{k t}\right)\) સૂત્ર વડે આપવામાં આવે છે. જ્યાં \(\alpha, \beta\) અચળાંકો છે, \(x\) એ સ્થાનાંતર, \(k\) એ બોલ્ટ્ઝમેન અચળાંક અને \(t\) એ તાપમાન છે. \(\beta\) નું પરિમાણ ...... થશે. 2022 અઘરું
  46. 146. વાન્-ડર-વાલ્સ સમીકરણ \(\left[ P +\frac{ a }{ V ^{2}}\right][ V - b ]= RT\) માં, \(P\) એ દબાણ, \(V\) એ કદ, \(R\) એ વાયુના સાર્વત્રિક અચળાંક અને \(T\) એ તાપમાન છે. અચળાંકોનો ગુણોત્તર \(\frac{a}{b}\) એ પારિમાણિક રીતે ............. ને સમાન છે. 2022 મધ્યમ
  47. 147. વિદ્યુત પરિપથમાં વહેતા પ્રવાહ માટે અવરોધ, પ્રવાહ અને સમયના માપનમાં મહત્તમ ત્રૂટિ અનુક્રમે \(1\%\), \(2\%\) અને \(3 \%\) છે. વિખેરીત થતી ઉષ્માના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટી \(.........\%\) થશે. 2022 સરળ
  48. 148. વર્નિયર કેલીપર્સ માટે વર્નિયર અચળાંક \(0.1 \,mm\) છે અને તેને \((-0.05) \,cm\). ની શૂન્ય ત્રુટિ છે. એક ગોળાનો વ્યાસ માપવામાં, મુખ્ય સ્કેલનું અવલોકન \(1.7 \,cm\) વર્નિયરના \(5\) માં કાપા સાથે સંપાત થાય છે. સાયો કરેલો વ્યાસ ............. \(\times 10^{-2} \,cm\). હશે. 2022 મધ્યમ
  49. 149. વર્નિયર કેલીપર્સમાં, વર્નિયરના \(10\) કાપા મુખ્ય સ્કેલના \(9\) કાપા બરાબર થાય છે. જ્યારે વર્નિયર કેલીપર્સના બંને જડબા એકબીજાને સ્પર્શે છે ત્યારે વર્નિયર પરનો શુન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની ડાબી બાજુ ખસે છે અને વર્નિયર પરનો ચોથો કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બંધ બેસે છે. મુખ્ય સ્કેલના એક કાપો \(1\,mm\) નો છે. ગોલીય પદાર્થનો વ્યાસ માપતી વખતે વસ્તુને બે જડબાની વચ્ચે પકડવામાં આવે છે. હવે એવું જોવા મળે છે કે બે વર્નિયરનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના \(30\) માં અને \(31\) માં કાપાની વચ્યે આવે છે અને વર્નિયરનો \(6^{\text {th }}\) (છઠ્ઠો) કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બરાબર બંધબેસતો આવે છે. ગોળાકાર વસ્તુનો વ્યાસ ....... \(cm\) થશે. 2022 અઘરું
  50. 150. વર્નિયર કેલિપર્સનો એક મુખ્ય કાપો \(1\,mm\) વાંચન આપે અને વર્નિયર સ્કેલના \(10\) કાપા મુખ્ય સ્કેલના \(9\) કાપા બરાબર છે. જ્યારે કેલિપર્સના (સાધનના) બંને જડબાને બંધ કરવામાં આવે છે ત્યારે વર્નિયરનો શૂન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની જમણી બાજુ મળે છે અને તેનો યોથો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે બંધ બેસતો આવે છે. જ્યારે ગોળાકાર દોલકને જડબાની વચ્ચે સજ્ડડતાથી રાખવામાં આવે છે ત્યારે વર્નિયરનો શૂન્યમો કાપો \(4.1 \,cm\) અને \(4.2 \,cm\) ની વચ્ચે આવે છે અને વર્નિયરનો છઠ્ઠો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે બંધ બેસતો આવે છે. દોલકનો વ્યાસ ........... \(\times 10^{-2} \,cm\) હશે. 2022 અઘરું