ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - એકમ, પરિમાણ અને માપન PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 5

2013–2026 ના 236 પ્રશ્નો. પરિમાણો સૌથી વધુ પૂછાય છે.

236પ્રશ્નો
6ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 14% મધ્યમ 45% અઘરું 41%

STD 11 - એકમ, પરિમાણ અને માપન ના બધા પ્રશ્નો

નવા પહેલા

236 માંથી 201–236 પ્રશ્નો

  1. 201. વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલની લઘુત્તમ માપશક્તિ \(1\, mm\) છે. વર્નિયર સ્કેલનો \(10\) મો કાંપો મુખ્ય સ્કેલના \(9\) માં કાંપા સાથે બંધ બેસે છે. જ્યારે વર્નિયર કેલિપર્સ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્નિયર સ્કેલનો \(7\) મો કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે બંધ બેસે છે અને વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય કાંપાની જમણી બાજુ છે. જ્યારે વર્નિયર સ્કેલનો ઉપયોગ નળાકારની લંબાઈ માપવામાં થાય ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો \(3.1\, cm\) અને \(3.2\, cm\) વચ્ચે અને તેનો ચોથો \(VSD\) મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો નળાકારની લંબાઈ કેટલા \(cm\) હશે? (\(VSD\) વર્નિયર સ્કેલ વિભાગ) 2020 મધ્યમ
  2. 202. \(\sqrt {\frac{{{ \varepsilon _0}}}{{{\mu _0}}}} \) નું પરિમાણિક સૂત્ર \(SI\) એકમમાં શું થાય? 2019 મધ્યમ
  3. 203. આપેલ એક સ્ક્રૂગેજમાં વર્તુળાકાર સ્કેલ પર પિચ અને કાપાઓની સંખ્યા અનુક્રમે \( 0.5\,mm\) અને \(100\) છે. જ્યારે આ સ્ક્રૂગેજ પૂર્ણતઃ કોઈપણ પદાર્થ વગર બંધ છે, ત્યારે વર્તુળાકાર માપપટ્ટીનું શૂન્ય સરેરાશ રેખાની \(3\) કાપા નીચે છે. એક પાતળી તક્તિ માટે મુખ્ય માપપટ્ટી અને વર્તુળાકાર માપપટ્ટીના વાંચનો અનુક્રમે \(5.5\, mm\) અને \(48\) છે. આ તક્તિની જાડાઈ કેટલી હશે? 2019 અઘરું
  4. 204. બે પરમાણુઓ વચ્ચેની આંતરક્રિયાના બળને \(F=\alpha \beta \,\exp \,\left( { - \frac{{{x^2}}}{{\alpha kt}}} \right);\) વડે આપવામાં આવે છે, જ્યાં \(x\) એ અંતર, \(k\) બોલ્ટઝમેન અચળાંક અને \( T\) તાપમાન છે. તથા \(\alpha\) અને \(\beta\) એ અન્ય અચળાંકો છે. \(\beta\) નું પરિમાણિક શું થાય? 2019 અઘરું
  5. 205. એક ઘનની ઘનતાના માપનમાં દળ અને લંબાઈ અનુક્રમે \((10.00 \pm 0.10)\,\,kg\,\) અને \((0.10 \pm 0.01)\,\,m\,\) છે. તો તેની ઘનતાના માપનમાં કેટલી ત્રુટિ હશે? 2019 અઘરું
  6. 206. એક માપપટ્ટીથી એક નળાકારનો વ્યાસ અને ઊંચાઈ માપતા તે અનુક્રમે \(12.6 \pm 0.1\, cm\) અને \(34.2 \pm 0.1\, cm\) મળે છે. તેને અનુરૂપ સાર્થક અંકોમાં તેનું કદ કેટલું હશે? 2019 મધ્યમ
  7. 207. એક સ્ક્રૂગેજની મુખ્ય માપપટ્ટીની લઘુત્તમ માપશક્તિ \(1 \,mm\) છે. \(5\,\mu m\) અને તેથી વધારે નો વ્યાસ ધરાવતાં તારોનો વ્યાસ માપવા માટે તેના વર્તુળાકાર માપપટ્ટી પર જરૂરી ઓછામાં ઓછા કાપાઓની સંખ્યા કેટલી હશે? 2019 મધ્યમ
  8. 208. જો પૃષ્ઠતાણ \((S)\), જડત્વની ચાકમાત્રા \((I)\) અને પ્લાન્કનો અચળાંક \((h)\) ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે, તો રેખીય વેગમાનનું પરિમાણિક સૂત્ર શું થશે? 2019 અઘરું
  9. 209. \(l,r,c\) અને \(v\) અનુક્રમે પ્રેરકત્વ, અવરોધ, સંગ્રાહકતા (કેપેસિટન્સ) અને વોલ્ટેજ રજૂ કરે છે. \(\frac{l}{rcv}\) નો \(SI\) એકમ પધ્ધતીમાં પરિમાણ કેટલું થશે? 2019 મધ્યમ
  10. 210. નીચેના પૈકી કયા સંયોજનનું પરિમાણ સૂત્ર અવરોધના પરિમાણ જેવુ થશે? (જ્યાં \({\varepsilon_0}\) એ શૂન્યવકાશની પરમિટિવિટી અને \({\mu _0}\) એ  શૂન્યવકાશની પરમિએબીલીટી છે) 2019 મધ્યમ
  11. 211. સાદા લોલકના પ્રયોગમાં ગુરુત્વ પ્રવેગ \(g\) ના માપન માટેના \(20\) અવલોકન \(1\, s\) લઘુત્તમ માપશક્તિ ધરાવતી ઘડિયાળ દ્વારા માપવામાં આવે છે. તેના સમયના માપનનું સરેરાશ મૂલ્ય \(30\,s\) મળે છે. લોલકની લંબાઈ \(1\, mm\) લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટરપટ્ટી વડે માપતા \(55.0\,cm\) મળે છે. \(g\) ના માપનમા  ........... \(\%\) ત્રુટિ હશે. 2019 અઘરું
  12. 212. \(SI\) એકમ પદ્ધતિમાં એક પદાર્થની ઘનતા \(128 \,kg \,m^{-3}\) છે. કોઇ ચોક્કસ એકમ પદ્ધતિ કે જેમાં લંબાઇનો એકમ \(25\, cm\) અને દળનો એકમ \(50\, g\) હોય, તો પદાર્થની ઘનતાનું મૂલ્ય કેટલું હશે? 2019 મધ્યમ
  13. 213. સૂત્ર \(X = 5YZ^2\), \(X\) અને \(Z\) ના પરિમાણ કેપેસિટન્સ અને ચુંબકીયક્ષેત્ર જેવા છે. તો \(SI\) એકમ પધ્ધતિમાં \(Y\) નું પરિમાણ શું થશે? 2019 અઘરું
  14. 214. ભૌતિક રાશિ \(A\, = \,\frac{{{P^3}{Q^2}}}{{\sqrt {R}\,S }}\) ના માપન માં રાશિઓ \(P, Q, R\)  અને \(S\) માં રહેલી ટકાવાર ત્રુટિઓ અનુક્રમે \(0.5\%,\,1\%,\,3\%\)  અને \(1 .5\%\) છે. \(A\) ના મૂલ્યમાં રહેલી મહત્તમ ટકાવાર ત્રુટિ  ........... \(\%\) થશે 2018 અઘરું
  15. 215. ઘન આકારના પદાર્થની ઘનતા તેની ત્રણ બાજુઓ અને દળ માપીને નકકી કરવામાં આવે છે.જો તેના દળ અને લંબાઇ માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે \(1.5 \%\) અને \(1 \%\) હોય, તો ઘનતા માપવામાં થતી મહત્તમ ત્રુટિ  ........ \(\%\) 2018 સરળ
  16. 216. ગોળાના પૃષ્ઠના ક્ષેત્રફળના માપનમાં મળેલી સાપેક્ષ ત્રુટિ \(\alpha \) છે. તો તેના કદના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિ કેટલી હશે? 2018 અઘરું
  17. 217. કોઈ સ્ક્રૂ ગેજ માં સ્ક્રૂ ના \(5\) પૂર્ણ ભ્રમણ તેને \(0.25\, cm\) જેટલું રેખીય સ્થાનાંતર કરાવે છે. તેમાં વર્તુળાકાર સ્કેલ પર \(100\) કાપા છે. તારની જાડાઈ માપતા મુખ્ય કાપા પરનું અવલોકન \(4\) અને વર્તુળાકાર સ્કેલ પર \(30\) કાપા દર્શાવે છે. માપનની શૂન્ય ત્રુટિને અવગણતા તારની જાડાઈ કેટલી થાય? 2018 મધ્યમ
  18. 218. પ્લાન્ક લંબાઈ એટલે એવું કોઈ લાક્ષણિક અંતર કે જ્યાં ક્વોંટમ ગુરુત્વિય અસર નોંધપાત્ર હોય, તેને મૂળભૂત ભૌતિક અચળાંકો \(G, h\) અને \(c\) ના યોગ્ય મિશ્રણથી દર્શાવી શકાય છે. નીચેનામાથી કયું પ્લાન્ક લંબાઈ દર્શાવે છે? 2018 અઘરું
  19. 219. દળ, લંબાઈ અને સમયના સ્થાને સમય \((T)\), વેગ \((C)\) અને કોણીય વેગમાન \((h)\) ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે છે. તો તેના સ્વરૂપમાં દળનું પરિમાણ શું થશે? 2017 અઘરું
  20. 220. કોઈ ભૌતિક રાશિ \(p\) ને \(p\, = a^{1/2}\, b^2\, c^3\, d^{-4}\) થી દર્શાવેલ છે. જો \(a, b, c\) અને \(d\) ના માપનમાં રહેલી સાપેક્ષ ત્રુટિ અનુક્રમે \(2\% , 1\%, 3\%\) અને \(5\%\) હોય, તો \(P\) માં રહેલી સાપેક્ષ ત્રુટિ  ........... \(\%\) હશે. 2017 મધ્યમ
  21. 221. નીચે આપેલા અવલોકન પાણીના પૃષ્ઠતાણ \(T\) કેપીલરી ટ્યૂબની રીત દ્વારા મેળવવામાં આવે છે. કેપીલરી ટ્યુબનો વ્યાસ \(D = 1.25\times 10^{-2}\;m\)  પાતળી ટ્યૂબ (નળી)માં પાણીનો વધારો, \(h = 1.45× 10^{-2}\;m\) \(g = 9.80 \;m/s^2 \) લો અને \(T = \frac{{rhg}}{2}\times 10^3\; N/m\)  સંબંધનો ઉપયોગ કરતાં, પૃષ્ઠતાણ  \(T\) માં શક્ય ત્રુટિ કેટલા .............. \(\%\) હશે ? 2017 મધ્યમ
  22. 222. \(A, B, C\) અને \(D\) એ ચાર અલગ અલગ પરિમાણ ધરાવતી અલગ અલગ ભૌતિક રાશિઓ છે. તે પૈકી કોઈપણ પરિમાણરહિત નથી, પરંતુ \(AD = C\, ln\, (BD)\) સૂત્ર સાચું છે. તો નીચે પૈકી કયો સંબંધ નિરર્થક રાશી છે? 2016 અઘરું
  23. 223. એક વિદ્યાર્થી સાદા લોલકના \(100\) આવર્ત (દોલન) માટેનો સમય ચાર વખત માપે છે અને તે \(90\;s\) ,\(91\;s \),\(95\;s\) અને \(92\;s\) છે. જો ઘડિયાળની લઘુતમ માપશકિત \(1\;s\) હોય, તો તેણે સરેરાશ સમય કેટલો લખવો જોઇએ? 2016 મધ્યમ
  24. 224. એલ્યુમિનિયમની એક પાતળી તકતીની જાડાઇ માપવા માટે \(0.5\;mm\) ના પીચ અને વર્તુળાકાર સ્કેલના \(50\) કાપાં ધરાવતો એક સ્કુગેજ ઉપયોગમાં લેવાય છે. તકતી રાખ્યા વગર સ્કુગેજને પૂરો બંધ કરવા વર્તુળાકાર સ્કેલનો \(45\) માં કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે સંપાત થાય છે અને મુખ્ય સ્કેલનો શૂન્ય મુશ્કેલીથી દેખાય છે. તકતી રાખ્યા બાદ સ્કુગેજને બંધ કરતા મુખ્ય સ્કેલ પરનો \(0.5\, mm\) તથા વર્તુળાકાર સ્કેલ પર \(25\) મો કાંપા વંચાય છે. આ તકતીની જાડાઇ ....... \(mm\) થશે. 2016 મધ્યમ
  25. 225. એક બીકરમાં \(\rho \, kg / m^3\) ઘનતા, વિશિષ્ટ ઉષ્મા \(S\, J / kg\,^oC\) અને શ્યાનતા \(\eta \) વાળું પ્રવાહી ભરેલ છે, બીકર \(h\) ઊંચાઈ સુધી ભરેલ છે. બીકરને ગરમ પ્લેટ પર મૂકતા તેમાં સંવહન દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ ઉષ્મા પ્રસરણ દર \((Q/A)\) ના અનુમાપન માટે એક વિદ્યાર્થી ધારે છે કે તે \(\eta \;\left( {\frac{{S\Delta \theta }}{h}} \right)\) અને \(\left( {\frac{1}{{\rho g}}} \right)\) પર આધારિત છે, જ્યા \(\Delta \theta \) (\(^oC\) માં) એ ઉપરના અને નીચેના ભાગના તાપમાનનો તફાવત છે. આ પરિસ્થિતિમાં \((Q / A)\) માટે નીચેનામાથી કયું સાચું છે? 2015 અઘરું
  26. 226. જો કોઈ નેનોકેપેસીટરનું કેપેસીટન્સ વિદ્યુતભાર \(e,\) બોહર ત્રિજ્યા \(a_0,\) પ્લાન્ક અચળાંક \(h\) અને પ્રકાશની ઝડપ \(c\) ના મિશ્રિત એકમ \(u\) થી માપવામાં આવેલ હોય, તો..... 2015 અઘરું
  27. 227. જો વિદ્યુતભાર \(e\), ઇલેક્ટ્રોન દળ \(m\), શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ \(c\) અને પ્લાન્ક અચળાંક \(h\) ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શૂન્યાવકાશની પરમીએબીલીટી \(\mu _0\) ને કોના એકમ તરીકે દર્શાવી શકાય? 2015 અઘરું
  28. 228. કોઈ સ્ટીલના દડાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપતા  મુખ્ય સ્કેલ \((MS)\) પર \(0. 1\,cm\) અને ગૌણ સ્કેલ \((VS)\) નો \(10\) મો કાપો મુખ્ય સ્કેલના \(9\) માં કાપા સાથે એકરૂપ થાય છે. દડા ના એવા ત્રણ માપન નીચે પ્રમાણે છે:
    ક્રમાંક મુખ્ય સ્કેલનું માપ \((cm)\) ગૌણ સ્કેલના કાપા
    \((1)\) \(0.5\) \(8\)
    \((2)\) \(0.5\) \(4\)
    \((3)\) \(0.5\) \(6\)
    જો શૂન્યાંક ત્રુટિ \(- 0.03\,cm\) હોય, તો સુધારેલો સરેરાશ વ્યાસ  ........... \(cm\) થાય.
    2015 મધ્યમ
  29. 229. સાદા લોલકનો આવર્તકાળ \(T=2\pi \sqrt {\frac{l}{g}} \) વડે આપવામાં આવે છે. \(L\) નું \(1\,mm\) ની ચોકસાઈથી મપાયેલ મૂલ્ય \(20.0\,cm\) છે. અને તેનાં \(100\) દોલનો માટે લાગતો સમયગાળો \(90\;s\) છે, જેને \(1\;s\) જેટલું વિભેદન ધરાવતી કાંડા ઘડિયાળ વડે માપવામાં આવે છે. \(g\) શોધવામાં રહેલી ચોકસાઇ  ........ \(\%\) 2015 સરળ
  30. 230. અવરોધ \(R\) અને સમય \(T\) ના સ્વરૂપમાં, પરમીએબીલિટી \(\mu \) અને પરમિટિવિટી \(\varepsilon \) ના ગુણોત્તર \(\frac{\mu } {\varepsilon}\) નું પરિમાણ શું થશે? 2014 અઘરું
  31. 231. ભૌતિક અચળાંકોના નીચે દર્શાવેલા સમીકરણો માથી (તેમના સામાન્ય ચિન્હોથી દર્શાવેલા) કયું એકમાત્ર સમીકરણ કે જે અલગ અલગ માપન પદ્ધતિમાં સમાન મૂલ્ય આપે? 2014 અઘરું
  32. 232. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેળાવવા માટે સાદા લોલક ની મદદથી એક પ્રયોગ કરવામાં આવે છે. જેમાં \(100\) દોલનો માટે લાગતો સમય \(1\, second\) લઘુત્તમ માપ શક્તિ વાળી ઘડિયાળ વડે માપવામાં આવે છે અને મૂલ્ય \(90.0\, seconds\) મળે છે. લંબાઈ \(L\) એ \(1\, mm\) ની લઘુત્તમ માપ શક્તિ ધરાવતી માપપટ્ટી દ્વારા માપવામાં આવે છે અને મૂલ્ય \(20.0\, cm\) મળે છે. તો \(g\) ના માપન માં રહેલી ત્રુટિ  ........... \(\%\) હશે. 2014 અઘરું
  33. 233. વિદ્યાર્થી એક સળિયાની લંબાઇ માપે છે અને લંબાઇ \(3.50\;cm\) લખે છે. કયા સાધનનો લંબાઇ માપવા માટે ઉપયોગ કરે છે? 2014 મધ્યમ
  34. 234. ધારો કે \([ {\varepsilon _0} ]\) એ શૂન્યાવકાશની પરમિટિવિટિ (પરાવૈદ્યુતિક) દર્શાવે છે.જો \(M\) \(=\) દળ, \(L\)\(=\) લંબાઇ, \(T=\) સમય અને \(A=\) વિદ્યુતપ્રવાહ દર્શાવે, તો ......... 2013 મધ્યમ
  35. 235. કોણીય વેગમાન, ગુપ્ત ઉષ્મા અને કેપેસીટન્સ ના પરિમાણ અનુક્રમે શું થાય? 2013 અઘરું
  36. 236. \(s\) પૃષ્ઠતાણ હેઠળ દોલનો કરતાં અને ઘનતા \(d\), ત્રિજ્યા \(r\) ધરાવતા પ્રવાહીના ટીપાંના દોલનોના આવર્તકાળ \(t\) ને \(t = \sqrt {{r^{2b}}\,{s^c}\,{d^{a/2}}} \) સમીકરણથી દર્શાવી શકાય છે. તેવું જોવા મળે છે કે આવર્તકાળ \(\sqrt {\frac{d}{s}} \) ના સમપ્રમાણમાં છે. તો \(b\) નું મૂલ્ય કેટલું થાય? 2013 અઘરું