ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - થર્મોડાયનેમિક્સ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

2013–2026 ના 166 પ્રશ્નો. સમોષ્મી પ્રક્રિયા સૌથી વધુ પૂછાય છે.

166પ્રશ્નો
9ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 11% મધ્યમ 56% અઘરું 33%

STD 11 - થર્મોડાયનેમિક્સ ના બધા પ્રશ્નો

નવા પહેલા

166 માંથી 51–100 પ્રશ્નો

  1. 51. એક દ્વિ-પરમાણુક વાયુ \((\gamma=1.4)\) ને જયારે સમદળીય રીતે વિસ્તારવામાં આવે છે ત્યારે \(200 \mathrm{~J}\) કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવામાં આવેલ ઉષ્મા _______ હશે. 2024 અઘરું
  2. 52. એક સિલિન્ડરમાં રાખેલ એક મોલ હિલિયમને કુલ \(48 \mathrm{~J}\) ઉષ્મા આપવામાં આવે છે. હિલિયમનું તાપમાન \(2^{\circ} \mathrm{C}\) વધે છે. વાયુ દ્વારા થયેલું કાર્ય _______ છે. (આપેલ છે, \(\mathrm{R}=8.3 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\).) 2024 અઘરું
  3. 53. એક વાયુનું મિશ્રણ \(T\) તાપમાને \(8\) મોલ આર્ગન અને \(6\) મોલ ઓક્સિજન ધરાવે છે. જો બધા જ દોલનના અંશને અવગણવામાં આવે તો આપેલ તંત્રની કુલ આંતરિક ઊર્જા _______ છે. 2024 અઘરું
  4. 54. \(\mathrm{PV}^2=\mathrm{RT}\) સમીકરણનું પાલન કરતા વાસ્તવિક વાયુની અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા _______ છે. 2024 અઘરું
  5. 55. સમાન વાયુ માટેના બે અલગ સમોષ્મી પથો, \(P-V\) આલેખમાં દર્શાવ્યા મુજબ બે સમતાપી વક્રોને છેદે છે. ગુણોત્તર \(\frac{V_a}{V_d}\) અને ગુણોત્તર \(\frac{V_b}{V_c}\) વચ્ચેનો સંબંધ _______ છે.
    2024 અઘરું
  6. 56. \(T\) તાપમાને રહેલ એક નમૂનાનાં વાયુનું કદ સમોષ્મીય રીતે વિસ્તરણ પામી બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય _______ હશે. વાયુ માટે સમોષ્મી અચળાંક \(\gamma=3 / 2\) છે. \((\mu=1 \text { mole })\) 2024 અઘરું
  7. 57. તાપમાન \(\mathrm{T}\) પર \(1\) મોલ વાયુનો એક નમૂનો સમોષ્મીય રીતે વિસ્તૃત થઈને તેનું કદ બમણું થાય છે. જો વાયુ માટે સમોષ્મીય અચળાંક \(\gamma=\frac{3}{2}\) હોય, તો આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલું કાર્ય _______ છે. 2024 અઘરું
  8. 58. \(1\,g\) પ્રવાહીનું \(3 \times10^5\) દબાણે વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. જો રૂપાંતરણ દરમિયાન \(1600\,cm ^3\) કદ વધારવા માટે લગાડેલ ઉષ્માનો \(10\%\) ભાગ વપરાતો હોય, તો પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો વધારો \(............\,J\) 2023 મધ્યમ
  9. 59. \(127^{\circ}\,C\) અને \(27^{\circ}\,C\) તાપમાન વચ્યે કાર્નોટ એન્જિન દ્વારા \(2\,kJ\) કાર્ય થાય છે. પરિસર દ્વારા એન્જિનને અપાતીઉષ્માનો જથ્થો ........ \(kJ\) છે. 2023 મધ્યમ
  10. 60. \(50\%\) કાર્યક્ષમતા ધરાવતું એક કાર્નોટ એન્જિન \(600\,K\). તાપમાને રહેલ પ્રાપ્તિસ્થાન પાસેથી ઉષ્મા લે છે. ઠારણ વ્યવસ્થાનું તાપમાન બદલ્યા સિવાય તેની કાર્યક્ષમતા \(70 \%\) સુધી વધારવા માટે પ્રાપ્તિસ્થાનનું નવું તાપમાન \(................\,K\) હોવું જોઈખે. 2023 મધ્યમ
  11. 61. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે \(A\) થી \(B\) સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(............\,J\) થશે.
    2023 મધ્યમ
  12. 62. બે પ્રાપ્તિ સ્થાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા \(\frac{1}{3}\) છે. જયારે ઠંડા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(x\) જેટલું વધારવામાં આવે છે, ત્યારે તેની કાર્યક્ષમતા ઘટીને \(\frac{1}{6}\) થાય છે. જો ગરમ પ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(99^{\circ}\,C\) હોય, તો \(x\) નું મૂલ્ય \(........\,K\) થશે. 2023 મધ્યમ
  13. 63. એક આદર્શ વાયુ માટે શરૂઆતી દબાણ અને કદ \(P_0\) અને \(V_0\) છે.જ્યારે વાયુને અચાનક \(\frac{ V _{ o }}{4}\) કદમાં દબાવવામાં આવે ત્યારે વાયુનું અંતિમ દબાણ ....... હશે. (\(\gamma\) = અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર આપેલ છે.) 2023 મધ્યમ
  14. 64. એક આદર્શવાયુને સમતાપી પ્રક્રિયામાં ઉષ્મા આપવામાં આવે છે. \(A.\) વાયુની આંતરિક ઊર્જા  ઘટશે. \(B.\) વાયુની આાંતરિક ઊર્જા વધશે. \(C.\) વાયુની આંતરિક ઊર્જા બદલાશે નહિ. \(D.\) વાયુ ધન કાર્ય કરશે. \(E.\) વાયુ ઋણ કાર્ય કરશે. નીચે આપેલા વિકલ્પોમાંંથી સાચા જવાબને પસંદ કરો. 2023 મધ્યમ
  15. 65. એક સાયકલના ટાયરમાં \(27^{\circ}\,C\) તાપમાને હવાનું દબાણ \(270\,KPa\) છે. જ્યારે તાપમાન વધીને \(36^{\circ}\,C\) થાય, ત્યારે તેના ટાયરમાં હવાનું અંદાજિત દબાણ \(.........\,KPa\) થશે. 2023 સરળ
  16. 66. એક થર્મોડાયનેમિક તંત્ર ચક્રિય પ્રક્રિયા કરે છે. પ્રક્રિયામાં થતું કુલ કાર્ય \(...............\,J\) છે.
    2023 સરળ
  17. 67. એક તંત્રને \(1000\) વોટના દરથી સ્રોત દ્વારા ઊર્જા પૂરી પાડવામાં આવે છે. જો તંત્ર \(200\) વોટના દરથી કાર્ય કરે છે. તંત્રની આંતરિક ઊર્જામાં થતો વધારો \(........\,W\) છે. 2023 સરળ
  18. 68. એક વાયુનું સમોષ્મી સંકોચન થાય છે, તો નીચેનામાંથી કયું કથન સાચું નથી? 2023 મધ્યમ
  19. 69. લિસ્ટ \(I\) સાથે લિસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો. 
    લિસ્ટ \(I\) લિસ્ટ \(II\)
    \(A\) સમતાપી પ્રક્રિયા \(I\) વાયુ વડે થતું કાર્ય આંતરિક ઊર્જામાં ધટાડો કરે છે.
    \(B\) સમોષ્મી પ્રક્રિયા \(II\) આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી.
    \(C\) સમકદ પ્રક્રિયા \(III\) શોષાયેલી ઉષ્માનો આંતરિક જથ્થો આંતરિક ઊર્જામાં વધારો કરે છે અને બીજો આંશિક જથ્થો કાર્ય કરે છે.
    \(D\) સમદાબ પ્રક્રિયા \(IV\) વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી.
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 
    2023 મધ્યમ
  20. 70. નીચે બે વિધાનો આપેલ છે. એકને કથન \(A\) તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ \(R\) તરીકે નિર્દેશ કરવામાં આવે છે. કથન \(A\) : જો \(dQ\) અને \(dW\) અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર \(dQ=dU-dW\) કથન \(B\) : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  21. 71. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : જ્યારે તંત્રમાં ઉષ્મા ઉમેરવામાં આવે, ત્યારે તેનું તાપમાન અચૂક વધે છે. વિધાન \(II\) : જો તંત્ર દ્વારા ઉષ્માગતિ શાસ્ત્રીય પ્રક્રિયા દરમ્યાન ધન કાર્ય કરવામાં આવે, તો તેનું ધનફળ વધે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2023 મધ્યમ
  22. 72. નીયે બે વિધાનો આપેલ છે. એક ને કથન \(A\) તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\) : ઠંડા પરિસરનાં તાપમાન \(-273^{\circ}\,C\) આગળ પ્રતિવર્તિ ઉષ્મા એન્જીનની કાર્યક્ષમતા મહત્તમ હશે. કથન \(B:\) કાર્નોટ એન્જીનની કાર્ય ક્ષમતા ફકત ઠંડા પરિસરના તાપમાન પર નહી પરંતુ ગરમ પરિસરના તાપમાન પર પણ આધાર રાખે છે. \(\eta =\left(1-\frac{T_2}{T_1}\right)\). ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  23. 73. પાણીના ઉત્કલનબિંદુ અને ઠારણબિંદુ વચ્યે કાર્યરત એન્જિનની \(1\). કાર્યક્ષમતા \(27 \%\) થતી વધારે હોય. \(2\). કાર્યક્ષમતા આ જ બે તાપમાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિની કાર્યક્ષમતા કરતા ઓછી હોય. \(3\). કાર્યક્ષમતા \(27 \%\) જેટલી હોય. \(4\). કાર્યક્ષમતા \(27 \%\) કરતા ઓછી હોય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  24. 74. સમાન દબાણ \((P)\), કદ \((V)\) અને તાપમાન \((T)\) ધરાવતા એક પરમાણિય વાયુઓના પાત્ર \(A\) અને \(B\) ધ્યાનમાં લો. \(A\) માંના વાયુનું તેના મૂળ કદના \(\frac{1}{8}\) માં ભાગ જેટલું સમતાપી સંકોચન જ્યારે \(B\) માંના વાયુનું તેના મૂળ કદના \(\frac{1}{8}\) ભાગ જેટલું સમોષ્મી સંકોચન કરવામાં આવે છે. તો પાત્ર \(B\) માંના વાયુના અંતિમ દબાણ અને \(A\) માંના વાયુના અંતિમ દબાણનો ગુણોતર .......... છે. 2023 મધ્યમ
  25. 75. સમતાપીય સ્થિતિમાં, વાયુનું દબાણ \(P =a V ^{-3}\) મુજબ અપાય છે, જ્યાં \(a\) એ અચળાંક અને \(V\)એ વાયુનું કદ છે. અચળ દબાણ બલ્ક મોડ્યુલ્સ ........... \(P\) હશે. 2023 અઘરું
  26. 76. \(T\) તાપમાન પર રહેલો વાયુના નમૂનાનું સમોષ્મી વિસ્તરણ થઈને કદ બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હશે? (આપેલ \(\gamma=\frac{3}{2}\)) 2023 મધ્યમ
  27. 77. ઉષ્મા ગતિશાસ્રીય પ્રક્રિયા કે જેમાં તંત્રની આંતરિક ઊર્જા અચળ રહે છે. 2023 સરળ
  28. 78. \(27^{\circ}\,C\) તાપમાને અને \(2 \times 10^7\,N / m ^2\) દબાણે રહેલા \(V\) કદના અમુક જથ્થાનો વાયુ તેનું કદ બમણું ના થાય ત્યાં સુધી સમતાપીય વિસ્તરણ અનુભવે છે. પછી તે સમોષ્મી રીતે હજુ પણ કદ બમણું થાય તે રીતે વિસ્તરણ પામે છે. વાયુનું અંતિમ  દબાણ \(.......\) હશે. \((\gamma=1.5)\) લો  2022 મધ્યમ
  29. 79. ધારો કે કાર્નોટ એન્જીનની કાર્યક્ષમતા \(\eta=\frac{\alpha \beta}{\sin \theta} \log e \frac{\beta x}{k T}\), દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંકો છે. જો \(T\) એ તાપમાન, \(k\) એ બોલ્ટઝમેન અચળાંક, \(\theta\) એ કોણીય સ્થાનાંતર અને \(x\) ને લંબાઈનું પરિમાણ હોય તો, ખોટો વિકલ્પ પસંદ કરો. 2022 અઘરું
  30. 80. એક આદર્શ વાયુના નમૂના પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(ABCA\) ચક્રિય પ્રક્રિયા કરાવવામાં આવે છે. તે \(AB\) ભાગ દરમ્યાન \(40 \,J\) ઉષ્માનું શોષણ કરે છે, \(BC\) ભાગ દરમ્યાન ઉષ્માનું શોષણ કરતી નથી, અને \(CA\) ભાગ દરમ્યાન \(60 \,J\) ઉષ્મા પાછી ફેંકે છે. જો \(BC\) ભાગ દરમ્યાન વાયુ પર \(50 \,J\) કાર્ય થાય છે. વાયુની \(A\) સ્થાન આગળ આતંરિક ઊર્જા \(1560 \,J\) છે. \(CA\) ભાગ દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય....... \(J\) થશે.
    2022 મધ્યમ
  31. 81. એક દ્વિ-પરમાણ્વીક વાયુ \((\gamma=1.4)\) નું જ્યારે સમદાબીય રીતે વિસ્તરણ કરવામાં આવે છે ત્યારે તે \(400\,J\) કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવી પડતી ઉષ્મા .......... \(J\) છે. 2022 મધ્યમ
  32. 82. એક દ્વિ-પરમાણ્વિક \(\left(\gamma=\frac{7}{5}\right)\) નું દબાણ \(P _1\) અને ઘનતા \(d _1\) એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને \(P _2\left( > P _1\right)\) અને \(d _2\) થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. \((\frac{ d _2}{ d _1}=32\) આપેલ છે.) 2022 મધ્યમ
  33. 83. એક કાર્નો એન્જિનની કાર્યક્ષમતા \(50\,\%\) છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(40^{\circ} C\) જેટલું ઘટાડવામાં આવે તો તેની કાર્યક્ષમતા \(30 \%\) જેટલી વધે છે. ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન ........... \(K\) થશે. 2022 મધ્યમ
  34. 84. એક કાર્નોટ એન્જિન કે જેની ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(27^{\circ} C\) હોય તેની કાર્યક્ષમતા \(25 \%\) છે. મૂળ કાર્યક્ષમતાને \(100 \%\) જેટલી વધારવા માટે ઉષ્મા ઉદગમનું તાપમાન કેટલા ડીગ્રી જેટલું બદલવું પડશે\(?\) 2022 અઘરું
  35. 85. એક થર્મોડાયનેમિક તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની પ્રારંભિક અવસ્થા \(D\) માંથી વચ્ચેની અવસ્થા \(E\) માં એક રૈખીય પ્રક્રિયાથી લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું કદ મૂળ કદ જેટલું ધટાડવામાં આવે છે અને તે સમદાબીય પ્રક્રિયા દ્વારા \(E\) થી \(F\) જાય છે. વાયુ દ્વારા \(D\) થી \(E\) થી \(F\) જતાં થતું કુલ કાર્ય \(..........\,J\) હશે.
    2022 મધ્યમ
  36. 86. એક ઉષ્મા એન્જિન \(324 \,K\) તાપમાને રહેલ ઠારણા વ્યવસ્થા સાથે કાર્યરત છે. જો ઉષ્મા એન્જિન ગરમ ઉષ્મા પ્રાપ્તિસ્થાન પાસેથી \(300 \,J\) ઉષ્મા લેતું (શોષતું) હોય અને ઠંડી ઠારણ વ્યવસ્થાને પ્રતિ ચક્ર \(180 \,J\) પાછું આપતું હોય તો ગરમ પ્રાપ્તિસ્થાનનું લધુત્તમ તાપમાન .......... \(K\) હશે. 2022 મધ્યમ
  37. 87. જો \(\eta_1\) એ કાર્નોટ એન્જીનની \(T _1=447^{\circ}\,C\) અને \(T _2=147^{\circ}\,C\) તાપમાને કાર્યક્ષમતા અને \(\eta_2\) એ \(T _1=947^{\circ} C\) અને \(T _2=47^{\circ} C\) તાપમાને કાર્યક્ષમતા દર્શાવતા હોય તો \(\frac{\eta_1}{\eta_2}\) ગુણોત્તર શોધો. 2022 મધ્યમ
  38. 88. કાર્નો એન્જિન \(727^{\circ} C\) તાપમાને રહેલા ઊષ્મા પ્રાતિ સ્થાન પાસેથી \(5000\, K \,Cal\) ઊષ્મા લે છે અને \(127^{\circ} C\) તાપમાને ઠારણને આપે છે. એન્જિન દ્વારા થતું કાર્ય \(...... \times 10^{6}\, J\) હશે. 2022 મધ્યમ
  39. 89. કાર્નો એન્જિનમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(527°C\) અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(200 \,K\) છે. જ્યારે એન્જિન પ્રાપ્તિ સ્થાનમાંથી ઠારણમાં ઉષ્મા રૂપાંતરિત કરે ત્યારે તેના દ્વારા થતું કાર્ય \(12000 \,kJ\) છે; ઉષ્મા પ્રાપ્તિમાંથી શોષાયેલ ઉષ્માનો જથ્થો ........... \(\times 10^{6} \,J\) હશે. 2022 મધ્યમ
  40. 90. કિસ્સા \(I\) માં, એક કાર્નોટ એન્જિન \(300\,K\) અને \(100\,K\) તાપમાનોની વચ્ચે કાર્યરત છે. કિસ્સા \(II\)' માં, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે કાર્નોટ એન્જિન જોડવામાં આવેલ છે.કિસ્સા \(II\) માં કાર્નોટ એન્જિનના જોડણની કાર્યક્ષમતા કેટલી થશે?
    2022 મધ્યમ
  41. 91. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન - \(I\) : \(\mu\) જથ્થાનો એક આદર્શ વાયુ જ્યારે સમોષ્મી પ્રક્રિયા દ્વારા \(\left( P _{1}, V _{1}, T _{1}\right)\) અવસ્થામાંથી \(\left( P _{2}, V _{2}, T _{2}\right)\) અવસ્થામાં જાય છે ત્યારે થતું કાર્ય \(W =\frac{\mu R \left( T _{2}- T _{1}\right)}{1-\gamma}\), જ્યાં \(\gamma=\frac{ C _{ p }}{ C _{ v }}\) અને \(R =\) સાર્વત્રિક વાયુ અચળાંક છે. વિધાન - \(II\) : ઉપરોક્ત કિસ્સામાં, જ્યારે વાયુ ઉપર કાર્ય થાય છે, વાયુનું તાપમાન વધે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2022 મધ્યમ
  42. 92. \(P\) દબાણે અને \(V\) કદે રહેલ એક એક પરમાણ્વીય વાયુ અચળાંક જ સંકોચન અનુભવે છે અને તેનું ક્દ ઘટીને મૂળ કદ કરતા આઠમાં ભાગનું થઈ જાય છે. અચળ એન્ટ્રોપી એ અંતિમ દબાણ \(.....P\) હશે.  2022 અઘરું
  43. 93. પાણીના ઠારણબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરતાં એક આદર્શ ઉષ્માયંત્રની કાર્યક્ષમતા (\(\%\) માં) કેટલી થાય? 2022 મધ્યમ
  44. 94. સમાન પ્રારંભિક સ્થિતિઓમાંથી એક આદર્શવાયુ \(V_{1}\) થી \(V_{2}\) કદમાં ત્રણ જુદી જુદી રીતે વિસ્તરણ પામે છે. જો પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમતાપીય હોય તો વાયુ દ્વારા થતું કાર્ય \(W_{1}\) સંપૂર્ણ રીતે સમોષ્મી હોય તો \(W_{2}\) અને પૂર્ણ રીતે સમદાબીય હોય તો \(W_{3}\) છે. તો સાચો વિકલ્પ પસંદ કરો. 2022 મધ્યમ
  45. 95. ઉષ્મીય એન્જિનને \(300 \,cal\) ઉષ્મા આપવામાં આવે છે કે જેથી તે \(225 \,cal\) ઉષ્મા ઠારણને આપે છે. જો ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(227^{\circ} C\) હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન ........... \({ }^{\circ} C\) હશે. 2022 મધ્યમ
  46. 96. \(\gamma=1.5\) ધરાવતા વાયુની સમોષ્મી પ્રક્રિયા કરીને તેનું કદ \(1200\, {cm}^{3}\) થી \(300\, {cm}^{3}\) સુધી સંકોચવામાં આવે છે. જો શરૂઆતનું દબાણ \(200\, {kPa}\)છે . આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય (\(J\) માં) કેટલું હશે? 2021 અઘરું
  47. 97. \(1\) મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને \(P-V\) આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે \(V _{2}=2 V _{1}\) હોય તો તાપમાનનો ગુણોત્તર \(T _{2} / T _{1}\) ........ છે.
    2021 અઘરું
  48. 98. \(-10^{\circ} {C}\) થી \(25^{\circ} {C}\) વચ્ચે કાર્ય કરતું રેફ્રિજરેટર સરેરાશ \(35\, {W}\) નો પાવર વાપરે છે. જો તેમાં કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો ના હોય તો દર સેકન્ડે તે સરેરાશ કેટલી ઉષ્માનું (\({J} / {s}\)) વહન કરશે?  2021 મધ્યમ
  49. 99. \(3.00\) મોલ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન દબાણ અચળ રાખીને \(40.0^{\circ} {C}\) જેટલું વધારવામાં આવે છે. વાયુના અણું ચાકગતિ કરે છે પરંતુ કંપન કરતાં નથી. જો આંતરિકઉર્જાનો ફેરફાર અને વાયુ દ્વારા થતાં કાર્યનો ગુણોત્તર \(\frac{{x}}{10}\) છે. તો \({x}\) નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું હશે? \(\left(\right.\left.{R}=8.31\, {J} {mol}^{-1} {K}^{-1}\right)\) 2021 મધ્યમ
  50. 100. \(4\) મોલ દઢ દ્વિપરમાણીય વાયુનું તાપમાન \(0^{\circ} {C}\) થી \(50^{\circ} {C}\) કરવા માટે કેટલી ઉષ્માની (\(\times {R}\))જરૂર પડે જ્યારે કાર્ય થતું ના હોય. (\(R\) એ સાર્વત્રિક વાયુ અચળાંક છે.) 2021 મધ્યમ